________________
(૨૧) સ્વાસ્થ્ય ચર્ચા
‘જ્યાં જ્યાં વિદ્વત્તા, ત્યાં ત્યાં દરિદ્રતા’— આ કુદરતનો નિયમ છે. એ દરિદ્રતા કાં તો આર્થિક હોય, ને કાં તો શારીરિક સ્વાસ્થ્યની હોય.
સશક્ત શરીર છતાં શ્રી વિજયનન્દનસૂરિજીનું સ્વાસ્થ્ય પૂરતી તંદુરસ્તી નહોતું ભોગવતું. પહેલાં કહ્યું તેમ, સૌ પહેલી મોટી બીમારી એમને બિકાનેરમાં આવી. એ વખતે વૈદ્ય ને ડૉક્ટરોને હાર્ટની તકલીફ લાગેલી, પણ ગુરુકૃપાએ એમાંથી જલદી ઊગરી ગયા.
આ પછી ઘણું કરીને ૧૯૮૩ની સાલમાં, એમને ગેસનો ઉપદ્રવ લાગુ પડ્યો. એ વખતે એ દસ તિથિ ઉપવાસ કરતા. એવા એક ઉપવાસમાં આખો દિવસ પાણી નહિ વાપરેલું. એ વખતે વિહારમાં હતા. વિહાર કરીને મોડી સાંજે મુકામે પહોંચ્યા, ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. તૃષા ખૂબ લાગેલી. પાણી તો હતું, પણ ગરમ. એ પાણી એમણે વાપર્યું ને એ પછી એમને વાયુના ઓડકાર શરૂ
થયા.
આ પછી એ ઉપદ્રવ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. વાયુના ઓડકાર આવે ત્યારે એટલા મોટેથી આવે કે એ દૂર સુધી સંભળાય. આ અંગે દેશી ઉપચારો શરૂ કર્યા પણ એનાથી ક્ષણિક શાન્તિ થતી,
કાયમી નહિ.
વાયુની સાથે લિવરનો દુઃખાવો ને સોજો પણ થવા લાગ્યો. સં. ૧૯૯૬માં એની તકલીફ વિશેષ થઈ પડી એ કા૨ણે સૂરિસમ્રાટ પચ્છેગામ આવીને રહ્યા. ત્યાં વિખ્યાત વૈદ્યરાજ શ્રી નાગરભાઈની દવા, પથ્ય સાથે આદરી. વૈદ્યરાજ ભારે કુશળ અને અનુભવી હતા. એમને પણ એમની દવા પર પૂરો વિશ્વાસ હતો. મહિનો’ક ત્યાં રહ્યા, ને દવાએ સારી અસર કરી. એક વખત એમની સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ હતી. અને એ ગંભીર પરિસ્થિતિમાંથી એમને વૈદ્યરાજે ઉગાર્યા. ત્યાંથી વલભીપુર આવ્યા. ત્યાના સંઘ અને રાજકુટુંબના આગ્રહથી ચોમાસું ત્યાં રહ્યા. દરમિયાન ડૉ. વલ્લભદાસ ભાયાણીની દવા શરૂ કરી. એમણે ગેસ માટે એક ગોળી આપી ને કબજિયાત દૂર કરવા માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આપ્યું. આ બંને ખૂબ અસરકારક નીવડ્યાં. એ ગોળી મળતી બંધ ન થઈ ત્યાં સુધી એ; ને પછી એના જેવી જે ગોળી ચાલુ થઈ તે; અને વિરેચન ચૂર્ણ, એમને એટલાં માફક આવી ગયાં હતાં કે ત્યાર પછી કાયમ માટે એ શરૂ જ રાખ્યાં.
સં. ૨૦૦૦માં સૂરિસમ્રાટની ને એમની બંનેની તબિયત નરમ થઈ ગઈ. એના ઉપચાર માટે તેઓ પચ્છેગામ આવીને રહ્યા. તબિયતમાં સુધારો જણાતાં વળા જવા નીકળ્યા. પણ વચમાં લીંબડા ગામે જ એમની તબિયત અચાનક બગડી. એક દિવસમાં ૬૦ ઝાડા થઈ ગયા. એ સાથે લિવરનો દુઃખાવો, ગેસનો ભરાવો અને અશક્તિએ પણ ખૂબ પીડા આપી. તત્કાળ પચ્છેગામ ખબર પહોચતાં ત્યાંથી ઇશ્વર ભટ્ટના દીકરા ભાસ્કરરાવ, વૈદ્ય નાગરદાસ તથા વળાથી ડૉ. ભાયાણી આવી ગયા. ભાસ્ક૨૨ાવની દવાએ ગુણ કર્યો. ઝાડા બંધ થયા. ચલાય તેમ ન હતું, છતાં બીજે દિવસે સવારે,
Sain Education International
४०
For Private & Personal Use Only
www.jainelibrary.org