________________
એમની વિનંતી અનુસાર એવું નક્કી થયું કે “એકતિથિ પક્ષે સૂરિસમ્રાટ, આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે અને સામા પક્ષે તેના જન્મદાતા આચાર્ય, બધાએ ખંભાતમાં ભેગા મળીને આ પ્રશ્નનો નિવેડો લાવવો.” સામા પક્ષની પાકી કબૂલાત મેળવ્યા પછી, પોતાની અનિચ્છા છતાં, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરેના અનુરોધથી, એમની સાથે સૂરિસમ્રાટે નાદુરસ્ત તબિયતે પણ
મનગરથી વિહાર કર્યો, પણ આ વિહારનો માર્ગ અરધો કપાયો કે તરત સામો પક્ષ ફરી ગયો ! એણે ગલ્લાતલ્લાં કરવા માંડ્યાં; જૂઠાણાનો આશ્રય, જે એમના તરફથી અપેક્ષિત જ હતો, લીધો.
આ વખતે શ્રી વિજયનન્દનસૂરિજીએ એ પક્ષના આગેવાનોને ખૂબ ઠપકો આપ્યો; અને તે પછી સૂરિસમ્રાટે એ પ્રશ્નમાંથી રસ ઓછો કરી નાંખ્યો.
શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સમાધાનની વાટાઘાટો ચાલુ રાખી. એના પરિણામે સં. ૧૯૯૮માં એવો નિર્ણય થયો કે, “શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ આ પ્રશ્ન હાથમાં લે. તેઓ એક મધ્યસ્થ (લવાદ) નીમે, એ લવાદ શાસ્ત્રાર્થના માધ્યમે બંને પક્ષના મંતવ્યો જાણે. ને પછી એ જે નિર્ણય આપે, એ બધાને કબૂલ-મંજૂર.” આ અનુસાર એક મુસદો ઘડીને એમાં બંને પક્ષના એક એક આચાર્યે સહી કરી, અને એ કસ્તૂરભાઈ શેઠને સુપરત કર્યો.
એ મુસદા પર સૂરિસમ્રાટની સંમતિ અને સલાહ મેળવવા માટે શેઠે જાણીતા જજ શ્રી સુરચંદભાઈ પી. બદામી, શ્રી ભગુભાઈ સુતરિયા, શ્રી ચીમનલાલ લાલભાઈ, શ્રી જીવતલાલ પ્રતાપશી, અને શ્રી પોપટલાલ ધારશી આ પાંચ ગૃહસ્થોને સૂરિસમ્રાટ પાસે મોકલ્યા. એ વખતે સૂરિસમ્રાટ તળાજા હતા. એમણે મુસદાની વાત કરીને તેમાં સૂરિસમ્રાટની સંમતિ અને સલાહ માંગી.
સૂરિસમ્રાટનું મંતવ્ય એવું હતું કે, “શાસ્ત્રાર્થ ભલે થાય, પણ એ લેખિત ન થવો જોઈએ; એ તો જાહેર અને મૌખિક જ હોવો જોઈએ;” આ મંતવ્ય ધરાવવા પાછળ એમની ઊંડી દીર્ધદષ્ટિ કામ કરતી હતી.
આ બાબત લક્ષ્યમાં રાખીને સૂરિસમ્રાટ વતી શ્રી વિજયનન્દનસૂરિજીએ જ વાત ઉપાડી : “જાહેર અને મૌખિક રીતે વિજયરામચંદ્રસૂરિજીને શાસ્ત્રાર્થ કરવો હોય, તો એમાં અમારી સંમતિ
બદામી કહે: “સાહેબ ! આ મુસદામાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કરવાની જ વાત છે.”
આ સાંભળીને એમણે એ મુસદો વાંચવા માંગ્યો. બદામીએ એ કાઢી આપતાં એમણે મોટેથી વાંચ્યો. એમાં લખેલું :
“પાલિતાણા તા. ૧૯-૪-૪૨ વૈશાખ સુદ-૪ રવિવાર
શ્રી સકળ સંઘની તિથિચર્ચા સંબંધી મતભેદની શાન્તિને માટે નિર્ણય મેળવવાને સારું શેઠ કસ્તુરભાઈ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થોનાં નામો લાવે તેમાંથી અમારે બંનેએ (આચાર્ય શ્રીસાગરાનંદસૂરિ તથા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ) બે નામોની પસંદગી કરવી. એમાં જે એક નામ બંનેને સંમત આવે તેને સરપંચ નીમી, તે, બંને પક્ષોના મંતવ્યોને સાંભળીને, જે નિર્ણય આપે તે અમારે બંનેએ
૪૬
Rin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org