________________
સમજવો નહિ. કદાગ્રહ એ જ મિથ્યાત્વનું મૂળ છે અને સર્વ દુઃખનું કારણ છે, એમ અમો માનીએ છીએ. અમો તો ડહેલાના ઉપાશ્રયની આજ સુધીની તિથિની શુદ્ધ પરંપરાને શાસ્ત્રાનુસારી સાચી સમજીને જ આચરતા આવ્યા છીએ અને આચરીએ છીએ.”
૨૦૧૩માં ચોથ-ગુરુવારની સંવત્સરી કરો, તો બે તિથિવાળાની સાથે થશે, ને તેથી તો એમના મતને ફાવતો વેગ મળશે તેનું શું? – આ પ્રશ્નનો ઉત્તર સમજાવતાં એમણે કહ્યું ઃ
બીજા પક્ષ સાથે કે બીજા ગચ્છ સાથે અમો ભળી જઈએ છીએ, એવું પણ કશું નથી. જયારે બીજો પક્ષ ભાદરવા શુદિ પાંચમનો ક્ષય માનીને ચોથને ગુરુવારની સંવત્સરી આરાધે છે, ત્યારે અમો ડહેલાની પરંપરા પ્રમાણે, અન્ય પંચાંગના આધારે, છઠ્ઠનો ક્ષય માનીને, પાંચમને સાચવીને ચોથને ગુરુવારે સંવત્સરી આરાધવાનો નિર્ણય રાખીએ છીએ. અને, એક દિવસે અનેક ગચ્છોની સંવત્સરી સાથે આવે છે, એથી કાંઈ એકબીજામાં ભળી જવાતું નથી.”
પાંચમના ક્ષયે છઠ્ઠનો ક્ષય સ્વીકારવામાં બળ પૂરતો એક વિશિષ્ટ ફાયદો દર્શાવતાં એમણે કહ્યું:
“જે વારની સંવત્સરી હોય તે વારનું બેસતું વર્ષ આવે છે, તે પણ અત્યાર સુધી પ્રાયઃ મળી રહે છે. એટલું જ નહિ, પણ કાલિકાચાર્ય મહારાજે ચોથની સંવત્સરી કરી ત્યારથી, જૈન પદ્ધતિના પંચાંગ પ્રમાણે, વારેવારની સંવત્સરી અને બેસતું વર્ષ અવશ્ય મળી રહે છે; કારણ, જૈન પદ્ધતિમાં તિથિની વૃદ્ધિ આવે નહિ અને ક્ષય ફક્ત સંવત્સરી પછીના સિત્તેર દિવસમાં એક જ આવે. કારણ, અષાઢ વદ એકમથી જૈન પંચાંગ પદ્ધતિ પ્રમાણે યુગની અને વર્ષની શરૂઆત થાય, અને બે મહિને એક તિથિનો ક્ષય આવે. આ રીતે જૈન પંચાંગ પદ્ધતિના પંચાંગ પ્રમાણે સંવત્સરીનો વાર જ આગામી બેસતા વર્ષે અવશ્ય મળી રહે. હાલ, જૈન પંચાંગ નહિછતાં પણ, લૌકિક પંચાંગ પ્રમાણે બેસતું વર્ષ અને સંવત્સરીનો એક જ વાર મળી રહે છે, તો એ દષ્ટિએ પણ ચોથ ને ગુરૂવારની સંવત્સરી વ્યાજબી ગણાય.”
કેટલાકની એવી શંકા હતી કે, “ગુરુવારે સંવત્સરી કરવામાં પચાસને બદલે એકાવન દિવસ થઈ જાય છે.” આ વિશે વિશદ છણાવટ કરતાં તેઓએ કહ્યું:
“૫૦ દિવસ અને ૭૦ દિવસની ગણતરી વારેવારની ગણતરીએ નથી, પણ તિથિએ તિથિની ગણતરી છે. તેમાં તિથિની વૃદ્ધિ હોય કે ક્ષય હોય તેથી વધારે કે ઓછો દિવસ ન ગણાય. અને એ રીતે તિથિની ગણતરીએ ૫૦, ૭૦ દિવસ મળી રહે. ગણતરી પણ ચોમાસી પ્રતિક્રમણ પછી જ પૂનમથી ચોથ સુધીના ૫૦ દિવસ અને સંવત્સરી પ્રતિક્રમણ પછી પાંચમથી કાર્તિક શુદિ ૧૪ સુધીના ૭૦ દિવસ, આ રીતે જ હોય; તેમાં વારેવાર મેળવવાના હોય નહિ. પહેલાં ચોમાસી અષાડ શુદિ પૂનમની હતી. ત્યાર પછી પંદર દિવસ અષાડ વદના, શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ, અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી એટલે એ રીતે ૫૦ દિવસ થયા. અત્યારે પણ અષાડ શુદિ ૧૪ની ચોમાસી, ત્યાર પછી પૂનમનો એક દિવસ, અષાડ વદના પંદર, શ્રાવણ મહિનાના ત્રીસ અને ભાદરવા શુદિ ચોથની સંવત્સરી એટલે ચાર દિવસ તે; એટલે ૫૦ દિવસ મળી રહે. ચોથ ગુરુવારે હોય કે ચોથ બુધવારે હોય, પણ બંને પક્ષો ચોથની જ સંવત્સરી માને એટલે પ૦ દિવસ તો બંનેને મળી જ રહે.”
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org