________________
કે સેનપ્રશ્ન-હીરપ્રશ્નાદિ પ્રશ્નોત્તર ગ્રંથોમાં નથી. (સં. ૧૯૫૨ શ્રાવણ શુદિ પૂનમનું ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ’, પુસ્તક ૧૨ અંક-૫)' તથા સાગરજી મહારાજ તરફ થી ૨૦૦૧માં છપાયેલ ‘પર્વતિથિ નિર્ણય’પ્રસ્તાવના (પાનું ૫૨મું)માં - ‘વયોવૃદ્ધ, જ્ઞાની અને પ્રભાવશાલી પૂ.આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જે સંવત ૧૯૯૨માં આ માર્ગ લીધો હતો તે દેવસૂર જૈન તપાગચ્છના ધોરીમાર્ગના રક્ષણ માટે લીધો હતો. તેમ જ સંવત ૧૯૮૯માં જે ટિપ્પણાની ભાદરવા શુદિ ચોથનું પરાવર્તન નહોતું કર્યું, તેમાં પોતાના વડીલોની આચરણાનો આધાર હતો.’
“વાસ્તવિકપણે તો વિ.સં. ૧૯૮૯ વગેરેમાં પણ ડહેલાના ઉપાશ્રયની તિથિની શુદ્ધ પરંપરાના આજ સુધીના દેવસૂર જૈન તપાગચ્છના ધોરીમાર્ગના રક્ષણ માટે જ શુદિ છઠ્ઠનો ક્ષય કરી શુદિ ચોથનું પરાવર્તન કર્યું નહોતું. અને અમો પણ એ જ રીતે વડીલોની આચરણાના આધારે તે જ ધોરીમાર્ગમાં રહ્યા છીએ.
“સંવત્સરી અને બેસતું વર્ષ જૈનોમાં એક જ વારનું હોય છે, આવી ઘણાં વર્ષોથી જૈનેતર વિદ્વાનોમાં પણ પ્રસિદ્ધિ છે. અને તે નિયમ પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય કરી પાંચમને સાચવી ચોથની સંવત્સરી આરાધવામાં અને પાંચમની વૃદ્ધિમાં બીજી ચોથની સંવત્સરી આરાધવામાં જ ઘણાં વર્ષો સુધીમાં પ્રાયઃ મળી રહે છે.
“અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી મુંબઈ–ગોડીજીના ઉપાશ્રય વગેરે સ્થળે પણ ૧૯૯૨ સુધીમાં આ રીતે જ આરાધના થતી હતી. ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં પાંચમના ક્ષયે આ રીતે જ એટલે ચોથને ગુરુવાર પ્રમાણે જ આરાધના થયેલી છે. તેમ જ ૧૯૯૨-૯૩માં તથા તે પહેલાં પણ પ્રાયઃ વિ. સં. ૧૯૩૦–૩૧ના ચોપડાઓમાં પણ ભાદરવા શુદિ બે ચોથ કરેલી છે, પણ બે ત્રીજ કરેલી નથી, તે પણ જરૂર વિચારવાનું છે.
“પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાના જે પાઠો રજૂ કરાય છે, તે પાનાં ૧૯૫૨માં આત્મારામજી મહારાજને, સાગરજી મહારાજને, મોહનલાલજી મહારાજને, પં. પ્રતાપવિજયજી ગણિ મહારાજને, પં. ગંભીરવિજયજી મહારાજ ને વગેરેને કોઈ ને પણ કોઈ પણ પુસ્તકભંડારમાંથી મળ્યાં નહિ. તેમ જ ૧૯૬૧માં તથા ૧૯૮૯માં પણ તે પાનાં સાગરજી મહારાજને પણ મળ્યાં નહિ; પણ જ્યારે ૧૯૯૨માં ભાદરવા શુદિ બે પાંચમ આવી અને એક બીજો પક્ષ બે પાંચમ માનનાર તરીકે જાહેર થયો, ત્યારે જ આ પાનાં - જે ૧૯૫૨થી ૧૯૯૨ સુધીનાં વચલાં ચાલીશ વર્ષનાં ગાળામાં કોઈને ન મળ્યાં, ખુદ સાગરજી મહારાજને પણ ન લાધ્યાં, તે પાનાં–એકાએક ચાલીશ વર્ષે બહાર જાહેરમાં આવ્યાં, એ પણ એક વસ્તુ જરૂર વિચાર માગે છે.”
‘આપ ગુરુવારની સંવત્સરી કરશો તે સામા પક્ષને પ્રોત્સાહન અને સંઘના વિભાગને કાયમી રાખવામાં બળ મળશે.’ એવી એક શંકાને અયોગ્ય ગણાવતાં એમણે કહેલું :
“અમો ચોથ બુધવારે કે ચોથ ગુરુવારે કરીએ, પણ એથી સંઘના બે વિભાગ, જે વર્ષોથી છે, તે તો કાયમ રહે જ છે. તે વિભાગ અમારા નિમિત્તે નથી. માટે ખરી રીતે તો ચોથ—બુધ કે ચોથ—ગુરુનો આગ્રહ રાખવા કરતાં આખો તપાગચ્છ સમાજ એક દિવસે સંવત્સરી આરાધે એવો પ્રયાસ સમાજના
ain Education International
८०
For Private & Personal Use Only
www.jainelibrary.org