SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ હજી તો સિરિયસના સમાચાર પહોંચ્યા હતા. ત્યાં જ પુનઃ ધંધુકાથી લાઈટનિંગ કૉલ જોડાવીને આ સમાચાર પહોંચાડ્યા. સ્ટેશન માસ્તર રામપ્રસાદ શર્મા અને ધંધુકાના ભક્તિવંત ગૃહસ્થોએ ખડે પગે કામ કર્યું. સર્વત્ર કોલ-તારથી સમાચાર આપ્યા. અમદાવાદ, બોટાદ, ધંધુકા, બરવાળા, વળા વગેરેના સેંકડો ભાઈઓ રાત સુધીમાં તગડી આવી પહોંચ્યા. રાત્રે નિર્ણય લેવાયો કે ડોળી મારફતે તેઓશ્રીના નશ્વર દેહને તેઓની જન્મભૂમિ બોટાદ લઈ જવો. રાતોરાત શ્રી ફુલચંદભાઈ વગેરે ગૃહસ્થોએ અંતિમ ગૃહસ્થોચિત વિધિ કરીને, ડોળીમાં એમના દેહને વ્યવસ્થિત પધરાવ્યો. સવારે ૪-૩૦ વાગે ડોળીએ બોટાદ તરફ પ્રયાણ કર્યું. સાથે શ્રી રત્નાકરવિજયજી, હું, દાનવિજયજી તથા બાળમુનિ શ્રી પ્રેમપ્રભસાગરજી એમ ચાર મુનિઓ અને બીજા ત્રણેક બોટાદના ગૃહસ્થો હતા. ડોળીવાળા કાળુભાઈ તથા બાબુભાઈએ લગભગ સોળ માઇલ જેટલો પંથ કાપ્યો. વચ્ચે બીજા ડોળીવાળા આવી જતાં તેમણે બાકીના આઠેક માઇલ કાપ્યા. ડોળીને ક્યાંય જમીન પર મૂકી નહિ. બરાબર ચોવીસ માઇલનો પંથ કાપીને બપોરે ૧૨-૧૫ વાગે ડોળી બોટાદ પહોંચી ગઈ. બોટાદમાં માનવમેદની મા’તી નહોતી. ગામ ઉપરાંત બહારગામનું વીસથી પચીસ હજાર માણસ આવ્યું હતું. ડોળીને ઉપાશ્રયે લઈ જવામાં આવી.ત્યાં ઉપરના મજલે એમના દેહને દર્શનાર્થે ખુલ્લો રાખવામાં આવ્યો. બપોરે ત્રણ વાગે દેવવિમાન જેવી ભવ્ય જરિયાન પાલખીમાં એમના દેહને પધરાવીને અંતિમ મહાયાત્રા શરૂ થઈ; આખા ગામમાં ફરીને પ-૩૦ વાગે નેમિ-નંદનવિહારવાળી જગ્યામાં આવી પહોંચી. ત્યાં ભાવનગરથી આવેલા મીઠું બેડના કરુણ ને હૃદયદ્રાવક સરોદો વચ્ચે એમના નશ્વર દેહનો અંતિમ સંસ્કાર એમના ભત્રીજા જયંતીભાઈએ કર્યો ત્યારે હજારો આંખોમાં આંસુનાં પૂર વહી રહ્યાં હતાં. અને કલમ પણ હવે વધુ લખવાની ના પાડે છે! (૪૮) છેલ્લી વંદના કુદરતનો ક્રમ અકળ છે. એમના પિતાજી હેમચંદભાઈ અડ્યોતેરમે વર્ષે સ્વર્ગવાસી થયા હતા. મોટાભાઈ હરગોવિંદદાસ ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy