________________
પણ આચાર્ય મહારાજે બરાબર કર્યું હતું.
આવા ઘણા સિદ્ધાંતો ને પ્રવૃત્તિઓ છે, જે સાધુજીવનની પવિત્રતાને પોષે અને અખંડ રાખે. એનું પરિપૂર્ણ પાલન તેઓએ પૂરી નિષ્ઠાથી કર્યું – અલબત્ત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવના પરિવર્તનને સતત લક્ષમાં રાખીને જ.
(૨૭) મુહૂર્ત મેળવવાનું મહાતીર્થ
પાયા વિના ઘર ચણાય નહિ, મુહૂર્ત વિના શુભ કામ થાય નહિ. પાયો જેટલો મજબૂત, એટલું જ ઘર મજબૂત બને. મુહૂર્ત જેટલું શ્રેષ્ઠ—નિર્દોષ, એટલું કામ પણ નિર્વિઘ્ન થાય. પાયો ચણનાર કારીગર જેટલો કુશળ, એટલો પાયો દૃઢ થાય. મુહૂર્ત આપનાર જેટલા પવિત્ર, એટલું કામ પણ સફળ બને.
શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજની ગણના પવિત્ર પુરુષોમાં થતી. એમણે આપેલું મુહૂર્ત નિઃશંક પવિત્ર મનાતું. એમના આપ્યાં મુહૂર્ત થતું શુભ કામ હંમેશાં નિર્વિઘ્નપણે સફળ બનતું. એમના વહેતા ઝરણા જેવા સ્વચ્છ જીવન, અને સર્વાવસંવારિણી, સર્વકલ્યાણકારિણી વિશુદ્ધ ભાવનાનું આ પરિણામ હતું.
અંજનશલાકા હોય કે પ્રતિષ્ઠા હોય, પ્રભુ પ્રવેશ હોય કે ખાતમુહૂર્ત હોય, દીક્ષા-વડી દીક્ષા હોય કે પદવી પ્રદાન હોય, ઉપધાન ને ઉજમણાં હોય કે બીજા મહોત્સવો હોય, મુનિઓનો વિહાર હોય કે પ્રવેશ હોય, કોઈ સંઘનું પ્રયાણ હોય કે તીર્થમાળારોપણ હોય, એક પણ ધર્માનુષ્ઠાન એવું નહોતું કે જે શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજના મુહૂર્ત વિના થતું હોય. ભારતનાં સેંકડો ગામો, ને હજારો લોકો એમની પાસે મુહૂર્ત પ્રાપ્ત કરીને પોતાનાં ધર્માનુષ્ઠાનો સફળ બનાવતાં.
દિવસ ઊગે ને પાંચ-સાત ગામના ભાઈઓ મુહૂર્ત લેવા આવ્યા જ હોય, મુહૂર્તની પૃચ્છામાંગણી કરતા થોકબંધ કાગળો આવ્યા કરતા હોય અને એ બધાને સંતોષ આપવા માટે શરીરની શક્તિ કરતાં અધિક પરિશ્રમ કરીને એ મુહૂર્તો આપે જતા હોય, એ દશ્ય તો રોજનું હતું. આ બધું જોઈને એમને ડૉક્ટરો કે બીજા કોઈ કહે કે “સાહેબજી ! આટલો પરિશ્રમ ન કરતા હો ને થોડો આરામ કરતા હો તો કેવું સારું ! મુહૂર્તવાળાને કાલે બોલાવજો .” ત્યારે એમનો ટકોરાબંધ જવાબ મળતો : “ભાઈ ! કેટલે દૂરથી આ લોકો આવ્યા છે ! એમને ક્યાં સુધી રોકી રાખવા? અને, આ કાગળ કેટલા દૂરથી આવ્યો છે ! એને આજ ને આજ જવાબ ન લખીએ, તો એનું કામ ઘણું લંબાય.” અને પછી ઉમેરતા: “આ બધે સ્થળે શાસનનાં કાર્યો થાય છે, ત્યાં આપણે ક્યાંય પહોંચી શકવાના તો નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org