________________
મોટા શેઠિયાય આવે અને અમલદારોય આવે. પણ એમાંના કોઈની સાથે અમારે કોઈ સાધુએ લગારે વાત કરવાની નહિ. એ લોકો શાતા પૂછવા આવે, તો એનો પણ જવાબ નહિ આપવાનો. ઊલટું, ક્યારેક તો પૂછવા જનારનો જ મોટા મહારાજ ઉધડો લઈ લે : ‘તારે મારા સાધુને વાતોડિયો બનાવીને બગાડી મૂકવો છે ? શાતા પૂછવી હોય તો મને નથી પૂછાતી ? કામ હોય તો હું નથી બેઠો ?’
“રાત્રે બધા સહપાઠી સાધુઓ આવૃત્તિ કરવા સાથે બેસીએ અને ભણેલા પાઠ—પદાર્થનું પુનરાવર્તન કરીએ. એમાં અગિયાર—બાર વાગી જાય. પણ, એ વખતે અમે બધા વાતો તો નથી કરતા ને એની તપાસ મોટા મહારાજ કાયમ રાખતા. રાત્રે નારાયણને કહે : ‘જા, જોઈ આવ, કોઈ સાધુઓ ભણવાને બદલે ગપ્પાં તો નથી મારતા ને ?’ અને એ અમને કોઈનેય ખબરેય ન પડે એ રીતે જોઈ જાય. એમાં જો ક્યારેક કોઈક વાતો કરતો ઝડપાઈ જાય, તો એનું આવી બને.”
અને છેલ્લે એ ઉમેરતા ઃ “મોટા મહારાજની આવી દેખભાળ ને કડક કાળજીનાં સુખદ પરિણામ આજે અમે માણીએ છીએ; આવી કાળજી આજે ક્યાંય નથી, એનાં માઠાં પરિણામો પણ અમે નજરે જોઈએ છીએ.’’
એમના ભણતરના વિષય હતા ઃ ન્યાયમાં તર્કસંગ્રહ, સિદ્ધાન્તમુક્તાવલી (એ ૫૨ દિનકરી– રામરુદ્રી), વ્યાપ્તિપંચક, સિંહવ્યાઘ્રલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ, અવચ્છેદકત્વનિરુક્તિ, સવ્યભિચારપ્રકરણ, પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકુસુમાંજલિ, લક્ષણાવલી, આત્મતત્ત્વવિવેક.
ઉપરાંત –
પંચદશી, વેદાન્તપરિભાષા—શિખામણિ, અદ્વૈતસિદ્ધિ; સાંખ્યકારિકા, તત્ત્વકૌમુદી, અર્થસંગ્રહ,
પાતંજલયોગસૂત્રવૃત્તિ, શ્રીહર્ષનું ખંડનખંડખાદ્ય;
સારસ્વતવ્યાકરણ, સિદ્ધહૈમવ્યાકરણ, નાગેશ ભટ્ટની મંજૂષા;
સાહિત્યદર્પણ, કુવલયાનંદ વગેરે, અને રઘુવંશ, કિરાતાર્જુનીયાદિ કાવ્યો;
જૈન દર્શનના પણ જૈન તર્કભાષા, સ્યાદ્વાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલોક; અષ્ટકપ્રકરણ, ન્યાયાલોક, સપ્તભંગી તરંગિણી, અષ્ટસહસ્રી, સન્મતિતર્ક, ષહ્દર્શનસમુચ્ચય, ન્યાયખંડખાદ્ય વગેરે માન્ય, મૂર્ધન્ય ગ્રંથો.
એમના ભણેલા ગ્રન્થોમાંથી માત્ર થોડાકનાં જ આ નામો છે. આમાંના અમુક ગ્રંથો પંડિતજી પાસે ભણ્યા, બાકીના બધા જાતે વાંચ્યા.
સિદ્ધાન્તમુક્તાવલી ને સારસ્વતચન્દ્રિકા તો આખી ને આખી કંઠસ્થ કરી હતી.
આ બધા ગ્રંથોના પાઠ સાથે તે વિષયને લગતા અન્ય ગ્રંથોનું અવગાહન પણ તેઓ કરી લેતા; જેમ કે સાહિત્યદર્પણની સાથે સાથે રસગંગાધર, કાવ્યપ્રકાશ જેવા મહાગ્રંથો પણ એમણે અવગાહ્યા
હતા.
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainst rary.org