SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ એમને માટે યોજાયેલ ગુણાનુમોદન સભા, અન્ય કાર્યક્રમ, તેમજ સૌની અપાર મમતા એમના હૃદયને ભીંજવી ગઈ હતી. એ સાંજે ગગદ સ્વરે કહે: “આટલાં વર્ષોમાં મેં જે કાંઈ ઉપકાર આની ઉપર કર્યા છે, એ બધાંનો એક સામટો બદલો આ બધું કરીને એક જ દિવસમાં વાળી દે છે, મારે શું કહેવું?” એ પછી ડૉ. સી. એફ. શાહ આવ્યા. તો એમને કહે: “મોટા મહારાજજીએ ૭૭ વર્ષ પૂરાં કરેલાં. મને પણ ૭૭ પૂરાં થઈ ગયાં છે. હવે ઉપર જે દિવસો જાય છે એ લાભમાં- નફામાં છે. તૈયાર થઈને બેઠા છીએ. જ્યારે આવવું હોય ત્યારે (મૃત્યુ) આવે !" રે! નજીકના જ ભવિષ્યમાં બનનાર દુઃખદ બનાવની આગાહી કરતી શું આ અગમવાણી હતી ? કાર્તક વદિ ૪: જો કે, આજે તબિયત ઠીક ન હતી. ડોળીમાં બેસીનેય વિહાર કરવા જેટલી શરીરમાં શક્તિ ન હતી. તો પણ શેઠ કસ્તૂરભાઈ, પં. દલસુખભાઈ માલવણિયા વગેરેનો પ્રેમભર્યો અનુરોધ હતો એટલે - અને ખાસ તો વિરોધી વર્ગે એ અંગે તોફાન કરવા ધારેલું એટલે એના પ્રતિકાર તરીકે પણ, – લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષ્યમાં યોજાયેલ પ્રાચીન જૈન સ્થાપત્ય-સાહિત્ય-કલાનું પ્રદર્શન જોવા પધાર્યા. ખૂબ શાંતિથી, સ્વસ્થતાથી ને પ્રસન્નતાથી બધું જોયું. આનંદ વ્યક્ત કર્યો. ત્યાં પં. શ્રી બેચરદાસજી દોશી વગેરે પણ આવ્યા હતા. પંડિતજીએ કહ્યું: અમે અહીં પ્રાચીન લિપિના અભ્યાસનો એક વર્ગ શરુ કરવા વિચારીએ છીએ – એ વર્ગની શરૂઆત આપના સાંનિધ્યમાં કરવી છે. આપ આવશો?” તરત જ હા કહી. પછી ત્યાંથી પાછા ફરતા રસ્તામાં પ્રદર્શન અંગે મેં લખેલો અભિપ્રાય વાંચવા આપ્યો ને કહ્યું કે, “મેં મારા નામથી ત્યાં લખ્યો છે.” એ વાંચીને કહે: “સરસ લખ્યું છે. તારે મારા નામથી જ લખી દેવો જોઈએ ને? શો વાંધો હતો? સારું, પણ હવે આ નોંધી રાખજે.” ઉપાશ્રયે પહોંચીને મને કહે: “આમાં કઈ વસ્તુ વિશેષ ગમી એ કહે.” હું કાંઈ જવાબ આપું ત્યાં તો પોતે જ ગણાવવા માંડ્યા: “જોમને તો જહાંગીર બાદશાહે પંડિત વિમલહર્ષને આપેલું અમારિ-ફરમાનનું એના દરબારી ચિત્રકાર શાલિવાહને દોરેલું ચિત્ર, ગણધરોની મૂર્તિ કંડારેલો શંખ, સર્વ દેવોની આકૃતિવાળી તાંબાકુંડી, આટલી વસ્તુઓ ખૂબ ગમી. જૂના જમાનાના લોકો કેવું કેવું કામ ને કેટલી મહેનત કરતા હશે !” આના એક દિવસ પછી પંડિત બેચરદાસજીનો પત્ર આવ્યો કે, મહારાજ સાહેબની તબિયત ઠીક ના રહેતી હોય તો લિપિના વર્ગ પાંજરાપોળે જ શરૂ કરવાનું રાખીશું. એમને વિદ્યામંદિર સુધી લઈ જવાની જરૂર નથી.” આ વાંચીને કહે, “એમને લખી નાંખ કે આ કાર્ય વિદ્યામંદિરમાં જ શોભે. હું , ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy