________________
(૧)
સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન
જૈનધર્મ તો મહાન અને વિશાળ છે; એ જેવો વિશાળ છે એવો કોઈનો ધર્મ નથી. એ સંકુચિત નથી. પણ એને કૂવાના દેડકા જેવો તો આપણે બનાવી દીધો છે. એને વિશાળ કેમ કરવો ? એને વિશાળતા કેમ આપવી? એ માટે આપણામાં સામર્થ્ય નથી, એ આપણી શક્તિ બહારનો વિષય છે; પણ કરીએ તો થઈ શકે.’’
- પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ જૈન શાસનની સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર આ શબ્દોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિ સર્જના૨ આપણે જ છીએ, એનો એમાં કડવો છતાં નેકદિલ એકરાર છે. અને આટલું છતાં હજી પણ બાજી હાથમાં છે, ‘જાગ્યા ત્યાંથી સવાર' ગણીને પરિવર્તનની પ્રક્રિયા આરંભીએ તો બગડેલી પરિસ્થિતિનો અંત અવશ્ય આવે, એવા દૃઢ આત્મવિશ્વાસનો સૂર પણ આ શબ્દો વ્યક્ત કરે છે.
આ શબ્દોમાં અંતરનું દર્દ ભર્યું છે. હાથે કરીને આપણું સામર્થ્ય આપણે ખોયું છે અને હજી પણ ખોઈ રહ્યા છીએ, એની અકથ્ય વેદના છે. એ સામર્થ્ય પાછું મેળવીને અંતરના આ દર્દને દૂર કરવાની ક્ષમતા આપણામાં છે, એવી પ્રેરક આશા પણ આ શબ્દોમાં ભરી છે. અને એની સાથે જ, એ છતી ક્ષમતાની આપણે ઘોર ઉપેક્ષા કરી રહ્યા છીએ, એની ઘેરી ચિન્તા પણ આ શબ્દો પ્રગટ કરે છે.
ભગવાન મહાવી૨ના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવનો ત્યારે પ્રારંભ થયો હતો. એના વિરોધનું તંત્ર પ્રબળ બન્યું હતું. નિર્વાણ મહોત્સવને છિન્નભિન્ન કરવાના પ્રયત્નો પૂરજોશમાં ચાલુ હતા. ગુજરાતના રાજનગ૨- અમદાવાદના સંઘે આ પ્રસંગે સુંદર ઉત્સવ યોજ્યો હતો. એ ઉત્સવ દરમિયાન યોજાયેલી એક સભામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે ઉપર નોંધેલા શબ્દો ઉચ્ચાર્યા હતા.
એ વખતે એમનું દિલ, આ ઉત્સવના વિરોધ દ્વારા જિનશાસનની થઈ રહેલી અવહેલનાને લીધે, ભારે વ્યથા અનુભવી રહ્યું હતું. વિરોધી પરિબળોની અવ્યવસ્થાજનક પ્રવૃત્તિ એમના અંતરને ઊંડો આઘાત આપતી હતી.
આ અને આવી અનેક અવહેલનાઓ અને અવ્યવસ્થાજનક પ્રવૃત્તિઓને સર્વથા ડામી દેવાની તીવ્ર ઝંખના, શાસનદાઝ અને સત્યપ્રિયતાએ એમની પાસે આ શબ્દો ઉચ્ચારાવ્યા હતા.
સાચી શાસન પ્રભાવનાનું મૂળ સમત્વની સાધનામાં છે.
જે સૌનું કલ્યાણ વાંછે અને કરે, એ સાચો શાસનપ્રભાવક.
મારાં-તારાંનો ભેદ જેને અસ્પૃશ્ય હોય, એ સાચો શાસનપ્રભાવક.
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelepery.org