SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ C એમને પ્રતિષ્ઠા અંગે વિગતવાર દોરવણી આપી. વિરોધીઓને ડામવા માટે ખાસ ખાસ સૂચનાઓ કરી. પછી સહાસ્ય કહે : “વિરોધ વધે, ને તે વખતે તમે કહેશો કે હવે પ્રતિષ્ઠા મુલત્વી રાખીએ, તો એ નહિ બને. તમે તમારા ઘેર રહેજો, અમે પ્રતિષ્ઠા કરીને જ રહીશું, એ ધ્યાન રાખજો ! અને આવું ન કરવું પડે તે જોજો.’’ પછી કહે : “આમાં તમે ઢીલા પડશો તો તમારું જ ઓછું દેખાવાનું છે, અમારું કાંઈ નથી જવાનું. પણ અમે તમારી સાથે છીએ એટલે અમનેય છાંટા લાગ્યા વિના ન રહે. માટે ઢીલા પડવાની તો વાત જ નહિ. અને ખરી વાત તો એ છે કે આ બધાં પ્રતિમાજી સેંકડો વર્ષો પહેલાંના છે. એનું ઉત્થાપન પેઢીએ કરેલું છે, એટલે પેઢીએ એને પાછાં બેસાડવા જોઈએ; એ એની ફરજ છે. પેઢી એની પ્રતિષ્ઠા જાતે કરી શકે છે; કોઈને આદેશ આપવાની કે ઉછામણી કરવાની પણ જરૂર નથી. આમ છતાં, પેઢીએ લોકોને લાભ મળે એ માટે ચિઠ્ઠીની પ્રથા અપનાવીને આદેશો આપવાનું કર્યું છે, એનો વિરોધ કરવાનો અર્થ શો છે? આવા વિરોધને ગણકારવો નહિ, ને વધુ થાય તો એનો પૂરેપૂરો સજ્જડ પ્રતિકાર કરવાનો જ.'' માગશર શુદિ ૧૪ : આજે રાત્રે પ્રતિક્રમણ પછી અચાનક કહે : “હવે મને આ શરીરનો કાંઈ જ ભરોસો નથી.” હું તો સ્તબ્ધ થઈ ગયો. મનમાં ખિન્નતાનો પાર ન રહ્યો. એ વાત આગળ વધે એ પહેલાં જ બીજી આનંદની વાતો મેં આદરી દીધી.જ્યારે તેઓ ખિલખિલાટ હસ્યા, ત્યારે જ ચિત્તને ચેન પડ્યું. પણ તે વખતે ક્યાં કલ્પના હતી કે આ અગમવાણી આવતી ચૌદશે જ સાચી પડવાની છે ને ચિત્તનું ચેન વિલીન થવાનું છે ? માગશર શુદિ ૧૫ : આજે સવારે શ્રી કાંતિલાલ ઘીયા વંદનાર્થે આવ્યા, કલાકથી વધુ બેઠા. એમની સાથે મુક્ત વાતો કરી. મને બપોરે પં. બેચરદાસજી આવ્યા. એમના પુત્ર ડૉ. પ્રબોધ પંડિતનું તાજેતરમાં જ અવસાન થયું હોઈ, એ અંગે એમને આશ્વાસન આપ્યું. પૂજ્યશ્રીનો નિખાલસ, ઉદાર સ્વભાવ અને એ સ્વભાવ તરફ પંડિતજીનો અપૂર્વ અહોભાવ આજે જોવા મળ્યા. માગશર વિદ ૧ : આજે બપોરે શેઠ કસ્તૂરભાઈ આવ્યા. એમને કહે : “પ્રતિષ્ઠા અટકાવવા માટે વિરોધીઓ સ્ટેઑર્ડરની તજવીજમાં છે, માટે પાકો બંદોબસ્ત રખાવજો. ગમે તે ભોગે પ્રતિષ્ઠા કરવી જ છે.’’ શેઠે પણ એવી જ મક્કમતા દાખવી. રાત્રે મને કહે : “આ વખતે વિહારમાં બીજુ કાંઈ ભણવાનું (નવું) થાય એમ નથી લાગતું. મારો વિચાર થાય છે કે તને ને દાનવિજયને જ્યોતિષ કરાવું. આરંભસિદ્ધિ હોય તો લઈ લેજે. ટાઇમ મળશે ત્યારે કરાવીશ.” એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છપાઈને તૈયાર થઈ રહ્યો હતો, એના ફર્મા એમને બતાવ્યા. એ Jain Education International ૧૪૩ For Private & Personal Use Only www.jainefibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy