SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ “મને પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારા પરમ ગુરુભગવંતના ઉ૫કા૨નો બદલો ભવકોડાકોડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસોચ્છ્વાસ સુધી પણ ‘ઉદય—નંદન’ હતા. ’” વગેરે. ગુરુભક્તિની આ પરાકાષ્ઠાને વંદન. રહ્યા. -- સૂરિસમ્રાટની પ્રબળ ઈચ્છા હતી કે, મારે પોતાને મુંબઈ ન જવું, અને મારો સાધુ પણ મુંબઈ ન જાય. શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઈચ્છાને એક સિદ્ધાન્તની જેમ આજીવન પાળી હતી. મુંબઈ પધારવા માટે અનેક વાર વિનંતિઓ થઈ, ઘણા ઘણા આગ્રહ થયા, પણ તેઓ અચલ (૨૬) સિદ્ધાન્તનિષ્ઠા સં. ૨૦૨૬માં કલકત્તાવાળા શેઠ સવાઈલાલ કેશવલાલે વિનંતિ કરી : “આપ મુંબઈ પધારો, ને ઘાટકોપરની પ્રતિષ્ઠા આપને હાથે કરો. આપની ભાવના છે કે કદમ્બગિરિ તીર્થમાં બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાં. હું ત્યાં કદમ્બગિરિ માટે દસ લાખ રૂપિયા એકઠા કરીશ. અને આપની ઈચ્છાનુસાર તમામ કાર્યો પૂરાં કરાવીશું, પણ આપ મુંબઈ પધારો.’ મુંબઈ જવામાં ઘાટકોપરની પ્રતિષ્ઠા ઉપરાંત બીજાં અનેક મહાન કાર્યો કરવાનો અવસર મળે એમ હતો, પણ, આચાર્યમહારાજે સ્પષ્ટ ના ભણી દીધી. જ્યારે વિનંતી થતી હતી, ત્યારે કેટલાકને થઈ આવેલું કે આના જેવા વિનંતી અને કાર્ય કરનાર નહિ મળે. પણ આચાર્ય મહારાજે ના પાડી ત્યારે લાગ્યું કે એમના જેવા ના પાડનાર પણ કોઈ નહિ મળે. આ વખતે એમણે સૂરિસમ્રાટની એક વાત કહી : “મોટા મહારાજ કહેતા હતા કે, એકવાર આત્મારામજી મહારાજે બૂટેરાયજી મહારાજ આગળ ઈચ્છા વ્યક્ત કરી કે “દમ વસ્વરૂં ગાનેી રૂા રહતે હૈ ।’’ ત્યારે બૂટેરાયજી મહારાજે કહ્યું કે “નિસનો સંયમા જીપ ન હોવે નઇ વન્વર્ફે નાય '' આ વચન સાંભળીને તરત જ આત્મારામજી મહારાજે મુંબઈનો વિચાર માંડી વાળ્યો.'' Jain Education International આટલું કહીને એમણે ઉમેર્યું : “મોટા મહારાજ પોતે પણ કહેતા કે આપણે શુદ્ધ સંયમ પાળવો હોય તો મુંબઈ નહિ જવું જોઈએ. કેમ કે ત્યાં ગયા પછી ઓછેવત્તે અંશે પણ શિથિલતા આવ્યા વિના ન જ રહે. અને આપણે આપણી જિંદગીમાં માંસ વગેરે અપવિત્ર અભક્ષ્ય પદાર્થો કદી પણ જોયા નથી. જો મુંબઈ તરફ જઈએ, તો એ નજરે પડ્યા વિના રહે જ નહિ, માટે મુંબઈ ન જવું.’’ સૂરિસમ્રાટનો બીજો નિયમ હતો : ‘આર્દ્રા નક્ષત્ર બેસે પછી વિહાર ન કરવો.’ આનું પાલન ૬૧ For Private & Personal Use Only www.jaineliary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy