________________
“મુનિ શ્રી દર્શનવિજયજીની તબિયત હવે સારી હશે.” કેવો સ્પષ્ટ અને સુંદર છે આ પત્ર!
એની સરળ, સભ્ય ભાષા, વાંચનારને તરત જ સમજાઈ જાય એવી છે. શબ્દ શબ્દ શ્રીવિજયનંદનસૂરિજીની દીર્ઘદર્શી બુદ્ધિમત્તા નીતરે છે.
શાંતિની સાચી ચાહના અને શાંતિના માર્ગની એમની ઊંડી સૂઝબૂઝ આ પત્રની પૂર્વભૂમિકામાં પડ્યાં છે.
કાશ, આ અદ્ભુત શક્તિપુંજનો પૂરો લાભ લઈ શકાયો હોત તો?
(૨૯) શાસન પ્રભાવના
સૂર્યના તેજમાં બીજાં ગ્રહ-નક્ષત્રોનાં તેજ સમાઈ જાય, એમ સૂરિસમ્રાટે કરેલી શાસનપ્રભાવનાઓમાં આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનપ્રભાવના સમાઈ જતી. સૂરિસમ્રાટનું એક પણ કાર્યએવું ન હતું જેમાં આચાર્યશ્રી વિજયોદયસૂરિજી મહારાજની જેમ જ શ્રી વિજયનંદનસૂરિજી પણ ન સંકળાયા હોય.
સૂરિસમ્રાટથી તેઓ બેએકવાર જ જુદા પડ્યા હતા. એકવાર હતા વિ.સં. ૧૯૯૦માં સાતઆઠમુનિઓને લઈને જૂનાગઢની યાત્રાએ ગયા ત્યારે; અને બીજીવારતબિયતના કારણે સં. ૧૯૯૫માં. પણ આ બંને પ્રસંગે મહિનો- બે મહિના જેટલો જ સમય જુદા રહ્યા હતા. યાત્રા પૂરી થઈ અને તબિયત સ્વસ્થ થઈ કે તરત સૂરિસમ્રાટના સાંનિધ્યમાં.
સુરિસમ્રાટને એ કલ્પવૃક્ષ માનતા. અને એમની સેવાથી વંચિત એક દિવસ પણ રહેવું પડે, એ એમને દુઃખકર હતું. વિ.સં. ૧૯૯૫માં તબિયતના કારણે પાલિતાણા રહી જવું પડ્યું, ત્યારે એમણે સૂરિસમ્રાટ પરના એક પત્રમાં લખ્યું હતું?
“કલ્પવૃક્ષની સેવનાથી કોણ સહૃદય જીવ વંચિત રહે? કલ્પવૃક્ષની સેવનાથી કારણસર વંચિત રહેવું પડે તે પણ એક કુદરત અધીન અંતરાય જ છે.”
સૂરિસમ્રાટના કાળધર્મ પછી એમના આદર્યા કાર્યો પૂરાં કરવામાં અને બીજાં પણ શાસનપ્રભાવનાનાં મહત્ત્વનાં કાર્યો કરવામાં એમણે અથાગ મહેનત લીધી હતી. કેટલાંક કાર્યો પોતાના પૂજય ગુરુ મહારાજ શ્રી વિજયોદયસૂરિ મહારાજની નિશ્રામાં રહીને કર્યો અને કેટલાંક સ્વતંત્રપણે પણ કર્યા હતાં.
મહુવામાં સૂરિસમ્રાટના જન્મસ્થળ પર જિનાલય બાંધવાની એમના આ બંને અંતેવાસીઓની
૭૦
En Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org