SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સૌ કરતાં નિરાળી-આગવી હતી, એમ મને તે વખતે, બાળક હોવા છતાં લાગેલું. જો કે, એ વખતની સમજણ અવ્યક્ત હતી, પણ એ વ્યાખ્યાન તો મને એટલું ગમ્યું કે તેઓ પાલિતાણા ગયા પછી મેં એમને પત્ર લખ્યો કે, “મને હિતશિક્ષાના એ શ્લોકો અર્થ સાથે લખી મોકલવા કૃપા કરો.” બીજા મુનિઓને વિશ્વાસ નહોતો, પણ મને પૂરો વિશ્વાસ હતો કે તેઓ શ્લોકો મોકલશે જ. અને એમણે એ મોકલ્યા ત્યારે પેલા મુનિવરો આગળ હું ખૂબ ખૂબ ખીલીને એ દેખાડવા માંડેલો. ભાવનગરના ચોમાસા પછી અમે મહુવા ગયા, ને ત્યાંથી કદમ્બગિરિ ગયા. ત્યાં એ પૂજ્યવર બિરાજતા હતા. એમના સાંનિધ્યમાં નવ દિવસ રહ્યા. કદમ્બગિરિની યાત્રા મારે એ વખતે પહેલી જ વાર કરવાની હતી. મેં એમની પાસે લાડમાં હઠ કરી : “આપ પધારો મારી સાથે, તો જ મારે જાત્રા કરવી છે; બીજાની સાથે નહિ.” મને યાદ છે કે તેઓ મારા સંતોષને ખાતર કદમ્બગિરિ ઉપર પહેલી ટૂંકે તેમજ વાવડી પ્લોટે પધારેલા, અને મને ખૂબ શાંતિથી ને ગમ્મત સાથે બધું દેખાડેલું ને સમજાવેલું. એમની સાથે પસાર કરેલા એ દિવસો અને અનુભવેલા પ્રસંગોને જીવનનાં અમૂલ્ય સંભારણાં બનાવીને સાચવી રાખ્યા છે. એ યાદ આવે છે ત્યારે થાય છે: તે દિ નો વિવસ તા:” આ પછી વિ.સં. ૨૦૨૨માં એમની નિશ્રામાં ખંભાતમાં ચોમાસું રહેવાનું થયું. તેઓ લાડવાડે અને અમે ઓસવાળ ઉપાશ્રયે હતા. ચોમાસાના દોઢેક મહિના પૂર્વે પૂ. મુનિશ્રી પ્રબોધચંદ્રવિજયજી મહારાજ વગેરે ત્રણેક મુનિઓએ શંખેશ્વરની યાત્રાએ જઈ આવવાનું નક્કી કર્યું. એમાં હું પણ એક હતો. નક્કી થઈ ગયું. વડીલોની રજા-આજ્ઞા મળી ગઈ. પૂજ્યવરની પણ સંમતિ મેળવી. પણ, વિહારની આગલી રાત્રે નવેક વાગે પૂજયવરે કહાવ્યું: “નાના સાધુને લઈને આ ઉનાળામાં ક્યાંય જવું નથી, રહેવા દો.” આ પ્રસંગે એમના નાનામાં નાના મુનિની ઝીણી-જાડી પ્રવૃત્તિ તરફ વાત્સલ્યપૂર્ણ લક્ષ્ય આપવાનાં સ્વભાવના મને દર્શન થયાં. એમની પાસે લગભગ સાંજે કાયમ વંદન કરવા જવાનું થતું ત્યારે મને બોલાવે. રઘુવંશ, કિરાતના શ્લોકો પોતે બોલે, ક્યારેક મારી પાસે બોલાવે, અને પછી કાંઈ કામ હોય તો કહેવાનું ફરમાવે. આમ એમની પાસે જતો ત્યારે, સાચેસાચ, લાગણીના અમીદ્રુપા પાસે ગયાનો અવર્ણ આનંદ હું પામતો. ચોમાસા પછી સં. ૨૦૨૩માં બધા અમદાવાદ આવ્યા. ત્યાં એક મહિના રહ્યા. એ દરમિયાન મેં એક પંડિતજી પાસે તર્કસંગ્રહનો અભ્યાસ શરૂ કર્યો. રોજ રાત્રે પૂજ્યવર પાસે જઈને બેસું. તેઓ મને રોજેરોજનો પાઠ પૂછે, સમજાવે. એક દહાડો એમણે મને બે વાર આ શ્લોક બોલાવ્યોઃ वायोर्नवैकादश तेजसो गुणा, जलक्षितिप्राणभृतां चतुर्दश । दिक्कालयोः पञ्च षडेव चाम्बरे, महेश्वरेऽष्टौ मनसस्तथैव च ।। ત્રીજીવાર મને આપમેળે બોલવા કહ્યું. હું બોલી ગયો. ખૂબ ખુશી વ્યક્ત કરી; કહે: “કાલે ફરી બોલાવીશ. યાદ રહેશે ને ” હા કહી, ને બીજે દિવસે રાત્રે બોલી પણ ગયો. પછી તો તેઓ મને કાયમ નવું નવું સમજાવતા રહ્યા. ૧૬૮ Sain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy