SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નન્દનને સાચવજો.” એટલે સૂરિસમ્રાટે કહ્યું: “માજી ! હું નન્દનને શું સાચવું? હવે તો નન્દન અમને બધાને સાચવે છે.” બીજા એક પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સૂરિસમ્રાટને તેમની તબિયતની ખબર પૂછી, ત્યારે સુરિસમ્રાટે પોતાની તબિયત અસ્વસ્થ હોવાનું કહીને અશાતા વેદનીયના ઉદયનું વર્ણન કર્યું. ત્યારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ કહે: “આપ તો મહાપુણ્યશાળી છો. આપને ઉદયસૂરિજી અને નંદનસૂરિજી જેવા પરિચારિક શિષ્યો છે. આપને જરાય ઓછું આવવા દે એવા નથી.” સૂરિસમ્રાટે જવાબ આપ્યો : “એ જ મોટી શાતા છે.” પોતાના વડા ગુરુદેવના હૃદયમાં એમણે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું હશે, એની ઝાંખી આવા પ્રસંગો કરાવે છે. પ્રાકૃતમાં એક સુભાષિત છે: “એ ધન્ય શિષ્ય છે, જેના હૃદયમાં ગુરુનો વાસ છે. પણ એ શિષ્ય તો ધન્યાતિધન્ય છે, જેનું સ્થાન ગુના હૃદયમાં છે.” એ અહીં કેવું ચરિતાર્થ થયું છે ! સાચે જ, શ્રીવિજયનંદનસૂરિજી “ધન્યાતિધન્ય બની શકેલા. સં. ૨૦૦૦ની સાલ પછી સૂરિસમ્રાટની શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર કથળતી રહી. ૨૦૦૩માં ડોળીના ઉપયોગનો અવસર આવ્યો. છેવટે ૨૦૦૫માં એમનો સ્વર્ગવાસ થયો. આ ગાળામાં, શ્રી વિજયનંદનસૂરિજીએ સૂરિસમ્રાટની અગ્લાનભાવે અથાગ શુશ્રુષા કરી હતી. એમના જીવનના આખરી દિવસોમાં એ સતત એમની પાસે જ બેસી રહેતા, ને સૂરિસમ્રાટનું મન પ્રફુલ્લિત રહે એવી વાતો કરતા. સ્વર્ગવાસના બે દિવસ અગાઉ, ધનતેરશે સૂરિસમ્રાટને કંઈક ઠીક જણાયું, એટલે એમણે કહ્યું : “સાહેબ ! પરમ દિવસે દિવાળી છે. અને પેલે દિવસે બેસતા વર્ષે– આપનો જન્મદિવસ છે.” સૂરિસમ્રાટ કહે: “આપણે ક્યાં દીવાળી જોવાની છે?” આ સાંભળીને શ્રી વિજયનંદનસૂરિજી ગળગળા થઈ ગયા. એમણે કહ્યું: “સાહેબ ! આપ આમ કેમ બોલો છો ?” એ જ દિવસે બપોરે સૂરિસમ્રાટ એમને બોલાવીને કહે : “નંદન ! તું મારી પાસે બેસ. મને ગોઠતું નથી.” પછી સૂરિસમ્રાટે એમને અનેક ઉપયોગી બાબતોની સૂચનાઓ–ભલામણો કરી. આસો વદ અમાસે તબિયત ગંભીર થઈ, ત્યારે ડૉકટરોએ એક ઇન્જકશન આપવા ઇચ્છા દર્શાવી. એ વખતે એમણે જ ડૉકટરને કહ્યું: “ડૉકટર ! જો ઇજેકશન આપવાથી આયુષ્યબળ વધતું હોય તો જ આપો. નહિ તો, મહારાજજીએ આખી જિંદગીમાં ઇન્જકશન નથી લીધું, તેથી આ સમયે એમને આપીને એમની અસ્વસ્થતામાં વધારો કરવો નથી.” ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy