SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ એટલી બધી કાળજી ને સારસંભાળ કરી કે એ જોઈને થયું કે ગચ્છનાયક હોય તો નાનાં-મોટાં સ્વપરનાં સાધુ-સાધ્વીઓની પ્રેમાળ વિશ્રામણા કરે એવા- આવા જ હોય. આવા આવા તો કંઈક પ્રસંગોથી પૂજ્યવરનું જીવન વિશેષ શોભાયમાન બનેલું છે. મેં તો મને યાદ છે એમાંના કેટલાક પ્રસંગો જ અહીં આપ્યા છે. આ પ્રસંગોમાં એમની વાત્સલ્યભરી સાધુતાનાં દર્શન થાય છે. અને, મારા અંગત અનુભવની વાત કહું તો મેં એમનામાં ઘેઘૂર વડલાની શીળી છાયાની ઠંડક અનુભવી છે; ઝરણાંના નિર્મળ જળની મીઠપ માણી છે; કુટુંબના પિતામહની છત્રછાયા એમના સાંનિધ્યમાં પ્રાપ્ત કરી છે, માતાના હૈયે હોય એવી વહાલપ એમના ચરણોમાં બેસીને હું પામ્યો છું. આ બધું આજે સાંભરે છે ત્યારે હૈયું ઘણીવાર વિષણ બની જાય છે રે! એ પ્રેમાળ હાથ હવે માથે કોણ ફેરવે ? અંતમાં એટલું જ કહીશ કે મારા જીવનના ઘડતરમાં અગ્રભાગ ભજવનાર, પૂરો રસ દાખવનાર એ પરમદયાલુ પૂજ્યવરની કૃપાના સહારે સહારે એમનાં ઉન્નત જીવનને અને ઉદાત્ત આચરણને અનુકૂળ જીવન પસાર કરી શકવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થાય. ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy