SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ એમના નેતૃત્વને બિરદાવતાં “જૈન” પત્રે નોંધ કરી : “ઉજવણીના ઝંઝાવાત જેવા અને અવિરત વિરોધની સામે, જૈનપુરી અમદાવાદમાં ચાતુર્માસ રહેવા છતાં આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજે જે સ્વસ્થતા, સમતા, શાંતિ, મક્કમતા, નિર્ભયતા, સમયજ્ઞતા, આપસૂઝ, દૂરંદેશી, વિવેકશીલતા અને કુશળતાથી કામ લીધું તે વિરલ અને દાખલારૂપ બની રહે એવી છે; અને એથી જૈન ધર્મ અને સંઘની શોભામાં વધારો થવા સાથે રાષ્ટ્રીય અને બિન૨ાષ્ટ્રીય બંને ધોરણની ઉજવણીમાં ખૂબ ઉત્સાહ પૂરાયો છે. આવી સમયસૂચકતા દાખવવા બદલ આપણે આચાર્ય મહારાજશ્રીનો ઉપકાર માનવો ઘટે છે.’’ વધુ કેટલું વર્ણન કરીએ ? છતાં એટલું કહેવા મન લલચાય છે કે વિજયનંદનસૂરિજીનું નેતૃત્વ ન હોત તો, ગુજરાતે ઉજવણીનો જે લહાવો લઈને ભારતવ્યાપી ઉજવણીમાં પોતાનો સૂર પૂરાવ્યો છે, તે કદાચ ન પૂરાવી શકત. આ પછી ચૈત્ર મહિને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક આવ્યું એ પ્રસંગે ગુજરાત રાજ્ય સ૨કા૨ની સમિતિ તરફથી સ૨કા૨ી ધોરણે ભવ્ય કાર્યક્રમ યોજાયો. એમાં પણ શ્રી વિજયનંદનસૂરિજીની આગેવાની રહી. “સમણપુત્તું” ગ્રંથનું પ્રકાશન કરીને શેઠ કસ્તૂરભાઈએ એમને સમર્પણ કર્યો. એ દિવસનું એમનું પ્રવચન પણ ખૂબ મનનીય રહ્યું. ઇંદોરથી પ્રગટ થતા ‘તીર્થંકર’ માસિકના તંત્રી ડૉ. નેમિચન્દ્ર જૈને કહ્યું : ‘બહુત ક્રાન્તિકારી થા ગુરુ મહારાજ કા પ્રવચન. મૈં મુગ્ધ હૂં ઉસ પ્રવચન પર.’ કારતક મહિના પછી વિરોધીઓની પ્રવૃત્તિ વિશેષ નિરંકુશ બની હતી. પણ આ ચૈત્ર મહિને તો એમની પ્રવૃત્તિઓએ મારામારી કરવાની હદ જેટલી માઝા મૂકી હતી ! પણ જે થયું તે સારું થયું. એમની આ નિરંકુશતાએ જ એમના યુક્તિહીન, વિતંડાવાદી તોફાની માનસનો જનતાને પરિચય કરાવી આપ્યો. શિષ્ટ સમાજને પ્રતીતિ થઈ કે આ લોકોનું તોફાન માત્ર વ્યક્તિદ્વેષપ્રેરિત જ છે. લોકોને, શ્રી સંઘને શ્રી વિજયનંદનસૂરિજીની દૃઢ- અડગ નિર્ણય શક્તિની અને વિશ્વાસપ્રેરક સફળ નેતૃત્વશક્તિની પણ આ ઉજવણી-વર્ષમાં વિશેષ પ્રતીતિ થઈ. -- Jan Education International (૪૪) જીવન ભવ્યતાનું અભિવાદન “मैं अहमदाबाद आया था तब आचार्यश्रीके दर्शन मेरी बहुत बडी उपलब्धि थी। मैं आचार्यश्री बहुत प्रभावित हुआ। मुझे विश्वास है कि ऐसे उदार और सरल स्वभावी महापुरुष ही शासन का हित ર મતે હૈં !'’ જાણીતા કાર્યકર શ્રી રિષભદાસજી રાંકાએ અર્પેલી આ અંજલિમાં શ્રી વિજયનંદનસૂરિજીના ૧૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy