________________
(૩૦) સંઘની એકતા ખાતર
વિ.સં. ૨૦૦૪ની જેમ વિ.સં. ૨૦૧૩માં પણ તપાગચ્છમાં સંવત્સરી-ભેદ આવતો હતો. લૌકિક પંચાંગ (ચંડાંશુ ચંડુ)માં ભાદરવા શુદ પાંચમનો ક્ષય હતો. એટલે આપણે ત્યાં આરાધનામાં, ૨૦૦૪ની જેમ ત્રણ મત પ્રવર્તે તેવી સ્થિતિ હતી.
એમાં નવો તિથિમત તો પાંચમનો ક્ષય માનીને ચોથને ગુરુવારે સંવત્સરી ક૨ના૨ હતો અને એક તિથિપક્ષમાં પણ સૂરિસમ્રાટનો સમુદાય અને અન્ય કેટલાક સમુદાય પણ પાંચમના ક્ષયે, અન્ય પંચાંગના આધારે, છઠ્ઠનો ક્ષય સ્વીકારીને ચોથ ને ગુરૂવારે જ, સંવત્સરી કરવાના હતા; જ્યારે આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે સમુદાયોએ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરીને ચોથ ને બુધવારે સંવત્સરી કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદના ડેલાના ઉપાશ્રયનો સાધુ-સમુદાય પણ આ વખતે એ માન્યતામાં ભળ્યો હતો અને અમદાવાદની લવારની પોળના ઉપાશ્રયનો મુનિ-સમુદાય પણ, પાંચમના ક્ષયે ચોથનો ક્ષય માનીને, સંવત્સરી બુધવારની કરનાર હતો.
આમ, વિ.સં. ૨૦૧૩ની સાલમાં સંવત્સરી મહાપર્વની આરાધના અંગે, વિભિન્ન મતો પ્રવર્તતા હતા. અને સૌ પોતપોતાની માન્યતામાં મક્કમ હતા. અને પોતાની માન્યતા બીજાને મનાવવા સતર્ક હતા.
આમાં, કેટલાક એકતા અને સમાધાન માટેની પ્રવૃત્તિ પણ કરતા હતા. એમાં બે પ્રકારની વ્યક્તિઓ હતી. કેટલીક વ્યક્તિઓ નવા તિથિમતના સંદેશવાહક તરીકે કામ કરતી હતી. નવા તિથિમત તરફથી એમને માત્ર સમાધાન અને એકતાની વાતો જ ચલાવવાની રહેતી. એવી વાતો ચલાવીને તેઓ એવું દેખાડવા મથતા કે ‘અમારા પક્ષને સમાધાનની ઉત્કટ આતુરતા હોવા છતાં એકતિથિવાળાઓને સમાધાન ખપતું નથી.' પણ એમની આ વાતોની અસર વાત પૂરતી જ રહી
શકતી.
બીજો વર્ગ એવો હતો, જેને સાચેસાચ સુલેહ ને સમાધાનની ઘણી આતુરતા હતી. એ લોકો તપાગચ્છના બંને પક્ષમાં ઐક્ય સધાય એ માટે ભરપૂર મહેનત કરી રહ્યા હતા અને એમાં સફળ ન થવાય, તો પણ એકતિથિ પક્ષમાં આ વર્ષની સંવત્સરી અંગે જે મતભેદો દેખાતા હતા, તે નિવારીને એ બધા એક જ તારીખે સંવત્સરી આરાધે, એ માટેના પ્રયાસો એ લોકોએ વિશેષપણે ચાલુ રાખ્યા હતા.
આ વર્ષે, આવા જ સત્પ્રયત્નોના એક મહત્ત્વના ભાગરૂપે મુંબઈ- ગોડીજી- શ્રી દેવસૂર તપાગચ્છ સંઘના આગેવાનો એકતિથિ પક્ષના જુદા જુદા આચાર્યો પાસે એકવાક્યતા કરવાની વિનંતી કરવા ગયા. સૌ તરફથી સલાહ મળી કે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પાસે જાઓ. એ કરશે એ સૌને મંજૂર રહેશે. એટલે એ આગેવાનો અમદાવાદ બિરાજતા શ્રી વિજયોદયસૂરિજી મહારાજ તથા શ્રીવિજયનંદનસૂરિજી પાસે આવ્યા; આવીને એમને વિનંતી કરી કે, “સાહેબ ! આપના ઉ૫૨ સૌ મીટ માંડીને બેઠા છે. ગમે તે માર્ગ કાઢો, પણ આખા તપાગચ્છમાં, અથવા છેવટે આપણા પક્ષમાં એકતા
Jain Education International
૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org