SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિસમ્રાટના એક વિદ્વાન શિષ્ય હતા: પ્રવર્તક શ્રી યશોવિજયજી. એ ઉપાશ્રયના ઉપરના માળે બેસતા. બીજા છોકરાઓ સાથે નરોત્તમ પણ એમની પાસે બપોરે જઈને બેસે. મહારાજ છોકરાઓને વાર્તા કહે ને ગમ્મત કરાવે. તેઓ કહે : “છોકરાઓ ! બકરાં કેમ હંકાય, એ ખબર છે ? જો આમ હંકાય.” એમ કહીને બોલે : “ત્રો, ત્રો.” (બકરાંને હાંકવાની આ બોલી છે.) આવું આવું સાંભળે ને છોકરાઓ તો ખુશખુશ થઈ જાય બીજા એક પ્રભાવવિજયજી નામે મુનિરાજ હતા. નરોત્તમ તેમની પાસે પણ બેસતા. એકવાર એમને કાંટો વાગ્યો. એમણે નરોત્તમને કહ્યું : “છોકરા ! હજામને બોલાવી લાવીશ?” તરત જ હા કહીને નરોત્તમ દોડતા ગયા ને હજામને લઈ આવ્યા. એકવાર એ મહારાજે પૂછ્યું: “છોકરા ! તારે દીક્ષા લેવી છે?” નરોત્તમ કહે: “હા, મહારાજ.” મહારાજે પૂછ્યું: “બીજા કોઈને લેવાની છે? કહે: “હા, એક અમૃતભાઈ છે; એમની ભાવના છે.” વળી એકવાર એમણે નરોત્તમના ઘરનો મેડો ચડતાં જ પૂછ્યું: “તારે દીક્ષા લેવી છે?” કહે : “હા.” મહારાજ કહે : “અલ્યા, દીક્ષા લઈશ તો મા-બાપ માથું ફોડશે.” કહેઃ “ભલેને ફોડે.” રોજ રાત્રે સૂરિસમ્રાટ પાસે નિયમિત જવાનું, એમના પગ દબાવવાના; પગે ઘુસ્તા મારવાના - નરોત્તમનો આ ક્રમ બની ગયો; એક દિવસ પણ ખાલી નહિ. એકવાર સૂરિસમ્રાટે પૂછેલું: “અલ્યા, તું કોનો છોકરો?” ત્યારે જવાબ આપેલો: “હેમચંદ શામજનો.” બસ, આ સિવાય કોઈ દિવસ સૂરિસમ્રાટે કાંઈ પૂછ્યું નહિ, કહ્યું પણ નહિ. હા, એકવાર એમણે નરોત્તમની હથેળી હાથમાં લઈને જોયેલી, પણ કંઈ બોલ્યા નહિ. સં. ૧૯૬૬નું ચોમાસું સુરિસમ્રાટે બોટાદમાં કર્યું. ચોમાસા પહેલાં બોટાદનાજ એક વૃદ્ધ ભાવિકને દીક્ષા આપવાનું નક્કી થયું. એ વખતે બન્યું એવું કે, દીક્ષાની બધી સામગ્રી તૈયાર હતી, પણ એમાં દાંડો ન હતો. એના વિના કેમ ચાલે? ગામમાં તપાસ કરી, પણ ક્યાંથી મળે? એ વખતે એક મહારાજે નરોત્તમને પૂછયું: “એલા છોકરા, ક્યાંય દાંડો મળશે?” નરોત્તમ તો આવી તકની રાહ જ જોતા હતા. એ કહેઃ “હા સાહેબ, હમણાં જ લાવ્યો.” આમ કહીને એ દાંડો લેવા દોડ્યા. બોટાદમાં અત્યારે કેશવલાલ “ગુરુજી'ના નામે પ્રજ્ઞાચક્ષુ e in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy