SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આ સમાચાર આપતાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. સમાચાર સાંભળતાં પણ દરેક સહૃદયી આત્માને દુઃખ થઈ આવે, તેવો તેમનો પ્રેમાળ અને સરળ સ્વભાવ હતો. તમારા જેવા પૂર્ણ શ્રદ્ધાળુ અને વીતરાગ ધર્મના પરમ ઉપાસકના ઘરે જન્મ લઈ, અનેક ઉત્તમ સંસ્કારો પામી, તેઓ પોતાના આત્માનું સાધી ગયા છે. બાકી , તમારા લખવા પ્રમાણે, તેમની સાથેનો આ ભવનો સંબંધ છૂટી જાય છે. જેટલું લેણું હોય તેટલું જ લેવાય છે. નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ- ધૃવં જન્મ મૃતી ૨ ” - જન્મ્યો છે, તેને સો વર્ષે પણ નિશ્ચિત જવાનું છે; કોઈને પાંચ વર્ષ વહેલું તો કોઈને પાંચ વર્ષ મોડું. અને જયાં સુધી આત્માને વિદેહ કૈવલ્ય થયું નથી, ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવાનો છે. અને જન્મ ને મરણ, જેનો પરિહાર આપણા તાબામાં નથી, તેમાં કોઈ પણ જાતનો શોક કરવો, તે વિવેકી અને સમજણવંત આત્માને ઉચિત નથી. “આવા પ્રસંગે, તમારા લખવા પ્રમાણે, મોહ અને મમતાથી હર્ષ અને શોકની લાગણીઓ અનુભવાય છે; બાકી હર્ષ અને શોક લાવવો મિથ્યા છે, એ પણ સાચું છે. : “તે સ્વર્ગસ્થ આત્માને ચિર શાન્તિ થાય તેટલું ઈચ્છવું, આપણું કર્તવ્ય છે, તે બરાબર છે. અમો પણ સદ્ગત આત્માને ચિર શાન્તિ થાઓ, એમ ઇચ્છીએ છીએ, બાકી, "अवश्यंभाविभावानां, प्रतीकारो भवेद्यदि । तदा दुःखैन लिप्येरन्, नलरामयुधिष्ठिराः ॥" “- અવશ્ય ભાવિ- થનાર બનાવ-નો પણ જો પ્રતિકાર થતો હોત તો નલ રાજા, રામચંદ્રજી તથા ધર્મરાજા યુધિષ્ઠિર જગતમાં દુઃખ પામત નહિ. “यदभावि न तद्भावि, भावि चेन्न तदन्यथा । રૂતિ વિસ્તાવિષMોડવું, વોથો પ્રતિવર્તવઃ ” “- જે બનવાનું નથી તે નથી જ બનવાનું, અને જે બનવાનું છે તે અન્યથા થવાનું નથીઃ આટલો જ બોધ જો આત્માને પરિણમે તો તે બોધ ચિંતારૂપી ઝેરનો નાશ કરનાર છે અને બ્રાન્તિને દૂર કરનાર છે. “જ્ઞાનિનોડજ્ઞનિનશપિ, સમે પ્રારબ્ધની ! ન વર્તશો જ્ઞાનિનો ધૂત, મૂઢ: વિતસ્થત્યશૈર્યતઃ ” “- જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સમજણવંત આત્મા હોય કે બિનસમજણવંત હોય, પણ બંનેને પ્રારબ્ધ કર્મ તો સરખું જ ઉદયમાં આવે છે; પણ સમજણના ઘરમાં રહેનાર આત્માને ધીરજ રહે છે, જેથી એને ક્લેશ થતો નથી. અને મૂઢ એટલે બિનસમજણવંત આત્માને આવા સમયે ધીરજ રહેતી નથી અને ક્લેશ થાય છે, જેથી તે નવો કર્મબંધ કરે છે. ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy