SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુતઃ, ચરિત્રનાયકની નિર્લેપતાએ સંપાદન કરેલી ગુરુકૃપાની આ મહાન ઉપલબ્ધિ હતી. બરાબર બાર દિવસે બોટાદ પહોંચ્યા. ચોમાસું ત્યાં ગાળ્યું. દરમિયાન, એમણે ને સૂરિસમ્રાટે હેમચંદભાઈને ઘણી ઉત્તમ ધર્મારાધના કરાવી. એથી, હેમચંદભાઈના આત્માને અપાર પ્રસન્નતા થઈ. એ પ્રસન્નતા અને સમાધિભાવનું ભાતું લઈને પર્યુષણા પહેલાં તેઓ સ્વર્ગે સંચર્યા. સૂરિસમ્રાટે કહ્યું : “નન્દન ! આપણું બોટાદ આવ્યું સાર્થક થયું. આ આત્મા એનું કલ્યાણ સાધી ગયો.” હરગોવિંદદાસ એમના બીજા મોટાભાઈ હતા. એમણે વર્ષો સુધી આણંદજી કલ્યાણજીની પેઢીની અગત્યની સેવાઓ કરી. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના શબ્દોમાં કહીએ તો ‘હરગોવિંદદાસ જેવો ઉમદા માણસ પેઢીને ફરી મળવો મુશ્કેલ છે.’ એમણે રાણકપુર તીર્થની પેઢીમાં ઘણી સેવા આપી. એમની સજ્જનતાને લીધે એ “બાબુ સાહેબ” તરીકે બહુમાન અને ખ્યાતિ પામેલા. એ પોતાની પાછલી ઉંમરે નરમ રહેતા. અને જ્યારે છેલ્લે એમને લાગ્યું કે, “હવે હું વધારે સમય નહિ જીવું,’’ ત્યારે વિ.સં. ૨૦૧૭- ૨૦૧૮ના અરસામાં એમણે પોતાના બંને દીક્ષિત ભાઈઓને વિનંતી કરીને બોટાદ બોલાવ્યા. એમના સાંનિધ્યમાં ધર્મસાધના કરી, ને પિતાજીની જેમ એ પણ સમાધિ સાથે સ્વર્ગવાસ પામ્યા. એમને બે સંતાનો છે ; પુત્ર જયંતીલાલ ને પુત્રી હીરાબેન. -- (૧૯) અંજનશલાકા એ સમયમાં અંજનશલાકા નહોતી થતી. પચાસેક વર્ષથી થોડાક સમય અગાઉ પાલિતાણામાં ત્રણેક અંજનશલાકાઓ થયેલી, ત્યારે ત્યાં ગમે તે કારણે, રોગચાળાના ઉપદ્રવો થયેલા, એમ કહેવાતું. એ પછી લોકો અંજનશલાકાના નામથી ભડકતા; પ્રાયઃ તો થઈ જ નહોતી. Jain Education International અર્વાચીન યુગમાં એના પુરસ્કર્તા બનવાનું માન સૂરિસમ્રાટને ફાળે જાય છે. કદમ્બગિરિ તીર્થમાં મહાવીરસ્વામીનું દેરાસર તૈયાર થયું, ને એની પ્રતિષ્ઠા વખતે સં. ૧૯૮૯માં અંજનશલાકા ક૨વાનું એમણે જાહેર કર્યું. અંજનશલાકા ઘણાં વર્ષે થતી હોઈ હજારો લોકોએ એનો લાભ લેવા માંડ્યો. જો કે, અમુક વર્ગે તો પ્રચારવા માંડ્યું હતું કે, ‘મોટે ઉપાડે અંજનશલાકા કરવા નીકળ્યા છે, પણ બરાબરના હેરાન થવાના છે !’ પણ એમના નૈષ્ઠિક બ્રહ્મતેજને અને વિધિવિધાનની વિશુદ્ધિને લોકો બરાબર જાણતા હતા, એટલે કોઈને અશ્રદ્ધા ન જન્મી. ૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy