SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચવા પ્રેર્યો. શાસનસમ્રાટ તરફ સ્વાભાવિક આકર્ષણ થયું. મનમાં થયું: “આપણે ન લખી શકીએ? શા માટે નહિ? મહેનત કરીએ તો બધું થઈ શકે.” પૂજયવરનાં પેલાં વચનોનો ડંખ તાજો જ હતો. મારા આ વિચારને આડકતરી રીતે મેં અન્ય મુનિરાજોને જણાવીને એકાકી કે મિશ્ર સાહસ ખેડવા વિનંતી કરી. પણ એ અમાન્ય ઠરી. છેવટે મેં કોઈનેય કહ્યા સિવાય સ્વયમેવ જીવનચરિત્ર લખવું શરૂ કર્યું. એ શરૂ કરવા માટે શુભ મુહૂર્તની મનમાં ઇચ્છા થતાં પૂજયવરને પૂછયું નહિ, પણ એમણે ઘણા લોકોને વિવિધ શુભ કાર્યો માટે પોષ વદિ બીજી છઠ (સં. ૨૦૨૬)નો દિવસ આપેલો, એ મગજમાં રાખીને તે દિવસે લખવાનું આદર્યું. ત્રણ પ્રકરણ લખ્યાં. ચાર દિવસ પછી એક રાતે પૂજ્યવર પાસે લઈ ગયો. ત્યાં બીજું કોઈ નહોતું, એટલે એ લખાણ પૂજયવરને બતાવ્યું, અને વાંચી સંભળાવીને પૂછ્યું : “આવું લખાણ ન ચાલે સાહેબ?” પૂજ્યવરના મોં પર ખૂબ પ્રસન્નતા છવાઈ ગઈ; પૂછયું : “કોણે લખ્યું છે? તેં?” મેં શરમાઈને હા પાડી, તો મને થાબડ્યો. ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. કહે : “લખ, પૂરું કર!” મેં નતમસ્તકે એ આદેશસ્વીકાર્યોને આગેકદમ બઢાવ્યા. પૂજયવરની ખુશીએ મારા ચિત્તમાં ઉત્સાહ વહાવ્યો અને એ પછી અઢી વર્ષ લગભગની મહેનતને અંતે જીવનચરિત્ર સમાપ્ત કર્યું. ચરિત્રના પ્રત્યેક પ્રકરણને અક્ષરશઃ જાતે જ વાંચી જઈ, તેમાં દરેક પ્રકારના સૂચન સાથે સુધારા-વધારા પૂજયવરે પૂરી કાળજીથી કર્યા હતા. મને યાદ છે કે કાપરડાજી તીર્થનું પ્રકરણ તેઓ તબિયત અને કામકાજને લીધે દિવસો સુધી નહોતા વાંચી શક્યા. એકવાર મેં વિશેષ આગ્રહ કર્યો, તો તે દિવસે સમય ન મળતાં રાત્રે બારથી બેના ગાળામાં સમિયાને પાસે બેસાડીને પ્રકાશના ઉપયોગમાં એ વાંચી ગયા, ને જરૂરી સુધારા કરી આપ્યા. ચરિત્ર લેખન પૂરું થયું, ત્યારે પૂજયવર પાલિતાણા હતા. તેમણે છેલ્લાં પ્રકરણો વાંચ્યા પછી એ વિષે મારા પૂ. ગુરુજી ઉપર લાગણીભર્યા પત્રો લખેલા. એવા એક પત્રમાં એમણે લખ્યું કે, “ચરિત્રની શરૂઆતમાં મારે નાના મહારાજને આશીર્વાદ આપવાના છે અને ચરિત્ર નાના મહારાજે પોતાના નામથી શાસનસમ્રાટને ચરણે જ સમર્પણ કરવાનું છે; મને સમર્પણ નથી કરવાનું.” સમર્પણ માટેનો એમનો આ આગ્રહ એમની સ્વ-પ્રત્યેની ઉદાસીનતા અને ગુરુ પ્રત્યેનો અવિહડ રાગ જ દર્શાવે છે. પણ પછી તો બધા આપ્ત મંડળની સલાહ મળતાં, એ ચરિત્ર એમને જ સમર્પણ કર્યું. આશીર્વાદનું લખાણ સ્વયંસ્ફરસાથી, ને સ્વહસ્તે લખીને એમણે જ્યારે મોકલ્યું, તે દિવસે અને તે ઘડી-પળ મારા જીવનના અનિર્વચનીય આનંદાનુભવના અદ્વિતીય દિવસ અને ઘડી-પળ તરીકે મારા સ્મરણપટમાં અંકાઈ ગયા છે. મારા જેવી નાચીજ વ્યક્તિ માટે આ જેવીતેવી ઘટના ન હતી. આ ઘટનાએ પૂજ્યવરના આ અંતરના આશીર્વાદે મારા જીવનમાં અને મારા સ્વભાવમાં અસાધારણ પરિવર્તનો આપ્યાં છે અને એ વિરલ જીવનસ્પર્શી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે જ આ આખીયે વાત અહીં નોંધવા પ્રેરાયો છું. એમની પાસે અનેક ક્ષેત્રોના અનેકવિધ માનવો આવતા. એમની સાથેની એમની વાતોનાં ફલક વિવિધ ભાતનાં રહેતાં. એ વાતોમાંની કેટલીક મને યાદ રહી છે, તે અહીં નોંધું છું ઃ (૧) સં. ૨૦૧૬માં એકવાર શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી એમને વંદન કરવા આવ્યા. બંને ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy