________________
ઝૂંપડામાં ઉતારો મળ્યો. ભીલના ગામમાં બીજું શું હોય?
પ્રભુદાસ પાસે ભાતાનો ડબ્બો ભરેલો હતો. એમાંથી અર્ધ ભાતું ત્યાંના લોકોને આપી દીધું, એટલે એ લોકો ખૂબ રાજી થયા. ને પછી તો આખી રાત વારાફરતી તીરકામઠાં લઈને ઝૂંપડાને નાકે એ લોકો બેસી રહ્યા.
આવા ભાતભાતના અનુભવ કરતા એ લોકો રાજગઢ પહોંચ્યા ને ત્યાં વિ. સં. ૧૯૭૦નું ચોમાસું રહ્યા.
આ ચોમાસામાં એકવાર એવું બન્યું કે, પ્રતાપવિજયજી, પ્રભાવવિજયજી ને જીતવિજયજી ત્રણે માંદા થયા. મેલેરિયાની અસર થઈ ગઈ. હવે વ્યાખ્યાન વાંચવાનો સવાલ આવ્યો. પ્રતાપવિજયજી કહેઃ નન્દનવિજય! તું વાંચીશ?”
એમણે હોંશથી હા કહી.
સંસ્કૃતનું જ્ઞાન તો થોડુંક હતું જ. વળી, પ્રતાપવિજયજી મહારાજ પણ સૂરિસમ્રાટના તેજસ્વી વિદ્વાન શિષ્ય હતા. તેમની પાસે અભ્યાસ પણ ચાલુ જ હતો, એટલે વાંચવામાં વાંધો આવે એમ નહોતો. એમણે “વર્ધમાનદેશના’ વાંચવી શરૂ કરી.
किमसाध्यं महात्मनाम् ? – મહાત્મા થવા સરજાયેલાને અસાધ્ય શું હોય?
-
-
(૧૦) સિંહની જેમ પાળજો
હવે એકવાર બોટાદની મુલાકાત લઈએ.
મહેસાણાથી નરોત્તમ ભાગ્યાના ખબર, બને તેટલી ઝડપે, બોટાદ પહોંચાડવામાં આવ્યા હતા. સમાચાર આવ્યા કે દોડાદોડ શરૂ થઈ. બધા સમજતા હતા કે “ભૂતનું ઘર પીપળે!' ભાગીને જાય તો અમદાવાદ જ. એટલે આ વખતે તો ખાસું એક ટોળું જ અમદાવાદ ઊપડ્યું. કોણ જાણે કેમ, પણ સૌને ધાસ્તી પડેલી કે “આ વખતે કાંઈક નવાજૂની છે.” અને એ જો ધાસ્તી સાચી ઠરે તો બધું બળ અજમાવવાના પાકા નિર્ણય સાથે જ બધા ત્યાં જતા હતા.
પણ, જમુનામાએ જનારાઓને ચોખ્ખું કહ્યું કે “મારા નરોત્તમે જો દીક્ષા લીધી હોય તો એને આંગળી અડાડશો મા ! અને જો દીક્ષા ન લીધી હોય તો પાછો લાવ્યા વિના રહેશો ના.”
ટોળું પહોંચ્યું અમદાવાદ; સીધા પાંજરાપોળના ઉપાશ્રયે જતાંવેત ધમાલ આદરી: અમારો નરોત્તમ લાવો.”
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibry.org