SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં એ જવાબદારીઓ નિભાવવા જેટલી લાયકાત ને શક્તિઓ એનામાં સરજાવી જ જોઈએ. આ સાથે તેઓ એમ પણ માનતા કે આવી લાયકાત ને શક્તિ જેનામાં સરજાય, એની ઉંમરનાં કે મુનિજીવનનાં ગમે એટલાં વર્ષ હોય, પણ એને એ જવાબદારીઓ અને એને અનુરૂપ પદવીઓ આપવી જોઈએ. પોતાની આ વિચારધારાને એમણે ચરિત્રનાયકમાં અમલી બનાવી. સં. ૧૯૮૦માં એમણે એમને પંન્યાસ (પંડિત) પદ અને સં. ૧૯૮૩માં –દીક્ષા લીધાના ચૌદમે વર્ષે અને મુનિ નંદનવિજયજી માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના હતા ત્યારે—આચાર્યપદ આપ્યું. પંન્યાસપદ લેતાં પહેલાં પિસ્તાળીસ આગમોમાંનાં પાંચમા આગમ શ્રી ભગવતીસૂત્રના જોગ ક૨વા ફરજિયાત હોય છે. છથી સાત મહિનાના એ જોગમાં ઉગ્ર તપ અને ક્રિયા કરવાનાં હોય છે. એ એમણે અમદાવાદમાં કર્યાં. અને તે દરમિયાન જ એમને પંન્યાસપદ મળ્યું. આ વખતે પાંજરાપોળમાં આવેલી વિશાળ જગ્યા (જ્યાં હાલ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે, તે)માં ભવ્ય મંડપ બાંધીને ગુરુભક્ત શ્રાવકોએ મોટો ઉત્સવ યોજ્યો, અને એ મંડપમાં જ પંન્યાસપદપ્રદાન થયું. પંન્યાસપદપ્રદાન વખતે, ભારતીય તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ વિદ્વાન પ્રો. આનંદશંકર ધ્રુવ ખાસ જિજ્ઞાસાથી હાજર રહ્યા હતા. પદપ્રદાનની ક્રિયા જોઈને, અને તેના અંતે પદગ્રહણ કરનારને અપાતી– તેમને મળેલી જવાબદારી પ્રત્યે સભાન રહેવાની—શિખામણો સાંભળીને તેઓ ખૂબ ખુશ થયા હતા. એમણે સૂરિસમ્રાટને કહ્યું : “પદવીદાનનો આવો વિધિ મેં પહેલી વાર જ જોયો. બધે પદપ્રદાન આવી રીતે વિધિસર જ થવું ઘટે. અમારે અમારા કૉલેજોના પદવીદાન–સમારંભોમાં પણ આવો કોઈક ખાસ વિધિ દાખલ કરીને, પદવી લેનારને, તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવે છે, તેનો ખ્યાલ આપતી શિખામણો આપવી જોઈએ.” આચાર્યપદ મેળવનારે ચોરાશી દિવસની આરાધના, તપ ને જપ વડે, કરવાની હોય છે. એ શરૂ કરાવીને ૧૯૮૩ના વૈશાખ મહિને એમને એ પદ આપ્યું. આ વખતે આચાર્યપદની સાથે સૂરિસમ્રાટે એમને ‘ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંત માર્તંડ, અને કવિરત્ન’ એમ ચાર યથાર્થ બિરુદો પણ આપ્યાં હતાં. આ પદપ્રદાન શેઠ જમનાભાઈ ભગુભાઈના શાહીબાગના બંગલે ક૨વામાં આવ્યું હતું. તે વખતે શેઠાણી માણેકબહેને પોતે કરેલી વિવિધ તપસ્યાઓ નિમિત્તે મોટો ઉજમણા- મહોત્સવ માંડેલો. નંદનવિજયજીને આચાર્યપદ આપવાની સૂરિસમ્રાટને ઊંડે ઊંડે ઇચ્છા હતી જ; એમાં આ વખતે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈએ એમને ભાર દઈને કહ્યું કે, “સાહેબ ! નન્દનવિજયજીને હવે આચાર્ય બનાવો. એ આપના જેવા જ નીવડશે.’ આ પછી સૂરિસમ્રાટની ઇચ્છા પ્રબળ થઈ અને એનો અમલ કરવામાં આવ્યો. પદવીના દિવસે સૂરિસમ્રાટના પરમ ભક્ત ધ્રાંગધ્રા રાજ્યના દીવાન શ્રી માનસિંહજી ખાસ હાજર રહ્યા હતા. તેમણે પદવી વખતે કામળી ઓઢાડી. આ પદવીનું બયાન તે વખતના ‘જૈન ધર્મ પ્રકાશ’'માં આ રીતે મળે છેઃ “બહારગામથી ધ્રાંગધ્રાના મે. દીવાન સાહેબ વિ. જૈનો તેમજ જૈનેતરો પ્રાહુણા તરીકે તેમજ Jain Education International ૩૦ For Private & Personal Use Only મ્ય www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy