SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૦૭માં સમુદાયના અનેક મુનિરાજોને યોગવહન કરાવવાપૂર્વક ગણિ-પંન્યાસપદ સમર્ણા. અમદાવાદમાં તો એકીસાથે સોળ મુનિવરોને પંન્યાસપદ અર્પણ કર્યું. જીવનમાં કદી જોવા ન મળે, એવું એ દૃશ્ય હતું. વિ.સં. ૨૦૦૯માં માગશર મહિનામાં સાબરમતીના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રતિષ્ઠાને આજે પણ ત્યાંના લોકો યાદ કરીને કહે છે: “અમારા સાબરમતીમાં બાર ઘર હતાં. તેનાં બારસો ઘર થયાં તેનો રૂડો પ્રતાપ સૂરિસમ્રાટનો અને પછી શ્રી વિજયોદયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિ મહારાજનો. એમણે કરાવેલી પ્રતિષ્ઠા અને તે પ્રસંગે થયેલી કેસર ને અમીની વૃષ્ટિ અમારા સંઘને કલ્યાણ- મંગળ કરનારી નીવડી છે.” શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો નિયમ હતો કે તીર્થના વહીવટ- રક્ષણ અને તીર્થ કે સંઘ સંબંધી કાંઈ પણ કાર્ય કરવું હોય તો, ટૂરિસમ્રાટના માર્ગદર્શન અને સૂચન અનુસાર જ કામ કરવું. સૂરિસમ્રાટ પછી પણ તીર્થના જીર્ણોદ્ધારો, વહીવટમાં આવતા અગત્યના પ્રશ્નો, શિલ્પ અને મુહૂર્તના પ્રશ્નો વગેરે દરેક મહત્ત્વના કાર્યોમાં શ્રી વિજયોદયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિ મહારાજની સૂચના મેળવીને જ પેઢી કાર્ય કરતી. પેઢી તરફથી શ્રી રાણકપુર તીર્થનો ઉદ્ધાર પૂરો થતાં તેની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. એ પ્રસંગે મુહૂર્ત જોવાથી પ્રારંભીને તે પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીના તમામ કાર્યો પેઢીએ આ બંને આચાર્ય મહારાજોના હાથે અને તેમની સલાહ પ્રમાણે જ કર્યા હતાં. રાણકપુરની પ્રતિષ્ઠા માટે કહેવાય છે કે એવી પ્રતિષ્ઠા કદી થઈ નથી ને થશે પણ નહિ. એ પ્રતિષ્ઠામાં એક લાખથી વધુ લોકો એકત્ર થયેલાં. એ બધાંને રહેવાની- ખાવાપીવાની વ્યવસ્થાના વર્ણનો સાંભળીએ છીએ ત્યારે આપણી કલ્પના પણ થંભી જાય છે. રોજ સેંકડો મણ શીરો અથવા લાપશી રંધાય. એ માટે સાવન-ભાદો નામના બે મોટા જબ્બર ઊંડા કઢા ગોઠવાયેલા. નિસરણી મૂકીને શીરો લેવા એમાં ઉતરવું પડે. દસ મણ ઘી એકલા સંભારમાં વપરાતું. ત્રણસો તો રસોઈયા હતા. લાખ લાખ માણસ ધર્મશાળામાં, તંબુ- રાવટીઓમાં, કંતાનની ઓરડીઓમાં ને ખુલ્લા મંડપમાં દિવસ રાત પડ્યું રહે, ને આ પ્રતિષ્ઠાનો લાભ લે. બધાંને જમવાની એક અજબ વ્યવસ્થા. એક પંગત જમીને ઊઠે કે તરત જ સફાઈ કામદારો ફરી વળે. એવી સફાઈ થાય કે જોનારને ખબર જ ન પડે કે થોડીવાર પહેલાં અહીં લોકો જમી ગયાં હતાં. ઉછામણીઓનો ઉછરંગ પણ ગજબનો એક મારવાડી ભાઈએ પરણવાની હોંશે એકવીશ હજારની રકમ એકઠી કરેલી. રાત્રે ભાવનામાં બેઠેલા. એમાં ઉછામણી ચાલી. હાથી પર બેસીને તોરણ પોંખવાનું ઘી બોલાવા માંડ્યું. આ ભાઈને હૈયે ઉમળકો આવ્યો. એમણે પેલી પરણવા માટે સાચવી રાખેલી રકમમાંથી સોળ હજાર રૂપિયા ઉછામણીમાં બોલી દીધા, ને નસીબજોગે એમને આદેશ મળી ગયો ! એ ભાઈનો ઉત્સાહ તો કેમે સમાય નહિ. એમની વાતની ખબર પડી ત્યારે શ્રી વિજયનંદનસૂરિજી વગેરેએ પૂછ્યું કે, “આ ઉમળકો કેમ આવ્યો?” તો કહેઃ “બાપજી ! સંસારના પોંખણા તો ગમે ત્યારે થશે, એની પરવા નથી; એ તો સંસાર વધારે એવા છે. આ ભગવાનના પોખણાં ૭૨ 'Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy