SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી ઉપર તેમની તબિયતને અંગે કાગળ લખાવ્યો એમાં ખાસ સૂચન લખ્યું કે તમારી તબિયત આવી છે, તો તમારે કમુરતાંનો વિચાર ન કરવો જોઈએ કેમ કે યાત્રામાં એનો દોષ નથી હોતો. વળી, ડોળીનો પણ ઉપયોગ કરી શકાય છે. ન કરવાનો આગ્રહ ન રાખવો ને ઉપયોગ કરવો જોઈએ. પણ તબિયતને અંગે વિહાર વેળાસર કરવો ઉચિત છે. અને અમારી દૃષ્ટિએ તો અમદાવાદ કરતાં ય મુંબઈ જવું વધુ ઠીક લાગે છે. ત્યાં જેવાં ડૉક્ટરો ને સાધનો હોય, એવાં અમદાવાદમાં ન હોય વ.વ.” સાંજે ખુમચંદ રતનચંદ, ફૂલચંદભાઈ તથા તેમના દીકરા રમણભાઈ, સાંતાક્રુઝ સંઘના પ્રમુખ વગેરે આવ્યા. એ વખતે શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજને સાંતાક્રુઝ ચોમાસું કરાવવાનું નક્કી થયું હતું. એ વાત સાંભળી એમણે ખુમચંદજીની ગમ્મત કરતાં કહ્યું: “કસ્તૂરસૂરિને સાંતાક્રુઝ લઈ જાવ, ને મને કહો કે આપ પાલિતાણા ચોમાસું કરો ને ડેમનું કાર્ય કરાવો. હું પણ આપની સાથે રહીશ. પણ હવે મને ને કસ્તૂરસૂરિને બંનેને કેમ સાચવશો? મુંબઈ રહેશો કે પાલિતાણા રહેશો?” ખુમચંદજી કહે: સાહેબ ! બંને જગ્યાએ થોડો થોડો લાભ લઈશ.” બીજી પણ ઘણી વાતો કરી. માગશર વદિ ૧૧ : વહેલી સવારે પ્રતિક્રમણમાં હું કુમતિ એમ સકલ દૂર કરીએ સીમંધર સ્વામીની ઢાળ બોલ્યો. એમાં “સ્વામી સીમંધરા ! તુ જયો,” અને “મુજ હજો ચિત્ત શુભ ભાવથી, ભવોભવ તાહરી સેવ રે; યાચીએ કોડી યતને કરી, એક તુજ આગળ દેવ રે.” - આ કડી ખૂબ આત્મમસ્તીથી, ગદ્ગદ સ્વરે બે વાર તેઓ બોલ્યા. અહીંથી આજે ફેદરા આવ્યા. અહીં અમદાવાદ- પાંજરાપોળેથી શ્રી રામસિંગ ચૌધરી તથા શ્રી મધુભાઈ રતિલાલ વગેરે વંદન કરવા આવ્યા. એમને કહેઃ “આ ફેદરા અને ખડોળમાં એક એક જ ઘર છે. પણ આઠ મહિનામાં હજારથી બારસો સાધુ-સાધ્વીઓની ભક્તિ આ લોકો કરે છે. એમને ગોચરી- પાણી વહોરાવે, તેય ભક્તિથી. વળી ડોળી કે માણસની જરૂર પડે તો તેય આ લોકો કરી આપે. માંદા પડે તો ડૉક્ટર લાવીને દવા કરાવે. બધું જ કરે. પાણી તો વળી દૂરથી ગાડામાં મંગાવવું પડે છે. આટલું કરે છે, છતાં એમના મનમાં અભાવ નથી. એ તો કહે છે કે “અમને તો આ જ મોટો લાભ છે. આ જ ખરો અમારો ધર્મ છે.' “તમે બધા શેઠિયાઓ અમદાવાદમાં બંગલાઓમાં બેઠા રહો, તેમાં તમને શી ખબર પડે કે સાધુ- સાધ્વીની ભક્તિ કેમ થાય છે? અહીં આવો ને જુઓ તો ખબર પડે.'' બપોરે બોટાદથી એમના સંસારી ભાભી, ભત્રીજા જયંતીભાઈ, બોટાદ- સુધરાઈના પ્રમુખ ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy