SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ધરાવતા એમને પણ હીરાભાઈ તરફ સદ્ભાવ હતો. ક્યાંક ઉત્સવાદિ પ્રસંગ હોય તો હીરાભાઈને બોલાવવાનું ખાસ સૂચન કરતા. કેટલાક સમય પૂર્વે એમને મન થયું કે હીરાભાઈ આપણા જૈન સંઘના અદ્વિતીય સંગીત કલાકાર છે. એ પણ સાધર્મિક છે. એમના ગુણનું ઉચિત સન્માન થવું જોઈએ. વિચાર આવ્યો કે તરત અમલમાં મૂક્યો. કેટલાક શ્રાવકોને ઉપદેશ આપીને રૂા. ૨૫૦૦ની રકમ એકત્ર કરાવી, ને તે શ્રી હીરાભાઈને બહુમાનપૂર્વક સમર્પણ કરાવી. આ રીતે એમનો ગુણાનુરાગ નિબંધ, હાર્દિક અને વાસ્તવલક્ષી હતો. નિષ્પક્ષતા એમનો સર્વોપરી ગુણ હતો. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના સૌના અને સંઘના હિતમાં જે વાજબી લાગે તે જ ચુકાદો – જવાબ મેળવવો હોય તો નંદનસૂરિ મહારાજ પાસે જવું.” આવી જનસાધારણમાં કહેવત હતી. અને આ જ કારણે દરેક વ્યક્તિ, દરેક નાના મોટા સંઘ અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ વિવાદાસ્પદ કે શંકાસ્પદ મુદ્દાઓનું પ્રશ્નોનું નિરાકરણ એમની પાસેથી મેળવવામાં નિરાંત અનુભવતાં. જૈન સંઘની તેઓ “સુપ્રીમ કોર્ટ' ગણાતા. એમનું વ્યક્તિત્વ શાંત, ઓજસ્વી, નિખાલસ અને નિર્ણયાત્મક હતું. સત્યદૃઢતા તો એમની જ. કોઈ પણ પ્રસંગ અથવા પરિસ્થિતિને પૂરેપૂરી રીતે સમજવાં, તેની ઉપયોગિતા કે અનુપયોગિતાને અને તેનાથી થનાર લાભ-હાનિને પોતાની આગવી વિલક્ષણ દીર્ધદષ્ટિ વડે નીરખવી અને તે પછી તેને અંગે ચોક્કસ નિર્ણય લેવો; અને પોતે લીધેલા એ ઉચિત નિર્ણયમાં, ગમે તેવાં વિઘ્નો આવે તો પણ અફર રહેવું, આ એમના સ્વભાવનું બંધારણ હતું. વર્ષો પૂર્વે પાલિતાણા- ગિરિરાજ ઉપર પેઢીએ પ્રતિમાજીઓનું ઉત્થાપન કર્યું, ત્યારે મુહૂર્ત અને માર્ગદર્શન એમની પાસેથી લીધેલા. તે પ્રસંગે લોકોએ એમની સામે પ્રબળ વિરોધ ખડો કર્યો, પણ એની સામે પણ તેઓ એટલા જ સુદઢ રહ્યા. ઔચિત્ય જાળવવાની એમની કુશળતા અભુત હતી. એમના હાથે કોઈ અનુચિત કાર્ય ન થતું. એમના મુખમાંથી અનુચિત શબ્દ ન નીકળતો. જે કાર્ય ક્ષેત્રકાળને ઉચિત હોય તે જ તેઓ કરતા. એમની આ ઔચિત્ય - કુશળતાએ એમને સમાજમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. સાચાને સાચું, સારાને સારું ને ખોટાને ખોટું કહેતાં તેઓ કદી ન અચકાતા. ગમે તેવો આપ્તજન હોય, ભક્ત હોય, પણ અનુચિત કે ખોટું કામ કરતો હોય તો તેને, લાગણીમાં જરા પણ ખેંચાયા વિના, પોતાને લાગે તે સ્પષ્ટપણે કહી દેતા. અને એ કહેવાની આવડત પણ એવી કે સામી વ્યક્તિને એથી માઠું લાગવાને બદલે પ્રેમ વધે. એકતાની ઝંખના એમની રગરગમાં વ્યાપ્ત હતી. એ ઘણીવાર બળાપો કાઢતા: “જૈનો તો એક થતાં થશે પણ, આ આપણામાં જ બાર ભાઈ ને તેર ચોક છે, તે એક થાય તો કેવું સારું ! બધાને વાતો ડાહી ડાહી કરવી છે. પણ સ્વાર્થ છોડવો નથી. પછી એકતા કેમ થાય?” એમનું શ્રુતજ્ઞાન અજોડ હતું, સર્વતોમુખી જ્ઞાનપ્રતિભા એમણે પ્રાપ્ત કરેલી, ને જીવનના અંત સુધી ટકાવી રાખેલી. ગમે તે શાસ્ત્રની, ગમે તે વિષયની ચર્ચા છેડો, પ્રશ્ન પૂછો, એનું સરળ સમાધાન ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy