SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારે લાગ મળે, ને છટકું? ક્યારે મારી ભાવના સફળ બને? નસીબ બે ડગલાં આગળ ! દરેક પ્રવૃત્તિને મર્યાદા હોવી જરૂરી છે. મર્યાદા વિનાની પ્રવૃત્તિનો અંજામ બૂરો હોય છે. પણ એ મર્યાદા ઉચિત હોવી ઘટે; અનુચિત મર્યાદા બંધન બની જાય છે – એવું બંધન, જે જીવન વિકાસમાં બાધા પહોંચાડે. નરોત્તમ કંઈક આવા જ બંધનમાં ફસાયા હતા, પણ એ બંધન મૂંગું હતું. એ બંધનમાંથી છૂટવા નરોત્તમ જેમ તલપતા હતા, એમ એ વધુ દૃઢ થયે જતું હતું. જેમ નરોત્તમ એમ બીજા ત્રણ દીક્ષાર્થી તરુણો -અમૃતભાઈ, લવજીભાઈને ઝવેરભાઈ - પણ એવા જ બંધનમાં હતા. એ બધા વારંવાર ભાગી જતા હોઈ બોટાદ આખામાં લોકો ચેતી ગયેલા. આજુબાજુના ગામડાંઓમાં પણ લોકોને ચેતવી દેવામાં આવેલા, એટલે છોકરાઓ જે તરફ ભાગે, ત્યાં પકડાઈ જતાં વાર ન લાગતી ! ત્રીજી વાર નરોત્તમ ભાગ્યા, ત્યારે સ્ટેશને જ ઝડપાઈ ગયા ! પણ “જોનારની બે, તો લેનારની ચાર,’ એમ નાની ઉંમરના નરોત્તમ પણ નીવડેલ નીકળ્યા. એમણે ને ઝવેરભાઈએ એક દહાડો સંતલસ કરી લીધી, ને બંને ખરે બપોરે જ નાઠા; નાસીને સ્ટેશને ન ગયા, પણ ચાલતાં ચાલતાં બોટાદ નજીકના કુંડલીગામના સ્ટેશને પહોંચ્યા. ત્યાં ગાડી આવવાની વાટ જોતા બાંકડા પર બેઠા હતા, એટલામાં એમને જોઈને ત્યાંના સ્ટેશન માસ્તરે પૂછ્યું: “છોકરાઓ ! તમે ભાગી છૂટનારા છોકરા તો નથી ને?” બંનેએ ના પાડી, તો સ્ટેશન માસ્તરે પૂછ્યું: “ક્યાંના છો?” નરોત્તમ પણ પાછા ન પડ્યા. એમણે જવાબ આપ્યો: અમે અગાઉના અમુક ભાઈના છોકરાઓ છીએ.” આવો જવાબ આપીને સ્ટેશન માસ્તરની બલા તો ટાળી; પણ એમને લાગ્યું કે હવે અહીં બેસવું આપણે માટે કામનું નથી; અહીં જ પકડાઈ જઈશું, માટે ભાગો ! ૧૩ Jain Education International For Private & Personal Use Only WWW.jaineletely.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy