SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) કર્મ અને આગમ સાહિત્યનું જ્ઞાન પોતે જે વિષય ભણે, એમાં તન્મય બની જવું, એ જ એમની સહજ પ્રકૃતિ હતી. એ વિષયના તળિયે સમાયેલાં રહસ્યોને બરાબર સમજવા તેઓ પ્રયત્ન કરતા, ને એકવાર સમજાયા પછી એ કદી ન ભૂલતા. ભણવામાં કે વિચારવામાં એ જ્યારે એકરસ થઈ જતા ત્યારે, કોણ આવે–જાય છે, શું કરે છે, એનોય એમને ખ્યાલ ન આવતો. આસપાસ કોઈવાતો ચાલતી હોય, એ પણ એમને ખલેલ પહોંચાડી ન શકતી. જિંદગીના અંત સુધી તેઓ આ એકાગ્રતાને સાચવી શક્યા હતા. આવી એકાગ્રતાને પરિણામે એ ન્યાય –ખાસ કરીને નવીન ન્યાય–જેવા શુષ્ક, નીરસ અને અતિગહન વિષયને પણ ખૂબ સરળતાથી પચાવી શક્યા હતા. અને આ ન્યાયશાસ્ત્રનો એમનો અભ્યાસ, માત્ર ગ્રન્થો ભણવા પૂરતો જ સીમિત નહોતો રહ્યો; એ અભ્યાસે તો એમની તાર્કિકતાને તથા એમની વ્યવહારુ બુદ્ધિને પણ ખૂબ તેજસ્વી બનાવી હતી. એક મોટા બૅરિસ્ટરનેય આંટે એવી બુદ્ધિપ્રતિભા આ અભ્યાસે એમને આપી હતી. એમના જીવનની આ અદ્ભુત શક્તિ હતી. જેમ ન્યાય, એમ કર્મગ્રન્થ પણ એમનો મનગમતો વિષય હતો; એમાં એ નિષ્ણાત બન્યા હતા. પ્રથમ ચાર કર્મગ્રન્થોની ટીકા એમણે શ્રાવક પંડિત હીરાલાલભાઈ પાસે વાંચેલી. એ સિવાયનું પ્રાચીન અને નવીન તમામ કાર્મપ્રન્થિક સાહિત્ય આપમેળે વાંચી ગયા હતા. “કમ્મપયડી” એ આ વિષયનો મૂર્ધન્ય ગ્રન્થ ગણાય છે. એ આખોય ગ્રન્થ એમણે વિહારમાં, રાત્રે ચન્દ્રના પ્રકાશમાં, વાંચ્યો હતો. આ વિષયમાં એ એટલા ઊંડા ઊતર્યા હતા કે એમની બરાબરી કરે, એવા બીજા સાધુ ન હતા. | દગડૂમલજી નામે એક મારવાડી ગૃહસ્થ. કર્મગ્રન્થ વિષયના એ જબરા જાણકાર. જૂની પેઢીના કર્યસાહિત્યના જાણકારોમાં એ સારા પંકાયેલા. એ એવી ઝીણી ઝીણી વાતો રજૂ કરે ને પૂછે કે ભલભલા ગૂંચવાઈ જાય. એ દગડૂમલજીને પણ એ વિષયમાં અમુક વાતો નહોતી સમજાઈ; એ વાતો એમના મનમાં શંકારૂપે ઘોળાતી હતી. એનો ઉકેલ મેળવવા એ ઘણે ઠેકાણે ગયા હતા. પોતાને પૂછવાજોગ માનતી વ્યક્તિઓને પૂછ્યું હતું, પણ ઉકેલ નહોતા મળ્યા. એવામાં એકવાર તેઓ ચરિત્રનાયક પાસે આવ્યા. જોકે, આવ્યા હતા તો અમસ્તાં જ, એમાં વાતવાતમાં વાત નીકળી ને એમણે પોતાની શંકા ચરિત્રનાયક આગળ રજૂ કરી. ચરિત્રનાયક પણ દગડૂમલજીની શંકાઓનું હાર્દ બરાબર સમજી ગયા ને પછી ખૂબ જ સરળ પદ્ધતિએ એના ઉકેલ કહી બતાવ્યા. દગડૂમલજીને એથી ખરેખરો સંતોષ થયો. એમણે કહ્યું: “બીજા ગમે તે કહેતાં ફરે, પણ આમના જેવા કર્મગ્રન્થના જ્ઞાતા બીજા કોઈ નથી.” એમણે કરેલ જૈન આગમોના વાંચન-અધ્યયનનું પણ આવું જ હતું. એનો એમને ખૂબ શોખ. પિસ્તાળીશે આગમો વાંચી ગયેલા. એ વખતે બધા આગમો ને એની ટીકાઓ મુદ્રણ નહિ પામેલી, એટલે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને મૂળ આગમો ને ટીકાઓ વાંચતા. જયારે જયારે જે આગમના જોગ કરે, લગભગ ત્યારે ત્યારે તે આગમ વાંચી જાય. ૨૮ Jer Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy