SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગોડીજી–દેવસૂર સંઘે પણ વિનંતિપત્ર લખ્યો કેઃ “ગયા વર્ષે અમોએ શ્રીસંઘ એકતા સાધી આરાધના એક દિવસે કરે એ માટે જે પ્રયત્નો કરેલા એમાં આપનું માર્ગદર્શન ભારે લાભદાયી નીવડ્યું હતું. તિથિના પ્રશ્નનું સમાધાન, આપે પંચાંગ આદિ જે પ્રશ્નો દર્શાવેલા એના ઉકેલ ઉપર જ અવલંબે છે. એ બાબત માટે આપ સચોટ અને સુખદ રીતે સમર્થન તેમ જ ઉકેલ કરી શકો છો, એટલું જ નહિ, પણ એ પાછળની આપની ભાવના પ્રબળ હોવાથી ધારી અસર ઉપજાવી શકો તેમ છો. વાતાવરણ જોતાં જે મહત્ત્વનું કાર્ય શાસનના શ્રેય અંગે કરવાનું છે એ વિચારતાં આપની હાજરીની ખાસ આવશ્યકતા પં. મફતલાલ ઝવેરચંદે પણ ભારપૂર્વક લખ્યું : “હું અંગત રીતે આપને જણાવું છું કે આપની તબિયત નાદુરસ્ત છે, આવી શકાય તેવી સ્થિતિ નથી, આ બધું છતાં કેટલાંક કામો એવાં હોય છે કે તબિયતને ગુમાવીને પણ કરવો પડે છે. અને કોઈ વાર મુશ્કેલીમાં અપવાદ સેવીને પણ શાસનકાર્ય કરવાની ફરજ થઈ પડે છે. આ પ્રસંગે આપે અવશ્ય આવવા જેવું છે. “પૂ. લાવણ્યસૂરિજી અહીં છે. પૂ. મહારાજ સાહેબ આવે છે. છતાં મને લાગે છે કે આપ નહિ આવો તો ઠીક નહિ થાય.... “આપ આ વિષયના પૂર્વાપરના જાણકાર છો. પૂ. સ્વ. ગુરુમહારાજનો પાવર-શક્તિ પણ આપનામાં છે. કહેતાં પણ આવડે છે અને વાળમાં પણ આવડે છે. માંદા માંદા પણ ઉકેલ આણવાની તાકાત છે. સાથે શાસનની એકતામાં આપનું પૂરું ચિત્ત છે. આ બધાનો આજે ઉપયોગ છે. “મારી તો અંગત દઢ માન્યતા છે કે આપ અત્યારે નહિ આવો તો આ સંમેલનને સફળ રીતે પાર પાડવું હશે તો ભેગા થયા પછી પણ તમારી રાહ જોવી પડશે. અગર ગમે તેમ ભીનું સંકેલવું પડશે, કે કાંઈક અજુગતું થયું તેમ ઉકેલવું પડશે. આવું ન બને અને ભવિષ્યમાં સુધારવાનું પણ અશક્ય થાય તે પહેલાં આપે આવવું જરૂરી છે.” આ. શ્રી વિજયધર્મસૂરિજી લખે છે: સંમેલનની સફળતાનો આધાર મુખ્યત્વે આપની હાજરી ઉપર અવલંબે છે. માટે કોઈ પણ ઉપાયે પધારવા માટે કૃપા કરશો.” શ્રી વિજયોદયસૂરિજી મહારાજે પણ એમને લખી જણાવ્યું કે “ક્ષણે ક્ષણે એવો વિચાર રહ્યા કરે છે કે તમો અમદાવાદ તરફ વિહાર કરો, મને એમ લાગે છે કે તમારી હાજરીની અમદાવાદને ખાસ જરૂર છે.” એક બાજુ, પૂજ્ય ગુરુમહારાજની ઇચ્છા અને બીજા બધાની આગ્રહભરી વિનંતીઓ શ્રી વિજયનંદનસૂરિજીને અમદાવાદ જવા માટે સોત્કંઠ બનાવતી હતી, ને બીજી બાજુ શરીરની નાજુક દશા ન જવા ફરજ પાડતી હતી. શું કરવું? એ ચોક્કસ નહોતું થતું. શેઠ કેશુભાઈને છેલ્લી વાર ના લખી, ત્યારે એમને પણ લાગ્યું કે આવી તબિયતે વધુ આગ્રહ કરવો વ્યાજબી નથી. એથી એમણે લખ્યું: “આપનો પત્ર મલ્યો. શિવલાલનો પણ પત્ર છે. આપની - કરવો વ્યાજ ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy