________________
પ્રતિષ્ઠા કરાવી. એમના પ્રતિ જનતાની અવિહડ શ્રદ્ધાનાં આ પ્રસંગે રોમાંચક દર્શન થયાં.
સાબરમતીનાં મંગળ કાર્યોની સમાપ્તિ થતાં પાંજરાપોળ પાછા આવ્યા, એટલે વિહારની તૈયારીઓ થવા લાગી.
પાલિતાણા સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર વર્ષો પૂર્વે એમના આપેલા મુહૂર્ત અને માર્ગદર્શનાનુસાર સેંકડો જિનબિંબોનું ઉત્થાપન થયેલું હતું. તે જિનબિંબોને માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, ગિરિરાજ ઉપર, જાણે દાદાના દરબારમાં હોય એમ મુખ્ય ટૂંકમાં જ એક ભવ્ય નૂતન જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાં પધારવાની પેઢીના વહીવટદારો, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ વગેરેએ વિનંતી કરેલી. એ વિનંતી એમણે સ્વીકારી હતી, એટલે તે માટે તરત જ વિહાર કરવાનો હતો.
આ પ્રતિષ્ઠાના મંગળ કાર્ય સામે પણ ૨૫મી નિર્વાણ શતાબ્દીની જેમ જ, અમુક વર્ગે વિરોધનો વાવંટોળ ઊભો કર્યો હતો. આ વિરોધમાં તો એ વિરોધ કરનારાઓના વ્યક્તિદ્વેષની પ્રતીતિ ભારતભરના જૈનોને થઈ ગઈ.
આ વિરોધને ડામવા માટે જરૂરી પગલાં લેવાનાં તથા પ્રતિષ્ઠા અંગેનાં અનેક ઉપયોગી સૂચનો એમણે ખૂબ ઉત્સાહપૂર્વક કર્યા હતાં. “પેઢીનું કાર્ય એ પોતાનું જ કાર્ય છે એમ સમજીને પેઢી જે કરે તેમાં પૂરો સહયોગ આપવો- એ પોતાના જીવનસિદ્ધાન્તને આ અવસરે પણ એમણે આચરણમાં મૂક્યો હતો. એમનાં તન અને મન બંને આ કાર્યને લગતી પોતાની જવાબદારી અદા કરવામાં પરોવાઈ ગયાં હતાં. ગમે તે થાય, પણ આ મંગળ કાર્ય પાર પાડવું જ છે, એવો દૃઢ નિશ્ચય એમના હૃદયમાં અંકિત થઈ ગયો હતો.
(૪૫) જીવન સંધ્યાની યાદગાર વાતો
એમનાં અહોરાત્ર શાસનની સેવામાં સમર્પિત હતાં. એમની ઉદાત્ત વિચારધારા, ઉન્નતિલક્ષી વાતો ને પ્રવૃત્તિઓ બેસુમાર હતી. એની પૂરી નોંધ લેવી અશક્ય હતી. જે જીવન જ સંઘ-શાસનનું હોય, એના અમુક દિવસો ને અમુક સમય શાસન માટે વપરાયા, એવું લખવું કે કહેવું, એ પણ એ જીવનને અન્યાય કરવા જેવું ગણાય.
શાસન - સમર્પિત એ પુણ્યપુરુષના જીવનના અંતિમ વર્ષની કેટલીક યાદગાર વાતો – જે યાદ આવી તે – અહીં રજૂ કરવી ઉચિત અને જરૂરી લાગે છે.
(સં. ૨૦૩૨) કાર્તિક શુદિ ૧૧ :
૧૩૮
can Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org