SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તબિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. આપની તબિયતની અનુકૂળતા મુજબ આપને જણાય કે વિહાર અશક્ય છે તો આપ તે પ્રમાણે ઘણી ખુશીથી અત્રે આવવાનો વિચાર માંડી વાળશો. આપે શાસનહિતની દષ્ટિએ તેમ હમારી વિનંતીથી આપનાથી બનતો પ્રયાસ કર્યો, છતાં ના ઉપાયે જ વિચાર માંડી વાળો તો કોઈ ને કાંઈ કહેવાપણું રહેતું નથી. પૂ. આચાર્યશ્રી લાવણ્યસૂરિજી અત્રે છે તો આપ તેમને સૂચના આપતા રહેશો.” આ પત્રમાં શેઠની સૂચનાનુસાર શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રી વિજયલાવણ્યસૂરિજીને સૂચના કરાવી કે “તમે શ્રી વિજયોદયસૂરિજી મહારાજ જોડે રહીને આપણા સમુદાય વતી પ્રતિનિધિત્વ કરજો.” પણ આના જવાબમાં એમણે ૫. મફતલાલને મોંએ કહ્યું કે : “હું સંમેલનમાં હાજર રહીશ, વાતો કરીશ, પણ નંદનસૂરિ મહારાજ જેવી પકડ અને એમના જેવું નિર્ણયાત્મક વલણ હું ન જાળવી શકું. વધુ ખેંચતાણ થશે તો મારી પકડ ઢીલી પડી જશે. માટે એ આવે તો જ સારું.” આમ કહીને એમણે શ્રી વિજયનંદનસૂરિજી પર પત્ર પણ લખ્યો: રાજનગરની સકલ જનતા અને અન્ય સમુદાયો પણ આપ અહીં પધારો તેમ ઉત્કંઠાવાળા છે. આપ નહિ આવો, એ જાણીને સૌ ઉદ્વેગ પામે છે. માટે આપે અહીં પધારવું અતીવ આવશ્યક છે. આપની છાયામાત્રથી જ બધું સ્વચ્છ થઈ જશે.” આ જ અરસામાં શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરી, છેલ્લો પ્રયત્ન કરવાની ગણતરીથી, પાલીતાણા આવ્યા, ને ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી. આ પહેલાં શ્રી રાકરચંદ મણિલાલ વગેરે આગેવાનો રૂબરૂ આવ્યા, ત્યારે જે જવાબ આપેલો, તે જ જવાબ શ્રી કેશુભાઈ શેઠને આપ્યો: “મારી હાલ ઇચ્છા નથી. તબિયતની અનુકૂળતા નથી. એમ છતાં મને શાસનસમ્રાટની અંત:પ્રેરણા થશે તો હું તરત તમોને કહેવરાવીશ.” શેઠ પાલિતાણા પેઢીમાં કહેતા ગયા કે “મહારાજજીનો વિચાર થાય તો મને તરત જ તારથી જણાવી દેજો.” થોડા દિવસ ગયા, ને એક દિવસ સવારમાં ઊઠતાં વાર જ એમને અંત:પ્રેરણા થઈ કે “તારે સંમેલનમાં જવું જ જોઈએ.' આ થતાં જ એમનું ચિત્ત પ્રફુલ્લ ને પ્રસન્ન બની ગયું. થોડી વાર પછી તેઓ પૂજ્ય આચાર્ય શ્રીવિજયદર્શનસૂરિજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં એમને વાત કરી કે “આજે મને એવી પ્રેરણા થઈ છે, માટે જવાનો વિચાર કરું છું.” શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ કહેઃ “હું તો તમને પહેલેથી જવાનું કહું છું. જરૂર જાવ.” , બસ, વડીલના આશીર્વાદ મેળવીને તરત જ પેઢીમાંથી મુનીમ કરુણાશંકરને બોલાવીને અમદાવાદ શેઠ ઉપર તાર કરવાનું જણાવી દીધું. ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelity.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy