SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ છે' તેવું પણ તેમની સમજણમાં નથી. એટલું જ નહિ, પણ ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષો યોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે કે સમજી શકે તેવા નથી એવું રામચંદ્રસૂરિજીની સમજણમાં જરૂર જણાય છે. જેથી તેઓએ તે પાંચે વૃદ્ધ પુરુષોનાં નામ કાલે કબૂલ કર્યો નથી. હવે આ પાંચે વૃદ્ધ પુરુષો સિવાય અત્રે વિદ્યમાન તપાગચ્છીય શ્રી દેવસૂર શ્રમણસંઘમાં યોગ્ય મહાપુરુષો બીજા રામચંદ્રસૂરિજીની સમજણમાં કોણ કોણ છે તે પણ આપણી સમજણ બહારનો વિષય છે. કારણ, આપણે કદાચ કોઈ નામ સૂચવીએ તો તેઓ કહી શકે છે કે, “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રને જોઈ શકે એમ નથી.” બીજું નામ સૂચવીએ તો પણ તેઓ કહી શકે છે કે “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રોને વિચારી શકે તેમ નથી.” ત્રીજાનું નામ કદાચ સૂચવીએ તો પણ તેઓ કહી શકે છે કે, “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રને સમજી શકે તેમ નથી. અને આવું કોઈ પણ મહાપુરુષ માટે “તે મહાપુરુષ યોગ્ય નથી.” એવું રામચંદ્રસૂરિજીના મોઢે અમારે કહેવરાવવું અને અમારે સાંભળવું, એ અમારી જરાય ઇચ્છા નથી.” આના પ્રત્યાઘાતમાં સામા પક્ષ તરફથી “મારો એવો આશય ન હતો”- ને એવાં અનેક મંતવ્યો રજૂ થયાં, પણ “બુંદકી બિગડી હોજ સે નહીં સુધરતી હૈ”- વાળો ઘાટ થઈ ગયો! પછી તો ડોળાણ વધી ગયું, ઉગ્રતા પણ આવવા લાગી. પરિણામે થોડા જ દિવસોમાં સમેલનનો નાટકીય રીતે અંત આવ્યો. બંને પક્ષ અન્યોન્ય પર આનો ટોપલો ઓઢાડવા લાગ્યા. પણ, ખરી રીતે તો, સામા પક્ષમાં સરળતાનો નિતાન્ત અભાવ અને એનું કદાગ્રહી માનસ જ આ માટે જવાબદાર ગણાવું જોઈએ. શ્રી વિજયનંદનસૂરિજીનું કથન સ્પષ્ટ હતું કે, “પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સમાધાન કરવાની વાતો કરે છે, પણ એ એની વાતો જ કર્યા કરે, ને પોતે દબાવેલી હિંદની જમીનો કે મિલકતો પરનો કન્નો છોડે નહિ, તો સમાધાન કઈ રીતે શક્ય બને? એ રીતે તમે જે નવી આચરણા કરી છે, તે ચર્ચાનો વિષય ન હોઈ શકે. આમ છતાં તમે પહેલાં નવી આચરણા છોડી દઈને આપણી શુદ્ધ પ્રણાલિકાનો સ્વીકાર કરી લો, પછી આપણે સાથે બેસીને એની ચર્ચા-વિચારણા અવશ્ય કરીએ અને એમાં જે સત્ય નીકળે તે આપણે બધાય સ્વીકારીએ.” ખૂબ સરળતાની ને સમજણની આ વાત હતી, પણ એ સમજમાં આવે એટલી સરળતા સામા પક્ષે ન હતી. એનું પરિણામ સંમેલનના અંતમાં આવ્યું. સમગ્ર તપાગચ્છની એકતા થાય, એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી ભારત વર્ષની જૈન જનતાને આનો ભારે રંજ થયો. પણ આથી એટલું તો ચોક્કસ થયું કે અશક્ય ભૂમિકાઓ પર કલ્પાયેલી તપાગચ્છીય શ્રમણ સંઘની એકતા ન થવા છતાં, શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની (એકતિથિ પક્ષની) એકતા જરૂર થઈ. આ સંમેલનના પ્રતાપે એ સંઘના તમામ સમુદાયો ખૂબ નિકટમાં આવ્યા; એમનું સંગઠન વિશેષ મજબૂત બન્યું, અને એ સંગઠનને સંમેલનના માધ્યમથી તોડી પાડવાના સામા પક્ષના પ્રયત્નોને નિષ્ફળતા જ સાંપડી ! આ એકતાના ફળસ્વરૂપે શ્રી દેવસૂર તપાગચ્છ શ્રમણ સંઘ તરફથી શ્રીવિજયનંદનસૂરિજીના નામનું એક નિર્ણયાત્મક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. એમાં ત્રણ ૧૦૧ Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jaineliborg
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy