________________
વારેવારની ગણતરીએ ૫૦ દિવસ મેળવવા જઈએ તો અષાડ ચોમાસાનો અને સંવત્સરીનો એક વાર આવે તો જ ૫૦ દિવસ થાય. પણ એ રીત વ્યાજબી નથી. જે વર્ષમાં ભાદરવા સુદ પાંચમની વધઘટ પણ ન હોય અને અષાડ ચોમાસી ગુરુવારની હોય અને સંવત્સરી ભાદરવા સુદ ચોથ શુક્રવારની આવતી હોય ત્યાં વારેવારની ગણતરીએ ૫૦ દિવસનો નિયમ સચવાશે નહિ; ૫૦ને બદલે ૫૧ દિવસ થઈ જશે. અને આવી ખોટી મુશ્કેલી આવે છે, આગ્રહને કારણે સમજાતી નથી. આવી મુશ્કેલીવાળા ૫૧ દિવસના દાખલા પણ ભૂતકાળના પંચાંગોમાં મળી શકે અને ભવિષ્યમાં પણ મળશે. માટે વાસ્તવિક તો ચોમાસી પછી પૂનમથી ચોથ સુધી ૫૦દિવસ ગણાય અને તે પણ તિથિની ગણતરીએ જ ગણાય.”
“૫૦ દિવસ પણ જો ચોમાસી ચૌદશથી ગણીએ તો જૈન પદ્ધતિ પ્રમાણે સંવત્સરીના દિવસે ૫૦મો દિવસ આવે નહિ, પણ ૫૧મો આવે. જેમ અષાડ શુદિ પૂનમે ચોમાસીનો એક દિવસ, પછી અષાડ વદના પંદર, શ્રાવણના ત્રીસ અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી એટલે પાંચ દિવસ તે; અને જૈન પદ્ધતિ પ્રમાણે અષાડ શુદિ પૂનમથી ભાદરવા શુદિ પાંચમ સુધીમાં એક પણ તિથિનો ક્ષય આવે જ નહિ, એટલે સંવત્સરી ૫૧મા દિવસે આવે, જે વ્યાજબી નથી. એટલે ચોમાસી પછીના દિવસથી જ ૫૦ની ગણતરી, અને સંવત્સરી પછીના દિવસથી જ ૭૦ દિવસની ગણતરી કરાય. અને તે પણ તિથિએ તિથિની જ ગણતરી કરાય.
“૨૦૦૪માં કેટલાકે પહેલાં સોમવાર જાહેર કરેલો અને પછીથી વ્યાજબી લાગતાં ચોથને મંગળવાર જાહેર કરેલો. તે વખતે મંગળવાર જાહેર કરવામાં “અષાડ શુદિ ૧૪ને મંગળવાર અને ભાદરવા સુદ ચોથે મંગળવારે ૫૦ દિવસ થાય.” આવી ખોટી દલીલની સાથે મંગળવાર જાહેર કરેલો; તે વસ્તુને અત્યારે પણ કેટલાક આગ્રહથી પકડી રાખીને “૨૦૧૩માં અષાડ શુદિ ૧૪ને બુધવાર છે એટલે ૫૦મો દિવસ ચોથ ને ગુરુવારે ના આવે પણ ચોથ ને બુધવારે આવે, અને ચોથ ને ગુરુવારે પ૧મો દિવસ થઈ જાય,- આ રીતે કહે છે. પણ તે, પૂર્વની જેમ, ગેરસમજણની જે ખોટી પકડ, તે છૂટતી નથી એમ અમોને લાગે છે. કારણ, ઉપરોક્ત રીતે ચોમાસાનો ને સંવત્સરીનો એક વાર ગણી ૫૦ દિવસ મેળવવા તે વ્યાજબી નથી. તિથિ-ગણતરીએ જ ૫૦ દિવસ મેળવવા જોઈએ, અને તે ચોથ ને ગુરુવારે પણ મળી રહે.”
ગોડીજીના આગેવાનોની ઊંડે ઊંડે ઇચ્છા એવી હતી કે, “આપ પણ સાગરજી મહારાજ વગેરેની જેમ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનો.” પણ એમને ત્રીજનો ક્ષય માનવો અરુચિકર હતો. ત્રીજનો ક્ષય કરવા પાછળ એક પણ શાસ્ત્રવચનનું બળ નથી; અને જે છે તે વિશ્વસનીય મનાય તેમ નથી, આવા પોતાના મંતવ્યને સમજાવતાં તેમણે કહ્યું:
“શ્રીમાન કાલિકાચાર્યજીએ ચતુર્થીની સંવત્સરી કરી, તે પંચમીના રક્ષણાર્થે કરી છે. તેમ છતાં આ પ્રમાણે કરવાથી શુદ ચોથ ને શુદ પાંચમ બંનેને મૂકીને શુદિ ત્રીજે - અપર્વે પર્યુષણા કરવા જેવું થશે. શુદ ત્રીજનો ક્ષય કરવા ઇચ્છનારા શુદ પૂનમના ક્ષયે શુદ તેરસનો ક્ષય કરવાની રીતિનો દાખલો આપે છે. પરંતુ એને માટે ચોક્કસ શબ્દો શાસ્ત્રોક્ત છે કે શુદ પૂનમના ક્ષયે શુદ તેરસનો ક્ષય કરવો. પરંતુ ભાદ્રપદ શુદ પાંચમનો ક્ષય હોય તો શું કરવું? એને માટે બિલકુલ શાસ્ત્રલેખ પૂર્વાચાર્યના ગ્રંથોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelis.org