________________
બધા કરો.” આપણે અને પ્રેમસૂરિએ તુર્ત કબુલ કરવું. રામસૂરિજીને સમજાવવા પ્રયત્ન થાય. ન માને તો તેને દબાવવા પ્રેમસૂરિ ઉપવાસ ઉપર ઊતરે, અગર છેવટે તેને મૂકી દઈને પણ પ્રેમસૂરિ બધી રીતે આપણામાં બારપર્વ અને સંવચ્છરીમાં જોડાઈ જાય-આ ગણત્રી છે.'
આ વાત પૂ.આ. ઉદયસૂરિજી મહારાજ, પૂ. ચંદ્રસાગરસૂરિજી મહારાજ અને ડહેલાને પૂછી, પણ તે બધાનો નિર્ણય આપના ઉપર અવલંબે છે.”
આ જ મતલબનો એક પત્ર શ્રી પુણ્યવિજયજીએ પણ શ્રી વિજયનંદનસૂરિજીને લખ્યો.
પં. મફતલાલ, શ્રી પુણ્યવિજયજી વગેરેના પત્રોના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું : “પ્રેમસૂરિજીની મંગળવારની આ નવી ભાંજગડમાં પડવાની અમારી સલાહનથી. પહેલાં સિદ્ધિસૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી, અને રામચંદ્રસૂરિજી- આ ચારેયની બાર પર્વતિથિની પ્રણાલિકાને સ્વીકારવાની લેખિત કબૂલાત લેવી જોઈએ, પછી જ આવી કોઈ પણ ભાંજગડમાં ભાગ લેવો વ્યાજબી છે.”
આ વાતના અનુસંધાનમાં એમણે સલોત ફૂલચંદ છગનલાલ પરના પોતાના પત્રમાં પણ લખ્યું છે કે, “આપણે તો સામા પક્ષની પાસે મંગળવાર કરાવવાની પણ આશા કે ઇચ્છા રાખવાની જરૂર નથી. તેઓને તિથિ કે સંવચ્છરી જે રીતે કરવી હોય તે રીતે ભલે કરે, આપણને હવે શાંતિથી મંગળવારની સંવર્ચ્યુરી કરવા દે, એટલું જ બસ છે.”
શ્રી વિજયનંદનસૂરિજીની અંગત માન્યતા હતીઃ “આપણા પક્ષમાં તો સર્વસંમતિએ મંગળવારે સંવત્સરી કરવાની નક્કી જ છે. તો પછી સામા પક્ષ ખાતર પંચાંગ પરિવર્તન કરવાની શી જરૂર છે? એમને ઉચિત લાગતું હોય તો એ લોકો ભલે મંગળવારે કરે, પણ એ લોકો મંગળવાર કરે, એ માટે આપણે જૈન સંઘના તમામ ગચ્છોને સર્વમાન્ય ચંડુ પંચાંગનો ત્યાગ કરીને માત્ર તપાગચ્છમાં જ સ્વીકાર્ય બની શકે એવું નવું પંચાંગ માનવું, બિલકુલ ઉચિત નથી. હા, સામો પક્ષ બારપર્વની નવી પ્રણાલિકા છોડવાનું જાહેર કરે તો કોઈ પણ બાબતનો વિચાર કરીએ. પણ તેવું તો છે જ નહિ. પછી શા માટે પંચાંગની બાબતમાં એમને ખાતર સર્વ ગચ્છોથી જુદા પડવું?”
પણ ભાવિ જુદું જ હતું. સામા પક્ષની વારંવારની ઉદીરણાથી પ્રેરાયેલા મુંબઈ તથા અમદાવાદના આગેવાન શ્રાવકોના સૂચનને માન આપીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રી સંઘ વતી આ પ્રશ્નની જવાબદારી લીધી. તેઓ બાર તિથિ અને સંવત્સરી, બંને પ્રશ્નનું એકીસાથે સમાધાન થાય એ હેતુથી દરેક આચાર્યોને મળ્યા, વિનંતી કરી. પણ છેવટે બાર તિથિની વાત ભવિષ્ય ઉપર છોડીને સંવત્સરીની એકતા કરવાનો એમણે નિર્ણય કર્યો. એ માટે સંઘમાન્ય ચંડુ પંચાંગના પરિવર્તનનો વિચાર બધા આચાર્યો પાસે મૂક્યો. સામા પક્ષને તો “ભાવતું'તું ને વૈદે કહ્યાં’ જેવું જ હતું ! પણ આ પક્ષના આચાર્યોએ પણ “શેઠે ઉપાડ્યું છે, અને સંઘની એકતા ખાતર થાય છે.” એમ વિચારીને એ વિચારને સંમતિ આપી. આથી સૂરિસમ્રાટ સમુદાય વતી શ્રી વિજયોદયસૂરિજી મહારાજ અને શ્રીવિજયનંદનસૂરિજીએ પણ, પોતાની સચોટ માન્યતાનો આગ્રહ ન રાખતાં, સમ્મતિ આપી; કહો કે આપવી પડી.
.
૧૦૪ For Private & Personal Use Only
Sain Education International
www.jainelibrary.org
www.jainelib