SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉકટર પણ આ વાતમાં સંમત થયા. ચોવીસ કલાકની એકેએક પળને અને પોતાના શ્વાસોચ્છવાસને ગુરુની સેવામાં એકાકાર બનાવનારને મન, ગુરુના વિરહનો આઘાત કેવો આકરો નીવડે એનો અનુભવ સૂરિસમ્રાટના સ્વર્ગાગમન પછી એમના આ બધા શિષ્યોનાં દર્શને થયો. સૂરિસમ્રાટનું જીવનચરિત્ર લખાવવાની પૂર્ણ ઈચ્છા, છતાં જ્યારે જ્યારે એમના જીવનની વાત નીકળે, અથવા કોઈ પૂછે, ત્યારે પૂજ્ય વિજયોદયસૂરિજી મહારાજ તથા શ્રીવિજયનંદનસૂરિજી મહારાજની આંખે આંસુનાં જાળાં બંધાઈ જતાં અને ગળે ડૂમો ભરાઈ આવતો. પરિણામે તેઓ સૂરિસમ્રાટના જીવનની વાતો કરવા અસમર્થ બની જતા. પણ, ધીમે ધીમે, વર્ષો જતાં ગયાં એમ, સૂરિસમ્રાટનું પોતે અનુભવેલું મહાન પવિત્ર જીવન સમાજ સમક્ષ રજૂ કરવાની અને એ દ્વારા ગુરુ ભક્તિનો લાભ હાંસલ કરવાની ભાવના પ્રબળ બનતી ગઈ. બંને ગુરુ-શિષ્ય ભેગા મળીને એક જીવન–નોંધ તૈયાર કરાવી. તે પરથી વ્યવસ્થિત જીવનચરિત્ર તૈયાર કરાવવા માટે કેટલાક પ્રયાસો કર્યા. અને આખરે, સૂરિસમ્રાટના જન્મશતાબ્દી વર્ષમાં એમનું જીવનચરિત્ર પ્રકાશિત કરાવ્યું. જેમ સૂરિસમ્રાટના હસ્તે થયેલ તમામ અંજનશલાકાઓ અને અન્ય અનુષ્ઠાનોમાં મુખ્ય અને સાંગોપાંગ ભાગ આ બંને ગુરુ શિષ્યનો જ રહેતો તેમ એમની ઈચ્છા અનુસાર અંજનશલાકાનાં તમામ વિધાનો તથા અહંન્મહાપૂજન, બૃહત્સંદ્યાવર્તપૂજન, સિદ્ધચક્ર મહાપૂજન વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનોને વિશુદ્ધ અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં પૂજ્ય શ્રીવિજયોદયસૂરિજી મહારાજની સાથે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પણ રહેતા. સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી, એમણે સ્થાપેલા શ્રી કદમ્બગિરિતીર્થના સર્વાગીણ વિકાસ માટે, અને એમનાં બાકીનાં કાર્યો પૂર્ણ કરવા માટે એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એમના દિલમાં સતત એ જ ઝંખના રહેતી કે “સૂરિસમ્રાટની ઈચ્છા મુજબ તમામ કાર્યો પાર પડવાં જ જોઈએ.” સૂરિસમ્રાટ જે સ્થાને કાળધર્મ પામ્યા, ત્યાં સ્થાપેલા ગુરુમંદિરના ફરી દર્શન કરવાની ઉત્કટ ઈચ્છા છતાં, શાસનનાં અન્ય કાર્યોને લીધે, તે તરત અમલી બની શકી નહીં, એટલે આચાર્ય મહારાજે સર્વ મીઠાઈનો ત્યાગ કર્યો. છેવટે સં. ૨૦૦૮માં અમદાવાદથી ખાસ વિહાર કરીને મહુવા ગયા, ને ગુરુપાદુકાનાં ગદ્ગદભાવે દર્શન–વંદન કર્યા. તેઓ પોતે કોઈ પણ કાર્ય કરવા ધારે, અથવા કોઈ વ્યક્તિ એમને કાંઈક કાર્ય કરવા સૂચવે, ત્યારે તેઓ કહેતાઃ સૂરિસમ્રાટની અંત:પ્રેરણા મને જ્યારે થશે, ત્યારે આ કાર્ય હું કરીશ.” અને ઘણા પ્રસંગે આવું બનતું. કોઈક કાર્ય માટે એમણે હા પાડી હોય, પણ પાછળથી એમને આવી જ કાંઈક સ્વાનુભવસંવેદ્ય સુરિસમ્રાટની અંત:પ્રેરણા થાય, ને એ ના પાડી દે. અને એ કાર્યનું પરિણામ જાણીએ ત્યારે થાય કે ના, મહારાજજીએ ના પાડી તે જ ઉચિત થયું. અને, એ જ રીતે, ક્યારેક કોઈ કામની ના પાડી હોય, ને અંત:પ્રેરણા થતાં જો હા પાડે, તો એ કાર્યનું પરિણામ પણ યશદાયી જ હોય. ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy