________________
જૈનધર્મના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે. જીવ જેવી કરણી કરે, તેવાં કર્મતે એકઠાં કરે ને કાળાંતરે એનાં ફળ ભોગવે. સારાં-નરસાં કર્મ પ્રત્યે પણ નિઃસ્પૃહતા કેળવવાની પ્રક્રિયાને પ્રયોગાન્વિત કરનારા જૈન મુનિનું કેન્દ્ર-લક્ષ્ય મોક્ષ હોય છે.
એમના આચારો પણ આગવા છે :
શ્વેત વસ્ત્રો જ પહેરવાં. જ્યાં જવું હોય ત્યાં ઊઘાડા પગે ચાલીને જ જવું. યાંત્રિક કે પશુચાલિત વાહનનો કદી ઉપયોગ ન કરવો. ગૃહસ્થોના ઘરેથી ભ્રમરવૃત્તિએ આહાર લઈ આવવો. બાર મહિને બે કે એક વખત હાથ વડે કેશ–લોચ કરવો. ઉકાળેલું પાણી પીવું. કાચા પાણીને, વનસ્પતિને, અગ્નિને ને સ્ત્રીને સ્પર્શ પણ ન કરવો. ગુરુજનનો વિનય જાળવવો; એમની સેવા–શુશ્રુષા કરવી. ગામેગામ પાદવિહાર દ્વારા ફરવું ને આમ જનતાને ધર્મ, નીતિ ને સદાચારનો બોધ આપવો. ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ ને એવાં કષ્ટો અગ્લાનભાવે સહેવાં. સ્વ–પર—દર્શનોના ઊંડા અધ્યયન ને અધ્યાપનમાં ઓતપ્રોત રહેવું.
આ બધું કરવા પાછળ એમનો એક જ આશય હોય છે. આત્માને વળગેલી અશુભ વાસનાઓનો વિનાશ કરવો, ને શુદ્ધ આત્મસ્વરૂપને પામવું; ક્રમિક આત્મવિકાસ સાધીને અંતિમ લક્ષ્યરૂપ મોક્ષને મેળવવો.
ક્રમિક આત્મવિકાસની આ પ્રક્રિયામાં મુનિ નન્દનવિજયજી, ગુરુભગવંતનું પાવન સાંનિધ્ય પામીને, તથા સ્વયંસ્કુરિત પ્રેરણા મેળવીને દત્તચિત્ત બની ગયા.
સૂરિસમ્રાટ જેવા પરમગુરુનું એમને સાંનિધ્ય મળ્યું હતું. રસકવિ જગન્નાથ કહે છે તેમ બહારથી તલવારની ધાર જેવા તીખા, ને ફૂંફાડા મારતા નાગથીયે ભયંકર લાગતા એ ગુરુભગવંતના હૈયામાં દ્રાક્ષના ગર કરતાંય મીઠો હિતનો ઝરો વહેતો હતો. પોતાને આશરે આવેલા આવા જીવોનું કલ્યાણ કેમ થાય, તેની સતત ચિન્તા એમને હૈયે હતી.
લોકો કહે છે: સૂરિસમ્રાટ તો ભાઈ બહુ કડક. સાધુઓને ભણાવે ત્યારે ખૂબ કડકાઈથી વર્તે. તરપણીના ને ઘડાના દોરાથી ને દંડાસણની લાકડીથીયે, કામ પડે તો, મારે ! વચનો પણ કેવાં કઠોર કહેતા કે “અલ્યા, વાણિયાના રોટલા મફત ખાઓ છો, ને બરાબર નહિ ભણીગણો, ને ચારિત્રની આરાધનામાં પ્રમાદ સેવશો, તો મરીને ભરુચના પાડા થશો.” ”
આ વાત ખરી છે. પણ, આ બધું કરવા ને કહેવા પાછળ સૂરિસમ્રાટની એક જ ઈચ્છા હતી કે આ બધા જીવો જે લક્ષ્ય સાધવા સાધુ થયા છે, તે લક્ષ્ય તરફ સદા સાવધાન રહે, ને તેની સાધના કરે. અને આ કઠોરતાનાં પરિણામ કેવાં મીઠાં–મધુરાં આવ્યાં, એ તો સમગ્ર સંઘને સુપરિચિત છે. આ મીઠાં પરિણામને યાદ કરીને એકવાર આપણા ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં કહ્યું હતું:
“મોટા મહારાજ કહેતા હતા કે “અત્યારે ભલે અમારાં વચનો તમને કઠોર લાગે, એનાથી ત્રાસ ભલે થાય; પણ એથી અત્યારે તમે અમારાં વચનો નહિ સાંભળો, તો પછી વાણિયાના ખાસડાં જ તમારે ખાવાં પડશે. અમારાં વચનો સાંભળ્યા હશે તો જ તમે લોકોનો ઉપકાર કરી શકશો. નહિ તો
૨૨
Fan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org