________________
પ્રબળ ભાવના હતી. તે અનુસાર ત્યાં શ્રી નેમિવિહાર નામે સુંદર જિનાલય તૈયાર થતાં સૂરિસમ્રાટના હાથે તેની પ્રતિષ્ઠા કરવાની વિચારણા ચાલુ હતી. પણ, સં. ૨૦૦૫માં જ તેઓ કાળધર્મ પામ્યા, એટલે એ કાર્ય એમના હાથે ન થઈ શક્યું !
એ નેમિવિહારપ્રાસાદને અડીને જ બીજું પણ શ્રી કેસરિયાજીપ્રાસાદ નામે ચૈત્ય કરાવેલું. આ બંને પ્રાસાદો ભવ્ય, શિખરબંધી, બે અને ત્રણ મજલાના અને રમ્ય કોતરણીયુક્ત હતા. સૂરિસમ્રાટની પ્રેરણાથી શ્રી કદમ્બગિરિ તીર્થના વહીવટ અને રક્ષણ અર્થે સ્થપાયેલી તપાગચ્છીય શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી એ પ્રાસાદો તૈયાર થયા હતા ને પ્રતિષ્ઠા પણ પેઢી તરફથી જ કરવાની હતી.
આ પેઢી સુરિસમ્રાટના માર્ગદર્શન અનુસાર તીર્થના વહીવટ અને રક્ષણનું કાર્ય કરતી હતી. એ મના કાળધર્મ પછી એમના ઉપદેશાનુસાર શ્રીવિજયોદયસૂરિજી મહારાજ તથા શ્રીવિજયનંદનસૂરિજીના માર્ગદર્શન પ્રમાણે એણે કાર્યો કરવાનું ચાલુ રાખ્યું હતું.
ઉપર્યુક્ત બંને દેરાસરોની પ્રતિષ્ઠા અંગે બંને આચાર્યદેવોના ઉપદેશાનુસાર પેઢીએ વિ.સં. ૨૦૦૬માં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કર્યો. પ્રભુજીના આદેશ અનેક ભાગ્યવંત ગુરુભક્તોએ લીધા, અને ફાગણ મહિનામાં સૂરિસમ્રાટના પ્રાયઃ સમસ્ત શિષ્ય સમુદાયની હાજરીમાં એ બંને દેરાસરોની અને સૂરિસમ્રાટના સ્વર્ગગમન-સ્થાને તૈયાર થયેલ ગુરુમંદિરની પ્રતિષ્ઠા થઈ.
અહીંથી સૌ કદંબગિરિ તીર્થે આવ્યા. ત્યાં ગિરિરાજ ઉપર શ્રી નમિનાથજિન પ્રાસાદનું નિર્માણ થયું હતું. આ પ્રાસાદ શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી બંધાયેલો છે. વર્ષો પૂર્વે સૂરિસમ્રાટ મહુવા બિરાજતા હતા, ત્યારે તેઓ વંદન કરવા આવેલા. તે વખતે તેમણે કાંઈ કામકાજ ફરમાવવા વિનંતી કરી. એ સમયે જ પાસે બેઠેલા શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “બે કાર્ય છે. એક તો ગુરુ મહારાજના જન્મસ્થળે – અહીં દેરાસર બંધાવવાનું છે; ને બીજું કદંબગિરિ ઉપર એક ચૈત્ય બંધાવવાનું છે. તમારી ભાવના થતી હોય તો તેમાં લાભ લો.”
આના ઉત્તરમાં માણેકલાલભાઈએ કહ્યું: “સાહેબ ! કદંબગિરિના દેરાસરનો લાભ મને આપો.”
એ લાભ એમને મળ્યો. એ દેરાસર હવે તૈયાર થયું હોઈ તેની અંજનશલાકા પ્રતિષ્ઠા (૨૦૦૬માં) વૈશાખ માસમાં કરાવી. નીચે કદંબવિહાર પ્રાસાદમાં સૂરિસમ્રાટના ગુરુમંદિરની પ્રતિષ્ઠા પણ કરાવી.
આ પ્રસંગે સામુદાયિક એકતા, મર્યાદા અને વ્યવસ્થા અંગે અનેકવિધ વિચારણાઓ કરીને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા.
આ બધાં કાર્યોમાં શ્રી વિજયનંદનસૂરિજીની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને વ્યવસ્થાકૌશલ્ય મુખ્ય ભાગ ભજવ્યો હતો.
આ પછી તેઓ સુરેન્દ્રનગર આવ્યા. ત્યાં પણ શ્રી વાસુપૂજ્યસ્વામીના દેરાસરની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ચોમાસું પણ ત્યાં કર્યું.
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jaineliberorg