________________
(૨૩)
તિથિચર્ચા-ર સમાધાનનો નક્કર છતાં નિષ્ફળ પ્રયાસ
સં. ૧૯૯૦માં ભરાયેલા મુનિસમેલનનો પ્રધાન હેતુ એ હતો કે સંઘમાં અમુક અંશે ફેલાયેલા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવું, અને ભવિષ્યમાં એવું ન થવા પામે તેવી વ્યવસ્થા કરવી. આ હેતુનો અમલ સમેલને એક સર્વસંમત પટ્ટકરૂપે અગિયાર નિયમો ઘડીને કર્યો.
પણ અફસોસ, સમેલને ઘડેલા એ નિયમો કાગળ પર જ સચવાયા ! સમેલન પછી બે જ વર્ષમાં વાતાવરણ અનિચ્છનીય બનતું ગયું.
એ અનિચ્છનીય વાતાવરણને કાયમી બનાવનાર તિથિચર્ચાનો જન્મ થયો. એને લીધે સમેલને ઘડેલા નિયમો પૈકી ત્રીજા નિયમનો અને એના અનુસંધાનમાં નવમા નિયમનો ખુલ્લેઆમ ભંગ થયો. બીજા નિયમોના પાલન તરફ પણ લાપરવાહી સેવાતી થઈ. નવા તિથિમતનું વલણ સંઘની શાંતિમાં ભંગાણ પાડનારું નીવડ્યું. પછીનાં આઠેક વર્ષમાં તો તપાગચ્છ અશાન્તિનું ધામ બની ગયો !
અશાન્તિના આ કલંકને નિવારવા, પહેલાં કહ્યું તેમ, કેટલાક પ્રયાસો થયા; પણ એ નિષ્ફળ બન્યા. પણ એમ છતાં શાન્તિપ્રિય વ્યક્તિઓએ એ અંગે પ્રયત્નો શરૂ જ રાખ્યા. નવા તિથિમતના વૃદ્ધ પુરુષો પણ આ માટે સક્રિય હતા. પણ એમનાં આંતરિક પરિબળો જ એમના એ પ્રયત્નોને નાકામિયાબ બનાવતાં હતાં. એ પરિબળો છિન્ન-ભિન્નતામાં માનતાં હતાં, સંપમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષોની સક્રિયતા નિરાશામાં જ પરિણમતી.
સં. ૨૦૦૦ના વર્ષે તિથિભેદનો અંત લાવીને અશાંતિ દૂર કરવાનો એક સંગીન, સુંદર પ્રયત્ન થયો. પણ, દર વખતે બનતું એમ, આ પ્રયત્ન પણ નિષ્ફળ જ રહ્યો.
વાત આમ બની હતી :
સં. ૨૦OOનું ચોમાસું સૂરિસમ્રાટ ખંભાતમાં રહ્યા હતા. યોગાનુયોગ, નવા તિથિમતથી કંટાળેલા ને એના નિવારણ માટે પ્રબળ ઉત્સુકતા ધરાવનાર આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ ચોમાસું હતા. આ એ જ ખંભાત હતું, જ્યાં સં. ૧૯૯૨ પહેલાં તપાગચ્છના કોઈ પણ સમુદાયના મુનિરાજો “જૈનશાળા”ના ઉપાશ્રયે ઊતરતા ને ચોમાસું કરી શકતા. અને, ૧૯૯૨ પછી આ જ ખંભાતના સંઘની એકતાને તિથિક્લેશની આગે બાળીને ખાખ કરી નાખી હતી અને સંઘના બે વિભાગ થઈ ગયા હતા; એકતિથિને માનનાર સાધુ “જૈનશાળાએ જતા બંધ થયા; “જૈનશાળા' એ બેતિથિપક્ષનો ઉપાશ્રય બની ગઈ !
આ વર્ષે સૂરિસમ્રાટ ભંડોળના ઉપાશ્રયે હતા. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ જૈનશાળાએ હતા. બંને પૂજ્યવરો શાંતિ માટે અતીવ ઉત્સુક હતા.
એક દિવસ બંને પૂજ્યવરો સ્તંભન પાર્શ્વનાથનાદેરાસરે ભેગા થઈ ગયા. શ્રીવિજયનન્દનસૂરિજી
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelikeary.org