________________
એમના વ્યાખ્યાનમાં પણ વિશ્વ વાત્સલ્યની ભાવના છલકાતી. મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યચ્ય ભાવના પર વિવેચન કરતી વખતે તેઓ ખૂબ ભાવવિભોર અને પ્રસન્નમુખ બની જતા.
આ વાત્સલ્યના ઘૂંટડા જેમણે પીધા એ લાભી ગયા. વાત્સલ્યના આ સમુદ્રમાં જેમણે સ્નાન કર્યું, તેઓ નિર્મળ બની ગયા.
(૪૦) સરળતા અને કુટિલતાનો તફાવત
બેતિથિપક્ષની કટ્ટર વ્યક્તિઓની કાર્યપદ્ધતિ એવી છે કે જ્યારે જ્યારે સંવત્સરીમાં ભેદ આવવાનો હોય ત્યારે તેઓ વરસ-બે વરસ અગાઉથી જ પ્રચારની કાર્યવાહી શરૂ કરી દે. આ કાર્યવાહી બેધારી હોય છે. શરૂઆતમાં તિથિ પ્રશ્નનું સમાધાન કરવાની વાતો શરૂ કરે, એ માટે ખાસ માણસો પણ ફેરવે; અને પછી ધીમે ધીમે એ વાતો ચાલુ રાખીને જ, પોતે સાચા ને પરંપરાવાળા ખોટા, એવી માન્યતા વ્યક્ત કરતા લેખો- હેન્ડબિલો પ્રગટ કરવા શરૂ કરી દે. સરવાળે મીંડું જ હોય.
સં. ૨૦૨૮માં લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવતી હતી. એટલે પરંપરાપક્ષ બે ચોથ કરીને બીજી ચોથે સંવત્સરી કરવાનો હતો. જ્યારે સામો પક્ષ બે પાંચમ જ રાખવાનો હતો. પણ, આ પ્રસંગે પણ સામા પક્ષે ઉપર લખેલી પોતાની નીતિ અમલમાં મૂકી હતી.
એ પક્ષની આવી બેધારી નીતિથી પરંપરાપક્ષને સાવધ રાખવા અને એ ખોટી ભ્રમજાળમાં ન ફસાય એ હેતુથી શ્રી વિજયનંદનસૂરિજીએ સં. ૨૦૨૭ના ભીંતિયા પંચાંગમાં અગમચેતીરૂપ સૂચના
કરી :
શાસ્ત્રજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘે વિ.સં. ૨૦૧૮ના આવતા વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ બીજી ચોથ મંગળવાર તા. ૧૨-૯-૭૨ના દિવસે કરવાની છે.”
એમના આ સમયસરના નિવેદનથી પરંપરાપક્ષ સાવધ અને જાગૃત બની ગયો. સૌ ચેતી ગયા કે આપણને મોટા મહારાજનું માર્ગદર્શન મળી ગયું છે, હવે બીજી કોઈ ચર્ચામાં કે કજિયામાં ઊતરવું નથી. આપણે તો સાચી આરાધના થાય તેવો પ્રબંધ કરી લઈએ.
હવે બન્યું એવું કે, એમના આ નિવેદન સામે પરંપરાપક્ષના પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનારા વર્ગે જ વાંધો લીધો કે, બે ચોથ કેમ લખી?
આ વાત એમની પાસે આવી ત્યારે તેઓ ખૂબ હસ્યા. એમણે કહ્યું: “આખરે તો ખાટલા વચ્ચે શરીર છે ને?‘શબ્દભેદ ઝઘડો કિશ્યો.” બે ચોથ અમે કહીએ, તમે બે ત્રીજ કહો, પણ સંવત્સરી તો
૧૨૪
Vain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org