SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધા કથનનો છેદ ઉડાડી નાંખતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “તમે નવી આચરણ ન કરી હોત તો ચર્ચાનાં દ્વાર જરૂર ખુલ્લાં રહેત, અને સાચું સમજો તો, ચર્ચાનાં દ્વાર બંધ ક્યાં થયા છે? હજી સંવત્સરીની, કલ્યાણકતિથિની ચર્ચા ઊભી જ છે. હા, બાર પર્વ તિથિની ચર્ચા નહિ કરી શકાય, કેમ કે એ અંગે તમે તદન નવી પ્રણાલિકા શરૂ કરી છે. અને ગમે તે માણસ ગમે તે પ્રણાલિકા નવી શરૂ કરે, તો એની જોડે શું અમારે શાસ્ત્રાર્થ કરવા જવું? એક વર્ગ એવો નીકળે અને કહે કે, “અત્યારે દુનિયામાં ધર્મના પ્રચારની ઘણી જરૂર છે, અને એ માટે આપણે, એરોપ્લેન આપણે માટે બનાવ્યાં નથી, ને આપણે નિમિત્તે ઊડતાં પણ નથી, માટે એરોપ્લેનમાં બેસીને ધર્મનો પ્રચાર કરીએ તો તેમાં કોઈ પાપ નથી,” આવી પ્રરૂપણા કરી એ વર્ગ એરોપ્લેનમાં બેસતો થઈ જાય, તે પછી દસ-બાર વર્ષે અમારી સામે આવીને કહે કે, “એરોપ્લેનમાં બેસવામાં પાપ શું?' એ માટે અમારી જોડે શાસ્ત્રાર્થ કરો. તો શું અમારે એ વર્ગ જોડે શાસ્ત્રાર્થ કરવો?” આનો જવાબ સામા પક્ષ પાસે ન હતો. શ્રી વિજયનંદનસૂરિજીના મુદ્દાને સમર્થન આપતું એક નિવેદન કરતાં શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે કહ્યું : “પૂ. વિજયનંદનસૂરિજી મહારાજે બાર પર્વતિથિની આરાધના પરત્વે પોતાના જે વિચારો રજૂ કર્યા તેની પાછળ તેમનો શું આશય છે, તે હું મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શક્યો છું કે ૯૨' પહેલાંનો ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજ્ય પુરુષોને જેટલો ખ્યાલમાં છે તેમાં સંવત્સરી બાબતમાં વિચારભેદ અને આચરણાભેદ થએલ, પણ બાર પર્વતિથિ માટે કોઈ ભેદ થયો નથી. સંવત્સરીના વિચાર કે આચારના ભેદ પાછળ બાર તિથિનો એક પણ દિવસ ઓછોવત્તો ન થાય એમ આપણા પૂજ્ય પુરુષોએ વિચારપૂર્વક ગોઠવેલ છે એમ મને લાગ્યું છે... વિચારભેદ અલબત્ત, ભલે થાય, ક્ષાવિકભાવે જ વિચારભેદ ન થાય. બાકી તો, શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી મલ્લવાદીજી મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજમાં પણ વિચારણાભેદ થયેલ. મહાપુરુષોને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હોય કે જયાં સુધી એક વિચાર આચરણમાં ન મૂકાયો હોય. જે વસ્તુ પૂજય પુરુષ, ગીતાર્થોની સંમતિ વિના આચરણામાં મૂકાઈ જાય તેની ચર્ચા શી રીતે થઈ શકે ? “કોઈ ગમે તેમ આચરણાભેર સ્વચ્છંદરૂપે કરી લે તેમાં વારે વારે શું આપણા સંઘે તેની સાથે ચર્ચા કરવી? સંવત્સરી બાબત વિચારભેદ થયો હોવા છતાં આચરણાભેદ થયો નથી, પાંચમની ક્ષયવૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૯૫૨માં મારો જન્મ ન હતો, ૬૧મા દીક્ષા નહોતી લીધી, પણ ત્યારે પણ, પંચમીના ક્ષય અંગે વિચારભેદ ભલે થયો હશે, પણ આચરણાભેદ થયો જ નથી. બધાને ખૂંચેલ છે કે પંચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નંદનસૂરિજી મહારાજની બાર પર્વતિથિની મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાનાં દ્વાર બંધ કરવાની વાત જ ક્યાં છે? પૂ. નંદનસૂરિ મહારાજના હૈયામાં શાસનની એકતાની જે શુભેચ્છા છે, અને તે શુભેચ્છાપૂર્વક સરળ રીતે જે શાન્તિનો ઉપાય બતાવ્યો છે, તે અપનાવવા જેવો છે.” Jain Education International For Private & Personal Use Only www.jaine Getary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy