SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની ભવ્યતાની ઝાંખી થાય છે. એ ભવ્યતાના આવાં જ ઉદાત્ત દર્શન એમણે પં. શ્રી બેચરદાસજી દોશી જેવા ખ્યાતનામ વિદ્વાનોનો અને અસંખ્ય લોકોના અંતરની મમતાથી ભરેલો પ્રેમ જીતીને કરાવ્યાં. એમના પ્રત્યેની જનસાધારણની મમતાને મૂર્તરૂપ આપતા અમદાવાદના “સેવા' માસિકના તંત્રી શ્રી કૃષ્ણવદન જોષીએ લખ્યું હતું “સમાજમાં વ્યક્તિની ઉંમરનું નહિ, પણ લાયકાત અને ગુણવત્તાનું મહત્ત્વ વિશેષ છે. નાના બાળકથી માંડીને મોટેરા સુધીની દરેક વ્યક્તિઓ સાથે નિર્ચાજ વત્સલભાવ દર્શાવતા જૈન આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને અમે ‘સેવા' માસિકનો આ અંક અર્પણ કરીએ છીએ. આજે તેઓની ઉંમર ૭૭ વર્ષની છે. સોળ વર્ષની બાળ વયે દીક્ષા લઈને તેઓએ પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે, અનેકોનાં જીવન સન્માર્ગે વાળ્યાં છે. ભગવાન તેમને ધર્મની વધુ ને વધુ રક્ષા કરવાની શક્તિ આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને એમના ધન્ય જીવનને બિરદાવીએ છીએ.” આ ભવ્યતાના મૂળમાં દેવ- ગુરુ- ધર્મ અને સંઘ-શાસન પ્રત્યેની અનન્ય નિષ્ઠા, સ્વીકારેલા કર્તવ્યધર્મનું અપ્રમત્તભાવે અણીશુદ્ધ પરિપાલન, ઉદાર છતાં, ઔચિત્યસભર અને નિખાલસ વ્યવહાર, વાત્સલ્યપૂર્ણ સ્વભાવ, સર્વના ભદ્ર-કલ્યાણની વિશુદ્ધ ભાવના– આ અને આવાં અનેક તત્ત્વો ઊંડી જડ નાંખીને પડ્યાં હતાં. એમની આ ભવ્યતાનું અભિવાદન, અમદાવાદની અને બહારની જનતાએ એમની જીવન સંધ્યાએ ૭૮મા વર્ષના મંગળ પ્રારંભ અવસરે, એ ભવ્યતાને છાજતી રીતે કર્યું હતું. સં. ૨૦૩૨ની શરૂઆતના કાર્તિક સુદ આઠમથી તેરશ સુધીના પાંચ દિવસ એમના ૭૮મા જન્મદિવસને અનુલક્ષીને યોજાયેલા મંગળ કાર્યક્રમ વડે ધન્ય બની ગયા. એ મંગળ કાર્યક્રમ પણ ચિરંજીવ સ્મૃતિ મૂકી ગયો. આ બધું છતાં તેઓ તો નિર્વિકાર- નિર્લેપ જ રહ્યા. તિથિચર્ચા વખતે, ૨૫00માં વર્ષની ઉજવણી વખતે ને અન્ય અનેક પ્રસંગોમાં એમનો વિરોધ થયો, એમની ટીકા-નિંદાઓ પણ થઈ. એ વખતે એમણે જે નિરપેક્ષ અને નિર્વિકાર વૃત્તિનાં દર્શન કરાવ્યાં હતાં, એવી જ નિર્વિકાર અને નિર્લેપ વૃત્તિનાં દર્શન એમણે પોતાના ગુણાભિવાદનના- પોતાની મહત્તાના ગુણગાનના- આ પ્રસંગે પણ કરાવ્યાં હતાં. નિન્દાથી એ દુઃખી ન થતા, એમ સ્તુતિથી ફુલાઈ પણ જતા નહિ. નહિ તો, ભલભલાને અભિમાની અને આત્મશ્લાઘી બનાવી દે તેવું એ અભિવાદન હતું. પોતાની પ્રશંસા પોતાની સામે જ થતી હોય ત્યારે પણ અહંથી અલિપ્ત રહી શકે એવી વ્યક્તિઓ અતિ વિરલ હોય છે. તેઓશ્રી આવી વિરલ વ્યક્તિ હતા, કેમ કે સૂરિસમ્રાટના આશીર્વાદ એમના મન-વચન-કાયાની સાથે એકાકાર થયા હતા. એમની નમ્રતાએ ને સરળતાએ એમનામાં અહંના અસ્તિત્વનો નાશ કરી દીધો હતો. એટલે એ તો આ પ્રસંગે, દરેક ઉત્સવોની જેમ જિનેન્દ્રભક્તિના પૂજા- પૂજનાદિ કાર્યક્રમોમાં જ પૂરા ઓતપ્રોત બની ગયા હતા. આ પ્રભુભક્તિ કે પૂજન વગેરે કયા નિમિત્તે થાય છે એમાં એમને રસ ન હતો. એમને તો ભગવાનની ભક્તિમાં જ રસ હતો. એ રસથી જ એમણે આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમની આ નિર્લેપતામાં જ એમના ભવ્ય વ્યક્તિત્વનાં પુનિત દર્શન થતાં હતાં. આ પછી માગશર મહિનામાં શ્રી સંઘની તથા આચાર્ય શ્રી વિજયસૂરસૂરિજી મહારાજ વગેરેની વિનંતી થતાં તેઓ સાબરમતી પધાર્યા. ત્યાં એ બંને પૂજ્યોએ અંજનશલાકા અને બે નૂતન જિનાલયોની ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy