SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આથી ઊલટું, કેટલાંક વતન એમાં પેદા થનાર વ્યક્તિઓ વડે મશહૂર બને છે. અને, કેટલાક માણસો પોતાના કુટુંબને પ્રસિદ્ધિના શિખરે લઈ જવામાં નિમિત્ત બને છે. કશી જ ઐતિહાસિક વિશિષ્ટતા વિનાનું, છતાં પોતાની આગવી વિશિષ્ટતાઓથી ઓપતું બોટાદ શહેર આવાં કેટલાંક વતનોમાંનું એક છે. ઇતિહાસ નોંધ લે, એવો કોઈ બનાવ ત્યાં બન્યો નથી. ઐતિહાસિક ગણાય, એવું કોઈ સ્થાન ત્યાં નથી. અને છતાં, એને પોતાનું આગવું વ્યક્તિત્વ છે, એનું સ્વતંત્ર ખમીર છે. બંદૂકધારી બહારવટિયાઓને ધોકેણાંથી હંફાવીને હાંકી કાઢનાર સ્ત્રીઓ બોટાદમાં પાકી છે. શું વૃદ્ધ ને શું બાળક, શું સ્ત્રી કે શું પુરુષ, જે જાય તેને એક જ ભાવે, પૂરી પ્રામાણિકતાથી માલ વેચનાર વેપારીઓ આ બોટાદમાં થયા છે. ભારતના રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની બાનીને રાષ્ટ્રીયતાનાં પાણી પાઈને ઉછેરવામાં બોટાદનો ફાળો જેવો તેવો નથી. ગુજરાતી કવિતાવૈભવના સમર્થ સ્વામી કવિ શ્રી બોટાદકરની જનમભોમ પણ આ જ બોટાદ છે. ધર્મની અને નીતિની ભાવનાને જીવનમાં વણી જાણનાર ભદ્ર જનસમૂહ બોટાદનું જીવંત વ્યક્તિત્વ છે. નિત્ય સવારે આબાલવૃદ્ધ લોકથી ઊભરાતાં ધર્મસ્થાનો બોટાદની ધર્મભાવનાની સાક્ષી પૂરે છે. ફરતી નાની નાની ટેકરીઓની વચાળે, નદી કાંઠે, વસેલા બોટાદ ગામ સાથે, જળ માછલીના સંબંધે, જોડાયેલી આ વિશિષ્ટતાઓ છે. આવું બોટાદ ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે કવિ બોટાદક૨થી પ્રતિષ્ઠા પામ્યું છે અને એમાં પાકેલા પનોતા સાધુપુરુષોએ એને ધર્મ ક્ષેત્રે ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે. આ સાધુપુરુષોમાંના એક હતા જૈન આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ. દેખીતી રીતે જૈન ધર્મક્ષેત્રે, અને ખરા સ્વરૂપે જોઈએ તો, જૈનેતર ધર્મ-સંપ્રદાય, સાહિત્ય અને એવાં વિવિધ ક્ષેત્રોમાં તેઓ પોતાની આગવી પ્રતિભા વડે પ્રતિષ્ઠા પામ્યા હતા અને એ રીતે તેમણે બોટાદને પણ ઉજ્જવલ પ્રતિષ્ઠા અપાવી હતી. બોટાદનું એક વણિક કુટુંબ આ સાધુપુરુષના જન્મે પાવન બન્યું હતું. બોટાદની વણિક કોમમાં એક સિંહપુરુષ રહેતા હતા. નામે શા. હેમચંદ શામજી, નાતે દશા શ્રીમાળી, ધર્મે જૈન. બોટાદમાં એ સાવઝ તરીકે ઓળખાતા. સાવઝ જો ખડ ખાય તો હેમચંદભાઈ પ્રામાણિકતા Jain Education International ૩ For Private & Personal Use Only www.jaineliby.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy