SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી સ્પષ્ટ અને સરળ રજૂઆત છે! પણ એ સમજવી જ કોને હતી? એ જો સમજવી હોત, તો સમેલનનીયે જરૂરત ન હતી. સરળતાનો નિતાન્ત અભાવ જ સમેલનનો (અને એની નિષ્ફળતાનો પણ) હેતુ બન્યો, એમ કહીએ તો અજુગતું નહીં લેખાય. એક તબક્કે સમેલનના મુખ્ય સંચાલક- નિમંત્રક શેઠ શ્રી કેશવલાલ લલુભાઈએ કદાચ ગમે તે વલણથી દોરવાઈ જઈને, દરમિયાનગીરી કરી કે, “મેં તો બધાને બાર પર્વતિથિની ચર્ચા કરીને નિર્ણય કરવા સારુ જ નિમંત્રણ આપ્યું છે.” આમ કહીને એમણે પોતે લખેલા નિમંત્રણપત્રનો એક ભાગ વાંચી સંભળાવ્યો : “વિનંતી કે, તિથિચર્ચાનો નિર્ણય શાસ્ત્રાધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી પરસ્પર સમજી વિચારીને યોગ્ય નિર્ણય લે તેમાં શાસનનું ગૌરવ છે.” આ વાંચીને એમણે કહ્યું: “તિથિચર્ચા એટલે બાર પર્વતિથિની ચર્ચા.” આ વખતે શ્રી વિજયનંદનસૂરિએ વાત ઉપાડી લેતાં કહ્યું: “કેશુભાઈ શેઠ! તિથિચર્ચા એટલે બાર પર્વોની ચર્ચા, એવો અર્થ કોણે કહ્યો? એવો અર્થ કરવાનો તમને શો અધિકાર છે? યાદ રાખો કે કાયદો ઘડવો એ ધારાસભાનું કામ છે, પણ એ કાયદાનો અર્થ શો કરવો એ હાઈકોર્ટ જજનું કામ છે. આવો અર્થ કરવાનો તમારો અધિકાર નથી. અને એ તમારો વિષય પણ નથી.” આ પછી એમણે સામા પક્ષને ચેલેન્જ આપી કેઃ “૧૯૯૨ પહેલાં બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ કોઈએ કરી હોય તો એનો લેખિત પુરાવો અમને દેખાડો.” સામો પક્ષ એક પણ લેખિત પુરાવો રજૂ ન કરી શક્યો; ઊલટું એણે માંગણી કરી કે, “તમે, કોઈએ ક્ષયવૃદ્ધિ નથી કરી, એનો પુરાવો અમને દેખાડો.” આના જવાબમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખુદ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજના તથા બીજા પણ લેખિત પુરાવા રજૂ કર્યા. એટલે હવે, સામા પક્ષને પણ પુરાવા દેખાડવાની ફરજ પડી. એણે દયવિજયજીની ચોપડી, બુદ્ધિસાગરસૂરિજીનો પત્રાસદુપદેશ, અનોપચંદ શ્રાવકનો પ્રશ્નોત્તરરત્નચિંતામણિ વગેરેને પુરાવારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો. પણ એ બધા જ એમને માટે નિરાધાર અને પાંગળા જ સાબિત થયા ! એટલે થાકીને એમણે છેલ્લે બળવાન હથિયારનો ઉપયોગ કર્યો: “સિદ્ધિસૂરિ મહારાજ બુઝર્ગ મહાપુરુષ છે, પૂજનીય છે. તેઓ અત્યારે વિદ્યમાન છે. તેઓ કહે છે કે, મેં ૧૯૫૨ વગેરેમાં પાંચમનો ક્ષય કર્યો હતો. તેમના વચનને અસત્ય ન જ મનાય.” આનો વ્યવસ્થિત ઉત્તર આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું: “શ્રીવિજયસિદ્ધિસૂરિજી મહારાજ બુઝર્ગ છે, મહાપુરુષ છે, અને સૌને પૂજનીય છે, એ બરાબર છે. પણ તે છતાં, તેઓ અત્યારે એક પક્ષમાં છે. અને એક પક્ષકાર હોવાને લીધે તેમનું વચન પુરાવો ન ગણાય. કોર્ટ પણ તેમના વચનને પુરાવો ન માની શકે. અને અમારે તો લેખિત પુરાવો જોઈએ છે. આ તો મૌખિક છે. એ ન ચાલે. લેખિત રજૂ કરો.” થયું. સામા પક્ષનું બળવાન હથિયાર બૂઠું ઠર્યું. હવે તેમણે નવી જ તરકીબ કરી. ૯૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy