SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ને નશ્વરતા હૈયા સોંસરવા ઊતરી જાય એવા શબ્દોમાં વર્ણવી. વ્યાખ્યાન સમાપ્ત કરીને હજી પાટ પરથી ઊતરતા હતા ત્યાં જ ૫. મફતલાલ આવ્યા. એમને બોલાવીને કહે: “મફતલાલ ! આ મનુભાઈનું તો ગજબ બની ગયું છે! મેં તો સાંભળ્યું છે ત્યારથી એના જ વિચારો આવે છે. કેવો સારો માણસ! તબિયત પણ કેવી સારી ! છતાં અમારા જેવા ઘરડા એમ ને એમ રહે છે, ને આવા જુવાનો અચાનક જતા રહે છે. આવું બને છે ત્યારે સંસારનું સ્વરૂપ ખરેખર સમજાય છે.” “यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने न तन्निशि । दृश्यते च भवेऽस्मिन् हि पदार्थनामनित्यता ।" “- જે સવારે છે, એ બપોરે નથી. સવારે આનંદમંગળ કરતો હોય ને બપોરે સંભળાય કે એને હાર્ટફેઇલ થઈ ગયું. બપોરે બજારમાં ફરતો હોય ને વાતો કરતો હોય, ને સાંજે જુઓ તો એને હાર્ટએટેક કે હેમરેજ થઈ ગયાં હોય. ભગવાન તો કહે છે: “Tઢા ય વિવા1 મુને,સમયે યમ! મા મિથU” “કર્મના વિપાક ગાઢ-અણધાર્યા આવીને ઊભા રહે છે. માટે હે ગૌતમ ! ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ.” આવું બને છે, ત્યારે આ બધી વાતો સાચી લાગે છે. પછી પાટ પરથી ઊતરીને રૂમમાં ગયા. ત્યાં પ્રતિષ્ઠાના વિરોધની હિલચાલો અને તેની સામેનાં પગલાંની વ્યવસ્થા અંગે મફતભાઈ સાથે વિચારણા કરી. પોતાના નામે નિવેદન બહાર પાડવું ઠીક લાગે કે કેમ તેની સલાહ પણ પૂછી. મફતભાઈએ “અત્યારની પરિસ્થિતિમાં જરૂર નથી.' એમ કહેતાં તે વાત માની લીધી. અગિયાર વાગે તબિયત અનુકૂળ ન હોવા છતાં સૌના ભાવથી ખેંચાઈને પગલાં કરવા ગયા. એમાં ૫. મફતલાલનો પણ વિશેષ આગ્રહ હતો, એટલે એમને ત્યાં ગયા. ત્યાં જઈને મફતભાઈને કહે : “કુંડનિચ્છા પછી ૨, પ્રારબ્ય ત્રિવિશં મતમ્ ” પ્રારબ્ધ ત્રણ જાતનાં હોય છે એક ઇચ્છા પ્રારબ્ધ, બીજું અનિચ્છા પ્રારબ્ધ. અને ત્રીજું પરેચ્છા એટલે દાક્ષિણ્ય પ્રારબ્ધ પોતાની ઇચ્છા ન હોય તો ય બીજાને માટે- બીજાની ઇચ્છાથી કરવું પડે, તે પરેચ્છા પ્રારબ્ધ કહેવાય. આ માટે અહીં નહોતું આવવું, પણ તારે માટે આવવું પડ્યું, એ દાક્ષિણ્ય પ્રારબ્ધ કહેવાય.” એટલે પં. મફતલાલ (એમની પત્ની તરફ આંગળી ચીંધીને) કહે: “આપનાં પગલાં કરાવવાનું આમનું બહુ મન હતું, સાહેબ !” આ સાંભળતાં જ કહે: “હું એટલે જ આવ્યો છું, એમની ઇચ્છા હતી માટે આવ્યો છું, તારે માટે નથી આવ્યો.”ને સૌ હસી પડ્યાં. એક વૃદ્ધ માજી માંદા હતા, એટલે અહીંથી તેમને ત્યાં ગયા. એમને ચાર શરણાં વગેરે સંભળાવી ઉપાશ્રયે પધાર્યા. રાત્રે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમની સાથે જૂની વાતોના અદ્ભુત રંગે ચડ્યા લાલન- શિવજી, ભગુભાઈ ફત્તેહચંદ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ - આ બધાના જૂના પ્રસંગો જેવા બન્યા હતા તેવા તેમના સ્મરણપટ પર અંકિત હતા, તેનું તાદશ વર્ણન કર્યું. એ પ્રસંગો જેવા ' ૧૪૬ Jah Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy