SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિચર્ચાની બાબતમાં એમના પ્રાથમિક વિચારો આવા હતા: “સંવછરી અને તિથિ બાબતમાં ચર્ચામાં કે વિવાદમાં અમો અત્યાર સુધી કોઈની સાથે ઊતર્યા નથી, તેમ ઊતરવાની અમારી ઈચ્છા પણ નથી. અમો ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. છતાં, તપાગચ્છની પ્રણાલિકામાં સંવચ્છરી અને તિથિ બાબતમાં, જેઓને અરસપરસ જે મતભેદ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તે મતભેદનું નિરાકરણ તેઓ અરસપરસ શાંતિપૂર્વક, ચર્ચાથી, વિચારણાથી કે સમજૂતીથી કરી, જે એક નિર્ણય સર્વાનુમતે લાવે તેમાં અમારી સંમતિ છે.” પણ, સામા પક્ષની મુરાદ જાણ્યા પછી એમણે એ મુરાદને નિષ્ફળ બનાવવાનો અને એકતિથિપક્ષની સરળતાનો ગેરલાભ એ પક્ષને ન લેવા દેવાનો નિર્ધાર કર્યો હતો. એમણે સમેલનના બીજા જ દિવસે એક મક્કમ, સ્પષ્ટ અને છતાં સરળ નિવેદન રજૂ કર્યું: “તિથિવિષયકવિચારભેદોમાં–જેમાં બાર પર્વતિથિ, સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિઓ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિ બાબતની જે પ્રણાલિકા પ્રચલિત છે, તેમાં–“લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ–ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કોઈ પણ પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષય–વૃદ્ધિ ગણાય છે.”—આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આ જ પ્રણાલિકા હોય, એવી અમારી માન્યતા છે; કારણ કે પૂ. વિજયહીરસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રીવિજયદેવસૂરિજી મહારાજનો કોઈ પણ હેતુ હોય, તેવું માનવાને કંઈ પણ કારણ નથી. “વળી, પૂ. વિજયહીરસૂરિજી મહારાજના સમયમાં પણ આ જ રીતની પ્રણાલિકા માન્ય હતી, અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજાએ અપનાવી હતી, જે અત્યાર સુધી આપણા વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તે જ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન ગીતાર્થ મહાપુરુષોએ આદરેલી અને આચરેલી છે, જેમાં કોઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમો અવકાશ માનતા નથી. કોઈ વર્ગની એવી માન્યતા હોય કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન, અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે, તો તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે! યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તો ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મમાં પૂર્ણ શ્રદ્ધાનંત તો હતા જ. તેઓને તિથિ બાબતમાં ઇરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણા કરવાનું કાંઈ પણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તો તે કાળમાં ધર્મને સાચવી રાખ્યો હતો. “છતાં એટલું પણ ચોક્કસ છે કે પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષય–વૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વતિથિની ક્ષય–વૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા ગચ્છમાં આપણા પૂજય વડીલો અપનાવતા આવ્યા છે, તે આપણે | ८४ duin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy