SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન મંદિર તથા શ્રી વાસુપૂજયસ્વામી જિનમંદિરનું નિર્માણ થયું છે. એ જિનમંદિરની પ્રતિષ્ઠા એમણે સં. ૨૦૩૧માં કરાવી. - પાંજરાપોળમાં શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં બે મનોહર દેરીઓમાં પરમપૂજ્ય મુનિરાજ વૃદ્ધિચંદ્રજી મહારાજની તથા શ્રી સૂરિસમ્રાટની ભવ્ય અને નયનાલાદક મૂર્તિઓ બિરાજતી હતી. તેની પ્રતિષ્ઠા બાકી હતી. સં. ૨૦૩૧માં શ્રી વિજય મહિમાપ્રભસૂરિજી તથા શ્રી વિજયસૂર્યોદયસૂરિજી વગેરેની વિનંતી- પ્રેરણા થતાં તેની પ્રતિષ્ઠા કરાવી. શાસનપ્રભાવનાનાં આવાં તો અનેકાનેક કાર્યો એમના હાથે ને એમની નિશ્રામાં થયાં. અહીં તો આ કાર્યોમાંના કેટલાંકનો જ નિર્દેશ કર્યો છે. ખરી રીતે તો, એમના જીવનની એક એક પળ શાસન માટે સમર્પિત હતી. અનેકવિધ મુહૂર્તો જોવામાં, સંઘના અનેક અટપટા પ્રશ્નોનું ને ગૂંચવણોનું નિરાકરણ કરવામાં, ને સ્વ-પરગચ્છના સાધુઓ અને સાધ્વીઓની હેતભરી વિશ્રામણા- કાળજી કરવામાં એમને વ્યસ્ત રહેતા જેણે જોયા હશે, એ જ એમની સાચી શાસનપ્રભાવનાને મૂલવી શકશે, સમજી શકશે, ને અનુમોદી શકશે. (૪૩) પચીસમી નિર્વાણ શતાબ્દી : સફળ નેતૃત્વ ભગવાન મહાવીરદેવનો ર૫૦૦મો નિર્વાણ મહોત્સવ, આ યુગની શકવર્તી ઐતિહાસિક ઘટના બની. આ ઘટનાને પૂર્ણરૂપે સફળ બનાવવામાં અને તેમાં સક્રિય ભાગ લેવામાં શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ સંઘનું નેતૃત્વ શ્રી વિજયનંદનસૂરિજીએ સંભાળેલું. - આ મહોત્સવ વર્ષની ઉજવણી આંતરરાષ્ટ્રીય તેમજ સરકારી ધોરણે પણ થવાની છે, એવા સમાચારથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અમુક સંકુચિત મનોવૃત્તિ ધરાવતા વર્ગમાં હલચલ મચી ગઈ. એમને લાગ્યું કે “આ ઉજવણી એક કાવતરું છે. અને એ દ્વારા ભારતીય આર્ય સંસ્કૃતિનો જડમૂળથી નાશ કરવાની કાવતરાબાજોની નેમ છે. માટે આ ઉજવણી અટકાવવી જોઈએ.” એમણે એ અંગે પ્રવૃત્તિ આદરી. લેખ લખવા, પત્રો લખવા વગેરે શરૂ થયું. એક પત્ર, આ ઉજવણીના વિરોધના મુખ્ય સૂત્રધાર પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે શ્રીવિજયનંદનસૂરિજીને પણ લખ્યો. એના જવાબમાં એમણે જણાવ્યું: “શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સામેના કે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ સામેના વિરોધમાં તો અમારો સહમત હોય જ નહીં, પરંતુ આ તમારા ઉજવણીના વિરોધના કાર્યમાં પણ અમારી સંમતિ નથી, તેમ તે અમો યોગ્ય પણ માનતા નથી. ‘તેમાં અમારી સંમતિ જાણી શકાઈ હતી'- એવું જે તમારા સમજવામાં છે, તે પણ તમારી સમજણ ખોટી છે. ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy