________________
શકશે. ત્યારબાદ તિથિ સંબંધમાં પણ તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરાશે. અને તેમાં મધ્યસ્થ જે ફેંસલો આપશે તે અમારે બંનેને કબૂલ રાખવો પડશે. જો કે મધ્યસ્થ તરીકે શ્રીસંઘમાંથી બંને પક્ષોને સંમત વ્યક્તિઓ નીમાય તે અમે વ્યાજબી માનીએ છીએ. છતાં ઠરાવ પ્રમાણે મધ્યસ્થ તરીકે જેને તમે નીમો તેમાં અમારો વાંધો ઉપયોગી નહિ હોવાથી અમારે વાંધો લેવો નથી.
મધ્યસ્થ તરીકે નક્કી કરાયેલ વ્યક્તિ અમારા શાસ્ત્રાર્થના વિષયને બરાબર સમજી શકે તેમ છે કે નહિ, તેમજ પ્રામાણિક છે કે નહિ, તે માટે અમારે પણ તેને તપાસવી પડશે.
શાસ્ત્રાર્થ વખતે બંને પક્ષ તરફથી જેમને હાજર રહેવાની ઇચ્છા હશે, તેઓ ભાગ લઈ
શકશે.”
આ મુસદો સૂરિસમ્રાટને વંચાવી, તેમની સંમતિ લઈને આ પાંચ ગૃહસ્થોને પણ વંચાવ્યો અને તેમને સુપરત કર્યો.
તેઓ આ લઈને ગયા. પણ, એ મુસદો સામા પક્ષને નામંજૂર થયો. કારણ, પેલા મુસદામાં જે છટકબારીઓ રહેતી હતી, એમાંની એક પણ આમાં શોધી જડે એમ નહોતી.
આ પછી સં. ૧૯૯૯માં સૂરિસમ્રાટ બોટાદ હતા, ત્યારે શેઠ કસ્તૂરભાઈ તથા શા. ચમનલાલ લાલભાઈ આ અંગે એમની સલાહ લેવા ત્યાં આવ્યા. એમણે પૂછ્યું: “આ રીતે મુસદો ઘડી, તેમાં બંને આચાર્યોની સહીઓ લીધી છે, અને આ રીતે શાસ્ત્રાર્થ રાખેલ છે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે? અને શી સલાહ છે?”
આનો જવાબ આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું :
“પ્રથમ તો આવી પ્રવૃત્તિ બને છે જ કેમ? સંઘમાં હું હોઉં કે બીજો હોય, પણ કોઈ સંઘથી જુદી પ્રવૃત્તિ કરવા માંગે તો તે વ્યક્તિ પાસેથી સંઘના આગેવાનોએ ખુલાસો માંગવો જોઈએ, આપણે એમ નથી કરતા, એ જ આપણી નબળાઈ છે.”
“બીજું, તમે અમારી સંમતિ- સલાહ લેવા આવ્યા છો તો તે સહી કરનાર બંને આચાર્યોને પૂછીને આવ્યા છો કે એમને એમ જ ?”
શેઠ કહેઃ “હું મારા વિચારથી જ આવ્યો છું.”
શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તો પછી અમારી સલાહ કે સૂચનાનો ઉપયોગ શો? કાલે એ બંનેમાંથી કોઈ પણ એમ કહે કે અમારે તેમની સલાહ કે સૂચના ની જરૂર નથી, તો અમારા સલાહસૂચનનો અર્થ શો રહે? અને અમારી સલાહ કે સૂચનાની જરૂર હોય તો આ તમારો મુસદો રદ કરી, ફરી નવો મુસદો ઘડાવી તેમાં “ચાર આ પક્ષના આચાર્યો અને ચાર સામા પક્ષના આચાર્યોની આમાં સંમતિ લેવી.' એ રીતે લખવું જોઈએ. નીચે બંને આચાર્યોની સહીઓ લેવી જોઈએ, ને પછી બંને પક્ષના ચાર ચાર આચાર્યો પાસે જવું જોઈએ.
“અને, લેખિત શાસ્ત્રાર્થ કોઈ ઠેકાણે હોય જ નહિ. એવા શાસ્ત્રાર્થને શાસ્ત્રાર્થ પણ કહી ન
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org