SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયનનન્દનસૂરિજી નારાજ હતા. એકવાર તો એમણે એક પત્રમાં લખેલું પણ ખરું ઃ ખરી રીતે સામા પક્ષની તો ચૅલેન્જ, ચર્ચા કે જવાબ હાલ કાંઈ પણ કરવાની ઉતાવળ ન કરવી મને વ્યાજબી લાગે છે. નિવેદન કે લખાણ સામાનાં થવા દેવાં. તેઓને એટલાથી સંતોષ માનવા દેવો. સામાનું લખાણ માત્ર વાંચી જવાબની ઉતાવળ કરવી ઠીક નથી લાગતી. લખાણની પાછળ સામાનું હૃદય કેટલું બેસી ગયું જણાય છે તેમજ લખાણમાં કેટલી પૉલિસી છે, તે જ પહેલું બરાબર વિચારવું જોઈએ. જયાં સરળતાનો અંશ નથી, તેમ શાસનની સાચી ધગશ નથી, ત્યાં તેની સામે ચેલેન્જ કે ચર્ચાનો અર્થ શો? પણ ઉતાવળિયા સ્વભાવનું ઔષધ શું?” પત્રિકા ને લખાણથી તેઓ કેટલા નારાજ હતા, તે આ પરથી પણ સમજાય છે. પણ, થોડા જ સમયમાં સામા પક્ષના એક ખાસ વર્તુળે એકદમ નવો વળાંક લીધો. બાર પર્વતિથિ અંગેની નવી પ્રણાલિકા મૂકી દેવાની વાતો એ વર્તુળ શરૂ કરી. આનું પણ કારણ હતું : હજુ હમણાં જ સંમેલનનો બનાવ દાખલારૂપ બન્યો હતો. એ પછી થોડા સમયમાં સંવત્સરીનો પ્રશ્ન આવતો હતો. એ સંવત્સરીમાં સામો પક્ષ તપાગચ્છથી સાવ અલાયદો પડી જવાનો હતો. આ નવા પક્ષે માત્ર ૧૫ ટકા જેટલો જ વર્ગ હતો; જ્યારે જૂના પક્ષે ૮૫ ટકા જેટલો વર્ગ રહેતો હતો. આ સ્થિતિમાં જો સામો નવો પક્ષ જુદી સંવત્સરી કરે, તો સર્વત્ર સર્વ લોકોને થઈ જ જાય કે, “આ લોકો જ સંઘની એકતામાં બાધક છે. અને આ લોકોના કારણે જ વિ.સં. ૨૦૧૪ના સંમેલન પહેલાં, સંમેલનમાં અને તે પછી પણ સંઘમાં ક્લેશ થયા કરે છે.” આમ ન થાય, એ હેતુથી એ વર્તુળ આવો વળાંક લેવાનું સાહસ કરેલું. પણ એ એને માટે દુસ્સાહસ કર્યું. સામા પક્ષનાં જ બળવાન પરિબળોએ એ વર્તુળને નવો વળાંક લેતાં અટકવાની ફરજ પાડી. આથી સામા પક્ષમાં તિથિપ્રશ્ન આંતરિક ઘર્ષણ શરૂ થયું. આ પછી આચાર્ય વિજયપ્રેમસૂરિજીએ એક્તા માટે સંઘમાન્ય પંચાંગનું પરિવર્તન કરવાનો નવો વિચાર વહેતો મૂક્યો. એમના આ વિચારથી શ્રી વિજયનંદનસૂરિજીને વાકેફ કરવા માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદે એમને લખ્યું “બધાં વમળો પૂરા થયા પછી આ એક નવી વાત છે અને તે આપના અભિપ્રાય ઉપર અવલંબે છે.” પ્રેમસૂરિજી રામસૂરિજી બારપર્વ ન છોડે તો ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયા છે, આનું પરિણામ એ આવવાનું કે બારપર્વ તે બધા છોડે અને આપણને બુધવાર માટે આગ્રહ થશે.” પરંતુ આ વાતમાં મેં કહ્યું કે પ્રત્યક્ષ પંચાંગનો આશરો લો તો આ પંચાંગ જૈન સંઘ સદા માટે સ્વીકારે અને તે રીતે આ સાલ મંગળવારી સંવચ્છરી બધા કરે. આ માટે એમણે રામચંદ્રસૂરિજીને પૂછી જોયું પણ તે તેને નથી ગમ્યું.” “પરંતુ તે પોતે-પ્રેમસૂરિ-તે માટે તૈયાર થયા છે. તેમનું કહેવું એવું છે કે અમદાવાદના મુખ્ય મુખ્ય આચાર્યોને ડહેલું કે બીજે કસ્તૂરભાઈ ભેગા કરે અને કહે કે “પ્રત્યક્ષ પંચાંગ સ્વીકારી મંગળવારી ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy