Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચારીજી પ્રણીત CIEK RC થી બ્રહ્મચા) પ્રજ્ઞાવબોધ ભાગ-૨ વેચને પ્રજ્ઞાવબોધ ભાગ-૨ વિવેચન Page #2 -------------------------------------------------------------------------- ________________ eeeeeeeeeeee ક eeeeeeeee COCO પ્રજ્ઞાવબોધ-લેખક-પૂ.શ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ CUO C O COCO વિવેચક પારસભાઈ જૈન GOGOGGEGOOOOOOOOOOOOOOO પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બાંઘણી eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિનું નિવેદન પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથનો સંક્ષિપ્ત અર્થ અત્રે આપીએ છીએ. આ ગ્રંથ પૂજ્યશ્રીની એક અજોડ, અદ્ભુત કૃતિ છે. આખો ગ્રંથ કાવ્યમાં હોવા છતાં તેઓશ્રીનું વિશાળ શાસ્ત્રજ્ઞાન, કાવ્યકળા તથા અનેકવિધ પ્રજ્ઞાના એમાં દર્શન થાય છે. તેમજ પરમકૃપાળુદેવ પ્રત્યેની અનન્ય પ્રેમભક્તિ દરેક પાઠની પ્રથમ ગાથામાં ઝળકી ઊઠે છે. મુમુક્ષુને પરિચિત એવા સુંદર ગેય રાગોમાં આ ગ્રંથની રચના કરી પૂજ્યશ્રીએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. શ્રી ‘મોક્ષમાળા’ના ચોથા ભાગરૂપે આ ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથની સંકલના પરમકૃપાળુદેવે સ્વયં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથના પત્રાંક ૯૪૬માં લખાવેલ છે. તેના આધારે પૂજ્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. તથા પરમકૃપાળુદેવના પત્રોને પણ વિષયને અનુરૂપ આ ગ્રંથમાં વણ્યા છે. તે પત્રોને તે તે ગાથાઓ નીચે આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે; જેથી તે તે ભાવોની વિશેષ દૃઢતા થાય. તથા ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર પરમકૃપાળુદેવે ઉપદેશમાં સ્વયં જણાવેલ છે કે “એનો ‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.” તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ રચી પરમકૃપાળુદેવની ભવિષ્યવાણી પુરવાર કરી છે. એવા ગ્રંથો કોઈ આત્મઅનુભવી પુરુષો જ લખી શકે, બીજાનું ગજું નથી. અગાસ આશ્રમના સભામંડપમાં ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથ ક્રમશઃ વંચાયો ત્યારે મુમુક્ષુઓએ એવી ભાવના દર્શાવેલી કે આ સંપૂર્ણ ગ્રંથ કાવ્યમાં હોવાથી આના અર્થ જો છપાય તો સમજવામાં વિશેષ સુગમતા રહે. તેથી મુમુક્ષુઓની ભાવનાને લક્ષમાં લઈ આ અર્થ છપાવવાનો નિર્ણય કર્યો છે. સાથે ૩૨ પ્રાસંગિક રંગીન ચિત્રો ઉમેરવામાં આવ્યા છે. આ અર્થ ગાથાને ટૂંકાણમાં ક્રમપૂર્વક કિંચિત્ સમજવા અર્થે અલ્પમતિ અનુસાર લખેલ છે. ‘સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે’ એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેમ આ ગાથાઓમાં પણ અનંત અર્થ સમાયેલો છે, જે જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. જ્ઞાનીપુરુષ આ ગાથાઓનો વિસ્તાર કરે તો હજારો પેજ થાય એવું એમાં ગૂઢ તત્ત્વ, દૈવત રહેલું છે, કેમકે ઘણા શાસ્ત્રોનું એમાં દોહન છે. સુજ્ઞ વાચકવર્ગને ક્યાંય ભાવભેદ જણાય તો ઘ્યાન દોરે. આ ગ્રંથમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે :– શ્રીમદ્ રાજચંદ્ર (વ.......) વ.=વચનામૃત. પૃ.=પૃષ્ઠ, ઉ=ઉપદેશામૃત, બો.૧, ૨, ૩= બોઘામૃત ભાગ-૧, ૨, ૩. આ ગ્રંથ મુમુક્ષુ સમુદાયને આત્મહિત સાધવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. —આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન (૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ૩૦૩ ૩૧૦ ૩૧૭ ૩૨૩ ૫૪ ૩૨ ૪૮ ૮૩ ८४ ૩૩૦ ง ง ง ง ง ૩૩૫ ૩૪ર ૩૫૭ ૩૭૩ ૬૧ ૧૧૮ ૯૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ની અનુક્રમણિકા પુષ્યાંક વિષય પૃષ્ઠ પુષ્યાંક વિષય ૫૧ | આજ્ઞા ૧ | ૮૦ | કર્મના નિયમો સમાધિમરણ ભાગ-૧ ૧૧ | ૮૧ મહપુરુષોની અનંત દયા ૫૩ નિર્જરાક્રમ વૈતાલીય અધ્યયન આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? | સંયોગનું અનિત્યપણું મુનિઘર્મ-યોગ્યતા મહાત્માઓની અનંત સમતા ૫૫ પ્રત્યક્ષ અને પરોક્ષ માથે ન જોઈએ : ભાગ-૧ ઉન્મત્તતા ૫૮ શ્રી શાંતિનાથ ભાગ-૧ (ચાર) ઉદયાદિ ભંગ : ૧ બંઘ (ચાર) ઉદયાદિ ભંગ : ૨ ૯૬ ઉદય, ૩ ઉદીરણા, ૪ સત્તા અંતર્મુહૂર્ત જિનમત-નિરાકરણ ૧૦૭ દર્શન-સ્તુતિ મહામોહનીય સ્થાનક વિભાવ તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ સ્થાનક રસાસ્વાદ માયા અહિંસા અને સ્વચ્છંદતા પરિષહ-જય ૧૪૮ અલ્પ શિથિલપણાથી વીરત્વ ૧૫૫ મહાદોષના જન્મ સદ્ગુરુ-સ્તુતિ ૧૬૪ પારમાર્થિક સત્ય પાંચ પરમ પદ વિષે આત્મભાવના વિશેષ વિચાર જિનભાવના ૬૯ અવિરતિ શ્રી ઋષભ જિનેશ્વર ભા-૧ ૭૦ અધ્યાત્મ ૧૯૨ મુનિસમાગમ(ચંદ્રરાજ) ભાગ-૧ | ૨૦૦ મુનિસમાગમ(ચંદ્રરાજ) ભાગ-૨ ૨૦૯ મુનિસમાગમ(રાજમુનિ) ભાગ-૩ ૨૨૨ ૨૩૮ છપદ-નિશ્ચય મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨૫૭ હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ સનાતન ઘર્મ ૨૬૫ સૂક્ષ્મ તત્ત્વ-પ્રતીતિ ૨૭૦ પૂર્ણમાલિકા મંગલ સમિતિ-ગુતિ ૨૮૦ પૂર્તિઓ ૩૯૦ ૩૯૭ ૪૦૪ ૪૧૦ ૪૧૬ ૪૨૩ ૧૨૭ ૧૪૦ છે ળ . . ૧ ૮ ૪૨૯ ૪૩૬ ૪૪૩ ४४८ ૪૬૬ ૪૮૪ ૫૦૨ પ૨૧ પ૩૯ પપ૭ પ૭૦ પ૭૮ ૫૯૩ ૬૦૦ મંત્ર ૨૪૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ (૫૧) આજ્ઞા પ્રજ્ઞાવબોઘ-વિવેચન' ભાગ-૧માં બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું' એ પાઠ પૂરો થયો. હવે ભાગ-૨ ના એકાવનમાં પાઠમાં “આજ્ઞા' વિષેનું માહાસ્ય દર્શાવે છે. બ્રહ્મચર્યવ્રત પણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ આત્માર્થના લક્ષે પાળવાથી મુક્તિનું કારણ થાય છે. અન્યથા દેવલોક આપી ફરી સંસારનું કારણ બને છે. માટે કહ્યું છે કે ‘માને ઘમ્મો માળા તવો’ આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. (૫૧) આજ્ઞા (શ્રી નમિજિનવર-સેવ ઘનાઘન ઊનમ્યો રે, ઘનાઘન ઊનમ્યો રે–એ રાગ) વંદું સગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે, . રહું આજ્ઞાવશ રોજ, બચું ભવ-ત્રાસથી રે; બચું ભવત્રાસથી રે; પ્રત્યક્ષ સદ્ગુરુ-યોગ અતિ દુર્લભ કહ્યો રે, અતિ દુર્લભ કહ્યો રે, જન્મ-મરણના ત્રાસ સહી થાકી ગયો રે, સહી થાકી ગયો રે. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં અતિ ઉલ્લાસભાવે કહેતા અત્યંત પ્રેમભાવે હું વંદન કરું છું. તેમની આજ્ઞાને આધીન પ્રતિદિન જો હું રહું તો આ સંસારના જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ભયંકર ત્રાસથી હું બચી જાઉં. પ્રત્યક્ષ સગુરુ ભગવંતનો યોગ આ કાળમાં અતિ દુર્લભ કહ્યો છે. તે ન મળવાથી “જન્મ જરાને મૃત્યુ; મુખ્ય દુઃખના હેતુ” જે પરમકૃપાળુદેવે કહ્યા છે, તે જન્મ મરણ અનાદિકાળથી કરતાં હવે હું થાકી ગયો છું. ૫.પૂ.પ્રભુશ્રીજીએ પણ કહ્યું કે પ્રભુ! થાક્યાનો મારગ છે. થાક્યો હોય તો આવ બેસ. નહીં તો ભટક ચોરાશી લાખ જીવયોનિમાં. આવા પરમકૃપાળુદેવ જેવા જ્ઞાનીપુરુષના જોગમાં પણ જીવ જ્ઞાનીપુરુષની આજ્ઞા ન આરાધે અર્થાતુ એમના કહ્યા પ્રમાણે ન વર્તે તો જ્ઞાની બીજું શું કહે ? પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંઘી બઘાં સાઘનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. સપુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.” (વ.પૃ.૬૦૭) /૧ માયિક સુખને કાજ ભમ્યો ભવમાં બહુ રે, ભમ્યો. આશાના અહો! વેશ, ઠગારા દીઠા સહુ રે; ઠગારા Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માન્યતા જનની માની, મચ્યો મૂઢતા ઘરી રે, મચ્યો રોષ-તોષની રીત અનાદિની આદરી રે. અનાદિ ૨ અર્થ - માયિક એટલે સાંસારિક સુખ મેળવવા માટે હું ચારગતિરૂપ સંસારમાં અનંતકાળથી બહુ ભટક્યો; છતાં તેની વાસના અંતરથી ગઈ નહીં. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬) આશા એટલે ઇચ્છા, તૃષ્ણા, લોભ. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આશા રાખવી તે ઠગારા પાટણ જેવી છે. પાંચેય ઇન્દ્રિયો કોઈને કોઈ ઇચ્છાવડે જીવોને ઠગે છે. “જ્ઞાન પરિણમતું નથી તેનું કારણ વિષય કષાયો છે અને લોભ તેમાં મુખ્ય છે. કોઈને ઘનનો લોભ તો કોઈને કીર્તિનો લોભ, કોઈને સ્વાદનો લોભ તો કોઈને સંગીતનો લોભ, કોઈને ભોગનો લોભ તો કોઈને આબરૂનો લોભ, કોઈને કુટુંબનો લોભ તો કોઈને શાતા(સુખ)નો લોભ, કોઈને પુણ્યનો લોભ તો કોઈને કુટેવ પોષવાનો લોભ; આમ ઇચ્છા માત્ર લોભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડકતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છેજી.” -ઓ.૩ (પૃ.૭૯૬) લોકોની માન્યતા પ્રમાણે સ્ત્રી, પુત્ર, ઘનાદિમાં સુખ છે એમ માની તેને મેળવવા માટે હું મૂઢ બનીને ખૂબ મથ્યો. તેમના પ્રત્યે રોષ એટલે દ્વેષ અને તોષ એટલે રાગની જે અનાદિની રીત હતી તેને જ આદરી જગતને રૂડું દેખાડવા માટે મથીને હું બહુ દુઃખી થયો, છતાં મારા આત્માનું કંઈ રૂડું થયું નહીં. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) IIરા જાણે હરાયું ઢોર, અંકુશ નહીં કરી રે, અંકુશ વિષય વિષે રહ્યો લીન, સ્વરૂપને વીસરી રે; સ્વરૂપ૦ નારી-મદારીનો માંકડો ઉન્મત્ત થઈ ફરે રે, ઉન્મત્ત પ્રસન્ન રાખવા કાજ કહ્યા વિના પણ કરે રે. કહ્યા. ૩ અર્થ :- હરાયું ઢોર અંકુશ વગર અહીં તહીં રખડીને માર ખાય. તેમ હું પણ જ્ઞાનીપુરુષની આજ્ઞાના અંકુશ વગર નરક નિગોદાદિમાં માર ખાઉં છું. છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મારા આત્મસ્વરૂપને ભૂલીને હજુ લીન રહ્યો છું. “કષાય જેવો કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઈ વિષ નથી. માટે જાણીજોઈને પોતે પોતાના શત્રુ ન બનવું.” ઓ.૩ (પૃ.૫૭૮) નારીરૂપી મદારીનો માંકડો એટલે વાંદરા જેવો હું મોહરૂપી દારૂ પીને ગાંડા જેવો થઈને ફર્યા કરું છું. સ્ત્રીને વિષયનું મુખ્ય સાધન માની તેને પ્રસન્ન રાખવા માટે તેના કહ્યા વિના પણ તેના કાર્ય પૂર્ણ કરું છું. તેની આજ્ઞામાં હજૂર રહું છું. શ્રી તુલસીદાસજીને પણ પ્રથમ પોતાની સ્ત્રી પ્રત્યે એવો રાગ હતો. તેથી એકવાર એમની પત્નીએ કહ્યું કે – “જૈસી પ્રીતિ હરામ કી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” ત્યારબાદ જીવનમાં પરિવર્તન લાવી શ્રી તુલસીદાસજી શ્રીરામના ભક્ત બન્યા અને ‘રામાયણ' ગ્રંથની રચના કરી. સા. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૫૧) આજ્ઞા ચોર તણો વિશ્વાસ કરી કોણ ઊગરે રે, કરી. તેમ જ વિષય-કષાય મુમુક્ષને છેતરે રે; મુમુક્ષ) જેણે જીત્યા તે ચોર અજેય તે જિન ખરા રે, અજેય આશ્રય તેનો જો હોય, લૂંટે નહીં વાઘરા રે. લૂંટે ૪ અર્થ :- જેમ ચોરનો વિશ્વાસ રાખી સુખ માને તે જીવનો કેમ ઉદ્ધાર થાય. તેમ વિષયકષાયરૂપી ચોર કે ઠગ મુમુક્ષુને પણ છેતરી જાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખબુદ્ધિ કરાવે છે. જેણે એ વિષયકષાયરૂપી ચોરને જીત્યા તે જ ખરેખરા જિન છે. રાગદ્વેષને જેણે જીત્યા તે જિન છે. આવા જ્ઞાની પુરુષનો આશ્રય એટલે શરણ જો હોય તો વિષયકષાયરૂપી વાઘરા તેને લૂંટી શકે નહીં. દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું શરણ લીધું તો ચીર પૂરાવા લાગ્યા. લંગડી બકરીએ જંગલના રાજા સિંહનું શરણ લીધું તો બચી ગઈ. તેમ પુરુષનો આશ્રય લે અને તેમની આજ્ઞા ઉપાસે તો વાસનાના મૂળીયા ઘીમે ઘીમે કપાતા જાય. શ્રી મોતીભાઈ ભાવસારે ઉત્તરસંડામાં પરમકૃપાળુદેવને કહ્યું કે આપના મળ્યાથી સંસારસુખની ઇચ્છા મટી ગઈ, માટે જાણીએ છીએ કે આપ જ્ઞાની છો. ૪. ગહન વને જેમ વ્યાધ્ર અંધારે જીંવ હરે રે, અંઘારે પણ હોય પાસે પ્રકાશ સંતાતા તે ફરે રે; સંતાતા પરમ પુરુષનો સંગ સકળ દુઃખ તે હરે રે, સકળ૦ સજ્જનની આજ્ઞા ય ઉપાસી જીવ તરે રે. ઉપાસી. ૫ અર્થ - જેમ સંસારરૂપી ગહનવનમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલ હોય ત્યાં કમરૂપી વાઘ જીવનો ઘાત કરે છે. પણ જો પાસે આત્મજ્ઞાનરૂપી પ્રકાશ હોય તો તે કમરૂપી વાઘ સંતાતા ફરે છે. તેમ સંસારરૂપી ગહનવનમાં આત્મજ્ઞાની પરમપુરુષનો સાથે સંગાથ હોય તો સર્વ પ્રકારના દુઃખનો નાશ થાય છે. કેમકે સજ્જન એવા જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધીને જીવ સંસારરૂપી ભયંકર જંગલને પણ પાર કરી લે છે. સાચા પુરુષ મળે, ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ.” (વ.પૃ.૭૧૧) “ગુરુનો છંવાળુવત્ત’ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીયા, સીઝે છે અને સીઝશે.” (પૃ.૫૩૧) “આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે – (સુઘર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આથીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.” (વ. પૃ.૫૩૨) //પા. સંસાર ચહે નહીં જીવ જો આતમભાવથી રે, જો આ તો વ્રત-તપને ગૌણ ગણી સ્વભાવથી રે, ગણી આદરશે સત્સંગ સ્વરૂપ વિચારવા રે, સ્વરૂપ ઉપાસશે સત્સંગ, સ્વચ્છેદ વિસારવા રે. સ્વચ્છેદ ૬ અર્થ :- જે જીવ તન્મયતાપૂર્વક સંસારને ઉપાસવા ઇચ્છતો નથી તે વ્રત તપને ગૌણ ગણી સાચા આત્મભાવથી સ્વરૂપ વિચારવા સત્સંગની ઉપાસના કરશે અને સ્વચ્છંદને રોકવા માટેનો પુરુષાર્થ આદરશે. કા Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આજ્ઞારૂપી અંકુશ શિરે તે ઘારશે રે, શિરે આજ્ઞા ઉપાસતો એમ, સ્વરૂપ ઉપાસશે રે; સ્વરૂપ સ્વરૂપ ઉપાસ્ય સુખ અનંત તે પામશે રે, અનંત, સંસારના સૌ ક્લેશ ભવિક તે વામશે રે. ભવિક ૭ અર્થ :- સ્વચ્છંદને રોકવા માટે તે જ્ઞાની પુરુષની આજ્ઞાને શિર ઉપર ઘારણ કરશે. આજ્ઞાને ઉપાસવાથી પોતાના આત્મસ્વરૂપની ઉપાસના થશે. સ્વરૂપ ઉપાસવાથી આત્માના અનંત સુખને પામશે અને અનંતસુખને પામવાથી સંસારના સર્વ પ્રકારના ક્લેશથી તે ભવ્યાત્મા રહિત થશે. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (વ.પૃ.૩૯૩) શા તેથી તજી સૌ કાજ જ્ઞાની જન શોથજો રે, જ્ઞાની જ્ઞાની મથે વિશ્વાસ અચળ ઉર ઘારજો રે; અચળ૦ પ્રાણ થકી પણ પ્રિય ગણી સત્સંગને રે, ગણી. યથાશક્તિ પુરુષાર્થ કરી રાખો રંગને રે. કરી. ૮ અર્થ – તેથી બીજા સર્વ કાર્યોને મૂકી દઈ પ્રથમ જ્ઞાની પુરુષની શોઘ કરજો. જ્ઞાની પુરુષ મળી આવે કે તેના ઉપર અચળ દ્રઢ શ્રદ્ધાને ઘારણ કરજો. પ્રાણથી પણ પ્રિય સત્સંગને ગણી, યથાશક્તિ આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરી આત્માને સાચો રંગ ચઢાવજો. સત્સંગમાં ભાલાના વરસાદ વરસે તો પણ છોડશો નહીં. અને કુસંગમાં મોતીઓની લહાણી મળે તો પણ જશો નહીં. ll સર્વજ્ઞ ને વીતરાગ કહે તે જ માનવું રે, કહે સમજાય તેથી વિશેષ રહસ્ય છે, ઘારવું રે; રહસ્ય આજ ન છો સમજાય, અતિ હિતકારી છે રે, અતિ બાળ ઘરી વિશ્વાસ જમે જે મા પીરસે રે. જમે. ૯ અર્થ :- સર્વજ્ઞ પુરુષો કે વીતરાગ પુરુષો કેવળજ્ઞાનથી જાણીને જે કંઈ કહે તે જ માનવું યોગ્ય છે. આપણને તેનો જે અર્થ સમજાય તેથી ઘણું વિશેષ રહસ્ય તેમાં સમાયેલું છે એમ માનવું. આજ ભલે મને ન સમજાય પણ મારા આત્માને તે અત્યંત હિતકારી છે. જેમ બાળક માતા ઉપર વિશ્વાસ રાખી મા જે પીરસે તે જમી લે છે; તેમ જ્ઞાની પુરુષો જે કહે તે માન્ય કરી લેવા જેવું છે. “પોતે જ્ઞાનીના વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તો પણ તે એમ જ છે, એમ દ્રઢ કરી ન દેવું. કારણ, જેમ જેમ દશા વઘતી જાય તેમ તેમ અર્થ અલૌકિક ભાસે. માટે જ્ઞાનીએ જાણ્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં.” ઓ.૧ (પૃ.૩૨) લા. બુદ્ધિગ્રાહ્ય જે ભાવ ગ્રહો બુદ્ધિ વાપરી રે, ગ્રહો બુદ્ધિથી પર જે વાત ગ્રહો શ્રદ્ધા કરી રે; ગ્રહો સ્વાનુભવથી સિદ્ધ થશે દશા આવતાં રે, થશે. ત્યાં સુઘી આજ્ઞાઘાર વિરોઘ શમાવતાં રે. વિરોઘ૦ ૧૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ (૫૧) આજ્ઞા ૫ અર્થ :— બુદ્ધિથી ગ્રહણ થઈ શકે એવા ભગવાનની વાણીના ભાવોને બુદ્ધિ વાપરીને ગ્રહણ કરો. પણ જે વાત બુદ્ધિથી પર છે, તે વાતને શ્રદ્ધાથી માન્ય રાખો. જ્યારે તમારા આત્માની દશા વધશે ત્યારે તમને જ પોતાના અનુભવથી તે વાત સિદ્ધ થશે. તે દશા ન આવે ત્યાં સુધી જ્ઞાનીપુરુષની આજ્ઞાના આધારે વર્તવું. મનમાં કોઈ વાતનો વિરોઘ ભાસે તો તે આગળ ઉપર દશા વધતાં સમજાશે એમ માનીને આગળ ચાલવું. જેમ રસ્તામાં ફાળીયું ભરાયુ હોય તે નીકળે તો કાઢી લેવું; નહીં તો ત્યાં જ પડતું મૂકીને આગળ ચાલવું. ।।૧૦।। ઘણી સર્વજ્ઞની વાત બુદ્ધિમાં બેસતી રે, બુદ્ધિ ગજા ઉપ૨ની વાત મતિમાં ન પેસતી રે; મતિ તોપણ સાચી વાત ઘણી જે નર કહે રે, ઘણી તેની નવી કોઈ વાત વિશ્વાસથી સૌ લહે હૈ. વિશ્વા ૧૧ અર્થ :— મનુષ્ય કે તિર્યંચના દુઃખની વાત જે સર્વજ્ઞ કરે તે ઘણી નજરે દેખાય છે, તેથી બુદ્ધિમાં બેસે છે. પણ દેવલોક, નરક કે નિગોદની વાત મારા ગજા ઉ૫૨ની હોવાથી મારી બુદ્ધિમાં પેસતી નથી. તો પણ ઘણી વાત સાચી જે સત્પુરુષ કહે તેની કોઈ નવી વાત સાંભળવામાં આવે તો તેને ઘણા વિશ્વાસપૂર્વક માન્ય કરવી જોઈએ. “વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારનાં લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાઘારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષય છે, એમ મારી સમજણ છે.’’ (વ.પૃ.૨૨૭૬ ||૧૧|| હેનાર નર નિર્દોષ ચહે હિત આપણું રે, ચહે નિષ્કામ કરુણારૂપ અહોભાગ્ય એ ગણું રે; અહીં તેની કહેલી વાત સ્વીકારતાં શ્રેય છે રે, સ્વીકા એક જ શબ્દ ઉપાર માહાત્મ્ય અમેય છે રે!માહા- ૧૨ = અર્થ :— આપણને વાત કહેનાર નર નિર્દોષ છે. કષાય અને અજ્ઞાનથી રહિત છે, તે આપણું હિત ઇચ્છે છે. તે નિષ્કારણ કરુણાશીલ છે. માટે આવા પરમકૃપાળુદેવ જેવા પુરુષનો યોગ થયો તે આપણા અહોભાગ્ય ગણવા યોગ્ય છે. ‘તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.’” (વ.પૃ.૩૪૫) આવા પુરુષની કહેલી વાતને સ્વીકારતાં આત્માનું શ્રેય એટલે કલ્યાણ જ છે. જેના એક શબ્દને માન્ય કરી તે પ્રમાણે વર્તવાથી જીવનો ઉદ્ઘાર થઈ જાય એવું જેનું અમેય એટલે અમાપ માહાત્મ્ય છે. મારુષ, માનુષ આવા શબ્દ માત્રથી શિવભૂતિ મુનિને કેવળજ્ઞાન થઈ ગયું, કે ઉપશમ, વિવેક, સંવર નામના શબ્દો માત્રથી ચિલાતી પુત્રનું કલ્યાણ થઈ ગયું. કેમ કે એ સત્ની ચિનગારી છે, અથવા Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રગટ આત્મસ્વરૂપને સ્પર્શીને નીકળેલી વાણી છે. “જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં.” (વ.પૃ. ૬૯૬) /૧૨ાા આત્મસ્વરૂપને પ્રાપ્ત પુરુષ આજ્ઞા કરે રે, પુરુષ પ્રેરે તે ફક્ત આત્માર્થ ભક્તના ભવ હરે રે; ભક્ત ભવમાં જવાને આડ આજ્ઞા જ્ઞાની તણી રે, આજ્ઞા રાગ-દ્વેષથી દૂર રાખે ભવહારિણી રે. રાખે. ૧૩ અર્થ :- જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે એવા પુરુષ જે આજ્ઞા કરે તે સામા જીવને માત્ર આત્માર્થમાં જ પ્રેરે છે. તે ભક્તના ભવ એટલે ચાર ગતિરૂપ સંસારને હરે છે. એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે સંસારમાં જવા માટે આડા પ્રતિબંધ જેવી છે. તે આજ્ઞા જીવને રાગદ્વેષના ભાવોથી દૂર રાખી સંસારના દુઃખોને હણી નાખનાર છે. જે જે સાઘન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાઘન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે.” (વ.પૃ.૪૧૧) I/૧૩ણા. શ્વાસોચ્છવાસ સિવાય ક્રિયા કોઈ ના કરો રે, ક્રિયા સદ્ગુરુ-આજ્ઞા સિવાય; તો સ્વચ્છેદ સૌ હરો રે. તો વૃત્તિ જતી જે વ્હાર ક્ષય કરવા કહી રે, ક્ષય, બારે ઉપાંગનો સાર આજ્ઞા અનુપમ લહી રે. આજ્ઞા. ૧૪ અર્થ :- એક શ્વાસોચ્છવાસ સિવાય સદ્ગુરુ આજ્ઞા વગરની કોઈપણ ક્રિયા જો ના કરો તો સ્વચ્છંદ નામનો જે મહાદોષ છે તેનો સર્વથા નાશ થઈ શકે. “સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજાં ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (વ.પૃ.૬૮૮) જીવની મલિન વૃત્તિઓ જે હમેશાં બહાર ફરે છે તેને ક્ષય કરવા કહ્યું. બારે ઉપાંગના સારમાં પણ વૃત્તિઓને ક્ષય કરવી એ જ જ્ઞાની પુરુષની અનુપમ આજ્ઞા છે. “જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તો બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે બાર ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તે તો મારું કલ્યાણ થાય.” સગુરુએ ઉત્તર આપ્યો, બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે, “વૃત્તિઓને ક્ષય કરવી.” આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.” (વ.પૃ.૬૮૮) I/૧૪ દ્રઢ નિશ્ચય જો થાય તે આજ્ઞા ઉઠાવવા રે, તે વિભાવથી મુંકાઈ સ્વભાવમાં આવવા રે; સ્વભાવ તો તેની ભક્તિ યથાર્થ, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તે તીર્થ કર્યાં તેણે સર્વ પુરુષાર્થ જ તે ગણ્યો રે. પુરુ. ૧૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૫૧) આજ્ઞા અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો જો દ્રઢ નિશ્ચય થાય અર્થાત્ વિભાવથી મુકાઈને સ્વભાવમાં આવવાનો જો પુરુષાર્થ થાય તો તેની ભક્તિ યથાર્થ છે. તે બધા શાસ્ત્ર ભણી ગયો. તેણે સર્વ તીર્થની યાત્રા કરી લીધી. કેમકે બધું કરીને પોતાના આત્મસ્વભાવમાં આવવું છે. તેના માટેનો આ બઘો પુરુષાર્થ છે. સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાઘે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.” (વ.પૃ.૫૫૮) “વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રથાન આજ્ઞા છે.” “જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડ્યો, જેમાંથી મોટા શાસ્ત્રો રચાયાં.” (વ.પૃ.૬૮૮) સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે.” -ઉપદેશામૃત (પૃ.૧૧૯) /૧૫ના કલ્પિત સાઘન સર્વ ટળે એક જ્ઞાનથી રે, ટળે. સમ્યક જ્ઞાન તો થાય અપૂર્વ વિચારથી રે; અપૂર્વ અપૂર્વ જ્ઞાનીની વાણી વિચારો તે પ્રેરશે રે. વિચારો સદ્ગુરુની આજ્ઞા જ આરાધ્યાથી સૌ થશે રે, આરા. ૧૬ અર્થ - પોતાની મતિ કલ્પનાએ પૂર્વે જે આજ્ઞા વગર ઘર્મને નામે સાઘનો કર્યા, તે અપૂર્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનથી સવળા થઈ શકે એમ છે. તે આત્મજ્ઞાન અપૂર્વ વિચારથી થશે. તે અપૂર્વ વિચાર અપૂર્વ જ્ઞાનીની વાણી દ્વારા ઉત્પન્ન થશે, અર્થાત્ અપૂર્વ પુરુષના આરાઘન વિના જીવને અપૂર્વ વિચાર આવવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે એ સિદ્ધ થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન કરવું એ જ સર્વ સિદ્ધિનું કારણ છે. “જીવના પૂર્વકાળનાં બઘાં માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૨) I/૧૬ો. સદ્ગુરુ સાચા વૈદ્ય અપૂર્વ અનુભવી રે, અપૂર્વ દોષ-રોગોનું મૂળ જવા, દે દવા નવી રે; જવા ક્રોઘાદિનો ઉપાય બતાવે તે આદરે રે, બતાવે તો થાય તે નિર્મૂળ ક્ષમાદિ સદા ઘરે રે. ક્ષમાદિ. ૧૭ અર્થ:- સદ્ગુરુ ભગવંત આત્મભ્રાંતિરૂપ રોગ ટાળવા માટે અપૂર્વ એવા સાચા અનુભવી વૈદ્ય છે. તે રોગોનું મૂળ દેહાધ્યાસ, વિષય-કષાયાદિ દોષો છે. તે જવા માટે વિચારરૂપ ધ્યાનની નવી દવા આપે છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “સદગુરુ વૈદ્ય પોતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાન”ની બતાવી છે. “કર વિચાર તો પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સગુરુએ કરેલા બોઘને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તો આત્મભ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યકદર્શનરૂપ નેત્ર ઊઘડે, તો સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય.” -.-૩ (પૃ.૨૮૪) ક્રોધાદિ કષાયોને દૂર કરવા માટે જે ઉપાય જ્ઞાનીપુરુષ બતાવે તે જીવ જો આદરે તો તે કષાયો નિર્મળ થઈ ક્ષમાદિ ગુણો સદાને માટે પ્રગટે છે. “અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોઘાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે.” (વ.પૃ.૪૯૯) સત્પરુષોના લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોથ હોય, તેઓ ક્રોઘનો જે ઉપાય કહે તેથી ક્રોઘ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુઘી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવાં લાગે.” (વ.પૃ.૭૧૯) તેમ .પૂ.પ્રભુશ્રીજી પણ મનથી બ્રહ્મચર્યના પાલન માટે, પોતાના દિક્ષિતગુરુ શ્રી હરખચંદજી મહારાજના કહ્યા પ્રમાણે એકાંતરા ઉપવાસ કરતા હતા. છતાં મનથી પાલન થયું નહીં. જે અનુભવી એવા પરમકૃપાળુદેવે નીરસ ભોજન કરવાનું કહેવાથી ખાતા છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું. તેમ અનુભવી સદ્ગુરુ જે ઉપાય બતાવે તેથી દોષ અવશ્ય જાય. ||૧૭ળા. સાઘન સર્વ સમાય સુગુરુ-આજ્ઞા વિષે રે, સુગુરુ૦ અજ્ઞાન એથી જ જાય તે નેત્રથી સૌ દસે રે, તે જ્ઞાની કહે જે ઝેર, તે ઝેર જાણી મૂકે રે, તે તરવાનો કામ જ તેહ, આજ્ઞા નહીં તે કે રે. આજ્ઞા. ૧૮ અર્થ :- સદ્ગુરુની આજ્ઞામાં સર્વ આત્માર્થ સાઘન સમાય છે. “સદગુરુની આજ્ઞામાં બઘાં સાઘનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે.” (વ.પૃ.૭૧૯) “જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાઘો. જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિધ કલ્યાણ છે.” (વ.પૃ.૬૬૯) “ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૭) અનાદિકાળનું અજ્ઞાન પણ જ્ઞાનીનાં વચનોથી જાય છે. પછી સમ્યક્રનેત્ર પ્રાપ્ત થવાથી સર્વ પદાર્થનું સ્વરૂપ યથાર્થ જણાય છે. નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાઘવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. જ્ઞાની પુરુષો આત્માર્થ માટે જે પદાર્થને ઝેર જેવા કહે તેને તેમ જાણી મૂકે અને જ્ઞાનીની આજ્ઞાને કદી ચૂકે નહીં તે જ જીવો તરવાના કામી છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાઘે તેને તરવાના કામી કહેવાય.” (વ.પૃ.૭૨૦) /૧૮ી. ઋષભદેવના પુત્ર અઠ્ઠાણું વન ગયા રે, અઠ્ઠાણું કરવાને ફરિયાદ, ભરત સામા થયા રે; ભરત Page #13 -------------------------------------------------------------------------- ________________ (૫૧) આજ્ઞા આજ્ઞા મનાવે કેમ? પિતાએ સૌ દીધું રે, પિતાએ પિતા કહે તેમ થાય; પિતાએ શું કીધું રે? પિતાએ. ૧૯ અર્થ :- ઋષભદેવ પ્રભુના અઠ્ઠાણું પુત્રો વનમાં પ્રભુ પાસે ફરિયાદ કરવા ગયા કે ભરત અમારી સામે થયા છે. તે અમને પોતાની આજ્ઞા માનવા કેમ કહે છે? પિતાએ સૌ વહેંચીને આપ્યું છે, તો હવે પિતા કહેશે તેમ થશે. એમ ઘારીને પિતા પાસે ગયા ત્યારે પિતાએ શું કહ્યું? “ષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રો “અમને રાજ આપો” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીઘા! જુઓ મોટા પુરુષની કરુણા! (વ.પૃ.૭૦૨) I/૧૯I “હે જીવો! પામો બોઘ, આ બોઘનો યોગ છે રે, આ દુર્લભ માનવ જન્મ, ભવે ભય, શોક છે રે; ભવે અજ્ઞાનથી ન પમાય વિવેક, વિચારજો રે, વિવેક એકાન્ત દુઃખથી લોક બઘો બળે, ઘારજો રે. બઘો. ૨૦ અર્થ :- ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને બોધ આપ્યો કે હે જીવો! તમે બોઘ પામો, અર્થાત મૂળભૂત તત્ત્વને સમજો. આ બોઘનો સમય છે. દુર્લભ એવો માનવ જન્મ મળ્યો છે. બાકી તો ચારેય ગતિઓ ભય અને શોકથી જ ભરેલી છે. અનાદિ અજ્ઞાનના કારણે જડ ચેતનનો વિવેક પ્રગટતો નથી. માટે આ વાતને ખૂબ વિચારજો. આખો લોક રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળી રહ્યો છે એ વાતને પણ વિચારી દ્રઢપણે મનમાં ઘારણ કરજો. “હે જીવો! તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ” પોતપોતાનાં કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (વ.પૃ.૩૯૩) I/૨૦ll પોતે પોતાનાં કર્મ કરેલાં ભોગવે રે, કરેલાં ભૂલી સ્વભાવનું સુખ, વિભાવ અનુભવે રે; વિભવ, કોઈ કહે : “હું દેવ', કોઈ કહે “નારકી’ રે, કોઈ કોઈ બન્યા છે ઢોર, કોઈ નર પાતકી રે. કોઈ૨૧ અર્થ :- જીવો પોતાના કરેલા કર્મોને ભોગવે છે. પોતાના આત્મ સ્વભાવનું અનંતસુખ ભૂલી જઈ રાગદ્વેષવાળા વિભાવમાં ક્ષણિક સુખની કલ્પના કરીને સરવાળે દુ:ખ જ અનુભવે છે. કોઈ કહે હું દેવ છું, કોઈ કહે હું નારકી છું, કોઈ કર્મ વિપાકે ઢોર બન્યા છે. તો કોઈ વળી મનુષ્ય બનીને પણ પાતકી એટલે પાપમાં જ રાચી રહી દિવસો પસાર કરી રહ્યાં છે. પોતાના સ્વરૂપને ન જાણવાથી અજ્ઞાનવશ જીવ જે દેહ ઘારણ કરે તેમાં પોતાપણું માની રાગદ્વેષ કરી ચારગતિમાં જ રઝળ્યા કરે છે. મારા જેને મળ્યો સુંયોગ વિપર્યાસ ટાળતા રે, વિપર્યાસ ગ્રહી મુનિનો માર્ગ તે કર્મો બાળતા રે; તે કર્મો ચૂકો હવે તમે કેમ? સ્વરૂપને ઓળખો રે, સ્વરૂપને માયિક સુખની આશ તજે ના તે મૂરખો રે.” તજે. ૨૨ અર્થ :- જેને જ્ઞાની પુરુષનો સુયોગ મળ્યો છે તે વિપર્યાસ કહેતા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ વિપરીત Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ બુદ્ધિને ટાળે છે. અને સમ્યગુદર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાઘવા જ્ઞાની ગુરુના આશ્રયે મુનિપણાનો માર્ગ સ્વીકારી જ્ઞાનાવરણિયાદિ કર્મોને શીધ્ર બાળે છે. શ્રી ઋષભદેવ ભગવાન પોતાના અઠ્ઠાણું પુત્રોને કહે છે કે હે આયુષ્યમનો! આવા મુનિપણાના અવસરને તમે કેમ ચૂકો છો? હવે તો પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ કરો. કલ્પિત એવા માયામોહવાળા માયિક એટલે સાંસારિક મૃગતૃષ્ણા જેવા સુખની આશાને હવે જો ના તજે તો તે ખરેખરો મૂર્ખ છે. ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલોજી” તેના જેવું છે. સંસારનું ઇન્દ્રિય સુખ તે ખરજવાની મીઠી ખાજ ખણી, છોલીને દુઃખ ભોગવે તેવું છે. અથવા કૂતરું હાડકું ચાવી પોતાના જ મોઢામાંથી નીકળેલ લોહી ચૂસી આનંદ માને તેના જેવું આ ઇન્દ્રિય સુખ છે. /રરા સુણી શિખામણ સર્વ અઠ્ઠાણું ત્યાં રહ્યા રે, અઠ્ઠાણું આજ્ઞા પ્રભુની માન્ય કરી મુનિ તે થયા રે; કરી. પ્રગટ્યો સર્વને ઘર્મ એ આજ્ઞા ઉઠાવતાં રે, એક પામ્યા સર્વે મોક્ષ તે કર્મ ખપાવતાં રે. તે કર્મ. ૨૩ અર્થ :- શ્રી ઋષભદેવ ભગવાનની શિખામણ સાંભળીને અઠ્ઠાણુંય પુત્રો ત્યાં જ રહ્યા. પ્રભુની આજ્ઞા માન્ય કરીને બધા મુનિ થઈ ગયા. “સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યાં છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” (વ.પૃ.૨૬૦) સર્વ પુત્રોને ભગવાનની આજ્ઞા ઉઠાવતાં આત્મઘર્મ પ્રગટ્યો અને સર્વે કર્મો ખપાવીને મોક્ષપદને પણ પામી ગયા. /૨૩. આજ્ઞા વિના ભવ-હેતુ બને વ્રતાદિ મહા રે, બને. ઉપકરણોનો સમૂહ મેરુ સમ જો અહા! રે; મેરુ સૌ ભૂત-ભવ-પુરુષાર્થ થયો નિષ્ફળ ખરે! રે, થયો. તો ય ન ચેતે કેમ? હજી ચેતન અરે! રે. હજી ૨૪ અર્થ :- સત્પરુષની આજ્ઞા આરાધ્યા વિના અજ્ઞાનીના વ્રત, તપ, જપ, સંયમાદિ સર્વ સંસારના કારણ બને છે. મેરુ પર્વત સમાન ઓઘા મુપતિના ઉપકરણો અનેક ભવોના મળી ઘારણ કર્યા છતાં હજુ સંસારના દુઃખોથી જીવ છૂટી શક્યો નથી. “અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સ” મળ્યા નથી, “સત્ય” સુપ્યું નથી, અને ‘સત્” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) સર્વ ભૂતકાળના ભાવોમાં કરેલા પુરુષાર્થ નિષ્ફળ ગયા છે. તોય હજી આ ચેતન આવો અવસર મળ્યા છતાં કેમ ચેતતો નથી? એ જ આશ્ચર્ય છે. “જ્યાં સુથી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુઘી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.” (વ.પૃ.૨૬૨) Page #15 -------------------------------------------------------------------------- ________________ (પર) સમાધિ-મરણ ભાગ-૧ “અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (વ.પૂ.૨૬૩) “સાચા પુરુષની આજ્ઞા આરાધે તે ૫રમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.’” (વ.પૃ.૭૨૪) ।।૨૪।। જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રમાણે જે જીવ વર્તે તેને અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય. સમાધિમરણ એ મોક્ષનું કારણ છે. એકવાર જો સમાધિમરણ થાય તો મોક્ષે જતા સુધી જેટલા મરણ કરવા પડે તે બધા સમાધિમરણ જ થાય એવો નિયમ છે. એ મોટો લાભ છે. સર્વ પ્રકારની આરાધનાનું ફળ અંતે સમાધિમરણ આવવું જોઈએ. એવા સમાધિમરણની પ્રાપ્તિ અર્થે વિસ્તારથી આગળના બે પાડોમાં જણાવવામાં આવે છે, (૫૨) સમાધિમરણ ભાગ-૧ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે—એ રાગ) * શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ વંદું સહજ સમાધિ ચઢી, સદ્દગુરુ-ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હ્રદય રહી. દેઢ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા?૧ ૧ ૧ અર્થ :— શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિને પામવાની ઇચ્છા રાખી પ્રજ્ઞામ કરું છું. તે સદ્ગુરુના ચરણકમળમાં મારું ચિત્ત વાસ કરીને રો, એ જ ભાવના મારા હૃદયમાં સદા જાગૃત રહી છે. કેમકે દે હોવા છતાં પરમકૃપાળુદેવની દેહાતીત એટલે દેહથી જુદી એવી અપૂર્વ આત્મદશા નિત્ય વર્તે છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.'' (વ..૨૯૦) એવા સદ્દગુરુ ભગવંત પરમકૃપાળુદેવને નિરંતર ભજતાં કોઈપણ પ્રકારના દોષ કેમ રહી શકે ? ।।૧।। સદ્ગુરુ-બોધે, અંતર્શોથે શુદ્ધ સ્વરૂપ જે ઓળખશે, તેમાં તલ્લીન એવાને તે સત્પુરુષાર્થ કર્યા કરશે. સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે; સમાધિ સહિત મરણ, ફળ વ્રતનું, નિશ્ચય એ ઉરમાંહિ ઘરે. ૨ અર્થ :– એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘે અંતર્આત્મામાં શોધ કરીને જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખશે, તે સદા તેમાં જ તલ્લીન રહેવાનો પુરુષાર્થ કર્યા કરશે. કેમકે આત્મામાં નિરાકુળ સુખનો સ્વાદ ચાખ્યા પછી બહારના ઇન્દ્રિય સુખો તેને તુચ્છ ભાસી. તે આત્મસ્વરૂપમાં સ્થિરતા આત્મવીર્ય વિના કે ચારિત્રમોહનીય કર્મના ગયા વિના ટકશે નહીં; ત્યારે Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ૧૨ વ્રત નિયમ સ્વાઘ્યાય ભક્તિ આદિ શુભ ભાવમાં મનને રોકશે. તથા વ્રતનું ફળ પણ સમાધિમરણ આવવું જોઈએ; એ નિશ્ચયને મનમાં રાખી પરપદાર્થો પ્રત્યેનો મોહ ઘટાડવા તે પુરુષાર્થ કર્યા કરશે. ।।૨।। મૈં સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો. જો ન સમાધિમરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થયો; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩ અર્થ :– સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાઘિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો. જીવન પર્યંત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો અભ્યાસ સફળ થયો નહીં. જેમકે શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હોય પણ રણક્ષેત્રે એટલે યુદ્ધના મેદાનમાં જ શસ્ત્રો ચલાવવાનું ભુલી જાય તો તે લીધેલી તાલીમ વ્યર્થ છે, અથવા બાળક બાર મહિના ભઠ્ઠીને પણ પરીક્ષામાં નાપાસ થાય તો તેનું ભણતર ન ભણ્યા બરાબર છે. કારણ તેનું આખું વર્ષ વ્યર્થ જાય છે. ગા જેમ વર્ષ અંતે સરવૈયું રહસ્યરૂપ વ્યાપાર તણું, તેમ ઘણું કરી કૃત, કર્માનુસાર મતિ અંતિમ ગણું; વિચારવાનો ક્ષણ ક્ષણ ચેતે મરણ સમીપ સદાય ગણી, *સમજ્યા ત્યાંથી સવાર' ગણી મન વાળે આત્મસ્વરૂપ ભણી. ૪ અર્થ :– જેમ વર્ષના અંતે વ્યાપારનું સરવૈયું તેના રહસ્યને બતાવે છે કે આ વર્ષે કેટલી કમાણી = થઈ. તેમ જીવનપર્યંત કરેલા કર્મોની રહસ્યભૂત મતિ ઘણું કરી અંત વખતે આવે છે. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હોવા છતાં પૂર્વે હરણને મારતાં હિંસાનંદી રૌદ્રધ્યાન થવાથી નરકગતિનો બંધ પાડેલ, તે ભાવો અંત સમયે આવી હાજર થયા. અથવા શ્રીકૃષ્ણ પણ સાયિક સમક્રિતી હોવા છતાં નરકાયુ બંધના કા૨ણે મ૨ણ વખતે રૌદ્ર પરિણામવાળા થયા. માટે વિચારવાન પુરુષો મરણને સદાય સમીપ ગણી ક્ષણે ક્ષણે ચેતતા રહે છે. ‘“વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુથી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. (વ.પૃ.૫૧૦) તથા જ્યારથી આત્મતત્ત્વ વિષે સમજણ મળી ત્યારથી જ સવાર ગણી પોતાના મનને આત્મસ્વરૂપ ભણી વાળે છે; અર્થાત્ રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવવા પુરુષાર્થશીલ બને છે. ।।૪।। જન્મમહોત્સવ સમ સંતો તો મૃત્યુમહોત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ-પણે; આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મારે? જે ઉત્પન્ન થયું તે મશે, દેહ નહીં હું, સુવિચારે. ૫ અર્થ :— – સંત પુરુષો તો જન્મ મહોત્સવની જેમ મૃત્યુ મહોત્સવને પર્વ ગણે છે. કેમકે શુદ્ઘના લક્ષ શુભ કાર્યો નિસ્પૃહભાવે જીવનમાં જે કરેલા હોય તે અંત વખતે તેમને અપૂર્વ સંતોષ આપે છે. વળી જેને આત્મા અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ' મનાયો તેને મરણ કહો કેવી રીતે મારી શકે? આ દેહ ઉત્પન્ન થયો માટે એ મરશે, એનો નાશ થશે; જ્યારે હું દેહાદિ સ્વરૂપ નથી પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ (૫૨) સમાધિ-મરણ ભાગ-૧ ૧ ૩ અવિનાશી એવો હું આત્મા છું એમ સમ્યક્ વિચારણા કરવાથી સમાધિમરણના વખતે પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તમને ઉચ્ચ પદવી આપનાર છે. હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશ વિષે વસતો, વગર કહ્યું વહેલે-મોડે જડ કાય-યોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તણી, અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ઘણી. ૬ અર્થ :- તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છે. વગર કહ્યું વહેલું કે મોડે બઘાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ઘારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો જ ઘણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. દા. રત્નત્રયીરૂપ ઘર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુઘર્મ ભજું; દેહ ઉપરની મમતા તર્જી, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિમરણ સાઘવા મહત્ માર્ગને અનુસરું. ૭ અર્થ - સમ્યક્દર્શનશાનચારિત્રમય એ મારો ઘર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી જતાં પણ તશું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ઘર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું. છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ” એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું. ગોમ્મદસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાદ્રષ્ટિનું મરણ તે બાળબાળમરણ, અવિરત સમ્યકુદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. IIળા સ્નેહ સગાં-સંબંથી પરના તજી તજાવું આમ કહી - “દેહદ્રષ્ટિએ સ્નેહ ટકે છે, સ્વરૃપ-વિચારે સ્નેહ નહીં. દેહદાન દેનારી માતા, દીકરા-દીકરી દેહ તણાં, સ્ત્રી સુખ દેહ તણાં દેનારી, દેહસગાં સર્વે ય ગણ્યાં. ૮ અર્થ - સ્ત્રીપુત્રાદિ સગા સંબંધીઓ ઉપરના સ્નેહને હું તજી તેમને પણ તજાવું. તેમને આ પ્રમાણે કહ્યું કે દેહદ્રષ્ટિ રાખવાથી આ પરસ્પર મોહ ટકે છે, પણ આત્માના અવિનાશી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી એક બીજા પ્રત્યેનો આ મોહ વિલય પામે છે. માતા પણ આ દેહને જ જન્મ આપનારી છે. દીકરા કે દીકરી પણ આ દેહના જ સંબંઘી છે. સ્ત્રી પણ આ દેહના જ સુખને દેનારી છે. સર્વને આ દેહના કારણે છે નહીં તો તું * ઘવાનો પુરુષાર્થ ? તે બાળબોળ 3 મનિનું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સગાં ગણેલા છે. જો દેહ ન હોય તો આમાંનું એક્કે સગું ગણાતું નથી. આટલા હે! દેહ તણાં સંબંથી સર્વે, આજ સુથી સંબંઘ રહ્યો; દેહ વિનાશિક નાશ થવાનો અવસર મેં અતિ નિકટ લહ્યો. આયુષ-આથી દેહ રહે, નહિ સ્નેહ ઘટે એ દેહ તણો; રાખ્યો રહે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ઘરો ઘણો. ૯ અર્થ - હે દેહતણા સગાં સંબંથિઓ! તમારા સર્વેનો આજ સુધી સંબંધ રહ્યો. હવે નાશવંત એવા આ દેહને નાશ થવાનો અવસર નિકટ આવી ગયો છે. આયુષ્યને આધીન આ દેહ રહે છે. માટે આ દેહનો સ્નેહ રાખવો યોગ્ય નથી. ભગવાન મહાવીર પણ જે દેહને રાખી શક્યા નહીં તેવા દેહને આપણે કેવી રીતે રાખી શકીશું? ભલે તમે બધા આ દેહ ઉપર ઘણો સ્નેહ ઘારી રાખો તો પણ તેને કોઈ રાખી શકે એમ નથી. લા. અગ્નિમાં બળી ભસ્મ થશે, પરમાણુ બની વીખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એનો, દેહ-સ્નેહ ક્યાંથી ટકશે? જ્ઞાન-સ્વફૅપ આત્મા અવિનાશી મને માન સૌ સુખી થજો, દેહ નથી હું, આત્મા છું તો, દેહ-સ્નેહ સૌ ભૂલી જજો. ૧૦ અર્થ :- આ દેહ તો અગ્નિમાં બળી ભસ્મ થઈ જશે, અને તેના પરમાણુ બની ચારે દિશાઓમાં વિખરાઈ જશે. પછી એનો કંઈ પત્તો લાગશે નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે - આ દેહ તો રાખના પડીકાં છે, નાખી દેવા જેવા છે. આવા નાશવંત દેહનો સ્નેહ ક્યાં સુધી ટકી શકશે? માટે જ્ઞાનસ્વરૂપ એવો હું અવિનાશી આત્મા છું એમ મને માની સૌ સુખી થજો. હું દેહ નથી પણ આત્મા છું, તો આ દેહ પ્રત્યેનો સ્નેહ તમે સૌ ભૂલી જજો. ૧૦ના જ્ઞાનસ્વરૅપ મુજ ઉજ્વળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થવા, સપુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દોષો હણવા. વિપરીતતાવશ બહુ ભટક્યો હું ચાર ગતિમાં દેહ ઘરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણરૃપ સ્વરૃપ માન્યતા હવે કરી. ૧૧ અર્થ - મારા આત્માનું જ્ઞાનસ્વરૂપ નિર્મળ કરવા તેમજ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે હવે હું સર્વ રાગ દ્વેષાદિ કષાયભાવોને હણવાનો સપુરુષાર્થ કરીશ. દેહમાં આત્મબુદ્ધિ કરીને વિપરીતતાવશ હું ચાર ગતિમાં નવા નવા દેહ ઘારણ કરીને બહુ ભટક્યો, પણ હવે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચરણરૂપ એટલે દેખવું, જાણવું અને સ્થિર થવું એ મારા આત્માનો સ્વભાવ છે એમ જાણી તેવી જ માન્યતા હવે હૃદયમાં ઘારણ કરી છે. ૧૧ાા. ક્યાં મારી સર્વજ્ઞ દશા ને ક્યાં એકેન્દ્રિય મુદ્ર ભવો! કર્મભાવથી હું કંટાળ્યો, સર્વ કર્મનો ક્ષય કરવો; વિતરાગ-વચને હું જાગ્યો, સ્વજનો સર્વ, સહાય કરો, રાગ-દ્વેષથી જીવ હણાતો બચાવવા વૈરાગ્ય ઘરો.” ૧૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ (પર) સમાધિ-મરણ ભાગ-૧ ૧ ૫ અર્થ - ક્યાં મારા આત્માની મૂળ સ્વરૂપે સર્વજ્ઞ દશા અને ક્યાં ઝાડપાન જેવા એકેન્દ્રિય ક્ષુદ્ર એટલે હલકા ભવોમાં જન્મ લેવો. હવે આવા કર્મ બંઘાય તેવા ભાવથી હું કંટાળ્યો છું. હવે તો સર્વ પ્રકારના કર્મનો ક્ષય કરવો છે. વીતરાગ પુરુષોના વચનથી મને આ જાગૃતિ આવી છે. માટે હે સ્વજન કહેવાતા કુટુંબીઓ! તમે મને મારી સર્વજ્ઞદશા પ્રાપ્ત કરવામાં બધા સહાય કરો. રાગદ્વેષના ભાવોને લઈને અનાદિથી આ જીવ હણાતો આવ્યો છે, માટે તેને દુઃખથી બચાવવા સર્વે વૈરાગ્યને ઘારણ કરો. ./૧૨ના વગર હકે ઘન-ઘરતી કો’ના હોય દબાવ્યાં કપટ કરી, તો માલિકને પાછા સોંપી કરે ખુશી બહુ વિનય ઘરી; વેર-વિરોઘ વિમુખ રહેલા પ્રતિ પણ પ્રેમ સહિત કહે : “ભાઈ, ભેંલથી દૂભવ્યા તમને, ક્ષમા આપની પાપી ચહે.” ૧૩ અર્થ - હક વગરનું કોઈનું ઘન કે જમીન કપટ કરીને દબાવ્યા હોય તો માલિકને તે વિનયસહિત પાછા સોંપીને ખુશી કરે. વેર વિરોથથી કોઈ વિમુખ રહેલા હોય તેમના પ્રતિ પણ પ્રેમસહિત કહે કે ભાઈ, મેં તમને મારી ભૂલથી દુભવ્યા છે માટે આ પાપી આપની પાસે તેની ક્ષમા માગે છે. ૧૩ સાંસારિક ચિન્તા તર્જી શોઘે સગુરુ, મરણ-સુઘારક જે, મહાભાગ્યથી મળી આવે તો વિનયે તુર્ત ઉપાસી લે. એકાંતે ગુરુનિકટ કપટ વણ કહે અપરાઘ બઘા ભવના, પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવાની ઘરે ભાવના એકમના. ૧૪ અર્થ - હવે સાંસારિ બધી ચિંતાઓ તજી દઈ મરણ સુધારનાર એવા સદગુરુની શોઘ કરે. જેમ શ્રી અનુપચંદ મલકચંદ ભરૂચવાળાએ પરમકૃપાળુદેવ પ્રત્યે સમાધિમરણમાં સહાયક થવાની ભાવના દર્શાવી હતી. તેમના ભાવ પ્રમાણે પાલીતાણા ઉપર ચઢતા હાર્ટએટેક આવવાથી બેઠા હતા. ત્યાં પ.પૂ. પ્રભુશ્રીજી ઉપરથી નીચે ઊતરતા મળી ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને હે પ્રભુ હે પ્રભુની ગાથા વારંવાર બોલવા જણાવ્યું. તે બોલતા બોલતા જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા. તેમના ભાવ પ્રમાણે યોગ પણ મળી આવ્યો. મહાભાગ્યથી આવો યોગ મળી આવે તો વિનયપૂર્વક તેની તરત ઉપાસના કરવી. - સદ્ગુરુનો યોગ હોય તો તેમની પાસે એકાંતમાં આખા ભવમાં જે જે અપરાશ થયા હોય તે કપટ વગર બઘા કહી દેવા. તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે એકમના એટલે ખરાભાવથી લઈને શુદ્ધ થવાની ભાવના રાખવી. ||૧૪. સગુયોગે શક્તિ પેખી અંતપર્યત મહાવ્રત લે, અથવા ત્યાગ યથાશક્તિ ઘર મહાવ્રત ભાવે ઉર ખીલે; રોગ-વેદના વખતે ઘીરજ ઘર સમભાવે સહન કરે, શત્રુ-મિત્ર, સંયોગ-વિયોગે નહીં અલ્પ પણ ચિત્ત ઘરે. ૧૫ અર્થ - સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયે પોતાની શક્તિ જોઈ મરણપર્યત મહાવ્રતને અંગીકાર કરે. અથવા યથાશક્તિ ત્યાગ ગ્રહણ કરીને હૃદયમાં મહાવ્રતની ભાવના જાગૃત રાખે. રોગની વેદના વખતે ઘીરજ ઘરી સમભાવથી તે સહન કરે. શત્રુ મિત્ર પ્રત્યે કે જે સંયોગ છે તેનો વિયોગ થઈ જશે એવા કોઈ વિકલ્પને અલ્પ પણ મનમાં ઘારણ કરે નહીં. ૧પણા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મરણ અનંતાનંત કર્યા, નથી પંડિત-મરણ કર્યું જ કદા, થયું હોત સમાધિ-મરણ કદી હોત ન આ મૃત્યુ-વિપદા. ભવ-અટવીમાં રાગાદિ વશ ભટકાવાનું કેમ ટળે? એ અભિલાષા ઉર ઘરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. ૧૬ અર્થ - વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યા પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં. સંસારરૂપી અટવી કહેતા જંગલમાં રાગાદિ મોહવશ ભટકવાનું કેવી રીતે ટળે? એ અભિલાષા હૃદયમાં રહે છે. વળી ચિંતન કરવાથી એમ લાગે છે કે આવો લાગ એટલે આવી રૂડી જોગવાઈ ફરી ફરી મળવાની નથી. ૧૬ દેહ પ્રતિ વૈરાગ્ય રહે, અતિ ખેદ ભીતિ દુખ શોક ટળે, સત્ય શરણના ગ્રહણ તણું બળ અંતિમ કાળે નક્કી મળે; તે અર્થે સુવિચાર થવાને મૃત્યુ-મહોત્સવ ગ્રંથ ભલો, સપુરુષે જ કહ્યો ઉપકારક, સાર સુણો તેનો વિમલો : ૧૭ અર્થ - જે જીવને આ દેહ પ્રત્યે વૈરાગ્ય રહે અને અત્યંત ખેદ, ભય, દુઃખ કે શોક ટળી જાય તો સાચું વીતરાગનું શરણ ગ્રહણ કરવાનું બળ અંત કાળે તેને જરૂર પ્રાપ્ત થાય. આવી સુવિચારણા ઉત્પન્ન કરવાને માટે “મૃત્યુ મહોત્સવ” નામનો એક ભલો ગ્રંથ છે. તે પુરુષ ઉપકાર કરવા માટે કહ્યો છે. તેનો વિમલો એટલે પવિત્ર સાર અત્રે જણાવું છું તે તમે સાંભળો. ૧ળા મુક્તિપુર લર્ગી ચાલે તેવું બોધિ-સમાધિ-સુભાતું ચહું, તે દેવા વીતરાગ પ્રભુને વિનવી સન્શરણે જ રહું. તન-પિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જાલે ખદબદતું, ભસ્મ થવાનું, તેનો ભય શો? જ્ઞાનતનું હું, અભય રહું. ૧૮ અર્થ :- હે પ્રભુ! મુક્તિપુર એટલે મોક્ષનગર સુધી ચાલે એવા બોધિ સમાધિરૂપ સમ્યક ભાતાને હું ઇચ્છું છું. સમ્યક દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય છે અને બોધિ પણ કહેવાય છે. તે સાથે મરણ તે સમાધિમરણ છે. એવા બોધિ સહિત સમાધિમરણને હું ચાહું છું. તે આપવા માટે વીતરાગપ્રભુને વિનંતી કરી તેમના જ સલ્તરણમાં સ્થિર રહું. હવે મારું આ શરીરરૂપી હાડપિંજર જીર્ણ થઈ ગયું છે અને કૃમિઓના જાળથી ખદબદે છે. તે શરીર હવે ભસ્મ થવાનું છે. તો તેનો મને ભય શો? હું તો જ્ઞાનતનુ કહેતા જ્ઞાનરૂપી શરીરવાળો આત્મા છું; માટે હમેશાં અભય રહું. ||૧૮. મૃત્યુમહોત્સવ પ્રાપ્ત થયે, ભય કેમ ઘટે? પટ જેમ તજું, દેહ-દેશ ઍક દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું. સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરો, તો ડર કોણ મરણનો રાખે? સર્વ મળી સત્કાર કરો. ૧૯ અર્થ - મૃત્યુ મહોત્સવ પ્રાપ્ત થયો છે તો તેનો ભય રાખવો કેમ ઘટે? જેમ જૂનું વસ્ત્ર મૂકી નવું Page #21 -------------------------------------------------------------------------- ________________ (પર) સમાધિ-મરણ ભાગ-૧ પહેરતા શોક શો? તેમ જીર્ણ શરીર મૂકી દઈ નવું ઘારણ કરવામાં શોક શો કરવો? દેહરૂપી દેશ મૂકી નવા દેશમાં જતાં સ્વસ્થભાવ રાખું. સમાધિભાવ સહિત મરણ કરું તો આ મૃત્યુ મિત્ર મને સ્વર્ગે લઈ જઈ શુભ કર્મોનું ફળ આપશે. તો આ મરણનો ડર કોણ રાખે? માટે બધા ભેગા મળી મરણરૂપી આ મિત્રનો સત્કાર કરો. //૧૯ો. તન-પિંજરમાં પૂરી પડે છે ગર્ભકાળથી કર્મ-અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યરાજની મદદ ખરી. દેહ માત્ર ગણ બીજ સૌ દુખનું દેહ-વાસના દૂર કરે, આતમજ્ઞાની, મૃત્યુ મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. ૨૦ અર્થ - શરીરરૂપી પાંજરામાં ગર્ભકાળથી પૂરીને આ કર્મરૂપી શત્રુ મને પીડા આપે છે. ત્યાંથી મને કોણ છોડાવી શકે? તેમાં મૃત્યુરાજની મદદ કામ લાગે એમ છે. | સર્વ દુઃખનું બીજ માત્ર આ દેહ છે. એમ ગણી દેહની વાસના એટલે મૂર્છાને દૂર કરે તો આત્મજ્ઞાન પામે. આત્મજ્ઞાની પુરુષો તો આ મૃત્યરૂપી મિત્રની કૃપાવડે મુક્તિને પણ મેળવી લે છે. ૨૦ાા કલ્પતરું સમ મૃત્યુ-યોગે જો આત્માર્થ ન સિદ્ધ કર્યો, તો આવી તક ક્યાંથી મળશે? ભવ ભવ ભમશે ભીતિભર્યો. દેહાદિક સૌ જીર્ણ હરી લઈ દે મૃત્યુ સૌ નવું નવું, પુણ્યોદય સમ મરણ ગણાય; તેથી મુદિત ન કેમ થવું? ૨૧ અર્થ - કલ્પવૃક્ષ સમાન મૃત્યુનો યોગ પ્રાપ્ત થયા છતાં જો સમાધિમરણ કરીને આત્માર્થ સિદ્ધ ન કર્યો તો ફરી આવી તક ક્યાંથી મળશે? ભવોભવ ત્રસ સ્થાવર યોનિમાં ભયનો માર્યો જીવ ભટક્યા જ કરશે. શરીર આદિ જે સર્વ જિર્ણ થઈ ગયા તેને હરી લઈ મૃત્યુ મિત્ર સૌ નવા નવા પદાર્થોને આપે છે. તેથી પુણ્યોદય સમાન આ મરણનો યોગ ગણાય. તો તે વડે મુદિત એટલે આનંદિત કેમ ન થવું? અર્થાત્ હર્ષ કેમ ન માનવો? Iારવા દેહ વિષે પણ સુખ-દુખ વેદે, સ્વયં દેહથી દૂર થતો, જીવ મરણ કોનું માને છે? કેમ મરણથી ર્હે ડરતો? આસક્તિ સંસાર તણી ઉર રાખે ર્જીવ મરતાં ડરશે, જ્ઞાન અને વૈરાગ્ય ઘર્યો ઉલ્લાસ ઉરે અંતે ફરશે. ૨૨ અર્થ :- આ જીવ દેહમાં રહીને પણ સુખદુઃખને વેદે છે. તેમાં પણ મુખ્યત્વે અશાતા જ વેદે છે. વળી આ દેહમાંથી જીવ પોતે જ બહાર નીકળીને શરીરથી દૂર થાય છે, તો પછી આ જીવ મરણ કોનું માને છે? અને મરણથી કેમ ડરતો રહે છે? સંસારની આસક્તિ જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી આ જીવ મરણથી ડરતો રહેશે. પણ જ્ઞાન અને વૈરાગ્ય કહેતા સાચી સમજણ અને અનાસક્તભાવ ઘારણ કરશે તો મરણના અંત સમયે હૃદયમાં ઉલ્લાસભાવ સ્કુરાયમાન થશે અને ઉત્તમ સમાધિમરણને પામશે. ૨૨ા. પુરપતિ સુકૃત-ફળ ભોગવવા જ્યાં પોતે તૈયાર થયો. પંચભૂત-પ્રપંચ ન ખાળે, કોણ કહે: જીંવ કેમ ગયો? Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ • વાવ છે. સપુરુષોને મૃત્યુંકાળે વ્યાથિ-વેદના જે આવે, દેહ-મોહ તે પૂર્ણ તફાવે સ્વરૂપ-સુખમાં મન લાવે. ૨૩ અર્થ - શરીરરૂપી નગરીનો રાજા એવો આ આત્મા પોતાના જ કરેલા સુકૃત એટલે સારા કર્મોના પુણ્યફળ ભોગવવા જ્યારે દેવાદિક ગતિમાં જવા તૈયાર થયો, ત્યારે પંચભૂતનું બનેલું આ પ્રપંચમયે શરીર તેને ખાળી એટલે રોકી શકે નહીં. કેમકે તે તો જડ છે. જડ એવું શરીર તો કહી શકે નહીં કે હે આત્મા! તું મારી પાસેથી કેમ ગયો? સપુરુષોને મૃત્યુ સમયે વ્યાધિ વેદના આવે તે દેહ ઉપરના મોહને પૂર્ણ તજવામાં નિમિત્તભૂત બને છે. તેઓ પોતાના મનને તે વખતે સ્વરૂપ સુખમાં લીન કરે છે. “મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે.” (વ.પૃ.૩૭૯) ૨૩/ સંતાપ સહન મૃત્યુનો કરીને અમૃતલીલા જ્ઞાન લહે. જેમ ઘડો કાચો અગ્નિમાં તાપ સહી શિવ-શીર્ષ રહે. કષ્ટ સહી વ્રત-ફળ ઑવ પામે; તે જ સમાધિ-મરણ વડે સુખે સુખે પામે છંવ, અંતે જો શુભ ધ્યાને ચિત્ત ચઢે. ૨૪ અર્થ :- મૃત્યુનો સંતાપ સહન કરીને અમૃતલીલા એટલે અવિનાશી લીલાસ્વરૂપ એવા મોક્ષને જ્ઞાની પુરુષો પામે છે. જેમ કાચો ઘડો અગ્નિમાં પરિપક્વ થઈને શિવલિંગ ઉપર બિરાજમાન થાય છે, તેમ શુદ્ધ આત્માને પ્રાપ્ત એવા જ્ઞાનીપુરુષ મોક્ષના શિખર ઉપર જઈને બિરાજમાન થાય છે. અનેક પ્રકારના કષ્ટ સહીને વ્રતનું ફળ જીવો પામે છે તે જ ફળ સમાધિમરણ વડે જીવો સુખે સુખે પામી શકે છે, જો અંત વખતે શુભધ્યાનમાં ચિત્ત રહે તો; અર્થાતુ અંત વખતે દેહકુટુંબ પ્રત્યે ચિત્ત ન રાખતાં સરુ શરણમાં ચિત્ત રહ્યું તો ઉત્તમ ફળ સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. ૨૪ો. આર્તધ્યાન તર્જી શાંતિપૂર્વક દેહ તજે જે સદ્ઘર્મી, પશું, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સત્કર્મી. તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી, કરવા યોગ્ય સમાધિ-મૃત્યું; તે થયું તો થઈ વાત ઘણી. ૨૫ અર્થ – આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ઘર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. ૨પાા અતિ પરિચિત પ્રતિ થાય અવજ્ઞા”, “પ્રીતિ નવીન પર ઝટ પ્રગટે, એમ કહે જન; તો પરિચિત આ દેહ બદલતાં ડર ન ઘટે સમાધિમરણ કરી, અમરગતિ વરી, ફરી નરભવ ઉત્તમ પામી, નટ સમ જગ-જન-મન રંજનથી જીંવ બનશે શિવપદ-સ્વામી. ૨૬ અર્થ :- લોકોમાં એમ કહેવાય છે કે અતિ પરિચિત પ્રત્યે અવજ્ઞા થાય, અને નવી વસ્તુ ઉપર ઝટ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૫૨) સમાધિ-મરણ ભાગ-૧ ૧ ૯ પ્રેમ આવે છે. તો પછી અતિ પરિચિત એવા દેહને બદલતા ડર લાગવો ન જોઈએ. સુખે સુખે તેનું મમત્વ ત્યાગવું જોઈએ. હવે સમાધિમરણ સાઘવાથી, અમરગતિ કહેતા દેવગતિ પામી, ફરી ત્યાંથી ચ્યવી ઉત્તમ મનુષ્ય અવતાર લઈ, કર્મવશાત્ નટની જેમ જગતમાં જનમનરંજન કરતો આજ સુધી ફરતો હતો તે મટી જઈ આ જીવ શિવપદ એટલે મોક્ષપદનો સ્વામી બનશે. રજા. સમાધિ-મરણની તૈયારી તો કૃશતા કાય-કષાય તણી કહી સલ્તાત્રે જ્ઞાની જનોએ આત્મહિતનો હેતુ ગણી; રહો પોષતા કાયાને તો વિષય-વાસના તીવ્ર થશે, નિર્મળતા આત્માની ટળશે, કામ-ક્રોઘ અરિબળ વઘશે. ૨૭ અર્થ :- સમાધિમરણ માટે શું શું કરવું તે હવે જણાવે છે : સમાધિમરણની તૈયારી માટે તપશ્ચર્યા વડે કાયાને કુશ કરવી અને રાગદ્વેષ મોહને ઘટાડી કષાયોને કુશ કરવા. કષાયોને કુશ કર્યા વગર એકલી કાયાની કૃશતા કરવી તે વૃથા છે. એમ જ્ઞાનીજનોએ આત્મહિતનું કારણ જાણી સન્શાસ્ત્રોમાં આ વાત કહી છે. કાયાને જો પોષતા રહીશું તો વિષયવાસના તીવ્ર થશે. તેથી આત્માની નિર્મળતા ટળશે અને કામ ક્રોધાદિ શત્રુઓનું પણ બળ વધી જશે. રિલા વાત-પિત્ત-આદિથી રોગો વઘતાં અતિ દુર્ગાન થશે, જીવ પરિષહ સહવાનું નહિ સાહસ ઉર ઘરી શકશે. આળસ, નિદ્રા, પ્રમાદ વઘતાં ભવભ્રમણ-કારણ વઘશે, માટે અનશન આદિ ક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮ અર્થ - કાયાને વિશેષ ખવડાવી પુષ્ટ કરવાથી વાત-પિત્ત-કફના રોગોની વૃદ્ધિ થશે. તેના વડે અતિ દુર્ગાન થશે. પછી ભૂખ તરસના પરિષહ સહન કરવાનું સાહસ પણ જીવ કરી શકશે નહીં. વિશેષ ખાવાથી આળસ, નિદ્રા, પ્રમાદ આદિ વઘતાં સંસાર પરિભ્રમણનું કારણ વઘશે. માટે ઉપવાસ, ઉણોદરી, કાયક્લેશ, વૃત્તિસંક્ષેપ આદિના અભ્યાસક્રમથી શરીર કશ કરવું પડશે. ૨૮ાા. દેહેન્દ્રિય આદિ ઉપરથી મમતા તર્જે વૈરાગ્ય ઘરો, આહાર તણા સ્વાદો પ્રતિ અરુચિ ઘરી નિજ જીંવને બોઘ કરો : “હે! જીંવ, તેં સંસારભ્રમણમાં ભમતાં અતિ આહાર કર્યા, દરેક ભવ દીઠ કણ કણ લેતાં અનંત મેરું-પુંજ ભર્યા. ૨૯ અર્થ - દેહ અને ઇન્દ્રિયો આદિ ઉપરથી મમતા તજી વૈરાગ્ય ઘારણ કરો, આહારના સ્વાદો પ્રત્યે અરુચિ ઘરી પોતાના આત્માને બોઘ કરો. હે જીવ! તેં સંસારભ્રમણમાં ભમતા ઘણો આહાર કર્યો છે. દરેક ભવ દીઠ એક એક કણ લઈએ તો પણ અનંત મેરુપર્વત જેટલા ઢગલા થઈ જાય. રા. અનંત ભવમાં પાણી પીધું, બિંદુ બિંદુ ભવદઠ લેતાં, અનંત સમુદ્ર ભરાઈ જાયે; તો ય ન તૃપ્તિ તે દેતાં. મરણ સમીપ હવે તો ભાસે, તે શું તૃમિ દઈ શકશે? ઉદર-પોષણે પાપ કર્યો તે પરભવ ભોગવવા પડશે. ૩૦ અર્થ – અનંતભવમાં એટલું પાણી પીધું છે કે એક એક જન્મનું એક એક ટીપું લઈએ તો પણ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલા આહારપાણીથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં. હવે તો રોગ વૃદ્ધાવસ્થાના કારણે મરણ સમીપ જણાય છે. તો તે અલ્પ આહાર શું કૃમિ દઈ શકશે? પણ આ પેટ ભરવા માટે જે જે પ્રકારના અસત્ય કે આરંભ આદિના પાપ સેવ્યા હશે તેના ફળ પરભવમાં ભોગવવા પડશે. T૩૦ના પાપી પેટ તણી વેઠે તું દીન, પરાથીન, નીચ થયો, રાત-દિવસ કે ભક્ષ્ય-અભક્ષ્ય શક્તિ તણો ના લક્ષ લહ્યો; રસ-લંપટતા હજીં ય ન છૂટે, તો વ્રત, સંયમ, યશ નાશે, મરણ બગાડી દુર્ગતિદુખમાં જીવ પરાથીન બની, જાશે.” ૩૧ અર્થ :- આ પાપી પેટ માટે તું દીન બની પરાધીન થયો, નીચ વૃત્તિઓ પણ સેવી. સ્વાદનો લંપટી બની રાતદિવસ ભક્ષ્ય અભક્ષ્યની શુદ્ધિનો પણ લક્ષ રાખ્યો નહીં. રસની લંપટા હજી પણ છૂટતી નથી. તો તે વ્રત, સંયમ, યશનો નાશ કરશે અને અંતે મરણ બગાડી દુર્ગતિના દુઃખમાં પડી જીવ પરાધીન બની જશે. [૩૧ાા એમ વિચારી ઉપવાસાદિક તપ-અભ્યાસ કર્યા કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર-ખાડો કર્દી ભરવો; શરીર, શક્તિ, આયુષસ્થિતિ નીરખી જળ ને દંઘ લેવાં, પછી છાશ જળ, પ્રાસુક જળ લે, અંતે તે પણ તર્જી દેવાં. ૩૨ અર્થ :- એમ વિચારીને ઉપવાસ આદિ તપનો અભ્યાસ કરવો. અલ્પ અને નીરસ આહારથી આ ઉદર એટલે પેટનો ખાડો કદી ભરવો. શરીરની શક્તિ અને આયુષ્ય સ્થિતિને જોઈ અર્થાત્ રોગાદિના કારણે શરીર ટકી શકે એમ ન લાગતું હોય તો જળ અને દૂઘ જ લેવા. પછી છાસ તથા ઉકાળેલું પાણી પીને રહે. પછી કેવળ પાણી જ પીએ. એમ ક્રમે કરીને સમસ્ત આહારનો ત્યાગ કરી અંતે તે પણ તજી દેવા. આમ ઘર્મધ્યાન સહિત ભારે પુરુષાર્થથી દેહનો ત્યાગ કરે તે કાય સલ્લેખના કહેવાય છે. ૩રા. મસા સમા આ દેહન વૃદ્ધિ આખર સુથી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરી કુશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કહે ક્રિયા આ અણસમજું ઉપલકબુદ્ધિ; આતમહિત સમજી, સદ્ગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ. ૩૩ અર્થ - મસાની સમાન આ દેહની વૃદ્ધિ મૃત્યુના આખર સમય સુધી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરીને પણ આ કાયાને કુશ કરી, તજવા માટે સમાધિમરણના આરાઘક સર્વ ઇચ્છે છે. સલ્લેખના એટલે સંથારો કરી દેહત્યાગની ક્રિયાને અણસમજુ ઉપલક બુદ્ધિવાળા જીવો આપઘાતની ક્રિયા કહે છે. પણ એમાં પોતાના આત્માનું હિત સમજી સદગુરુ આજ્ઞાએ જો કરવામાં આવે તો તે અનુપમ શુદ્ધિનું કારણ છે. ૩૩ાા મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ઘર્મ-ધ્યાન જ્યાં સુર્થી થાયે, દુષ્કાળાદિક આફતથી ના ઘર્મ-નિયમ જો લૂંટાયે, ત્યાં સુર્થી ઔષઘ-આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાઘન, ઘર્મવૃદ્ધિ-બુદ્ધિ ઘરવી. ૩૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૫૨) સમાધિ-મરણ ભાગ-૧ ૨ ૧ અર્થ - મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ઘર્મધ્યાન જ્યાં સુધી આ દેહથી સધાતા હોય, દુષ્કાળથી કે અસાધ્ય રોગથી પણ ઘર્મના નિયમો લૂંટાતા ન હોય અર્થાત્ બરાબર ઘર્મ આરાઘના થતી હોય ત્યાં સુઘી ઔષઘ કે આહારથી આ દેહની રક્ષા કરવી. કારણકે એક માનવદેહ જ ઘર્મની વૃદ્ધિ કરવા માટે ઉત્તમ સાધન છે એમ બુદ્ધિમાં ઘારવું. ૩૪ અન્ય ગતિમાં સંયમ-સાઘન ઉત્તમ રીતે નહિ જ બને, ઘર્મ-સાઘના થતી હોય તો કરી લેવી જ અનન્ય મને. લૌકિક કીર્તિ કાજે ક્રિયા કરે કરાવે મૂઢમતિ; આત્મહિત ચૂકે તે જીવો “આતમઘાતી” કે “કુમતિ. ૩૫ અર્થ - અન્ય દેવ, નારકી કે તિર્યંચના દેહમાં ઉત્તમ રીતે સંયમની સાધના નહિ જ બની શકે. માટે આ મનુષ્યદેહમાં ઘર્મની સાધના થતી હોય તો અનન્ય મને તે કરી જ લેવી. લૌકિક કીર્તિ માટે કોઈ ક્રિયા કરે કે કરાવે તે મૂઢ મતિવાળો છે. આવા મનુષ્યભવમાં જે પોતાનું આત્મહિત ચૂકે તે જીવો પોતાના આત્માની ઘાત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણથી કરે છે. અથવા તે કુમતિને ઘારણ કરનાર છે. રૂપા. હવે “ભગવતી આરાઘના’ના આઘારે આગળની ગાથાઓ જણાવે છે – કામ, ક્રોથ, મોહાદિ કષાયો કૂશ કરવાના મુખ્ય કહ્યા, રોગ ગરીબ કૃશ કાયા સહ પણ સમાધિમરણ અયોગ્ય લહ્યા. ક્ષમા ખડગથી ક્રોઘ હણો, ઘર લઘુતા, નિર્મળ માન કરો, સરળ બની માયા-મૅળ બાળો, સંતોષે સૌ લોભ હરો. ૩૬ અર્થ:- સમાધિમરણ માટે કામ, ક્રોઘ, મોહાદિ કષાયોને મુખ્ય કૃશ કરવા કહ્યું છે. રોગી, ગરીબ, કુશ કાયાવાળા હોય, પણ તેમના કષાયો કુશ ન હોવાથી તે સમાધિમરણને માટે અયોગ્ય કહ્યાં છે. ક્ષમારૂપ ખગ એટલે તરવારથી ક્રોઘને હણો, લઘુતા ઘારણ કરીને માનને નિર્મળ કરો, સરળ રણ કરીને સર્વ લોભનો નાશ કરો, તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ૩૬ાા. કષાય દોષ વિચારી વિચારી શમાવવા અભ્યાસ કરો, અગ્નિ પરે પગ જેમ ન દેતા, તેમ કષાયો પરિહરો. કદરૂપું મુખ થાય કષાયે, રક્ત નયન થઈ તન કંપે, પિશાચ સમ ચેષ્ટા પ્રગટાવી, રહેવા દે નહિ સુખ-સંપે. ૩૭ અર્થ - કષાયના દુર્ગણોને વિચારી વિચારીને શમાવવાનો અભ્યાસ કરો. જેમ અગ્નિ ઉપર આપણે પગ દેતા નથી તેમ કષાયોને પણ અગ્નિ જેવા ગણી તેનો ત્યાગ કરો. ક્રોધ કષાયવડે મોટું કદરૂપું થાય છે. અને આંખો લાલ થઈ શરીર કંપવા લાગે છે. વળી રાક્ષસ સમાન ચેષ્ટાઓ કરાવી સુખ શાંતિથી રહેવા દેતા નથી. ૩ળા તપફૅપ પલ્લવ ભસ્મ કરી દે, શુંભકર્મ-જલ શોષી લે, કાદવ ખાઈ બને મન-સરિતા, કઠોરતા વ્યાપે દિલે; Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ પ્રાણીઘાત કરાવે, જૂઠી વચન-પ્રવૃત્તિ પ્રેરે તે, આજ્ઞા પૂજ્ય પુરુષની Ăલવે, યશ-ઘનને સંહારે છે. ૩૮ અર્થ :– ક્રોધ છે તે તપરૂપ પલ્લવ એટલે કૂંપળ અર્થાત્ નવાં ઉગેલાં તપરૂપ પાંદડાને ભસ્મ કરી દે, શુભકર્મરૂપી જળને શોષી લે છે. ક્રોધાદિ કષાયથી મનરૂપી નદી તે કાદવની ખાઈ બની જાય છે અને મનમાં કઠોરતા વ્યાપે છે. ક્રોધ પોતાના કે પરનો પ્રાણ ઘાત પણ કરાવે અને જૂઠ બોલવામાં પ્રેરણા આપે છે. ક્રોધ સત્પુરુષની આજ્ઞાને ભુલાવે છે અને પોતાના યશરૂપી ઘનનો પણ નાશ કરે છે. ।।૩૮।। પરનિંદા પ્રેરે, ગુણ ઢાંકે, મૈત્રી-મુળ ઉખાડે છે, વીસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે; અનેક પાપ કરાવી વને ક્યાય નરકે નાખે છે, તેથી સુજ્ઞ ōવો તો નિત્યે ઉપશમ-૨સ ઉર રાખે છે. ૩૯ અર્થ :— ક્રોધાદિ કષાયો જીવને પરનિંદામાં પ્રેરે છે, બીજાના ગુણોને ઢાંકે છે અને ક્રોધ કરી મૈત્રીના મૂળને ઊખેડી નાખે છે. કરેલા ઉપકારોને ભુલાવી અપકાર કરવામાં પ્રેરણા આપે છે. આ પ્રમાણે અનેક પાપો કરાવી કષાય ભાવો જીવને નરકમાં નાખે છે. તેથી સુશ એટલે વિચારવાન જીવો તો નિત્યે ઉપશમરસ અથવા કષાયોને શમાવારૂપ શાંતરસને હૃદયમાં રાખે છે. રૂા ૫૨ વસ્તુમાં મમતા કરતાં કષાય-કારણ જાગે છે, તેથી ત્યાગ પરિગ્રહનો કરી, નિજ હિતમાં જીવ લાગે છે; ‘વચન સહન ના થયું’ પવન તે ક્રોધઅનલ ઉશ્કેરે છે, પ્રતિવચન રૂપ ઇંથન નાખી સર્તન ખંખેરે છે. ૪૦ અર્થ :— હવે કષાય ઉદ્ભવવાના કારણ શું છે તે જણાવે છે :— = જગતના પર પદાર્થોમાં મમતા એટલે મારાપણું કરવું તે કષાય જન્મવાનું કારણ છે. તેથી પરિગ્રહનો ત્યાગ કરીને સાધક પોતાના આત્મહિતમાં લાગે છે. જો વચન કોઈનું સહન ન થયું તો તે વચન પવન સમાન બની ક્રોધરૂપી અગ્નિને ઉશ્કેરે છે. તેમાં સામા વચન બોલવારૂપ લાકડા નાખી ક્રોધાગ્નિને વધારી પોતાનું સર્તન ખંખેરે છે અર્થાત્ પોતાનું પોત બતાવી આપે છે કે મારા કષાયો ઘટ્યા નથી. ૪) સાથે સમ્યક્ દર્શન ખોવે, પાપબીજ જીવ વાવે છે, ભવ-ભ્રમણે કારણ એ જાણી, સમજુ ક્રોધ શમાવે છે; સજ્જનની શિખામણ સુણે, થયેલ દોષ ખમાવે છે, દોષો તજવા કરી પ્રતિજ્ઞા, મસ્તક નિજ નમાવે છે. ૪૧ અર્થ :– કષાયના પ્રવર્તનથી જીવ સમ્યક્દર્શનને પણ ખોઈ નાખી પાપના બીજ વાવે છે. સંસાર ભ્રમણનું કારણ પણ કપાય છે એમ જાણીને સમજુ પુરુષો ક્રોધને શમાવે છે. તે સજ્જન પુરુષોની શિખામણ સાંભળી પોતાના થયેલા દોષોને ખમાવે છે. અને નવા દોષો ન થવા માટે પ્રતિજ્ઞા કરીને પોતાનું મસ્તક નમાવી ક્ષમા માગે છે. ।।૪।। Page #27 -------------------------------------------------------------------------- ________________ (પર) સમાધિ-મરણ ભાગ-૧ હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, ત્રણ વેદ, વળી સંજ્ઞાભય, મૈથુન, આહાર, પરિગ્રહ-કૃશ કરવા ઘરજો પ્રક્ષા. રસ, ઋદ્ધિ, શાતા ગારવ ત્રણ, લેશ્યા અશુભ, વિભાવ તજો; વધતા ત્યાગે કષાય-તનને કૃશ કરી શુદ્ધ સ્વરૂપ ભો. ૪૨ અર્થ :– હવે કષાયના કારણ એવા નવ નોકષાય વગેરેને દૂર કરવા જણાવે છે ઃ— હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ નવ નોકષાય, વળી ભય, મૈથુન, આહાર, પરિગ્રહ એ ચાર સંજ્ઞાને પાતળી પાડવા માટે તમારી પ્રજ્ઞાનો ઉપયોગ કરજો. પછી ત્રણ ગારવ. ગારવ એટલે ગર્વ. ૨સ ગારવ એટલે અમે તો બે શાક સિવાય ખાઈએ નહીં વગેરે, ઋદ્ઘિ ગારવ એટલે મારા જેવી રિદ્ધિ કોની પાસે છે અને શાતા ગા૨વ એટલે મારે તો નખમાય રોગ નથી, મારું માથું પણ કોઈ દિવસ દુઃખે નહીં વગેરે ભાવો ત્યાગવા યોગ્ય છે. તથા લેશ્યા છ છે. કૃષ્ણ, નીલ, કાર્પાત, પીત, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા ત્યાગવા યોગ્ય છે. આ બઘા વિભાવ ભાવો સમાધિમરણમાં બાઘક છે. માટે ત્યાગભાવને વઘારી કષાયરૂપી શરીરને પ્રથમ કૃશ કરી શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભજના કર્યા કરો તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ।।૪૨।। વિષય-કષાય પ્રબળ શત્રુસમ દુર્જાય પણ જીવ જીતે તો; સુલભ સમાધિ-મરણ બને છે, ખરેખરો શૂરવીર એ તો; વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા, વિષય-કષાયો જીત્યા તેનાં યશગ્ગત ગંધર્વો ગાતા. ૪૩ અર્થ :– વિષયકષાય એ જીવના પ્રકૃષ્ટ બળવાન શત્રુ સમાન દુર્જાય છે. છતાં તેને જીવ જો જીતે તો સમાધિમરણ કરવું સુલભ બને છે. એને જીતનાર ખરેખરો શૂરવીર છે. વાસુદેવ અથવા ચક્રવર્તીઓ પણ થાયને વશ બની નરકે જાય છે. માટે વિષયકષાય જેણે જીત્યા તેના યાગીતો ગંધર્વો એટલે દેવલોકમાં સંગીત કરનાર દેવો પણ ગાય છે. ।।૪૩।। સાધક સંઘ કરે વૈયાવચ કે ઉપદેશ સુ-સંઘપતિ, વર્ષો નિર્ધામક વાચક મુનિ કે સાથક મુનિને મદદ અતિ; આરાધક સુશ્રદ્ધાવાળા હોય ગૃહસ્થ, સુસંગ ચઢે, ત્યાગ્ય, વિરાર્ગી, સુશ્રુત, સુધર્માં શોધી શિક્ષા નિત્ય ગ્રહે. ૪૪ ૨૩ અર્થ :– સમાધિમરણના સાધકની, ચતુર્વિધ સંઘ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કહેવાય તે બઘા વૈયાવચ્ચ એટલે સેવા કરે છે. સુસંઘપતિ કહેતા આચાર્ય ભગવંત સાધકને ઉપદેશ આપે છે. વળી નિર્યામક એટલે સેવા કરનાર સાધુ અને વાચક એટલે ઉપાધ્યાય સાઘક મુનિને સમાઘિમરન્ન કરવામાં ઘણી મદદ આપે છે. સમાધિમરણ કરનાર જો શ્રદ્ધાવંત ગૃહસ્થ હોય તો તે હમેશાં સત્સંગને ઇચ્છે છે. ત્યાગી, વૈરાગી, બહુશ્રુત અને ધર્માત્માને શોધી તેમની પાસેથી રોજ શિક્ષા ગ્રહણ કરે છે. ૫૪૪ સદારાધના સમ્યક્ દર્શન-જ્ઞાન-ચ૨ણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્પ્રસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણી; Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તોપણ ઉત્તમ જનને યોગે સપુરુષાર્થ સફલ થાશે, સ્નેહ, મોહનો પાશ તજી આરાઘક શાંત સ્થળે જાશે. ૪૫ અર્થ - મહાપુરુષોએ સમ્યક્દર્શન-જ્ઞાન-ચરણ – તપને સદુ આરાઘના ગણી છે. પણ આ કળિકાળમાં આરંભ પરિગ્રહના અસત્ પ્રસંગો ગૃહસ્થાશ્રમમાં હોવાથી આ આરાધના ત્યાં કરવી વિરલ છે. તોપણ ઉત્તમ પુરુષોના યોગમાં સપુરુષાર્થ કરવામાં આવે તો સફળ થઈ શકે એમ છે. તે માટે સમાધિમરણનો આરાઘક કુટુંબ વગેરેના મોહના પાશ એટલે જાળને તજી દઈ શાંત સ્થળે આરાઘના કરવા માટે જશે તો સફળતા પામશે. IT૪પા શાંતિ-સ્થળ એકાન્ત વિષે પણ પરવશ સંગ-પ્રસંગ પડે, તો કરી ત્યાગ જ વાતચીતનો, મૌન રહ્યું નહિ કાંઈ નડે; શુદ્ધ સ્વરૅપનું સ્મરણ, શ્રવણ, સજ્જન-સંગે ર્જીવ જો કરશે, તો કળિકાળ વિષે પણ સંયમ સાથી ઉર હિતથી ભરશે. ૪૬ અર્થ - સમાધિમરણના આરાઘકને એકાંત એવા શાંતિ સ્થળમાં પણ જો પરવશ કરે એવા સંગપ્રસંગ આવી પડે તો વાતચીતનો જ ત્યાગ કરી દેવો. મૌન ઘારણ કરવાથી તે વિક્ષેપ નડશે નહીં. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કે જ્ઞાનીપુરુષના બોઘનું શ્રવણ, જો જ્ઞાનીપુરુષના આશ્રિતના સંગે જીવ કરશે તો આ કળિકાળમાં પણ સંયમની આરાધના કરીને તે ભવ્યાત્મા પોતાના આત્માનું હિત કરી શકશે. ૪૬ાા સ્વ-પરઘર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા-સિન્હ, સંયમ, ત્યાગ, વ્રત, શુભ ધ્યાને આરાઘક મન જોડી દીધુંપ્રભાવના તો ઉત્તમ કીથી; તર્જી આળસ સેવા સાથે, કર્મવશે આરાઘક વર્તે વિપરીત, પણ ના રીંસ વાઘે. ૪૭. અર્થ :- સ્વ-પર ઘર્મને પોષણ આપનાર એવા પારમાર્થિક કરુણાસિંધુ ઉપદેશક ગુરુએ સમાધિમરણના આરાધકનું મન, સંયમ, ત્યાગ, વ્રત કે શુભધ્યાનમાં જોડવામાં મદદ કરીને ઉત્તમ પ્રભાવના કરી તથા આળસ તજીને સેવા કરી છતાં કર્મવશાત્ આરાઘક વિપરીત રીતે વર્તે તો પણ તે ક્રોથને વશ થતાં નથી. /૪શા તિરસ્કાર કરી કરે અવજ્ઞા, ભૂખ-તરસ ના સહી શકે, વ્રત તોડે આરાઘક, તોયે નિર્યાપક ના ફરજ ચૂકે; થીરજ રાખી સ્નેહભય હૃદયંગમ વચને તે સિંચે ઘર્મભાવસૃપ લતા મનોહર, આરાઘક-ઉર લે ઊંચે. ૪૮ અર્થ :- સમાધિમરણનો આરાઘક ભૂખ તરસનું દુઃખ સહન ન થવાથી આચાર્ય કે ઉપાધ્યાયની અવજ્ઞા કરે, તિરસ્કાર કરે, વ્રત તોડે તો પણ નિર્યાપક એટલે સંથારો કરેલો હોય તેને સદુપદેશથી દ્રઢ કરનાર સાધુ, કૃતગુરુ કે શિક્ષાગુરુ તે પોતાની ફરજ ચૂકતા નથી. પણ ધીરજ રાખીને નેહભર્યા હૃદયંગમ એટલે હૃદયસ્પર્શી વચનરૂપ જળવડે ઘર્મભાવરૂપ સુંદર લતાને પોષે છે, જેથી આરાધકનું મન શાંત બનીને ફરીથી સમાધિમરણને સારી રીતે સાથે છે. II૪૮ાા Page #29 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ૨ ૫ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ઉપદેશક કરુણારસ-વચને આરાઘક-દુખ દૂર કરે“હે! આત્માર્થી, કાયરતા તાઁ. ખર્ટી ઍરર્વીરતા ઘાર, અરે! સાવઘાન થા, અવસર આવ્યો, ર્જીવન સફળ કરવા કાજે, - ઘરી દીનતા રુદન કરે પણ કર્મ નહીં તેથી લાજે. ૧. અર્થ - ઉપદેશક એવા આચાર્ય ભગવંત દયાથી ભરપૂર વચન કહી સમાધિમરણ માટે તત્પર થયેલ આરાધકના દુઃખને દૂર કરે છે. તેઓ કહે છે કે હે આત્માર્થી! તું કાયરતા તજીને ખરી શૂરવીરતાને ઘારણ કર. અરે! હવે તો સાવઘાન થા. તારું જીવન સફળ કરવાનો આ અવસર આવ્યો છે. તું દીનતાને ઘારણ કરી રુદન કરે છે પણ તેથી કંઈ કર્મને લાજ આવવાની નથી. |૧| કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિષે, કર્મ-ઉદયને કોઈ ન રોકે, લોક બથો બળતો દીસે; ઘર્મ-વિમુખ કરી કાયરતા, બન્ને લોક બગાડી દે, અપયશ, દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. ૨ અર્થ :- આ વિશ્વમાં કોઈ આપણું દુઃખ લેવા કે સુખ આપવા માટે સમર્થ નથી. પોતાના કર્મ ઉદયને કોઈ રોકી શકે એમ નથી. આખો લોક બળો ત્રિવિધ તાપથી બળતો જણાય છે. કાયરતા એ જીવને ઘર્મથી વિમુખ બનાવી આ લોક, પરલોક બન્ને બગાડી દે એવી છે. તે અપયશ અને દુર્ગતિને દેનારી છે. માટે એવી કાયરતાને તું શીધ્ર છોડી દે. //રા ધીરજ ઘારી, ક્લેશરહિત થઈ, સહનશીલતા જો ઘરશો, તો કર્મો જૂનાં છૂટી જાશે, નવાં નહીં સંચય કરશો. આપ ઉપાસક આત્મઘર્મના, ઘર્માત્મા” જગજીભ કહે, શ્રદ્ધાવંત-શિરોમણિ, ત્યાગી', લોકવાયકા એમ લહે. ૩ અર્થ - ઘીરજ ઘારણ કરીને, ક્લેશરહિત ભાવવાળા થઈ સહનશીલતાને જો ઘારણ કરશો તો જૂના કર્મો બઘા છૂટી જશે અને નવા કર્મોનો પણ સંચય કરશો નહીં. આપ તો આત્મઘર્મના ઉપાસક છો, જગતજીવોના મોઢે ઘર્માત્મા કહેવાઓ છો. તમને લોકો શ્રદ્ધાવંતમાં શિરોમણિ સમાન અને ત્યાગી ગણે છે. હા યથાશક્તિએ સંયમ, વ્રતની ગ્રહી પ્રતિજ્ઞા હિતકારી, હવે શિથિલતા કેમ કરો છો, અપયશ, દુર્ગતિ દેનારી? ઘર્માત્મા સૌ નિંદાશે, બગ-ઠગ ફૂપનું દૃષ્ટાન્ન થશો, ભોળા ઑવને દઈ દાખલો શિથિલતામાં દોરી જશો. ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- યથાશક્તિએ તમે સંયમવ્રતની આત્મહિતકારી પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, તો હવે અપયશ અને દુર્ગતિને દેનારી એવી શિથિલતાને કેમ આચરો છો? - તમારા કૃત્યથી બઘા ઘર્માત્મા જીવોની નિંદા થશે. તથા તમે બગલા જેવા ઠગ છો, એવા દ્રષ્ટાંતરૂપ બનશો. ભોળા જીવોને તમે દાખલારૂપ બની તેમને પણ શિથિલતામાં દોરી જશો. જા જેમ સુભટ અગ્રેસર કોઈ, ભુજા બજાવી ખડો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો; તો નાના નોકર શું લડશે? મરણ ભીતિ પણ નહીં જશે; તિરસ્કાર સહી જગમાં ર્જીવવું લજ્જાયુક્ત અયુક્ત થશે. ૫ અર્થ - જેમ કોઈ અગ્રેસર કહેતા આગેવાન સુભટ ભુજા બજાવી એટલે હાથ ઊંચા કરી લડવા માટે ઊભો થયો, પણ શત્રુ સામે લડતાં જો ભય પામીને નાસી ગયો, તો નાના નોકર શું લડી શકશે? કાયર થવાથી તેમના મરણનો ભય પણ જશે નહીં; અને વળી તિરસ્કારને સહન કરી જગતમાં જીવવું તે લજ્જાયુક્ત અને અયોગ્ય બની જશે. પાા તેમ ત્યાગ, વ્રત, સંયમની લઈ મહા પ્રતિજ્ઞા સંઘ વિષે, દુખ દેખીને ડરી જતાં કે શિથિલ થયે શું લાભ દીસે? નિંદાપાત્ર થવાશે જગમાં, કર્મ અશુભ નહિ છોડી દે, કર્મ આકરાં, લાંબી મુદતનાં આવી ભાવિ બગાડી દે. ૬ અર્થ :- તેમ તમે ત્યાગ વ્રત સંયમની મહા પ્રતિજ્ઞા ચતુર્વિધ સંઘ સમક્ષ લઈને હવે દુઃખ દેખી ડરી જવાથી કે શિથિલ પરિણામી થવાથી તમને શું લાભ થશે? જગતમાં તમે નિંદાના પાત્ર બનશો. અશુભ કર્મો પણ તમને છોડશે નહીં. પણ આકરાં કર્મ લાંબી મુદતના બાંથી તમે તમારું ભાવિ એટલે ભવિષ્ય પણ બગાડી દેશો. Ifકા તમે માનતા : “ભક્ત હું પ્રભુનો, આજ્ઞા પ્રભુની પાળું છું; વ્રત, શીલ, સંયમ પ્રભુ-પ્રીત્યર્થે ઘરી, બોઘે મન વાળું છું; અનંત ભવમાં દુર્લભ શ્રદ્ધા, જ્ઞાન, ચરણ તે પ્રગટાવ્યાં, મિથ્યા દર્શન-જ્ઞાન, અવિરતિ ગુરુકૃપાએ અટકાવ્યાં.” ૭. અર્થ - તમે એમ માનો છો કે હું પ્રભુનો ભક્ત છું. પ્રભુની આજ્ઞા પાળું છું. વ્રત, શીલ, સંયમને પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે તે અર્થે ઘારણ કરીને, પ્રભુના બોઘમાં મનને વાળું છું. તથા અનંતભવોમાં દુર્લભ એવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર તે મેં પ્રગટાવ્યા છે. અને ગુરુકૃપાએ મિથ્યાદર્શન, જ્ઞાન તથા અવિરતિને અટકાવી હું ચારિત્ર ઘર્મને પામ્યો છું એવી તમારી માન્યતા મિથ્યા ઠરશે. ||ળા એવો નિર્ણય છતાં હવે કંઈ વ્યાધિ-વેદના આવી કે પરિષહ-કાળે ભય પામો તો કાયરતા હંફાવી દે. દુખનો ડર ના ઘટે આટલો, બહુ તો દેહ તજાવી દે, દેહ જરૂર જવાનો છે આ, આત્મહિતે તક આવી છે. ૮ અર્થ :- એવો નિર્ણય તમે કરેલો છતાં હવે શરીરમાં વ્યાધિ વેદના આવવાથી આવા પરિષહકાળે Page #31 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ૨ ૭ તમે ભય પામો તો એ કાયરતા આત્મગુણોને હંફાવી એટલે હચમચાવી દેશે. દુઃખનો ડર તમને આટલો ઘટતો નથી. બહુ તો આ દુઃખ દેહ છોડાવી દેશે. આ દેહ તો બધાનો જરૂર જવાનો છે. પણ આત્માનું હિત કરવાની આ અમૂલ્ય તક તમારા માટે આવી છે તે હવે જવા દેશો નહીં. વા વીતરાગ ગુરુએ ઉપદેશ્યાં વ્રત, તપ, સંયમ આરાધો, કરી આરાધન વિષે અચળ મન, મરણ થયે નિજતિ સાધો; સંપત્તિ ત્રણ લોકની સઘળી નાશવંત, તૃણસમ, પરની; અનંત સુખ દેનારી આ તો અવિનાશી, વર્ણી નિજ ઘરની. ૯ અર્થ :— વીતરાગ ગુરુ ભગવંતે ઉપદેશેલા આ વ્રત, તપ, સંયમની આરાધના કરો. તેમાં મનને અચળ સ્થિર કરો અને સમાધિમરણ કરી તમારા આત્માનું હિત સાર્થો. ત્રણે લોકની ભૌતિક સંપત્તિ તા બઘી નાશવંત, તૃણ સમ અને આત્માથી બધી પર છે. જ્યારે વ્રત, તપ, સંયમની સંપત્તિ તે અનંત સુખ દેનારી, અવિનાશી અને વળી પોતાના ઘરની છે; માટે સર્વકાળ સ્થિર રહે એવી છે. ।।૯।। સમ્યગ્દષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ઘરી ધૈર્યસહિત ચહે મરવાનો લાભ, અહા! તમે ચ નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરો, મનવાંછિત આ ઉત્સવ આવ્યો, સમતા ઘરી, આનંદ કરો. ૧૦ અર્થ :– અહો! મહાન એવા અવિરત સમ્યક્દ્ગષ્ટિ, વ્રતવાળા દેશવ્રતી શ્રાવક, સર્વ વિરતિ મુનિ, વાચક એટલે ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત સર્વ નિર્ભયતાને ધારણ કરી ધૈર્યસહિત સમામિરણ કરવાના જ લાભને ઇચ્છે છે. તમે પણ નિરંતર એ જ ભાવનાને ભાવી છે, તો હવે સમાધિમરણને પ્રસન્ન ચિત્તે પ્રાપ્ત કરો. આ તમારા મનવાંછિતને પૂર્ણ કરવાનો ઉત્સવ આવ્યો છે. માટે સમતા ઘારી સમાધિમરણને પામી આત્મસ્વરૂપમાં સદા આનંદ કરો. ।।૧૦।। વધે વેદના તે ઉપકારક, સમજું જનને શોક નહીં, મોહ દેહ પરથી છૂટે તો ઘણી નિર્જરા થતી, કહી. વિષયભોગ અણગમતા લાગે, ઉદાસીનતા સહજ રહે, ૫૨-દ્રવ્યોની મમતા મટશે, મૃત્યુમય નહિ જીવ લહે. ૧૧ અર્થ :— સમજુ પુરુષો વેદના વધે તેને ઉપકારક માનીને શોક કરતા નથી. વ્યાધિ વેદનાના કારણે દેહ ઉપરથી મોહ છૂટે તો ઘણી નિર્જરા થાય એમ મહાપુરુષોએ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ તે સમયે અણગમતા લાગે છે અને સહજે બીજા પદાર્થો ઉપર ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રહે છે. એવા સમયે પર દ્રવ્યોની મમતા મુર્છા મટી જઈ મૃત્યુનો ભય પણ જીવને રહેતો નથી. કારણકે જીવીત રહે તો પણ વેદનાના દુઃખ જીવે ભોગવવા પડે છે. ||૧૧|| કાયર થઈ હિમ્મત ના હારો, ડર્યો ન કર્મ-ઉદય ટળશે; અવસર આ થીરજ ઘરવાનો શૂરવીર થાતાં જય મળશે, રુદન કરી તરફડશો તોપણ ક્રૂર કર્મ નહિ દયા થરે, આર્દ્ર ધ્યાન કર્રી દુર્ગતિ કાજે કર્મ ક્રમાણી કોણ કરે? ૧૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :– હવે કાયર થઈ હિંમ્મતને હારો નથી. કેમકે કરવાથી કંઈ કર્મઉદય ટળશે નહીં. આ ધીરજ ઘરવાનો અવસર છે. શુરવીર થાઓ તેથી સમાઘિમરન્ન થઈ વિજય પ્રાપ્ત થશે. રુદન કરી તમે તરફડશો તો પણ ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો આર્તધ્યાન કરી દુર્ગતિને આપે એવા કર્મોની કમાણી કોણ સમજુ જન કરે ? ।।૧૨।। ૨૮ ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ અશુભ કર્મ-પ્રહાર સહે, દે-ત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચઢે?૧૩ અર્થ :ક્ષત્રિયકુળના સચ્ચા બચ્ચા એટલે ખરા પુત્રો તો લડાઈમાં સામે જઈ શસ્ત્રના પ્રહારો સહન કરે. તે શત્રુને કદી પૂઠ બતાવી ભાગી જાય નહીં. ભલે કેસરિયાં કરી મરણને શરણ થવું પડે તો થાય પણ પાછીપાની કરે નહીં. તેમ શુરવીર એવો આત્માર્થી પણ વીતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સમભાવે સહન કરે છે. તે દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઇચ્છે નહીં. ।।૧૩।। કોઈ મહામુનિને દુષ્ટોએ ઇંધન ખડકીને બાહ્યા, વચન-અગોચર સહી વેદના દેહ દંડ મુનિએ ટાળ્યા પૂર્વ કર્મનું દેવું ઝાઝું તુર્ત પતાવ્યું ધૈર્ય ધરી, ઊભા ઊભા તે બળી ગયા નિજ સ્વરૂપ અખંડિત સાઘ્ય કરી. ૧૪ અર્થ :– કોઈ સુદર્શન શેઠ જેવા મહામુનિ મહાત્માઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય નહીં એવી ઘોર વેદનાને સહન કરી મુનિએ કર્મોના ફળમાં પડતા દેશના દંડને સમતાએ ભોગવી ટાળી દીધા. પૂર્વકર્મોનું ઘણું દેવુ હતું. તે ધૈર્ય ઘારણ કરીને ગજસુકુમાર જેવાએ તુર્ત પતાવી દીધું. ઊભા ઊભા બળી જઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળજ્ઞાન પ્રગટાવી લીધું. ।।૧૪।। આત્મજ્ઞાન ને પરમ શરણનો કોણ પ્રભાવ કહી શકશે? દેહાદિથી ભિન્ન અનુભવ આત્માનો એ અજબ દીસે. અકંપપણું અનુભવી મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ-દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધશે. ૧૫ અર્થ :— સુદર્શન શેઠ અને ગજસુકુમાર જેવા મુનિવરોએ જે અસહ્ય પરિષહો સહન કર્યા તેનું કારણ આત્મજ્ઞાન અને પરમ શરણભાવ છે. તેનો પ્રભાવ વાણીથી કોણ કહી શકશે? દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ એ જ અજબ ગજબ છે. જેના બળે આવા પરિષકો સહ્ન કરી શકાય છે. એ આત્મઅનુભવી એવા મુનિવરોનું અકંપણું વિચારીને જે ભવ્ય નિર્ભયતાને હૃદયમાં ધારણ કરશે તે સંસાર દુઃખ દાવાનલથી બળતા એવા પામર જીવો પણ ઉદ્ધારને પામી જશે. ।।૧૫।। પરમ ધર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સો, કર્મ-કસોટી કસે શરીરને, શાતા-દ્રષ્ટા તમે રહો. Page #33 -------------------------------------------------------------------------- ________________ સીશલ શ્રુતિ અા થી સુકલી કારની વીતી કરી થા માતા આ બધું - જોઈ રહી છે જ શાણી પોતાના પતિ જે મુનિ બનેલ છે તેને લાવાર બહાર કઢાવે છે સુકીશલ કુમાર દિક્ષિત પિતા પાસ જઈ રીક્ષા લીધી કીર્તિધર મુનિએ વાઘણને, ઉપ્રદેશ, આંપી ઉદ્ધાર કર્યો મોતી વાવણી પીતીની પુત્રીની Page #34 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ નથી અનંત ભવોમાં આવ્યો અવસર આવો હિતકારી, જીતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી. ૧૬ અર્થ :— પરમધર્મ જેમાં પ્રગટ છે એવા શુદ્ધ આત્માનું શરણ ગ્રહણ કરીને સર્વ વેદનાને હવે સઇન કરો. કર્મરૂપી કસોટી શરીરને કસે છે પણ તમે તેના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહો અર્થાત્ આર્તધ્યાનનો ત્યાગ કરો. ભૂતકાળના અનંતભવોમાં આવો આત્માને હિતકારી અવસર આવ્યો નથી. તમે દેહાધ્યાસ છોડવાની બાજીને જીતી જવા આવ્યા છો તો હવે આર્તધ્યાન કરી બાજીને હારી જાઓ નહીં. ।।૧૬।। આખા ભવમાં ભણી ભણીને જ્ઞાન ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજ્વળ કરી સદા જે, તપ ત્યાગાદિ વ્રત લીધું; તે સૌ આ અવસરને કાજે સવર્તન સંચિત કર્યું, શિથિલ થતાં જો ભ્રષ્ટ થયા તો પૂર્વપ્રવર્તન કપટ કર્યું. ૧૭ અર્થ :— આખા ભવમાં ભણી ભણીને તમે જે જ્ઞાન ઉપાર્જન કર્યું, કે હમેશાં શ્રદ્ધાને ઉજ્જ્વલ કરવાનો પ્રયત્ન કરી તપ ત્યાગાદિ વ્રત લીઘા, તે સર્વ આ સમાધિમરણના અવસરને માટે. તેના માટે તમે પુરુષાર્થ કરીને આજ સુધી સર્તનનો સંચય કર્યો છે, તો હવે જો શિથિલ થઈને ભ્રષ્ટ થયા તો પૂર્વે કરેલું તમારું બધું પ્રવર્તન કપટ કરશે. ।।૧૭।। સમતા, ધીરજ તજવાથી નહિ વ્યાધિ, વેદના મરણ ટળે, આત્માને અજ્ઞાન ભાવથી દુર્ગતિ દુ:ખો માત્ર મળે. ભૂંલી ભયાનક વનમાં ભમતાં, કે દુષ્કાળ કડક પડતાં પક્ષાપાતે, મરકી, પ્લેગે, વા ગડĂમઢે તન સડતાં. ૧૮ ૨૯ અર્થ :– આત્માને ઉદ્ધારક એવી સમતા કે ધીરજનો ત્યાગ કરવાથી તમારી વ્યાધિ, વેદના કે મરણ ટળી જશે નહીં. પણ આવા અજ્ઞાન ભાવ કરવાથી આત્માને માત્ર દુર્ગતિના દુઃખો ભોગવવા પડશે. માર્ગમાં ભૂલી ભયંકર વનમાં ભમતા છતાં કે કડક દુષ્કાળ આવી પડે, કે પક્ષાઘાત અર્થાત્ લકવો થઈ આવે, કે મરકી, પ્લેગના રોગ ફાટી નીકળે અથવા ગડગુમડે શરીર આખું સડવા માંડે તો પણ ઉત્તમ આરાધક હોય તે લીધેલા નિયમને તોડી ઘર્મનો ત્યાગ કરે નહીં. ।।૧૮।। ઉત્તમ કુળમાં જન્મેલા જન નિંધ ન કોઈ કાર્ય કરે; મદિરા, માંસ, અભક્ષ્ય ફળો, કંદાદિક ખાઈ ન જીવન ઘરે. હિંસાદિક કુકર્મ કરે ના, મરણ તો સ્વીકાર કરે, પણ લીધેલા નિયમ ન તોડે, સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ઘરે. ૧૯ અર્થ :– ઉત્તમકુળમાં જન્મેલા ભવ્યો ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ નીંદનીય એવું કોઈ = કાર્ય કરે નહીં. દારૂ, માંસ, અભક્ષ્ય ફળો કે જમીકંદાદિ ખાઈને જીવન રાખવા ઇચ્છે નહીં. હિંસાદિક કોઈ કાર્ય કરે નહીં. મરણનો સ્વીકાર કરે પણ લીધેલા નિયમને તોડે નહીં. સત્પુરુષે કહેલા વચનો ઉપર સમ્યક્ શ્રદ્ધા રાખી તેમના જ બોધેલા સમ્યજ્ઞાનનું અનુસરણ કરે. ।।૧૯।। તેનું જ જીવન સફળ સમજવું; વ્રત, તપ, ધર્મ સફળ તેના; જગમાં તે જ પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ તજે ના. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માનવ થઈ ઉત્તમ પદ પામે, મેરું સમ પરિષહ-કાળે; સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ૨૦ અર્થ - એવા ઉત્તમ જીવોનું જ જીવન સફળ સમજવું. વ્રત, તપ, ઘર્મ પણ તેના સફળ છે. જગતમાં તે જ પ્રશંસવાલાયક છે કે જે સ્વર્ગના સુખમાં પણ ઘર્મને છોડતા નથી. એવા જીવો સ્વર્ગથી ચ્યવી માનવ થઈ ઉત્તમપદ પામે અને પરિષહ કાળે પણ મેરુ સમાન સ્થિર રહી શકે અને સમુદ્ર જેવા ગંભીર રહી સંસારના બીજ જે રાગદ્વેષ છે તેને બાળીને ભસ્મ કરી શકે. ૨૦ાા ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયક ભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્વ પુરુંષોની તલ્લીનતા એવા ટાણે અચળ રહી, તેની સંસ્કૃતિ કરતા ઉરમાં ઘીરજ-ઘારા રહે વહી– ૨૧ અર્થ - પોતાની જે પૂર્વે બાંધેલી ઘોર વેદના ઘણી આવે તો પણ આકુળ વ્યાકુળ થાઓ નહીં. પણ પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવી જ્ઞાયકભાવે એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી પોતાના અખંડ આત્મ અનુભવમાં જવાનો પુરુષાર્થ કરો. ઘોર વેદનાના સમયે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની આત્મામાં તલ્લીનતા કેવી અચળ રહી હતી તેની સારી રીતે સ્મૃતિ કરતાં આપણા હૃદયમાં પણ ઘીરજની ઘારા પ્રગટપણે વહેતી રહે છે. ર૧ાા મુનિ સુકોશલ ધ્યાને ઊભા માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી; પકડી, ફાડી ખાય અંગ સઘળાં ચાવી; દુષ્ટ-દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નહીં તજતા, આરાઘકતા અચળ કરી તે સમ્યક્ રત્નત્રયી સજતા. ૨૨ અર્થ :- શ્રી સુકોશલમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમની આ ભવની જ માતા જે વાઘણ બનેલી તે ત્યાં આવી. મુનિને પંજો મારી, પકડી, ફાડી તેમના સઘળા અંગ ચાવી ચાવીને ખાવા લાગી. દુષ્ટ એવી વાઘણના દાઢમાં ચવાતાં છતાં ઉત્તમ આત્માર્થનો લક્ષ ભૂલતા નથી. મુનિની આરાઘકતા ત્યાં પણ અચળ રહી. તેવે સમયે પણ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયની આરાઘના જ તેઓ કરતા હતા. સુકોશલ મુનિનું દ્રષ્ટાંત – સાકેતપુર નગરમાં રાજા કીર્તિઘર, રાણી સહદેવી અને તેમનો આ પુત્ર સુકોશલ હતો. કીર્તિધર રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર ગોચરી માટે નગરમાં આવતા હતા ત્યારે રાણી સહદેવીએ તેમને જોઈ માણસ મોકલી નગર બહાર કઢાવ્યા. કારણ તેમનો ઉપદેશ સાંભળી કદાચ મારો પુત્ર પણ તેમની સાથે દીક્ષા લઈ ચાલ્યો જાય. રાજાને નગર બહાર કઢાવતા ઘામાતાએ જોઈ લીધું. તેથી તેની આંખમાં આંસુ જોઈ સુકોશલકુમારે કારણ પૂછ્યું. તેણે રાજાને નગર બહાર કઢાવ્યાની વાત કહી. તે સાંભળી સુકોશલકુમારને પણ વૈરાગ્ય આવી ગયો અને પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી. તેથી માતા પુત્રના વિયોગે આર્તધ્યાન કરી મરણ પામીને વાઘણ થઈ. જંગલમાં સુકોશલ મુનિના અંગને ચાવતા પુત્રની દાઢ સોનાની જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું કે ઓ હો! આ તો મારો પુત્ર હતો. તે વખતે પાસે જ રહેલા કીર્તિઘર મુનિએ વાઘણને બોધ આપ્યો. તેથી તેણીએ પશ્ચાત્તાપ વડે આત્મનિંદા કરી. પછી વ્રત ગ્રહણ કરી અનશન લઈને આઠમા દેવલોકે ગઈ. અને કીર્તિધર મુનિ તથા Page #36 -------------------------------------------------------------------------- ________________ - અવન્તિ સુકુમાલ ))))) ? છે.) - અવનિ સુકુમાલને જાતિસ્મરણજ્ઞાન સ્વાધ્યાય કરતા સુહસ્તિસૂરિ OOO OOOOO 0000 કોઈને જાણ ન થાય તેમ રાત્રે નીચે ઉતરતાં અવન્તિ સુકુમાલ * * * મુનિનો ઉપદેશ સાંભળી દીક્ષા લેવાનો ભાવ જ પૂર્વભવમાં ભાભીને લાત મારી - ગુરુ પાસે દીક્ષા લઈ કરેલ વિહાર • ભાભીએ શિયાણી થઈ વેરની બદલો લીઘો ** Page #37 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ૩ ૧ સુકોશલ મુનિ બેય કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. રરા નવદીક્ષિત સુકમાલ મુનિને ખાય શિયાળ બચ્ચા સાથે, પગ પૂરો કરી, પેટ ફાડતાં થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખુંચે તેવા કોમળ નર ઘોર વેદના સહે, અહો! તો તમને શું ભૂખ-ત્તરસનું દુઃખ અસહ્ય જણાય, કહો!૨૩ અર્થ - આખી અવન્તિ એટલે ઉજ્જૈનમાં સુકુમાળ એવા સુકમાલે દીક્ષા લીધી. એકવાર આ નવદીક્ષિત મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં એક શિયાળ તેના બચ્ચા સાથે આવી તેમને ખાવા લાગ્યું. પગ પૂરો કરી પેટ ફાડતા ત્રીજી રાતે તેમનું મરણ થયું. રાઈ ખૂંચે તેવા કોમળ તે નર હતા છતાં ઘોર વેદનાને સહન કરી. તો અહો! તમને આ ભૂખ તરસનું દુઃખ પણ અસહ્ય જણાય છે? આના કરતાં તેમને કેટલું દુઃખ હશે છતાં સમતાએ સહન કરી ઉત્તમ ગતિને પામ્યા. અવન્તિ સુફમાલનું દ્રષ્ટાંત - ઉજ્જયની નગરીમાં ભદ્રા શેઠાણીનો પુત્ર અવન્તિ સુકમાલ હતો. બત્રીસ કન્યાઓ પરણ્યો હતો. એકવાર આર્ય સુહસ્તિસૂરિનો સ્વાધ્યાય સાંભળી પોતાને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. પૂર્વભવમાં નલિની ગુલ્મ વિમાનમાંથી હું અહીં આવ્યો છું. તે જાણતાં અહીનાં ભોગ, દેવતાઈ ભોગ આગળ તુચ્છ જણાયા. તેથી મુનિ પાસે જઈ દીક્ષા લઈ અનશન કરી કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યાં પૂર્વભવમાં અપમાનિત કરેલ ભાભીનો જીવ શિયાળણી થયેલ, તે પોતાના બચ્ચા સાથે ત્યાં આવી તેમનો પગ ખાઈ પેટ ફાડતાં ત્રીજી રાતે સમાધિમરણ સાથી પાછા નલિની ગુલ્મ વિમાનમાં જઈ ઉત્પન્ન થયા. સમતાભાવે દુઃખ સહન કરવાથી કમોંની બળવાન નિર્જરા થઈ. રહા પૂર્વભવમાં અવન્તિ સુકુમાળના મોટા ભાઈએ દીક્ષા લીઘેલી. તેમને પાછા ઘરે લાવવા માટે ભાભી વારંવાર દિયરને કહ્યા કરે. દિયરે કહ્યું કે દિક્ષિત મુનિને પાછા ઘરે આવવા માટે કેમ કહેવાય? છતાં વારંવાર ઘરે લાવવાની વાત ભાભી કહેતા, એકવાર ગુસ્સો આવવાથી ભાભીને લાત મારી. ત્યારે ભાભીએ પણ એવો ભાવ કર્યો કે હમણાં તો હું અબળા છું પણ આવતા ભવમાં એના પગને ખાનારી થાઉં. તેથી મરીને શિયાળણી થઈ. પરવશ ચાર ગતિમાં વેઠ્યાં દુઃખ, હવે ખુશીથી સહવાં, મરવાની ય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણાં ગ્રહવાં. સ્વજન-મિત્રની સ્મૃતિ તજો; નહિ ભોગ નિદાન કદી કરશો એ અતિચારો રહિત સમાધિ-મરણ કરો તો ભવ તરશો.” ૨૪ અર્થ - ચારે ગતિમાં આપણા આત્માએ પરવશપણે અનંત દુઃખો વેઠ્યા છતાં હવે જે દુઃખ આવે તેને સ્વેચ્છાએ ખુશીથી સહન કરવા જોઈએ. દુઃખ દેખી મરવાની પણ ઇચ્છા કરવી નહીં. પણ મરણનો ભય ત્યાગી સલ્હરણાં ગ્રહવા અર્થાત્ સદેવગુરુથર્મનું શરણ અંગીકાર કરવું. સજ્જન એટલે પોતાના કુટુંબીઓ કે મિત્રની સ્મૃતિનો પણ ત્યાગ કરવો અને ભોગ નિદાન એટલે ભોગને અર્થે કોઈ પણ પ્રકારનું નિયાણું કરવું નહીં. એમ અતિચારરહિત શુદ્ધભાવથી સમાધિમરણ કરશો તો તમે ભવસાગરને જરૂર તરી જશો. રજા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હવે જો સમાધિમરણ કરવું હોય તો અનાદિકાળથી જીવને મૂંઝવતા કર્મોનો નાશ કરવો જોઈએ. તે કમને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધીને વિદારણ કરવાની રીતિઓ આગળના “વૈતાલીય અધ્યયન' નામના પાઠમાં જણાવવામાં આવે છે. વૈતાલીય એટલે વિદારક.... કર્મોને વિદારણ કરવાનું અધ્યયન. પ્રાકૃત ભાષામાં એને “વૈયાલીય' કહે છે. આ અધ્યયન સૂયગડાંગસૂત્રમાં આવેલ છે. એ વિષે “શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૨૦૭માં જણાવે છે કે – જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે આવાં વચનો કરતાં ‘વૈતાલીય” અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.” (૫૪) વૈતાલીય અધ્યયના (વૈતાલીય છંદ) (‘પ્રભુતા પ્રભુ, તારી તું ઘરી, મુજરો લઈ મુજ રોગ લે હરી'—એને મળતો રાગ) પ્રાસ્તાવિક આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે. આદીશ્વરની કને ગયા અઠ્ઠાણું તનુજો ય આશથીઃ કહે પિતા તેમ વર્તવું; ત્યાં ભડકાવ્યા દુઃખપાશથી. ૧ અર્થ :- આદીશ્વર ભગવાન પાસે તેમના અઠ્ઠાણું તનુજો એટલે પુત્રોએ રાજ્યની આશાથી જઈ ભગવાનને ફરિયાદ કરી કે ભગવન્! ભરત અમારી પાસે પોતાની આજ્ઞાનું પાલન કરાવવા ઇચ્છે છે તો અમારે શું કરવું? આપ પિતાશ્રી કહો તેમ અમારે વર્તવું છે. ત્યાં તો ભગવાને પુત્રોના હિતાર્થે એવો ઉપદેશ આપ્યો કે આ રાજ્યના ભોગો ભોગવવાથી મનુષ્યની ઇચ્છા કદી તૃપ્ત થતી નથી. અને આ સંસાર તો દુઃખના પાશ એટલે જાળ સમાન ભયંકર છે. માટે એનો પાશ અવશ્ય તોડવા જેવો છે. ||૧ જે બોઘ દઘો કૃપા કરી તે સુયો જ્યાં હિતનો ગણી; ત્યાગી સંસાર-સંગ તે મુનિ બની રહ્યા; ઘન્ય લાગણી!૨ અર્થ - ભગવાને કૃપા કરીને પુત્રોને સંસારની અસારતા, અનિત્યતા, અશરણતા, વિષય ભોગના કડવા ફળ, અસ્થિર આયુષ્ય અને યૌવનની ક્ષણભંગુરતાનો બોઘ આપ્યો. તે અઠ્ઠાણું પુત્રોએ પોતાના આત્માના હિતરૂપ જાણી અંગીકાર કર્યો. ભગવાનની આજ્ઞા પાલન કરવામાં જ પોતાનું કલ્યાણ છે એમ જાણી સંસારના સર્વ પ્રકારના સંગને ત્યાગી દઈ અઠ્ઠાણુંએય પુત્રો મુનિ બની ગયા. આવી ઉત્તમ આત્મકલ્યાણની દાઝ જાગૃત થવાથી તેમની લાગણીને ઘન્ય છે. //રા ઉત્તમ તેવા સુબોઘનો અનુવાદ કરું મુંજ કાજ જે, જે હૃદયે રોપી પોષશે તેને દેશે સુખ-સાજ તે. ૩ અર્થ - ભગવાને આપેલ આવા ઉત્તમ સમ્યબોઘનો મારા આત્માને હિતને અર્થે અનુવાદ કરું Page #39 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૩ ૩ છે; એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે. જે ભવ્યાત્મા આવા ઉત્તમ બોઘને પોતાના હૃદયમાં રોપીને એટલે સ્થાપીને તેને પોષણ આપશે; તેને તે બોઘ મોક્ષસુખના સાજ એટલે સાઘન સમા સમ્યક્દર્શનને પ્રાપ્ત કરાવશે. સા. વૈરાગ્ય રસે જ પૂર્ણ તે સંસારતમૂળ ખોદશે, ભવ્ય ઘણા સુણી સુણી તે ગ્રહી મુક્તિમાર્ગ પ્રમોદશે. ૪ અર્થ - ભગવાનનો આ બોઘ વૈરાગ્યરસથી ભરપૂર છે. એ સંસારરૂપી વૃક્ષના જડમૂળને ખોદી નાખશે. ઘણા ભવ્ય જીવો આ બોઘને સાંભળી સાંભળીને, ઉત્તમ મુક્તિમાર્ગને ગ્રહણ કરી, પ્રમોદશે એટલે આત્માના પ્રકૃષ્ટ આનંદને પામશે, અર્થાત્ આત્માની શાશ્વત સુખશાંતિને પામશે. I૪ો. પ્રથમ ખંડ ઊઠો ઊઠો ન ઊંઘશો, દુર્લભ બીજે જન્મ જાગૃતિ; વીતી રજની ન આવશે, નહિ સુલભ ઑવન પુનરાવૃતિ. ૫ અર્થ :- વૈરાગ્યથી સંયુક્ત હૃદયવાળા અઠ્ઠાણું પુત્રોને ભગવાન ઋષભદેવ સંબોધીને ઉપદેશે છે કે હે ભવ્યો! તમે ઊઠો! ઊઠો, મોહનિદ્રામાં હવે ઊંઘશો નહીં. જાગૃત થાઓ કેમકે બીજા જન્મમાં આત્મજાગૃતિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવશે નહીં. તેમજ મનુષ્ય જન્મની પુનરાવૃત્તિ એટલે ફરી તે મળવો સુલભ નથી. મનુષ્યભવ તો દશ દ્રષ્ટાંતે દુર્લભ છે. આપણા બાલ-વૃદ્ધ-ગર્ભ કાળમાં મરતા માનવ આમ દેખતાં, જાય ઝડપી બાજ તેતરો, તેમ જ આયુષ્યો ય તૂટતાં. ૬ અર્થ - બાળક, વૃદ્ધ કે ગર્ભકાળમાં પણ મનુષ્યો મરણ પામે છે. જેમ બાજ પક્ષી તેતરને ઝડપી મારી નાખે છે. તેમ આયુષ્ય તૂટતાં મનુષ્યનું મરણ થઈ જાય છે. “કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ; નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય.” માતપિતા-સ્નેહ-લુન્થ જે મરી નહીં સુલભ સુંગતિ વરે; ભય એવો ઉર ઘારીને, આરંભ તજી, સુંવ્રતો ઘરે. ૭ અર્થ - માતાપિતા આદિના સ્નેહમાં લુબ્ધ બની જે મરણ પામે તેને માટે સદ્ગતિ સુલભ નથી. માટે મૃત્યુ અને મોહનો ભય હૃદયમાં રાખી, હિંસામય આરંભનો ત્યાગ કરી મુમુક્ષુએ સમ્યક્ પ્રકારે ગુરુ આજ્ઞાએ વ્રત ઘારણ કરવા જોઈએ. આશા નહીં તો કર્મો જ જીવને નરકાદિ સ્થાને લઈ જશે, કરેલ કમ ન છોડશે, ત્યાં ત્યાં પીડા જીવ પામશે. ૮ અર્થ :- નહીં તો પોતાના જ કરેલા કર્મો જીવને નરક નિગોદાદિ ગતિઓમાં લઈ જશે. કરેલા કર્મોના ફળ ભોગવ્યા વિના જીવનો છૂટકારો નથી. તે તે સ્થાનોમાં જીવ ઘણી પીડાને પામશે. ટા દેવો, ગંઘર્વ, રાક્ષસો, અસુરો, ભૂચર, નાગ, નૃપતિ, બ્રાહ્મણ નર શેઠ પંખી સૌ, તજે દેહ દુખિયા થઈ અતિ. ૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - દેવો, ગંધર્વો, રાક્ષસો, અસુરો, ભૂમિચરો, સર્પો વગેરે તિર્યંચો, રાજા, બ્રાહ્મણ, મનુષ્ય, શેઠ, પક્ષીઓ વગેરે સૌ પોતપોતાના દેહને અંતકાળે મમત્વભાવના કારણે અતિ દુઃખી થઈને તજે છે. લો સ્વજન, ભોગ, અંતકાળમાં, મોહી જનને દે ન આશરો, ડીંટથી તાડિયું ખરે, તેમ જ આયું તૂટતાં મરો. ૧૦ અર્થ :- સ્વજન સંબંધીઓ કે વિષયભોગ, તેમાં મોહ કરનાર આસક્ત જનોને અંતકાળે આશરો આપે નહીં. જેમ ડીટાથી તાડફળ તૂટીને નીચે ખરી પડે તેમ આયુષ્ય તૂટતા મરી જશો. ૧૦ના. મૃતઘર ઘર્મિષ્ઠ બ્રાહ્મણો, ભિક્ષુક માયા-મૂઢ જો રહે, કર્મફળો તીવ્ર પીડશે નરકાદિમાં દુઃખ હા! લહે. ૧૧ અર્થ - બહુશ્રુત એટલે શાસ્ત્રજ્ઞ હો કે ઘર્માત્મા હો, બ્રાહ્મણ હો કે ભિક્ષુક એટલે મુનિ હો, પણ માયાવડે કરીને અસદુ અનુષ્ઠાનથી મૂર્ણિત હશે તો પોતાના જ કરેલા કમોંના ફળો તેને તીવ્ર પીડા આપશે. તે નરકાદિ ગતિઓમાં હા! અનંત દુઃખને પામશે. ./૧૧ જો તત્પર થાય ત્યાગવા અજ્ઞાને તરી ના શકે, કહે : “ધ્રુવ માર્ગ ઉપાય આ જ છે,” આરપાર તો તું ય ક્યાં લહે? ૧૨ અર્થ:- કોઈ અજ્ઞાની આ સંસારને ત્યાગવા તત્પર થાય, પણ અજ્ઞાનને કારણે તે સંસાર સમુદ્ર તરી શકે નહીં. તે અજ્ઞાની સ્વચ્છેદે એમ કહે કે મુક્તિ મેળવવાનો ધ્રુવમાર્ગ આ જ છે, તો તું પણ તેવા અજ્ઞાનીનો આશ્રય કરી મોક્ષમાર્ગ કેવી રીતે જાણી શકીશ? નગ્ન કૃશ શરીરવંત જો માસ માસ ઉપવાસ આદરે, તોપણ માયાદિ જો ઉરે ગર્ભ અનંતા ભાવિમાં ઘરે. ૧૩ અર્થ - તેવા દંભી માયાવી જીવો ભલે શરીરથી નગ્ન કે કૃશ થઈને વિચરે અથવા મહિના મહિનાના ઉપવાસ કરે તો પણ હૃદયમાં માયા મોહાદિ કષાયભાવો હશે તો ભવિષ્યમાં અનંતા ગર્ભને ઘારણ કરશે. II૧૩ના તેથી પાપોથી થોભજો માનવ આયુ બહું જ ટૂંકડું, કામી મોહે કળી રહ્યા અવિરતિને દુઃખ ટૂકડું. ૧૪ અર્થ - તેથી માયા મોદાદિ પાપોથી થોભજો. કેમકે મનુષ્યનું આયુષ્ય બહુ ટૂંકુ છે. કામી પુરુષો અહીં મોહમાં કળી રહ્યા છે. અને અવિરતિ એટલે જેને વ્રત નથી પણ ઇન્દ્રિયોને વશ છે તેવા જીવોને ડગલે ને પગલે દુઃખ ઊભું જ છે. ૧૪ યને વિચરો ય સંયમે દુસ્તર પંથ અણુ-જીંવે ભર્યો, સમ્યક્ વીરે કહેલ તે શિક્ષા સુંણી વર્તવું કરો. ૧૫ અર્થ - માટે સંયમ ઘારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક યત્નાથી વિહાર કરો. કેમકે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પાર કરવો દુરૂર છે. આ સવળી શિખામણ વીર પ્રભુએ કહેલ છે. તે સાંભળીને તે પ્રમાણે વર્તન કરો. I૧પો Page #41 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૩ ૫ ઊડ્યા જે વીર સંયમી, માયા ક્રોઘાદિકને પીસે; અહિંસક બઘા જીંવો તણા પાપવિરત ઉપશાંત તે દીસે. ૧૬ અર્થ :- જે વીર પુરુષો સંયમ પાળવાને તૈયાર થયા તે ક્રોઘ માન માયા લોભાદિને નષ્ટ કરે છે. તે સૂક્ષ્મ કે સ્થૂલ પ્રાણીઓની હિંસા કરતા નથી. તેઓ પાપથી વિરક્ત છે. તથા ક્રોધાદિ તેમના ઉપશાંત થવાથી તેઓ શાંત દેખાય છે. ૧૬ાા. વિચારે આપદા વિષે, “હું એકલો જગે ન દુઃખિયો, સૌ સંસારે પીડિત છે; સમ સંયમે જ વીર સુખિયો. ૧૭ અર્થ - તે સંયમી પુરુષો આપત્તિકાળે વિચારે છે કે હું એકલો જ આ જગતમાં શીત કે ઉષ્ણ પરિષહોથી દુઃખી નથી. આ સંસારમાં તો સૌ પ્રાણીઓ દુઃખી જ છે. પણ જે વીર પુરુષોએ સમભાવરૂપ સંયમને ધારણ કર્યો છે તે જ સદા સુખી છે. તથા તેમને કર્મ નિર્જરાનો લાભ પ્રાપ્ત થાય છે. I/૧૭ના. લીપેલી ભીંત ઊખડ્યે કૃશ દીસે તેમ ઉપવાસથી, દેહ કસી દયાથી વર્તવું સર્વજ્ઞ કથિત ઉપદેશથી. ૧૮ અર્થ :- લીંપેલી ભીંત ઉપરથી છોડા ઉખચે તે ભીંત પાતળી કે અશોભનીય દેખાય, તેમ ઉપવાસ આદિથી કાયા અશોભનીય કે કુશ જણાય તો પણ કાયાને કસી અહિંસાને જ ઘારણ કરી વર્તવું. એમ સર્વજ્ઞ કથિત આત્મહિતકારી ઉપદેશ છે. ૧૮ાા ખંખેરે ઘૂળ પંખીઓ તેમ કર્મજ ભવ્ય ખેરવે, તપ આચરી કર્મ કાઢવા તપસ્વી સાધુ વીર્ય ફોરવે. ૧૯ અર્થ - પક્ષીઓ જેમ પોતા પર પડેલ ધૂળને ખંખેરે છે તેમ સંયમી પણ કરજને ખંખેરે છે. તપસ્વી કે સાધુપુરુષો કર્મોને નાશ કરવા માટે ઇચ્છાઓને રોકવારૂપ તપ આચરી પોતાનું વીર્ય એટલે પોતાના બળને ફોરવે છે. ૧૯ાા કુટુંબી બાળ-વૃદ્ધ સૌ આહારાર્થે આવતાં મુનિ, વિનવે લલચાર્વી સાધુને, તો ય તપસ્વ વળે ન તે ભણી. ૨૦ અર્થ:- આહાર અર્થે આવેલ મુનિને પોતાના કુટુંબના બાળ કે વૃદ્ધ સૌ તે સાધુપુરુષને લલચાવવા માટે વિનંતી કરતા થાકી જાય તો પણ વસ્તુ તત્ત્વને જાણનારા તે મુનિ તેમના ભણી વળે નહીં. ૨૦ાા કરુણ વિલાપો કરે બઘાં, વંશવૃદ્ધિ કરવા ય વીનવે; ઊઠેલો ભવ્ય ભિક્ષુ છે, ન ડગે, સંયમ ચુસ્ત સાચવે. ૨૧ અર્થ - કુટુંબીઓ બઘા રુદન કરી કરુણ વિલાપો કરે અને વંશવૃદ્ધિ કરવા વિનંતી કરે તો પણ સંયમને આરાઘવા ઊઠેલ તે ભવ્ય સાધુ કદી ડગે નહીં, પણ સંયમનું જ ચુસ્ત રીતે પાલન કરે. સારા કામ-લાલચોથી ખેંચીને કે ઘેર લઈ જાય બાંઘીને, ઇચ્છે તેવું ન જીવવા, કોણ ડગાવી, ઘેર રાખી લે? ૨૨ અર્થ - વિષયભોગ માટે લલચાવીને કે બાંધીને તે સાધુને ઘેર લઈ જાય તો પણ જે સાધુપુરુષ અસંયમી જીવન જીવવા જ ન ઇચ્છે તેને કોણ ડગાવીને ઘરમાં રાખી શકે? ૨૨ાા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વળી શીખવેઃ “સ્નેહીં આપણે, માત, પિતા, સ્ત્રી, પુત્ર પોષવાં, સમજું છે, તું જ જોઈ લે - બે લોક બગાડીશ ત્યાગતાં.” ૨૩ અર્થ - વળી કુટુંબીઓ શીખવે કે આપણે બધા પરસ્પર સ્નેહી છીએ. માતા, પિતા, સ્ત્રી, પુત્રને પોષવા એ તો તારો ઘર્મ છે. દીક્ષા લઈને અમારા પાલનનો ત્યાગ કરવાથી તમારો પરલોક બગડશે અને આ લોકમાં પણ સંયમ લેવાથી તમે સુખી નથી. તમે સમજુ છો માટે વિચારો. નહીં તો અમને ત્યાગતા તમારા બેય લોક બગડશે. રા. સ્વજનમોહ-કાદવે પડી, કોઈ અસંયમમાં ફસાય તો તે રાગીના જ સંગથી, વળી વળી પાપે ધૃષ્ટ થાય, જો. ૨૪ અર્થ:- ઉપરોક્ત વચનો સાંભળી કોઈ સાધુ સ્વજન મોહરૂપ કાદવમાં પડી અસંયમમાં ફસાય તો તે રાગી કુટુંબીઓના સંગથી વારંવાર પાપ કરતાં પણ શરમાતો નથી અને પાપથી ભારે થતો જાય છે. પારો પંડિત બન, ભવ્ય, જો જરા, અટકી પાપથી ઉપશાંત થા, મહામાર્ગ વીર પામતા, સિદ્ધિપ્રદ ને શિવ-પંથ આ. ૨૫ અર્થ :- માટે હે ભવ્યાત્મા! તું પંડિત બની પાપ કર્મના પરિણામનો જરા વિચાર કરી, તે પાપોથી અટક અને અંતરંગ કષાયોને શમાવ. જે વીર પુરુષો છે તે જ આ આત્મસિદ્ધિદાયક મોક્ષમાર્ગને પામે છે એમ જાણ. રપા મન વાચા દેહ રોકને, કર્મ વિદારણ પંથ પામી આ, શ્રી, સગાં, આરંભ છોડીને આચર સંયમ, મોક્ષકામ થા. ૨૬ અર્થ - હે ભવ્ય! હવે તું મન વચન કાયાને અશુભભાવોમાં જતા રોકી, આ વૈતાલીય માર્ગ કહેતા કર્મ વિદારણ કરવાના એટલે કમને નષ્ટ કરવાના માર્ગને પામ્યો છું. માટે હવે તું આ શ્રી કહેતાં લક્ષ્મી તથા સગાંસંબંધી અને આરંભ પરિગ્રહને છોડી ઇન્દ્રિયોને વશ કરવા અર્થે સંયમને જ આચર અને મોક્ષનો સાચો ઇચ્છુક થા. ૨૬ દ્વિતીય ખંડ “કાંચળ સમ કર્મ ત્યાગવાં” એમ ગણી મુનિ ગર્વ સૌ હરે, નિજ ગોત્રાદિક ના સ્તવે, પરનિંદા પણ સાઘુ ના કરે. ૧ અર્થ - સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મુનિએ પણ સર્વ કર્મોને ત્યાગતા; એમ ભગવાનનો ઉપદેશ જાણી જાતિ કુલાદિ આઠ મદનો ત્યાગ કરે છે. પોતાના ગોત્ર, કુલ આદિની પ્રશંસા કરતા નથી. તેમજ પરનિંદા પણ સાધુપુરુષો કરતા નથી. ||૧|| પરની અવજ્ઞા કરી બહું ભમે ભવાટવીમાં ઘણા જણ, પરનિંદા પાપકારી છે ગર્ણ ગર્વ કરે કેમ માહણ? ૨ અર્થ :- બીજાની અવજ્ઞા એટલે તિરસ્કાર કરીને આ સંસારરૂપી જંગલમાં ઘણા જીવો ભટકે છે. પરની નિંદા કરવી એ મહાપાપકારી છે એમ જાણીને માહણ એટલે કોઈને પણ હણવાની જે મનાઈ કરે છે Page #43 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૩ ૭ એવા આત્મજ્ઞાની મુનિઓ શાસ્ત્ર કે તપ વગેરેનો મદ કેમ કરે? અર્થાત્ ન જ કરે. “પરનિંદા એ સબળ પાપ માનવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (રા. ચક્રવર્તી હોય કોઈ જો, દાસ-દાસ જે સંયમી થયો, તેને નમતાં ન લાજતો; સંયમી થયે ગર્વ સૌ ગયો. ૩ અર્થ - કોઈ ચક્રવર્તીએ દીક્ષા લીધી હોય. તેના પહેલા ચક્રવર્તીના દાસના દાસે પ્રથમ સંયમ ઘારણ કર્યો હોય તો તેને નમતા ચક્રવર્તી મનમાં લજ્જા પામતા નથી. કેમકે પોતે પણ હવે સંયમ ઘારણ કર્યો છે. તેથી ચક્રવર્તી અહંકાર ન રાખતા સર્વ પ્રત્યે સમભાવથી વર્તન કરે છે. તેવા સામાયિક આદિ સંયમે મરણ સુર્થી ભવ્ય શુદ્ધતા ઘરે, સમાધિ સહ કાળ જો કરે, તો મુનિ પંડિત જાણવા, ખરે!૪ અર્થ - મુનિ સામાયિક એટલે સમભાવ આદિ સંયમને મરણની છેલ્લી ઘડી સુધી શુદ્ધ રીતે પાળે અને સમાધિસહિત મરણ જો કરે તો તે મુનિ ખરેખરા પંડિત જાણવા. સા. મોક્ષ-લક્ષી મુનિ નિર્મદ ભૈત, ભાવિ વિભાવો વિચારીને, કટુ વચન, માર મૃત્યુના પરિષહો સહે શાંતિ ઘારીને. ૫ અર્થ - જેને મોક્ષરૂપી લક્ષ્મી મેળવવાનો લક્ષ છે એવા મુનિ નિર્મદ એટલે અહંકારરહિત વર્તન કરે છે. તે ભૂત અને ભવિષ્યકાળના વિભાવોના કટુ ફળો વિચારી કોઈ તેમને કડવા વચન કહે કે દંડ વગેરેથી માર મારે કે જીવથી પણ મારી નાખે તો પણ તે પરિષહોને શાંતિ ઘારણ કરીને સહન કરે છે. પાા પ્રશ્નોત્તરમાં સમર્થ તે ક્રોઘાદિ ઑતી ઘર્મ બોઘતા, પૂજે તો માન ના ઘરે, દુખ દે તો સમભાવ સેવતા. ૬ અર્થ - પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ એવા મુનિ સદા ક્રોધાદિ કષાયોને જીતી, સમતારૂપ ઘર્મનો ઉપદેશ આપે. તેમને કોઈ પૂછે તો ગર્વ ન કરે અને કોઈ દુઃખ આપે તો પણ સમભાવમાં જ સ્થિત રહે. પાકા જનરંજન ઘર્મ ના ચહી, અપ્રતિબદ્ધ રહી જ સર્વથા, નિર્મળ નર્દી જેમ દાખવે સર્વજ્ઞ-કથિત ઘર્મ તે સદા. ૭ અર્થ - લોકો જેથી રાજી રહે એવા થર્મને જે ઇચ્છે નહીં. કેમકે “જનમનરંજન ઘર્મનું, મૂલ્ય ન એક બદામ' મુનિ કોઈનો પ્રતિબંઘ રાખે નહીં. તે અપ્રતિબદ્ધ રહીને સદા વિચરે. નિર્મળ ગંગા નદીની જેમ હમેશાં સર્વજ્ઞ પ્રણિત શુદ્ધ ઘર્મનો જ પ્રકાશ કરે.' ગાળા જગે જીંવો ભિન્ન ભિન્ન છે, સુખપ્રિય દુખવેષ દેખવા, ઊઠ્યા જે સંયમી થવા, પાપવિરત પંડિત લેખવા. ૮ અર્થ - આ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવો છે. કેમકે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, નારકી, તિર્યંચ, મનુષ્યાદિ અનંત પ્રાણીઓ નિવાસ કરે છે. તે બઘાને સુખ પ્રિય છે અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. માટે સર્વને સમભાવથી દેખી, જે સંયમી થવા તૈયાર થયા તે સાધુપુરુષો સર્વ પ્રાણીઓની રક્ષા કરવા માટે પોતાની ઇન્દ્રિયોને જીતે અને પાપથી વિરક્ત થાય; તેને જ ખરા પંડિત પુરુષો જાણવા. IIટા Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ આરંભ તજી થયા મુનિ સ્વજન-શોક-મમતા પરિહરે, આરંભી શોક અંતમાં કરે મોઠે, ન કામ તો સરે, ૯ અર્થ :— પાપ આરંભ તજીને જે મુનિ થયા છે અને જેને સ્વજન પ્રત્યેનો શોક કે મમતા ભાવ ત્યાગી દીધો છે, છતાં અંતકાળે ફરી મોહમાં પડી શોક કે મમતાભાવ કરે તેથી પરિગ્રહને કે કુટુંબને મેળવી શકતા નથી; અર્થાત્ પાપ ગ્રહણ સિવાય બીજું કંઈ હાથ લાગતું નથી. ।।૯।। પરિગ્રહથી બેય લોકમાં દુઃખ ગણી ગૃહે વાસ ના કરે, ઉપાર્જિત વિનાશશીલ તે, બાંધવ બંઘન જાણી વિચરે. ૧૦ અર્થ :– ધન, સ્વજન, સોનું, રૂપું આદિ સર્વ પરિગ્રહ છે, પરિગ્રહ પ્રત્યેની મમતાના કારણે જીવ આ લોક અને પરલોક બન્ને લોકમાં દુઃખી થાય છે એમ જાણી ગૃહવાસમાં સ્થિતિ કરે નહીં. અને ઉપાર્જિત કરેલ ધન વિનાશના સ્વભાવવાળું છે અને સ્વજનો બધા કર્મબંઘન કરાવનાર છે એમ જાણી મુનિ વિહાર કરે. ।।૧૦। રાજ-માન, પૂજના મહા કાદવ કરિનો કાળ જાણજો; ફ્રાંસ દર્દી કેમ નીકળે? તેવો પરિચય કો ન આણજો. ૧૧ અર્થ :– મુનિ મહાત્મા જાણીને રાજા મહારાજાઓ વંદન કરી માન આપે કે પૂજા કરે તેને મહાકાદવ એટલે કીચડ સમાન જાણજો. નહિં તો તે કર એટલે હાથીની જેમ કીચડમાં ફસાવી મરણ નીપજાવશે અર્થાત્ જન્મ મરણ વઘારી દેશે. માન કષાય એ ઊંડી ફ્રાંસ સમાન છે. તે નીકળવી અતિ દુર્લભ છે. માટે તેવા ગૃહસ્થોનો પરિચય રાખશો નહીં કે વંદન પૂજનથી ગર્વ પામશો નહીં. ।।૧૧। વૈરાગ્યે એકલા ફરો સ્થાન-શયનાદિ કે સમાઘિમાં, વીર્યવંત ઉપધાનમાં ભિક્ષુ વચન-અધ્યાત્મ ગુપ્તિમાં, ૧૨ = અર્થ :— વૈરાગ્ય સહિત એકલા વિહાર કરો. એકાંત સ્થાનમાં આસન કે શયન કરો. અથવા સમાધિ એટલે આત્મસ્વરૂપમાં નિમગ્ન રહો. પોતાના વીર્ય એટલે શક્તિને ઉપઘાન આદિ તપમાં વાપરો. ‘ઉપધાન-એ જ્ઞાન સ્વાઘ્યાય ઘ્યાન થવા વિશેષ પ્રકારનું તપ છે' વળી વચન અઘ્યાત્મ એટલે આત્મા સંબંઘી જ બોલો; નહીં તો મન વચન કાયાને આત્મશુદ્ધિ અર્થે ગુપ્તિ એટલે વશમાં રાખો. આ ભિક્ષુ એટલે મુનિનો ધર્મ છે. ।।૧૨।। * મુનિ ન ઉપાડે, ન વાસતો શૂન્ય ઘરોનાં દ્વાર, વાપરે; સાવદ્ય વડે ન પૂછતાં; તૃણ ના પૂંજે કે ન પાથ૨ે. ૧૩ અર્થ :– શૂન્ય ઘરમાં રહેલ સાઘુ તે ઘરના દ્વાર ઉઘાડે નહીં કે વાસે પણ નહીં. કોઈ કંઈ ધર્મ વિષે પૂછતા સાથે સાવદ્ય એટલે પાપવાળું વચન બોલે નહીં. તે ઘરનો નૃષ્ણ એટલે ઘાસ વગેરેનો કચરો પુંજે એટલે સાફ કરે નહીં કે શયન માટે સુખા તૂત્ર વગેરેને પણ પાથરે નહીં. ।।૧૩। રવિ આથમ્યે અનાકુલ સમ-વિષમતા સાથે સંસò, શિયાળ, ડાંસાદિ જંતુઓ સાપ છતાં નિઃશંકતા લહે. ૧૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૩૯ અર્થ :— વિહાર કરતાં જ્યાં સૂર્ય આથમી જાય ત્યાં જ મુનિ અનાકુલ એટલે ક્ષોભરહિત બની નિવાસ કરે. તે સ્થાન સમ કે વિષમ અર્થાત્ અનુકૂળ કે પ્રતિકૂળ હોય, પણ મુનિ તે સહન કરે. ત્યાં શિયાળ, ડાંસ, મચ્છર કે સાપ આદિ પ્રાણીઓ હોય છતાં નિઃશંક થઈને ત્યાં જ નિવાસ કરે. ॥૧૪॥ શૂન્યાગારે મહા મુનિ ત્રિવિધ ઉપસર્ગ માનવાદિના, સહે, રોમ આદિ ન ğજે, આ આચારો જિનકલ્પીના. ૧૫ અર્થ ઃ— શૂન્ય ઘરમાં રહેલ મહામુનિ, મનુષ્ય, દેવ કે તિર્યંચો દ્વારા કરેલ ઉપસર્ગોને સહન કરે. પણ ભયથી તેમનું રૂંવાડુ પણ ઊંચુ થાય નહીં કે ભૂત વ્યંતરના ચાળા જોઈ શરીર ધ્રૂજે નહીં. આ આચારો ઉગ્રવિહારી એવા જિનકલ્પીના જાણવા. ||૧૫|| આકાંક્ષા જીવવા નથી, પૂજા-ઇચ્છા હોય ના ઉરે; ટેવાતાં ઉપસર્ગથી મહારૌદ્ર નજીવા ગણે, ખરે!૧૬ અર્થ :– ભૂતપ્રેતાદિ ઉપસર્ગોથી પીડાતા પણ તે મુનિ જીવવાની ઇચ્છા કરે નહીં. તેમજ તેમના હૃદયમાં પૂજાવાની ઇચ્છા હોય નહીં, પણ મહારૌદ્ર એટલે ભયંકર એવા રાક્ષસોના ઉપસર્ગાથી ટેવાઈ જતાં તેને પણ નજીવા જ ગણે છે. ।।૧૬।। સમ્યક્ રત્નો ત્રણે ઘરે તારક, ભજે વિવિક્ત આસન, સામાયિક સંયમી ગણો; તેને ભયનું છે ન દર્શન. ૧૭ અર્થ :— જે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ધારક છે, સ્વપરને તારનાર છે.જે સ્ત્રી, પશુ કે નપુસંકથી રહિત એવા સ્થાનોમાં જ્યાં બેસાય તે આસન કે વસતિનો ઉપયોગ કરનાર છે. એવા મુનિને સમભાવરૂપ સામાયિક ચારિત્રવાળા સંયમી પુરુષો ગણવા યોગ્ય છે. તેના હ્રદયમાં કોઈ પ્રકારના પરિષ કે ઉપસર્ગના ભયનું દર્શન થતું નથી. ।।૧૭। ઉષ્ણોદક તસ ભોગવે, ઘર્મસ્થિત, લાજે અસંયમે, તેવા કે રાજમાનથી અસમાપિર્યંત થાય ને ભમે. ૧૮ અર્થ :— જે ઠંડુ કર્યા વિના ગરમ પાણીને પી જનારા, શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત, જેને અસંયમમાં પ્રવર્તતા લજ્જા આવે; એવા મહાત્માઓ પણ રાજા મહારાજા દ્વારા સન્માનિત થતાં અસમાધિવંત થાય અર્થાત્ સ્વાઘ્યાય ઘ્યાનથી ચૂકી જાય અને સંસારમાં પાછા ભ્રમણ કરતા થઈ જાય. માટે જગતમાં કહેવાતા એવા મોટાઓનો સંગ મુનિને કરવો યોગ્ય નથી. ।।૧૮।। કલહકારી ભિક્ષ બોલ કો દારુણ અસહ્ય બોલી જાય જો, ચિર ચારિત્રે ત્રુટી લહે; તો ક્રોઘ કરે કેમ પંડિતો? ૧૯ અર્થ :— જે ક્લેશ કરનાર મુનિ છે તે જો દારુણ એટલે ભયંકર અસહ્ય વચનો બોલી જાય તો, ઘણા કાળમાં કઠણ તપ કરી ઉપાર્જન કરેલ તેનું પુણ્ય અત્યંત નષ્ટ થઈ જાય છે; તેનું ઘણા કાળનું ચારિત્ર પણ ત્રુટિ જાય છે. માટે પંડિતો એટલે વિવેકી પુરુષો એવા ક્રોધ કષાયનું સેવન કેમ કરે? ન જ કરે, ।।૧૯।। અણગમો શતોદકે ઘરે, નિદાન ન કરે, કર્મથી ડરે, જમે ના ગૃહસ્થવાસણે, તે મુનિ સામાયિક આચરે, ૨૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જે મુનિ સચિત પાણીથી અણગમો રાખે, જે આચાર પાળી કોઈ પણ પ્રકારની વસ્તુનું નિદાન એટલે ઇચ્છા કરે નહીં, જે કર્મ બંધાય એવા અનુષ્ઠાનથી સદા ડરતા રહે, જે ગૃહસ્થના વાસણમાં જમે નહીં; તેવા મુનિ સામાયિક એટલે સમભાવનું આચરણ કરે છે. ૨૦ા. આયુ વઘારી શકે ન કો તોય પાપ, નિર્લજ્જ મૂર્ખ જો– ભરે આયુ પાપથી બધું; એ સમજી મુનિ ગર્વ મૂકતો. ૨૧ અર્થ – કોઈથી પોતાનું આયુષ્ય વધારી શકાતું નથી. તોય પાપી નિર્લજજ એવા મૂખ પોતાના સર્વ જીવનને પાપથી જ ભર્યા કરે છે, તે જાણીને મુનિઓ હું આ સર્વેમાં આત્મકલ્યાણ અર્થે શ્રેષ્ઠ અનુષ્ઠાન કરનારો છું એમ માની ગર્વ કરે નહીં, પણ અહંકારને મૂકતા જ રહે છે. ર૧ાા સ્વચ્છેદે લોક સૌ ભમે, માયા-મોહે ઘર્મ માનતા, સન્માર્ગે સંયમી રહે શીતોષ્ણ સમયોગ રાખતા. ૨૨ અર્થ - સંસારી જીવો ઘર્મના નામે માયા કરીને કે મોહ કરીને પોતે ઘર્મ અનુષ્ઠાન કરે છે એમ માને છે. એમ પોતપોતાના સ્વચ્છેદે એટલે મતિ કલ્પનાએ ઘર્મ માની લોકો ચારગતિરૂપ સંસારમાં જ ભમ્યા કરે છે. પણ જે સંયમી પુરુષો છે તે તો નિષ્કપટતાથી સઘર્મ આરાધી શીત કે ઉષ્ણ એટલે ઠંડી કે ગરમીમાં પણ મન વચનકાયાના યોગોને સમ રાખી મોક્ષ પુરુષાર્થમાં લીન રહે છે. પુરા જુગારી જુગારમાં જીંતે ચોકાથી તો ન એક આદિ લે; તેમ જ તું ઘર્મ ઘાર આ સર્વજ્ઞ-કથિત હિત માની લે. ૨૩ અર્થ - જેમ ચતુર એવો જુગારી સારા પાસાઓથી રમત રમતો ચોકાના દાવને ગ્રહણ કરે છે. પણ એક બે કે ત્રણ દાવને ગ્રહણ કરતો નથી. પણ ચોકા એટલે ચાર દાવ રમી જીત મેળવે છે. તેમ તું પણ એક ગૃહસ્થ, બીજા કુકાવચનિક (અન્ય દર્શન) અને ત્રીજા પાસસ્થા (ગચ્છ બહાર નીકળી સ્વચ્છેદે વર્તનારા સાધુ) વગેરેના ઘર્મને છોડી ચોથા સર્વજ્ઞ કથિત ઘર્મને જ હિતરૂપ જાણી ગ્રહણ કર. ૨૩ લોકોને માન્ય તારકે સર્વોત્તમ જે ઘર્મ બોથિયો, તે જ ઘાર, છોડી અન્ય સૌ પૂર્વાપર કથને વિરોઘિયો. ૨૪ અર્થ – લોકોને માન્ય એવા તારક તીર્થંકર પુરુષે જે સર્વોત્તમ આત્મઘર્મ બોધ્યો, તેને જ તું ઘારણ કર અને બીજા પૂર્વાપર એટલે આગળ પાછળ કથનમાં વિરોઘ આવે છે એવા અન્ય મતોને છોડી દે. ૨૪ દુર્જય ઇન્દ્રિય-વિષયો તીર્થપતિ કને સાંભળેલ છે, જે ઊઠ્યા તે જ જીતવા ખરા અનુયાયી વીરથમ તે. ૨૫ અર્થ :- દુઃખે કરીને જેનો જય થાય એવા ઇન્દ્રિયના વિષયો છે એમ તીર્થપતિ ભગવાન મહાવીર પાસે સાંભળેલ છે. છતાં જે તેને જીતવા માટે ઊઠ્યા છે તે જ ખરા મહાવીર પ્રભુ દ્વારા બોઘેલ વીતરાગ ઘર્મના અનુયાયી છે. ૨પા. મહર્ષિનાથે કહ્યો મહા ઘર્મ પાળવા સાવઘાન જે કુમાર્ગ સર્વે તજી, કરે મદદ પરસ્પર મંદ દેખીને. ૨૬ અર્થ - મહાન ઋષિઓના પણ જે નાથ છે એવા મહાવીર ભગવાને જે મહાન આત્મધર્મ કહ્યો છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૪ ૧ તેને પાળવા જે કુમાર્ગોને તજીને સાવઘાન છે તેવા મુનિ પરસ્પર ઘર્મથી એક બીજાને પડતા દેખીને મદદ કરી ઘર્મમાં સ્થાપિત કરે છે. રજા ભુક્ત ભોગ ચિંતવે ન તે, નવા ન ઇચ્છે દુર્ગતિપ્રદ, કર્મ આઠ દૂર દે તજી, પરાથીન ન વર્તે, સમાધિત. ૨૭ અર્થ - પૂર્વે ભોગવેલા શબ્દાદિ વિષય ભોગોનું જે ચિંતવન કરતા નથી તેમજ નવા ન ભોગવેલા વિષયોની જે ઇચ્છા કરતા નથી કેમકે તે દુર્ગતિને આપનાર છે. વળી તે આઠે કમને કરવાનું દૂર મૂકી ઇન્દ્રિયોને આધીન થઈ વર્તતા નથી તે સમાધિત એટલે સમાધિસ્થ મુનિ જાણવા. સારા ઉત્તમ ઘર્મજ્ઞ તે મુનિ, કૃતક્રિય, મમતા ન ઘારતા, વિકથા ના સંયમી કરે, પ્રશ્ન પૂછે ને, કહે ભવિષ્ય ના. ૨૮ અર્થ - જે ઘર્મજ્ઞ એટલે રાગદ્વેષના ત્યાગરૂપ ઘર્મને જાણે છે એવા ઉત્તમ મુનિ પોતાના ઘર્મ અનુષ્ઠાનરૂપ ક્રિયામાં લીન રહે છે. જે કોઈ પરપદાર્થમાં મમતા રાખતા નથી. જે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા કે ભોજનકથારૂપ વિકથા કરતા નથી એવા સંયમી તે મુનિ કોઈને પ્રશ્ન પૂછે નહીં. બીજો કોઈ પૂછે તો પણ જ્યોતિષની પેઠે ભવિષ્ય ભાખે નહીં પણ પોતાના સંયમમાં જ રત રહે. ૨૮ ક્રોશ, માન, લોભ આદિનો ત્યાગ મહાપુરુષે કહ્યો કરે, તે સંયમી સાવઘાન છે, સજ્જન-સેવિત પંથ આદરે. ૨૯ અર્થ - જે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયભાવોનો ત્યાગ મહાપુરુષોએ કહ્યો તે કરે, તે સંયમી મુનિ ચારિત્ર પાળવામાં સાવઘાન છે; જે સજ્જન પુરુષો દ્વારા લેવાયેલા મોક્ષમાર્ગને જ આદરે છે. રા કષ્ટ આત્માર્થ સાર્થીએ : નિર્મમ નિરીહ હિતલક્ષ જે, ઘર્માર્થી વીર્ય ફોરવી તપે, વિચરે સમાધિ-અર્થી તે. ૩૦ અર્થ - કષ્ટથી આત્માર્થ સઘાય છે. માટે તે મુનિ નિર્મમ એટલે પર વસ્તુ ઉપર મમતા રહિત છે. નિરિહ એટલે ઇચ્છા રહિત છે. તેમજ જે કાર્યમાં પોતાના આત્માનું હિત છે તે જ કાર્ય લક્ષપૂર્વક કરે છે. એવા ઘર્માર્થી મુનિ તપમાં પોતાનું વીર્ય ફોરવે છે. એમ આત્મસમાધિના ઇચ્છુક મુનિ તપ અને મમતારહિત વિચરે છે. ૩૦ના વિશ્વ દેખતા મહાવીરે સામાયિકાદિ જે બતાવિયાં, પૂર્વે સુયાં નથી, ખરે! વા ન યથાર્થ કદી ઉઠાવિયાં. ૩૧ અર્થ :- આખા વિશ્વને જ્ઞાનબળે જોઈને ભગવાન મહાવીરે જે સામાયિક એટલે સમભાવ રાખવા આદિની ક્રિયાઓના સાઘન જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ બતાવ્યા છે, તેવાં પૂર્વે સાંભળ્યા નથી અથવા ખરેખર તે વચનોને યથાર્થ રીતે એટલે રૂડા પ્રકારે કરી ઉઠાવ્યાં નથી. “હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” (વ.પૃ.૨૬૦) //૩૧|| Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આ અપૂર્વ ઘર્મ માનીને બહુ ભવ્ય હિત જાણી જાગિયા, ગુરુએ કહ્યું કરી તર્યા, પાપથી વિરમી, સૌ કહી ગયા. ૩૨ અર્થ :- ઉપરોક્ત પ્રકારે અપૂર્વ ઘર્મનું આરાઘન કરીને ઘણા ભવ્યો તેમાં પોતાનું હિત જાણીને જાગી ગયા. આત્મજ્ઞાની ગુરુએ કહ્યા પ્રમાણે કરીને મોક્ષ પામી ગયા; પાપથી સર્વકાળને માટે વિરામ પામ્યા. એમ મહાપુરુષોનો સર્વસ્થાને આ જ વાત કહેવાનો લક્ષ છે. સુર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે -ગુરુને આથીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રોમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.” (વ.પૃ.૨૬૦) ૩રા તૃતીય ખંડ સંવૃત્તકર્મી સુભિક્ષુકે, અજ્ઞાનપણે કર્મ સંઘર્યા - તે સંયમથી ખરી જતાં; પંડિત તર્જી જન્માદિ, જો તર્યા. ૧ અર્થ - સંવૃત્તકર્મ સુભિક્ષુક એટલે જેણે નવીન કર્મોને આવતા રોકી સંવર કર્યો છે એવા સમાધિવંત સુસાધુ, જેણે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં કરેલા કર્મો સંઘરેલા છે તે પણ હવે સંયમ પાલનથી ખરી જતાં, તેવા પંડિત એટલે જ્ઞાની પુરુષો જન્મ જરા મરણને તજી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેના વનિતાને જે ન સેવતા મુક્ત સમા વખણાય જીવતાં, માટે દે મોક્ષદ્રષ્ટિ તું રોગવત્ કામ દેખી વર્તતાં. ૨ અર્થ :- જે પુરુષો સ્ત્રીઓને સેવતા નથી તે જીવતા છતાં મુક્ત પુરુષ સમાન વખણાય છે. માટે હે ભવ્યાત્મા! તું પણ હવે મોક્ષ તરફ દ્રષ્ટિ દે અને કામ ભોગાદિને રોગ સમાન જાણી વર્ત. સારા મહા મણિ વણિક લાવતા રાજાદિ ઘારે સુખે કરી, તેમ સૂરિ દે મહાવ્રતો, રાત્રિભુક્તિ તર્જી સાથુ લે ઘરી. ૩ અર્થ - વણિક વ્યાપારીઓ દૂર દેશથી કમાઈને મહામણિ એટલે ઉત્તમ રત્નોને લાવેલા હોય તો તેના ગ્રાહક રાજા મહારાજા થાય. તે તેની કિંમત સુખપૂર્વક આપી શકે. તેમ આચાર્ય શિષ્યને યોગ્ય જાણી તેને પાંચ મહાવ્રત આપે છે અને તે શિષ્ય રાત્રિભોજન તજી વ્રતોને સુખપૂર્વક ગ્રહણ કરે છે. આવા કામે મૂર્ણિત સાઘુઓ શાતાશોઘક ધૃષ્ટતા ઘરે, કૃપણ સમા જાણતા નહીં સમાઘિમાર્ગ કહ્યો જિનેશ્વરે. ૪ અર્થ – કામભાવથી મૂચ્છ પામેલા સાઘુઓ જે ક્ષણિક એવી શાતા સુખના શોઘક છે. તેઓ જ આવા કાર્યમાં ધૃષ્ટતા કરે છે. જેમ કૃપણ માણસ દાન દેવાનું જાણતો નથી તેમ જિનેશ્વરે કહેલા ઉત્તમ આત્મ સમાધિમાર્ગને તે જાણતા નથી. જા. ગાડીત દે ત્રાસ બેલને, ગળિયો, નિર્બળ, આર ઘોંચતા અંતે અસમર્થ ચાલવે, મરે કાદવે જેમ ખૂંચતા; ૫ અર્થ :- ગાડીત એટલે બળદગાડીને ચલાવનાર માણસ બળદને ચાલવા માટે ત્રાસ આપે પણ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૪ ૩ ગળિયો થયેલો નિર્બળ બળદ આર ઘોંચવા છતાં પણ ચાલવામાં અસમર્થ બને છે અને અંતે કાદવમાં ખેંચી મરણ પામે છે. પાા કામેચ્છામાં કળી જતાં આજકાલ છોડીશ ચિંતવે; પણ ગળિયા જેમ કામીઓ મરે” ગણી ન ઇચ્છે, ન ભોગવે. ૬ અર્થ :- તેમ કામેચ્છાથી ભોગમાં કળી જતાં તેને હું આજકાલમાં છોડી દઈશ એમ તે વિચારે છે. પણ ગળિયા બળદની જેમ તે આસક્તિને ત્યાગવામાં અશક્ત બની મરી જાય છે પણ છોડી શકતો નથી. એમ જાણીને સાધુપુરષો ભોગને ઇચ્છતા નથી અથવા ભોગવતા નથી. કા. રખે પછી અસાઘુતા થતી, ગણી, વિષય તર્જી આત્મબોઘ લે “અસાધુતા દુર્ગતિ કરે, ત્યાં શોકર્થી પોકે રડી મરે.”૭ અર્થ – રખેને પડી જવાય તો સાધુપણું નાશ પામે એમ જાણીને વિષયંકામનાને તજી પોતાના આત્માને બોઘ આપે કે હે જીવ! આવા કૃત્યથી તારું સાધુપણું નષ્ટ થઈ તું દુર્ગતિમાં જઈને પડીશ. ત્યાં નરકમાં શોક કરી કરીને પોકે રડી મરીશ તો પણ તારું કોઈ સાંભળશે નહીં. IIળા જીંવન અહીંનું ય જો જરી, તરુણ કે વર્ષ સો થયે મરે, મે'માન સમાન જાણી લે; કામાસક્તિ મૂઢ, કાં કરે? ૮ અર્થ - હે ભવ્ય! તારું અહીંનું જ જીવન પહેલા જરા જોઈ લે. કોઈ તરુણ એટલે યુવાવસ્થામાં જ મરી જાય છે કે કોઈ સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. તું પણ અહીં મહેમાન જેવો જ છું એમ જાણી હે મૂઢ, કામમાં આસક્તિ કાં કરે છે? પાટા આરંભે અહીં જે મચ્યા આત્મઘાતી પરઘાત તે અરે! પાપલોક તે લહે પછી કે કુદેવ કદી થાય આખરે. ૯ અર્થ - જે પ્રાણીઓ મહા મોહના પ્રભાવે અહીં આરંભહિંસામાં મચ્યા રહે છે તે આત્મઘાતી કે પરજીવોના ઘાતી છે. અરેરે! તે જીવો પરભવમાં પાપલોક એટલે નરકાદિ ગતિને પામે છે અથવા કોઈ બાળ તપસ્યાના કારણે દેવગતિ પામે તો પણ અસુર કે કિલ્પિષ જેવા અઘમ દેવ થાય છે. લો તૂટયું સંઘાય આયુ ના, અવિવેકી ધૃષ્ટ તોય જો, બકે : અહીં જ સ્ખી થવું ઘટે, દીઠો ન પરભવ, દેખી તો શકે?” ૧૦ અર્થ - આયુષ્ય દોરી તૂટી ગઈ કે પછી સંઘાશે નહીં માટે આત્મહિત કરી લે. ત્યારે અવિવેકી એવો ધૃષ્ટ પુરુષ એમ બકે કે આ ભવે જ ગમે તે રીતે સુખી થવું ઘટે. પરભવ કોણે દીઠા છે? અને કોણ જોઈ શકે છે? એમ કહી પાપ કરવામાં જ પ્રવૃત્ત રહે. (૧૦ગા. સર્વજ્ઞ-કથિત વાત આ, અંઘ સમા શ્રદ્ધા કરી જુઓ; વર્તમાન એકલો ગણો તો પિતામહાદિક સૌ ખુઓ. ૧૧ અર્થ :- પુનર્જન્મ છે, પરલોક છે આ સર્વજ્ઞ કથિત વાત છે. માટે હે અજ્ઞાનથી અંઘ સમાન બનેલા પ્રાણી તું જિનેશ્વરે કહેલા આગમ બોઘની શ્રદ્ધા કર. વર્તમાનકાળને એકલો ગણીશ તો પિતામહ એટલે દાદા વગેરે થયા એને કેવી રીતે માનીશ. કેમકે વર્તમાનકાળમાં તો તે હાજર નથી. તેમજ પ્રત્યક્ષને જ Page #50 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રમાણભૂત માનવાથી કોણ કોનો પિતા અને કોણ કોનો પુત્ર એ કેવી રીતે સિદ્ધ થશે? |૧૧| મોહે મિંચાઈ દ્રષ્ટિ તે જ્ઞાને ખોલી, સત્ય માનજો, નહીં તો ભમી ય ભ્રાંતિમાં, ફરી ફરી દુઃખો દેખી થાકજો. ૧૨ અર્થ :- મોહથી મિંચાયેલી આ દ્રષ્ટિને સમ્યકજ્ઞાનથી ખોલી આ વાતને સત્ય માનજો. નહીં તો આત્મભ્રાંતિના કારણે સંસારમાં ભમી ફરી ફરી દુઃખો દેખી પછી થાકજો. ૫.પૂ.પ્રભુશ્રીજી કહે છે, પ્રભુ! આ તો થાક્યાનો માર્ગ છે. થાક્યો હોય તો બેસ, નહીં તો જા ચોરાશી લાખ જીવયોનિમાં એક આંટો ફરી મારી આવ. ૧૨ાા. સ્વકીય પ્રશંસા પૂંજા તજી જ્ઞાનાદિ સહ સંયમી બને, સ્વાત્મતુલ્ય સર્વ જીવને દેખી રહે સમદ્રષ્ટિ-સેવને. ૧૩ અર્થ - સાધુપુરુષો સ્વકીય એટલે પોતાની પ્રશંસા કે પૂજાને છોડી સમ્યકજ્ઞાનાદિ સાથે સંયમી બને છે તથા પોતાના આત્મા સમાન સર્વ જીવોને જોઈ, સર્વ પ્રત્યે સમાનદ્રષ્ટિ રાખી પ્રવર્તે છે અને એ જ મુનિનો ઘર્મ છે. ૧૩. ગૃહવાસે જે રહે જનો, ઘર્મ સુણી સમદ્રષ્ટિવંત તે ર્જીવરક્ષા પાળી અલ્પ, જો, સ્વર્ગ વરે સુંદ્રષ્ટિ સુવ્રતે. ૧૪ અર્થ - દીક્ષા યોગ્ય ભૂમિકાના અભાવે જે જીવો ગૃહસ્થાવાસમાં રહી ઘર્મ સાંભળી શ્રાવક ઘર્મ પાળીને સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિવાળો થાય અને જીવરક્ષાને અલ્પ પણ પાળી હિંસાથી નિવૃત્તે તો તે સમ્યક વૃષ્ટિ જીવ સુવ્રતના બળે સ્વર્ગલોકને પામે છે. ||૧૪મા જિનેશ તણા દેશના સુણી ઉદ્યમ સંયમ કાજ આદરો, સર્વત્ર તજી મદાદિ સૌ ભિક્ષાવિશુદ્ધિ ભિક્ષુ, આચરો. ૧૫ અર્થ - જિનેશ્વર ભગવાનની દેશના સાંભળીને સંયમને માટે હમેશાં ઉદ્યમવંત રહો અને સર્વત્ર જ્ઞાનમદ, તપમદ આદિને ત્યાગી વિશુદ્ધ આહાર જળ લઈને મુનિ શુદ્ધ ચારિત્રનું પાલન કરો. ૧પના ઘર્માર્થી, સર્વ જાણીને તપથી વીર્ય વઘારી વર્તતા, ત્રિગુપ્ત, સમ્યકત્વયુક્ત તે સ્વપર-મોક્ષાર્થી યત્ન સેવતા. ૧૬ અર્થ – સાચા ઘર્માર્થી સાઘુ, હેય ઉપાદેય તત્ત્વને જાણી તપ દ્વારા પોતાનું આત્મબળ વઘારી વર્તન કરે છે. તેમ જ મન વચન કાયાથી ગુપ્ત રહીને, સમ્યક્દર્શન સહિત પોતાના અને પરના આત્મકલ્યાણ અર્થે સદા પ્રયત્નશીલ રહે છે. [૧૬ના સ્વજન, પશુ, ઘનાદિ સર્વને શરણ અજ્ઞાની આમ માનતા કે રક્ષક હું તેમનો અને, - મુજ તે; પણ શરણું ન પામતા. ૧૭ અર્થ – અજ્ઞાની જીવો કુટુંબીઓને, પશુધનને કે ઘન આદિ વૈભવને આવી રીતે શરણરૂપ માને છે કે હું તેમનો રક્ષક છું અને આપત્તિકાળે તેઓ મારી રક્ષા કરશે. પણ અંતકાળે કોઈ કોઈને શરણરૂપ થઈ બચાવી શકતું નથી. ૧ળા Page #51 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૪ ૫ સમજું શરણું ન માનતા, દુઃખે મરણે જીવ એકલો, આવે ને જાય એકલો, દુઃખમાં પડાવે ન ભાગ કો. ૧૮ અર્થ - સમજુ પુરુષો ઉપરોક્ત સામગ્રીને શરણરૂપ માનતા નથી. પણ દુઃખમાં કે મરણ સમયે જીવ એકલો જ તે વ્યાધિને ભોગવે છે. એકલો જન્મ લે છે અને મરે પણ એકલો જ છે. તેના આ દુઃખમાં ભાગ પડાવનાર કોઈ નથી. ૧૮ાા જન્મ, જરા, મૃત્યુના ભયે આકુળવ્યાકુળ જો અઘર્મથી જીવો ચારે ગતિ વિષે વ્યક્તાવ્યક્ત દુઃખી સ્વકર્મથી. ૧૯ અર્થ :- સર્વ સંસારી જીવો અથર્મથી એટલે પોતાના આત્મસ્વભાવને મૂકી પરવસ્તુમાં મોહ મમતા કરવાથી જન્મ, જરા, મરણના ભયે સર્વ આકુળવ્યાકુળ છે. તે જીવો ચારે ગતિમાં વ્યક્ત કે અવ્યક્તપણે પોતાના કરેલા કર્મથી સદા દુઃખી છે. ૧૯ાા આ જ તક ખરી, વિચાર લે; બોધિ સુલભ નથી, કહેલ છે; સમ્યક જ્ઞાનાદિ પામીને બોધિદુર્લભતા વિચારજે. ૨૦ અર્થ :- આત્મકલ્યાણ અર્થે આ મળેલ મનુષ્યભવની તક અમૂલ્ય છે, યોગ્ય છે એમ વિચારી લે. કેમકે સમ્યક્દર્શનરૂપ બોધિ પામવી સુલભ નથી એમ ઋષભદેવાદિ સર્વ જિનેશ્વરોએ કહેલ છે. પ્રથમ સપુરુષ દ્વારા કારણરૂપ સમ્યકજ્ઞાનાદિ પામીને સમ્યક્દર્શનરૂપ બોધિની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તેનો વિચાર કરજે. ૧૨ના પૂર્વે તીર્થંકરો થયા, આગામ્ થશે, સર્વ સુવતી, તે કાશ્યપ-ઘર્મ પાળતા આ સમ્યક જ્ઞાનાદિ દે કથી - ૨૧ અર્થ :- પૂર્વકાળે અનંત તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ થશે. તે બધા ઉત્તમ સુવ્રતને ઘારણ કરનાર હતા. તે સર્વ કાશ્યપ-ગોત્રી શ્રી મહાવીર સ્વામીના વીતરાગ ઘર્મને જ પાળતા હતા. તેથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘર્મ ત્રણે કાળમાં આ એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. તેમનું બોઘેલું સમ્યકજ્ઞાન નીચે પ્રમાણે બોધ આપે છે. રિલા કે ત્રિવિશે જીવ ના હણો, આત્મહિતે ત્રિગુસિવંત હો, સ્વર્ગાદિ સુખો ન ઇચ્છતા; ત્રિકાળ સિદ્ધ અનંત એમ જો. ૨૨ અર્થ :- કે તમે મનવચનકાયાથી ત્રિવિશે કોઈપણ પ્રાણીને હણો નહીં; પણ આત્મહિત અર્થે સદા ત્રિગતિવંત જ રહો. અને ઘર્મ આરાધીને સ્વર્ગાદિ સુખોની કદી ઇચ્છા કરો નહીં તો સિદ્ધિ સુખને પામશો. આ પ્રમાણે વર્તવાથી ત્રણે કાળમાં અનંત જીવો સિદ્ધ ગતિને પામ્યા છે. સુરરા જ્ઞાતપુત્ર અર્હતે કહી સંપૂર્ણ જ્ઞાન-દર્શને લહી, આ ઉત્તમ સર્વ દેશના સુણી વિશાલામાં અમે રહી. ૨૩ અર્થ – જ્ઞાતકુળમાં હોવાથી જ્ઞાતપુત્ર એવા અર્હત્ એટલે પૂજવાયોગ્ય ભગવાન મહાવીરે સંપૂર્ણ જ્ઞાન-દર્શનવડે જાણીને ઉપરોક્ત દેશના અમને કહી હતી. તે ઉત્તમ સર્વ દેશના અમે વિશાલા નગરીમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ४६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રહીને ભગવાન પાસે સાંભળી હતી એમ શ્રી સુઘર્માસ્વામી પોતાના શિષ્ય શ્રી જંબુસ્વામી વગેરેને જણાવે છે. રયા ઉપસંહાર (સારાંશ) શ્રી સુઘર્મા સ્વામી શિષ્યને મહાવર કને સાંભળી કહે, સૂત્રકૃતાંગે શ્રી જંબુને બહુમાનપણે તે ઉરે લહે. ૨૪ અર્થ - શ્રી સુઘર્માસ્વામીએ પોતાના શિષ્ય શ્રી જંબુસ્વામીને ભગવાન મહાવીર પાસે જે સાંભળ્યું તે કહ્યું. તે સૂત્રકૃતાંગ સૂત્રમાં આપેલ છે. તે બોઘને બહુમાનપણે સાંભળી શ્રી જંબુસ્વામીએ હૃદયમાં ઘારણ કર્યો. પારા ટીકા શીલાંક સૂરિની, તેથી સમજી મૂળ ગ્રંથને, યથાશક્તિ સાર આ લખું ગુજરાતીમાં છંદ-બંઘને. ૨૫ અર્થ :- સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર શ્રી શીલાંકસૂરિએ ટીકા કરેલ છે. તે દ્વારા મૂળ ગ્રંથને સમજી યથાશક્તિ તેનો સાર આ ગુજરાતી ભાષામાં છંદબદ્ધ કરીને અત્રે લખું છું, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. રપા. શ્રી શીલાંકસૂરિએ લઘાં અવતરણો ટીકા દીપાવવા, તેમાંથી અલ્પ આ ગ્રહું અધ્યયન બીજું આ વિચારવા. ૨૬ અર્થ - શ્રી શીલાંકસૂરિએ ટીકાને દીપાવવા જે અવતરણો લીઘા તેમાંથી નીચે મુજબ થોડા અવતરણો આ બીજું અધ્યયન “વૈતાલીયને વિચારવા માટે ગ્રહણ કરું છું. ભરવા પ્રથમ ખંડ હિત પામવા, તજવા અહિત, અનિત્યતા કળે; બીજે તે માન મૂકવા, શબ્દાદિ અવગણી શકાદિ લે. ૨૭ અર્થ - તેમાંનો પ્રથમ ખંડ અથવા પ્રથમ ઉદ્દેશક તે આત્માને હિતમાં પ્રેરવા અને અહિતની નિવારવા માટે આયુષ્ય આદિની અનિત્યતાનો બોઘ આપનાર છે. બીજો ખંડ અથવા બીજો ઉદ્દેશક તે આઠ પ્રકારના મદ અથવા માન મૂકવા અર્થે તેમજ શબ્દાદિ પાંચ વિષયોની અવગણના કરી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ સમકિતની યોગ્યતા પામવા માટે કહ્યો છે. રા. ત્રીજે અજ્ઞાન-સંચિત કર્મો જ્ઞાને બાળી નાખવાં, પ્રમાદ ને સુખ છોડવાં, જ્ઞાની વચનો ઉર રાખવાં. ૨૮ અર્થ - ત્રીજા ખંડમાં કે ત્રીજા ઉદ્દેશકમાં ભગવાને જે બોઘ કહ્યો છે તે અજ્ઞાન અવસ્થાએ સંચિત કરેલા કમોને આત્મજ્ઞાન દ્વારા બાળી નાખવા માટે કહ્યો છે. તેમજ પ્રમાદ અને ઇન્દ્રિયસુખોને છોડવા અર્થે, જ્ઞાની પુરુષોના વચનો હૃદયમાં જાગૃત રહે તેના માટે જણાવેલ છે. રા. શિવસુખ-દાતા મનુષ્યનો ભવ ઘરી, ઘર્મ સત્ય સાંભળ્યો; તો છોડો સુખ તુચ્છ આ, કામ-કાચ તજીં, મોક્ષ-રત્ન લ્યો; ૨૯ અર્થ :- શિવસુખદાયક એવા આ મનુષ્યભવને ઘારણ કરીને હે ભવ્યો! તમે જો સાચો આત્મધર્મ સાંભળ્યો હોય તો આ સંસારના તુચ્છ ઇન્દ્રિય સુખને છોડો. કામવાસનારૂપ કાચના કટકાને તજી હવે Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫૪) વૈતાલીય અધ્યયન ४७ મોક્ષરૂપ અમૂલ્ય રત્નને ગ્રહણ કરો. ૨૯ કોટિ ભવે ના મળેલ તે માનવ ભવ પામે પ્રમાદ શો! ગયું આયુ ના ફરી મળે ઇન્દ્રને ય, મોહે ન ઊંઘશો. ૩૦ અર્થ - કરોડો ભવમાં પણ ન મળેલ એવો માનવભવ પામ્યા છતાં હવે પ્રમાદ શો કરવો? વીતી ગયેલું આયુષ્ય ઇન્દ્રને પણ પાછું મળતું નથી. માટે હવે તમે મોહનીંદ્રામાં ઊંઘશો નહીં પણ જાગૃત થઈ જાઓ. ૩૦ નેહમયી બેડ જો જડી માતપિતા, પુત્રાદિ નામની; વિના શૃંખલા ય કેદમાં પરાથીનતા દેખ કામની. ૩૧ અર્થ - પ્રેમમયી એવી બેડી માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિના નામની તારા પગમાં જડેલી છે તે તું જો. તે બેડી શૃંખલા એટલે સાંકળ વગરની હોવા છતાં તને કેદમાં નાખી દીઘો. એવી આ કામવાસનાની પરાધીનતાને તો જરા દેખ. /૩૧ાા. સમતાથી દુઃખ ના ખમે ગૃહસુખ સંતોષે તજે ન આ, વેઠે શીતોષ્ણ વાયરો, સહે ક્લેશ તપ કાજ ના જરા. ૩૨ અર્થ :- આવેલ દુઃખને સમતાથી ખમી શકતો નથી અને ઘરના દુઃખમાં સુખ માની સંતોષ રહે છે; પણ તેને તજવાની ઇચ્છા કરતો નથી. શીત કે ઉષ્ણ વાયરાની જેમ ઘરના બધા ક્લેશને સહન કરે છે પણ આ જીવ કર્મની નિર્જરાર્થે તપને માટે કાયક્લેશ સહન કરવા તૈયાર નથી. IT૩૨ાા ઘનના ધ્યાને રહે સદા નિર્ત તત્ત્વ ના વિચારતો; કર્યા કાર્ય સૌ સુખી થવા, વળ્યું ન કૅ; ગૃહે વ્યર્થ જીવતો. ૩૩ અર્થ :- હમેશાં ઘન મેળવવાના ધ્યાનમાં રહે છે. પણ માન-અપમાન, સુખ-દુઃખ, રાગ-દ્વેષરૂપ બંધ રહિત થવાનું તત્ત્વ ભગવાન બોઘે છે તેને જીવ વિચારતો નથી. આખી જિંદગીમાં સર્વ કાર્ય સુખી થવા માટે કર્યા પણ તેથી કાંઈ સુખ મળ્યું નહીં; છતાં ઘરમાં વ્યર્થ જીવન વ્યતીત કરે છે. ૩૩ દોષો યે ગુણ થાય જો, યોગ્ય પદે યોજાય ભાનથી ભૂખે સૂકું શરીર જો તુચ્છ અન્ન, પટ જીર્ણ કે નથી. ૩૪ અર્થ – દોષો પણ ગુણરૂપ થઈ શકે છે. જો સમજણપૂર્વક તેની યોજના કરવામાં આવે તો. જેમકે સુસાધુનું તપસ્યાવડે કે તુચ્છ રસવગરના આહારવડે સૂકું શરીર છે અને જેના શરીર પર પટ એટલે કપડાં જિર્ણ છે અથવા કપડાં પણ નથી છતાં તે સુખી છે. ૩૪ના લુખા કેશો શિરે ઊડે, ભૂમિ-શયન ના પાથરે કહ્યું, એ આચારો સુસાઘુના દીસે ગૃહસ્થ દશા વિષે, પશુ. ૩૫ અર્થ – જે સુસાધુના લૂખાકેશ શિર ઉપર ઊડે છે. ભૂમિ ઉપર શયન કરે છે અથવા નીચે કંઈ પાથરતા પણ નથી છતાં સુખી છે. એવા આચારો સુસાધુના દેખાય છે. જ્યારે ગૃહસ્થ દશામાં તો કુટુંબના મોહે પરાધીન બનેલો એવો આ જીવ, પશુ જેવી દશાને ભોગવે છે. રૂપા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અગ્નિમાં પેસીને મરે, પણ લીધું વ્રત, ઘર્મી ન તોડતો; અખંડિત શીલવંતનું ભલું મરણ, જીંવન ભૂંડું ભ્રષ્ટ જો. ૩૬ અર્થ - ઘર્માત્મા જીવો અગ્નિમાં પેસીને પણ મરે પણ લીધેલા વ્રતને કદી તોડે નહીં. અખંડિત એવા શીલવંતનું આવું મરણ પણ ભલું છે, પણ વ્રતથી ભ્રષ્ટ થઈને જીવવું તે ઘણું ભૂંડું છે. ૩૬ કર્મ કરે જીવ એકલો, ફળ એકલો અનુભવે, સહે, જો જન્મે એકલો મરે, પરલોકે પણ એકલો રહે. ૩૭ અર્થ – જીવ એકલો પોતાના કર્મોને કરે છે. તેના ફળો પણ તે એકલો અનુભવે છે. તે ફળમાં થતાં સુખદુઃખને એકલો સહન કરે છે. જન્મ પણ એકલો અને મરે પણ એકલો છે. પરલોકમાં પણ એકલો જ જઈને રહે છે; તેની સાથે કોઈ આવતું નથી. ૩ળા શ્રીમદ્ રાજચંદ્રને નમું કૃપાપ્રસાદ અખંડ ચાખવા, ઉપકારો હું સ્મર્યા કરું મોક્ષ-માર્ગમાં ભાવ રાખવા. ૩૮ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે તેમની કૃપાપ્રસાદીને અખંડ રીતે ચાખવા માટે નમસ્કાર કરું છું. તેમ જ મોક્ષમાર્ગમાં મારા ભાવો સદા જાગૃત રહે તે અર્થે તેમના ઉપકારોને હું સદા સ્મર્યા કરું છું; એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની અંતર ભાવનાને પ્રગટ કરે છે, જે આપણા માટે માર્ગદર્શકરૂપ છે. [૩૮] પ્રજ્ઞાવબોઘના પાઠ ૫૪માં “વૈતાલીય અધ્યયન'માં કર્મોને નષ્ટ કરવાનો ઉપદેશ કર્યો. હવે આ પાઠમાં જગતમાં ઘન કુટુંબાદિ સર્વ સંયોગોનું અનિત્યપણું છે, કોઈ પદાર્થ શાશ્વત નથી, તો તેના નિમિત્તે રાગ દ્વેષ કરી, ફરી નવા કમોં બાંઘી, જીવે શા માટે ચારગતિમાં રઝળવું જોઈએ? તે જગતના પદાર્થોનું કેવી રીતે અનિત્યપણું છે તે સ્પષ્ટ બતાવવા આ પાઠમાં દ્રષ્ટાંતોથી સમજાવવામાં આવે છે : (૫૫) સંયોગનું અનિત્યપણું (રાગ–હાં રે મારે ઘર્મ જિગંદબું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લોએ રાગ) હાં રે મારા રાજપ્રભુ તુમ પદમાં કરું પ્રણામ જો, વાસ સદા એ અવિચળ પદમાં આપજો રે લોલ; હાં રે કોઈ ઠેકાણું નથી ઠરવાનું જગમાંય જો, ક્ષણ ક્ષણ ક્ષણભંગુરતા-દવ આ વ્યાપતો રે લોલ. ૧ અર્થ - મારા પરમકૃપાળુ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભક્તિભાવે પ્રણામ કરું છું. આપ જે અવિચળ એટલે સ્થિર આત્મપદમાં નિવાસ કરો છો, તે જ પદમાં મને પણ સદા નિવાસ આપજો. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. આ જગતમાં તો આત્મશાંતિ પામવાનું કોઈ ઠેકાણું દેખાતું નથી, કેમકે Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫૫) સંયોગનું અનિત્યપણું સર્વત્ર ક્ષણભંગુરતારૂપી દાવાનળ ક્ષણે ક્ષણે સળગી રહ્યો છે, અર્થાત્ જગતની સર્વ વસ્તુઓ ક્ષણિક એટલે નાશવંત જણાય છે. ક્યાંય પણ શાશ્વત સુખ નજરે દેખાતું નથી. ત્રિવિઘ તાપથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. ||૧|| હાં રે જુઓ, તરણાંટોચે ઝાકળ જળ દેખાય જો, રવિ-કિરણમાં રત્ન-રાશિ સમ શોભતું રે લોલ; હાં રે તે તાપ પડ્યું કે પવન વડે ઊડી જાય જો, તેવા સૌ સંયોગો અસ્થિર બોઘતું રે લોલ. ૨ અર્થ - જેમકે પ્રભાતમાં ઘાસના ટોચ ઉપર ઝાકળના બિંદુ પડેલા દેખાય છે. તે સૂર્યના કિરણમાં રત્નની રાશિ એટલે રત્નના ઢગલા સમાન શોભા આપે છે. પણ તાપ પડે કે પવન આવ્યું તે ઊડી જાય છે, તેમ જગતના સર્વ સંયોગો સુંદર દેખાતા છતાં અસ્થિર છે, એમ તે આપણને બોઘ આપે છે. રા હાં રે આ સાગરજળ ઉપર પરપોટા-ફીણ જો, વરઘોડે ચઢીને આવે ઉપદેશવા રે લોલ; હાં રે તીરે તે અફળાઈ નિષ્ફળ થાય જો, પુણ્ય-મનોહર સુખ આવે તેવાં જવા રે લોલ. ૩ અર્થ – સમુદ્રના જળ ઉપર પાણી પરપોટા કે ફીણ જેવું બનીને જાણે વર જેમ ઘોડા ઉપર ચઢીને આવતો હોય તેમ દેખાય છે. પણ તે ફીણ સમુદ્રના કિનારે આવતાં અફળાઈને નષ્ટ થઈ જાય છે. તેમ પુણ્યોદયથી ઇન્દ્રિયના મનોહર સુખ પ્રાપ્ત થાય છે પણ અલ્પ સમયમાં તે જતા રહે છે. એમ જગતના સર્વ સંયોગો અનિત્ય છે તેનો તે પરપોટા ઉપદેશ આપે છે. II હાં રે કોઈ ભિક્ષક સંતો એઠું જુઠું ખાઈ જો. સ્વપ્ર વિષે રાજાનો વૈભવ ભોગવે રે લોલ; હાં રે ત્યાં મેઘગર્જના સુણતાં જાગી જાય જો, તેમ જ સૌ સંપદનો નક્કી વિયોગ છે રે લોલ. ૪ અર્થ - કોઈ ભિખારી એઠું જૂઠું ખાઈને સૂતો હતો. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જાણે રાજા બની તેનો વૈભવ ભોગવે છે. તેટલામાં વાદળાની ગર્જના થઈ અને તે જાગી ગયો. જુએ છે તો રાજ્ય વૈભવ જેવું ત્યાં કંઈ નથી. તે તો માત્ર સ્વપ્ન હતું. તેમાં મળેલી સર્વ સંપત્તિનો પાંચ પચાસ વર્ષમાં વિયોગ નિશ્ચિત છે. પુણ્ય ક્ષીણ થયે કાં તો લક્ષ્મી ચાલી જાય છે કાં પોતે ચાલ્યો જાય છે. જો હાં રે ચોમાસામાં નભ, નદી, વન, મેદાન જો, શોભે વિવિઘ મનોહર વર્ણ વડે, ખરે! રે લોલ; હાં રે તે ઉનાળામાં સૌ ઉજ્જડ-વેરાન જો, તેમ જગતમાં ઘન, યોવન, આયું સરે રે લોલ. ૫ અર્થ - ચોમાસામાં નભ એટલે આકાશ વાદળાથી, નદી જળથી ભરેલી, વન ઉપવનમાં ઝાડ પાન ખીલેલા હોવાથી અને મેદાનમાં પણ લીલું ઘાસ ઊગવાથી વિવિઘ રૂપરંગવડે તે મનોહર જણાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પણ ઉનાળામાં ઘણી ગરમી પડવાથી નદીનું પાણી સૂકાઈ જાય છે, ઘાસ વગેરે પણ સૂકાઈ જવાથી ઉજ્જડ વેરાન જેવું સર્વ જણાય છે. તેમ જગતમાં ઘનવાન નિર્ધન બની જાય છે, યૌવન નષ્ટ થઈ, વૃદ્ધાવસ્થા આવે છે અને કાળે કરીને આયુષ્ય પણ નાશ પામી મરણ નીપજે છે. એમ જગતના સર્વ સંયોગો અનિત્ય છે તો તેમાં શું મોહ કરવો? પા. હાં રે કોઈ મદિરાછાકે બકતા ભૂલી ભાન જો, તેમ જ મોહે સ્વરૂપ ભૂલી ઑવ બોલતો રે લોલઃહાં રે મારાં રાજ્ય, કુટુંબ, કીર્તિ, કાયા, ઘન, ઘામ જો.” સંયોગો છૂટતાં પણ દ્રષ્ટિ ન ખોલતો રે લોલ. ૬ અર્થ- જેમ કોઈ દારૂના નશામાં પોતાનું ભાન ભૂલી ગમે તેમ બકે, તેમ આ જીવ મોહવડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી એમ કહે છે કે આ મારું રાજ્ય છે, આ કુટુંબ, કાયા, ઘન, ઘર વગેરે મારા છે, આ મારી કીર્તિ ગવાય છે, પણ આ બધા કર્માધીન મળેલા સંયોગો કાળ આવ્યું છૂટી જાય છે; છતાં અજ્ઞાનથી મૂઢ બનેલો એવો આ જીવ હજી સમ્યકુદ્રષ્ટિને પામતો નથી. કા. હાં રે જેમ ઇન્દ્રઘનુષ્યમાં સુંદર રંગ જણાય જો, નાશ થતાં ના વાર ઘડીક લાગતી રે લોલ; હાં રે આ ઇંદ્રિયસુખ સૌ વિદ્યુત્ સમ વહી જાય જો, અંઘારા સમ પાછળ દુર્ગતિ આવતી રે લોલ. ૭ અર્થ - ચોમાસામાં આકાશમાં બનેલ ઇન્દ્રઘનુષ સુંદર રંગબેરંગી જણાય છે. પણ તેને નાશ થતાં ઘડીક વાર પણ લાગતી નથી. તેમ આ ઇન્દ્રિયસુખ તે વિદ્યુત એટલે વીજળીના ઝબકારા જેવું ક્ષણિક સુખ બતાવી શીધ્ર નાશ પામી જાય છે; અને તેના ફળમાં પાછળ અંઘારા સમાન દુર્ગતિના દુઃખો જીવને ભોગવવા પડે છે. શા હાં રે જે આંખો તલસે જોવા સુંદર રૂપ જો, તે પણ અંઘ બની નહિ કંઈ નીરખી શકે રે લોલ; હાં રે હિત-અહિતનો વિવેક છે સુખરૂપ જો, કોણ ચુંકે હિત કરવાનું આવી તકે રે લોલ. ૮ અર્થ :- આપણી આંખો સુંદર રૂપ જોવા તલસે પણ પાપનો ઉદય થાય તો અંઘ પણ બની જાય. પછી કાંઈ જોઈ શકે નહીં. આપણા આત્માનું સાચું હિત શામાં છે કે અહિત શામાં છે, તેનો વિવેક કરવો તે સુખરૂપ છે. તે વિવેક કરવાની તક આ મનુષ્યભવમાં મળી છે તો તેને કોણ વિચારવાન ચૂકે? પાટા હાં રે બહુ પંખી કેરો તરુ પર સાંજે વાસ જો, પ્રાતઃકાળે સૌ નિજ નિજ પંથે પડે રે લોલ; હાં રે તેમ મળે સંયોગો, સગાંસંબંથી ખાસ જો, સંયોગ-પળો જ વિયોગણી ઘડીઓ ઘડે રે લોલ. ૯ અર્થ :- ઘણા પક્ષીઓ સાંજે એક ઝાડ ઉપર આવી નિવાસ કરે છે. પ્રાતઃકાળે સર્વે પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. તેમ સગાં સંબંધીઓના સંયોગો ણાનુબંઘે આ ભવમાં આવી મળે છે. સંયોગ થયો Page #57 -------------------------------------------------------------------------- ________________ (૫૫) સંયોગનું અનિત્યપણું ૫ ૧ માટે વિયોગ નિશ્ચિત છે. સંયોગ થયો ત્યારથી જ વિયોગની ઘડીઓ ગણાવાનું નક્કી થઈ જાય છે. સમયે સમયે તે વિયોગ તરફ જ ઘકેલાય છે. લા હાં રે કોઈ નાવ વિષે મળી બેસે લોક અનેક જો, સામે કાંઠે ઊતરી સૌ છૂટાં પડે રે લોલ; હાં રે તેમ રહે કુટુંબે સગાં મળી એકમેક જો, મરણ પછી સૌ નિજ નિજ ગતિમાં આથડે રે લોલ. ૧૦ અર્થ – એક નાવમાં ભેગા મળી અનેક લોકો બેસે છે. પણ સામે કાંઠે ઉતરીને સૌ પોતપોતાના કામે ચાલ્યા જાય છે. તેમ કુટુંબમાં બધા સગાંઓ એક સાથે હળીમળીને ભેગા રહે છે પણ મૃત્યુ થયા પછી સર્વ જીવો પોતપોતાના કર્માનુસાર જુદી જુદી ગતિઓમાં જઈ કર્મફળને ભોગવે છે. ||૧૦ના હાં રે જેમ શરદ ઋતુનાં વાદળ ઝટ નહીં જાય જો, તેમ પ્રેમ પત્ની પુત્રાદિકનો ચળે રે લોલ; હાં રે સ્વાર્થ સઘાતાં સુથી આ દૈહિક પ્રેમ જો, સ્વાર્થ-વિરોઘ જણાતાં પળમાં તે ટળે રે લોલ. ૧૧ અર્થ - આસો માસથી કાર્તિક માસ સુધી શરદઋતુ કહેવાય છે. ત્યારે આકાશમાં વાદળ દેખાવ દઈ ઝટ ચાલ્યા જાય છે. તેમ પત્ની કે પુત્રાદિકનો પ્રેમ ચલાયમાન થાય છે. સ્થિર રહેતો નથી. જ્યાં સુધી એકબીજા પ્રત્યે સ્વાર્થ સથાય છે ત્યાં સુધી આ દેહ સંબંધી પ્રેમ ટકી રહે છે. પણ સ્વાર્થમાં ભંગ પડતાં તે પ્રેમ પળમાં પલટાઈ જાય છે. રાણી સૂરિકાંતાએ પોતાનો સ્વાર્થ ભંગ થતાં પોતાના પતિ પરદેશી રાજાને પણ વિષ દઈ મારી નાખ્યો હતો. ૧૧ાા હાં રે સૌ પ્રિય પ્રિયા-પુત્રાદિકના સંયોગ જો, સરિતા-જળ પેઠે નિરંતર વહી રહ્યા રે લોલ; હાં રે છે સૌને માથે મરણ, ઉગામી-ડાંગ જો, એમ વિચારી વીર નરો સંયમે વહ્યા રે લોલ. ૧૨ અર્થ- પ્રિય એવા સર્વ સ્ત્રીપુત્રાદિકના સંયોગ નદીના જળની પેઠે હમેશાં વિયોગ તરફ વહી રહ્યા છે. સૌ સંસારી જીવોને માથે મરણરૂપી ડાંગ ઉગામેલી છે એમ વિચારી શૂરવીર પુરુષો તો સંયમને માર્ગે ચાલતા થયા. ૧૨ાા હાં રે જેમ કાચો ઘટ ઝટ જળથી ફૂટી જાય જો, તેમ જ કાયા જીવન પૂર્ણ થતાં છૂટે રે લોલ; હાં રે આ આયુષ્યદોરી તૂટી ના સંઘાય જો, ભલે મરેલાં માટે જન માથું ફૂટે રે લોલ. ૧૩ અર્થ - જેમ કાચો ઘડો પાણી ભરવાથી ઝટ છૂટી જાય છે તેમ આયુષ્ય પૂર્ણ થતા કાયા પણ છૂટી જાય છે. એકવાર આયુષ્યરૂપી દોરી તૂટી ગઈ તો ફરી સંઘાય નહીં. ભલે મરેલા સ્વજન સંબંધીઓ માટે કોઈ માથું કૂટે તો પણ તે પાછા આવનાર નથી. ||૧૩ાા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હાં રે જે અભિમાનનું કારણ આજ જણાય જો; દેહ, દેશ, ઘન, કુળ, જમીન, તે છેતરે રે લોલ; હાં રે જેમ દીપક મોહે પતંગ બળી મરી જાય જો, તેમ મમત્વ ઘરી મૂઆ બહુ, હજી મરે રે લોલ. ૧૪ અર્થ - જે અભિમાનનું કારણ આજે જણાય છે એવા આ દેહ, દેશ, ઘન, કુળ, જમીન આદિ પદાર્થો છે. તે દેહાભિમાન કે ઘનનું અભિમાન કે કુળ અભિમાન વગેરે જીવને છેતરી જઈ દુર્ગતિમાં નાખે છે. તે કેવી રીતે છેતરે છે? તો કે જેમ દીપકના પ્રકાશમાં મોહ પામી પતંગ તેમાં જ બળી જઈ મરણ પામે છે, તેમ દેહ, ઘન આદિમાં મમત્વભાવ ઘરીને અનેક જીવો મરી ગયા અને હજી પણ મમત્વભાવ ઘરીને ઘણા મરી રહ્યા છે તે વિચારવા યોગ્ય છે. II૧૪ હાં રે આ દેહ વડે કર્દી ભોગ બઘા ભોગવાય જો, તેને ક્ષણ કરનારી આવે જો જરા રે લોલ; હાં રે એ મરણનિશાની સંધ્યા સમ સમજાય જો, હર્ધો ય ન શોઘે શાંતિ-ઘર્મરૂપી ઘરા રે લોલ. ૧૫ અર્થ :- આ શરીર વડે કદી બધા પ્રકારના ભોગ ભોગવાય, તો પણ આ દેહને નિર્બળ કરનારી વૃદ્ધાવસ્થા પાછળ આવી રહી છે. તે વૃદ્ધાવસ્થા મરણની નિશાની સમાન છે. જેમ સંધ્યાકાળ થયે હવે રાત્રિ પડશે એમ જણાય છે, તેમ વૃદ્ધાવસ્થા આવવાથી હવે મરણ નજીક છે એમ સમજાય છે. છતાં આ જીવ આત્મશાંતિ મેળવવા ઘર્મરૂપી ઘરા એટલે પૃથ્વી કે જ્યાં સત્સંગ થાય છે એવા સ્થાનને શોઘતો નથી. પણ ઇન્દ્રિયોના ક્ષણિક ભોગોમાં જ તલ્લીન રહે છે. ૧૫ાા હાં રે નભ સુર્ય શશી, ગ્રહ અસ્ત થઈ ઊગનાર જો, વસંત ઋતુ આદિક પણ પાછી આવશે રે લોલ; હાં રે આ આયુષ્ય યૌવન, સૌ સંયોગ જનાર જો, ઘન આયે પણ પાછાં કોઈ ન લાવશે રે લોલ. ૧૬ અર્થ - નભ એટલે આકાશમાં સૂર્ય, ચંદ્ર કે ગ્રહ, નક્ષત્ર, તારા વગરે અસ્ત થઈ પાછા ઉદય પામે છે. વસંતઋતુ, શરદઋતુ વગેરે પણ પાછા આવે છે, પણ ગયેલું આયુષ્ય કે યૌવનનો સંયોગ તો એવી રીતે જનાર છે કે તેને ઘન આપવા છતાં પણ કોઈ પાછા લાવી શકે એમ નથી. ||૧૬ના. હાં રે તર્જી આત્મહિતને આર્તધ્યાન કરનાર જો, ઇન્દ્રજાલવત્ જગત, ન નિત્ય રહી શકે રે લોલ; હાં રે તો શાને ફ્લેશિત થાય? સર્વ જનાર જો, પૂરણ પુણ્ય થયે સંયોગ નહીં ટકે રે લોલ. ૧૭ અર્થ - જીવો પોતાના આત્મહિતને છોડી આર્તધ્યાનમાં કાળ ગુમાવે છે. પણ આ જગત તો ઇન્દ્રજાલવતું એટલે મોહમાયામય છે. તે નિત્ય રહી શકે એમ નથી. તો શા માટે તું તારા આત્માને પર વસ્તુ મેળવવા ક્લેશિત કરે છે. કેમકે અંતે તો સર્વ જનાર છે. પુણ્ય પૂરું થયે આ ઘન કુટુંબાદિકના સર્વ સંયોગો ટકી રહેશે નહીં. ૧થા Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૫) સંયોગનું અનિત્યપણું હાં રે વળી ચક્રવર્તી સમ પુણ્યવંતનાં સુખ જો, સ્થિર રહ્યાં ના, તો શી વાત બીજા તણી રે લોલ ? હાં રે સત્ ધર્મ ભૂલ્યાં તો ખમવું પડશે દુઃખ જો, લખચોરાશી યોનિ દુઃખદાયી ઘણી રે લોલ. ૧૮ = અર્થ :– નરોમાં ઇન્દ્ર સમાન ચક્રવર્તી જેવા પુણ્યશાળીના સુખો પણ સ્થિર રહ્યા નથી, તો બીજા સામાન્ય જીવોની શી વાત કરવી? ઇન્દ્રિયોના સુખોમાં આસક્ત થઈ આત્મધર્મને જો ભુલી ગયા તા ચારે ગતિમાં દુઃખ ખમવું પડશે. ચોરાશી લાખ જીવયોનિ ઘણી દુ:ખદાયી છે, તે વાત સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે. ।।૧૮।। હાંરે જુઓ લક્ષ્મી કાજે જીવ કરે બહુ પાપ જો, તોપણ પુણ્ય વિના મળતી, ટકતી નથી રે લોલ; હાં રે તે દે દુર્બુદ્ધિ, વર્ષે પાપ સંતાપ જો, દાન ભોગ વિના તō, જીવ લે દુર્ગતિ રે લોલ. ૧૯ ૫૩ અર્થ :– ઘન મેળવવા માટે જીવો અનેક પ્રકારના આરંભ કરે છે, અઢાર પાપસ્થાનક સેવે છે. પણ - પુણ્ય જો ન હોય તો લક્ષ્મી મળતી નથી અથવા મળેલ હોય તો પણ ટકતી નથી. પાપથી મેળવેલી લક્ષ્મી દુર્બુદ્ધિ આપે છે. જેથી પાપ વધે છે અને તે પાપ જીવને સંતાપનું કારણ થાય છે. વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવ તે લક્ષ્મીને દાનમાં કે ભોગમાં વાપર્યા વિના જ તજી દઈને મરણ પામી દુર્ગતિએ જાય છે. “જન્મ મરણ કોના છે જે તૃષ્ણા રાખે છે તેના.” શ્રીમદ્ રાજચંદ્ર ||૧૯ના હાં રે તે જનશિક્ષણ કે સત્શાસ્ત્રોને કાજ જો, સન્માર્ગે વાળી જીવોને રક્ષવા રે લોલ; હાં રે જે દુખી-દરિદ્રીને દેવા સુખ-સાજ જો, યોજે લક્ષ્મી તે લક્ષ્મીપતિ લેખવા રે લોલ. ૨૦ અર્થ :— તે લક્ષ્મીનો ઉપયોગ લોકોને આત્મા સંબંધી સાચું શિક્ષણ આપવામાં કે જ્ઞાનીપુરુષો દ્વારા રચિત સત્શાસ્ત્રો છપાવવામાં કરવો જોઈએ. જેથી તે જીવો સભ્યજ્ઞાન દ્વારા ઉત્તમ મોક્ષમાર્ગને પામી સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી સર્વકાળને માટે બચે. તેમજ દુ:ખી અને દિરતી એટલે ગરીબને સુખશાંતિ આપવા જેઓ પોતાની લક્ષ્મીને યોજે તે ખરેખરા લક્ષ્મીપતિ ઘનવાન શેઠ જાણવા. IIરહ્યા હાં રે તુજ હાથ વિષે ઘન છે ત્યાં લગ્ન લે લ્હાવ જો, તજી અચાનક મરવું પડશે એકલા રે લોલ; હાં રે સત્ દાન નિમિત્તે સુધરશે નિજ ભાવ જો, લોભ છૂટ્યા વિણ મળે ન નિજસુખની કલા રે લોલ. ૨૧ અર્થ :– પુણ્ય ઉદયે જ્યાં સુધી તારા હાથમાં ધન છે ત્યાં સુધી તું આ દાનધર્મનો લ્હાવો લઈ લે. નહીં તો અચાનક મરણ આવ્યે એકલા જ મરવું પડશે. અને લક્ષ્મી બધી અહીં જ પડી રહેશે. લક્ષ્મીને સભ્યપ્રકા૨ે દાનમાં વાપરવાથી તારા ભાવ પણ સુધરશે. નહીં તો અંતરંગ શત્રુ એવો આ લોભ કષાય છૂટયા વિના આત્મસુખ પ્રાપ્તિની કલા પણ હાથ લાગે તેમ નથી. ।।૨૧।। Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હાં રે ઑવ લોભી ન કરવા યોગ્ય કરે નચ કામ જો, લડાઈમાં પણ લોભે જઈ જાતે મરે રે લોલ; હાં રે સૌ સુખી થવા લ્યો સત્ય શરણ “સંતોષ” જો, ન્યાયમાર્ગનું ઘન પણ પડી રહે આખરે રે લોલ. ૨૨ અર્થ - લોભી જીવ ન કરવા યોગ્ય એવા નીચ કામ પણ કરે છે. લડાઈમાં રાજ્યના લોભે કે કીર્તિના લોભે કે ઘનના લોભે સ્વયં જઈને મરે છે. માટે સર્વ જીવો સુખી થવા અર્થે “સંતોષ” રૂપી ઘનનું સત્ય શરણ અંગીકાર કરો. કેમકે ન્યાયમાર્ગથી ઉપાર્જન કરેલું ઘન પણ મરણ થયે આખરે અહીં જ પડ્યું રહેવાનું છે; તે કોઈની સાથે આવવાનું નથી. રિરા હાં રે સમજી સન્દુરુષો તજતા ઘન, બાળ જો, કરી વ્યવસ્થા સ્વજન-પર-ઉપકારની રે લોલ; હાં રે કોઈ ઝેર ગણી તજતાં ના લે સંભાળ જો, કોઈ ઉપાથિ ન હોરે લવ વ્યવહારની રે લોલ. ૨૩ અર્થ:- ઉપરોક્ત પ્રકારે ઘન કે બાળ કુટુંબાદિ સંયોગનું અનિત્યપણું જાણીને સત્પરુષો તેને તજે છે. તે ઘનને સ્વજન કુટુંબાદિ અને પરના ઉપકારને અર્થે વ્યવસ્થા કરીને તજે છે. જ્યારે કોઈ તો ઘન વૈભવને ઝેર જેવા ગણી, આ ઝેર હું બીજા કોને આપું એમ માનીને તેની સંભાળ એટલે વ્યવસ્થા કર્યા વિના જ તજી દે છે. વળી કોઈ ઉત્તમ પુરુષ, પ્રથમથી ઘર માંડીને આ ઘનની કે વ્યવહારની લેશમાત્ર ઉપાધિ વહોરતા નથી, અર્થાત તેઓ સંસારમાં જ પડતા નથી. ૨૩ના હાં રે એ ત્યાગ તણી તરતમતા સમજે કોણ જો? મન વૈરાગ્યે નીતરતું જેનું રહે રે લોલ; હાં રે સૌ સંયોગોનું અનિત્યપણું પ્રમાણ, જો, થાય પ્રબળ, જો આત્મતત્ત્વ ઉરે લહે રે લોલ. ૨૪ અર્થ :- ઉપર પ્રમાણે પરિગ્રહના ત્યાગની અંતરંગ તરતમતા એટલે ઓછા વત્તાનો ભાવ, તેને કોણ સમજી શકે? જેનું મન વૈરાગ્યભાવથી સદૈવ નીતરતું રહે તે ભવ્યાત્મા સપુરુષોની આવી અંતરંગ વૃત્તિને સમજી શકે છે. આ પાઠમાં જણાવ્યા પ્રમાણે ઘનકુટુંબાદિ સર્વ પદાર્થોના સંયોગનું અનિત્યપણું પ્રમાણભૂત છે. પણ તે અનિત્યપણાનો ભાવ ક્યારે પ્રબળ થાય? તો કે જ્યારે સત્પરુષના બોઘે હૃદયમાં એવો ભાવ દ્રઢ થાય કે હું તો આત્મા છું. એ સિવાય જગતની કોઈ પણ વસ્તુ મારી નથી. જગતના સર્વ સંયોગિક પદાર્થો અનિત્ય છે, જ્યારે હું તો અસંયોગિક એવો શાશ્વત પદાર્થ આત્મા છું. એમ વસ્તુ સ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય તો તે જીવ સમ્યક્દર્શનને પામે છે. ૨૪ આ સંસારના સર્વ સંયોગ અનિત્ય છે, અશરણ છે. જ્યારે આત્માનો સ્વાભાવિક ગુણધર્મ સમતા, તે નિત્ય છે અને શરણરૂપ છે. એમ જાણી મહાત્મા પુરુષોએ અનંત સમતાને આદરી પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું. એવી આત્માના ઘરરૂપ સમતાનો અત્રે વિસ્તાર કરવામાં આવે છે – Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા ૫ ૫ (૫૬) મહાત્માઓની અનંત સમતા (રાગ–ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે) સ્વરૂપ-સ્થિત, સમતાપતિ રે સર્વ અવસ્થામાં ય રાજચંદ્ર, પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વામી તે રે જે રમતા સમભાવે. અર્થ - જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત રહી ઉદયાથીને વર્તન કરે છે. જે સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક આદિ સર્વ અવસ્થાઓમાં સમભાવને ઘારણ કરવાથી સમતાના પતિ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. મારું મન પણ ભક્તિવડે તેમના ગુણોમાં જ રમ્યા કરો જેથી હું પણ સમતા સુખનો આસ્વાદ પામું. પરમકૃપાળુદેવને સમતા એટલે પરપદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો અભાવ હોવાથી તે સમતાના સ્વામી છે. સમભાવ એ આત્માનું ઘર છે, સ્વભાવ છે. તેથી વિભાવ ભાવોની વિષમતાને મૂકી જે સદૈવ સમભાવના સુખમાં રમણતા કરે છે એવા પરમકૃપાળુદેવ અમારા સ્વામી છે. ૧ ત્રણે લોકને બાળતો રે મોહ-અગ્નિ વિકરાળ; અંતર્મુખ દૃષ્ટિ કરી રે બુઝાવે તત્કાળ. સમતા અર્થ :- રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિકરાળ મોહાગ્નિ ત્રણે લોકના જીવોને અનાદિકાળથી બાળી રહ્યો છે. તે મોહરૂપ અગ્નિને આ સમતામાં રમનારા મહાત્માઓ પોતાની દ્રષ્ટિને અંતર આત્માભિમુખ કરી શીધ્ર બુઝાવી દે છે અને સમતા સુખમાં સદૈવ મગ્ન રહે છે. રાા ઇન્દ્રિયો વિષયો ચહે રે, ખેંચે અવિરત-પંથ; સંયમરૂપ લગામથી રે, વારે તે નિગ્રંથ. સમતા અર્થ - પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઇચ્છે છે. આંખ રૂપને, કાન સંગીતને, નાક સુગંઘને અને મુખ સ્વાદને તથા શરીર કોમળ સ્પર્શને ઇચ્છે છે. તે ઇન્દ્રિયો જીવને અસંયમના માર્ગમાં ખેંચી જાય છે. જ્યારે સંયમરૂપ લગામથી આ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને જે વશ કરે તે જ સાચા નિગ્રંથ છે. [૩] રાગાદિ કાંટાભર્યું રે દુર્ગમ ભવવન દેખ; સમતા-બૂટ બચાવતા રે કોઈ નડે નહિ રેખ. સમતા અર્થ :- દુઃખે કરીને પાર ઊતરી શકાય એવું દુર્ગમ આ સંસારરૂપી વન છે. તે રાગદ્વેષાદિરૂપ કાંટાઓથી ભરપૂર છે. ત્યાં સમતારૂપી બૂટ પહેરી લે તો કોઈ પ્રકારના વિદન વગર આ સંસારરૂપી જંગલને તે સુખે પાર કરી શકે. કા. જીવ-અજીવ પદાર્થ જે રે, ઇષ્ટ-અનિષ્ટ ભળાય; તેમાં ના મૂંઝાય તે રે, સમતાવંત કળાય. સમતા અર્થ - સંસારમાં રહેલા ચેતન અચેતન પદાર્થોને જોઈ જીવને ઇષ્ટ-અનિષ્ટ એટલે ગમવા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અણગમવાપણું થાય છે. તેમાં રાગદ્વેષ કરી જે મુંઝાતા નથી તે સમતાના ઘારક પુરુષ કહેવાય છે. પાા કામ-ભોગ ઇચ્છે નહીં રે, તન-મમતા ન લગાર; સમતામાં મેરું સમા રે, જ્ઞાન પૂર્ણ વરનાર. સમતા અર્થ :- જે કામ-ભોગને અંતરથી ઇચ્છતા નથી. શરીરમાં પણ જેને લગાર માત્ર મમતા નથી. જે સમતા રાખવામાં મેરુ પર્વત સમાન અડોલ છે તેવા મહાત્માઓ પૂર્ણ એવા કેવળજ્ઞાનને વરે છે. કા સ્વયંવરા મુક્તિ ઊભી રે, ભવ-સંકટ ચોફેર, વર છેદે ભવ-જાળને રે, ઘારી સમ-સમશેર. સમતા અર્થ :- કેવળજ્ઞાનીઓને સ્વયં વરવા માટે મુક્તિરૂપી સ્ત્રી તૈયાર ઊભી છે. જ્યારે સંસારમાં તો ચારે તરફ મોહરૂપી પાશથી બંધાઈને જીવો સંકટ ભોગવે છે. છતાં વીર પુરુષો સમતારૂપી સમશેર એટલે તલવાર ઘારણ કરીને આ સંસારરૂપી જાળને છેદી ભાવસંકટથી બહાર નીકળી જાય છે. શા. રાગાદિ અતિ તિમિર સમ રે, નિજસ્ટ્રંપ ત્યાં ન જણાય; સમતા-સૂરજ ઊગતાં રે પરમાત્મા દેખાય. સમતા અર્થ - સંસારમાં રાગદ્વેષાદિ ભાવો અત્યંત અંઘકાર સમાન છે. ત્યાં પોતાના આત્મસ્વરૂપનું ભાન થવું દુર્લભ છે. પણ સમતારૂપી સૂર્યનો ઉદય થાય અર્થાત્ સુખ દુઃખ આવે તેને સમભાવે સહન કરવાનો અભ્યાસ પાડે તો શુદ્ધાત્મારૂપી પરમાત્માના દર્શન થાય. દા. આલંબી સમતા-સીમા રે, સ્વ-નિશ્ચય લહી ઉર, જીવ-કર્મ-સંયોગને રે, જ્ઞાની કરશે દૂર. સમતા અર્થ - જ્ઞાની પુરુષો સમતાની પરાકાષ્ટાનું આલંબન લઈ તેમજ હું આત્મા છું એવો દ્રઢ નિશ્ચય હૃદયમાં ઘારણ કરી અનાદિકાળના જીવ અને કર્મના સંયોગને સર્વથા ભિન્ન કરશે. પાલાા જ્ઞાનનેત્રી, પવિત્ર છે રે, સમતા-જળથી સંત, અનંત જ્ઞાનાદિ રમા રે, સખી સહજ ભેદંત. સમતા અર્થ :- જ્ઞાન છે નેત્ર જેના એવા જ્ઞાનનેત્રી જ્ઞાની પુરુષો સમતારૂપી જળમાં સ્નાન કરીને પવિત્ર થયેલા છે. તેવા મહાત્માઓને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ રમા એટલે મોક્ષ લક્ષ્મીરૂપ સખીઓની સહજમાં ભેટ થશે. ||૧૦ના આત્મભાવના ભાવતાં રે સમતાથી ભરપૂર, સર્વ પદાર્થ નિહાળતાં રે, રાગાદિ રહે દૂર. સમતા અર્થ - જે હમેશાં આત્મભાવનાને ભાવે છે અને સમતાથી ભરપૂર હોવાના કારણે જગતના સર્વ પદાર્થને નિહાળતાં છતાં પણ રાગદ્વેષાદિ ભાવોથી દૂર રહે છે. /૧૧| મોહ-સિંહથી ભયંકર રે, રાગાદિ-વન દેખ, સમતા-દવ-જ્વાળા વડે રે, મુનિવર બાળે, પેખ. સમતા. અર્થ - મોહરૂપી સિંહથી ભયંકર એવું રાગદ્વેષાદિરૂપ વનને જોઈ, સમતારૂપી દાવાનળની જ્વાળાઓ વડે તેને બાળીને મુનિવર ભસ્મ કરી દે છે એમ તું જાણ. //૧૨ના Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા મોહ-પંક પરિર્યું રે, તૂટે રાગાદિ પાશ, વિશ્વવંદ્ય સમતા-સતી રે, કરે ઉરે ગૃહવાસ. સમતા અર્થ મોહમાયારૂપી કીચડનો ત્યાગ કરવાથી રાગદ્વેષાદિરૂપ જાળને તોડી શકાય છે. તેવા સત્પુરુષના હૃદયમાં વિશ્વને વંદન કરવા લાયક એવી સમતારૂપી સતી આવીને નિવાસ કરે છે. ।।૧૩।। સામ્ય ભાવના જાગતાં રે, નાશ આશનો થાય, અવિદ્યા ક્ષીણ તે ક્ષણે રે, ચિત્ત-સર્પ મરી જાય, સમતા અર્થ :– હૃદયમાં સમતાભાવ જાગૃત થવાથી આશારૂપી પિશાચીનો નાશ થાય છે. તે જ ક્ષણે અવિદ્યા એટલે અજ્ઞાન દૂર થાય છે અને ચિત્તરૂપી સર્પ પણ મરી જાય છે અર્થાત્ સંકલ્પ વિકલ્પ શાંત થઈ જઈ ઇચ્છાઓ શમી જાય છે. ।।૧૪। ટાળે કર્મ નિમેષમાં રે, સમભાવે મુનિ જે, કોટી ભવનાં તપો વડે રે, અન્ય ન ટાળે એહ. સમતા ૫ ૭ અર્થ :— સમભાવમાં સ્થિત મુનિવર એક નિમેષ એટલે આંખના પલકારામાં જેટલા કર્મ ટાળે છે, તેટલા કરોડો ભવના તપવર્ડ પણ અજ્ઞાની ટાળી શકતા નથી. ।।૧૫।। કહે વિશ્વવેત્તા ખરું રે : સમતા-ધ્યાન મહાન, તેને પ્રગટ કરાવવા રે, કહ્યાં શાસ્ત્ર સૌ, માન. સમતા અર્થ :– સળ વિશ્વને જાણનાર એવા ભગવાન તીર્થંકરો ખરી વાત કહે છે કે સમતારૂપી ધ્યાન એ મહાન ઘ્યાન છે. તે સમતારૂપી ધ્યાનને પ્રગટ કરાવવા માટે સર્વ શાસ્ત્રોની રચના જ્ઞાનીપુરુષોએ કરી છે એમ તું માન. ।।૧૬। જે જ્ઞાની સમતા ઘરે રે, સર્વ વસ્તુમાં નિત્ય, કૈવલી સમ સુખ તે લહે રે, માનું મુનિ ખચીત. સમતા॰ અર્થ :— – જે જ્ઞાનીપુરુષ જગતની સર્વવસ્તુમાં એટલે તૃણ કે મત્તિ, મુક્તિ કે સંસાર, માન કે અપમાન વગેરે સર્વમાં હમેશાં સમતાભાવને ઘારણ કરીને રહે છે તે કેવળી સમાન સુખને પામે છે. તેને ખચીત એટલે અવશ્ય મુનિ માનું છું. ૧૭ા આત્મશુદ્ધિ કરવા ચહે રે, સમ્યક્ સ્વાભાવિક, મહાભાગ્ય તે ઘારશે રે સમતામાં મન ઠીક, સમતા અર્થ :— જે ભવ્યાત્મા પોતાના આત્મસ્વભાવની શુદ્ધિ કરવા ઇચ્છે તે મહાભાગ્યશાળી પોતાના મનને સમતામાં રાખવાનો ખરો અભ્યાસ કરશે. ।।૧૮।। રાગાદિક દોષો તજી રે, સર્વ દેથી દૂર, આત્માને આત્મા વડે રે જાણ્યે, સાથે શૂર. સમતા અર્થ :– રાગાદિક દોષો છોડી અને સર્વ દેહભાવને મૂકી દઈ આત્માને આત્માવડે જાણવાથી સમભાવ પ્રગટે છે અને તેથી આત્મા શુરવીર બને છે. ।।૧૯। Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સૌ પર-દ્રવ્યોથી જુદો રે, પર પર્યાયથી ભિન્ન, આત્માનો નિશ્ચય થયે રે, સમતાનો જો જન્મ. સમતા અર્થ - પોતાનો આત્મા ચેતન કે અચેતન સર્વ પરદ્રવ્યોથી જુદો છે. તેમજ પર પદાર્થોના સર્વ પર્યાયો એટલે અવસ્થાઓથી પણ આત્મા ભિન્ન છે. એવો નિશ્ચય થયે હૃદયમાં સમતાભાવનો જન્મ થાય છે. “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંઘાણ સદાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (૨૦ાા અવિચળ સુખ તેને મળે રે, અવ્યય પદ લે તે જ, બંઘમુક્ત પણ તે બને રે, સમ જે યોગી રહે જ. સમતા અર્થ - આત્માનું અવિચળ એટલે અખંડ સુખ તેને મળે છે, તેજ અવ્યય એટલે શાશ્વત એવા મોક્ષપદને પામે છે. તે જ સર્વથા કર્મબંઘથી મૂકાય છે કે જે યોગી સમભાવમાં સ્થિર રહે છે. Im૨૧ાા ન ચરાચર જગમાં કશું રે ઉપાદેય કે હેય, તેવા મુનિ તર્જી શુભાશુભ રે શુદ્ધ શિવ-પદ લેય. સમતા અર્થ :- આ ચરાચર એટલે ચેતન અને જડમય જગતમાં કશુંયે ગ્રહણ કરવા યોગ્ય નથી. અને ત્યાગવા યોગ્ય નથી; કેમકે પોતાનો તો એક આત્મા છે. એ સિવાય કશું પોતાનું નથી એમ વિચારી મુનિ, પર પદાર્થોના નિમિત્તે થતા શુભાશુભ ભાવનો ત્યાગ કરી આત્માનાં શુદ્ધ સમભાવરૂપ મોક્ષપદને પામે છે. //રરાાં કમઠ-જીવ દશ ભવ સુઘી રે, દે પીડા મરણાંત, તોપણ પાર્થપ્રભુ ઘરે રે સમતા, અહો! અનંત. સમતા અર્થ – હવે અનેક સમતાવારી મહાપુરુષો પૂર્વે થયા છે તેના થોડાક દ્રષ્ટાંતો અત્રે જણાવે છે : કમઠનો જીવ દસ ભવ સુધી ભગવાન પાર્શ્વનાથના જીવને મરણાંત દુઃખ આપે છે. તો પણ પાર્થપ્રભુ અહો! સમતાને જ ઘારણ કરીને રહે છે. ૨૩, સ્નેહ-પાશ બહુ ભવ તણો રે, તોડ રામ ભગવંત, અનુક્રૂળ પરિષહ જો, સહે રે સમતા ઘરી અનંત. સમતા અર્થ :- ઘણા ભવનું સ્નેહ બંઘન શ્રી રામે વૈરાગ્યભાવ થરી દીક્ષા લઈ તોડી નાખ્યું. શ્રીરામ ધ્યાનમાં ઊભા હતા ત્યારે સીતા જે દેવલોકમાં સીતેન્દ્ર થયેલ છે, તેણે આવી અનેક અનુકૂળ ઉપસર્ગો વડે શ્રીરામને ચલાયમાન કરવા પ્રયત્નો કર્યા છતાં શ્રીરામે સમતા ઘારણ કરી તે સહન કર્યા પણ ચલાયમાન થયા નહીં. ર૪. પ્રતિક્રૂળ પરિષહ જોખમે રે, મુનિવર ગજસુકુમાર, શિર પર અંગારા બળે રે, સમતા ઘરે અપાર. સમતા. અર્થ - પ્રતિકૂળ મરણાંત પરિષહને પણ મુનિવર ગજસુકુમારે સહન કર્યા. તેમના માથા ઉપર અંગારા ભર્યા છતાં અનંત સમતાને ઘારી તેમણે તે સહન કર્યો. રપાા પિલાયા મુનિ પાંચસેં રે યંત્રે શેરડી જેમ, હાડ ચૅરેચૂરા થતા રે ગેંકે ન સમતા-ક્ષેમ. સમતા Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધાણવીય જાધવાનને 2 :- શ્રી મહાવીર ભગવાનના કાનમાં ખીલા ઠીકતા ખર્તાઓ બિહાત્માઓની અનંત સમતા e: (E) છે (E પચિસી બુનિઓની શાણીમાં પીલતી કુટું પાલક મંત્રી એ પાછવોની થરમારથી લખીની કથિીણા પહેરાવાતી gયોબિનની ભાણીજ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા ૫૯ અર્થ :— સ્કંદક મુનિના પાંચસો શિષ્યોને શેરડીની જેમ પાલક મંત્રીએ ઘાણીમાં પીલી નાખ્યા. હાડકાના ચૂરેચૂરા થઈ ગયા. સર્વોપરી એવા મરક્ષાંત સંકટને સહન કર્યા પણ ક્ષેમ એટલે સુખશાંતિને આપનારી એવી સમતાનો ત્યાગ કર્યો નહીં. જેના ફળમાં સર્વે મોક્ષપદને પામ્યા. ।।૨૬।। પાંડવ પણ પરિષષ્ઠ સહે હૈ, સમતા ઘરી અનંત, ત્તમ ભૂષણ જે લોકનાં રે સર્વાંગો ય દહંત, સમતા અર્થ :— પાંચે પાંડવોએ પણ અનંત સમતા ધારણ કરીને બળવાન પરિષદ્ઘ અંતે સહન કર્યો. દૂર્યોઘનના ભાણેજે આવી લોખંડના આભૂષણો અગ્નિમાં તપાવીને લાલચોળ કરી બધાને સર્વ અંગોમાં પહેરાવી દીધા. સર્વ અંગો બળવા લાગ્યા છતાં સમતા ઘારણ કરીને પોતાનું કલ્યાણ સાધ્યું. ।।રના મહાવીર તીર્થંકરે રે ઘરી ધીરજ ને ખંત, સહ્યા અસહ્ય પરીષહો રે, જાણે સઘળા સંત. સમતા અર્થ :— તીર્થંકર એવા મહાવીર ભગવાને અખૂટ ધીરજ અને ખંત એટલે ઉત્સાહ ઘારણ કરીને અસહ્ય પરિષદોને સહન કર્યો. જેને સર્વ સંતપુરુષો જાણે છે. ।।૨૮।। સંગમ નિત્યે પીડતો રે રૂપ ઘરી વિકરાળ, વજ્રસુચિ સમ કીડીઓ રે તન વીંધે બહુ કાળ. સમતા = અર્થ :— સંગમ દેવતાએ ભગવાન મહાવીરને, નિત્ય વિકરાળરૂપ ધારણ કરીને ઘણી પીડા આપી. વજ્ર જેવી સૂચિ એટલે સોય સમાન કીડીઓનું રૂપ ધારણ કરી ભગવાનના શરીરને ઘણા કાળ સુધી વીંધ્યું છતાં ભગવાન સમભાવમાં જ સ્થિત રહ્યા. ર૯ના ખીલા ઠોક્યા કાનમાં રે, વર્ષો ઉપસર્ગ અનાર્ય, અનંત સમતા ઘરી કર્યાં રે, કેવાં અપૂર્વ કાર્ય!સમતા અર્થ :— ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા. અનાર્ય લોકોએ ભગવાન પાછળ શિકારી કૂતરાઓ છોડી ઉપસર્ગ કર્યા. છતાં અનંત સમતાભાવ ધારણ કરીને ભગવાને કેવા અપૂર્વ કાર્ય કર્યાં અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટાવ્યું, ॥૩૦॥ ચક્રવર્તી-સુખ જો તજે રે, સનત્કુમાર મહંત, લબ્ધિ છતાં રોગો મહા રે સહે મહા રૂપવંત. સમતા અર્થ – સનત્કુમાર ચક્રવર્તી હોવા છતાં પોતાના સર્વ વૈભવને ત્યાગી મહાત્મા બન્યા. અનેક :: લબ્ધિઓ પાસે હોવા છતાં તે મહારૂપવંતે મહાન રોગોની પીડા સહન કરી. ।।૩૧।। દેવ દવા કરવા ચહે રે ત્યાં બોલ્યા મુનિભૂપઃ “કર્મ-રોગ ટાળી શકો રે?'' દેવ રહ્યા ત્યાં ગ્રુપ. સમતા” અર્થ :— દેવે વૈદ્યનું રૂપ લઈ સનત્કુમાર ચક્રવર્તી જે મુનિ બન્યા છે તેમને કહ્યું કે આ તમારા રોગની દવા કરી દઉં. ત્યારે સનત્કુમાર મુનિ કહે—આ મારો કર્મરોગ ટાળી શકો છો? ત્યારે દેવ પણ ચૂપ થઈ ગયા. ।।૩૨।। Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વર્ષ સાતસો સુથી સહે રે સોળે રોગ મહાન, અનંત સમતા ઘારીને રે; કોણ મુમુક્ષ સમાન? સમતા અર્થ - અનંત સમતાને ઘારણ કરી સનતકુમાર મુનિએ સાતસો વર્ષ સુધી સોળ મહાન રોગોને સહન કર્યા. અહો! જગતમાં મુમુક્ષ સમાન બીજો કોણ છે? જે આટલા કાળ સુઘી ભયંકર રોગોને સહન કરી શકે? IT૩૩ આર્ય સ્કંદક-હાડ જો રે તપથી શુષ્ક શરીર, ચાલે કે ખડખડ થતાં રે સમતામાં શૂરવીર. સમતા અર્થ – સ્કંદમુનિનું શરીર તપથી એવું સુકાઈ ગયું કે તે ચાલે ત્યારે હાડકાં ખડખડ થાય છતાં પોતે શુરવીર બનીને સમતાભાવે બધું સહન કર્યું. ૩૪ દેહ-દશા તેવી કરી રે, વર્તે દેહાતીત, રાજચંદ્ર આ કાળમાં રે સમતા-ચોગ સહિત. સમતા અર્થ - તેમ આ પંચમકાળમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ પોતાના દેહની દશા એવી કરી છે અને પોતે દેહાતીત એટલે દેહથી જુદા થઈને વર્તન કરે છે. કારણ કે તેમના મન વચન કાયાના યોગ સમભાવયુક્ત છે. રૂપાણી ત્રિલોક-જય કરતાં અધિક રે કઠિન કાર્ય જણાય, એક સમયન અસંગતા રે; સમતા તે જ ગણાય. સમતા અર્થ :- ત્રણે લોકનો જય કરવા કરતાં પણ એક સમય અસંગ રહેવું તે અધિક કઠિન કાર્ય છે. તે જ ખરી સમતા ગણાય છે. “એક સમયે પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” (વ.પૃ.૨૬૯) ૩૬ાા તેવી ઘરે અસંગતા રે, ત્રિકાળ તે ભગવંત, સર્વોત્તમ આશ્ચર્ય તે રે, અનંત સમતાવંત. સમતા. અર્થ - અનંત સમતાના ઘારી એવા ભગવંત ત્રણે કાળ એવી અસંગતાને ધારણ કરીને રહે છે. એ સર્વોત્તમ આશ્ચર્ય છે. ૩ળા. આત્માથે મુનિ વર્તતા રે, સમતા રસ રેવંત, તેની સમીપ સિંહાદિની રે ક્રૂરતા પામે અંત! સમતા અર્થ - આત્માના કલ્યાણ અર્થે એવા સમતારસમાં કેલી કરતાં મુનિ મહાત્માઓ વર્તે છે. તેમના સમીપ સિંહ આદિ પ્રાણીઓની ક્રૂરતા પણ નષ્ટ થઈ જાય છે. પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં ધ્યાન કરતા ત્યારે જંગલી પ્રાણી તેમની સમીપ આવી બેસે. તીર્થકરોની સભામાં સિંહ અને હરણ આદિ પ્રાણીઓ સમીપ આવી બેસે. પણ ભગવાનના પ્રભાવે પરસ્પર વૈરભાવ ભૂલી જાય છે. ||૩૮ાા મત્સર તર્જી મૈત્રી ભજે રે પ્રાણી પરસ્પર કેમ? સમભાવી મુનિ-તેજથી રે કષાય શમતા એમ. સમતા. અર્થ - તે પ્રાણીઓ મત્સર એટલે દ્વેષભાવ તજી પરસ્પર મૈત્રી ભાવને કેમ ભજે છે? તો કે Page #68 -------------------------------------------------------------------------- ________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા સમભાવમાં સ્થિત એવા મુનિના પ્રતાપથી તે જીવોના કષાયભાવો શમી જાય છે. II૩૯ના યોગી વશ કરતા નહીં રે યત્ને પ્રાણી ક્રૂ, સ્વયં શાંત વ થાય જો રે વૃષ્ટિ થયે ભરપૂર. સમતા॰ અર્થ :– યોગીપુરુષો પ્રયત્ન કરીને તે ક્રૂર પ્રાણીઓને વશ કરતા નથી, પણ જેમ ભરપૂર વરસાદ . તે વરસ્યું દાવાનળ આપોઆપ શાંત થઈ જાય છે તેમ તે ક્રૂર જીવો પણ મહાપુરુષોના પ્રભાવે શાંતભાવને તે પામે છે. ।૪૦।। શરદ્ તુના યોગથી રે જો જળ નિર્મળ થાય, તેમ યોગી-સંસર્ગથી ૨ે મન-મલ સર્વે જાય. સમતા ૬ ૧ અર્થ – આસો થી કાર્તિક માસ સુધીની શરદઋતુ કહેવાય છે. તે ઋતુના યોગથી જળ નિર્મળ થાય. તેમ યોગીપુરુષોના સમાગમથી મનનો મેલ સર્વે ઘોવાઈ જાય છે. ।।૪૧॥ ક્ષીણ-મોહ મુનિ આશ્રયે રે, જાતિ-વે૨ વીસરાય, સિંહ-શિશુને ચાટતી રે હરણી હર્ષિત થાય. સમતા અર્થ :— જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે એવા મુનિ મહાત્માના સાનિઘ્યમાં ક્રૂર જીવો પણ પોતાનું જાતિવેર ભૂલી જાય છે. ત્યાં સિંહના બચ્ચાને પ્રેમથી ચાટતી એવી હરણી પણ હર્ષ પામે છે. ।।૪૨। ઢેલ ખેલતી સર્પશું રે, વાઘ સમીપે ગાય, ઉંદર બિલ્લી-ગોદમાં રે, શ્વાન-શંશક હરખાય. સમતા અર્થ :– મહાત્માના સમીપે ઢેલ એટલે મોરડી સાપ સાથે ખેલે, વાધ સમીપે ગાય બેસે, ઉંદર બિલ્લીની ગોદમાં રમે અને કૂતરો સસલાને જોઈ રાજા થાય છે. ।।૪। ચંદ્ર, પવન, પૃથ્વી સમા રે મુનિ શાંતિ-દાતાર, અશુભ-પ્રીતિ, ભીતિ ટળે રે સમતા-પ્રભાવ ઘાર. સમતા અર્થ :— જેમ ચંદ્રની ચાંદની શીતળતા આપે, શીતળ પવન ગરમીને કાપે, પૃથ્વી આધાર આપી શાંતિ પમાડે તેમ સમતાધારી મુનિ મહાત્માઓ ત્રિવિધ તાપથી બળતા સંસારી જીવોને શાંતિ આપનાર છે. તે મહાત્માઓના સમતા પ્રભાવે અશુભ મોહનો નાશ થાય છે. અને આલોક, પરલોક આદિ સર્વ પ્રકારના ભય ટળી જાય છે. ||૪૪|| કોઈ શાલિ-ફુલે પૂજે રે, કોઈ ડસાથે સાપ, અનંત સમતાવંત મુનિ ૨ે ગણે ન સુખ-સંતાપ. સમતા અર્થ :– એવા મહાત્માઓને કોઈ શાલિના ફૂલોથી પૂજે કે કોઈ નાગ ડસાવે તો પણ અનંત સમતાના ઘારી મુનિ તેના સુખ કે સંતાપને ગાકારતા નથી. આઠોર ગામમાં પ.પૂ.પ્રભુશ્રીજીએ એક પ્રસંગે પોતાની અદ્ભુત અસંગી અંતરંગ આત્મદશા પ્રગટ કરી હતી કે —‘કોઈ કુહાડાથી કાપે કે કોઈ ચંદન ચોપડે, અમારે તો પ્રભુ બન્ને પ્રત્યે સમ છે’’ ।।૪।। શિલા શય્યા, વન નગર રે સ્તુતિ નિંદા સમ ઘાર, કર્દમ કંકુ, તિ યુવતી રે સમ માને મુનિ સાર. સમતા Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પત્થર કે પથારી, વન કે નગર, પ્રશંસા કે નિંદા જેને બધું સમાન છે. કોઈ કર્દમ એટલે કિચડ છાંટે કે કંકુ ચોપડે, યતિ એટલે મુનિ હો કે સ્ત્રી. બન્નેમાં જે આત્મા જુએ એવા આત્મદ્રષ્ટિ મહાત્માઓને મન એક સમતા રાખવી એ જ સારભૂત જણાય છે. ૪૬ાા બુદ્ધિ-બળમાં તો ઘણા રે સ્વાર્થ નિજ દેખત; વિરલા શિવગતિ પામવા રે સમતા ઘરે અનંત. સમતા અર્થ :- બુદ્ધિ બળવાળા તો આ જગતમાં ઘણા છે. પણ તે બુદ્ધિનો દુર ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કરે છે. પણ મોક્ષગતિને પામવા માટે કોઈ વિરલા જીવો જ પ્રાપ્ત બુદ્ધિનો સદુપયોગ, અનંત સમતા ઘારણ કરવામાં કરે છે. ૪થા. સમતા-રસના સ્વાદકો રે, અબઘુ, અલૌકિક સંત, આત્મ-સુંખમાં મગ્ન તે રે ન ચહે જ્ઞાન અનંત! સમતા અર્થ :- સમતારસનું આસ્વાદન કરનારા અવધૂત અલૌકિક સંતપુરુષો છે. તે સદા આત્માના અનંતસુખમાં મગ્ન રહે છે, તેથી જ્ઞાન અનંત એટલે કેવળજ્ઞાનની પણ જેને ઇચ્છા નથી અર્થાતુ મોક્ષની ઇચ્છાથી પણ તેઓ નિવૃત્ત થાય છે. I૪૮ાા જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો?” (વ.પૃ.૪૯૯) I/૪૮ાા. જે મહાત્મા પુરુષો અનંત સમતાને ઘારણ કરે તે ફરી આ સંસારમાં આવતા નથી. માટે મારે પણ “માથે ન જોઈએ' એવો વિચાર કરી શાલિભદ્ર અનંત સમતાને આપનારી એવી જિનદીક્ષાને ગ્રહણ કરી પોતાનું કલ્યાણ સાધ્યું. એવા શાલિભદ્રની વૈરાગ્યપૂર્ણ કથાનું અત્રે આલેખન કરવામાં આવે છે. (૫૭) માથે ન જોઈએ ભાગ-૧ (હરિગીત) વંદન કરું. શ્રી રાજગુરુના ચરણ-કમળ ભાવથી; જેના અલૌકિક યોગબળ ને બોઘના જ પ્રભાવથી શ્રી શાલિભદ્ર-કથા પ્રસંગે ચિત્ત વાળીને કહ્યું : “માથે ન કોઈ જોઈએ” એવી દશા સૌને ચહું. ૧ અર્થ:- ગુરુવર્ય શ્રી રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભાવથી પ્રણામ કરું છું. જેના અલૌકિક મન વચન કાયાના યોગબળથી અને અદ્ભુત આત્મિક બોઘના પ્રભાવથી આ શ્રી શાલિભદ્રના કથા પ્રસંગે Page #70 -------------------------------------------------------------------------- ________________ (૫૭) માથે ન જોઈએ ભાગ-૧ ૬ ૩ મારા ચિત્તને અંતર્મુખ કરીને કહું છું કે “માથે કોઈ ન જોઈએ” અર્થાત્ કિંચિત્ પણ પરાધીનતા ન જોઈએ, સંપૂર્ણ આત્મસ્વતંત્રતા જોઈએ. કારણ પર-આધીનતા એ જ દુઃખ છે અને સ્વાધીનતા એ જ સુખ છે. આઠદ્રષ્ટિમાં પણ કહ્યું છે કે – “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ;”જગતમાં રહેલા સર્વ જીવો કમની પરાધીનતાથી મુક્ત થઈ, સંપૂર્ણ આત્મસ્વતંત્રતાને પામો એમ ઇચ્છું છું. //// શ્રી રાજગૃહ નગરે કરે શ્રેણિક રાજા રાજ્ય જ્યાં, ગોભદ્ર શેઠ ઘનાઢય ને ભદ્રા સતી શેઠાણી ત્યાં સુ-સ્વપ્ર શાળ ક્ષેત્રનું શેઠાણીને આવ્યું હતું જે ગર્ભ યોગે, નામ શાલિભદ્ર રાખ્યું છાજતું. ૨ અર્થ - જેને સ્વતંત્રતાનો ભાવ ઊપજ્યો એવા પુણ્યશાળી શ્રી શાલિભદ્રની કથાનું વર્ણન કરે છે. શ્રી રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તે જ નગરમાં ઘનાઢ્ય શેઠ ગોભદ્ર અને સતી એવી શેઠાણી ભદ્રા નિવાસ કરે છે. રાત્રે ભદ્રા શેઠાણીને ઉત્તમ ગર્ભના કારણે શાળી એટલે ડાંગરના ક્ષેત્રના સ્વપ્નમાં દર્શન થયા. તેથી સુપુત્રનો જન્મ થયે તેનું શુભ નામ પણ શાલિભદ્ર રાખવામાં આવ્યું.તારા. સર્વે કળા શીખ્યા પછી મોટો થયે પરણાવિયો, બત્રીસ શ્રેષ્ઠી-પુત્રીઓનો પુણ્યથી સ્વામી થયો. વૈરાગ્ય પામી મુનિ થયા ગોભદ્ર શેઠ બધું તજી, દીક્ષા ગ્રહી વીરની કને સંયમ ઑવન શીખે હજી. ૩ અર્થ - શાલિભદ્ર સર્વ કળાઓ શીખી મોટો થયો, તેથી પરણાવ્યો. તે બત્રીસ શેઠની પુત્રીઓનો પુણ્યયોગે સ્વામી થયો. હવે શાલિભદ્રના પિતા ગોભદ્ર બધું તજીને વૈરાગ્ય પામી મુનિ બન્યા. ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરીને હજી સંયમ જીવન કેમ જીવવું તે શીખતા હતા. [૩] ત્યાં આયુ પૂર્ણ થતાં સમાધિ સહિત વરતા સુરગતિ, ને પૂર્વ સંસ્કારો વડે પ્રતિ પુત્રની અતિ જાગતી. તે દિવ્ય વસ્ત્રાભરણ આદિ પુત્રને હંમેશા દે, અતિ સૌખ્ય-સામગ્રી દઈ શિરછત્ર સમ સંભાળ લે. ૪ અર્થ :- સંયમ જીવન શીખતા હતા તેટલામાં તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી સમાધિસહિત મરણ પામી દેવગતિને વર્યા. ત્યાં પૂર્વ સંસ્કારોના કારણે પુત્ર શાલિભદ્ર પ્રત્યે અત્યંત પ્રીતિ જાગૃત થઈ. જેથી પુત્રને અર્થે દેવલોકમાંથી પ્રતિદિન દિવ્ય વસ્ત્ર, આભૂષણ વગેરે મોકલવા લાગ્યા. અત્યંત સુખ સામગ્રી મોકલી પિતા શિરછત્ર સમાન બની ત્યાં રહ્યા રહ્યા પણ પુત્રની પુરી સંભાળ કરવા લાગ્યા. દેવલોકમાંથી પ્રતિદિન નવ્વાણું પેટીઓ મોકલતા, તેનું કારણ શાલિભદ્રનો પુણ્ય પ્રતાપ હતો. [૪] કો રત્નકંબલ વેચનારો રાજ-દરબારે ગયો, કારીગરી ઉત્તમ હતી, રાજા ઘણો રાજી થયો. એક્કેક કંબલની કરે તે લાખથી વધુ માગણી, મોંઘી ઘણી ગણી ના લીથી; એ વાત રાણીએ સુણી. ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- એક દિવસ કોઈ રત્નકંબલ વેચનારો રાજાના દરબારમાં આવ્યો. રત્નકંબલની કારીગરી ઉત્તમ જોઈને રાજા ઘણો રાજી થયો. વ્યાપારીએ એક્કેક કંબલની કિંમત લાખ સુવર્ણથી પણ વધારે કહી. તેથી રાજાને તે ઘણી મોંઘી લાગવાથી લીધી નહીં. એ વાત રાણીએ પણ સાંભળી. પાા વ્યાપારીએ વેચી દથી સોળે ય ભદ્રા નારીને, લઈ લાખ લાખ સુવર્ણ સિક્કા સામટી લેનારીને; રાણી તણા અતિ આગ્રહે તેડ્યો નૃપે વ્યાપારને, તેણે કહ્યું: “શ્રેષ્ઠી ગૃહે સૌ વ્હોરી સસ્તી ઘારીને. ૬ અર્થ :- વ્યાપારીએ સોળેય રત્નકંબલોને ભદ્રા શેઠાણીને ત્યાં વેચી. સામટી બઘી લેવાથી લાખ લાખ સોનામહોરમાં આપી દીધી. હવે રાણીના અતિ આગ્રહથી શ્રેણિક રાજાએ ફરીથી વ્યાપારીને બોલાવ્યો. ત્યારે તેણે કહ્યું કે શાલિભદ્ર શેઠના ઘરે સસ્તી જાણીને બધી રત્નકંબલો લઈ લીધી છે. કા. શેઠાણીએ માગી અધિક, વળ દામ સૌ સામે ઘર્યા, નહિ અઘિક મારી પાસે તેથી ખંડ બત્રીસે કર્યા; ભદ્રા વધૂ-બત્રીસને એકેક આપે નિજ કરે, લૂછી ચરણ ખાળે તજે તે ભંગ-નારી વાપરે.” ૭ અર્થ - વ્યાપારી શ્રેણિક રાજાને કહે છે કે ભદ્રા શેઠાણીએ તો વધારે માગીને તેના દામ પણ સામે ઘર્યા હતા. પણ મારી પાસે વધારે નહીં હોવાથી તે સોળ રત્નકંબલના બત્રીસ ટુકડા કર્યા અને ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ પુત્રવધુને પોતાના હાથે એકેક ટુકડો આપ્યો. તેમણે પોતાના પગ લૂછી ખાળમાં નાખી દીઘા. હવે તેને ભંગીની સ્ત્રીઓ વાપરે છે. શા તે વાત જાણી વિસ્મયે રાજા વિચારે : “ઘન્ય છે! જો રત્નકંબલ ભોગવે તો વણિક નહિ સામાન્ય તે. આવા નરો મુજ નગરમાં મુજ કીર્તિને વિસ્તારતા, મળવું ખરે તેને હવે જે દિવ્ય સંપદ ઘારતા.”૮ અર્થ - તે વાત જાણીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે ઘન્ય છે! આવા રત્નકંબલના ભોગવનારને. એ કોઈ સામાન્ય વણિક નથી. આવા મનુષ્યો મારા નગરમાં વસવાથી મારી કીર્તિને પણ વિસ્તારે છે. આવી દિવ્ય સંપત્તિના ઘારક પુણ્યશાળીને મારે અવશ્ય મળવું જોઈએ. IIટા નૃપ શેઠ શાલિભદ્રને બોલાવવા દૂત મોકલે, પણ આવી ભદ્રા બોલીઃ “નૃપવર, પુત્ર વ્હાર ન નીકળે; કૃપા કરીને તાતજી! મુજ અરજ આ હૃદયે ઘરો આજે જ આપ પઘારીને અમ આંગણું પાવન કરો.” અર્થ - રાજા શ્રેણિકે શેઠ શાલિભદ્રને બોલાવવા દૂત મોકલ્યો. ત્યારે ભદ્રા શેઠાણીએ આવીને કહ્યું કે રાજેશ્વર, મારો પુત્ર કોઈ દિવસ બાહર નીકળતો નથી. માટે કૃપા કરીને પિતા તુલ્ય એવા મહારાજા! આપ મારી અરજને હૃદયથી સ્વીકારી આજે જ પથારીને અમારું આંગણું પાવન કરો. ગાલા Page #72 -------------------------------------------------------------------------- ________________ (૫૭) માથે ન જોઈએ ભાગ-૧ ૬ ૫ રાજા જવા સ્વીકારતા, નિજ ઘેર ભદ્રા જ્યાં ગઈ ગોભદ્ર-દેવ-સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ. ગજ-અશ્વપંક્તિ, દેવદુષ્ય, કલ્પતરુ મંદારથી સુવર્ણ કળશો શોભતા પંક્તિરૂપે દરબારથી. ૧૦ અર્થ - શ્રેણિક રાજાએ ઘરે આવવાનું આમંત્રણ સ્વીકાર્યું અને ભદ્રા શેઠાણી જ્યાં પોતાના ઘરે ગઈ કે ગોભદ્રદેવની સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ ગઈ. હાથીઓ અને ઘોડાઓની પંક્તિ, દેવતાઈ વસ્ત્રો, કલ્પવૃક્ષના ફૂલોથી સોનાના કળશો પંક્તિરૂપે ઠેઠ રાજ્ય દરબારથી તે શાલિભદ્રના ઘર સુઘી શોભવા લાગ્યા. ||૧૦ના તે માર્ગ દિવ્ય સુગંથી ચૂર્ણ સાથિયા સહ શોભતો, અતિ પુણ્યના ફળ સર્વને સુખકાર, જાણે બોઘતો. રાજા અતિ આશ્ચર્યથી તે સર્વ જોતા જાય છે, રસ્તા દુકાનો રત્નતોરણ જોઈ બહુ હરખાય છે. ૧૧ અર્થ :- રાજમાર્ગ સુગંધી ચૂર્ણ અને સાથિયા સહ શોભા આપતો હતો. તે જાણે એમ બોઘતો હતો કે અત્યંત પુણ્યના ફળ સર્વને સુખના કર્તા છે. રાજા શ્રેણિક અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ રચના જોતો જાય છે. રસ્તાઓ, દુકાનો, રત્નના તોરણ વગેરે જોઈને રાજા બહુ હર્ષિત થાય છે. ૧૧ના ભદ્રા લઈ ગઈ માળ ચોથે રાયને સત્કારને, મણિરત્નમંડિત દિવ્ય સિંહાસન પર બેસારને. જઈ પુત્ર પાસે સાતમે માળે કહે માતા : “અરે! શ્રેણિક ચોથે માળ મળવા આવ, તમને નોતરે.” ૧૨ અર્થ - ભદ્રા શેઠાણી રાજાનો સત્કાર કરી તેમને ચોથા માળે લઈ ગઈ. ત્યાં મણિરત્નોથી જડેલા દિવ્ય સિંહાસન ઉપર તેમને બેસાડી, પોતે સાતમે માળે જઈ પુત્રને કહેવા લાગી કે અરે! શ્રેણિક ચોથે માળે મળવા આવ્યા છે અને તમને બોલાવે છે. ૧૨ા. કહે પુત્ર: “ખરદો માલ તેનો જોઈને સારો ઘણો,” ભદ્રા કહે : “તે મગથપતિ રાજા શિરોમણિ આપણો, મળવા અહીં સુર્થી આવિયા, ઝટ આવજો,” કહીં મા ગઈ; “મારે ય માથે કોઈ છે,” ચિંતા પ્રબળ એવી થઈ,- ૧૩ અર્થ :– માતા ભદ્રાના વચન સાંભળી શાલિભદ્ર કહે - શ્રેણિક આવ્યા છે તો તેમનો માલ જોઈને સારો હોય તો ઘણો ખરીદી લો. ત્યારે ભદ્રા કહે છે તો મગ દેશના પતિ રાજા શ્રેણિક છે. આપણા નાયક છે-ઉપરી છે. તે મળવા માટે અહીં સુધી આવ્યા છે માટે ઝટ આવજો. એમ કહીને મા નીચે ગઈ. શાલિભદ્ર વિચારમાં પડ્યા કે “મારે ય માથે કોઈ છે' એની પ્રબળ ચિંતા થવા લાગી. /૧૩ “તો ભોગ નહિ હું ભોગવું, દીક્ષા જર્ફેર લેવી ઘટે; પણ હાલ નીચે જો જઉં તો માતની ચિંતા મટે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આવ્યો પરાણે રાય પાસે, ભેટી રાયે પ્રેમથી નિજ ગોદમાં બેસારતાં ગભરાય ત્યાં તે ઘામથી. ૧૪ અર્થ :- “મારે ય માથે કોઈ છે? તો હવે મારે ભોગ ભોગવવા નથી; મારે જરૂર દીક્ષા લેવી ઘટે. પણ હાલ નીચે જો જઉં તો માતાની ચિંતા દૂર થાય. એમ વિચારી પરાણે રાજા પાસે આવ્યો. રાજાએ પ્રેમથી તેને ભેટી પોતાના ગોદમાં બેસાર્યો. ત્યાં તે ઘામથી એટલે તાપના બફારાથી ઉકળાટ પામી ગભરાવા લાગ્યો. ૧૪ રે! અગ્નિ અડતાં ઓગળે નવનીત તેવો તે દ્રવે, તે જોઈ માતાને પૂંછે નૃપ : “કેમ પરસેવો સ્રવે?” ભદ્રા કહે : “એના પિતા સંયમ ઘરી સ્વર્ગે ગયા; તે સ્નેહવશ પુત્રાદિને સ્વર્ગીય-સુખદાતા થયા. ૧૫ અર્થ :- જેમ અગ્નિ અડતાં નવનીત એટલે માખણ ઓગળવા લાગે તેમ શાલિભદ્રના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો. તે જોઈને રાજાએ ભદ્રા માતાને પૂછ્યું કે કેમ એને આટલો બધો પરસેવો થાય છે. ત્યારે ભદ્રા માતા કહે રાજન! એના પિતા સંયમ ઘારણ કરીને સ્વર્ગે ગયા છે. તે પુત્રાદિના સ્નેહવશ પ્રતિદિન સ્વર્ગથી સામગ્રી મોકલીને એને સુખના દાતા થયા છે. સ્વર્ગીય સુખથી ટેવાયેલ હોવાથી આ ગરમી આનાથી સહન થતી નથી. /૧૫ના. તેથી ન તેને બેસવું ગમતું અહીં નર-ગંઘમાં, તેને જવા દ્યો તો રહેશે પુત્ર એ આનંદમાં.” રાજા મૅકે કે મુક્ત જીંવ સમ એકદમ ઊંચે ગયો, સુરદત્ત ભોગો ભોગવી પરિમલજલે શીતલ થયો. ૧૬ અર્થ :- સ્વર્ગીય સામગ્રીના ભોગથી આ શાલિભદ્રને મનુષ્યની ગંથમાં બેસવું પણ ગમતું નથી. એને તમે જવા દ્યો તો એ પુત્ર આનંદમાં રહેશે. રાજાએ તેને મૂકી દીધો કે તુરંત મુક્ત જીવની જેમ ઉપર ચાલ્યો ગયો. ત્યાં જઈ દેવતાઈ ભોગો ભોગવી પરિમલ જલે એટલે સુગંધિત જળથી શીતલતા મેળવી સુખી થયો. ૧૬ાા. શ્રેણિકને ન્હવરાવિયા પછી દિવ્યજળ કળશા ભરી, ત્યાં સ્નાન કરતાં વીંટી નૃપની આંગળીથી ગઈ સરી. ચોફેર જોતા નૃપ, ત્યાં તો દાસીને ભદ્રા કહે ઇંશારતે : “દે હોજમાંથી મુદ્રિકા જે નૃપ ચહે.” ૧૭ અર્થ - શાલિભદ્ર ઉપર ગયા પછી દિવ્યજળના કળશા ભરી શ્રેણિક રાજાને સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરતાં રાજાની આંગળીમાંથી વીંટી સરી ગઈ. તે મેળવવા રાજા ચારે તરફ જોવા લાગ્યા. ત્યારે ઈશારો કરીને ભદ્રા માતાએ દાસીને કહ્યું કે હોજમાંથી મુદ્રિકા એટલે વીંટીઓ કાઢી રાજાને બતાવ. તેમાંથી રાજા જે ઇચ્છે તે આપ. I/૧૭થી થાળી ભરી દાસી વદે : “લ્યો મુદ્રિકા નિજ ઓળખી,” નિજ રત્ન અંગારા સમું નૃપ થાળમાં લે નીરખી. Page #74 -------------------------------------------------------------------------- ________________ (૫૭) માથે ન જોઈએ ભાગ-૧ ૬ ૭ “કોના અલંકારો?” પૂંછે નૃપ, “કેમ હોજ વિષે હતા?” “નિત્ય નવા પૅરી, બ્રૂના આ શેઠ હોજે ફેંકતા.” ૧૮ અર્થ :- હોજમાંથી વીંટીઓ કાઢી, થાળી ભરીને દાસી રાજાને કહેવા લાગી કે આપની મુદ્રિકા જે હોય તે આમાંથી ઓળખી લો. ત્યારે રાજાએ પોતાની વીંટીમાં રહેલું રત્ન તો બીજા રત્નોની પાસે સળગતા કોલસા જેવું ભોઢું જોયું. તેથી પૂછવા લાગ્યા કે આ બધા કોના અલંકારો છે? અને આ હોજમાં કેમ પડેલા હતા? ત્યારે દાસીએ કહ્યું : આ શેઠ રોજ નવા હેરીને જૂના અલંકારોને આ હોજમાં ફેંકી દે છે. I/૧૮ અતિ વિસ્મય દઠ દિવ્ય રિદ્ધિ, દિવ્ય ભોજન પણ કર્યું; નિઃસ્પૃહ રાય વિદાય લે, નજરાણું ભદ્રાએ ઘર્યું. સૂરિ ઘર્મઘોષ પઘારિયા છે રાજગૃહ નગરે સુણી, ઝટ વિનયપૂર્વક વંદનાર્થે શાલિભદ્ર જતા ગુણી. ૧૯ અર્થ :- રાજા અતિ આશ્ચર્ય પામ્યા અને સર્વ દિવ્ય રિદ્ધિને જોઈ. દિવ્ય ભોજન પણ કર્યું. અંતરથી નિઃસ્પૃહ એવા રાજાએ ત્યાંથી વિદાય લીધી તે વખતે ભદ્રામાતાએ અનેક વસ્તુઓ રાજાને ભેટ આપી નજરાણું ઘર્યું. હવે રાજગૃહ નગરમાં ઘર્મઘોષ નામના આચાર્ય પધાર્યા છે એમ સાંભળી ગુણવાન એવા શાલિભદ્ર ઝટ વિનયપૂર્વક વંદન કરવા માટે ઘરથી જવા લાગ્યા. //૧૯ો. ઉપદેશ ગુરુવર આપતા : “સુંદર ઘરે ઉંદર પડે, વસ્ત્રો અને શિરકેશમાં જૂઓ કરી ઘર આથડે; શયા મનોહર માંકણે ઊભરાય, રોગે તન મળે, કરૂપ કાણી સ્ત્રી કહે કટુ વચન, ખાવા ના મળે. ૨૦ અર્થ - હવે ગુરુવર્ય શાલિભદ્ર આદિને ઉપદેશ આપવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે કે સુંદર ઘરમાં ઉંદર પેસી જઈ વસ્ત્રો કાપી નાખે, માથાના વાળમાં જૂઓ ઘર કરી જાય, મનોહર શય્યા પણ માંકણથી ઉભરાવા લાગે, રોગથી શરીર ગળી જાય, કદરૂપી કાણી સ્ત્રી હોય અને વળી કડવા વચન કહેતી હોય, ખાવાને પણ પૂરતું ના મળતું હોય તો પણ મૂર્ખ એવો આ જીવ ઘરબારને છોડવા ઇચ્છતો નથી. /૨૦ના. ગૃહવાસમાં આવાં ઘણાં દુઃખો ઘણા પરવશ સહે; તોયે અરે! નર મૂઢ ના ગૃહવાસ તજવાને ચહે. દુર્બદ્ધિ એમ વિચારતા : “ઘન આજકાલ મળી જશે.' પ્રત્યક્ષ અંજલિજલ સમું વહી જાય જીવન, શું થશે? - ૨૧ અર્થ:- ગૃહવાસમાં આવા ઘણા પ્રકારના દુ:ખો ઘણા જીવો પરવશપણે સહન કરે છે. તો પણ મૂઢ એવા મનુષ્યો આવા ગૃહવાસને તજવા ઇચ્છતા નથી. પણ દુર્બુદ્ધિથી યુક્ત તેઓ એમ વિચારે છે કે ઘન આજકાલમાં મળી જશે. પણ પ્રત્યક્ષ અંજલિ એટલે હાથમાં રહેલું જળ જેમ ટીપે ટીપે નીચે વહી રહ્યું છે તેમ જીવન પણ સમયે સમયે નષ્ટ થઈ રહ્યું છે તો મારા શું હવાલ થશે? એમ તે વિચારતો નથી. ૨૧ એનો વિચાર કરે ન કોઈ; સુજ્ઞ વિરલા ચેતશે, આદર સહિત સંયમ લઈ, સમ્યક પ્રકારે જીવશે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેને હથેળીમાં હજી છે મોક્ષ, સુખ સ્વર્ગાદિકે.” સુણ શાલિભદ્ર વિચારતા: “હું ઉર સંયમ આદિ એ. ૨૨ અર્થ - પ્રત્યક્ષ સ્થિતિને ઊંડાણથી કોઈ વિચારતું નથી. કોઈ સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વનો જાણનાર હશે તે વિરલા પુરુષ ચેતી જશે. તે આદર સહિત સંયમ અંગીકાર કરીને સમ્યપ્રકારે જીવન જીવશે. તેને હજી હથેળીમાં મોક્ષ છે અને સ્વર્ગાદિના સુખ પણ તેના માટે ઊભા છે. આ સાંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે હું પણ મારા ઉર એટલે સાચા હૃદયથી આવા સંયમ આદિને ગ્રહણ કરવા ઇચ્છું છું. //રા. માતા કને જઈ, અનુમતિ લઈ, લઈશ દીક્ષા ભગવતી.” એવા વિચારે નિજ ગૃહે જઈ માતને કર વિનતિ “માતા મને ઘો અનુમતિ હું લઈશ દીક્ષા ભગવતી, ઇચ્છું અનુત્તર મોક્ષપદ તે કારણે બનું સંયતિ.” ૨૩ અર્થ - હવે માતા કને જઈ, તેમની અનુમતિ લઈને, ભગવતી એટલે ભગવાન દ્વારા અપાતી એવી દીક્ષા ગ્રહણ કરીશ. એવા વિચારથી પોતાને ઘેર જઈ માતાને વિનંતિ કરવા લાગ્યા. હે માતા! મને અનુમતિ આપો જેથી હું ભગવતી દીક્ષાને ગ્રહણ કરું. હવે હું અનુત્તર એટલે જેનાથી કોઈ ચઢિયાતું નથી, જેના માથે કોઈ નથી એવા મોક્ષ પદને ઇચ્છું છું. તે મેળવવા હવે હું સંયતિ એટલે ઇન્દ્રિયોને નિગ્રહ કરવાવાળો સંયમી બનીશ. ર૩ માતા કહે : “હે! પુત્ર, પુષ્પ સમાન તન તુજ શું સહે? કષ્ટો ઘણાં સંયમ તણાં, જાણ્યા વિના મુખથી કહે.” ત્યાં શાલિભદ્ર કહે : “અરે! કાયર ર્જીવો સુખ-લોલુપી સર્ટી ના શકે એ ઇષ્ટ કષ્ટો જો ઉરે આશા છૂપી. ૨૪ અર્થ - માતા ભદ્રા કહેવા લાગ્યા : હે પુત્ર, તારું શરીર તો ફુલ સમાન કોમળ છે. સંયમ પાળવામાં ઘણા કષ્ટો રહેલા છે. તે તારું શરીર સહન કરી શકે નહીં. તું તે કષ્ટોને જાણતો નથી માટે મુખથી એમ બોલે છે. ત્યારે શાલિભદ્ર કહેવા લાગ્યા અરે ! સંસારસુખના લોલુપી એવા કાયર જીવો જેના હૃદયમાં છૂપી રીતે અનેક આશાઓ રહેલી છે તે આ ઇષ્ટ કષ્ટોને સહન કરી શકે નહીં. ૨૪ શિશુ ચૂસતાં સ્તન જાણી અંગૂઠો છતાં દંઘ ના ઝરે, ભવવાસી જીવો સુખ કાજે તેમ તનસેવા કરે; ભ્રાંતિ વડે સંસારી જન સુખ શોઘતાં દુઃખ પામતા દેખી દયા આણી મુનિવર મોક્ષસુખ ઉપદેશતા. ૨૫ અર્થ - જેમ બાળક અંગૂઠાને સ્તન જાણી ચૂસતાં છતાં તેમાંથી દૂઘ ઝરતું નથી, તેમ સંસારી જીવો સુખ માટે આ શરીરની સેવા કર્યા કરે છે, પણ ભ્રાંતિથી તે શરીરાદિમાં સુખ શોઘતા છતાં દુઃખ જ પામે છે. એમ જોઈને દયા લાવી મુનિવરો શાશ્વત એવા મોક્ષસુખનો જ ભવ્યોને ઉપદેશ આપે છે. મારા સમજાવી માતાને પછી નિજ પત્નીને પ્રતિબોથતા, દરરોજ તજતા એકને સંબોર્થીિ; એ ક્રમ સેવતા. Page #76 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર અને ભઠ્ઠીભદ્રા રાણિ એને શાલિનીની જાણ શાલિભ દરવી મુનિ, સમાગમ ઝીક સીકિ કૃત્નીને ભીથી શાલિકા આ પાનીઓની લાળતી શાલિભદ્ર અને ઘન્નાભદ્રનો વાર્તાલાપ શાલિભદ્ર અને ઘન્નાભદ્ર લીઘેલું અનશન શાહિenત્ર ની શાળાર્ટ લીસ્થલી હીના Page #77 -------------------------------------------------------------------------- ________________ (૫૭) માથે ન જોઈએ ભાગ-૧ દે દાન અઢળક સર્વ ક્ષેત્રે; વીરતા ખરી આદરી, સંયમ તણા અભ્યાસની બત્રીસ દિવસ મુદ્દત કરી. ૨૬ અર્થ :– માતાને સમજાવ્યા પછી પોતાની પત્નીને પ્રતિબોધવા લાગ્યા. પ્રતિદિન એક સ્ત્રીને સારી રીતે બોઘ પમાડી ત્યાગવા લાગ્યા. એ ક્રમ સેવતા હતા. સાથે સર્વ ક્ષેત્રમાં અઢળક દાન પણ દેતા હતા. એમ ખરી શૂરવીરતા આદરીને સંયમના અભ્યાસ અર્થે બત્રીસ દિવસની મુદત નક્કી કરી. બત્રીસ દિવસમાં બત્રીસ સ્ત્રીઓને પ્રતિબોધી સંયમ લેવાનો નિર્ણય કરી લીધો. ।।૨૬।। છે બેન શાલિભદ્રની નાની સુભદ્રા નામની, ઇચ્છિત વરે વરી ઘન્યને તે નગરમાં સૌભાગ્યિની. શ્રેણિક નૃપની સોમશ્રી પુત્રી હતી તેની સખી, તે પણ વરી તે ધન્યવરને પૂર્ણ પુછ્યું નીરખી. ૨૭ અર્થ :– શાલિભદ્રની નાની બેન સુભદ્રા હતી. તે સૌભાગ્યિની પોતાની ઇચ્છાએ તે જ નગરમાં રહેતા ધન્યકુમારને વરી હતી. શ્રેણિક રાજાની સોમશ્રી પુત્રી હતી. તે તેની સખી હતી. તે પણ ધન્યકુમારને પૂર્ણ પુણ્યશાળી જાણી તેને જ વરી હતી. ।।૨૭। જાતે સુભદ્રા સ્નાનકાળે એકદા પતિપીઠ પર્સ, વાંસા ઉપર અશ્રુ પડ્યાં તેથી પૂછે : “શું દુઃખ વસે?”’ બોલી સુભદ્રા : “શાલિભદ્રે કામ માંડ્યું આકરું, 'બત્રીસ દિવસે સર્વ નારી તğ,' કહે, વ્રત આદરું.' ' ૨૮ ૬ ૯ અર્થ :– ધન્યકુમારના સ્નાન સમયે એક દિવસ સુભદ્રા જાતે પતિની પીઠ ઘસતી હતી. તે વખતે ધન્યકુમારના વાંસા ઉપર આંસુ પડ્યા. તેથી તેણે સુભદ્રાને પૂછ્યું કે તારા મનમાં શું દુ:ખ છે? ત્યારે સુભદ્રા બોલી : મારા ભાઈ શાલિભદ્રે આકરું કામ આદર્યું છે. તે એમ કહે છે કે હું તો બત્રીસ દિવસે સર્વ સ્ત્રીઓને તજી પંચ મહાવ્રતને ધારણ કરીશ. ।।૨૮।। “કાયર કરે વિશ્વાસ દિન બત્રીસ તક મૃત્યુ તણો,' એવાં વચન આ શેઠનાં વૈરાગ્ય સૂચવતાં ઘણો; ત્યાં તો સુભદ્રા બોલી : ‘‘છે કરવું કઠણ એ આપથી,” અક્લેશ ચિત્તે ઊઠી ચાલ્યા પૂર્વના સંસ્કારથી. ૨૯ અર્થ :— – જે કાયર હોય તે બત્રીસ દિવસ સુધી મૃત્યુનો વિશ્વાસ કરે, ધન્ય શેઠના આવા વચન અંતરંગમાં રહેલ ઘણા વૈરાગ્યને સૂચવતા હતા. ત્યાં તો સુભદ્રા બોલી ઃ આવું આપથી થવું કઠણ છે. કહેવું : સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. ત્યાં તો અક્લેશમય ચિત્ત છે જેનું એવા ઘન્યકુમાર ત્યાંથી ઊઠીને ચાલવા માંડયા. એ પૂર્વના સંસ્કારી જીવ હતા. પૂર્વ જન્મમાં ગાયો ચરાવતાં જંગલમાં મુનિ મહાત્માનો બોધ સાંભળતા ઘણો જ મીઠો લાગ્યો હતો. હું પણ એવી મુનિચર્યાને અંગીકાર કરું એવી ભાવના ભાવતાં ઘર તરફ આવતાં રસ્તામાં સિંહે ફાડી ખાધા. પણ તે ભાવનાના કારણે દેહ છોડી આ ભવમાં તેઓ ધન્યકુમાર શેઠ બન્યા હતા. ।।૨૯।। Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પત્ની બીજી સાતે કહે: “મૂર્ખ કહે તે ના કરો.” કરગર સુભદ્રા બોલી કે “કરુણા કરી ના પરિહરો.” માને નહીં ત્યારે કહે: “સંયમ અમે સૌ પાળીશું, ને આપ સમ ઉત્તમ પુરુષને અનુસરીને ચાલીશું.”૩૦ અર્થ :- ઘન્યકુમારને કુલ આઠ સ્ત્રીઓ હતી. તેથી બીજી સાતે પત્નીઓ કહેવા લાગી કે આ મૂર્ખ કહે તેમ ના કરો. ત્યારે સુભદ્રા પણ કરગરીને કહેવા લાગી કે હે નાથ! કરુણા કરીને અમને પરિહરો નહીં. છતાં ઘન્યકુમારે તે માન્યું નહીં. ત્યારે આઠેય કહેવા લાગી કે અમે પણ સૌ સંયમ પાળીશું અને આપ સમાન ઉત્તમ પુરુષને અનુસરીને જ ચાલીશું. //૩૦ગા. તે સાંભળી “શાબાશ” કહીં લઈ સાથે ચાલી નીકળ્યા, શ્રી શાલિભદ્ર કને જઈ કહે: “કેમ નિર્ભય થઈ રહ્યા? વિશ્વાસ કોને કાળનો? તત્પર થઈ જાઓ હવે! બત્રીસ દિનની ઢીલ ના વૈરાગીને કદ પાલવે. ૩૧ અર્થ :- આઠેય પત્નીઓની ઉત્તમ ભાવના સાંભળીને તેમને શાબાશી દઈ, સર્વને સાથે લઈને ઘરથી ચાલી નીકળ્યા. અને શ્રી શાલિભદ્રની પાસે આવીને કહેવા લાગ્યા કે કેમ નિર્ભય થઈને રહ્યા છો? કાળનો કોને ભરોસો છે? કે તે બત્રીસ દિવસ સુધી ન જ આવે. હવે તૈયાર થઈ જાઓ. બત્રીસ દિવસની ઢીલ વૈરાગીને પાલવે નહીં. શુભ કાર્ય તો શીધ્ર જ કરવું જોઈએ. /૩૧ાા. વૈભારગિરિ પર તીર્થપતિ આવી રહ્યા સભાગ્યથી, દીક્ષા હવે લઈશું ચલો વીરહાથ સૌ સભાવથી.” કહીં તુર્ત ચાલ્યા, નીરખીને તે શાલિભદ્ર ત્વરા કરે; વૈરાગ્યવંતન સંગતિ ઉત્સાહ અતિશય ઉર ભરે. ૩૨ અર્થ - વૈભારગિરિ ઉપર તીર્થપતિ ભગવાન મહાવીર આપણા સદભાગ્યથી આવી રહ્યા છે. માટે હવે ચાલો આપણે બધા સદુભાવથી તેમના હાથે દીક્ષા લઈશું. એમ કહી તેઓ તુર્ત ચાલતા થયા. તે નીરખીને શાલિભદ્ર પણ હવે ત્યાગ માટે ત્વરા કરવા લાગ્યા. કેમકે વૈરાગ્યવંતની સંગતિ પણ અતિશય ઉત્સાહને હૃદયમાં ભરનાર હોય છે. ૩રા. (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ (હરિગીત) દેખો શ્રી શાલિભદ્ર ને ઘનશેઠની કૃતાર્થતા, આત્માàપે જેનું બન્યું મન ઘર તજી ચાલી જતા Page #79 -------------------------------------------------------------------------- ________________ (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ ૭ ૧. જાણે ન કદીયે કાંઈ પોતાનું કર્યું આ ભવ વિષે; નિઃસ્પૃહ તેવા ત્યાગ લેતા શાંત શ્રીમંતો દસે. ૧ અર્થ - શ્રી શાલિભદ્ર અને શ્રી ઘનશેઠની કૃતાર્થતાને જુઓ કે જેણે કરવાયોગ્ય સર્વ કર્યું. જેણે દેહ પ્રત્યે કે કુટુંબ પ્રત્યે અહંભાવ મમત્વભાવ મૂકી દઈ આત્મારૂપે જેનું મન બની ગયું. ઘર કે આટલી રિદ્ધિ છોડીને ચાલી જતાં આ ભવે જાણે કોઈ દિવસ પોતાનું કંઈ માન્યું જ નહોતું એવા તે નિઃસ્પૃહ પુરુષોની દશા વિચારવા યોગ્ય છે. આટલો મોટો ત્યાગ કરવા છતાં પણ તે શ્રીમંતો પરમશાંત દશામાં જણાતા હતા. શ્રી શાલિભદ્ર પ્રત્યે (ઘનાભદ્ર) કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવો તે શાલિભદ્ર અને ઘનાભદ્ર “જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.” (વ.પૃ.૩૮૮) સપુરુષના વૈરાગ્યનાં દ્રષ્ટાંત દેખે સાંભળે, તોયે કરે ઑવ કાળનો વિશ્વાસ રે! શાના બળે? વિચાર કરવા યોગ્ય છે આ ઉર-ગુફામાં ઊતરી, તીર્થકરો જેવા તજી ઘર, વ્રત લઈ જાતા તરી. ૨ અર્થ - સપુરુષોના આવા વૈરાગ્યના દ્રષ્ટાંતો દેખવા કે સાંભળવા છતાં પણ આ જીવ કાળનો વિશ્વાસ કયા બળે કરતો હશે? શું મોતની સાથે મિત્રતા હશે? કે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હશે? કે હું નહીં જ મરું એમ હશે? આ વાત હૃદયની ઊંડી ગુફામાં ઉતરીને વિચારવા યોગ્ય છે. તીર્થકરો જેવા પણ ઘરબાર તજી વ્રત લઈને તર્યા છે. સારા આવા સત્પરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૮) શ્રેણિક સુણી એ વાત ઉત્સવ આદરે દીક્ષા તણો, માને મહોત્સવ ઘર્મનો અવસર ચહે એ આપણો. ન્દવરાવ બન્ને ઘર્મમૂર્તિ, અવનવાં ભૂષણ ઘરે, જેને સહસ્ત્ર જનો વહે સુખપાલ તે આણી ઘરે-૩ અર્થ - શ્રેણિક રાજાએ આ વાત સાંભળી દીક્ષાનો ભવ્ય ઉત્સવ આદર્યો, અને ઘર્મનો આ મહોત્સવ છે એમ માનવા લાગ્યા. પોતાને પણ એવો દીક્ષાનો અવસર આવે એમ ભાવથી ઇચ્છવા લાગ્યા. શ્રી શાલિભદ્ર અને શ્રી ઘન્યકુમાર બન્ને ઘર્મમૂર્તિને સ્નાન કરાવી નવા નવા આભૂષણો પહેરાવ્યા. જેને સહસ્ત્ર એટલે હજાર માણસો ઉપાડી શકે એવા સુખપાલ એટલે પાલખીને, તેમના બેસવા માટે ઘરે આણી. હા બેસારી બન્ને વીરને ઘર છત્ર, ચામર વીંઝતા, વાજાં વિવિઘ વાગે ઘણાં, પુર-સજ્જનો સાથે જતા. વૈભારગિરિ પર પાલખીથી ઊતરી ઈશાનમાં જઈ, મંડનાદિક માતને દઈ લોચ કરતા તાનમાં. ૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તે પાલખીમાં બન્ને ઘર્મમૂર્તિ વીરને બેસાડી, ઉપર છત્ર ઘરી, ચામર વીંઝતા ચાલવા લાગ્યા. વિવિઘ પ્રકારના ઘણા વાજાં વાગવા લાગ્યા. નગરના સજ્જન પુરુષો પણ બઘા સાથે ગયા. વૈભારગિરિ ઉપર પાલખીમાંથી બન્ને વીર ઊતરી ઈશાન એટલે ઉત્તર અ પૂર્વ વચ્ચેની દિશામાં જઈ, મંડનાદિક કહેતા મંડન એટલે શણગાર આદિ સર્વ ઉતારી માતાને દઈ, તાનમાં એટલે આત્મોલ્લાસમાં આવી બન્ને વીર કેશ લોચ કરવા લાગ્યા. માતા પ્રભુને વંઠ વદતી, “પુત્રભિક્ષા આ દઉં, ત્રિભુવનપતિ! આ શિષ્ય હોરો ઘન્ય હું તેથી થઉં” બન્ને ય તે શ્રી વીર આગળ પંચ મહાવ્રત ઉચ્ચરે; છઠનું સદા કરી પારણું વળી છઠ તણું વ્રત તે ઘરે. ૫ અર્થ - ભદ્રા માતા પ્રભુ મહાવીરને વંદન કરી કહેવા લાગ્યા કે હે ત્રિભુવનપતિ! આપને હું મારા પુત્રની ભિક્ષા આપું છું. એને હોરી આપનો શિષ્ય બનાવો તેથી હું ઘન્ય બની જાઉં. પછી શ્રી શાલિભદ્ર અને શ્રી ઘન્યકુમાર બન્ને, શ્રી વીર પરમાત્મા આગળ પંચ મહાવ્રત ઉચ્ચરવા લાગ્યા. પછી છઠ એટલે બે ઉપવાસ કરી સદા પારણું કરતા અને વળી બે ઉપવાસનું આગળ વ્રત ધારણ કરી લેતા હતા. //પા. ઓછો ન તપ તેથી કરે પણ તપ તણી વૃદ્ધિ વરે, સ્ત્રીવૃન્દ પણ યમપંચ ઘર તપ જપ યથોચિત આદરે; શ્રેણિક અને ભદ્રાદિ જન વંદન કરી નગરે ગયાં, શ્રી વીર પણ પરિવાર સહ ત્યાંથી વિદેશે વિચર્યા. ૬ અર્થ - બે ઉપવાસથી ઓછું તપ કરતા નહોતા પણ તેથી વિશેષ તપવૃદ્ધિ થાય તેમ કરતા હતા. તેમની સ્ત્રીઓનો સમુહ પણ પાંચ યમ એટલે પંચ મહાવ્રત ઘારણ કરીને તપ જપ યથોચિત એટલે યથાયોગ્ય શક્તિ પ્રમાણે ગ્રહણ કરતા હતા. રાજા શ્રેણિક અને ભદ્રા શેઠાણી આદિ બઘા લોકો ભગવાનને વંદન કરી નગરમાં ગયા. અને ભગવાન શ્રી મહાવીર પણ સાધુ સાધ્વી વગેરે પરિવાર સાથે ત્યાંથી બીજા દેશમાં વિહાર કરી ગયા. કા. ફરી રાજગૃહીંમાં વીંર પથાર્યા નગરજન-પુણ્યોવશે, મુનિ શાલિભદ્ર પુંછે પ્રભુને, “પારણું મુજ ક્યાં થશે?” તુજ જનની હાથે પારણું પામીશ” એ વચનો સુણી, શ્રી ઘન્યમુનિ સહ જાય શાલિભદ્ર ભદ્રા-ઘર ભણી. ૭ અર્થ :- ફરી રાજગૃહીમાં નગરજનોના પુણ્યવશાત્ ભગવાન મહાવીરનું પઘારવું થયું. તે વખતે મુનિ શાલિભદ્ર પ્રભુને પૂછ્યું કે આજે મારું પારણું ક્યાં થશે? પ્રભુ કહે : તારી માતાના હાથે પારણાની સામગ્રી પામીશ. એ વચનો સાંભળી શ્રી ઘન્યમુનિ સાથે શ્રી શાલિભદ્ર મુનિ પોતાની માતા ભદ્રાના ઘર ભણી રવાના થયા. //શા બન્ને ગયા ભદ્રાગૃહે પણ માત શકી ના ઓળખી, પાછા ફર્યા ઘરથી તપસ્વી, નગર-દરવાજા લગી Page #81 -------------------------------------------------------------------------- ________________ (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ ૭ ૩ જાતાં, મળી ડોશી, લઈ દહીં આવતી, વ્હોરાવતાં સ્તનથી ઘૂંટી ઘૂંઘાર શાલિભદ્રને નિહાળતાં. ૮ અર્થ :- બન્ને ભદ્રામાતાના ઘરમાં ગયા પણ માતા વિચારમગ્ન હોવાથી કોણ આવ્યું અને કોણ ગયું તેની ઓળખ એટલે જાણ થઈ શકી નહીં. તેથી ઘરમાંથી તે તપસ્વી પાછા ફરી નગરના દરવાજા લગી જતા ત્યાં એક ડોશીમા દહીં લઈને આવતી સામે મળી. તેને ભાવ આવવાથી આ મુનિ મહાત્માઓને દહીં વહોરાવ્યું તે વખતે શાલિભદ્રને નિહાળતા ડોશીમાના સ્તનમાંથી દૂઘની ઘાર છૂટી. IIટા ભિક્ષા લઈ પ્રભુ પાસ જઈ, દેખાડીને પછી પૂછતાઃ “માતા-કરે મુજ પારણું, આપે કહેલું તે છતાં માતા ન મારી કાંઈ બોલી, મગ્ન નિજ વિચારમાં મહિયારીએ મુજને દીથી ભિક્ષા દહીંની પાત્રમાં.”૯ અર્થ - દહીંની ભિક્ષા લઈ પ્રભુ પાસે જઈ, તે દેખાડીને પછી પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ! માતાના હાથે મારું પારણું થશે એમ આપે કહેલું, છતાં મારી માતા તો વિચારમાં મગ્ન હોવાથી કાંઈ બોલી જ નહીં અને એક મહિયારીએ એટલે ભરવાડણે મારા પાત્રમાં દહીંની ભિક્ષા મને આપી. એ વાત કેમ હશે? વાલા “સુણ, શાલિભદ્ર, ખરું કહ્યું મેં,” એમ વીર વાણી વદે, “મહિયારી શાલિગ્રામની પૂર્વે ઘણી જ ગરીબ તે; સંગમ ઘરેલું નામ તેના પુત્રનું, પશુ ચારતો; ઉત્સવ અમાવાસ્યા તણો ક્ષીરપાકનો ત્યાં આવતો. ૧૦ અર્થ - ત્યારે પ્રભુ મહાવીર કહેવા લાગ્યા કે હે શાલિભદ્ર તે સાંભળ. મેં તને ખરું કહ્યું છે. તે મહિયારી શાલિ નામના ગામની છે. જે પૂર્વે ઘણી જ ગરીબ હતી. તેને એક સંગમ નામનો પુત્ર હતો. તે પશુઓને ચરાવતો. તે ગામમાં અમાવસ્યાનો ઉત્સવ આવ્યો. તે દિવસે ક્ષીરપાક એટલે દૂઘની ખીર બનાવીને ઘરના બધા જમે એવો રિવાજ હતો. ૧૦ના પ્રત્યેક ઘર ખર થાય આજે, ખીર વણ ખાવું બળ્યું, રઢ બાળ એવી લઈ રડે, પાડોશણોએ સાંભળ્યુંકે એક ઘૂંઘ આપે, બીજું ચોખા, ત્રીજી ઘી-શર્કરા: કરી ખીર, માએ પીરસી ગરમાગરમ; કરીને ત્વરા, ૧૧ અર્થ - પ્રત્યેક ઘરમાં આજે ખીર બને છે. મારે પણ ખીર વગર આજે ખાવું જ નથી. એવી રઢ લઈને બાળક સંગમ રડવા લાગ્યો. પાડોશણોએ તે વાત સાંભળીને એકે દૂઘ આપ્યું, બીજીએ ચોખા અને ત્રીજીએ ઘી અને સાકર આપી. તેથી માએ ત્વરા કરીને એટલે ઉતાવળે તેની ખીર બનાવીને ગરમાગરમ બાળકને પીરસી. ||૧૧ાા માતા ગઈ પાડોશમાં, ત્યાં કામસર ખોટી થઈ; ખીર માસ-ઉપવાસી મુનિને બાળ દે રાજી થઈ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રાવધ-વિવેચન ભાગ-૨ મા આર્વી મનમાં ચિંતવે કે પુત્ર હજું ભૂખ્યો દીસે, માટે ફરી બર્થી ખી૨ પીરસી, ‘ખાઈ જા’ બોલી રીસે. ૧૨ : અર્થ – ખીર બાળકને પીરસી માતા પાડોશમાં ગઈ. ત્યાં તેને કામવશ રોકાવું પડ્યું. તેટલામાં એક મહિનાના ઉપવાસી મુનિ તેના ઘરે આવી ચઢ્યા. બાળ સંગમે વિચાર્યું કે મુનિ મહાત્માને અડઘી ખીર વહોરાવું. એમ ધારી આપવા જતાં બધી ખીર સરી પડી તો પણ તે બાળ સંગમ રાજી થયો. રડીને બનાવેલી ખીર આપીને પણ પુણ્યોદયે તે મનમાં હર્ષ પામ્યો. પછી તે થાળીમાં ચોટેલ ખીર ચાટવા લાગ્યો. તેટલામાં માએ આવી જોતાં મનમાં ચિંતવ્યું કે પુત્ર હજી ભૂખ્યો જણાય છે તેથી વધેલી બધી ખીર તેને પીરસી રીસમાં આવીને મા બોલી ‘લે ખાઈ જા’ બધું. ।।૧૨।। આકંઠ ખાધી બાળકે, રાત્રે અજીર્ણ થતાં મઁઓ, ગોભદ્રને ત્યાં પુત્ર શાલિભદ્ર નામે તે ઝુઓ. હે! શાલિ-સંયત, માત તારી જ પૂર્વભવની, ડોર્સી એ,” એ સાંભળી કરી પારણું બન્ને થયા ઉદાર્સી તે. ૧૩ અર્થ :— બાળક સંગમે આકંઠ એટલે ગળા સુધી તે ખીર ખાધી. તેથી રાત્રે અજીર્ણ થવાથી તેનું મૃત્યુ થયું. તે બાળક ગોભદ્ર શેઠને ત્યાં શાલિભદ્ર નામે અવતાર પામ્યો. છે સંયત એટલે સંયમી શાલિભદ્ર! એ ડોશીમાં તારી જ પૂર્વભવની માતા છે. એ સાંભળીને પારણું કરી બન્ને ઉદાસી એટલે વૈરાગ્યભાવને પામ્યા કે અહો! આ સંસારની કેવી ક્ષણિકતા છે. પૂર્વભવમાં ખાવાના પણ સાંસા અને આ ભવમાં દેવતાઈ રિદ્ધિ, કર્મનું કેવું વિચિત્રપણું, હવે એ કર્મનો સર્વથા નાશ જ કરવો યોગ્ય છે, જેથી ફરી આવા ઉદય કદી આવે નહીં. ।।૧૩।। આજ્ઞા લઈ અંતિમ અનશન વ્રત ઘરી એકાન્તમાં, થ્થાને ઊભા વૈભારગિરિના શુદ્ધ નિર્જન સ્થાનમાં. ભદ્રા પ્રભુ પાસે જતાં, વંદન કરી પૂછે : ‘કહો, શેં શાલિભદ્ર ન આવિયા મુજ ઘે૨ ભિક્ષાર્થે અહો!’’ ૧૪ અર્થ :— હવે ભગવાન મહાવીરની આજ્ઞાથી બન્ને અંતિમ અનશન વ્રત ધારણ કરીને એકાંત એવા = વૈભારગિરિના શુદ્ધ નિર્જન વનમાં જઈ ધ્યાનમાં ઊભા રહી ગયા. ભદ્રા માતા પ્રભુ પાસે આવી વંદન કરીને પૂછવા લાગ્યા કે પ્રભુ! શાલિભદ્ર કયા કારણથી મારે ઘેર ભિક્ષાર્થે આવ્યાં નહીં, તે કહો. ।।૧૪। અનશન સુધી પ્રભુએ કહી તે વાત સુર્ગા ગિરિ પર ગઈ, દર્શન કરી નિજ ભુલની માર્ગ ક્ષમા ગળગળી થઈ; શ્રેણિક પણ આવી ચઢ્યા વંદન કરીને વીનવે : “માતા સમાન ન તીર્થ બીજું; મુનિ, જુઓ માતા વે.” ૧૫ અર્થ :– ભગવાને અનશન લીધા સુધીની બધી વાત કહી. તે સાંભળીને માતા વૈભારિગિર પર = ગઈ. તેમના દર્શન કરીને પોતાની ભૂલ માટે ગળગળી થઈને ક્ષમા માગવા લાગી. શ્રેણિક રાજા પણ ત્યાં આવી ચઢયા અને વંદન કરીને મુનિને વીનવવા લાગ્યા કે માતા સમાન કોઈ બીજું તીર્થ નથી. તમારી માતા રડે છે માટે મુનિ તેમના તરફ દયા લાવીને જરા નજર કરો. ।।૧૫।। Page #83 -------------------------------------------------------------------------- ________________ (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ ૭ ૫ પાષાણ સમ કરી કઠણ મન મુનિ બેય લીન સ્વરૂપમાં, બોલે ન ચાલે કે જુએ નિર્મળ રહે નિજ રૂપમાં. રાજા કહે : “મુનિરત્ન આવું ઘન્ય તમ કૂખે થયું! ભદ્રા, તમે શાંતિ ઘરો; જીવન સફળ પુત્રે કર્યું.”૧૬ અર્થ - પાષાણ એટલે પત્થર સમાન કઠણ મન કરીને મુનિ બેય સ્વરૂપમાં જ લીન રહ્યા. ન બોલે કે ન ચાલે કે જુએ પણ નિર્મળ એવા પોતાના આત્મસ્વરૂપના ધ્યાનમાં જ મગ્ન રહ્યા. ત્યારે રાજા શ્રેણિક ભદ્રામાતાને કહેવા લાગ્યા કે આવું મુનિરત્ન તમે કૂખે ઘારણ કર્યું માટે તમે પણ ઘન્ય છો. હવે શાંતિને હૃદયમાં ઘારણ કરો, કારણ કે તમારા પુત્રે તો આ મનુષ્ય જીવન સફળ કરી લીધું. [૧૬ના રાજા ગયા નિજ પુરમાં, માતા થઈ સાધ્વી સતી, બન્ને મુનિ અંતે વર્યા સર્વાર્થસિદ્ધ સુરગતિ. મુનિ બે ય મુક્તિ પામવાના ત્યાંથી ચાવી માનવ થઈ, માતા ય મુક્તિ પામશે સ્વર્ગે જઈ, નરભવ લઈ. ૧૭ અર્થ :- રાજા શ્રેણિક પોતાના નગરમાં ગયા અને સતી એવી ભદ્રા માતા સાધ્વી બની ગઈ. શ્રી શાલિભદ્ર અને ઘન્યકુમાર બન્ને મુનિ સમાધિપૂર્વક દેહત્યાગ કરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે અવતર્યા. ત્યાંથી ચવીને માનવ થઈ બેય મુનિ મુક્તિને પામશે. માતા પણ અહીંથી સ્વર્ગમાં જઈ પછી મનુષ્યભવ પામી મોક્ષને મેળવશે. I૧ણા. શ્રેણિક તો પ્રારબ્ધ ગતિ નિજ નરકની પૂરી કરી, પદ તીર્થપતિનું પામી ભરત, મોક્ષપદ લેશે વરી. સો મોક્ષગામી સજ્જનોની આ કથા વૈરાગ્યની, પરમાર્થ-પંથે પ્રેમ જગવે, સૂચના સભાગ્યની. ૧૮ અર્થ - શ્રેણિક રાજા તો પોતાના પ્રારબ્ધ અનુસાર નરકની ગતિ પૂરી કરીને ભરતક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામી મોક્ષપદને પામશે. સર્વ મોક્ષગામી સજ્જનોની આ કથા વૈરાગ્ય આપનાર છે અને પરમાર્થ માર્ગમાં પ્રેમ જાગૃત કરનાર છે કે આવી દેવતાઈ રિદ્ધિ ભોગવતાં સુખી જીવો પણ સંસાર ત્યાગી ચાલ્યા ગયા; તો હવે આપણે પણ પરમાર્થ પંથે પ્રેમ જગવી, આ તુચ્છ વિષયોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આપણા સદ્ભાગ્યનું આ સૂચન છે કે આવા પવિત્ર પુરુષોની કથાઓ, આવા કલિયુગમાં પણ આપણને સાંભળવા મળે છે. ૧૮ના શાલિભદ્ર કર્મોના બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર ભાંગોને તોડવાનો, ભગવાન મહાવીરની આજ્ઞાથી પુરુષાર્થ કરી ઉત્તમ ગતિ સાધી. તે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા કોને કહેવાય? એનું વિસ્તારથી વર્ણન કરી આગળના પાઠમાં હવે સમજાવવામાં આવે છે : Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ ૧ બંધ આત્માના પ્રદેશો સાથે કાર્મણ વર્ગણાઓનું અથવા પુદ્ગલ પરમાણુઓનું, દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જવું તેને બંધ તત્ત્વ કહે છે. (દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ, સમાધિરસે ભર્યો—એ રાગ) * પ્રાસ્તાવિક આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે. વંદું શ્રી રાજચંદ્ર અગાધ ગુણે ભર્યા, હો લાલ, અગાધ ગુણે ભર્યા; બંઘ, ઉદય, સત્તાદિ યથાર્થ લહી તર્યા, હો લાલ યથાર્થ લહી તર્યા. ૧ અર્થ :— પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે પ્રણામ કરું છું કે જે આત્માને અનંત કાળના કર્મોથી કેમ છોડાવવો તે સંબંઘીનું અગાધ એટલે અતિ ઊંડું જ્ઞાન ધરાવનાર હોવાથી ગુણોના ભંડારરૂપ છે. તે ઊંડા જ્ઞાનને આધારે બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તામાં રહેલા કર્મના સ્વરૂપને યથાર્થ જાણી જેઓ સંસાર સમુદ્રને તરી ગયા. તે કર્મનું સ્વરૂપ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :— (૧) બંધ :– શુભાશુભ ભાવોનું નિમિત્ત પામી નવીન કર્મોનું ગ્રહણ કરવું તે બંઘ. :– (૨) ઉદય – બાંધેલા કર્મના ફળનો અબાધાકાળ પૂર્ણ થયે ઉદયાવલિકામાં પ્રવેશ પામી ફળ આપવું તે ઉદય. == (૩) ઉદીરણા :– ઉદયમાં નહીં આવેલા કર્મોને બાર પ્રકારના તપ આદિવડે ઉદયમાં લાવી ભોગવી લેવાં તે ઉદીરણા. (૪) સત્તા :– આત્મા સાથે બંધાયેલા કર્મોના જથ્થાનું અબાધાકાળ સુધી વળગી રહેવું તે કર્મોની સત્તા કહેવાય છે. શા બંપાદિ-આધાર જીવોના ભાવ જે, હો લાલ ઈંવોના ભિન્ન ગણાય અનંત, ચૌદ સંક્ષેપ તે. હો લાલ ચૌદ ૨ અર્થ :— જીવોને કર્મબંધ આદિના આઘાર પોતાના શુભાશુભ ભાવ છે. શુભાશુભ નિમિત્તોના કા૨ણે જેવા શુભાશુભ ભાવ જીવ કરે છે તેવા પ્રકારનો તેને શુભાશુભ કર્મનો બંધ થાય છે. ભાવથી બંધ અને ભાવથી મોક્ષ છે. જે રાગદ્વેષાદિ વિભાવભાવો આત્મા કરે તે તેના સ્વભાવમાં નથી. તે વિભાવભાવોના અનંત પ્રકાર * જુઓ ‘બંઘયંત્ર’ પૃષ્ઠ ૬૦૦ ઉપર Page #85 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ -૧ છે. પણ સંસારી જીવોની અપેક્ષાએ સંક્ષેપમાં તેના ચૌદ ભેદ કરવામાં આવ્યા છે; તેને ચૌદ ગુણસ્થાનક કહેવાય છે. રા ગુણસ્થાનો ભણાય; જણાવું નામથી હો લાલ જણાવું. 'મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર “સુ-અવિરતિ, હો લાલ મિશ્ર ૩ અર્થ - તે ચૌદ ગુણસ્થાન જીવની વર્તમાન અવિશુદ્ધ, અદ્ધ શુદ્ધ, શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા બતાવનારી પારાશીશી અથવા થમોમીટર સમાન છે. જેથી જીવ વર્તમાનમાં કયા ગુણસ્થાનકમાં છે તે જાણી શકાય છે તેના નામો આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) સુ-અવિરતિ એટલે સમ્યકત્વ સહિત અવિરતિ ગુણસ્થાનક છે. [૩. પદેશવ્રતી, પ્રમત્ત, અપ્રમત્ત સાતમું, હો લાલ અપ્રમત્ત સાતમું નિવૃત્તિ, ‘અનિવૃત્તિ, સૂક્ષ્મ, ઉપશમ અગ્યારમું હો લાલ ઉપ૦ ૪ અર્થ - (૫) દેશવ્રતી ગુણસ્થાનક (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશમ એટલે ઉપશાંતમોહ ગુણસ્થાનક છે. જો ક્ષીણમોહી, સયોગ, અયોગ યથાર્થ તે–હો લાલ અયોગ સમ્પર્શનચોગ આદિ ચાર વર્ણવે, હો લાલ આદિ ચાર૦ ૫ અર્થ :- (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન (૧૩) સયોગી કેવળી અને (૧૪) અયોગી કેવળી ગુણસ્થાન છે; તે યથાર્થ છે. પહેલાંના ચાર ગુણસ્થાનકમાં જીવની યોગ્યતા વઘતા વઘતા ચોથા ગુણસ્થાનકમાં જીવ આવે ત્યારે સમ્યક્દર્શન પામે છે. પા. બાકીનાં દશમાં ય, સ્વરૂપે સ્થિરતા, હો લાલ સ્વરૂપે સંક્ષેપે જીવભાવ જણાવે વીરતા. હો લાલ જણાવે વીર. ૬ અર્થ - બાકીના દશમાંય એટલે પાંચમા ગુણસ્થાનથી તે ચૌદમા ગુણસ્થાન સુઘી બઘામાં ઓછા વત્તા પ્રમાણમાં સહજાત્મસ્વરૂપમાં સ્થિરતા હોય છે. તે ગુણસ્થાનોમાં રહેલા જીવોના ભાવ સંક્ષેપમાં પોતાના આત્મવીરત્વને જણાવે છે. દા. અનાદિ જીવ ને કર્મ-સંબંઘ, પ્રભુ કહે હો લાલ સંબંઘ સ્વર્ણ-પથ્થર જેમ, શુદ્ધતા ર્જીવ લહે. હો લાલ શુદ્ધતા૭ અર્થ - અનાદિકાળથી જીવને કર્મનો સંબંઘ સુવર્ણ એટલે સોનાના કણો સાથે પત્થર જેવી કડક માટીની જેમ છે; એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. સોનાના કણો અનાદિથી પત્થર જેવી કડક માટીની અંદર છૂટા છૂટા પથરાયેલા છે; તેને કોઈએ ત્યાં પાથર્યા નથી. તેમ કમનો સંબંઘ અનાદિકાળથી આત્મા સાથે છે. પણ તે સોનાના કણોને પત્થર જેવી માટીમાંથી છૂટા પાડી શકાય છે, તેમ કર્મમળ ટાળી જીવ પોતાના શુદ્ધાત્માને પામી શકે છે. આવા અહંપણું પ્રત્યક્ષ ન ઑવ વિણ સંભવે, હો લાલ ન ઑવ. વિચિત્રતા, વિણ કર્મ કોઈ નહિ દાખવે. હો લાલ કોઈ ૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જીવમાં અહંપણું એટલે હું છું તે સ્વસંવેદનાનો પ્રત્યક્ષભાવ, જીવ વગર કદી હોઈ શકે નહીં. તેમ જગતમાં દેખાતી જીવોની ચિત્રવિચિત્ર અવસ્થા પણ તે કર્મ વગર કોઈ બતાવી શકે નહીં. જગતમાં ચિત્રવિચિત્રપણું બતાવી નાટકના પાત્રોની જેમ જીવને નચાવનાર તે કર્મ છે. કર્મ જીવને રાંક બનાવે, કર્મ ઊંચ-નીચે ભમાવે, કર્મ જ શાતા અશાતા ઉપજાવે છે. વ્યવહારનયથી કર્મનો કર્તા પણ પોતે અને તેનો ભોક્તા પણ પોતે જ છે; એ વિના બીજું કોઈ હોઈ શકે નહીં. Iટા ૧ બંઘ (સામાન્ય) ગ્રહે જીવ નવીન કર્મ : બંઘ-સ્વરૂપ તે, હો લાલ બંઘ૦ અસંખ્ય લોક-પ્રમાણે પ્રકૃતિ બંઘ છે, હો લાલ પ્રકૃતિ ૯ અર્થ – પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત પામી, જો જીવ શુભાશુભભાવે તેમાં જોડાય તો નવીન કર્મનો બંધ થાય છે. તે ક્ષીરનીરવત હોય છે. તેને બંદસ્વરૂપ કહેવામાં આવે છે. લોકાકાશ અસંખ્યપ્રદેશ પ્રમાણ છે. તેમ જગતમાં રહેલા જીવોના અસંખ્ય પ્રકારના જુદા જુદા ભાવો હોવાથી કર્મ પ્રકૃતિનો બંઘ પણ અસંખ્ય પ્રકારનો છે. લા. તોપણ મુખ્ય આઠ; તેના ય ભેદ બે-હો લાલ તેના ય ઘાત, અઘાતીરૂપ; વિભાવ નિમિત્ત એ. હો લાલ વિ. ૧૦ અર્થ:- છતાં તે સર્વ પ્રકૃતિઓને જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓમાં ભગવાને વણી લીધી છે. તેના પાછા ઘાતી, અઘાતીરૂપે બે ભેદ છે. આત્માના મૂળગુણોને જે ઘાતે અર્થાત્ હણે તે ઘાતી કર્મ છે. તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ છે. જે આત્માના મૂળગુણોને હણે નહીં તે અઘાતી કર્મ છે. તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ છે. આ આઠેય કર્મપ્રકૃતિઓનો ઉદય જીવને વિભાવભાવનું નિમિત્ત બની, નવીન કર્મબંધનું કારણ થાય છે. આ આઠેય કર્મની બંઘયોગ્ય પ્રવૃતિઓ એકસોને વીશ ભગવાને જણાવી છે. II૧૦ના જીવનું લક્ષણ જ્ઞાન, તેને જ આવરે-હો લાલ તેને જ.. જ્ઞાનાવરણીય જાણ ઘટ જેમ દીપ પરે. હો લાલ ઘટક ૧૧ અર્થ :- જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મની બંઘયોગ્ય પ્રવૃતિઓને હવે વિસ્તારથી જણાવે છે – જ્ઞાનાવરણીય કર્મ :- જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તેના ઉપર જે આવરણ લાવે તેને જ્ઞાનાવરણીય કર્મ જાણો. જેમ દીપક ઉપર ઘડો મૂકવાથી દીપકનું તેજ હોવા છતાં બહાર દેખાતું નથી. અથવા આંખે પાટા બાંઘવાથી જોવાની શક્તિ હોવા છતાં આંખવડે પદાર્થ જોઈ શકાતો નથી; તેમ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ જાણો. ||૧૧ાા તેના ભેદો પાંચ મુખ્ય તો જાણવા, હો લાલ મુખ્ય દર્શનાવરણીય કર્મ દેતું નહિ દેખવા, હો લાલ દેતું. ૧૨ અર્થ - તે જ્ઞાનાવરણીય કર્મના મુખ્ય પાંચ ભેદ છે. તે આત્માના જ્ઞાન ગુણને રોકે છે, માટે અવશ્ય જાણવા. તે આ પ્રમાણે છે : (૧) મતિજ્ઞાનાવરણીય - જે પાંચ ઇન્દ્રિય તથા મનથી જ્ઞાન થાય તે મતિજ્ઞાન. તે મતિજ્ઞાન Page #87 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ઉપર આવરણ લાવે તે મતિજ્ઞાનાવરણીય. (૨) શ્રુતજ્ઞાનાવરણીય :- જે શ્રુતજ્ઞાન ઉપર આવરણ લાવે. (૩) અવધિજ્ઞાનાવરણીય - અવધિ એટલે મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જે દેખાડે તે અવધિજ્ઞાન. અને તેને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણીય કર્મ. જે દેવ તથા નારકીને તે ભવમાં જન્મથી હોય છે. તે ભવપ્રત્યયી કહેવાય છે. અને જે મનુષ્યને ગુણો પ્રગટવાથી ઊપજે તે ગુણ પ્રત્યયી અવધિજ્ઞાન કહેવાય છે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય - અઢી દ્વીપ તથા બે સમુદ્રમાં રહેલા કોઈપણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ આદિ જીવોના મનના ભાવોને જે જણાવે તે મન:પર્યવજ્ઞાન. તેના ઉપર જે આવરણ લાવે તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ છે. (૫) કેવળજ્ઞાનાવરણીય - ચારેય ઘાતીયા કર્મ ક્ષય થવાથી સકળ લોકાલોકના સ્વરૂપને સ્પષ્ટ જણાવનાર જ્ઞાન તે કેવલજ્ઞાન છે. તેના ઉપર આવરણ લાવનાર તે કેવળજ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મબંઘના મુખ્ય કારણો : આ પાંચ જ્ઞાન પ્રાપ્તિના સાઘનો પુસ્તક, પેન, પાટી આદિની અશાતના કરવી, તેનો વિનાશ કરવો, જ્ઞાની પ્રત્યે વિરુદ્ધ વર્તન કરવું, જ્ઞાનદાતા ગુરુને છૂપાવવા, તેમના પ્રત્યે દ્વેષ રાખવો, ભણવામાં અંતરાય કરવો. એમ જ્ઞાન, જ્ઞાની તથા શ્રી જિનેશ્વર ભગવાનની અશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. તેથી જીવમાં મંદબુદ્ધિ અથવા મૂર્ખતા આવે છે તેમજ દર્શનાવરણીય કર્મબંધના પણ આ કારણો છે. જ્ઞાન, જ્ઞાનીની તથા સદેવોની ભક્તિ કરવાથી તથા બાર પ્રકારના તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. દર્શનાવરણીય કર્મ :- આત્માની અનંત દર્શનશક્તિવડે સકળ વિશ્વ, પોતાની નિર્મળતા થવાથી સહજે જોઈ શકાય; પણ આ દર્શનાવરણીય કર્મ તે શક્તિને રોકે છે. ૧૨ાા દ્વારસ્થ રોકે એમ ન નૃપને દેખીએ, હો લાલ ન નૃપને. તેના વળી નવ ભેદ નિદ્રાદિ લેખીએ, હો લાલ નિદ્રાદિ ૧૩ અર્થ - જેમ રાજમહેલના દ્વાર ઉપર ઉભેલ દ્વારપાળ રાજા પાસે ન્યાય કરાવવા જનાર વ્યક્તિને રાજાના દર્શન કરવા દેતો નથી; તેમ આ કર્મ પણ નવ પ્રકારે આત્માની અનંત દર્શનશક્તિ ઉપર આવરણ લાવી વિશ્વનું દર્શન કરવા દેતું નથી. તેના પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) ચક્ષદર્શનાવરણીય :- જેના ઉદયથી આંખોની જોવાની શક્તિ ઓછી થાય. | (૨) અચક્ષુદર્શનાવરણીયઃ- જેના ઉદયથી આંખ સિવાય બીજી કાન, નાક, જીભ અને ચામડીની સ્પર્શેન્દ્રિય શક્તિ ઓછી થાય; અર્થાત કાને ઓછું સંભળાય, નાકથી શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા ગંઘ ન આવે વગેરે. . (૩) અવધિદર્શનાવરણીય - જેના ઉદયથી દીવાલ, પહાડ કે મસ્તક પાછળના રૂપી પદાર્થો ન દેખાય. (૪) કેવળદર્શનાવરણીય :- જેના ઉદયથી લોકાલોકના સર્વ રૂપી કે અરૂપી પદાર્થો ન દેખાય. આનું કારણ દર્શનાવરણીય કર્મ છે. વળી દર્શનાવરણીય કર્મ પાંચ પ્રકારની ઊંઘવડે જીવ ઉપર આવરણ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ८० લાવે છે. તે આ પ્રમાણે :— (૫) નિદ્રા ઃ— નિદ્રાવડે આત્મા ઉપર આવરણ લાવે. પણ આ નિદ્રાના ઉદયથી માણસ સુખેથી જાગી શકે. કૂતરાની જેમ તરત અવાજ સાંભળતા જાગી જાય. (૬) નિદ્રા-નિદ્રા :– જેના ઉદયથી ઢંઢોળતાં મુશ્કેલીથી જાગે. (૭)પ્રચલા ઃ— જેના ઉદયથી જીવને ગાય, ભેંસ કે ઊંટની જેમ ઊભાઊભા કે બેઠાબેઠા ઊંઘ આવે. (૯) પ્રચલા–પ્રચલા :– જેના ઉદયથી ઘોડા વગેરેની જેમ રસ્તામાં ચાલતા ચાલતા ઊંઘ આવે. (૯) સ્ત્યાનગૃદ્ધિ :– જેના ઉદયથી જીવ દિવસે ચિંતવેલા કાર્યને, જે દિવસે કરવું અશક્ય હોય તેને ઊંઘમાં કરી આવે. આ ઊંઘવાળા પ્રથમ સંઘયણીને વાસુદેવના બળ કરતાં અર્ધું બળ પ્રાપ્ત હોય છે. અતિ વિચિત્ર પ્રકારની આ ઊંઘ છે. આ નિદ્રાવાળો જીવ મરીને નરકે જાય. વર્તમાનકાળે આ ઊંધવાળાને પોતાના બળ કરતા ત્રણચાર ગણું બળ આવે છે. દર્શનાવરણીય કર્મબંધના કારણો :– ઇન્દ્રિયોનો દુરઉપયોગ કરવાથી આ કર્મનો બંઘ થાય છે. જેમકે ચક્ષુઇન્દ્રિયનો બીજાના દોષો જોઈ દુરુપયોગ કરવાથી કે જીભાદિ ઇન્દ્રિયો વડે બીજાની નિંદા કરવાથી અથવા દેવગુરુધર્મનું શ્રદ્ધાપૂર્વક પાલન નહિં કરવાથી આ દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે. દર્શન—ભગવાનના દર્શનની, દર્શની—દર્શન કરનાર આરાધકની, અને દર્શનના સાઘનો મૂર્તિ કે ચિત્રપટ વગેરેની આશાતના, નિંઠા, અપમાન કરવાથી પણ આ કર્મનો બંઘ થાય છે. અને દેવગુરુધર્મનું શ્રદ્ધાપૂર્વક આરાધન કરવાથી, ભક્તિ કરવાથી કે ઇન્દ્રિયોનો સદ્ઉપયોગ કરવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય છે, ॥૧૩॥ સુખ-દુઃખનો દે સાજ, કહી વેદનીય તે, હોલાલ કહી મઘ-ખરડી તરવાર જીભે સુખ-દુઃખ દે, હો લાલ જીભે ૧૪ વેદનીય કર્મ :— વેદનીયકર્મ શાતા અશાતારૂપે સુખદુઃખના સાજ એટલે રોગાદિક સાઘનોવર્ડ સુખદુઃખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે. મધથી ખરડાયેલી તરવાર જેવું આ કર્મ છે. તરવાર ઉપર રહેલ મઘને જીભવડે ચાટતાં મીઠો સ્વાદ આવે તે રૂપ શાતાવેદનીય કર્મ સંસાર સુખ અને તરવારના ઘારથી જીભ કપાતાં પીડા થાય તે અશાતાવેદનીયરૂપ સંસારનું દુઃખ છે, આવા સંસારસુખના ક્ષણિક અનુભવ વખતે હિંસાદિથી કાર્ય થતાં અશાતાવેદનીય-કર્મ બંધાય અને તેના ઉદયથી ફરી દુઃખ આવે. ।।૧૪।। બે ભેદ તે જાણ; મોહનીય કર્મ તો હો લાલ મોહનીય૰ કરે અસાવધ દારૂ સમાન વિચારજો, હો લાલ સમાન ૧૫ તે વેદનીય કર્મના બે ભેદ છે. = (૧) શાતાવેદનીય – જેના ઉદયથી શરીર નિરોગી રહે. પરિવાર સુખી હોય કે માનસિક શાતા રહે તે શાતાવેદનીય. કે (ર) અશાતાવેદનીય :- જેના ઉદયથી જીવને તાવ આવે, માથું દુઃખે, પેટ દુ:ખે, ગુમડા થાય, સંગ્રહણી, ક્ષય કે કેન્સર વગેરે થાય અથવા પરિવાર અશાતા આપે કે મનમાં અશાંતિ આદિ રહે તે સર્વ અશાતાવેદનીય કર્મ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ અશાતાવેદનીય કર્મબંઘના કારણો : બીજા જીવોને દુઃખ આપવાથી, હેરાન કરવાથી, હિંસા કરવાથી કે મારવાથી કે વઘ, બંધન, છેદન, ભેદન, તાડન કરવાથી અશાતા વેદનીય કર્મનો બંઘ થાય છે. વળી દેવગુરુથર્મની નિંદા વગેરે કરવાથી કે દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, રૂદન કરવાથી, પણ અશાતાવેદનીયકર્મ બંધાય છે. તેથી વિપરીત દેવગુરુઘર્મની ભક્તિ કરવાથી, ક્ષમા, દયા, વ્રતપાલન, મન, વચન, કાયાની શુભપ્રવૃત્તિ, ક્રોધાદિ કષાયોનો જય, સુપાત્રદાન, ઘર્મમાં દૃઢતા અને સેવા કરી જીવોને સુખ શાંતિ આપવાથી શાતાવેદનીય કર્મનો બંઘ થાય છે. સંસારની તમામ અનુકૂળતાઓ અથવા સાંસારિક સુખ તે શાતાવેદનીય કર્મના ઉદયથી મળે છે. મોહનીય કર્મ :- મોહનીય કર્મ જીવને દારૂ પીધેલાની જેમ અસાવધ એટલે બેભાન બનાવે છે. દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભલે તેમ મોહનીય કર્મના બળે આત્મા પોતાના હિતાહિતના વિવેકને ભૂલે છે. તે પોતાના સ્વરૂપને ભૂલી સંસારની મોહમાયામાં લપટાઈ જાય છે. જેથી તેને સમ્યક્દર્શન કે સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવતા નથી. ઉપરા છવ્વીસ ભેદે બંઘ થતો મોહનીયનો; હો લાલ થતો. રોકે બેડી સમાન આયુષ્ય-કર્મ તો. હો લાલ આયુષ્ય. ૧૬ આ મોહનીય કર્મનો છવ્વીસ ભેદથી બંઘ થાય છે તે નીચે પ્રમાણે :વળી મોહનીય કર્મના બે ભેદ છે. (૧) દર્શનમોહનીય કર્મ – તેનો ઉદય આત્માના સમ્યગદર્શનગુણને રોકે છે, અર્થાત્ સમ્યગ્દર્શન થવા દે નહીં. આ દર્શનમોહનીય કર્મ બંઘની અપેક્ષાએ એક મિથ્યાત્વરૂપ છે. પણ સમકિત થયા પછી તેના મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એમ ત્રણ ભેદ પડે છે. તેથી અહીં દર્શનમોહનીય કર્મની એક મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિને જ ગણતરીમાં લઈ, કુલ્લે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિને બદલે ૨૬ પ્રકૃતિવડે બંધ થતો જણાવવામાં આવેલ છે, તે યથાર્થ છે. દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ :૧. મિથ્યાત્વ મોહનીય :- જેના ઉદયથી જિનપ્રણિત તત્ત્વ ઉપર શ્રદ્ધા ન થાય. ઊંઘી મતિ હોય. ૨. મિશ્ર મોહનીય - “સત્ય તત્ત્વ તરફ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા રખાવે છે. તેમજ અસત્ય તત્ત્વ તરફ પણ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” -કર્મગ્રંથસાર્થ ભાગ-૧ (પૃ.૧૭૩) મિશ્ર મોહનીય-જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તો પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૩૧) ૩. સમકિત મોહનીય – જેના ઉદયથી સમ્યગ્દર્શનનો નાશ થતો નથી. પણ પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં બહુ શાંતિ જણાય અથવા શ્રી શાંતિનાથ કે શ્રી પાર્શ્વનાથ આદિને વિશેષ હિતકર્તા જાણી તેવો ભેદ સમજણમાં રહે છે. આ સમકિત મોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહેવાય. (૨) ચારિત્રમોહનીય કર્મ :- એનો ઉદય આત્માના ચારિત્ર ગુણને રોકે અર્થાત આત્માના સ્વભાવમાં સ્થિરતા આવવા ન દે; તે ચારિત્ર મોહનીય કર્મનું પ્રબળપણું છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ચારિત્રમોહનીય કર્મના પચ્ચીસ ભેદ :(૧) કષાય-૧૬, અને (૨) નોકષાય–૯ બેય મળીને ૨૫ ભેદ. ૧૬ કષાય - કષ એટલે સંસાર અને આય એટલે તેનો લાભ થવો તે કષાય. જેનાથી સંસારની વૃદ્ધિ (લાભ) થાય તે કષાય. (૧) ૪ અનંતાનુબંધી કષાય:- ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર કષાયો અતિ ઉગ્ર સ્વભાવના છે. અનંત સંસારની પરંપરાને વઘારનાર છે. સમકિત પ્રાપ્ત થવા દે નહીં. (૨) ૪ અપ્રત્યાખ્યાન કષાય - ક્રોધ, માન, માયા લોભ. આ ચાર કષાયો વ્રત પચ્ચખાણ આવવા ન દે. શ્રાવકના દેશવિરતિ ગુણને રોકે. (૩) ૪ પ્રત્યાખ્યાન કષાય:- ક્રોઘ, માન, માયા, લોભ. આ ચાર કષાયો સર્વ સંગપરિત્યાગરૂપ આત્મજ્ઞાન સહિત મુનિપણું આવવા ન દે. (૪) ૪ સંજ્વલન કષાય - ક્રોઘ, માન, માયા, લોભ. આ ચાર કષાયો પરિષહ આદિ ઉપસર્ગમાં ચિત્તને ચંચળ કરે. યથાખ્યાત ચારિત્ર ન આવવા દે. નોકષાયના ૯ ભેદ :કષાય ઉત્પન્ન થવામાં જે સહાયક કારણો તે નોકષાય છે. ૧. હાસ્ય - વિશિષ્ટ નિમિત્ત હોય કે ન હોય છતાં પણ જેના ઉદયથી હસવું આવે. જે વેરનું કારણ પણ થાય. ૨. રતિ :- જેના ઉદયથી મનગમતા પદાર્થો ઉપર રાગ થાય, આનંદ થાય. ૩. અરતિ :- જેના ઉદયથી અણગમતી વસ્તુઓમાં ખેદ થાય. ૪. ભય :- જેના ઉદયથી ભયવાળા સ્થાનકો દેખી બીક લાગે. ૫. શોક :- જેના ઉદયથી ઇષ્ટ વસ્તુના વિયોગમાં અને અનિષ્ટવસ્તુના સંયોગમાં અફસોસ થાય. છાતી વગેરે કૂટવાં, રડવું, વિલાપ કરવો, લાંબા નિસાસા લેવા, જમીન ઉપર આળોટવું વગેરે. ૬. જાગુપ્સા :- જેના ઉદયથી અમુક વ્યક્તિ કે પદાર્થો જોઈ કંટાળો આવે. ૭. પુરુષવેદ :- જેના ઉદયથી સ્ત્રી સમાગમની ઇચ્છા થાય. ૮. સ્ત્રીવેદ – જેના ઉદયથી પુરુષ સમાગમની ઇચ્છા થાય. ૯. નપુંસકવેદ :- જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બન્નેના સમાગમની ઇચ્છા થાય. આઠેય કમમાં મોહનીય કર્મ સૌથી ભયંકર છે. રાગ, દ્વેષ તથા અજ્ઞાનના કારણે અનાદિકાળથી આ કર્મ જીવને મૂંઝવે છે. દર્શનમોહનીય કર્મબંઘના કારણો - ઉન્માર્ગની દેશના, સન્માર્ગનો નાશ, ઉત્સુત્ર પ્રરૂપણા, દેવદ્રવ્યનું હરણ તેમજ શ્રી જિનેન્દ્રદેવ, નિગ્રંથમુનિ, જિન ચૈત્ય (દેરાસર) સંઘ કે સિદ્ધાંતની નિંદા કરવી તથા તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી દર્શનમોહનીય કર્મ બંધાય છે. તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે. ચારિત્રમોહનીય કર્મબંઘના કારણો :ક્રોધ, માન, માયા, લોભ અને હાસ્યાદિની પ્રવૃત્તિ કરવાથી તેમજ વિષયભોગમાં આસક્ત બનવાથી Page #91 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૮ ૩ ચારિત્રમોહનીય કર્મનો બંઘ થાય છે. પણ સમ્યક્ સમજણ મેળવી કર્મના ઉદયમાં સમભાવ રાખવાથી, સહનશીલતાથી તથા કમળની જેમ સંસારમાં નિર્લેપ રહેવાથી આ મોહનીય કર્મ ક્ષીણ થાય છે. આયુષ્ય કર્મ :- જે કર્મના ઉદયથી જીવને નરકાદિ ગતિઓમાં નિશ્ચિત સમય સુધી રોકાઈને રહેવું પડે તે આયુષ્ય કર્મ. તે બેડી સમાન છે. સજા પામેલ કેદી નિયત સમય પહેલા બેડીથી છૂટી શકે નહીં; તેમ આ પણ છે. આ કર્મના ઉદયથી આત્માનો અક્ષય સ્થિતિ ગુણ રોકાઈને રહે છે. આયુષ્ય કર્મના ભેદ :- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ, દેવાયુ; એમ આયુષ્યકર્મના ચાર ભેદ છે. આ કર્મને લીધે જન્મ લેવો પડે, જીવવું પડે, મરવું પડે. જીવનમાં એક જ વાર એક ભવના આયુષ્ય કર્મનો બંઘ પડે. જે ગતિનો બંઘ પડે તેમાં જવું જ પડે છે. આયુષ્ય કર્મબંઘના કારણો – નરકાયુ - મહાઆરંભ, મહાપરિગ્રહ, રૌદ્ર (ક્રૂર) પરિણામ, પંચેન્દ્રિય વઘ, માંસભક્ષણ, અનંતાનુબંધી કષાયવાળી વેર પરંપરા, રાત્રિભોજન અને પરસ્ત્રીગમન વગેરેથી જીવને નરકાયુનો બંધ પડે છે. તિર્યંચાયુ - કોઈના ગૂઢ રહસ્ય પ્રગટ કરવા, છળકપટ, ખોટા તોલમાપ કરવા, કપટસહિત જૂઠું બોલવું તથા અપ્રત્યાખ્યાન કષાયવાળા અને આર્તધ્યાન વગેરેથી જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મનુષ્ઠાયુ – સ્વભાવથી મંદ કષાય, અલ્પ આરંભ-પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરળતા, સભ્યતા, ઉદારતા વગેરેથી મનુષ્યાયનો બંઘ પડે છે. દેવાયુ - સંયમ, દેશસંયમ, બાળ-અજ્ઞાન તપ તથા અકામ નિર્જરા વગેરેથી જીવ દેવાયુનો બંધ કરે છે. શરીરાદિ આકાર ચિતારા સમ કરે હો લાલ ચિતારા નામ-કર્મનો બંઘ સડસઠ ફૂપ ઘરે. હો લાલ સડસઠ. ૧૭ અર્થ – નામકર્મ – નામકર્મ એ ચિતારા એટલે ચિત્રકાર જેવું છે. ચિત્રકાર જેમ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકીના ચિત્રો દોરે તેમ અથવા નટ જેમ અનેક પ્રકારના રૂપો ઘારણ કરે તેમ આપણે પણ આ શુભ અશુભ નામકર્મના પ્રભાવે અનેક શરીરાદિ રૂપોને ઘારણ કરીએ છીએ. આ કર્મના ઉદયથી આત્માનો અમૂર્તિક એટલે અરૂપી દિવ્યશક્તિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મની બંઘયોગ્ય કુલ ૬૭ પ્રકૃતિઓ નીચે પ્રમાણે છે. નામકર્મની ૬૭ પ્રકૃતિઓ :તેમાંથી ૩૯ પિંડ એટલે સમૂહ પ્રકૃતિ. તે ૧૨ ભેદ બતાવી, બીજા બે ભેદ વિષે નીચે નોંઘ આપેલ છે. ૧. ગતિનામ કર્મ - જે કર્મના ઉદયથી જીવ નરકાદિ ગતિમાં ગમન કરે. તે ચાર પ્રકારે ૧. દેવગતિ, ૨. મનુષ્યગતિ, ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ. ૨. જાતિનામ કર્મ :- જે કર્મના ઉદયથી હીન અધિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. તે પાંચ પ્રકારે– ૧. એકેન્દ્રિય, ૨. બે ઇન્દ્રિય, ૩. તે ઇન્દ્રિય, ૪. ચઉરિન્દ્રિય અને ૫. પંચેન્દ્રિય. ૩. શરીરનામ કર્મ - જે કર્મના ઉદયથી પાંચ પ્રકારના શરીરની પ્રાપ્તિ થાય તે ઔદારિક, Page #92 -------------------------------------------------------------------------- ________________ ८४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. તેમાં ૧. ઔદારિક–એ સ્થૂલ પુદ્ગલોનું બનેલું શરીર છે. તે મનુષ્ય અને તિર્યંચને હોય છે. તીર્થકર ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે. ૨. વૈક્રિય-એટલે વિવિઘ પ્રક્રિયાથી બનેલું. જે નાનું-મોટું કરી શકાય. ખેચરમાંથી ભૂચર થઈ જાય, તૃશ્યથી અદ્રશ્ય થઈ જાય, એકથી અનેક થઈ જાય એમ વિવિઘ ક્રિયાવાળું તે વૈક્રિય શરીર. આ શરીર દેવ અને નારકીને જન્મથી હોય. ૩. આહારક–એ શરીર ચૌદપૂર્વઘારી કે તપસ્વી મહાત્મા, તીર્થકર ભગવાનને સંશય પૂછવા માટે એક હાથનું અતિ વિશિષ્ટ રૂપવાળું બનાવે છે. ૪. તૈજસ-અનાદિકાળથી જીવ સાથે રહેલ તૈજસ દ્રવ્યોના સમૂહ કે જેથી આહારનું પાચન વગેરે થાય તથા શરીરમાં ગરમી રહે તે તૈજસ શરીર. ૫. કાર્મણ-જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો; જે આઠ કર્મના વિકારરૂપ તથા સર્વ શરીરના કારણભૂત બને છે. તે કાર્મણ શરીર છે. (૪) અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી અંગોપાંગ પ્રાપ્ત થાય. હાથ, પગ, છાતી, પેટ, માથું વગેરે અંગ છે અને હાથપગની આંગળીઓ વગેરે ઉપાંગ છે. તે ૧. ઔદારિક, ૨. વૈક્રિય તથા ૩. આહારક શરીરમાં હોય છે; તૈજસ, કામણ શરીરમાં હોતા નથી. (૫) સંહનન નામકર્મ - જે કર્મના ઉદયથી હાડકાના બાંઘામાં વિશેષતા હોય તેને સંહનન અથવા સંઘયણ નામકર્મ કહે છે. તે છ પ્રકારના છે. ૧. વજાત્રષભનારાચ સંઘયણ :- અત્યંત મજબૂત હાડકાનો બાંધો. અસ્થિ સાંઘામાં બે બાજુ મર્કટ બંઘ, તેના ઉપર વજ જેવા હાડકાનો પટ્ટો અને વચમા આરપાર વજ જેવા હાડકાની ખીલી હોય તે. ૨. ઋષભનારાચ સંઘયણ :- અસ્થિ સાંઘામાં બે બાજુ મર્કટબંઘ. તેના ઉપર પટ્ટો પણ વચમાં ખીલી નહીં. ૩. નારા સંઘયણ - અસ્થિ સાંઘામાં માત્ર બે બાજુ મર્કટ બંઘ હોય. બીજું કંઈ હોય નહીં. ૪. અર્ધનારા સંઘયણ - જેમાં એક તરફ મર્કટ બંઘ હોય અને બીજી તરફ ખીલી બંઘ હોય. ૫. કીલિકા સંઘયણ - જેમાં અસ્થિ માત્ર ખીલીના બંઘથી બંધાયેલા હોય. ૬. છેવટું સંઘયણ - જેમાં હાડકાના સાંધા માત્ર છેડે અડીને રહેલા હોય. આપણું હમણાનું સંઘયણ તે “છેવટું સંઘયણ' છે. (૬) સંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી શ્રી ભદ્રબાહ સ્વામીએ બનાવેલ સામુદ્રિક શાસ્ત્રમાં અંગોના જે માપો કહ્યા છે તે તે માપોવાળા અંગો મળવા તે સંસ્થાન નામકર્મ. પૂર્વે જેવું કર્મ બાંધ્યું હોય તેવું શરીરનું સંસ્થાન હોય. આના છ પ્રકાર છે. ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન – ઉપર નીચે વચમાં જેવું જોઈએ તેવું સર્વાગે સુંદર સામુદ્રિકશાસ્ત્ર અનુસાર લક્ષણયુક્ત હોય તે શરીર. અર્થાત્ પદ્માસનમાં બેઠેલાના ડાબા ઢીંચણથી જમણો ખભો અને જમણા ઢીંચણથી ડાબો ખભો, તથા બન્ને ઢીંચણની વચ્ચેનું માપ, તેમજ નાસિકાથી પદ્માસનનો અગ્રભાગ આ ચારેય માપ એક સરખા હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન. ૨. ન્યગ્રોથ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોથ એટલે વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તેવા પ્રકારનું શરીર તે. ૩. સાદિ (સ્વાતિ) સંસ્થાન :- જેના ઉદયે નાભિ નીચેના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તે. Page #93 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૮ ૫ ૪. વામન સંસ્થાન :- જેના ઉદયે ઠીંગણાપણું મળે. ૫. કુન્જ સંસ્થાન :- જેના ઉદયે કૂબડાપણું મળે. ૬. ઠંડક સંસ્થાન :- જેના ઉદયથી બધા અંગો હીનાધિક-એડોલ હોય, તેવા પ્રકારનું શરીર મળે તે. (૭) વર્ણ નામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરનો રંગ થાય તે વર્ણનામકર્મ. (તે પાંચ પ્રકારે છે–કાળો, નીલો, લાલ, પીળો અને સફેદ.) (૮) ગંથ નામકર્મ :- જે કર્મના ઉદયથી ગંઘ આવે તે ગંદનામકર્મ. (તે સુગંઘ અને દુર્ગધ બે પ્રકારે છે.) (૯) રસ નામકર્મ – એ કર્મના ઉદયથી સ્વાદ આવે તે રસનામકર્મ. (તે તીખો, કડવો, કષાયેલો, ખાટો કે મીઠો એમ પાંચ પ્રકારનો રસ હોય છે.) (૧૦) સ્પર્શ નામકર્મ :- જે કર્મના ઉદયથી સ્પર્શનો અનુભવ થાય તે સ્પર્શનામકર્મ. (તે કર્કશ, કોમળ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, (ચીકણો) અને રુક્ષ (લુખો) એમ આઠ પ્રકારનો હોય છે.) (૧૧) આનુપૂર્વીનામકર્મ :- “મરણ પછી બીજે ઠેકાણે જન્મ લેવા જતાં આત્માને આકાશ પ્રદેશની શ્રેણી અનુસારે ચાલવું પડે છે તે રીતે જતાં જ્યાંથી વળાંક વળવાનો હોય, તે સ્થળેથી બીજી શ્રેણી ઉપર ચડવાને આનુપૂર્વી નામકર્મ જીવને મદદ કરે છે. દેહ છોડે ત્યાંથી જીવ સીધી લીટીમાં જ ચાલે છે. વળાંક વળ્યા પછી પણ સીધી લીટીમાં જ ચાલે છે. વધુમાં વધુ ત્રણ વળાંક જીવને વળવાના હોય છે. એટલે મરણ પછી ઉત્પન્ન થતાં વઘુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે. આ આનુપૂર્વી ચાર પ્રકારની છે. (૧) નારક આનુપૂર્વી નામકર્મ–આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નરક ગતિ તરફ ચાલતાં જીવને જ્યાં જ્યાં વળાંક વળવાનો હોય ત્યાં ત્યાં તેને અટકવા ન દેતાં નારક તરફ વાળી દઈ નરકગતિમાં પહોંચાડનાર કર્મ તે નારક આનુપૂર્વી નામકર્મ છે. (૨) દેવ આનુપૂર્વી નામકર્મ–દેવગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને દેવગતિમાં લઈ જનાર કર્મ (૩) મનુષ્ય આનુપૂર્વી નામકર્મ—મનુષ્યગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને મનુષ્યગતિમાં લઈ જનાર કર્મ. (૪) તિર્યંચ આનુપૂર્વી નામકર્મ–તિર્યંચ ગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરી જીવને તિર્યંચગતિમાં લઈ જનાર કર્મ.” -કર્મગ્રંથ સાર્થ ભાગ-૧ (પૃ.૨૦૮) જીવની સ્વાભાવિક ગતિ તો ઋજુ એટલે સીધી જ હોય છે. પણ કર્મના કારણે જીવને બીજી બીજી ગતિઓમાં જવું પડે છે. (૧૨) વિહાયોગતિ નામકર્મ :- ચાલવાની રીત તે વિહાયોગતિ અથવા ખગતિ કહેવાય છે. તે બે પ્રકારની છે. ૧. શુભ વિહાયોગતિ :- જેના ઉદયથી બીજાને પ્રિય લાગે એવી હંસ, હાથી કે બળદ જેવી શુભ (સારી) ચાલ મળે તે. ૨. અશુભ વિહાયોગતિ :- જેના ઉદયથી બીજાને ન ગમે તેવી ઊંટ કે ગધેડા જેવી અશુભ (વાંકી) ચાલ મળે તે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ના બાલ છે. નોંધ :- બીજી બે બંઘન નામકર્મ અને સંઘાતન નામકર્મની પ્રકૃતિનો સમાવેશ શરીર નામકર્મમાં જ કરાય છે. કેમકે શરીર નામકર્મ બાંધે ત્યારે તેના ભેગી જ તે બંઘાય છે માટે. આ બે પ્રકૃતિ આ પ્રમાણે છે– બંઘન નામકર્મ – જે કર્મોના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતાં ઔદારિક આદિ પુદ્ગલોને એકમેક કરે તે બંઘન નામકર્મ. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧. ઔદારિક બંઘન, ૨. વૈક્રિય બંઘન, ૩. આહારક બંઘન, ૪. તૈજસ બંઘન અને ૫. કાર્પણ બંધન. તેના પેટા ભેદ ૧૫ થાય છે. સંઘાતન નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ જુદા જુદા કર્મ પરમાણુઓને ભેગા કરે છે. દંતાળી જેમ ઘાસને ભેગું કરે તેમ ઔદારિક આદિ પુગલોને તેના તેના વર્ગમાં જે એકઠા કરે છે. તેના પાંચ ભેદ–ઔદારિક સંઘાતન, વૈક્રિય સંઘાતન, આહારક સંઘાતન, તૈજસ સંઘાતન અને કાર્યણ સંઘાતન. પ્રત્યેક નામકર્મની ૮ પ્રકૃતિઓ :- જેના પેટા ભેદ ન હોય તેને પ્રત્યેક નામકર્મની પ્રકૃતિ કહે છે. ૧. પરાઘાત નામકર્મ – જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહીં અર્થાત્ મહાબળવાનને પણ ક્ષોભ પમાડે તે. લવ અને કુશની જેમ. અથવા કેટલાક તેજસ્વી માણસો જોતાની સાથે જ જોનાર પર છાપ પાડી દે અથવા બોલવાની છટાથી કે બુદ્ધિથી મોટી સભામાં પણ સભાસદોને આંજી નાખે તે પરાઘાત શક્તિ કહેવાય છે. ૨. ઉપઘાત નામકર્મ :- જેના ઉદયથી જીવ પોતે પોતાના વધારાના અંગોપાંગથી પીડાય, દુઃખી થાય. જેમકે રસોલી કે પડજીભી વગેરેથી અથવા મોટા સીંગ વગેરેથી અથવા આપઘાત કરવાના બઘા જ નિમિત્તો આ કર્મના ઉદયથી આવે છે. ૩. ઉચ્છવાસ નામકર્મ – જેના ઉદયથી શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિ પ્રાપ્ત થાય. તેમાં કસર હોય તેટલી અડચણ થાય. ૪. આપ નામકર્મ :- જેના ઉદયથી પોતે શીતળ છતાં તેનો પ્રકાશ ગરમ લાગે એવું શરીર, સૂર્ય વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૫. ઉદ્યોત નામકર્મ :- જેના ઉદયથી પોતે શીતળ અને તેનો પ્રકાશ પણ શીતળ હોય એવું શરીર, ચંદ્ર વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૬. અગુરુલઘુ નામકર્મ :- જેના ઉદયથી શરીર અત્યંત ગુરુ એટલે ભારે પણ ન હોય અને લઘુ એટલે અત્યંત હલકું પણ ન હોય; સમ શરીર હોય તે. ૭. તીર્થકર નામકર્મ :- જેના ઉદયથી કેવળજ્ઞાની બન્યા પછી ત્રણેય લોકના જીવોને પૂજવા યોગ્ય બને છે. પણ દેવો અવધિજ્ઞાનથી જાણીને પહેલા પણ પ્રભુના જન્મકલ્યાણક વગેરે કરીને પૂજે છે. . નિર્માણ નામકર્મ :- જેના ઉદયથી શરીરના અંગોપાંગ યથાયોગ્ય સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. ત્રસદશક નામકર્મની ૧૦ પ્રકૃતિઓ :- બે ઇન્દ્રિયથી જીવો ત્રસકાય કહેવાય છે. ૧. ત્રસ :- જે કર્મના ઉદયથી જીવ સુખદુઃખના પ્રસંગે ઇચ્છા મુજબ જઈ આવી શકે છે. ૨. બાદર – જેના ઉદયથી આંખથી જોઈ શકાય એવું સ્થૂલ શરીર મળે. ૩. પર્યાપ્ત - જેના ઉદયથી પોતાને યોગ્ય પર્યાયિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાયિઓ કહેવાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૪. પ્રત્યેક નામકર્મ - જેના ઉદયથી જીવ દીઠ જુદા જુદા શરીરની પ્રાપ્તિ થાય. ૫. સ્થિર :- જેના ઉદયથી સ્થિર એટલે દ્રઢ એવા હાડકાં, દાંત વગેરે અવયવોની પ્રાપ્તિ થાય. ૬. શુભ - જેના ઉદયથી નાભિ ઉપરના અંગો શુભ હોય. જેના સ્પર્શથી બીજાને અભાવ ન થાય. ૭. સુભગ - જેના ઉદયથી ભાગ્યશાળી હોય. કોઈનો ઉપકાર ન કરે તો પણ સહુને ગમે. ૮. સુસ્વર :- જેના ઉદયથી બઘાને ગમે એવો મીઠો અને મધુર સ્વર હોય. ૯. આદેય :- જેના ઉદયથી અયોગ્ય બોલેલું વચન પણ બધાને માન્ય હોય. ૧૦. યશ - યશ એટલે કીર્તિ. જેના ઉદયથી જગતમાં પ્રસરે. અમુક જ ક્ષેત્રમાં ફેલાય અને ઘન વાપરવાથી મળે તે કીર્તિ. અને ચારે બાજુ ફેલાય અને પરાક્રમ કરવાથી મળે તે યશ નામકર્મ. સ્થાવરદશક નામકર્મની ૧૦ પ્રકૃતિઓ - જે હાલી ચાલી શકે નહીં તે સ્થાવર જીવો કહેવાય છે. ૧. સ્થાવર :- જે કર્મના ઉદયથી હાલી ચાલી શકે નહીં તેવું શરીર પ્રાપ્ત થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય તે સ્થાવર જીવો છે. તે હાલી ચાલી શકે નહીં. ૨. સૂક્ષ્મ - જેના ઉદયથી એક અથવા અનંત જીવો ભેગા થાય તો પણ આંખથી જોઈ શકાય નહીં તેવું સૂક્ષ્મપણું પ્રાપ્ત થાય છે. એ જીવો ન કોઈને રોકે અને ન કોઈથી રોકાય; ભીંતની આરપાર પણ જાય. આખા લોકાકાશમાં કાજળના કુપ્પાની જેમ આ જીવો ભરેલા છે. તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે. ૩. અપર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય શ્વાસોચ્છવાસ, ભાષા અને મને એ પર્યાયિઓ પૂર્ણ કરવા સમર્થ ન બને તે અપર્યાપ્ત જીવ કહેવાય. કોઈપણ જીવ આહાર, શરીર, ઇન્દ્રિય એ ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા વિના મરણ પામે જ નહીં. ૪. સાઘારણ:- જે કર્મના ઉદયથી એક જ શરીરમાં અનંતા જીવો રહે છે. કંદમૂળમાં આ પ્રમાણે જીવો રહેલા છે. ૫. અસ્થિર :- જે કર્મના ઉદયથી પાંપણ, જીભ વગેરે અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. ૬. અશુભ :- જેના ઉદયથી નાભિ નીચેના અવયવો અશુભ હોય એટલે જેનો સ્પર્શ બીજાને અશુભ ભાવ કરાવે તેવો હોય. ૭. દુર્ભગ :- જેના ઉદયથી કોઈનો ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે પણ અળખામણો લાગે એવું દુર્ભાગ્ય પ્રાપ્ત હોય. ૮. દુઃસ્વર :- જેના ઉદયથી કર્કશ, કોઈને ગમે નહીં તેવો ગઘેડા કે કાગડા જેવો સ્વર મળે. ૯. અનાય - જેના ઉદયથી યોગ્ય વચન પણ કોઈ માન્ય ન રાખે. કોઈ હિતશિક્ષા કે ઉપદેશ વિગેરે પણ અમાન્ય બને. ૧૦. અપયશ - જેના ઉદયથી જગતમાં સઘળે અપકીર્તિ મળે. કોઈપણ કામ કરે તો પણ યશ પામે નહીં. આમ ૩૯ પિંડ પ્રકૃતિ તે (ગતિનામકર્મની ૪, જાતિ ૫, શરીર ૫, અંગોપાંગ ૩, સંહનન ૬, સંસ્થાન ૬, વર્ણ ૧, ગંથ ૧, રસ ૧, સ્પર્શ ૧, આનુપૂર્વી ૪ અને વિહાયોગતિ ૨ મળીને કુલ ૩૯ પિંડ પ્રકૃતિ), ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશક, ૧૦ સ્થાવરદશક એ બઘી મળી ૬૭ ભેદે નામકર્મની Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રકૃતિઓનો જીવને બંધ થાય છે. આઠેય કર્મમાં નામકર્મની પ્રકૃતિઓનો વિસ્તાર વિશેષ છે. અત્રે ક૭ ભેદે નામકર્મની પ્રકૃતિઓ બતાવવામાં આવી છે. આ પ્રવૃતિઓના જ પેટા ભેદોને સાથે ગણીને તેની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિઓ બતાવવામાં આવે છે. શુભ નામકર્મ બાંઘવાના કારણો - ક્ષમા, નમ્રતા, સરળતા, રસગારવ, રિદ્ધિગારવ કે શાતાગારવનો અભાવ, ગુણીજનોની પ્રશંસા તથા આત્મનિંદા આદિ શુભનામકર્મ બાંધવાના કારણો છે. સર્વથી શુભ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ એવું ‘તીર્થંકર નામકર્મ તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય વગેરે વીસપદોની વિધિપૂર્વક બહુમાન સહિત આરાધના કરવાથી બંઘાય છે. અશુભ નામકર્મ બંધના કારણો - મન વચન કાયાની વક્રતા, રસ, ઋદ્ધિ કે વિષયસુખમાં આસક્તિ, ઠગાઈ, ચિત્તની ચંચળતા, વસ્તુઓમાં ભેળસેળ કરવી, ખોટા તોલમાપ રાખવા, પરનિંદા અને આત્મપ્રશંસા કરવી ઇત્યાદિ અશુભનામ કર્મબંઘના કારણો છે. ૧ળા ઉચ્ચ, નીચ, બે ગોત્ર, પાત્ર કુંભારના હો લાલ પાત્ર નાના મોટાં જેમ, કુળો સંસ્કારના. હો લાલ કુળો. ૧૮ અર્થ - ગોત્રકર્મ –ગોત્રકર્મના બે ભેદ છે. ૧. ઉચ્ચ ગોત્ર :- જેના ઉદયથી જીવોનો જન્મ ઉત્તમકુળ વંશ-જાતિમાં થાય તે ઉચ્ચ ગોત્ર. ૨. નીચ ગોત્ર – જેના ઉદયથી જીવોનો જન્મ હલકા કુળમાં થાય તે નીચ ગોત્ર. આ કર્મ કુંભારના ઘડા જેવું છે. કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવે, છતાં એકનો ઉપયોગ દારૂ ભરવા માટે અને બીજા ઘડાનો ઉપયોગ અમૃત ભરવા માટે થાય. તેમ જન્મ તો બઘા જ લે છે, પણ નાના મોટા કુળોમાં જન્મીને તે તે પ્રકારના શુભ અશુભ સંસ્કારો પામે છે. આ કર્મ આત્માના અગુરુલઘુગુણને અર્થાતુ અટલ અવગાહનારૂપ આત્મશક્તિને (સિદ્ધની અવગાહનાને) રોકી રાખે છે. ઉચ્ચ ગોત્ર કર્મબંઘના કારણો - ગુણાનુરાગ, નિરભિમાનીપણું, અધ્યયન, અધ્યાપનની રુચિ તથા જિનભક્તિ આદિ વડે ઉચ્ચગોત્રનો બંધ થાય છે. નીચ ગોત્રકર્મબંઘના કારણો - ગુણવાન પ્રત્યે ઈર્ષાભાવ, માન, મદ, પરનિંદા તથા આત્મપ્રશંસા વગેરે કરવાથી નીચ ગોત્રનો બંઘ થાય છે. ૧૮ાા અંતરાય જે કર્મ ભંડારી સમ કહ્યું, હો લાલ ભંડારી ખાળે દાનાદિક, તે પાંચ ભેદે કહ્યું. હો લાલ તે પાંચ૦ ૧૯ અર્થ - અંતરાય કર્મ :- જે કર્મનો ઉદય દાનાદિ કાર્યોમાં વિઘ્ન કરે તે અંતરાય કર્મ. આ કર્મના ઉદયથી આત્માની અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યશક્તિ રોકાઈ રહેલ છે. આ કર્મ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ રાજાના ભંડારી જેવું છે. રાજા દાન આપવા ઇચ્છે છતાં ભંડારી તેમાં વિદનો ઉપસ્થિત કરે તેના જેવું છે. અંતરાય કર્મના પાંચ ભેદ : ૧. દાનાંતરાય - જે કર્મના ઉદયથી દ્રવ્ય અને સુપાત્ર મળ્યું હોય, દાનનું ફળ પણ જાણતો હોય છતાં આપવાની ઇચ્છા ન થાય તે. દાતા મળ્યો હોય, વસ્તુ મળી હોય, માંગણી પણ કરી હોય છતાં દાન આપી ન શકે. ૨. લાભાંતરાય – જગતની ઘન, અલંકાર વગેરે ભૌતિક વસ્તુઓ કે સામગ્રીની ઇચ્છા કરે પણ પ્રાપ્તિ ન થાય તે. દાતા મળ્યો હોય, વસ્તુ મળી હોય, માંગણી પણ કરી હોય છતાં ન મળે તે. ૩. ભોગાંતરાય - ખાવાપીવાની બધી સામગ્રી હોય છતાં રોગાદિના કારણે તેનો ભોગવટો ન કરી શકે છે. ભોજન વગેરે એકવાર જ ભોગવાય તેને ભોગ કહે છે. ૪. ઉપભોગાંતરાય :- જે વસ્તુ વારંવાર ભોગવાય તેને ઉપભોગ કહેવામાં આવે છે. વસ્ત્ર, અલંકાર આદિ સામગ્રી હોવા છતાં જે કર્મના ઉદયે તેનો ઉપભોગ કરી શકે નહીં તે ઉપભોગાંતરાય કર્મ ૫. વીતરાય - શારીરિક શક્તિ હોવા છતાં તપ, વૈયાવચ્ચ વગેરે શુભ કાર્યો કરવામાં ઉત્સાહ ન જાગે, વીર્ય ફોરવી ન શકે તે વીઆંતરાય કર્મ. અંતરાય કર્મબંઘના કારણો - જિનપૂજાદિ કે દાનાદિમાં અંતરાય કરવાથી તથા હિંસાદિમાં પ્રવૃત્તિ કરવાથી અંતરાય કર્મનો જીવને બંધ થાય છે. માટે કોઈ પણ શુભ કાર્યમાં અંતરાય કરવારૂપ પ્રવૃત્તિ કરવી નહીં. ll૧૯ાા બથી એક-સો-વીસ પ્રકૃતિ બંઘની હો લાલ પ્રકૃતિ એ સામાન્ય ગણાય, નહીં એક જીવની. હો લાલ નહીં. ૨૦ અર્થ :- જ્ઞાનાવરણાદિ આઠેય કમની મળીને કર્મબંઘ થવા યોગ્ય એવી ૧૨૦ પ્રકૃતિઓ થઈ. તે નીચે પ્રમાણે છે : ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨૬ મોહનીય, ૪ આયુષ્ય, ૬૭ નામકર્મ, ૨ ગોત્ર અને ૫ અંતરાયકર્મની મળીને કુલ ૧૨૦ પ્રકૃતિઓ થઈ. એ બધી પ્રવૃતિઓનું વર્ણન પૂર્ણ થયું. સર્વ જીવોના સામાન્યપણે એ ભેદ કહ્યા અર્થાત્ સર્વ જીવોની અપેક્ષાએ ૧૨૦ થી વધારે પ્રકૃતિઓનો બંધ થશે નહીં. એક જીવ માત્રની અપેક્ષાએ અત્રે વાત નથી, અર્થાત્ પ્રત્યેક જીવને ૧૨૦ પ્રકૃતિઓનો બંધ હોય જ એમ કહેવાનો આશય નથી. વિશેષ ગુણસ્થાન ક્રમે બંઘના પ્રકાર ગુણસ્થાન એટલે શું? તો કે આત્માના સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રરૂપ ગુણોમાં ઓછાવત્તાપણાની અવસ્થાનું નામ ગુણસ્થાન છે. ગુણોના ઓછાવત્તાપણાનું કારણ મોહનીય કર્મ અને મન,વચન, કાયાના યોગ છે. તેના આઘારે ચૌદગુણસ્થાનક કહ્યા છે. તેમાં પ્રથમના ચાર ગુણસ્થાનક તો દર્શનમોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. અને બાકીના પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુઘીના આઠ ગુણસ્થાનક તે ચારિત્રમોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે અને તેરમું તથા ચૌદમું ગુણ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સ્થાન તે મનવચનકાયાના યોગ નિમિત્તથી બનેલ છે. તે બધા ગુણસ્થાનમાં જીવ કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંઘ કરે છે અને કઈ નથી કરતો, તે બધાનું ક્રમપૂર્વક વિવરણ અત્રે આપવામાં આવે છે. ગરબા મિથ્યાત્વ-ગુણસ્થાની બાંઘે ના ત્રણને-હો લાલ બાંધે ના તીર્થંકર-પ્રકૃતિ, આહારક દ્રિકને. હો લાલ આહારક. ૨૧ અર્થ - પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળા જીવનું શ્રદ્ધાન વિપરીત હોય છે. તે દેહને આત્મા માને છે. તથા દેહ અને પરપદાર્થોને પોતાના માને છે. આ ગુણસ્થાનકમાં જીવને તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર તથા આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી આ ગુણસ્થાનમાં બંઘ યોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી ત્રણ પ્રકૃતિઓને બાદ કરતાં ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૨૧ સાસ્વાદની ન બાંધે બીજી સોળ પ્રકૃતિ-હો લાલ બીજી નરક-ત્રિક, જાતિ ચાર, મિથ્યાત્વ-મોહની, હો લાલ મિ. ૨૨ અર્થ :- આ બીજું સાસ્વાદન નામનું ગુણસ્થાનક છે. તે સમકિત પામ્યા પછી કોઈ એક અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનું સમકિત નાશ પામે, તે નીચે ઊતરતી વખતે આ સાસ્વાદન ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં સમકિતનો હજું આસ્વાદ છે, અને સંપૂર્ણ મિથ્યાત્વમાં આવ્યો નથી, તે વચમાંની ભૂમિકાનું નામ સાસ્વાદન ગુણસ્થાન છે. આ ગુણસ્થાનકમાં બીજી ૧૬ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તે નરક-ત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરક આયુષ્ય; જાતિ ચાર તે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, તથા મિથ્યાત્વ મોહનીય છે. ૨રા. આતપ, હુંડક, વેદ-નપુંસક, છેવટું હો લાલ નપુંસક સ્થાવર આદિ ચાર, મિથ્યાત્વ-બળ ઘટ્યું, હો લાલ મિ. ૨૩ અર્થ:- તથા આતપ, હુંડક, નપુંસકવેદ, છેવટું કહેતા છેલ્લે સેવાર્તનામનું સંહનન તથા સ્થાવર, સુક્ષ્મ, પર્યાપ્ત અને સાધારણ નામકર્મનો બંધ આ બીજા ગુણસ્થાનકમાં થતો નથી. મિથ્યાત્વનું બળ ઘટવાથી પહેલાની ૧૧૭ પ્રવૃતિઓમાંથી બીજી ૧૬ હવે બાદ કરતાં ૧૦૧ પ્રકૃતિઓનો જ બંઘ આ બીજા ગુણસ્થાનકમાં થાય છે. રહા મિશ્ર સત્તાવીસ બીજી, બંઘાય ના-હો લાલ બીજી તિર્યંચ-ત્રિક અશુંભ ખગતિ, દુર્ભગ-ત્રિકા હો લાલ ખગ. ૨૪ અર્થ :- આ ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. એમાં જીવની સાચી અને મિથ્યા બન્ને પ્રકારની મિશ્ર દ્રષ્ટિ હોય છે. તેથી મળેલા દહી અને ગોળના સ્વાદની માફક એક ભિન્ન પ્રકારના મિશ્ર પરિણામ થાય છે. આ ગુણસ્થાનમાં બીજી સત્તાવીસ પ્રકૃતિઓનો બંઘ થતો નથી તે આ પ્રમાણે - તિર્યંચ ત્રિક એટલે તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચ આયુ, અશુભ ખગતિ એટલે વિહાયોગતિ અર્થાત્ ચાલવાની રીત તથા દુર્ભગ ત્રિકા એટલે દુર્ભગ, દુઃસ્વર અને અનાદેય એ ત્રણ નામકર્મનો બંઘ મિશ્ર ગુણસ્થાનમાં થતો નથી. ૨૪ પ્રથમ કષાય-ચતુષ્ક, મ્યાનગૃદ્ધિ-ત્રણે, હો લાલ મ્યાન મધ્ય સંહનન ચાર, સ્ત્રીવેદ, કુગોત્ર ને હો લાલ સ્ત્રીવેદ, ૨૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ (પ) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૯ ૧ અર્થ :– પ્રથમના ચાર કષાય તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને ત્રીજી સ્ત્યાનગૃદ્ધિ, વળી ચાર સહનન એટલે સંઘયણ તે ઋષભનારાચ, નારાચ, અર્ઘનારાચ, કીલિકા પછી સ્ત્રીવેદ તથા નીચ ગોત્રનો આ મિશ્ર ગુણસ્થાનકમાં બંધ પડતો નથી. મઘ્ય સંસ્થાન ચાર, ઉદ્યોત, આયુ બે; હો લાલ ઉદ્યોત॰ બાંઘે ચૂંવોર્નર ત્રીજે ગુણસ્થાનકે હો લાલ ત્રીજે ગુણ ૨૬ અર્થ :— મધ્યના ચાર સંસ્થાન એટલે શરીરની આકૃતિ તે ન્યગ્રોઘપરિમંડલ, સાદિ (સ્વાતિ), વામન, કુબ્જ પછી ઉદ્યોત અને મનુષ્યાયુ તથા દેવાયુનો બંધ થતો નથી. એ ગુણસ્થાનમાં કોઈપણ આયુષ્યનો બંધ પડતો નથી. બીજા ગુણસ્થાનમાં બંઘ પ્રકૃતિ ૧૦૧ હતી તેમાંથી આ ત્રીજા ગુણસ્થાનની બીજી ૨૭ પ્રકૃતિઓ બાદ કરતા ૭૪ પ્રકૃતિઓ આ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકમાં બંધ યોગ્ય હોય છે. આ મિશ્ર ગુન્નસ્થાને જીવ દેહ છોડતો નથી અને આયુષ્યનો બંઘ પણ કરતો નથી. ।।૨૬।। અવિરતિ સમ્યગ્દષ્ટિ ત્રણ બાંધતા બીજી હો યાય ત્રણ જિન-બીજ, સુર-નર આયુ, સિન્નોતર ત્યાં થતી હો લાલ સિન્ ૨૭ અર્થ :– આ અવિરતિ નામના ચોથા ગુણસ્થાનકમાં દર્શન મોહનીયકર્મની ત્રણ અને અનંતાનુબંઘી કષાયની ચાર મળી કુલ સાત પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય અથવા કાર્યોપશમ થવાથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી વ્રત આવતા નથી. તેથી અવિરતિ સમ્યકવૃષ્ટિ નામનું આ ચોથું ગુણસ્થાનક કહેવાય છે. ત્રીજા ગુણસ્થાનકમાં ૭૪ પ્રકૃતિઓનો બંઘ થતો હતો પણ આ ચોથા ગુણસ્થાનમાં બીજી ત્રણ પ્રકૃતિઓ તે જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મ, તથા દેવાયુ અને મનુષ્યાયુનો બંઘ વધી જવાથી કુલ ૭૭ પ્રકૃતિનો બંધ આ ચોથા અવિરતિ સમ્યક્દ્ગષ્ટિ ગુણસ્થાનમાં થાય છે. ।।૨૭।। દશ દેશ-વિરતિ માંહી બંઘાય નહીં કહી હો લાલ બંધાય૰ અપ્રત્યાખ્યાની ચાર, મનુષ્ય-ત્રિક વળી હો લાલ મનુષ્ય ૨૮ અર્થ :— આ પંચમ દેશ-વિરતિ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ ક્રોઘ, માન, માયા, લોભના સોપશમથી શ્રાવક વ્રતરૂપી દેશચારિત્રની પ્રાપ્તિ થાય છે. પણ પ્રત્યાખ્યાનાવરણ કાયના ઉદયથી સર્વવિરતિ સંચમ આવતો નથી. આ પાંચમાંથી ઉપરના બધા ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન હોય છે. આ ગુણસ્થાનમાં બીજી દશ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ તથા મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી તથા મનુષ્યાયુ છે. ।।૨૮।। આદિ સંહનન સાથે ઔદારિક-નિક એ; હો લાલ ઔ પ્રત્યાખ્યાની ચાર છઠ્ઠું ન બંધાય છે, હો લાલ છઠ્ઠું ન ૨૯ અર્થ :— આદિ એટલે પ્રથમનું સંહનન તે વજાઋષભનારાચ સંહનન તથા ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ મળી કુલ દશ પ્રકૃતિઓનો આ પાંચમા ગુણસ્થાનમાં બંધ થતો નથી. ચોથા ગુણસ્થાનમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ૭૭ પ્રકૃતિઓનો બંઘ કહ્યો છે, તેમાંથી આ દશને બાદ કરતાં ૬૭ પ્રકૃતિઓ આ પંચમ ગુણસ્થાને બંઘ યોગ્ય રહી. હવે છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ થવાથી સંયમની પ્રાપ્તિ થઈ. તેથી પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ક્રોધાદિ ચાર પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં બંઘ થતો નથી. ગારા તેથી ત્રેસઠ બંઘ-પ્રકૃતિ પ્રમત્તને હો લાલ પ્રકૃતિ આહારિક-કિક બંઘાય નવી બે સાતમે, હો લાલ નવી ૩૦ અર્થ - તેથી પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંઘ થતો હતો તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીયની ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ બાદ કરતાં બાકી રહેલી ૬૩ પ્રકૃતિઓનો આ પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં બંધ થાય છે. હવે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી અહીં પ્રમાદરહિત સંયમ છે. તેથી આ અપ્રમત્તગુણસ્થાનક નામે ઓળખાય છે. આ સાતમા ગુણસ્થાનમાં આહારક શરીર અને આહારક અંગોપાંગની બે નવી પ્રકૃતિઓનો બંઘ વધવાથી છઠ્ઠા ગુણસ્થાનની ૬૩ પ્રકૃતિઓ સાથે આ ૨ નવી ઉમેરીએ તો ૬૫ પ્રકૃતિઓ બંઘ યોગ્ય આ ગુણસ્થાને હોય. ૩૦ાા. અપ્રમત્તને ન શોક, અરતિ અપયશ તથા હો લાલ અરતિ અસાત, અસ્થિર-દિક; સેર-આયુબંઘ વા હો લાલ સુર૦ ૩૧ અર્થ - હવે સાતમા ગુણસ્થાનમાં અપ્રમત્ત મહાત્માને ૧. શોક, ૨ અરતિ, ૩. અપયશ, ૪. અશાતા, ૫. અસ્થિર અને ૬. અશુભ એ નામકર્મની છ પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી પહેલાની ૬૫ પ્રકૃતિઓમાંથી આ કને બાદ કરતાં ૫૯ બંઘયોગ્ય પ્રકૃતિ બાકી રહી. હવે સુર એટલે દેવ-આયુનો બંઘ છઠ્ઠું પ્રમત્તગુણસ્થાને જો થાય તો છઠ્ઠ ૫૯ પ્રકૃતિબંઘ યોગ્ય કહેવાય. પણ દેવાયું બાંધતો જો સાતમે અપ્રમત્તગુણસ્થાને આવે અને ત્યાં બંઘ પડે તો સાતમે ગુણસ્થાને ૫૯ પ્રકૃતિ બંઘ યોગ્ય કહેવાય. અને જો છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં જ દેવાયુનો બંઘ પડે તો સાતમે અપ્રમત્તગુણસ્થાને પ૮ પ્રકૃતિ જ બંઘ યોગ્ય ગણાય. li૩૧. તેથી ઓગણસાઠ, અઠ્ઠાવન જાણવા; હો લાલ અઠ્ઠાવન નિવૃત્તિ માંહીં સાત વિભાગો જાણવા હો લાલ વિભાગો. ૩૨ અર્થ :- તેથી સાતમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો બંઘ કહ્યો છે. તેમાંથી આ દેવાયુની પ્રકૃતિનો બંઘ બાદ કરતા ૫૮ પ્રકૃતિઓ બંઘયોગ્ય સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં હોય છે. હવે આઠમા નિવૃત્તિ એટલે નિવૃત્ત ગુણસ્થાન અથવા અપૂર્વકરણ ગુણસ્થાનના સાત વિભાગો જાણવા. ૩રા અઠ્ઠાવન ગણ બંઘ, આદિ વિભાગમાં હો લાલ આદિ. છપ્પન પ્રકૃતિ-બંઘ પછી પાંચ ભાગમાં-હો લાલ પછી. ૩૩ અર્થ:- આ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના આદિ એટલે પ્રથમ વિભાગમાં ૫૮ બંઘયોગ્ય પ્રકૃતિ જાણવી. પછી બેથી છ સુઘી અથવા બીજા પાંચ વિભાગમાં ૫૬ પ્રકૃતિ બંઘયોગ્ય જાણવી. ૩૩ના Page #101 -------------------------------------------------------------------------- ________________ (પ) (ચાર) ઉદયાદિ ભંગ-૧ નિદ્રા, પ્રચલા જાય બીજા વિભાગથી, હો યાય બીજા છવ્વીસ જ બંધાય, જતાં ત્રીસ નામની-હો લાલ જતાં ૩૪ અર્થ :– નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ બીજા વિભાગથી નાશ પામી છે. તેથી ૫૬ પ્રકૃતિઓ છઠ્ઠા વિભાગ સુધી રહી. હવે છેલ્લા સાતમા વિભાગમાં બીજી ત્રીસ નામકર્મની પ્રકૃતિઓ જવાથી ૫માંથી ૩૦ બાદ કરતાં ૨૬ પ્રકૃતિઓ જ બંઘયોગ્ય શેષ રહી. ।।૩૪।। સાતમો તે વિભાગ અપૂર્વકરણ તણો હો લાલ અપૂર્વ સુર-તિક, પંચેન્દ્રિય, સમચતુરઅ જો હો લાલ સમ૰ ૩૫ = અર્થ :— તે સાતમો વિભાગ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકનો છે. તેમાં નામકર્મની કઈ ૩૦ પ્રકૃતિઓ નાશ પામી તે જણાવે છે – સુરદ્દિક એટલે ૧. દેવગતિ અને ૨. દેવાનુપૂર્વી, ૩. પંચેન્દ્રિય :— - જાતિ અને ૪. સમચતુરઅસંસ્થાન છે. ।।૩૫।। ઔદારિક વણ ચાર અંગ, ઉપાંગ બે હો લાલ અંગ અગુરુલઘુ-ચતુષ્ક, નિર્માણ ત્રસ નવે હો લાલ નિર્માણ૦ ૩૬ ૯૩ અર્થ :– ઔદારિક વિના બાકીના ૫. વૈક્રિય, ૬. આહારક, ૭. તૈજસ અને ૮. કાર્યણ શરીર નામકર્મ તથા ૯. વૈક્રિય અંગોપાંગ, ૧૦. આહારક અંગોપાંગ અને ૧૧. અગુરુલઘુ, ૧૨. ઉપઘાત, ૧૩, પરઘાત, ૧૪. ઉચ્છ્વાસ નામકર્મ, વળી ૧૫, નિર્માણ તથા ૧૬. બસ, ૧૭. બાદર, ૧૮. પર્યાપ્ત, ૧૯. પ્રત્યેક, ૨૦. સ્થિર, ૨૧. શુભ, ૨૨. ભગ, ૨૩. સુસ્વર અને ૨૪. આઠેય નામકર્મ. એ પ્રકૃતિઓની આઠમા ગુણસ્થાનમાં વ્યુચ્છિતિ થાય છે. ।।૩૬।। જિન-બીજ વર્ણ-ચતુષ્ક, સુ-ખગતિત્રીસ એ હો લાલ સુ અનિવૃત્તિમાં પાંચ વિભાગ વિચારીએ-હો લાલ વિ૦ ૩૭ અર્થ :– વળી જિનબીજ એટલે ૨૫. તીર્થંકર નામકર્મ ૨૬. વર્ણ, ૨૭. ગંઘ, ૨૮, ૨૪, ૨૯, સ્પર્શ નામકર્મ, ૩૦. સુ-ખગતિ એટલે શુભ વિહાયોગતિ અર્થાત્ ચાલવાની શુભ રીત. એ ત્રીસ નામકર્મની બંઘ પ્રકૃતિઓનો આઠમા અપૂર્વ ગુણસ્થાનમાં બંધ થતો નથી. તેથી ૫૬ બંઘયોગ્ય પ્રકૃતિમાંથી આ ૩૦ જવાથી હવે ૨૬ બંઘયોગ્ય પ્રકૃતિ શેષ રહી. હવે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનકના પાંચ વિભાગો વિચારીએ. ।।૩૩।। જુગુપ્સા, ભય, હાસ્ય, રતિ ચારના વિના તો લાલ રતિ બાવીસ જ બંધાય આદિ વિભાગમાં, હો લાલ આદિ ૩૮ અર્થ :– આ ગુણસ્થાનના પ્રથમ ભાગમાં જાગુપ્સા, ભય, હાસ્ય, રતિ એ ચાર બંઘયોગ્ય પ્રકૃતિઓ જવાથી ૨૨નો જ બંધ થાય છે. ૩૮ એકેકી ઘટતી જાય પછી ચાર ભાગમેં હો લાલ પછી નરવેદ, રોષ, માન, માયા અનુક્રમે તો લાલ માયા ૩૯ અર્થ :– બાકીના ચાર વિભાગમાં એક એક બંઘયોગ્ય પ્રકૃતિઓ ક્રમશઃ ઘટતી જાય છે. તે નરવેદ એટલે પુરુષવેદ, રોષ એટલે સંજ્વલન ક્રોધ, માન અને માયા છે. ૩૯।। Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એકવીસથી અઢાર સુર્થી બંઘ ચારમાં, હો લાલ સુથી જાય સંજ્વલન લોભ સૂક્ષ્મ-સંપાયમાં હો લાલ સૂક્ષ્મ ૪૦ અર્થ - એકવીશથી અઢાર એટલે બીજા વિભાગમાં એકવીશ, ત્રીજામાં વીસ, ચોથામાં ઓગણીશ અને પાંચમામાં અઢાર એમ ચાર વિભાગમાં ઉતરતા ક્રમે બંઘયોગ્ય પ્રવૃતિઓ નાશ પામે છે. હવે દશમા સૂક્ષ્મ-સંપાય નામના ગુણસ્થાનમાં સંજ્વલન લોભ કષાયની પ્રકૃતિનો નાશ થાય છે. તેથી હવે ૧૮માંથી ૧ જવાથી ૧૭ રહી. II૪૦ના સત્તરનો ગણ બંઘ તેથી દશમે ગુણે; હો લાલ તેથી, સોળ બીજી ન બંઘાય ઉપશમ-સ્થાનકે-હો લાલ ઉપ૦ ૪૧ અર્થ - હવે ૧૭ પ્રકૃતિઓનો બંઘ દશમા ગુણસ્થાનકે રહ્યો. તેમાંથી અગ્યારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં સોળ બીજી પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી ૧૭માંથી ૧૬ જવાથી હવે એક જ બંઘયોગ્ય પ્રકૃતિ શેષ રહી. તે શાતા વેદનીય. ૧૧ થી ૧૩માં ગુણસ્થાન સુઘી યોગને આશ્રયીને એક શાતાવેદનીય બાંધે છે. ૪૧. દર્શનાવરણી ચાર જ્ઞાનાવરણી બઘી, હો લાલ જ્ઞાના અંતરાયની પાંચ, યશ, ઉચ્ચ ગોત્રની. હો લાલ યશ૦ ૪૨ અર્થ - તે ૧૬ કઈ કઈ પ્રકૃતિઓ છે તે જણાવે છે – ચક્ષ, અચક્ષ, અવધિ, કેવળ એ ચાર દર્શનાવરણીય કર્મની તથા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનાવરણીય કર્મની પાંચ તથા દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યંતરાય કર્મની પાંચ અને યશ નામકર્મ તથા ઉચ્ચ ગોત્ર મળીને કુલ ૧૬ પ્રકૃતિઓ થઈ. II૪૨ાા એક સાતનો બંઘ સયોગી સુર્થી છે, હો લાલ સયોગી ચૌદમે જીવ અબંઘઃ સર્વજ્ઞ-વાણી એ. હો લાલ સર્વજ્ઞ૦ ૪૩ અર્થ - શેષ રહેલ બંઘયોગ્ય એક પ્રકૃતિ તે શાતાવેદનીય છે. તે શાતાવેદનીયનો બંઘ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક અને સયોગી કેવળી નામના તેરમા ગુણસ્થાનક સુઘી છે. ચૌદમા ગુણસ્થાનકમાં જીવ અબંઘ દશાને પામે છે. એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ૪૩ પ્રકૃતિ-બંઘની જેમ પ્રદેશાદિક છે, હો લાલ પ્રદેશા એક સમય-પ્રબદ્ધ અનંત અણું ઘરે હો લાલ અનંત. ૪૪ અર્થ - ૧૨૦ બંઘયોગ્ય પ્રકૃતિની જેમ પ્રદેશબંઘ, સ્થિતિબંઘ અને રસબંઘ પણ છે. એક સમય પ્રબદ્ધ એટલે એક સમય માત્રમાં આ જીવ અનંત પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરે છે તે પ્રદેશબંઘ છે. //૪૪ો. જેમ કવલ-આહાર ક્રમે કરી જીવ લે હો લાલ ક્રમે પ્રતિસમય તેમ બંઘ સમય-પ્રબદ્ધ છે; હો લાલ સમય ૪૫ અર્થ :- જેમ કોળીએ કોળીએ ક્રમપૂર્વક આહાર લેવાય છે, તેમ પ્રતિ સમયે જીવને કર્મબંઘનો સંચય થાય છે. એક સમયમાં જેટલા કર્મ પરમાણુ બંધાય, તેને સમય-પ્રબદ્ધ કહેવામાં આવે છે. ૪પા! Page #103 -------------------------------------------------------------------------- ________________ (૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧ ૯ ૫ કવલ વિષે રસ હોય જજુદી જુદી જાતના હો લાલ જાદી. કર્મ-અણુના તેમ અનુભાગો ઘણા. હો લાલ અનુભાગો. ૪૬ અર્થ - લીઘેલા કોળીઆમાં જુદી જુદી જાતના રસ હોય છે. તેમ સંચય કરેલા કર્મ પુદગલોના ફળમાં સુખ દુઃખ આપવાના તીવ્ર કે મંદ રસરૂપ અનુભાગો ઘણા હોય છે. II૪૬ાા. તીવ્ર મંદાદિ ભેદ ઉદય-કાળે દીસે હો લાલ ઉદય-કાળે સ્થિતિ બંઘનો કાળ જઘન્યાદિક છે. હો લાલ જઘન્યા. ૪૭ અર્થ - સુખદુઃખ આપવારૂપ તીવ્ર કે મંદરસ, તે કર્મના ઉદયકાળે જણાય છે. તેમ કર્મબંઘનો સ્થિતિકાળ પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ છે. II૪૭ના યોગે પ્રકૃતિ, પ્રદેશ; સ્થિતિ, રસ કષાયથી, હો લાલ સ્થિત કવલથી તનુ સમ, કર્મ સમય-પ્રબદ્ધથી. હો લાલ સમય ૪૮ અર્થ - મનવચનકાયાના યોગથી કર્મોની પ્રકૃતિ અને પ્રદેશબંઘ થાય છે. તથા કષાયથી તે કમની સ્થિતિ અને રસ બંઘ પડે છે. કર્મબંઘનના ચાર પ્રકાર નીચે પ્રમાણે : (૧) પ્રકૃતિ બંઘ - પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ. બંધાયેલા કર્મ જ્ઞાનાદિ ગુણ ઉપર આવરણ કરે છે. જેમકે સુંઠનો લાડુ વાયુને હરે અને જીરાનો લાડુ પિત્તને હરવાના સ્વભાવવાળો છે; તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મનો જ્ઞાન વિગેરે રોકવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંઘ. (૨) સ્થિતિ બંઘ - સ્થિતિ એટલે કાળની મર્યાદા. જે કર્મ બંઘાય તે કર્મ આત્મપ્રદેશની સાથે કેટલા સમય સુધી રહેશે તેની મર્યાદા તે સ્થિતિબંઘ. જેમકે તે લાડુ એક પખવાડીયા કે એક માસ સુધી બગડે નહીં. તેમ જ્ઞાનાવરણાદિ કર્મનો ૩૦ કોડાકોડી સાગરોપમ વિગેરે સુધી ટકવાનો જે કાળ તે સ્થિતિ બંઘ. (૩) રસ બંઘ :- કર્મના શુભ-અશુભ રસનું તીવ્ર-મંદપણાનું નક્કી થવું તે રસબંધ અથવા અનુભાગ બંઘ. એ કર્મના રસનું ઓછાવત્તાપણું બતાવે છે. જેમકે લાડુમાં ગોળ કે સાકરના ઓછાવત્તા પ્રમાણથી મીઠાશમાં ઓછાવત્તાપણું જણાય છે. (૪) પ્રદેશ બંઘ – જીવ કેટલા કર્મ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરશે તેનું પ્રમાણ તે પ્રદેશ બંઘ. જેમ કોઈ લાડુ પાશેર, અડઘો શેર, કે શેર પ્રમાણનો હોય, તેમ કર્મોના પુદ્ગલ પરમાણુના ડંઘોનું પ્રમાણ નક્કી થયું તે પ્રદેશ બંઘ. જેમ કવલ એટલે કોળીયાથી લીઘેલ આહારમાંથી હાડ, માંસ, ચામડી, લોહી આદિ અંગોપાંગ થાય છે; તેમ એક સમય-પ્રબદ્ધમાં એટલે એક સમયમાં જેટલા પરમાણ-પુદગલ આવે તે આઠે કર્મમાં વહેંચાઈ જઈ ઉત્તર પ્રકૃતિરૂપે પરિણમે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ (૬૦) | (ચાર) ઉદયાદિ ભંગા ૨ ઉદય, ૩ ઉદીરણા, ૪ સત્તા (દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ, સમાધિરસે ભર્યો–એ રાગ) ૨ ઉદય બંઘાયેલા કર્મનો અબાઘાકાળ પૂર્ણ થયે, ઉદયાવલિકામાં પ્રવેશી ફળ આપે તે ઉદય. જીવ-પ્રદેશે બંધ, ક્ષીર-નીર સમ મળે, હો લાલ ક્ષીર રસ દેવાને યોગ્ય થતા સુઘી ના ચળ-હો લાલ થતા. ૧ અર્થ:- આત્માના પ્રદેશો સાથે કર્મનો બંઘ, દૂઘ અને પાણીની જેમ મળેલો છે. તે કર્મો જ્યાં સુધી રસ દેવાને યોગ્ય એટલે ફળ દેવાને યોગ્ય થતાં નથી ત્યાં સુધી તે ઉદયમાં આવતાં નથી પણ સત્તામાં સ્થિર રહે છે. [૧ તે આબાથા કાળ; પછી ઉદય કાળ આ હો લાલ પછી શુભ-અશુભરૂપ કર્મ-વિપાકની વેદના. હો લાલ વિપાક. ૨ અર્થ :- જ્યાં સુધી કમ સત્તામાં રહે છે ત્યાં સુધી તે આબાઘાકાળ કહેવાય છે. પછી ઉદયમાં આવે ત્યારે ઉદયકાળ કહેવાય છે. ઉદયાવળીમાં આવ્યા પછી તે કમોં શુભ-અશુભરૂપ કર્મ વિપાકની એટલે કર્મ ફળની શાતા-અશાતારૂપ વેદનીયને આપે છે. તેરા વિપાક-કાળની મોર કર્મ-ફળ વેદવું હો લાલ કર્મફળ૦ ઉદીરણા કહેવાય : એટલું સમજવું. હો લાલ એટલું ૩ અર્થ - વિપાક-કાળ એટલે કર્મફળ આપે તે સમયની મોર એટલે પહેલાં જ કર્મના ફળને વેદી લેવું તે ઉદીરણા કહેવાય છે. કા ઉદય-ઉદીરણા-યોગ્ય પ્રકૃતિ સામાન્ય તો હો લાલ પ્ર. ગણ સો ને બાવીસ : કહે ક્રમ ઉદયનો-હો લાલ કહે ૪ અર્થ - કર્મોના ઉદય અને ઉદીરણાને યોગ્ય સામાન્યપણે એટલે સર્વજીવની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ હોય છે. હવે કર્મ પ્રકૃતિના ઉદયનો ક્રમ ગુણસ્થાન અનુસાર અત્રે જણાવવામાં આવે છે. જો ઉદય મિથ્યાત્વમાંહીં સો ને સત્તરનો-હો લાલ સો ને. મિશ્ર-સમકિત-મોહ, આહારક-દ્વિકનો, હો લાલ આહા. ૫ અર્થ - પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. કારણ તેમાં ૧. મિશ્ર મોહનીય, ૨. સમકિત મોહનીય તથા ૩. આહારક શરીર અને ૪. આહારક અંગોપાંગનો ઉદય હોતો નથી. પાા * જુઓ ‘ઉદય યંત્ર' પૃષ્ઠ ૬૦૩ ઉપર Page #105 -------------------------------------------------------------------------- ________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ જિન બીજનો નહિ હોય ઉદય મિથ્યાત્વમાં, હો લાલ ઉદય॰ એક સો ને અગિયાર, બીજા ગુણસ્થાનમાં-હો લાલ બીજા૦ ૬ અર્થ :– આ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૫. જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મનો પણ ઉદય હોતો નથી. તેથી ઉદય યોગ્ય કુલ ૧૨૨માંથી આ પાંચ પ્રકૃતિ બાદ કરતાં ૧૧૭ પ્રકૃતિનો ઉદય હોય છે. બીજા સાસાદન ગુણસ્થાનકમાં ૧૧૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ।।૬।। સૂક્ષ્મત્રિક, મિથ્યાત્વ, આતપ, નારક-દૂતી હો લાલ આતપ૦ બીજામાં એ ન હોય, ઉદયથી એ છૂટી. હો લાલ ઉદય૦ ૭ અર્થ – બીજા સાસ્વાદન ગુણસ્થાનકમાં ૧. સૂક્ષ્મ, ૨. અપર્યાપ્ત, ૩. સાધારણ તથા ૪. મિથ્યાત્વ, ૫. આતપ અને ૬. નરકાનુપૂર્વી. આ ૬ પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી પ્રથમ ગુણસ્થાનની ૧૧૭ માંથી આ ૬ બાદ કરતાં ૧૧૧ પ્રકૃતિ ઉદયયોગ્ય આ બીજા ગુણસ્થાનમાં હોય છે. ।।૭।। સ્થાવર, એકેન્દ્રિય, અનંતાનુબંધીની, હો લાલ અનં વિકલેન્દ્રિય, શેષ ત્રણ આનુપૂર્વીની હો લાલ ત્રણ ૮ ૯ ૭ અર્થ :– હવે ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ૧. સ્થાવર, ૨. એકેન્દ્રિય, અનંતાનુબંધી—૩. ક્રોધ, ૪. માન, ૫. માયા, ૬. લોભ અને ૭. બેઇન્દ્રિય, ૮. ચૈઇન્દ્રિય, ૯. ચૌરેન્દ્રિયની જાતિ તથા ૧૦. તિર્યંચાનુપૂર્વી, ૧૧. મનુષ્યાનુપૂર્વી અને ૧૨. દેવાનુપૂર્વીની પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. ।। બાર ન મિત્રે હોય, મિશ્ર ઉદયે વઘી હો લાલ મિશ્ર સોનો ઉદય ગણાય ત્રીજે સર્વે મળી. હો લાલ ત્રીજે ૯ -- અર્થ ઉપરોક્ત બાર પ્રકૃતિઓનો આ મિશ્રગુણસ્થાનમાં ઉદય હોતો નથી. તેથી બીજા ગુણસ્થાનની ૧૧૧ પ્રકૃતિમાંથી ૧૨ પ્રકૃતિ બાદ કરતાં ૯૯ પ્રકૃતિઓ શેષ રહી. પણ આ ત્રીજા ગુણસ્થાનમાં મિશ્રમોહનીયની એક પ્રકૃતિ વૃદ્ધિ પામી, તેથી ૯૯+૧ મળીને કુલ ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય આ ત્રીજા ગુણસ્થાનમાં હોય છે. ાલ્યા ચોથે સો ને ચાર : મિશ્ર ઉદયે નહીં હો લાલ મિશ્ર સમ્યક્ત્વ-મોહનીય, આનુપૂર્વી બઘી હો લાલ આનુ॰ ૧૦ અર્થ :— ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે :– આ ગુણસ્થાનમાં મિશ્ર મોહનીય પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી ત્રીજા ગુણસ્થાનની ૧૦૦ પ્રકૃતિમાંથી ૧ બાદ કરતાં ૯૯ પ્રકૃતિ રહી. તેમાં વળી ૧. સમકિત મોહનીય તથા ૨. નરકાનુપૂર્વી, ૩. તિર્યંચાનુપૂર્વી, ૪. મનુષ્યાનુપૂર્વી અને ૫. દેવાનુપૂર્વી એ પાંચ પ્રકૃતિઓ આવી મળતા ૯૯+૫ મળીને કુલ ૧૦૪ પ્રકૃતિનો ઉદય ચોથા ગુણસ્થાનમાં હોય છે. ૧૦ના ઉદયે મળી આવી અવિરત સુદૃષ્ટિને. હો લાલ અવિ ઉદયમાં સિત્તાસી પાંચમામાં ગણે-હો લાલ પાંચ૦ ૧૧ અર્થ :— ઉપરોક્ત ઉદયયોગ્ય પ્રકૃતિઓ અવિરત સમ્યદૃષ્ટિને ચોથા ગુણસ્થાનકમાં હોય છે. હવે પાંચમા દેશવિરત ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. ।।૧૧। Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અપ્રત્યાખ્યાનીય, અષ્ટક વૈક્રિયનું હો લાલ અષ્ટક નૃ-તિર્યક-આનુપૂર્વી, અનાદેય જોડલું હો લાલ અના- ૧૨ અર્થ – પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ ૧. ક્રોઘ, ૨. માન, ૩. માયા, ૪. લોભ તથા પ. દેવગતિ, ૬. દેવગત્યાનુપૂર્વી, ૭. નરકગતિ, ૮. નરકગત્યાનુપૂર્વી, ૯. દેવાયુ, ૧૦. નરકાયુ, ૧૧. વૈક્રિય શરીર, ૧૨. વૈક્રિય અંગોપાંગ એ અષ્ટક અને ૧૩. ને એટલે મનુષ્યગત્યાનુપૂર્વી તથા ૧૪. તિર્યંચગત્યાનુપૂર્વી તેમજ ૧૫. અનાદેય અને ૧૬. અયશકીર્તિ જોડલાનો ઉદય આ ગુણસ્થાનમાં હોતો નથી. II૧૨ા દુર્ભગ, સત્તર સર્વ; અહીં ઉદયે નહીં હો લાલ અહીં પ્રમત્તમાં એકાશી ઉદયમાંહી કહી હો લાલ ઉદય૧૩ અર્થ - વળી ૧૭. દુર્ભગ નામકર્મની પ્રકૃતિ મળીને કુલ ૧૭ પ્રકૃતિનો ઉદય આ પાંચમા ગુણસ્થાનમાં હોતો નથી. માટે ચોથા ગુણસ્થાનની ૧૦૪ પ્રકૃતિમાંથી આ ૧૭ બાદ કરતાં ૮૭ પ્રકૃતિનો ઉદય પાંચમા ગુણસ્થાનમાં હોય છે. તથા છઠ્ઠા પ્રમત્ત નામના ગુણસ્થાનમાં ૮૧ પ્રકૃતિનો ઉદય હોય છે. /૧૩ તિરિગઈ-આયુ, કુગોત્ર, પ્રત્યાખ્યની ગઈ હો લાલ પ્રત્યા ઉદ્યોત તેમ જ જાય; આહારક-દિકની હો લાલ આહા૦ ૧૪ અર્થ - છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં ૧. તિરિગઈ એટલે તિર્યંચગતિ, ૨. તિર્યગઆયુ, ૩. નીચ ગોત્ર તથા પ્રત્યાખ્યાનાવરણ ૪. ક્રોઘ, ૫. માન, ૬. માયા, ૭. લોભ અને ૮. ઉદ્યોત એમ આઠ પ્રકૃતિઓને પાંચમા ગુણસ્થાનની ૮૭ પ્રકૃતિમાંથી બાદ કરતાં ૭૯ પ્રકૃતિઓ શેષ રહી. તેમાં વળી ૧. આહારક શરીર અને ૨. આહારક અંગોપાંગની આ બે પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાનમાં વધી જવાથી ૭૦+૨ મળીને કુલ ૮૧ પ્રકૃતિઓ આ પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં ઉદયમાં હોય છે. ૧૪. બે નવી ઉદય થાય, છ ગુણસ્થાનકે. હો લાલ છઠ્ઠું. સ્યાનગૃદ્ધિનું ત્રિક, આહારક-વિક એ- હો લાલ આહા. ૧૫ અર્થ :- ઉપરોક્ત બે નવી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાને ઉદય પામી છે. હવે સાતમા અપ્રમત્તગુણસ્થાનમાં (૧) નિદ્રાનિદ્રા, (૨) પ્રચલાપ્રચલા, (૩) સ્વાનગૃદ્ધિ એ ત્રણ તથા ૪. આહારક શરીર અને ૫. આહારક અંગોપાંગ એ મળીને કુલ પાંચ પ્રકૃતિઓ ઉદયમાં હોતી નથી. ૧૫ાા સાતમે જાતી પાંચ, ઉદય છોંતેરનો હો લાલ ઉદય આઠમે જાતી ચાર, ઉદય બોંતેરનો- હો લાલ ઉદય૦ ૧૬ અર્થ :- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં ઉપરોક્ત પાંચ પ્રકૃતિઓ જવાથી છઠ્ઠા ગુણસ્થાનની ૮૧ પ્રકૃતિઓમાંથી આ પાંચ બાદ કરતાં ૭૬ પ્રકૃતિઓનો ઉદય સાતમા ગુણસ્થાનમાં હોય છે. આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનમાં બીજી ચાર પ્રકૃતિઓ જવાથી ૭૨ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૬ાા અંત સંહનન ત્રિક, સમ્યકત્વ-મોહની હો લાલ સમ્યક નવમે છાસઠ હોય ઃ હાસ્યાદિ છ જતી હો લાલ હાસ્યા. ૧૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ અર્થ - આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ૧. અર્ધનારાચ, ૨. કીલિકા અને ૩. સેવા (છેવટું) સંહનન એ ત્રણ તથા ૪. સમ્યત્વ-મોહનીય મળીને કુલ ચાર પ્રકૃતિઓ, સાતમા ગુણસ્થાનની ૭૬ પ્રકૃતિઓમાંથી બાદ કરતાં આઠમા ગુણસ્થાનમાં ૭૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. આઠમા ગુણસ્થાનકથી શ્રેણી ચાલુ થતી હોવાથી આ ગાથામાં કહ્યા તે ત્રણ છેલ્લા સંહનનનો ઉદય આઠમામાં ઘટતો નથી. અને આ ત્રણ સંહનનવાળા જીવો મંદ વિશુદ્ધિવાળા હોય તેથી શ્રેણી માંડી શકતા નથી. પણ વજઋષભનારાચ, ઋષભનારા અને નારાચ એ ત્રણે સંહનનવાળા જીવો ઉપશમ શ્રેણી માંડી શકે છે. પણ ક્ષપકશ્રેણી તો એક વજઋષભનારા સંઘયણવાળા જ માંડી શકે છે. હવે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬. જુગુપ્સા જવાથી, આઠમા ગુણસ્થાનની ૭૨ પ્રકૃતિઓમાંથી આ ૬ પ્રકૃતિઓ બાદ થતાં ૬૬ પ્રકૃતિઓનો ઉદય નવમાં ગુણસ્થાનમાં હોય છે. I/૧ળા દશમે ઉદયે સાઠ : ત્રણે વેદની જતી હો લાલ ત્રણે સંજ્વલન વિણ લોભ, ત્રણે દૂર થતી હો લાલ ત્રણે૧૮ અર્થ :- દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં ૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસક વેદ તથા સંજ્વલન લોભ કષાય વિના બાકીના સંજ્વલન ૪. ક્રોધ, ૫. માન, ૬. માયા મળીને કુલ ૬ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનના અંતમાં જવાથી નવમા ગુણસ્થાનની ૬૬ પ્રકૃતિઓમાંથી આ ૬ ને બાદ કરતાં ૬૦ પ્રકૃતિઓનો ઉદય આ દેશમાં ગુણસ્થાનમાં હોય છે. |૧૮ાા. અગ્યારમે નહિ લોભ, ઓગણસાઠ જ રહી હો લાલ ઓગ બારમામાં બે ભેદ : પ્રથમમાં બે જતી-હો લાલ પ્રથમ ૧૯ અર્થ - અગિયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં સંવલન લોભ કષાય ઉપશાંત હોવાથી અર્થાત તેનો ઉદય ન હોવાથી આ દશમા ગુણસ્થાનકની ૬૦ પ્રકૃતિઓમાંથી સંજ્વલન લોભને બાદ કરતા પ૯ પ્રકૃતિઓનો ઉદય આ અગિયારમા ગુણસ્થાનમાં હોય છે. હવે બારમા ક્ષીણમોહ નામના ગુણસ્થાનના બે ભેદ છે. પ્રથમના ભેદમાં બે પ્રકૃતિઓનો નાશ થાય છે. ૧૯તા. ઋષભ-નારાચનક્રિકઃ સત્તાવન ઉદયે હો લાલ સત્તાવન નિદ્રા, પ્રચલા જાય, પંચાવન દ્વિતીયે. હો લાલ પંચાવન ૨૦ અર્થ - બારમા ક્ષીણમોહ ગુણસ્થાનની બે પ્રકૃતિ ૧. ઋષભાનારાચ સંહનન અને ૨. નારાજ સંહનન છે. અગિયારમા ગુણસ્થાનની પ૯ પ્રકૃતિમાંથી આ બે બાદ કરતાં પ૭ પ્રકૃતિઓ બારમા ગુણસ્થાનના પ્રથમ ભેદમાં ઉદયમાં રહે છે. તેમાંથી ૧. નિદ્રા અને ૨. પ્રચલા એ બે પ્રકૃતિઓ બીજા ભાગમાં નાશ થવાથી પ૭ પ્રકૃતિઓમાંથી બે બાદ કરતા ૫૫ પ્રકૃતિનો ઉદય આ બારમા ગુણસ્થાનમાં હોય છે. ૨૦. જ્ઞાનાવરણીય પાંચ, બથી અંતરાયની હો લાલ બથી દર્શનાવરણી ચાર : જતી ચૌદ ઘાતની હો લાલ જતી. ૨૧ અર્થ :- હવે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં ૧. મતિ, ૨. શ્રત, ૩. અવધિ, ૪. મન:પર્યવ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અને ૫. કેવળજ્ઞાનાવરણની મળીને પાંચ, તથા ૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ અને ૫. વીર્યાન્તરાયની મળીને પાંચ તેમજ ૧. ચક્ષુ, ૨. અચક્ષુ, ૩. અવિધ અને ૪. કેવળ દર્શનાવરણની મળીને ચાર, એમ કુલ ચૌદ ઘાતીકર્મની પ્રકૃતિઓ જવાથી બારમા ગુણસ્થાનની ૫૫ પ્રકૃતિઓમાંથી આ ૧૪ બાદ કરતાં ૪૧ પ્રકૃત્તિઓનો ઉદય અત્રે શેષ રહે છે. I॥૨૧॥ જિન-નામ-ઉદય હોય બેંતાળીસ તેરમે હો હાય બેંતા અગુરુ-લઘુ-રૂપ-ચતુષ્ક, પ્રથમ સંહનન એ. હો લાલ પ્ર૦ ૨૨ ૧૦૦ અર્થ : – ઉપરોક્ત ૪૧ પ્રકૃતિઓમાં આ તેરમા ગુણસ્થાને તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી એક પ્રકૃતિ વૃદ્ધિ પામી. તેથી ૪૧+૧ મળીને ૪૨ પ્રકૃતિઓનો ઉદય આ તેરમા ગુણસ્થાનકમાં હોય છે. હવે તેરમા સોગી—કેવળી નામના ગુણસ્થાનના અંતમાં તેમાંથી ૩૦ પ્રકૃતિઓ નાશ પામે છે. તે નીચે પ્રમાણે – તે ૧. અગુરુલઘુ, ૨. ઉપઘાત, ૩. પરઘાત, ૪. ઉચ્છ્વાસ, એ ચાર તથા ૫. વર્ણ, ૬. ગંધ, ૭. રસ, ૮. સ્પર્શ એ રૂપ ચતુષ્ક તથા ૯. વજ્રઋષભનારાચ પ્રથમ સંહનન છે. ।।૨૨।। ખગતિ-ઔદારિક-અસ્થિર-યુગલો તો લાલ અસ્થિ પ્રત્યેક-ત્રિક નિર્માણ અને સંસ્થાન છો. તો લાલ અને ૨૩ અર્થ :— તથા ૧૦. શુભ ખગતિ, (ચાલવાની રીત) ૧૧. અશુભ ખગતિ ૧૨. ઔદારિક શરીર, ૧૩. ઔદારિક અંગોપાંગ અને ૧૪. અસ્થિર, ૧૫. અશુભ નામકર્મ તથા ૧૬. પ્રત્યેક, ૧૭. સ્થિર, ૧૮. શુભ નામકર્મ—એ ત્રણ, વળી ૧૯ નિર્માન્ન અને ૨૦. સમચતુરસ, ૨૧. ન્યગ્નોઘપરિમંડલ, ૨૨. સ્વાતિ, ૨૩, વામન, ૨૪. કુંજ, ૨૫. ડક એ છ સંસ્થાન છે. ।।૨૩। તન, તૈજસ, કાર્મણ સ્વર એક વેદની હો લાલ સ્વ૨૦ ત્રીસ જતાં જો બાર અયોગી સ્થાનની હો લાલ અયોગી ૨૪ અર્થ :- શરીરમાં રહેલ ૨૬. તૈજસ શરીર, ૨૭. કાર્મણ શરીર તથા ૨૮. સુસ્વર, ૨૯. દુસ્વર અને ૩૦. શાતા-અશાતાવેદનીમાંથી એક, એમ બઘી મળીને કુલ ૩૦ પ્રકૃતિઓ આ તેરમા ગુણસ્થાનના અંતમાં જવાથી, તેરમા ગુણસ્થાનની ૪૨ પ્રકૃતિઓમાંથી આ ૩૦ને બાદ કરતાં બાકીની ૧૨ પ્રકૃતિઓનો ઉદય અયોગી નામના આ ચૌદમા ગુણસ્થાનમાં હોય છે. ।।૨૪।। યશ, સુભગ, આદેય, ત્રસ-ત્રિક જિનની હો લાલ ત્રસ સુગોત્ર નરગતિ-આયુ, પંચેન્દ્રી, વેદની હો લાલ પંચેન્દ્રી ૨૫ – અર્થ :– હવે ચૌદમા અયોગી ગુણસ્થાનના અંતમાં શેષ રહેલ બાર પ્રકૃતિઓ પણ જાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે :– ૧. યશ, ૨. સુભગ, ૩. આઠેય તથા ૪, ત્રસ, પ. બાદર, ૬. પર્યાસ એ ત્રણ ૫. અને ૭. જિનનામકર્મ, ૮. ઉચ્ચ ગોત્ર, ૯. મનુષ્યગતિ, ૧૦, મનુષ્ય આયુ, ૧૧, પંચેન્દ્રિય જાતિ તથા ૧૨. વેદનીય મળીને કુલ ૧૨ પ્રકૃતિઓ થાય છે. રા જાતાં અંતિમ બાર ભવસ્થિતિ પણ જતી હો લાલ ભવ આઠે કર્મથી મુક્ત સિદ્ધતા ઊપજતી હો લાલ સિન્નતા ૨૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ ૧ ૦૧ અર્થ - ઉપરોક્ત બાર પ્રકૃતિઓ ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનના અંતમાં જવાથી તે શુદ્ધાત્માની સંસારમાં સ્થિતિ કરવાની અવધિ પણ હવે પૂર્ણતાને પામે છે. તેથી આઠેય કર્મથી મુક્ત થયેલા તે પરમાત્મા, સિદ્ધ દશાને પામી મોક્ષમાં સર્વકાળને માટે અનંતસુખમાં વિરાજમાન થાય છે. ૨૬ાા. ૩ ઉદીરણા* જે કર્મો ઉદયમાં આવ્યા નથી તેને તપ આદિવડે ઉદયમાં લાવીને ખપાવવા તેનું નામ ઉદીરણા છે. છઠ્ઠા સુધી સમાન ઉદયવત્ ઉદીરણા, હો લાલ ઉદય સાતમાંથી સયોગી સુથી જ વિશેષતા હો લાલ સુથી ૨૭ અર્થ - છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી કર્મ પ્રવૃતિઓનો જે પ્રમાણે ઉદય થાય, તે પ્રમાણે તપ આદિ દ્વારા ઉદીરણા કરીને તેને ખપાવી શકાય. પછી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની શરૂઆતથી તે તેરમા સયોગી ગુણસ્થાનના અંત સુધી તેમાં વિશેષતા છે. એટલે કે શાતા, અશાતા અને મનુષ્ય આયુની ઉદીરણા સાતમા ગુણસ્થાનની શરૂઆતથી તે તેરમા સુઘી નથી. સાતમા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધી જે પ્રકૃતિઓ ઉદયમાં હતી, તે હવે ઉદીરણામાં શાતા અશાતા અને મનુષ્ય આયુની આ ત્રણ પ્રકૃતિઓ ઓછી ઓછી ગણતા જવું. બીજી બધી પ્રવૃતિઓ જેમ ઉદયમાં છે તેમજ ઉદીરણામાં પણ સમજવી. હવે ચૌદમા ગુણસ્થાનમાં મન વચન કાયાના યોગ ન હોવાથી ત્યાં ઉદીરણાનો સંભવ નથી. કારણ કે ઉદીરણા એ યોગકૃત છે તેથી. સાતમે ગણ તોંતેર ઉદરણા યોગ્ય એ, હો લાલ ઉર્દી આઠમે અગ્નોતેર વળી તૈસઠ નવમે, હો લાલ વળી. ૨૮ અર્થ:- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧૪, નોકર્મની ૪૨, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૭૩ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય ગણાય છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧૩, નામકર્મની ૩૯, ગોત્રની ૧, તથા અંતરાયની ૫ મળીને કુલ ૬૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે. તથા નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૭, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૬૩ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય ગણાય છે. આરટા સત્તાવન દશમે જ, છપ્પન અગ્યારમે, હો લાલ છપ્પન ચોપન, બાવન ભેદ થતા બે બારમે, હો લાલ થતા. ૨૯ અર્થ - દશમા સૂક્ષ્મસંપરાયગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૫૭ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય છે. તથા અગ્યારમા ઉપશાંતમો ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૬, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫, મળીને ૫૬ ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનના બે ભેદ થાય છે. તેના પ્રથમ ભેદમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયકર્મની ૫, મળીને કુલ ૫૪ ઉદીરણા યોગ્ય પ્રકૃતિ છે. * જુઓ ‘ઉદીરણા યંત્ર' પૃષ્ઠ ૬૦૩ ઉપર Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અને બીજા ભેદમાં જ્ઞાનાવર્ણીની પ, દર્શનાવર્ણયની ૪, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયની પાંચ મળીને પર, ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે. રા. વળી ઓગણચાલીસ સયોગી તેરમે, હો લાલ સયોગી. ઉદીરણાને યોગ્ય નહીં કોઈ ચૌદમે, હો લાલ નહીં. ૩૦ અર્થ :- તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં નામકર્મની ૩૮ અને ગોત્રકર્મની ૧ મળીને કુલ ૩૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે. ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં ઉદીરણા કરવા યોગ્ય એક પણ પ્રકૃતિ નથી. કેમકે ત્યાં મન વચન કાયાના યોગ નથી. ૩૦ગા. ૪. સત્તા* બંઘાયેલા કર્મોનું અબાઘાકાળ સુધી આત્મા સાથે વળગી રહેવું તેને સત્તા કહેવાય છે. બંઘાદિથી બર્ની કર્મ વળગી રહે જીવને, હો લાલ વળગી સત્તા કર્મની તે જ; ભેદાનભેદને- હો લાલ મેદાનભેદને ૩૧ અર્થ :- રાગદ્વેષ આદિના ભાવોથી કાર્પણ વર્ગણાઓ ખેંચાઈને આવી આત્માના પ્રદેશો સાથે કર્મરૂપે થઈ જે વળગી રહે, તે જ કર્મની સત્તા છે અને તેના અનેક ભેદ પ્રભેદ છે. ૩૧ાા ગણતાં અડતાળીસ સોની ઉપર થઈ, હો લાલ સોની બીજે, ત્રીજે સોની ઉપર સુડતાળીની, હો લાલ ઉપર૦ ૩૨ અર્થ :- હવે તે ભેદ પ્રભેદને ગણતાં પ્રથમ મિથ્યાત્વ નામના ગુણસ્થાનમાં તે ૧૪૮ પ્રકૃતિ થાય છે. તે આ પ્રમાણે : જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, આયુની ૪, નામકર્મની ૯૩, ગોત્રની ૨ અને અંતરાય કર્મની ૫ મળીને કુલ ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજા સાસ્વાદન તથા ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં તીર્થકર નામકર્મની સત્તા ન હોવાથી એક પ્રકૃતિ ઓછી થઈ; તેથી ૧૪૭ પ્રકૃતિઓ આ બે ગુણસ્થાનમાં સત્તારૂપે હોય છે. [૩રા સત્તા, વણ-જિનબીજ; અન્યમાં પૂરી છે, હો લાલ અન્ય પહેલેથી ઉપશાંત સુઘી સત્તા વિષે હો લાલ સુથી સત્તા ૩૩ અર્થ - જિનબીજ એટલે તીર્થંકર નામકર્મ જેણે બાંધ્યું તે અન્યમાં એટલે બીજા, ત્રીજા ગુણસ્થાનમાં જાય નહીં. એ બે ગુણસ્થાન વિના પહેલા ગુણસ્થાનકથી છેક ઉપશાંતમોહ નામના અગ્યારમા ગુણસ્થાન સુઘી ૧૪૮ પ્રકૃતિની સત્તા પૂરેપુરી હોય છે. તેને સંભવસત્તા કહેવાય છે. ૩૩ના અનંતાનુબંર્થી ચાર નરક પશુ-આયુની, હો લાલ નરક છ વિના સૌથી અધિક બેંતાળીસ પ્રકૃતિ, હો લાલ બેંતા૩૪ અર્થ - અનંતાનુબંધી કષાયની ચાર તથા નરકાયુ અને પશુઆયુની મળીને કુલ છ પ્રકૃતિઓ હમણાં સત્તામાં નથી એવા ઉપશમ શ્રેણીવાળાને ૧૪ર પ્રવૃતિઓ સત્તામાં સંભવે છે. સત્તાના બે પ્રકાર * જુઓ ‘સત્તા યંત્ર” પૃષ્ઠ ૬૦૧ ઉપર Page #111 -------------------------------------------------------------------------- ________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ ૧૦૩ છે. એક સદ્ભાવ સત્તા અને બીજી સંભવ સત્તા. જે જીવો તેજ ભવે મોક્ષમાં જવાના છે તે જીવોનો સમાવેશ સદ્ભાવ સત્તામાં થાય છે. અને જે જીવોને આયુષ્યના બંઘનો સંભવ છે તે જીવોનો સમાવેશ સંભવ સત્તામાં થાય છે.૩૪ અપૂર્વથી ઉપશાંત સુધીમાં સંભવે, હો લાલ સુધીમાં સાયિક સમ્યગ્દષ્ટિ ક્ષય સાતનો કરે હો લાલ ક્ષય ૩૫ અર્થ :— તે ૧૪૨ પ્રકૃતિઓ આઠમા અપૂર્વગુણસ્થાનકથી અગ્યારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાન સુધી સત્તામાં સંભવે. હવે ક્ષાયિક સમ્યસૃષ્ટિ તો અનંતાનુબંધી ૪ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય મળીને કુલ સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ।।૩૫।। ચોથી સૌ અધિક એકતાળીસ ઘરે હો લાલ એકતાનું ચરમ-શરીરી જો હોય, ન નવીન આર્યે ઘરે હો લાલ નં૦ ૩૬ અર્થ :તે ક્ષાયિક સમ્યદૃષ્ટિ જીવ સાતેય પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરેલી હોવાથી ચોથા ગુણસ્થાનકથી જ તે ૧૪૧ પ્રકૃતિની સત્તાવાળો હોય છે. પણ જે ચરમશરીરી એટલે તે જ ભવે મોક્ષ જનાર હોય તે નવા આયુષ્યકર્મનો બંઘ કરતો નથી. ।।૩૬।। ચરમશરીરી સુદૃષ્ટિ જ્ઞાયિક ચતુર્થથી હો લાલ ક્ષાયિક ત્રણે આયુરહિત, બીજી સાત ક્ષય કરી હો લાલ બીજી ૩૭ અર્થ :– ચરમશરીરી ક્ષાયિક સભ્યષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનથી નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ રહિત હોય. અને સાત પ્રકૃતિ તે અનંતાનુબંધીની ચાર તથા મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મોઇનીયની એ ૩ મળીને કુલ દસ પ્રકૃતિ ચરમશરીરને સત્તામાં હોતી નથી. ।।૩૭।। સો ને આડત્રીસ ઘરે સત્તા વિષે હો લાલ ઘરે સત્તા પ્રથમ ભાગ પર્યંત નવમા ગુણ-પદે હો લાલ નવમા ૩૮ અર્થ :- ઉપરોક્ત દશ પ્રકૃતિઓના ક્ષયથી ૧૩૮ પ્રકૃતિ તેને સત્તામાં હોય છે. તે ચોથા ગુણસ્થાનકથી લઈને નવમા અનિવૃત્તિ ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જાણવી. ।।૩૮।। સાયિકવૃષ્ટિ ન હોય તે ચરમશરીરીને હો લાલ તે સો ને પિસ્તાલીસ, ચોથેથી સાતમે હો લાલ ચોથે૦ ૩૯ અર્થ :– હવે જે ક્ષાયિક સમ્યદૃષ્ટિ ન હોય પણ ઉપશમ કે ક્ષયોપશમવાળો હોય અને ચરમશરીરી હોય તેને નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ એ ત્રા પ્રકૃતિ સત્તામાં હોય નહીં. તેથી તે ચોથા ગુણસ્થાનથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી ૧૪૫ પ્રકૃતિની સત્તાવાળો હોય છે. તાલા સો ને આડત્રીસ કહી નવમા ગુણે હો લાલ કહી બીજી સોળ ન હોય, બીજા વિભાગમેં – હો લાલ બીજા ૪૦ = અર્થ :- ચરમશરીરી ક્ષાયક સમકિતી ક્ષેપક શ્રેણિ માંડનારને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગમાં ૧૩૮ પ્રકૃતિની સત્તા કહી. હવે તેથી આગળ વધી નવમા અનિવૃત્તિકરણના બીજા ભાગમાં આવે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ત્યારે બીજી ૧૬ પ્રકૃતિની સત્તા દૂર થાય છે. ૪૦ના સ્થાવર-તિર્યક-દ્ધિક નરક-આતપ-દિક હો લાલ નરક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, મ્યાનગૃદ્ધિ-ત્રિક હો લાલ મ્યાન. ૪૧ અર્થ - તે ૧૬ પ્રકૃતિ આ પ્રમાણે : ૧. સ્થાવર અને ૨. સૂક્ષ્મ, ૩. તિર્યંચગતિ, ૪. તિર્યંચાનુપૂર્વી, ૫. નરકગતિ, ૬. નરકાનુપૂર્વી, ૭. આતપ, ૮. ઉદ્યોત, ૯. એકેન્દ્રિય જાતિ તથા વિકસેન્દ્રિય, ૧૦. બે ઇન્દ્રિય, ૧૧. તે ઇન્દ્રિય, ૧૨. ચૌરેન્દ્રિય, ૧૩. નિદ્રા નિદ્રા, ૧૪. પ્રચલા પ્રચલા, ૧૫. મ્યાનગૃદ્ધિ અને ૧૬. સાધારણ નામકર્મ. ૪૧ાા સાઘારણ એ સોળ; બાર્વીસ ને સો રહી હો લાલ બાર્વી એક સો ઉપર ચૌદ ત્રીજા ભાગની લહી હો લાલ ત્રીજા ૪૨ અર્થ :- ઉપરોક્ત ૧૬ પ્રકૃતિઓનો નવમા ગુણસ્થાનના બીજા વિભાગમાં ક્ષય થવાથી ૧૩૮ માંથી ૧૬ બાદ કરતાં ૧૨૨ પ્રકૃતિની સત્તા રહી. પછી ત્રીજા ભાગમાં અપ્રત્યાખ્યાનની અને પ્રત્યાખ્યાની ક્રોધાદિકષાયની ૮ પ્રકૃતિઓ ક્ષય થવાથી ૧૧૪ પ્રકૃતિઓ સત્તામાં રહી. ૪રા નિર્મુળ આઠ કષાય; પછી નપુંસક ગયે હો લાલ પછી ચોથે સો ને તેર સત્તામાંહિ રહે હો લાલ સત્તામાંહિ૦ ૪૩ અર્થ - નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે ૮ કષાય નિર્મળ થયા. હવે ચોથા ભાગમાં નપુંસકવેદ ટળવાથી ૧૧૩ પ્રકૃતિની સત્તા રહી. //૪૩ી સ્ત્રીવેદ જાતાં એક સો બાર પાંચમે હો લાલ સો. હાસ્ય-પર્ક ક્ષય થાય એક સો છ છછું હો લાલ એક ૪૪ અર્થ - પાંચમા ભાગમાં સ્ત્રીવેદ જવાથી ૧૧૨ રહી તથા છઠ્ઠા ભાગમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જાગુપ્સા ક્ષય થવાથી ૧૦૬ પ્રકૃતિ સત્તામાં રહી. ૪૪ સાતમે ન નરવેદ એક સો પાંચ છે હો લાલ એક આઠમે નથી કોઇ એક સો ચાર એ હો લાલ એક ૪૫ અર્થ :- સાતમા ભાગમાં પુરુષવેદ જવાથી ૧૦૫ રહી. આઠમા ભાગમાં સંજ્વલન ક્રોઘ જવાથી ૧૦૪ સત્તામાં રહી. ૪પાા નવમે ન રહે માન એક સો ત્રણ રહી હો લાલ એક ક્ષપકશ્રેણીની રીત નવમાની નવ કહી હો લાલ નવમા ૪૬ અર્થ - નવમા ગુણસ્થાનના નવમા ભાગમાં સંજ્વલન માન ટળવાથી ૧૦૩ રહી. ક્ષપકશ્રેણી ચઢતા નવમાં ગુણસ્થાનની નવ પ્રકારે રીત હતી તે કહી જણાવી. ||૪૬ાા દશમે સો ને બે જ માયા ચોથી વિના હો લાલ માયા બારમે સો ને એક છેલ્લા લોભ વિના હો લાલ છેલ્લા ૪૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ ૧ ૦૫ અર્થ - હવે નવમા ગુણસ્થાનનાં, નવમા ભાગના અંતમાં ચોથી એટલે સંજ્વલન માયા પણ જવાથી આ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ૧૦૨ પ્રકૃતિની સત્તા શેષ રહી. હવે ક્ષપક શ્રેણીવાળો અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શે નહીં. તેથી દશમા ગુણસ્થાનના અંતે સંજ્વલન લોભ પણ જવાથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં ૧૦૧ પ્રકૃતિ સત્તામાં રહી. ૪શા નિદ્રા, પ્રચલા જાય, નવ્વાણું અંતમે હો લાલ નવ્વા ત્યાં જતી બીજી ચૌદ પંચાસી તેરમે-હો લાલ પંચા ૪૮ અર્થ - ત્યારબાદ બારમા ગુણસ્થાનમાં નિદ્રા અને પ્રચલા એમ બે પ્રકૃતિનો નાશ થવાથી છેલ્લા સમયથી એક સમય પહેલા ૯૯ પ્રકૃતિઓ સત્તામાં શેષ રહી. તેમાંથી બીજી ચૌદ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંત સમયમાં ક્ષય થવાથી ૯૯માંથી ૧૪ બાદ કરતાં ૮૫ પ્રકૃતિઓ તેરમાં સયોગી ગુણસ્થાને સત્તામાં રહી. II૪૮ જ્ઞાનાવરણીય પાંચ બથી અંતરાયની હો લાલ બથી. દર્શનાવરણી ચાર ગઈ ચૌદ ઘાતીની હો લાલ ગઈ. ૪૯ અર્થ - તે ચૌદ પ્રકૃતિઓ જે ગઈ તે કઈ કઈ હતી તે જણાવે છે – જ્ઞાનાવરણીયની ૫, અંતરાયકર્મની ૫, તથા દર્શનાવરણીયની ૪, એમ ઘાતીયા કર્મની ૧૪ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંતમાં ક્ષય થયો. અને ૮૫ પ્રકૃતિઓ તેરમા સયોગી ગુણસ્થાને સત્તામાં રહી. તેરમા ગુણસ્થાનમાં એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી. તેથી ચૌદમા ગુણસ્થાનની શરૂઆતમાં પણ ૮૫ પ્રકૃતિ સત્તામાં રહી. અયોગના બે ભાગ, પંચાસી એકમાં હો લાલ પંચા ઉપાંત્ય સમયે હોય તે, બોંતેર જતાં. હો લાલ તેર૦ ૫૦ અર્થ - ચૌદમા અયોગી ગુણસ્થાનના બે વિભાગ કર્યા. પહેલા વિભાગમાં ૮૫ પ્રકૃતિઓ હતી. તે વિભાગના ઉપાંત્ય સમયે એટલે અંતિમ સમયે પહેલાના એક સમયમાં ૭૨ પ્રકૃતિઓ ક્ષય થવાથી તેર પ્રકૃતિઓ શેષ સત્તામાં રહી. તે તેર પ્રવૃત્તિઓ ચૌદમા ગુણસ્થાનનાં અંત સમયમાં ક્ષય થવાથી આત્મા સિદ્ધગતિને પામે છે. સુર-ખગતિ-ગંળદ્ધિક વર્ણ-રસ-પંચક હો લાલ વર્ણ પંચક-બંઘન-સંઘાત, તન સૌ, સ્પર્શાષ્ટક હો લાલ તન ૫૧ અર્થ :- હવે ૭૨ પ્રકૃતિઓ જે પ્રથમ ક્ષય થઈ તેના નામ જણાવે છે : ૧. દેવગતિ, ૨. દેવાનુપૂર્વી, ખગતિ એટલે ૩. શુભવિહાયોગતિ, ૪. અશુભ વિહાયોગતિ, ૫. સુગંઘ, ૬. દુર્ગઘ, ૭. લાલ, ૮. પીળો, ૯. વાદળી, ૧૦. કાળો, ૧૧. ઘોળો વર્ણ, ૧૨. કડવો, ૧૩. તીખો, ૧૪. તૂરો, ૧૫. ખાટો, ૧૬. ગળ્યો રસ, ૧૭. ઔદારિક, ૧૮. વૈક્રિય, ૧૯. આહારક, ૨૦. તૈજસ, ૨૧. કાર્પણ એ શરીરના પાંચ બંઘન અને ૨૨. ઔદારિક, ૨૩. વૈક્રિય, ૨૪. આહારક ૨૫. તૈજસ , ૨૬. કાશ્મણ એ શરીરના પાંચ સંઘાતન તથા ૨૭. ઔદારિક, ૨૮. વૈક્રિય, ર૯. આહારક, ૩૦. તૈજસ, ૩૧. કાર્પણ એ પાંચ શરીર અને ૩૨. કર્કશ, ૩૩. મૃદુ, ૩૪. હલકો, ૩૫. ભારે, ૩૬. શીત, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ૩૭. ઉષ્ણ, ૩૮, ચીકણો, ૩૯. લુખો એ આઠ સ્પર્શ. ૫૧ાા નિર્માણ ગોત્ર નીચ સુસ્વર ઉપાંગ સૌ હો લાલ સુસ્વર૦ અગુરુલઘુ-ચતુષ્ક, સંસ્થાન સંહનન સૌ હો લાલ સંસ્થા પર અર્થ - ૪૦. નિર્માણ, ૪૧. નીચગોત્ર, ૪૨. સુસ્વર તથા ૪૩. ઔદારિક, ૪૪. વૈક્રિય, ૪૫. આહારક એ અંગોપાંગ, ૪૬. અગુરુલઘુ, ૪૭. ઉપઘાત, ૪૮. પરાઘાત, ૪૯. ઉચ્છવાસ તથા ૫૦. સમચતુરસ્ત્ર, ૫૧. ન્યગ્રોઘપરિમંડલ, પર. સાદિ, પ૩. કુન્જ, ૫૪. વામન, ૫૫. હુંડક એ સંસ્થાન તથા ૫૬. વજઋષભનારાય, ૫૭. ઋષભનારાય, ૫૮. નારાચ, ૫૯. અર્ધનારાચ, ૬૦. કાલિકા, ૬૧. છેવટું સંહનન. પરા અસ્થિરષદ્ધ, અપર્યાપ્ત, પ્રત્યેક-ત્રિક, વેદની હો લાલ પ્રવ અંત સમયમાં તેર રહી, તે પણ જતી-હો લાલ રહી. ૫૩ અર્થ:- ૬૨. અસ્થિર, ૬૩. અશુભ, ૬૪. દુર્ભગ, ૬૫. દુઃસ્વર, ૬૬. અનાદેય, ૬૭. અયશકીર્તિ એ છ પ્રકૃતિઓ, ૬૮. અપર્યાપ્ત, ૬૯. પ્રત્યેક, ૭૦. સ્થિર, ૭૧. શુભ એ ત્રણ તથા ૭૨. શાતા કે અશાતા એ બે માંથી એક. આ બથી ૭૨ પ્રકૃતિઓ નાશ પામ્યા પછી બંઘ યોગ્ય ૧૩ પ્રકૃતિઓ શેષ રહે છે. તે પણ ચૌદમાં ગુણસ્થાનના અંતે છેલ્લા સમયમાં નાશ પામે છે. પલા મનુષ્ય-ત્રસનાં ત્રિક સુભગ, યશ, વેદની હો લાલ સુભગ સુગોત્ર, જિન, આદેય, પંચેન્દ્રી તેરમી હો લાલ પંચેન્દ્રી ૫૪ અર્થ :- શેષ રહેલી ૧૩ પ્રકૃતિઓના નામો આ પ્રમાણે છે : ૧. મનુષ્યગતિ, ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. મનુષ્પાયુ, ૪. ત્રસ, પ. બાદર, ૬. પર્યાય, ૭. સુભગ, ૮. યશ, ૯. શાતા અથવા અશાતા વેદની, ૧૦. ઉચ્ચ ગોત્ર, ૧૧. જિન નામ, ૧૨. આદેય તથા ૧૩. પંચેન્દ્રિય જાતિ. પ૪ મનુષ્ય-આનુપૂર્વી વિના બારે કહે હો લાલ વિના અયોગી અંતે જાય; કોઈ મત એ લહે હો લાલ કોઈ ૫૫ અર્થ – કોઈ મત એમ ઘરાવે છે કે મનુષ્યાનુપૂર્વી વિના, બાર પ્રકૃતિઓ જ અયોગી ગુણસ્થાનના અંતે જાય છે અને મનુષ્યાનુપૂર્વીનો ક્ષય ૭૨ પ્રકૃતિઓની સાથે જ ૭૩મી પ્રકૃતિરૂપે થાય છે. પપા થાય પછી ભગવંત અનંત સમય રહે હો લાલ અનંત પૂર્ણપણે જીંવ સિદ્ધ અલૌકિક પદ લહે હો લાલ અલૌ. ૫૬ અર્થ - બઘી કર્મ પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી ભગવંત અલૌકિક એવા સિદ્ધપદને સંપૂર્ણપણે પામી, અનંતકાળ સુઘી અનંતસુખમય એવા મોક્ષમાં જઈ બિરાજમાન થાય છે. પા. Page #115 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧૦૭ કર્મબંધના મુખ્ય કારણો રાગદ્વેષ અને અજ્ઞાન છે. તેને જડમૂળથી નષ્ટ કરવા હોય તો જિનેશ્વર ભગવંતે ભાખેલ મુક્તિનો સાચો માર્ગ જાણવો જરૂરી છે. કેમકે રાગદ્વેષ અજ્ઞાનને જેણે જીતી લીધા છે એવા જિનેશ્વરના સિદ્ધાંત સિવાય સંપૂર્ણ કર્મને નષ્ટ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે જિનમત સંબંધીની શંકાઓને દૂર કરવા તેનું નિરાકરણ એટલે સમાઘાન આ પાઠમાં આપવામાં આવે છે : (૬૧) જિનમત - નિરાકરણ (શીતલ જિનપતિ લલિત ત્રિભંગી વિવિધભંગી મન મોહે રે—એ રાગ) * શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવરને પ્રણમું ઊલટ આણી રે, જિનમતનો જે મર્મ ઘરે ઉર, અર્મી સમ જેની વાણી રે. શ્રીમદ્ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યને હું ઉલ્લાસભાવ સહિત પ્રણામ કરું છું. જે જિનમતના રહસ્યને હૃદયમાં ધારણ કરનાર છે. અને જેની અમી એટલે અમૃત સમાન વાણી છે, અર્થાત્ જેના વચનો જીવને જન્મમરણથી મુક્ત કરી અમર બનાવી દે એવાં છે. ।।૧।। જિજ્ઞાસું અજ્ઞાની ğવના સંશય સર્વે ટાળે રે, જ્ઞાની બર્ની ભોળવતા જગને, તેનું પોલ પ્રજાળે રે. શ્રીમદ્ અર્થ :— જેની વાણી અજ્ઞાની એવા જિજ્ઞાસુ જીવના સર્વ સંશયને ટાળવા સમર્થ છે; તથા જે જ્ઞાની બની જગતવાસી જીવોને ભોળવે છે, વિપરીત માર્ગે દોરે છે એવા કુગુરુઓની પોલને પણ પ્રગટ કરનાર છે. ।।૨।। * સત્યમતિને પૂછે કોઈ જિજ્ઞાસુ જગવાસી રે, “જિનમતને જગ કેમ વગોવે, કહી નાસ્તિક નિરાશી રે?’’ શ્રીમદ્ અર્થ :– સત્યમતિ એટલે સત્ય છે મતિ જેની એવા જ્ઞાનીપુરુષને કોઈ જગતવાસી જિજ્ઞાસુ પૂછે છે કે જગતમાં લોકો જિનમત એટલે જિનેશ્વર ભગવંતોએ જે વીતરાગ ધર્મ પ્રરૂપ્યો છે તેને નાસ્તિક કહીને કે નિરાશી એટલે એ વીતરાગ ભગવંતો કોઈની આશા પૂરી કરે નહીં એમ કહીને કેમ વગોવે છે? ગા સત્યમતિ કહે : “હે જિજ્ઞાસુ, વાત વિચારી જોજે રે, ‘નેતિ, નેતિ’-વેદવચનનું રહસ્ય સમજી લેજે ૨ે. શ્રીમદ્ અર્થ - ઉત્તરમાં સત્યમતિ કહે : હે જિજ્ઞાસુ, આ વાત વિચારી જો જે કે વેદનું એક વચન ‘નેતિ નેતિ’ એટલે ‘એ નહીં એ નહીં' એવું છે, અર્થાત્ જે દેખાય છે તે બધી ભ્રાંતિ છે. ‘આત્મા સત્ જગત મિથ્યા’ છે. એ વાક્યનું રહસ્ય સમજી લેજે કે જગતમાં એક આત્મા જ શાશ્વત પદાર્થ છે, બાકી જે જગતમાં રૂપી એવા પદાર્થો દેખાય છે તે માત્ર પુદ્ગલની પર્યાયો છે, નાશવંત છે માટે તેને મિથ્યા કહ્યા છે. એમ જૈનમત સ્યાદ્વાદથી વાક્યના રહસ્યને પ્રગટ કરે છે. ૫૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માયારૂપ અવાચ્ય કહ્યું છે, બ્રહ્મરૂપ પણ તેવું રે; જગજન કંઈ કંઈ માની બેઠા; સંત કહે : “નહીં એવું રે'શ્રીમદ્ અર્થ - વેદાંતમાં ઈશ્વરીમાયાનું સ્વરૂપ અવાચ્ય એટલે વાણીથી વર્ણવી શકાય નહીં એમ કહ્યું છે. તેમ બ્રહ્મ એટલે આત્માનું સ્વરૂપ પણ વાણીથી વર્ણવી શકાય નહીં. પણ અનુભવી શકાય એવું છે. છતાં જગતવાસી જીવો આત્માને ક્ષણિક કુટનિત્ય વગેરે અનેકરૂપે એકાંતે માની બેઠા છે. પણ સંત એવા જ્ઞાની પુરુષો અનેકાંતવાદથી કહે છે કે તેવું આત્માનું સ્વરૂપ નથી. //પા મોહ વિષે મીઠાશ જગતને–લાડી, વાડી, ગાડી રે આ ભવમાં ભોગવવા ઇચ્છ, ઇચ્છે તેહ અગાડી રે. શ્રીમદ્ અર્થ - જગતવાસી જીવો આત્માને અન્યરૂપે માની, મોહમાં મીઠાશ હોવાથી ઘર્મ કરીને પણ લાડી, વાડી, ગાડી આદિને જ ઇચ્છે છે. આ ભવમાં ઘર્મના ફળ ઇન્દ્રિય સુખ ભોગવવા ઇચ્છે અને પરભવમાં પણ મને ઇન્દ્રિય સુખો મળે એ જ કામના બુદ્ધિથી ઘર્મક્રિયાના અનુષ્ઠાન કરે છે. આવા એ આશા છે ભૂતનો ભડકો, આશ તજો” ઉપદેશે રે, સંત-જનો ઉર આણી કરુણા, સમજુ જન શીખ લેશે રે.” શ્રીમદ્દ અર્થ - ભગવાનની ભક્તિ કરીને પણ ઇન્દ્રિય સુખ મેળવવાની આશા રાખે છે. એ ઇચ્છારૂપી ભૂતનો ભડકો એમને બાળી નાખશે અર્થાત્ એમનો અમૂલ્ય માનવદેહ નષ્ટ કરી દેશે. માટે સંત એવા જ્ઞાનીજનો હૃદયમાં કરુણા લાવી ઉપદેશ છે કે હે ભવ્યો! તમે ઇન્દ્રિય સુખની આશા તજી દ્યો. એ સુખ નથી પણ આ ભવમાં ત્રિવિઘતાપ આપનાર અને પરભવમાં પણ દુર્ગતિએ લઈ જનાર વસ્તુ છે. માટે ત્યાગવા યોગ્ય છે. એવી શિખામણને જે સમજુ ભાગ્યશાળી હશે તે જ ગ્રહણ કરશે; બીજા કરી શકશે નહીં. શા જિજ્ઞાસું કહે: “સત્ય વચન તમ, પણ જગ કેમ ન જાણે રે? હિતકારી પણ કટુ ઔષઘને માતા પાય પરાણે રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ એવો આત્માર્થી કહે : તમારું કહેવું સત્ય છે. છતાં જગતવાસી જુવો તેને કેમ જાણતા નથી? જેમ હિતકારી ઔષધ ભલે કડવું હોય તો પણ માતા બાળકને પરાણે પાય છે. તેમ જગતના જીવોને સંતપુરુષોએ હિતકારી ઉપદેશ કટુ ઔષઘની જેમ પરાણે પણ પાવો જોઈએ. ટાા સત્યમતિ કહે : “ઘંઘા સમ સૌ ઘર્મ થયા કળિ-ભાવે રે મારું તે સારું' સૌ માને, સમ્યક જ્ઞાન અભાવે રે. શ્રીમદ્ અર્થ :- સત્યમતિ કહે : આ કળિકાળમાં તો કળિ એટલે પાપ ભાવનાથી સૌ ઘર્મ ઘંઘા સમાન બની ગયા છે. સર્વે “મારું તે સારું' એમ માને છે. સમ્યકજ્ઞાનના અભાવે અમે કહીએ છીએ તે જ સાચો માર્ગ છે એમ સૌ માની બેઠા છે. લા. પોતાનો કોઈ શિષ્ય કરે જો સંત-સમાગમ બીજે રે. તો કુંગુરુને તાવ ચઢે છે; સાચી-ખોટી ચીજે રે– શ્રીમદ્ અર્થ - પોતાનો કોઈ શિષ્ય બીજા સંતનો સમાગમ કરે તો કુગુરુને તાવ ચઢે છે. તે શિષ્યને સાચું Page #117 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧૦૯ ખોટું કહીને પણ બીજા સંતના સમાગમથી તેને દૂર કરે છે. “જીવને સન્મુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ઘર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે” એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુ આશ્રિત જીવ બોઘશ્રવણ અર્થે સરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.” (વ.પૃ.૬૮૫) I/૧૦થી સંત વગોવે, શોઘ તજાવે, લોકલાજથી દાબે રે, બાળબુદ્ધિ જીવોને મોહે કુંગુરુ રાખે તાબે રે. શ્રીમદ્દ અર્થ - કુગુરુ હોય તે શિષ્ય પાસે સાચા સંતના વગોવણા કરી તેને સાચી શોઘ કરતા અટકાવે છે. નહીં છોડે તો લોકલાજની બીક બતાવીને પણ તેના ઉપર દબાણ લાવે છે. એમ બાળબુદ્ધિ જેવા અજ્ઞાની જીવોને મોહી એવા કુગુરુઓ પોતાના તાબામાં રાખે છે; સતુ જાણવા દેતા નથી. ||૧૧|| મોહી ગુરુ પેઠે નહિ સંતો વાડા રચી વઘારે રે, ઊલટા-આગ્રહ તે તોડાવે, હિત બતાવી સુથારે રે. શ્રીમદ્ અર્થ - મોહી કુગુરુની જેમ સંતપુરુષો ગચ્છમતના વાડા રચી તેને વધારે નહીં. પણ તે મહાપુરુષો, વિપરીત ગચ્છમતના થઈ ગયેલા આગ્રહોને તોડાવે છે અને આત્માનું સાચું હિત શામાં છે તે બતાવી જીવોના ભાવ સુધારે છે. ૧૨ાા. સત્સંગતિનો યોગ બને ના, જિજ્ઞાસા નહિ જબરી રે, કુંગુરુ-સંગે મમતા પોષે, સમજ પામવી અઘરી રે. શ્રીમદ્ અર્થ - ઉપરોક્ત કારણોને લઈને જીવોને સત્સંગતિનો યોગ બનતો નથી. તેમજ પૂર્વનું આરાઘકપણું નહીં હોવાથી આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા પણ એવી જબરી નથી. તેથી માત્ર કુગુરુના સંગમાં આવવાથી પોતાના ગચ્છમતની મમતાને પોષવામાં જ ઘર્મ માને છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મની સાચી સમજ પામવી તેમના માટે અઘરી થઈ પડી છે. /૧૩ પ્રેમ પરાણે કદી ન થાયે, પરિચય સત્નો દુર્લભ રે; જીવ જરા જો જોર કરે તો, સત્સંગે સૌ સુલભ રે. શ્રીમદ્દ્ર અર્થ :- સન્માર્ગ પ્રત્યે કદી પ્રેમ પરાણે કરાવી શકાય નહીં કે થાય નહીં, તેમજ ઉપરોક્ત કારણોથી સત્યવસ્તુનો પરિચય થવો તેમને દુર્લભ થઈ પડ્યો છે. પણ જીવ જરા બળીયો થઈ, લોકલાજ કે કુગુરુનો સંગ તજી મધ્યસ્થી થઈને સત્સંગ કરે તો સત્ જણાય અને મોક્ષનો માર્ગ તેને માટે સર્વ પ્રકારે સુલભ થઈ શકે છે. ૧૪ નથી મળ્યા સત, નથી સુપ્યું સત, નથી સત્ શ્રદ્ધયું જીવે રે, તો કલ્યાણ કહો શું થાય? પ્રગટે દીવો દીવે રે. શ્રીમદ્ અર્થ - અનાદિકાળના પરિભ્રમણમાં જીવને સસ્વરૂપ એવા સપુરુષ મળ્યા નથી, તેમના સરૂપ વચનો સાંભળ્યા નથી કે સત્ય એવા આત્માદિ તત્ત્વોની જીવે શ્રદ્ધા કરી નથી. તો કહો જીવનું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કલ્યાણ કેવી રીતે થાય? દીવાથી દીવો પ્રગટ થાય છે. તેમ આત્મજ્ઞાની પુરુષ મળવાથી અને તેમની આજ્ઞા આરાઘવાથી જ જ્ઞાનરૂપી દીવો ઘટમાં પ્રગટ થાય છે. “અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સ” મળ્યા નથી, “સ” સુપ્યું નથી, અને “સ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.” (વ.પૃ.૨૪૬) //ઉપાા તે મળવાથી, તે સુણવાથી, તે શ્રદ્ધાથી થાશે રે, આત્માથી ભણકારો જીંવને હૂંટવાનો, ઘૂંટી જાશે રે. શ્રીમદ્દ અર્થ :- સાચા સપુરુષ મળવાથી, તેની વાણી ભાવપૂર્વક સાંભળવાથી, તેની અંતરથી શ્રદ્ધા કરવાથી, આત્મામાંથી જન્મમરણના દુઃખોથી છૂટવાનો જીવને સાચો ભણકાર થશે અને તે જીવ સર્વ પ્રકારના દુઃખોથી જરૂર છૂટી જશે. ./૧૬ાા | સર્વ જીવને સુખી કરવાને ઇચ્છે સર્વે સંતો રે, લોક બળે મમતા-અગ્નિથી, જાણે ન મોહે સૂતો રે. શ્રીમદ્ અર્થ - સર્વ સંતપુરુષો જગતના સર્વ જીવોને સુખી કરવા ઇચ્છે છે. આખો લોક બધો મમત્વભાવરૂપ અગ્નિથી બળી રહ્યો છે. પણ સંસારી જીવો મોહ નિદ્રામાં સૂતેલા હોવાથી તેને જાણી શકતા નથી. ૧થા જગાડવા પોકાર કરે છે, જે સમજે તે નાસે રે, નાસનારને માર્ગ બતાવે; પણ જે તેથી ત્રાસે રે- શ્રીમ અર્થ :- જ્ઞાની પુરુષો જીવોને મોહ નિદ્રામાંથી જગાડવા પોકાર કરીને કહે છે કે હે જીવો! આ આરંભ પરિગ્રહ અગ્નિ જેવો છે, તેમાં બળી મરશો, માટે ઊઠીને ભાગો ભાગો. જે ભાગ્યશાળી આ વાતને સમજશે તે તો આ મોહ નિદ્રામાંથી જાગૃત થઈને ભાગી જશે. જે જાગૃત થશે તેને જ્ઞાની પુરુષો જરૂર માર્ગ બતાવશે. પણ માર્ગ બતાવતાં જો જીવને તે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ ત્રાસરૂપ લાગશે તો જ્ઞાની પુરુષો મૌન થઈ જશે. ૧૮ તેને પકડી ભય ના તે દે, દૂર રહી પોકારે રે, સૂઈ રહે, બળતું ના દેખે, ટાઢ જવાથી ઘોરે ૨. શ્રીમ અર્થ:- જ્ઞાની પુરુષની વાણીથી જીવને જો ત્રાસ થાય, તો તેને પકડી જ્ઞાની કંઈ ભય બતાવે નહીં. તે તો માત્ર દૂર રહી ઉપદેશ આપી જાગૃતિ આપવા પોકાર કરે. છતાં મોહ નિદ્રામાં જ ઘોરી રહે અને ત્રિવિધ તાપની બળતરાને ગણે નહીં, પણ તે બળતરાને ઊલટી વઘારે સારી માની જેમ ગરમીથી ટાઢ જાય તેમ માની મોહનીંદ્રામાં જ વઘારે ઘોરે તેને પછી જ્ઞાની કંઈ કહેતા નથી II૧૯ો. હાકલથી પણ દુઃખ ગણે તો શાંતિ સંત ઘરે છે રે, એવો સંત-સ્વભાવ દયાળુ દુઃખ ન દેવા ઇચ્છે રે.” શ્રીમદ્ અર્થ – મોહના કારણે ત્રિવિઘ તાપથી બળતા જીવોને જ્ઞાની પુરુષ સુખનો માર્ગ બતાવવા ઇચ્છે; પણ તેમની હાકલથી જ એમ માની લે કે આ અમારું ઇન્દ્રિયસુખ છોડાવી દેશે એમ જાણીને દુઃખી થાય Page #119 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧૧૧ તો સત્પુરુષો શાંતિને ઘારણ કરી મૌન થઈ જાય છે. એવો સંત પુરુષોનો સ્વભાવ દયાળુ છે કે તેઓ કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ દેવા ઇચ્છતા નથી. ।।રહ્યા કહે જિજ્ઞાસુ : ‘ત્યાગી મુંઢે બાળકને લલચાવી રે, કર્યા કાયદા સરકારે પણ કરુણા કેમ ન આવી રે?'' શ્રીમદ્ અર્થ :– જિજ્ઞાસુ એવો આત્માર્થી ફરી બીજો પ્રશ્ન કરે છે કે આ કળિયુગમાં વૈષઘારી ત્યાગીઓ, અજ્ઞાની એવા બાળકને પોતાનો શિષ્ય બનાવવા માટે છ-છ મહિના સાથે ફેરવી લલચાવીને મુંડી નાખે અર્થાત્ દીક્ષા આપી દે છે. સરકારે પણ આવા અજ્ઞાની બાળકને મૂંડવા નહીં એવા કાયદા કર્યા છતાં પણ તે વેપધારી ત્યાગીઓને એવા બાળક ઉપર દયા કેમ ન આવી? કે આ બાળક બિચારો તરવારની ધાર પર ચાલવા સમાન આ ચારિત્ર ધર્મને કેવી રીતે પાળી શકરો ॥૨॥ સત્યમતિ કહે : “જનગણ-રંજન કરનારો તે રાજા રે, પ્રજાતલ કરનારો કોઈ મૂકે જો નિજ માજા રે. શ્રીમદ્ અર્થ : જવાબમાં સત્યમતિ કહે : જનના સમુહને રંજિત કરનાર હોય તે સાચો રાજા કહેવાય. પણ કોઈ રાજા પ્રજાકતલ કરનારો આવી જાય અર્થાત્ પ્રજાને અનેક રીતે દુઃખ આપવામાં જો પોતાની માજા એટલે મર્યાદા મૂકી દે તો તેને કોણ છોડાવે. તેમ કહેવાતા ત્યાગીઓ પણ બિચારા બાળક એવા અજ્ઞાનીને લલચાવીને કૂંડી દે તો બીજો તેની કોણ રક્ષા કરે? ॥૨૨॥ રાજ્ય પ્રજાસત્તાક થયાં છે દુઃશાસનથી બચવા રે, રામ-રાજ્ય પણ કોઈ ન ભૂલે; દોષ હોય તે તજવા રે. શ્રીમદ્ અર્થ :– એવા ખોટા રાજાના દુ:શાસનથી બચવા માટે પ્રજાની સત્તાવાળા પ્રજાતંત્ર રાજ્ય બન્યા છે. રામ રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી. તેને આજે પણ કોઈ ખુલતું નથી. તેમ પ્રજાસત્તક રાજ્યમાં પન્ન કોઈ દોષ હોય તો તેને તજવા જોઈએ. રા તેમ જ સંત-સમાજ વિષે પણ ઘણા દયાના દરિયા રે; અવિવેકી કોઈ પૂર્વ-પુણ્યવશ વર્તે મોહે ભરિયા રે. શ્રીમદ્ અર્થ :— તેવી જ રીતે સંતપુરુષોના સમાજમાં પણ ઘણા દયાના સમુદ્ર જેવા હોય છે, નાસ્તિ નથી. કોઈ અવિવેકી એવા કહેવાતા સંતપુરુષો પૂર્વના પુણ્યવશ બાહ્યચારિત્ર પામી ગયા પન્ન હજી તેમનું વર્તન મોથી જ ભરેલું જણાય છે. ।।૨૪।। શિષ્યમોહથી મૂંડે શિશુગણ, જગદ્ગુરુ થઈ ફરતા રે, દીક્ષા દર્દી ઉદ્ઘાર કરું છું, એમ વિચારો કરતા હૈ. શ્રીમદ્॰ અર્થ :— આવા કહેવાતા મોહી સંતો શિષ્ય બનાવવાના લોભથી બાળકોને મૂંડી દે છે અને પોતે જ પોતાને જગદ્ગુરુ માની ફર્યા કરે છે અને એમ માને છે કે હું તો જીવોને દીક્ષા દઈ તેમનો ઉદ્ધાર કરું છું. ર૫ા કર્યાં કાયદા તેથી બચવા, સર્વ સમાજ ન તેવો રે, અપવાદરૂપ પ્રસંગ તણો ના મુખ્ય દાખલો લેવો રે.” શ્રીમદ્ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- એવા કહેવાતા સંતોના અયોગ્ય વર્તનથી બચવા માટે જ સરકારે કાયદા કર્યા છે. બધો સંત સમાજ તેવો નથી. કોઈ અપવાદરૂપ કુગુરુના પ્રસંગો આવા બની આવે તો તેનો મુખ્ય દાખલો લેવા યોગ્ય નથી. રજા જિજ્ઞાસુ કહે : “આશ્રમથર્મો જૈનજનો ના માને રે, તેથી ત્યાગ તણા ઉપદેશો કેવલ, નાખે કાને રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ કહે : આ ચાર આશ્રમ ઘમ - બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમને જૈન લોકો માનતા નથી. અને માત્ર સંસાર ત્યાગ કરો એવા ઉપદેશો જ બઘાને કાને નાખે છે. ગરબા સત્યમતિ કહે : “હે! જિજ્ઞાસુ, મોક્ષ લક્ષ છે સૌનો રે, સપુરુષાર્થ વિના ન મળે તે, લાગ મળ્યો નરભવનો રે. શ્રીમદ્દ અર્થ - ઉત્તરમાં સત્યમતિ કહે : હે જિજ્ઞાસુ! જૈન લોકો ત્યાગનો ઉપદેશ શા માટે આપે છે કે તે સર્વનો લક્ષ મોક્ષ પ્રાપ્તિનો છે. તે મોક્ષ, સંસાર ત્યાગી સપુરુષાર્થ કર્યા વિના મળતો નથી, અને આ મનુષ્યભવમાં સપુરુષાર્થ કરવાનો ઉત્તમ લાગ મળ્યો છે. માટે તે ચૂકવો જોઈએ નહીં, કેમકે કળિયુગમાં આયુષ્યનો કંઈ ભરોસા નથી. રા નરભવમાં ના સો વર્ષોનું નિશ્ચિત સૌનું આયુ રે, પચીસ પચીસ વર્ષોના આશ્રમ પૅરા કરે દીર્ધાયુ રે. શ્રીમદ્ અર્થ :- આ મનુષ્યભવમાં બઘાનું સો વર્ષનું આયુષ્ય થશે એવું કંઈ નિશ્ચિત નથી. પચ્ચીસ પચ્ચીસ વર્ષોના ચાર આશ્રમો તો જો સો વર્ષનું નિશ્ચિત દીર્ધાયુ હોય તો પૂરા થઈ શકે. રા. અલ્પ ર્જીવનમાં જો એ પાળો તો શિવ-સાઘન ખોશો રે, ગૃહજીવન પૂરું થાતાં તો અંત જીંવનનો જોશો રે. શ્રીમદ્ અર્થ - આ અલ્પ જીવનમાં ચાર આશ્રમોનું પાલન કરતાં વાનપ્રસ્થ અને સંન્યસ્થ આશ્રમ જો પ્રાપ્ત ન થયા તો મોક્ષનું સાઘન ખોઈ બેસીશું. કેમકે આ કાળમાં ગૃહસ્થ જીવન પૂરું થતાં તો જીવનનો અંત જોશો. જીવન હશે તો પણ શારીરિક શક્તિઓ ઘટી ગયેલી જણાશે. તેથી આત્માર્થ સાધી શકાશે નહીં. માટે અલ્પ આયુષ્યવાળા આ જીવનમાં આશ્રમધર્મ પાળવો યોગ્ય જણાતો નથી. ૩૦ નારદ, શુકદેવ, સનત્કુમારો આજીવન બ્રહ્મચારી રે, ગૃહાશ્રમ ના માંડે તેથી થશે શું દુર્ગતિઘારી રે? શ્રીમદ્ અર્થ :- નારદ, શુકદેવ, સનત્કુમારો વગેરે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર આજીવન બ્રહ્મચારી રહ્યા છે. કોઈ ગૃહસ્થાશ્રમ ન માંડે અને યુવાવયમાં પણ ત્યાગ લઈને આત્માર્થ સાથે તો શું તે દુર્ગતિમાં જશે? ત્યાગભાવ જ ઉત્પન્ન થવો દુર્લભ છે. તે જેને થાય તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. ૩૧ વર્તમાન સમાજ વિષે તો આશ્રમ શબ્દ જ શાસ્ત્ર રે, અન્ય ઘર્મને દૂષણ દેવા વાપરતા કુનેગે રે. શ્રીમદ્ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧૧૩ અર્થ :— વર્તમાન સમાજમાં તો આ ચાર આશ્રમોના શબ્દો કેવળ શાસ્ત્રમાં જ રહ્યા છે. માત્ર બીજા ધર્મોને કુનેત્ર એટલે દોષવૃષ્ટિથી જોવા અને તેમની નિંદા કરવા અર્થે આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ।।૩૨। પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય તો આજે વિરલા સેવે રે, એ અભ્યાસ-સમય ચુકાવી પુત્રપુત્રી પરણાવે રે. શ્રીમદ્ અર્થ :— આજના સમયમાં પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યવ્રત તો કોઈ વિરલા પાળે છે. પચીસ વર્ષ સુધીનો સમય તો અભ્યાસને માટે છે. પણ તે મૂકાવી પુત્રપુત્રીને પહેલાં જ પરણાવી દે છે. ।।૩૩।। ક્રમાી કરવા કરે. ઉતાવળ, ભોગ-સરે જોડે રે, જ્ઞાનકથા સુણવા ના નવરા, ધંધા કરવા દોઢે રે. શ્રીમદ્′′ અર્થ :— પરણ્યા પછી પૈસાની કમાણી કરવા ઉતાવળ કરે છે. પતિપત્ની બન્નેને ભોગેચ્છા હોવાથી, બળદોને જેમ ગાડાના ઝૂંસરામાં જોડે તેમ બન્ને જોડાઈ જઈ સંસારરૂપી ગાડીનો ભાર વહન કર્યા કરે છે. સમ્યક્ તત્ત્વજ્ઞાન સાંભળવા માટે તેમને નવરાશ નથી; પણ ઘંઘા કરવા માટે દોડાદોડ કરે છે. ।।૩૪। અંતિમ દ્વય આશ્રમનો પરિચય કોણ કરાવે કળિમાં રે? ઘનતૃષ્ણા સહ સઘળા મરતા મોહપુષ્પની કીમાં રે, શ્રીમદ્ = અર્થ :— અંતિમ વાનપ્રસ્થ અને સંન્યસ્થ આશ્રમનો પરિચય આ કળિકાળમાં તેમને કોણ કરાવે? સત્પુરુષના લગભગ અભાવ જેવો આ કાળ વર્તે છે. તેથી મોહરૂપ પુષ્પની કળીમાં આસક્ત થઈ ઘનની તૃષ્ણા કરતાં કરતાં સઘળા જીવો મરી જાય છે. ।।૩૫।। મોસૈન્ય આશ્રમને લૂંટે, તેને કોણ નિવારે રે? ત્યાગી કે વૈરાગ્ય જનોની વાણી ચઢતી વારે રે. શ્રીમદ્ અર્થ :— આ મોહરૂપી સેના આશ્રમઘર્મને લૂંટે છે, પણ તેને કોણ નિવારી શકે ? તો કે ત્યાગી અને વૈરાગી જનોની વાણી તેમને વહારે જાય છે; અર્થાત્ તેમને મોહથી નિવારવા પ્રયત્ન કરે છે. ।।૩૬। ઝાઝું રે, સાચું રે. શ્રીમદ્′′ તિકારી વચનો પણ ખૂંચે, મોહલ્પેન જો આવી પડેલી આપત્તિ પણ ના દેખે એ અર્થ – ત્યાગી વૈરાગી જ્ઞાનીપુરુષોના હિતકારી વચનો પણ જો મોતની ઘેલછા વિશેષ છે તો તેને ખૂંચે છે; ગમતા નથી. મોહની ઘેલછા ઘણી છે તો સંસારમાં આવી પડેલી ત્રિવિધ તાપરૂપ આપત્તિને પણ તે ગણતો નથી; એ સાચી વાત છે. ।।૩૭।। જીવન વ્યવસ્થિત સદ્વિચારે બને, મોહ જ્યાં મટશે રે, નિર્મોહી નરના દૃષ્ટાંતે કે વચને તે ઘટશે રે. શ્રીમદ્ : અર્થ ઃ— જ્યારે સદ્વિચારથી કરી મોહની ઘેલછા મટશે ત્યારે જીવન વ્યવસ્થિત બનશે. તે ઘેલછા નિર્મોહી સત્પુરુષોના હૃષ્ટાંતે કે તેમનાં વચનો દ્વારા ઘટશે ત્યારે જીવ કલ્યાણ સન્મુખ થશે. II૩૮।। વૈરાગ્યભોમિયો શિવપથદર્શક, ત્યાગ તણો સહકારી રે, વૈરાગી, ત્યાગી, સંસ્કારી મોક્ષમાર્ગ-અધિકારી રે. શ્રીમદ્ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - વૈરાગ્યરૂપ ભોમિયો એ મોક્ષમાર્ગ બતાવનાર છે, તે ત્યાગભાવને મદદ આપનાર છે. જે વૈરાગી, ત્યાગી કે સંસ્કારી છે તે જીવો મોક્ષમાર્ગના સાચા અધિકારી છે. ૩૯ ત્યાગી બાળ વૈરાગ્ય વિનાનો મોહ-રમકડાં રમતો રે, જન્મ-અંઘ કરતાં પણ ભૂંડો ભવ-વનમાં અતિ ભમતો રે.” શ્રીમદ્ અર્થ:- બાહ્યથી ત્યાગી છે પણ બાળ એટલે અજ્ઞાની છે. વૈરાગ્ય વગરનો છે તો તે બાહ્ય ત્યાગ હોવા છતાં મોહની રમત રમ્યા કરે છે. તે જીવ જન્મથી આંધળા વ્યક્તિ કરતાં પણ વધારે ભૂંડો છે. કેમકે જગતને સ્વયં ત્યાગી છે એમ બતાવી અંદરથી મોહમાં આસક્ત હોવાથી સંસારરૂપી વનમાં અનંતકાળ સુધી ભ્રમણ કર્યા કરશે. ૪૦ના. જિજ્ઞાસુ કહે: “ત્યાગ કરે જો, બથા જગતના લોકો રે, તો શું ખાશે સઘળા સાથું? તજો ત્યાગની પોકો રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ કહે જગતના બઘા લોકો ત્યાગ કરશે તો સાધુપુરુષો શું ખાશે? માટે આવા ત્યાગનો ઉપદેશ મૂકી દો. ૪૧ સત્યમતિ કહે : “શાંતિ ઘરીને સુણ વિચારો ચઢતા રે સરખાં સૌનાં કર્મ ન હોયે; બઘા ન માંદા પડતા રે. શ્રીમદ્ અર્થ - ઉત્તરમાં સત્યમતિ એવા સદ્ગુરુ કહે : શાંતિ ઘારણ કરીને ચઢતા વિચારો સાંભળ કે સર્વ જીવોના કર્મ એક સરખા હોતા નથી. જેમકે જગતમાં બધા સાથે માંદા પડતા નથી. માટે તેમની સેવા ચાકરી કોણ કરશે એવા વિકલ્પો કરવા યોગ્ય નથી. ૪રા. જ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય જે જન તજતા સૌ વ્યવહાર રે, તેવા જગમાં વિરલા જાણો, તે તો જગ-શણગાર રે. શ્રીમદ્ અર્થ - જ્ઞાનગર્ભિત એટલે સમજણપૂર્વકના વૈરાગ્યથી જગતના સર્વ વ્યવહારને છોડી દે તેવા જગતમાં વિરલા જાણો. તેવા પુરુષો આ જગતના શણગારરૂપ છે અર્થાત્ તેમના પુણ્યબળે આ જગતમાં ન્યાયનીતિ, દયા વગેરે પ્રવર્તે છે અને સર્વ સુખી જણાય છે. II૪૩ પુણ્યવંત તે સંતજનોના પુણ્ય સઘળું પાકે રે, તેવા જો જગમાં ના હોય, પાપી જન ઘૂળ ફાકે રે. શ્રીમદ્ અર્થ - પુણ્યવંત સંતજનોના પુણ્ય જગતમાં સઘળું પાકે છે. તેવા સત્પરુષો જો જગતમાં ન હોય તો પાપી લોકો ધૂળ ફાંકે અર્થાત્ ખાવાપીવાની સામગ્રી પણ હાથ આવવી મુશ્કેલ થઈ પડે. ૪૪ો. સપુરુષોની સંખ્યા ઘટતાં દુષ્કાળો દેખાતા રે, રાતદિવસ જન કરે વેંતરાં તોય ન પૂર્ણ ઘરાતા રે. શ્રીમદ્ અર્થ :- સપુરુષોની સંખ્યા ઘટી જવાથી આ દુષ્કાળો કે અતિવૃષ્ટિ વગેરે દેખાય છે. તથા રાતદિવસ વૈતરા કરવા છતાં પણ વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવો પૂર્ણ થરાતા નથી. //૪પાા Page #123 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧ ૧ ૫. વળી વિચારોઃ પશુપંખીઓ સંગ્રહ કાંઈ ન રાખે રે, પ્રારબ્બાથીન પામી રહે છે, વળી સંખ્યા ગણ લાખે રે. શ્રીમ અર્થ :- બઘા ત્યાગ કરે તો લોકો શું ખાશે એમ જિજ્ઞાસુએ કહ્યું તેના ઉત્તરમાં ફરી જણાવે છે : વળી તમે વિચારો કે પશુપંખીઓ કોઈ વસ્તુનો સંગ્રહ કરીને રાખતા નથી. તો પણ પુરુષાર્થ વડે પ્રારબ્ધાશીન તેઓ આહારપાણી પામી રહે છે. તેઓ લાખોની સંખ્યામાં છે. તેમ ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું? એમ મહાપુરુષો કહે છે. આ તો જીવને ત્યાગ કે ભક્તિ કરવી નથી માટે માત્ર બહાનાં કાઢે છે. ૪૬ાા સંતજનોના ઉપદેશે તો પુણ્યમાર્ગ જન જાણે રે, પુણ્યાથીન સૌ સંપદ પ્રગટે; મૂળ ન કેમ પિછાણે રે? શ્રીમ અર્થ - સંતપુરુષના ઉપદેશથી જ જીવો પુણ્ય પ્રાપ્તિનો માર્ગ જાણે છે. પુણ્યને આધીન સર્વ સંપત્તિ જીવોને પ્રાપ્ત થાય છે. તે સર્વ સુખશાતાનું મૂળ તો પુરુષ છે તેને કેમ ઓળખતો નથી? સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આશીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાથિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પૃ.૨૬૯) //૪ળા જગ-જીવો જેનાથી જીવે, જે જગના આઘાર રે, તેની નિંદા તજી, કરી લે ગુણગ્રામે ભવ-પાર રે.” શ્રીમદ્ અર્થ - જગતવાસી જીવો જેના યોગબળે સુખે જીવે છે, જે જગતમાં શાંતિના આઘાર છે, એવા મહાપુરુષોની નિંદા મૂકી દઈ; તેમના ભક્તિપૂર્વક ગુણગ્રામ કરી આ સંસારસમુદ્રથી પાર ઊતરી જા. ૪૮ જિજ્ઞાસું પૂછે : “શું સાચું જિનમતમાંહી સઘળું રે? દોષ ઘણા દેખાડે લોકો, કેમ સમજવું સવળું રે? શ્રીમદ્ અર્થ :- જિજ્ઞાસુ ફરી પ્રશ્ન પૂછે છે કે શું જિનમત એટલે જિનેશ્વરે જે જીવાદિ તત્ત્વો વિષે માન્યતા ઉપદેશી તે શું સઘળી સાચી છે? લોકો તો તેમાં ઘણા દોષ દેખાડે છે. તો તે માન્યતાને સવળી કેમ સમજવી? ૪૯ાા સત્યમતિ કહે : “જિનપતિ સર્વે સર્વજ્ઞ, વીતરાગી રે, મોહરહિત, ના અવળું બોલે, મમતા જેણે ત્યાગી રે. શ્રીમદ્ અર્થ - જિનમતમાં બધું સવળું કેમ છે તેના કારણો સત્યમતિ હવે જણાવે છે : જિનપતિ એટલે જિનેશ્વર સર્વે સર્વજ્ઞ અને મોહરહિત વીતરાગી હોય છે. તેઓ સર્વજ્ઞ હોવાથી કોઈ પદાર્થ તેમનાથી અજાણ્યો નથી, માટે તેઓ અજ્ઞાનવશ કદી અવળું બોલે નહીં. અને વીતરાગી હોવાથી સર્વ પદાર્થની મમતા જેણે ત્યાગી છે એવા તે મોહવશ બની કદી અવળું ભાખે નહીં; પણ સદા સવળું જ બોલે. //૫૦ના સહજ સ્વરૃપ જોયું છે તેવું વસ્તુ માત્રનું વદતા રે, ઉત્તમ અધિકારી ગણઘર સમ શાસ્ત્ર પાત્રમાં ભરતા રે. શ્રીમદ્ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જિનેશ્વરોએ જેવું વસ્તુનું સહજ એટલે સ્વાભાવિક સ્વરૂપ પોતાના જ્ઞાનમાં જોયું છે તેવું જ માત્ર કહે છે. ઉત્તમ અધિકારી એવા ગૌતમ જેવા ગણધર પુરુષો તે ભગવાનના ઉપદેશને ક્રમપૂર્વક શાસ્ત્રરૂપી પાત્રના આકારે ગોઠવી કંઠસ્થ રાખે છે. પ૧ાા. ઉપરાઉપરી બાર વર્ષના દુષ્કાળોમાં પૂર્વે રે, યુતવારી અતિ વિરલ રહ્યાથી શાસ્ત્ર ભુલાયાં સર્વે રે. શ્રીમદ્ અર્થ – ઉપરાઉપરી બાર વર્ષના પૂર્વે દુષ્કાળો પડવાથી શ્રુતના ઘારક કે જેને એ શાસ્ત્રો કંઠસ્થ હતા તેવા પુરુષો અત્યંત વિરલ રહેલા હોવાથી તે શાસ્ત્રો સર્વે ભુલાઈ ગયા. //પરા રહ્યુંસહ્યું તે ગ્રંથારૂંઢ આ આગમરૂપે હાલ રે, સદ્ગશ્યોગ વિના સમજાવું દુર્ઘટ, એવી ચાલ છે. શ્રીમદ્ અર્થ :- તેમાંથી જે જ્ઞાન રહ્યું તે ભગવાન મહાવીરના નવસો વર્ષ પછી વલ્લભીપુરમાં બધા આચાર્યોએ ભેગા મળી ગ્રંથારૂઢ એટલે ગ્રંથોમાં લખાવી દીધું. તે આગમરૂપે આજે વિદ્યમાન છે. પણ સદ્ગુરુના યોગ વગર તે ભગવાનની સ્યાદવાદ વાણીનું રહસ્ય સમજાવું દુર્ઘટ છે, એવી અનાદિની ચાલ છે. આપણા સત્ય અગ્નિનો એક જ તણખો યોગ્ય સામગ્રી મળતાં રે, સર્વ લોક સળગાવી મૂકે તેમ કર્મ તો બળતાં રે. શ્રીમદ્ અર્થ:- સાચી અગ્નિનો એક જ તણખો તેને યોગ્ય સામગ્રી મળતાં સર્વ લોકને સળગાવી શકે, તેમ પુરુષ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતાં સર્વ કર્મોને પણ બાળી શકાય છે. આપા પરમ પુરુષનું એક વચન પણ મોક્ષ સુઘી લઈ જાશે રે, સાચા અંતઃકરણે તે જો યોગ્ય જીવ ઉપાસે રે. શ્રીમદ્ અર્થ - જ્ઞાની પુરુષનું એક વચન પણ જીવને મોક્ષ સુધી લઈ જાય છે. સાચા અંતઃકરણે યોગ્ય જીવ જો જ્ઞાનીની આજ્ઞાને ઉપાસે તો કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. જેમ શ્રેણિક રાજા પૂર્વભવમાં ભીલ હતા ત્યારે જ્ઞાની પુરુષ મળ્યા. તેમણે કાગડાનું માંસ ન ખાવાની પ્રતિજ્ઞા આપી. તે એક વચનનું ભીલે દૃઢતાપૂર્વક પાલન કર્યું. મરણ સ્વીકાર્યું પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો. તો તે શ્રેણિક આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર બની અનેક જીવોને તારી મુક્તિને મેળવશે. પપા જિનમતમાં સઘળા દર્શન છે નદીઓ સમ જલધિમાં રે, જિનમતનાં ઉત્તમ વચનો વળી બીજે દીસે સંધિ ત્યાં રે. શ્રીમદ્ અર્થ - જિનેશ્વરે કહેલા જૈનમતમાં બઘા દર્શનો એટલે ઘમ સમાય છે; જેમ બઘી નદીઓ વહીને જલધિ એટલે સમુદ્રમાં ભળે છે તેમ. જિનેશ્વરે ઉપદેશેલા વૈરાગ્ય ઉપશમના ઉત્તમ વચનો બીજા ઘર્મમાં પણ દેખાય છે. તે જૈનમત સાથે સંધિ એટલે જોડાયેલા છે અર્થાત જૈનમતમાંથી આવેલા છે. પકા સર્વજો દીઠેલાં તત્ત્વો યથાર્થ માન્ય સમકિત રે, તે તત્ત્વોનો બોથ થવો તે સમ્યકજ્ઞાન જ નિશ્ચિત રે. શ્રીમદ્ અર્થ :- સર્વજ્ઞ એવા જિનેશ્વરોએ કેવળજ્ઞાનવડે જાણી, જે સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છે પદ વગેરે તત્ત્વો જણાવ્યા છે, તેને યથાર્થ એટલે જેમ છે તેમ માનવાથી જીવને સમકિતની પ્રાપ્તિ થાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧ ૧૭ પછી તે તત્ત્વોનો યથાર્થ બોઘ થવો એટલે જેમ છે તેમ યથાર્થ સમજાઈ જવું તેને નિશ્ચયનયથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પણા ઉપાદેય તત્ત્વ પરિચય તે સમ્યકચરણ વિચારો રે, શુદ્ધાત્માકૅપ વીતરાગ પદ વિષે સ્થિરતા ઘારો રે. શ્રીમદ્ અર્થ :- ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વોનો પરિચય કરવો અર્થાત્ તેને આચરણમાં મૂકવા તેને સમ્યક ચારિત્ર કહ્યું છે એમ તમે વિચારો, અને શુદ્ધ આત્મસ્વરૂપ એવા વીતરાગપદમાં મનની સ્થિરતા કરો. Ifપટા. ત્રણે ગુણોની અભેદતા તે મોક્ષમાર્ગ, સૌ પામો રે; ગુરુ નિઝર્થ તણા બોઘે લ્યો તત્ત્વપ્રતીતિ-પરિણામો રે. શ્રીમદ્ અર્થ :- સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યકુચારિત્ર એ ત્રણેય ગુણોની અભેદતા એટલે એકતા કરવી એ મોક્ષનો માર્ગ છે. તેને હે ભવ્યો! તમે બઘા પામો. તેને પામવા માટે જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ એવા નિગ્રંથ આત્મજ્ઞાની સદ્ગુરુના બોઘે તત્ત્વો ઉપર શ્રદ્ધા થાય એવા ભાવોને જાગૃત કરો. “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ”-શ્રીમદ્ રાજચંદ્ર પા. સર્વજ્ઞ દેવ ને ઘર્મ યથારથ સદ્ગુરુ જ ઓળખાવે રે; ત્રણે તત્ત્વની પ્રતીતિથી જ તત્ત્વપ્રતીતિ આવે રે. શ્રીમદ્દ અર્થ – સર્વજ્ઞદેવ અને સાચા ઘર્મનું યથાર્થ સ્વરૂપ સદ્ગુરુ ભગવંત જ ઓળખાવી શકે. સદેવ, ગુરુ અને ઘર્મ એ ત્રણેય તત્ત્વની શ્રદ્ધાથી જ જીવને તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ૬૦ના જ્ઞાન-દર્શનાવરણ, મોહ ને અંતરાયના ક્ષયથી રે, સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ જ પ્રગટે છે નિશ્ચયથી રે. શ્રીમદ્દ અર્થ :- આત્મામાં રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મના ક્ષયથી જીવનો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ નિશ્ચયથી એટલે નક્કી પ્રગટ થાય છે. [૧] નિગ્રંથ પદ અભ્યાસે મુનિ ઉત્તરોત્તર ક્રમથી રે; તે જ માર્ગ છે પૂર્ણ થવાનો, સમજી લે અંતરથી રે. શ્રીમદ્ અર્થ - નિગ્રંથપદ એટલે મિથ્યાત્વ ગ્રંથિને સંપૂર્ણ છેદવાનો અભ્યાસ કરી મુનિ ઉત્તરોત્તર ક્રમ આરાઘને સર્વજ્ઞ વીતરાગદશાને પામે છે. એ જ માર્ગ સંપૂર્ણ આત્મશુદ્ધિ એટલે કેવળજ્ઞાન પ્રગટ કરવાનો છે. એ વાતને તું અંતરથી એટલે સાચા ભાવથી સમજી મનમાં દ્રઢ કરી લે. એ સિવાય મુક્તિ મેળવવાનો બીજો કોઈ સાચો માર્ગ નથી. કરા. સર્વજ્ઞ-કથિત સુઘર્મ-સમજ આ પરમશાંતિરસ-મૂળ રે, રહસ્ય આ સન્માર્ગ-મર્મરૃપ સર્વજીવ-અનુકૂળ રે !” શ્રીમ અર્થ - સર્વજ્ઞ પુરુષો દ્વારા બોઘેલો આ સમ્યઘર્મ પરમશાંતરસ પ્રાપ્ત કરવાનું મૂળ છે. આ સન્માર્ગ એટલે સાચા મોક્ષમાર્ગના મર્મરૂપ રહસ્ય જણાવ્યું. જે જગતના સર્વ પ્રાણીઓને અનુકૂળ અર્થાત્ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હિતકારી છે. ૬૩ જિજ્ઞાસુ કહે, વિનય કરી : “હે! સત્યમતિ, ઉપકારી રે, સંશય ટાળી, સન્મતિ આપી, કર્યો માર્ગ–અનુસારી રે.” શ્રીમ અર્થ - હવે જિજ્ઞાસુ મુમુક્ષ બની શ્રી ગુરુને વિનયસહિત કહે છે કે હે સત્યમતિ! આપ અમારા પરમ ઉપકારી છો. આપે સર્વ સંશયો એટલે શંકાઓને ટાળી, સન્મતિ અર્થાત્ સમ્યકુબુદ્ધિ આપીને મને સતુમાર્ગને અનુસરનારો કર્યો. એ આપનો પરમોપકાર કોઈ રીતે ભુલાય એમ નથી. અનંત જન્મમરણના નાશનો ઉપાય બતાવનાર શ્રી ગુરુનું માહાભ્ય લાગવાથી શિષ્ય બોલી ઉઠ્યો કે : “અહો! અહો! શ્રી ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો!અહો! ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર ૬૪. જિનમત સંબંધીની શંકાઓનું સમાધાન થયું હોય તો ભગવાન જિનેશ્વરે કહેલા વીતરાગમાર્ગને અવશ્ય આરાઘવો જોઈએ. વીતરાગમાર્ગ આરાઘનારે મોહનીયકર્મ બાંઘવાના ત્રીસ સ્થાનકને અવશ્ય જાણવા જોઈએ. એ કર્મના સ્થાનકમાં વર્તનાર જીવ ઉત્કૃષ્ટ સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંઘ કરી અનંતકાળ સુધી આ સંસારમાં ભટકી અનંતદુઃખ પામે છે. માટે ઘર્માભિલાષીએ આગળના પાઠમાં બતાવેલ આ ત્રીસ મહા મોહનીય કર્મના સ્થાનકને જાણી અવશ્ય વર્જવા જોઈએ. મોહનીય કર્મનો એક ભેદ દર્શનમોહ છે. તેને મહામોહ પણ કહ્યો છે. તે કયા કારણો વડે ગાઢ થાય તેવા સ્થાનકોને મહામોહનીય સ્થાનક કહ્યાં છે. તે સર્વને જાણી આત્માને ઘોર મહાપાપથી દૂર કરી શકાય છે. “દર્શનમોહને ઘણી વખત “મોહ” એવું નામ અપાય છે. પરંતુ દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી મોહનીય કર્મનો ત્રાસ જીવને લાગે એ અર્થે દર્શનમોહને પણ મહામોહનીય નામ અપાય છે અને મહામોહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શનમોહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમોહનીયકર્મનો ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી : “અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળમાંહી.” એ વિચારતાં સહજ સમજાશે.” ઓથામૃત ભાગ-૩ (પૃ.૨૮૫) “ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યા છે તે સાચાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯૮) (૬૨) મહામોહનીય સ્થાનક (લલિત છંદ) વિધિ સહિત હું રાજચંદ્રને, ગુરુ ગણી નમું ભાવવંદને; ભ્રમણ આ મહા-મોહથી બને, ક્ષય તમે કશો મોક્ષ-કારણે. ૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૬૨) મહામોહનીય સ્થાનક ૧૧૯ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને મારા ગુરુ ગણી તેમને હું વિધિસહિત ભાવપૂર્વક પ્રણામ કરું છું. આ સંસારમાં જીવોને ભટકવાનું કારણ મહામોહ છે. તે મહામોહને આપે મોક્ષ મેળવવાના હેતુએ ક્ષય કરી દીઘો. ૧ાા. ભવ અનેકમાં તે ભમાવતો, ભુલભુલામણીમાં રમાડતો, ભૃત સમાન એ દુષ્ટ ભાવમાં રમણતા કરાવે અભાનમાં. ૨ અર્થ – તે મહામોહ જીવોને અનેક ભવોમાં ભમાવે છે. સ્વસ્વરૂપને ભૂલાવી પરમાં સુખબુદ્ધિ કરાવી જીવોને તેમાંજ રમાડ્યા કરે છે. એ મોહ ભૂત જેવો છે. સ્વરૂપ અજ્ઞાનના કારણે આ મોહ, જીવોને રાગદ્વેષ, કામ, ક્રોધાદિ એવા દુષ્ટ ભાવોમાં રમણતા કરાવે છે. //રા ગણતરી કરી ત્રીસ ભેદની જિનવરે મહા-મોહનીયની : નદી, નવાણ એ વારિધિ વિષે ત્રસ ઍવો હણે ક્રૂર તે દસે. ૩ અર્થ - એ મહામોહનીય કર્મના જિનેશ્વર ભગવંતોએ ત્રીસ ભેદ ગણાવ્યા છે. તે આ પ્રમાણે છે : નદી, નવાણ એટલે તળાવ કે વારિધિ કહેતા સમુદ્ર આદિમાં રહેલ ત્રસ જીવોને હણનાર તે ક્રૂર જીવો ગણાય છે. ૩. પ્રથમ ભેદ એ–પેસ પાર્ટીમાં ઑવ ડૂબાડી દે વેરભાવમાં, કિર્તીય ભેદમાં મુખ બીડીને કર વડે હણે બોકડાદિને. ૪ અર્થ :- નદી તળાવ કે સમુદ્રના પાણીમાં રૌદ્રધ્યાનથી ત્રસ જીવોને હણવા કે વેરભાવથી જીવોને ડૂબાડી દેવા, એ મહા મોહનીય કર્મ બાંધવાનો પ્રથમ ભેદ ગણાય છે. - બીજા ભેદમાં પોતાના કર એટલે હાથે કરીને બોકડાદિનું મોઢું ઢાંકી, હૃદયને વિષે દુઃખ સહિત પોકાર કરતા એવા પ્રાણીઓને મારવાથી મહામોહનીય કર્મનો બંઘ થાય. ૪ તૃતીય ભેદમાં વીંટ વાઘરે શિર, ઍવો હણે; ક્રૂરતા ઘરે. શિર પરે કરી દુઃખદાયી ઘા વઘ, ચતુર્થ ભેદે, કરાય આ. ૫ અર્થ - ત્રીજા ભેદમાં વાઘર એટલે લીલાં ચામડાં આદિવડે મસ્તક વીંટીને જીવોને મારવા. એવી ક્રૂરતા કરવાથી મહામોહનીય કર્મ બંઘાય. ચોથા ભેદમાં મુગર કે ઘણ આદિવડે મસ્તકમાં ઘા કરી દુઃખ ઉપજાવી વધ કરે તેથી મહામોહનીય કર્મનો બંઘ થાય. //પા. બહુ જનો તણા નાથને હણે, મરણ ચિંતવે સ્વાર્થ-કારણે, ગણતરી વિષે ભેદ પાંચમો; “જિન કહે ખરું” ઉર એ રમો. ૬ અર્થ - ઘણા જીવોના સ્વામીને હણે. જેમ ઘર્માત્મા એવા ઉદયનરાજાને વિનયરત્ન શિષ્ય મારી નાખ્યો તેમ. અથવા પોતાના સ્વાર્થ કારણે બીજાનું મરણ ચિંતવે. જેમ શ્રેણિકનું રાજ્ય લેવા માટે તેના પુત્ર કોણિકે પિતાને કેદમાં નાખી દીઘા હતા. તેમ આ મહામોહનીય કર્મ બાંધવાનો પાંચમો ભેદ ગણાય છે. જિનેશ્વર ભગવંત આ બધું ખરું કહે છે એમ હૃદયમાં વાતને રમાવી દૃઢ કરો. કા. દીપ સમા મુનિ, બ્રહ્મચારીનો વઘ કરે ઍની, ઉપકારનો, કુ-શુકની ગણી દુષ્ટ કષ્ટદ ગુણ હણે, થયો ભેદ ષષ્ઠ જ. ૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જીવાદિ તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર દીપક સમાન એવા મુનિ, આચાર્ય, બ્રહ્મચારીનો વઘ કરવો અથવા પોતાના ઉપકારી પુરુષનો વઘ કરવો. જેમ પાલક મંત્રીએ પાંચસો સ્કંદકાચાર્યના શિષ્યોને ઘાણીમાં ઘાલી પીલી નાખ્યા તેમ. અથવા ગુણી એવા પુરુષો સામે મળે કુશુકન થયા એમ માનીને દુષ્ટ એવા પુરુષો તેમને કષ્ટ આપે. તે બઘા મહામોહનીય કર્મ બાંઘવાના છઠ્ઠા ભેદમાં ગણાય છે. શા. ગુણ ગુરુજનો પૂજ્ય સર્વને પીંડિત રોગથી ગ્લાન દેખીને, કુશળ શક્તિમાન્ દુષ્ટભાવથી વિનય-સેવના ચૂકતો યદિ- ૮ અર્થ - ગુણી એવા ગુરુજનો સર્વને પૂજ્ય છે. તેમને પીડિત કે રોગથી ગ્લાન જોઈને પોતે તે રોગ નિવારવામાં કુશળ અથવા શક્તિમાન હોવા છતાં પણ યદિ દુષ્ટભાવથી તેમની વિનય સેવા કરવાનું ચૂકતો હોય તો તે મહામોહનીય કર્મ બાંધે છે. દા. પુરુષ તે મહા-મોહ બાંઘતો અવગુણી, તણો ભેદ સાતમો; પરમથર્મમાં સ્થિત સાથુને વચનયુક્તિથી ભ્રષ્ટ છે કે અર્થ :- છતી શક્તિએ દુષ્ટભાવથી સેવા ન કરે તે અવગણીપુરુષ મહામોહનીય કર્મના સાતમા ભેદમાં ગણાય છે. પરમધર્મમાં સ્થિત એવા સાધુપુરુષને વચનયુક્તિવડે માર્ગમાં શંકા ઉત્પન્ન કરી કે બીજી રીતે ભ્રષ્ટ કરે તે મહામોહનીય કર્મ બાંધે. જેમ કુલવાલક મુનિને વેશ્યાએ પરમ શ્રાવિકા બની ભોજનમાં નેપાળો આપી તેમની સુશ્રુષા કરીને ભ્રષ્ટ કર્યા તેમ. Iો વળ કુયુક્તિથી ભ્રષ્ટ જે થતો, અથમ બેય તે, ભેદ આઠમો. જિન-અવર્ણવાદો કહે મુખે, પ્રરૂપતા જૈઠું જે જનો સુખે, ૧૦ અર્થ :- વળી એવી કુયુક્તિથી જે પુરુષો ભ્રષ્ટ થાય તે પણ મહામોહનીય કર્મ બાંધે. ભ્રષ્ટ કરનાર અને ભ્રષ્ટ થનાર બેય અઘમ છે. આ મહામોહનીય કર્મનો આઠમો ભેદ ગણાય. જેમ વેશ્યાએ કુળવાલક મુનિને ભ્રષ્ટ કર્યા અને મુનિ પણ તેથી ભ્રષ્ટ થયા માટે તે પણ અઘમની કોટીમાં આવી ગયા. જે જિનરાજના અવર્ણવાદ બોલે અર્થાત નિંદા કરે અથવા જે નિડરપણે જૂઠું બોલીને જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા કરે તે જીવો મહામોહનીય કર્મને બાંધનાર જાણવા. |૧૦ના નવમ ભેદ એ મોહનો મહા, સુલભ તેહને સત્ય ઘર્મ ના. સૅરિ, મુનિ, ઉપાધ્યાય નિંદતો કહીઃ ‘કુજાતિનો’ કે ‘કુ-કુલનો.” ૧૧ અર્થ :- જે જિનેશ્વર ભગવાનના અવર્ણવાદ બોલે કે તેમનાથી વિપરીત ઘર્મની પ્રરૂપણા કરે, તેમની ગણત્રી મહામોહનીય કર્મના નવમાં ભેદમાં કરવામાં આવી છે. તે જીવોને સત્ય ઘર્મની પ્રાપ્તિ સુલભ નથી. સૂરિ, મુનિ, ઉપાધ્યાયની એમ કહીને નિંદા કરે કે આ તો કુજાતિ એટલે નીચ જાતિનો છે અથવા કુ-કુલ અર્થાત્ નીચ કુલનો છે એવું બોલનાર મહામોહનીય કર્મ બાંધે. |૧૧ દશમ ભેદ એ નિંદનારનો; વિનય આદિ ના થાય તેમનો ગણ અગ્યારમો ભેદ મોહનો, ન કરતાં ગુણી-સેવના તણો. ૧૨ અર્થ:- ઉપરોક્ત પ્રકારે જાતિ કુલનું નામ લઈ નિંદા કરનારને મહામોહનીયકર્મના દશમા ભેદમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ (૬૨) મહામોહનીય સ્થાનક ૧૨૧ ગણવામાં આવ્યા છે. આચાર્ય, ઉપાધ્યાય, મુનિ કે શ્રાવકના વિનય વૈયાવૃત્યાદિક ન કરવા તે મહામોહનીય કર્મના અગ્યારમાં ભેદમાં ગણવામાં આવ્યા છે. ગુણીજનોને જોઈ હૃદયમાં પ્રેમનો ઉમળકો આવવો જોઈએ, તેને બદલે ગુણીની સેવા ન કરતા તે મહામોહનીય કર્મના ભાંગામાં ગણાય છે. ૧૨ાા કર કષાય જે ક્લેશ-કારણો જગતમાં નવાં યોજતા, ગણો કથન બારમા ભેદનું થયું; મતમતાંતરે ખેંચતાણનું– ૧૩ અર્થ :- ઘર્મના નામે કષાય ક્લેશના કારણો જગતમાં ઊભાં કરે, તે મહામોહનીય કર્મના બારમા ભેદમાં ગણાય છે. જેમકે સંવત્સરી ચોથની કરવી કે પાંચમની વગેરે કારણોથી કષાય ક્લેશ થાય તો મહામોહનીય કર્મ બાંધે. મત મતાંતર સંબંધી ખેંચતાણ કરે ત્યાં ઘર્મ નથી. II૧૩ના વલણ જે રહે સ્થાપકો તણું, પછી વધી જતાં, ઘર્મભેદનું, ઘર કષાયનું સ્થાપનારને કઠિન મોહનો બંઘ, તેરમે. ૧૪ અર્થ - નવીન ગચ્છમતના સ્થાપકોનું વલણ મતમતાંતરની ખેંચતાણનું જે રહે, તે પછી વળી જતાં મૂળ ઘર્મતીર્થનો ભેદ થઈ કષાયનું ઘર બની જાય છે. જ્યાં કષાયનું પોષણ છે ત્યાં કષાયનું શાસન છે, વીતરાગનું શાસન નથી. માટે મત સ્થાપનારને તે કઠિન મહામોહનીય કર્મનો બંઘ કરાવે છે. તેને મોહનીયકર્મનું તેરમું સ્થાનક જાણવું. ૧૪માં પતન-કારણો જાણતા છતાં ફરી ફરી મુનિ સેવતા જતા, વશ કરે જનો, ભેદ ચૌદમો, ઠગ થતાં મહા-મોહ ચોટતો. ૧૫ અર્થ :- આ ઘર્મથી પતિત થવાનાં કારણો છે. એમ જાણવા છતાં પણ ફરી ફરી મુનિ તેને સેવતા જાય. જેમકે દોરાધાગા વગેરે કરી લોકોને વશ કરવાનો પ્રયત્ન કરે. એમ લોકોને ઠગનાર હોવાથી તેને મહામોહનીય કર્મની ચોંટ થાય છે. તેને મહામોહનીય કર્મનો ચૌદમો ભેદ જાણવો. ૧૫ા. રતિ તજ્યા છતાં પ્રાર્થના કરે સુર-મનુષ્યના ભોગની ઉરે, ગણ અનુક્રમે દોષ એ પછી ગતિ બૅરી મહામોહથી થતી. ૧૬ અર્થ - વિષયોનો જેણે ત્યાગ કરી દીધો છે એવા પુરુષને કામભોગની પ્રાર્થના કરવી અથવા વિષયોને ત્યાગી દઈ દેવલોકના કે મનુષ્યલોકના ભોગની ફરીથી હૃદયમાં ચાહના કરવી; તેવા દોષને અનુક્રમે મહામોહનીય કર્મના પંદરમાં ભાંગામાં ગણવા. એવા જીવોની મહામોહથી બૂરી ગતિ થાય છે. ૧૬ાા નિપુણ શાસ્ત્રમાં હોય ના છતાં મુખ વડે બહુશ્રુત ભાખતાં, તપસ ના છતાં “છું તપસ્વી” એ, વચન દંભનું, ભેદ સોળમે. ૧૭ અર્થ - શાસ્ત્રમાં નિપુણ ન હોવા છતાં મુખથી પોતાને બહુશ્રુત ઘારી કહે. તપસ્વી ન હોવા છતાં હું તપસ્વી છું એ દંભ એટલે માયાચારનું કથન હોવાથી તે મહામોહનીય કર્મ બાંધે અને તેની ગણતરી સોળમા ભાંગામા થાય. /૧ળા સમજ ભેદ એ સર્વ ગર્વમાં : મુનિપણા વિના સાથે માનતાં, ગુણ ન હોય જો શ્રાવકો તણા, મદ ઘર્યે મહામોહમાં ગયા. ૧૮ અર્થ :- આ બધા ભેદો અહંકારના છે એમ સમજવું. મુનિપણાના લક્ષણો “આત્મજ્ઞાન ત્યાં Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ મુનિપણું, તે સાચા ગુરુ હોય’' તે લક્ષણો ન હોવા છતાં પોતાને સાધુ માનવા, શ્રાવકના પણ જો ગુણ ન હોય અને શ્રાવકપણાનું અભિમાન રાખવું તે બધા મોહનીય કર્મબંધના કારણો ગણવામાં આવ્યા છે. ।૧૮। “ભગવતી” વિષે સાધુ, શ્રાવકો-ગુણ સહિતનાં દેખ લક્ષણોગુણ વિના ગણી સ્થાપતાં મુનિ, થતી અશાતના ગૌતમાદિની. ૧૯ અર્થ :— ‘ભગવતી સૂત્ર’માં સાધુ અને શ્રાવકોના ગુણ સહિત કેવા લક્ષણો હોય તે પ્રથમ જો. ગુણ વિના પોતાને મુનિસ્થાને સ્થાપતાં, શ્રી ગૌતમાદિ મહાપુરુષોની આશાતના થાય છે. ।।૧૯।। વળી મહાન તે શ્રાવકો તણી થી વિચાર, આનંદ આદિની, ગુણ વિના ‘સુદૃષ્ટિ અમે’ કહે, અ૨૨! મોહની એ મહા ગ્રહે. ૨૦ અ :— વળી મહાન એવા આનંદ આદિ શ્રાવકોની પણ આશાતના થાય છે. તેનો વિચાર કર. ગુણ વિના અમે સમ્યક્દ્રુષ્ટિ છીએ એમ કહે. અ૨૨૨! એ મહા મોહનીયકર્મને નિબિડપણે બાંધે છે. ।।૨૦।। શ્રી હરિભદ્ર સૂરિ કહે ગુણો : ગી તણા, પ્રવર્તિનીના સુણો : “તૃઢ સુધર્મમાં, શાસ્ત્ર-અર્થમાં, કુશળ આપદાના ઉપાયમાં. ૨૧ અર્થ :– શ્રી હરિભદ્રસૂરિ, ગણિ એટલે ગણના સ્વામી એવા આચાર્યના અને પ્રવર્તિની એટલે ચારિત્રને વિષે પ્રવર્તનારી, સિદ્ધાંતની જાણ, પ્રજ્ઞાએ કરી વૃદ્ધ એવી સાધ્વીના ગુણ કહે છે તે સાંભળો કે જે સમ્યધર્મમાં દૃઢ છે, શાસ્ત્રોના અર્થ જાણનાર છે, કોઈ આપત્તિ આવી પડે તો તેના ઉપાય બતાવવામાં કુશળ છે. ।।૨૧।। અર્થ સુ-ઉપદેશ આદિી દોરતા, સહજ મોક્ષપંથે સ્વયં જતા, વળી ગીતાર્થ, સિદ્ધાંત જાણતાં, કુળ-પરંપરા શ્રેષ્ઠ ઘારતાં. ૨૨ - - જે ઉપદેશ આદિ આપી ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં દોરવણી આપે અને સ્વયં પણ સહજપણે મોક્ષમાર્ગે ગમન કરે, વળી ગીતાર્થ એટલે સમ્યક્ત્વ સહિત સિદ્ધાંતના જાણ અને મુનિ આચારની કુળ પરંપરાના શ્રેષ્ઠપણે જે ઘારક હોય તે ખરા આચાર્ય કહેવા યોગ્ય છે. ૨૨ા પ્રવચને ઘરે રાગ તે ગણી, ગંભીર અબ્ધિશા, લબ્ધિના ઘણી.’ ‘દુષમ કાળમાં સંભવે નહીં' કહી ચલાવતા નામ તે લઈ. ૨૩ અર્થ :– તે ગણિ એટલે આચાર્ય ભગવાન, પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચનોના અનુરાગી હોય, અબ્ધિશા એટલે સમુદ્ર જેવા ગંભીર હોય અને અનેક લબ્ધિના ઘારક હોય. દુષમકાળમાં આવા ગુરુ થવા સંભવે નહીં, એમ કહીને પોતાનો પંથ ગમે તેમ ચલાવી કુગુરુ શિથિલતાને પોષે; પણ તે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે. ।।૨૩।। પણ ન કાગને હંસ કો કહે; દુષમ કાળનું મિષ ક્યાં રહે? વિકટ કાળમાં યત્ન આકરો કર્રી, સુધર્મને સર્વ ઉત્તરો. ૨૪ અર્થ ઃ- દુષમકાળમાં કાગ એટલે કાગડાને કોઈ હંસ કહેતું નથી. તેમ વર્તમાન કળિકાળના બહાને શિથિલતા સેવે તેને મુનિ ગણાય નહીં. પણ કાળ વિકટ હોવાથી આકરો પુરુષાર્થ કરીને સત્યધર્મનો સર્વે સાધુ પુરુષોએ ઉદ્ધાર કરવો જોઈએ. ।।૨૪। Page #131 -------------------------------------------------------------------------- ________________ (૬૨) મહામોહનીય સ્થાનક ૧ ૨ ૩ ઘર લગાડ કે કોટમાં પૅરી, પવન ઝેર યુક્તિથી કરી, મરણ સાથતાં વેગ વેરનો-સત્તરમો ગણો ભેદ મોહનો. ૨૫ અર્થ - વેરભાવથી ઘર લગાડીને કે કોટમાં પૂરીને, કે કુયુક્તિવડે ઝેરી પવન ફેલાવીને કોઈનું મરણ સાથે તે મહા મોહનીયકર્મના સ્થાનકનો સત્તરમો ભેદ જાણવો. ગરપા વળી અઢારમો ભેદ મોહનો : કરી અકાર્યને દોષ ઢાંકવો, અમુકને શિરે દોષ ઢોળતાં કઠિન મોહને પ્રાણી ખોળતાં. ૨૬ અર્થ - મહામોહનીયકર્મના અઢારમાં ભેદમાં કોઈ અકાર્ય કરીને પોતાના દોષને ઢાંકવા માટે બીજાને માથે જૂઠ બોલીને કે કોઈ યુક્તિવડે દોષ ઢોળી દે તો તે પ્રાણી મહામોહનીયકર્મના સ્થાનકને શોધી લે છે અર્થાત્ પામે છે. સારા કપટ ભાવથી કોઈ ભોળવે, મઘુર વાણીથી આમ તે લવે : ઘર તમારું આ, ભેદ ના ગણો, અતિથિ-તીર્થનો લાભ છે ઘણો.’ ૨૭ અર્થ :- માયા કપટ કરીને કોઈ ભોળવે જેમકે મીઠીવાણીથી કહે કે આ ઘર તમારું જ છે, એમાં ભેદ ગણશો નહીં. અતિથિ તો તીર્થરૂપ છે, તેની સેવા સુશ્રુષા કરવાનો તો શાસ્ત્રમાં ઘણો લાભ કહ્યો છે. એમ લવે એટલે બોલીને લોકોને ભોળવે. રક્ષા સુજનતા તણી છાપથી ઠગે વિવિઘ રીત, આ કાળમાં જગે, કઠિન મોહ આ ઓગણીસમો પ્રસરતો બથે હિમના સમો. ૨૮ અર્થ - જગતમાં સજ્જનતાની છાપ રાખી આ કાળમાં અનેક પ્રકારે લોકોને ઠગે તે મહામોહનીય કર્મનું ઓગણીસમું સ્થાનક સમજવું. જેમાં સવારે હિમ પડે તે બધે પ્રસરી જાય તેમ તેની ઠગવિદ્યા પણ લાંબે ગાળે લોકોના ધ્યાનમાં આવ્યા વિના રહે નહીં. ૨૮ વિષમ વીસમો ભેદ આ કહ્યું : અશુભ યોગથી જૂઠ બોલવું, અવગુણો સુણી અન્યના કહે, નહિ સ્વયં દીઠા, કેષથી દહે. ૨૯ અર્થ – વિષમ એવો મહામોહનીય કર્મનો આ વીસમો ભેદ કહું છું કે જે અશુભ મન વચન કાયાના યોગથી જૂઠ બોલે અથવા બીજાના દોષો પોતે જોયા નથી છતાં બીજાના મુખેથી સાંભળીને દ્વેષની બળતરાથી તેના અવગુણોને ગાયા કરે તે જીવ મહામોહનીય કર્મ બાંધે. પારકા સ્વનજરે ચઢે દોષ અન્યના, પણ ન નિંદતા સુજ્ઞ તે ગણ્યા, ન નીચને ય તે નિંદતા અહો! પ્રભુ સમી ઉદાસીનતા લહો. ૩૦ અર્થ :- જે પુરુષો બીજાના દોષ પોતાની નજરે જોવામાં આવે તો પણ તેની નિંદા કરતા નથી તેને સુજ્ઞ એટલે જ્ઞાની પુરુષો ગણ્યા છે. તે નીચ પુરુષો પ્રત્યે પણ મધ્યસ્થભાવ રાખી તેની નિંદા કરતા નથી. અહો! જે પ્રભુ સમાન ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવને ઘારણ કરીને રહે છે. સર્વ પ્રાણીઓ પણ તેવા વૈરાગ્યભાવને પામી સુખી થાઓ. ૩૦ના મરમ અન્યના જે ઉઘાડતા, કલહ-બીજને નિત્ય પોષતા; કલહ કાઢવાનો ન ભાવ જો, કઠિન મોહ એ એકવીસમો. ૩૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- અન્ય પુરુષોના મર્મ એટલે ગુપ્ત ભેદને ઉઘાડા પાડી ક્લેશનું બીજ રોપી, તેને નિત્ય પોષણ આપે. જેને ક્લેશ દૂર કરવાનો ભાવ નથી એવા જીવોને મહામોહનીય કર્મના એકવીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. ૩૧ાા. લઈ જઈ કુમાર્ગે પછી ઠગે, ઘન હરે બની કુગુરું જગે; પરમ મોહ બાવીસમો ગણો, ભવ બગાડતા માનવો તણો. ૩૨ અર્થ - લોકોને ચાલો તમને ગામનો રસ્તો બતાવું એમ કહી કુમાર્ગે લઈ જઈ તેમની પાસે જે કંઈ ઘન હોય તે પડાવી લે અથવા જગતમાં કુગુરુ બની ખાવા-પીવા, મનાવા-પૂજાવાની ઇચ્છાથી ઘર્મને બહાને ઊલટો માર્ગ બતાવી માનવોના ભવ બગાડે અને કોઈ ઘર્મનું કારણ બતાવી તેમના ઘનનું હરણ કરે તેવા જીવો મહામોહનીય કર્મના બાવીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. ૩રા. મુનિ, ગૃહસ્થ બા’ને સુઘર્મને વિષય સર્વે બાંધે કુકર્મને, પરમ મોહ તેવીસમો થયો, જનમ બેયનો વ્યર્થ રે! ગયો. ૩૩ અર્થ - મુનિ કે શ્રાવક બની લોકોને સમ્યઘર્મના બહાને વિશ્વાસમાં લઈ તેમની સ્ત્રીઓ સાથે વિષયસેવન કરી કુકુર્મ બાંધે અથવા તેમના છોકરાઓ ભણવા આવે તેમને છાનામાના સમજાવે કે દીક્ષા લેશો તો સારું સારું ખાવાનું મળશે, કમાવું નહીં પડે અને લોકોમાં પૂજનીક ગણાશો; એમ પૌદ્ગલિક સુખ દેખાડી તેમના માબાપથી છાના નસાડી મૂકી પોતાના ચેલા ચેલી કરે તે મહામોહનીય કર્મના તેવીસમાં સ્થાનકમાં પેસી અનંત સંસાર વઘારે. તેમને ફસાવનાર અને તેમાં ફસનાર એ બેયનો જન્મ વ્યર્થ ગયો અને અનંત જન્મમરણ વઘારનાર થયો. [૩૩] વળી કુમાર ના છતાં ‘કુમાર છું” યશ વઘારવા જૂઠું બોલવું, પરમ મોહ ચોવીસમો કહ્યો - અપરણ્યો કહે ભોગમાં રહ્યો. ૩૪ અર્થ - પોતે કુંવારો ન હોવા છતાં હું તો ‘કુંવારો છું' એમ સભા મધ્યે પોતાનું યશ વધારવા માટે જૂઠું કહે. પોતે ભોગમાં આસક્ત હોવા છતાં, અમે તો પરણવા છતાં પરણ્યા નથી એમ જૂઠું બોલી પોતા વિષે લોકોને રાગ ઉપજાવે. તે જીવ મહા મોહનીયકર્મનો બંઘ કરે. મહામોહનીય કર્મનું આ ચોવીસમું સ્થાનક સમજવું. ૩૪ વળી કહે: “સદા બ્રહ્મચારી હું,' વ્યસન વૃત્તિમાંથી ન છૂટતું, પ્રગટ ચોર એ મોહ બાંઘતો; ઉભય ત્યાગ ના, કેમ ટતો? ૩૫ અર્થ - વળી કોઈ કહે હું તો ‘સદા બ્રહ્મચારી છું' દ્રવ્યથી કોઈ આ લોક કે સ્વર્ગલોકના સુખની ઇચ્છાએ ઉપરથી ત્યાગ કર્યો હોય પણ વૃત્તિમાં એટલે મનમાં તેનો અભિલાષ બન્યો રહે તો તે યથાર્થ બ્રહ્મચારી નથી. અને બીજો કોઈ અંતરથી બ્રહ્મચારી નથી તેમજ બહારથી પણ નથી. એવા ઉભય એટલે બેયના ત્યાગનો જેને અભાવ છે તેવા જીવો આ સંસારથી કેમ છૂટશે? પ્રગટ ચોર જેવા આ જીવો મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૩પ પચીસમો મહા મોહ-ભેદ એ, સુજન ત્યાગશે, દંભ છેદશે; છર્વીસમો કુતડ્વી તણો ગણો, મદદ આપતાને ઠગે ઘણો. ૩૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૬૨) મહામોહનીય સ્થાનક ૧૨૫ અર્થ :— ઉપર કહેલા મહામોહનીય કર્મના પચીસમા ભેદને સજ્જન પુરુષો ત્યાગશે અને દંભ એટલે ડોળ અથવા ઢોંગ ગણી તેનો અવશ્ય છેદ કરશે. હવે મહામોહનીય કર્મનો છવીસમો ભેદ કૃતજ્ઞીપણાનો છે. જે પુરુષ દ્વારા પોતાની ઇજ્જત, આબરું કે ધન દોલતની વૃદ્ધિ થઈ હોય તે પુરુષને જ માયા વડે ઘણો ઠગી તેનું ધનમાલ ચોરી લેવું તેવા જીવો મહામોહનીય કર્મનો બંધ કરે છે. ।।૩૬। ઉદય-હેતુ જે શેઠ આદિને વિધન ભોગમાં આણનારને, ૫૨મ મોહનો બંઘ થાય તે ક્રમી એ સતાવીસમો બને. ૩૭ અર્થ :— જે શેઠ આદિના નિમિત્તથી પોતાના પુણ્યનો ઉદય થયો હોય, તેમના ભોગાદિકમાં અંતરાય કરવાથી મહામોઇનીય કર્મનો બંઘ થાય, તે ક્રમથી સત્તાવીસમો ભેદ ગણાય છે. શા વળી હણે ઉપાધ્યાય, નૃપને, નગરશેઠ, સેનાપતિ હણે; મરણ ચિંતવે, ભ્રષ્ટ થાય તો ઠીક થશે ગણી બૂરું ભાવતો— ૩૮ અર્થ :— વળી કોઈ ઉપાધ્યાય, ૨ાજા, નગરશેઠ કે સેનાપતિને હણે અથવા તેમનું મરણ ચિંતવે અથવા તેઓ પદથી ભ્રષ્ટ થાય તો સારું એમ માની તેમનું બુરું ચિંતવનાર જીવ મહામોહનીય કર્મનો બંધ કરે. ॥૩૮॥ પરમ મોઠ અડ્ડાવીમો ઘરે, ‘સુર મળે મને, વાત તે કરે,' જૂઠ ચલાર્વીને લોક છેતરે, ૫૨મ મોહ ઓગંત્રીમો થશે. ૩૯ અર્થ – ઉપર કહ્યા તે ભાવો મહામોઇનીય કર્મના અઠ્ઠાવીસમાં ભેદમાં ગણવામાં આવ્યા છે. મને તો દેવતાઓ આવીને મળે છે. મારી સાથે વાતો કરે છે. એમ જૂઠ ચલાવી ભોળા લોકોને છેતરે તે જીવ મહામોતનીય કર્મના ગણત્રીસમા સ્થાનકમાં ગણાય. ।।ઉલ્લા વિષયવૃન્દ્વ દેવો, ન કામના, કહી કુબુદ્ધિથી લે અસાતના, સમકિતી સુરો નિંદતાં થતો પરમ મોહનો બંધ ત્રીસમો, ૪૦ અર્થ :— પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત એવા દેવો શું કામના છે? એમ કુબુદ્ધિથી કહીને તેમની આશાતના કરે. સમ્યદૃષ્ટિ દેવો તો તીર્થંકર ભગવાનની ભક્તિ કરે, તેમનો ઉપદેશ સાંભળે. એવા સમ્યવૃષ્ટિ દેવોની નિંદા કરવાથી મહામોહનીય કર્મનો બંધ થાય. તેમની ગણત્રી મહામોહનીય કર્મના ત્રીસમા ભેદમાં ગણવામાં આવી છે. ।।૪વા * પરમ મોઠનો બંઘ આકરો, ન શિવ-માર્ગ દે પામવા ખરો, ભવ અનંત તે કર્મથી ભમે, મરણ-જન્મનાં દુઃખ સૌ ખમે, ૪૧ અર્થ :— આ દર્શનમહામોહરૂપ ત્રીસ મહામોહનીય સ્થાનકના કર્મનો બંધ ઘણો આકરો છે. આ કર્મ બંધ થવાના કારણોમાં તીવ્ર હિંસા, મહાન જૂઠ, પ્રપંચ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, મહામાયા કપટ, કૃતઘ્નપણું, ઘર્મમાં મતભેદ પાડી ધર્મતીર્થનો ભેદ કરવો આદિ મહાપાપના કારણો આ પાઠમાં બતાવ્યા. તેથી ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમનો જીવને બંધ પડે છે. તે કર્મ બંધ જીવને સાચો મોક્ષમાર્ગ પામવા દે નહીં. આ કર્મથી જીવો અનંતભવ સુધી સંસારમાં ભમે છે અને જન્મમરણના અનંત દુઃખોને સહન કર્યા કરે છે. ।।૪।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સમય માત્ર ના ક્લેશથી બચે, સતત વેદના કર્મથી રચે; સમજ જીવની સંત આપશે, કઠિન ક્લેશને તે જ કાપશે. ૪૨ અર્થ :- અજ્ઞાનના કારણે ચાર ગતિમાં દુઃખો ભોગવતાં તે જીવ સમય માત્ર પણ કષાયક્લેશથી બચતો નથી. અને નવા કર્મો બાંઘી સતત વેદનાને નવી ઊભી કરે છે. એવા જીવને પણ આત્માની સમજ સંત પુરુષો આપશે; અને કઠિન એવા કર્મક્લેશના કારણોને તે જ કાપી શકશે. દૃઢપ્રહારી કે અંજનચોર જેવા મહાપાપી જીવો પણ સંત સમાગમના યોગથી કર્મલ્લેશના કારણોને કાપી તે જ ભવે મુક્તિને પામી ગયા. ૪રા. પણ ન યોગ તે પાપને મળે, અહિતની રુચિ કેમ તો ટળે? પરમ પાપ આ ત્રીસ જે કહ્યાં, તર્જી ન જે શકે પાપથી ભય-૪૩ અર્થ - પણ એવા પાપી જીવોને સન્દુરુષનો યોગ મળે નહીં તો આત્માનું જેમાં અહિત છે એવા કામોની રુચિ તેની કેમ ટળી શકે? જેથી મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનક કહ્યાં તેને તે પાપથી ભરેલો જીવ છોડી શકતો નથી. II૪૩. નહિ સુયોગને યોગ્ય તે બને, ભ્રમણનો નથી ત્રાસ તેમને; જીંવ-દયા ખરા ભાવથી ઉરે સુભગ જીવને પુણ્યથી હુરે. ૪૪ અર્થ - તેવા પાપી જીવો સપુરુષના યોગને પામે એવા યોગ્ય બનતા નથી. કેમકે તેમને સંસાર પરિભ્રમણનો ત્રાસ લાગતો નથી. પોતાના આત્માની દયા તો સાચા અંતરના ભાવથી કોઈ સુભાગ્યશાળી જીવને જ પુણ્યોદયે સ્કુરાયમાન થાય છે. //૪૪ો. વચન શાસ્ત્રનાં કે સુસંતના શ્રવણ થાય સત્સંગ-યોગમાં, તર્જી કુમાર્ગ એ ત્રીસ ભેદના, ભજ સુમાર્ગ જે ન્યાયનીતિના. ૪૫ અર્થ - સત્પરુષો કહે છે કે શાસ્ત્રના અથવા સપુરુષના વચનોને સત્સંગના યોગમાં સાંભળીને, કુમાર્ગમાં લઈ જનાર એવા આ મહામોહનીયકર્મના ત્રીસ ભેદને તજી દઈ જે ન્યાયનીતિના માર્ગથી યુક્ત છે એવા સન્માર્ગની ભજના કરજો અર્થાત્ તે માર્ગે જ ચાલજો. ૪પા સ્વપર-હિત જે ચિંતવે જનો સ્વકીય દ્રષ્ટિથી, ભૂલ ત્યાં ગણો; સ્વપર-ભેદ તો જ્ઞાન જાણતા, કરુણ ચિત્તથી ઉપદેશતા. ૪૬ અર્થ :- સ્વ કે પરનું હિત જે જીવો સ્વકીય એટલે પોતાની દ્રષ્ટિથી ચિંતવે છે તે જીવો ભૂલ ખાય છે. સ્વ કે પરનું કલ્યાણ શામાં છે તેનો ભેદ જ્ઞાની પુરુષો જાણે છે. તેઓ નિષ્કારણ કરુણાના ભાવથી બીજા જીવોને ઉપદેશ આપે છે. સવા સ્વરૅપ ઓળખે તે સ્વહિતનાં અચૅક સાઘનો આદરે ઘણાં, અફળ યત્ન સૌ તે તજે સદા, સકળ લોકને તે જ બોધતા. ૪૭ અર્થ - જે પોતાના સ્વરૂપને ઓળખે છે એવા જ્ઞાની પુરુષો, સ્વહિતઅર્થે અચૂક આત્મકલ્યાણના ઘણા સાઘનોને આદરે છે. અફળ એટલે નિરર્થક પુરુષાર્થનો સર્વથા ત્યાગ કરે છે અને સર્વ લોકોને પણ આત્મકલ્યાણમાં સહાયક એવા પુરુષાર્થનો જ બોઘ કરે છે. શા Page #135 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ચરણ સંતના, મોક્ષ-સાધના; હૃદયમાં રહો—એ જ યાચના, સુદિન તે ગણું એ જ વાસના, રટણ તે કરું અન્ય આશ ના. ૪૮ અર્થ = પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે સંતપુરુષના ચરણ એટલે આજ્ઞાને ઉઠાવવી એ જ મોક્ષ મેળવવાની ખરી સાધના છે. માટે તેમની આજ્ઞા મારા હૃદયમાં સદા વાસ કરીને રહો, એ જ મારી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. અને તે દિવસને જ હું થન્ય ગણીશ. તે સત્પુરુષના શુદ્ધ સ્વરૂપનું હું ૨ટણ કર્યા કરું એ જ મારી વાસના અર્થાત્ અભિલાષા છે. તે સિવાય મને બીજી કોઈ વસ્તુની ઇચ્છા નથી. ૪ જ અનંત સંસાર રઝળાવનાર એવા મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનકોને તજી દઈ, તીર્થંકર પદની સભ્યપ્રકારે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનકોની આત્માર્થી જીવે સમ્યક્દર્શન સહિત ઉત્કૃષ્ટ આરાઘના કરવી જોઈએ; જેથી આ મળેલ દુર્લભ માનવદેહ સફળ થાય. તે તીર્થંકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકો કયા ક્યા છે તે આ પાઠમાં જણાવવામાં આવે છે : (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૨૭ (વર્સનનિલકા) * શ્રી તીર્થનાથ હૃદયે ઘીને જીવે જે, તેની જ દૃષ્ટિ થી જે જગને જુએ છે; તેની જ વાણી સુણી, જે સમજાવનારા, શ્રી રાજચંદ્ર ગુરુ પૂજ્ય સદાય મારા. ૧ અર્થ :— શ્રી તીર્થનાથ એટલે જેથી તરાય તે તીર્થ; એવા તીર્થની સ્થાપના કરનાર ભગવાન તીર્થંકર. તેના શુદ્ધ સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને જે જીવે છે, જે ભગવાનની વીતરાગતાને પામી સમ્યદૃષ્ટિ વડે જ જગતના સર્વ જડ ચેતન પદાર્થોને જુએ છે. જે ભગવાન તીર્થંકર મહાવીર સ્વામીની વાણી સાંભળીને તે પ્રમાણે જગતવાસી જીવોને તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ સમજાવનારા છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત મારા હૃદયમાં સદાય પૂજનીય સ્થાને બિરાજે છે. ૧|| વાણી રસાલ અનુભૂતિ-રસે ભરેલી, મઘ્યસ્થ ભાવમથુરા રવમાં રહેલી; નિષ્પક પંકજ સમા જગજીવ કાજે, શ્રી રાજવાી રવિતેજ સમી વિરાજે ૨ અર્થ :– જેની વાણી આત્મઅનુભવરૂપ રસથી ભરેલી હોવાથી રસાલ અર્થાત્ રસ ઉત્પન્ન કરે એવી છે. તે વાણી સ્યાદ્વાદથી યુક્ત હોવાથી મતમતાંત૨માં મધ્યસ્થ ભાવવાળી તથા મધુર કહેતા મનને ગમે એવા રવ એટલે અવાજમાં ગૂંધિત થયેલી છે અર્થાત્ જેની લખવાની કે બોલવાની ભાષા શૈલી ઘણી જ સુંદર છે. પંક એટલે કાદવ. તેમાંથી જન્મેલ તે પંકજ અર્થાત્ કમળ. જેનું મૂળ કાદવમાં રહેતા છતાં પણ ક્રમળ સ્વયં નિષ્પક અર્થાત્ કાદવરહિત જળમાં નિર્મળપણે રહે છે. તેમ શ્રી રાજપ્રભુ મોહમય જગતમાં રહેતા છતાં પણ જળકમળવત્ નિર્મળતાને ભજે છે, એવી શ્રી રાજપ્રભુની વાણી તે રવિ એટલે સૂર્યના તેજ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સમાન પ્રકાશમય હોવાથી તે જીવોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા પૂર્ણ સમર્થ છે. તે વાણીનું અસ્તિત્વ આજે પણ ભયંકર કલિયુગમાં વિરાજમાન છે અર્થાત્ વિદ્યમાન છે. રા. શ્રી તીર્થનાથ-પદ-હેતુ કહેલ વીસે સ્થાનો હવે સુજન કાજ કહું વિશેષ : સેવ્યાં બઘાં પ્રથમ અંતિમ તીર્થનાથે, સમ્યકત્વ સાથ વચલા જિન અલ્પ સાથે. ૩ અર્થ :- શ્રી તીર્થંકરપદની સંપ્રાપ્તિ એટલે સારી રીતે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનક શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. તે સ્થાનોને હવે સુજન એટલે સમ્યદ્રષ્ટિ જીવોને અર્થે વિશેષપણે અત્રે કહું છું. આ બઘા વીસેય સ્થાનોને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવંતે સેવેલા છે, અર્થાત્ આરાઘના કરેલ છે. જ્યારે વચલા શ્રી અજિતનાથ ભગવંતથી લગાવીને શ્રી પાર્શ્વનાથ ભગવંત સુઘીના તીર્થકરોએ સમ્યકત્વ સહિત તેમાંના થોડા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકોની સાધના કરેલ છે. સા. સર્વે ઑવો રસિક શાસનના કરું છું, એવી દયા હૃદયમાં – જિનબીજ ઘારું; એ ભાવથી પ્રથમ સ્થાનક પોષવાની ક્રિયા અનેક અરિહંત ઉપાસવાની. ૪ અર્થ :- હવે શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનકો જણાવે છે. તેમાં પહેલી– ૧. અરિહંત ભક્તિ - જગતના સર્વ જીવોને હું વીતરાગ ભગવંત પ્રણીત જૈન શાસનના રસિક બનાવી દઉં, એવી દયા જેના હૃદયમાં ખરા સ્વરૂપમાં જન્મે તે જિનબીજ એટલે તીર્થકર નામકર્મનો ઉપાર્જન કરનાર થાય. ઉત્કૃષ્ટ ભાવથી આ પ્રથમ તીર્થંકર પદ પ્રાપ્તિના સ્થાનકને પોષવા માટે ચાર ઘાતીયા કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે જેણે એવા દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા જીવન્મુક્ત શુદ્ધ આત્મારૂપ અરિહંત ભગવંતના ગુણોમાં અનુરાગ કરે, તેમનું પૂજન, સ્તવન, નમસ્કાર, ધ્યાન, ભક્તિ આદિ અનેક પ્રકારે ક્રિયાઓ કરી જે ઉપાસના કરે તે અરિહંતપદને પામે છે. “તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૪૯) દેવપાળનું દ્રષ્ટાંત - અચલપુર નગરમાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં જિનદત્ત નામે શેઠને ત્યાં દેવપાળ નામે ક્ષત્રિય જાતિનો તેમનો દાસ હતો. તે રોજ ગાયો ચરાવતો. ત્યાં એકદા નદિના તટની પાળ ઘસી પડતા ઋષભદેવ ભગવાનની મનોહર મૂર્તિ નીકળી. તેના દર્શન કરતાં અત્યંત હર્ષ પામી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે મારે રોજ આ ભગવાનના દર્શન પૂજન કર્યા વિના ભોજન કરવું નહીં. એકવાર મૂશળધાર વરસાદ થવાથી સાત દિવસ દર્શન કરવા જવાયું નહીં. તેથી સાત દિવસના ઉપવાસ થયા. સાતમે દિવસે દર્શન કરવા જતાં ભગવાનની અધિષ્ઠાયક દેવી ચક્રેશ્વરીએ પ્રત્યક્ષ થઈ દેવપાળને કહ્યું : હું તારા પર પ્રસન્ન થઈ છું તો ઇચ્છિત વર માગ. દેવપાળ કહે “હે દેવી! ગૈલોક્યના સ્વામી ઉપર મારી અનુપમ અને અખંડ ભક્તિ થાઓ. એ સિવાય પર વસ્તુ પર મારી સ્પૃહા નથી.” છતાં દેવીએ પ્રસન્ન થઈ કહ્યું - તને થોડા દિવસમાં જ આ નગરનું રાજ્ય મળશે. એક દિવસ તે જ નગરના રાજા સિંહરથે કેવળજ્ઞાની ભગવાનને પોતાનું આયુષ્ય પૂછતાં તેમણે ત્રણ દિવસનું જણાવ્યું. રાજાને પુત્ર ન હોવાથી પંચદિવ્ય કર્યા. તેથી દેવપાળના ગળામાં પુષ્પમાળા પહેરાવવાથી પોતાની કન્યા મનોરમાને પરણાવી. રાજા સિંહરશે દીક્ષા ગ્રહણ કરી. હવે દેવપાળ રાજા થવાથી અત્યંત સુંદર મંદિર બંઘાવી તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેની અત્યંત ભક્તિ કરતાં, પુત્ર થયે તેને રાજ્ય આપી Page #137 -------------------------------------------------------------------------- ________________ থেlে MYTTTTTTTTILL যােগময়ানী এলাকা}&vআনুন খুৰীয়তাবাহাত্যন্ত গ্রাম এলাকালে - ||সে অNwহয়ঞ্জাব সিকাস, মাই মামুন সকাল হয়েচলাচললল vফতন্মসguজনসহ একামিন্সল একমা নিউগিনিং এফgঞাপনফিফ ছাতক-অর্থ কথা এখwয় পিনসিক খোঁar ( স্কিন একাকার সে গানটি নিয়ে। থীস-এ নিখিল বিট হিনিীয় શ્રી ઋષભદેવ ભગવાન Page #138 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૨૯ દીક્ષા લઈ લીધી. ત્યાં પણ અરિહંતપદની હર્ષોલ્લાસપૂર્વક ભક્તિ, તેમના ગુણોનું કીર્તન કરતા તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનશન કરી દેવલોકે ગયો. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થશે અને રાણી મનોરમા પણ તેમની ગણઘર બની બન્ને મોક્ષપદ પામશે. અત્યંત અરિહંત ભક્તિ સિવાય બીજા કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવાના ફળ સ્વરૂપ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. //૪|| શ્રી સિદ્ધ જે સહજ શુદ્ધ સુખે ઠર્યા છે, જેને ન જન્મ-મરણાદિ હવે રહ્યાં તે; ઘારું ઉરે દ્વિતીય આ પદ સિદ્ધ નામે, જેથી રહે મન અનંત-સમાધિ-ઘામે. ૫ અર્થ :- ૨. શ્રી સિદ્ધ ભક્તિ :- શ્રી સિદ્ધ ભગવંત જે પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામી લોકાગ્રે ચૈતન્યમૂર્તિ બની સર્વકાળ માટે અનંતસુખમાં બિરાજમાન થયા છે, જેને હવે આઠેય કર્મો નાશ થઈ જવાથી દેહરહિત દશા પામી જન્મમરણાદિના દુઃખો રહ્યા નથી, એવા શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના દ્વિતીય સ્થાનરૂપ સિદ્ધ ભગવંતને હૃદયમાં ઘારણ કરું. જેથી મારું મન પણ અનંત આત્મસ્વસ્થતારૂપ સમાધિ જ્યાં છે એવા મોક્ષઘામને પ્રાપ્ત કરવામાં જ લીન રહે. હસ્તિપાળ રાજાનું દ્રષ્ટાંત :- સાકેતપુર પાટણ નામે નગરમાં હસ્તિપાળ રાજાએ ઘર્મઘોષમુનિની અમૃતમય દેશના સાંભળી પ્રશ્ન કર્યો કે હે કરુણાનિધિ! જે દ્રષ્ટિથી અગોચર છે એવા સિદ્ધ પરમાત્માની સેવા ભક્તિ કેવા પ્રકારે કરવી? તેના ઉત્તરમાં ગુરુ ભગવંત બોલ્યા : હે રાજન! મોક્ષસ્થાનમાં બિરાજેલા નિરંજન, નિરાકાર સિદ્ધસ્વરૂપનું લયલીનપણે જે ધ્યાન કરે, ભાવથી પૂજા કરે તે પ્રાણી અનુક્રમે ઘાતકર્મનો ક્ષય કરી અનંતાનંત સુખવાળી મોક્ષ સંપદાને પામે છે. તે સાંભળી સિદ્ધપદ આરાઘવાનું વ્રત લઈ પ્રતિદિન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતા રાજા મંત્રી સહિત સમેત શિખર, શત્રુંજય આદિ સિદ્ધ સ્થળોની યાત્રા કરી પોતાના આત્માને નિર્મળ કરવા લાગ્યો. એમ સિદ્ધપદનું આરાધન કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે દીક્ષા લઈ અણસણ કરી સમાધિપૂર્વક દેહત્યાગી બારમા અય્યત દેવલોકમાં દેવરૂપે અવતર્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદ પામી સિદ્ધપદને પામશે. મંત્રી પણ તેમના ગણઘર બની કેવળજ્ઞાન પામી મોક્ષપદને પામશે. પા. ત્રીજા પદે પ્રવચને ગણ પૂજ્ય સંઘ, ચારે ય ભેદથી ટકે પરમાત્મા પંથ; વૈયાવચાદિ સહુ સંઘની જે ઉઠાવે, તે તીર્થનાથ-બીજકર્મ કમાઈ જાવે. ૬ અર્થ :- ૩. પ્રવચન ભક્તિ – તીર્થંકર પદ પ્રાપ્તિના “પ્રવચન ભક્તિ' નામના ત્રીજા પદમાં ચતુર્વિઘ સંઘ ગણાય છે. પ્રકૃષ્ટ છે વચનો જેના એવા ભગવંત પ્રત્યે જેને ભક્તિ છે એવા પૂજ્ય શ્રી સમ્યક દ્રષ્ટિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને ગણવામાં આવેલ છે. આ ચારેય પ્રકારના આરાધકોની ભગવંત પ્રત્યે ભક્તિ હોવાના કારણે જ આ પરમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ આજ સુધી ટકી રહેલ છે. એ ચતુર્વિધ સંઘની વૈયાવચાદિ એટલે સેવા સુશ્રુષા આદિ ભાવભક્તિથી જે કરશે તે પુણ્યાત્મા શ્રી તીર્થકર નામકર્મને કમાઈ જાશે અર્થાત્ ઉપાર્જન કરશે. આ જીવ કોને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વઘારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વાત્સલ્યભાવ રાખે તોય તીર્થકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. સમ્યકત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું.” બો.ભાગ-૧ (પૃ.૩૩૧) જિનદત્ત શેઠનું દ્રષ્ટાંત :- વસંતપુર નગરમાં સમકિતઘારી પુણ્યાત્મા જિનદાસ નામે શેઠ હતો. તેની જિનદાસી નામે પ્રિયા અને જિનદત્ત નામે ગુણવાન પુત્ર હતો. જિનદત્તે એકવાર ચારણમુનિ ભગવંતની ઘર્મદેશના સાંભળી કહ્યું કે ભગવંત! તીર્થંકરપદની પ્રાપ્તિ કેવા પુણ્યના ઉદયથી કરી શકાય? ગુરુ ભગવંતે કહ્યું–હે સોભાગી! તીર્થંકર પદ પ્રાપ્તિના ત્રીજા પદમાં ચતુર્વિધ સંઘની ભાવપૂર્વક ભક્તિ કરવી તે ઉત્તમ છે. તીર્થકર ભગવંત પણ ઘર્મોપદેશ સમયે “નમો તિસ' કહી એટલે ચતુર્વિઘ સંઘરૂપ તીર્થને નમસ્કાર હો એમ કહી દેશના આપે છે. એવા સંઘની ભક્તિ તે પરમપદ પ્રાપ્તિના હેતુરૂપ છે. શ્રી સંઘનું આવું માહાસ્ય સાંભળી ઉલ્લાસપૂર્વક શ્રી ચતુર્વિઘ સંઘની તે ભાવપૂર્વક પ્રતિદિન ભક્તિ કરવા લાગ્યો. રાજાએ પણ તેને નગરશેઠની પદવી આપી. શ્રી સંઘની અત્યંત ભક્તિના પ્રભાવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી દીક્ષા લઈ નિરતિચારપણે ચારિત્ર પાળી નવગ્રેવેયકમાં ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામશે. તેની સ્ત્રી હારપ્રભા પણ તેમની ગણઘર બની સિદ્ધિપદને પામશે. Iકા આચાર્ય-સેવન વડે જિન-બીજ વાવું, ચોથે પદે સૅરિ-ગુણો ઉર સર્વ લાવું; આચાર પાળી શીખવે ઑવ સર્વને છે, તેની કૃપા ગ્રહીં તરું ભવસિંઘુ હેજે. ૭ અર્થ - ૪. આચાર્ય ભક્તિ – આચાર્ય ભક્તિ એ જ ગુરુ ભક્તિ છે. “ગુરુ ભક્તિસે લાહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ” માટે એવા સાચા આત્મજ્ઞાની ગુરુ ભગવંતની સેવના એટલે આજ્ઞા ઉપાસીને જિનનામકર્મ બીજની વાવણી કરું. શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના આ ચોથા પદમાં ગુણોની ખાણરૂપ વીતરાગી શ્રી ગુરુના સર્વ ગુણોને હૃદયમાં ધારણ કરી તેમની ભક્તિ કરું. ઘન્ય ભાગ્ય હોય તો જ આવા સાચા સદ્ગુરુના ગુણોમાં અનુરાગ થઈ એમનું શરણ પ્રાપ્ત થાય. આચાર્ય ભગવંત પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર નામના પંચ આચારને શુદ્ધ રીતે પાળી ચતુર્વિધ સંઘને પણ યથાયોગ્ય ભૂમિકાએ તેને શિક્ષા આપી પળાવે છે. તેઓ વર્તમાનકાળમાં સકળસંઘ માટે ઘર્મના નાયક છે. તેવા આત્મજ્ઞાની સદગુરુ ભગવંતની ભક્તિ વડે તેમની કૃપાને ગ્રહણ કરું તો સહેજે દુસ્તર એવો ભવસિંઘુ એટલે સંસારસમુદ્ર તરી જાઉં. પુરુષોત્તમ રાજાનું દ્રષ્ટાંત – પદ્માવતી નામે નગરીમાં રાજા પુરુષોત્તમ રાજ્ય કરતો હતો. એકદા તેની રાણીનું મૃત્યુ થયું. રાજાને રાણી પ્રત્યે અત્યંત પ્રેમ હોવાથી રાજકાર્યનો ત્યાગ કરી રૂદન કરવા લાગ્યો. ત્યાં ચાર જ્ઞાનના ઘર્તા ગુરુભગવંત પધાર્યા. તેમની દેશનાવડે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ગુરુને કહ્યું: મને જન્મમરણના દુઃખોથી મુક્ત કરનાર ચારિત્ર આપી કૃપા કરો. ગુરુએ યોગ્ય જાણી દીક્ષા આપી. નવ પૂર્વ સુઘી રાજાએ અભ્યાસ કર્યો. એકદા તે ચિંતવવા લાગ્યા - અહો! સમ્યજ્ઞાનરૂપ ચક્ષુના આપનાર, દુર્ગતિથી બચાવનાર એવા ગુરુનો કરોડો ઉપાયો કર્યો છતે પણ ઉપકાર વાળી શકાય એમ નથી. આ પ્રમાણે વિચારી અભિગ્રહ ધારણ કર્યો કે આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી. તેમના પ્રત્યેની તેત્રીસ આશાતનાને ત્રિવિઘે તજી, ગુરુના છત્રીસ ગુણોનું ચિંતવન કરવું. અન્ય સમક્ષ પણ ગુરુના ગુણનું ભાવપૂર્વક કીર્તન કરતાં રાજાએ ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન કરવાથી તીર્થંકર નામકર્મનો નિકાચિત બંઘ કર્યો. એક માસનું અનશન કરી સમાધિપૂર્વક દેહ ત્યાગી, બારમા દેવલોકમાં દેવ થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧ ૩૧ તીર્થકર પદ પામી અનંત સુખવાળા મોક્ષ સ્થાનને પામશે. આશા જે સ્થિર સંયમ ઘરે સ્થવિરો ગીતાર્થ, નાના તથા શિથિલને અવલંબનાર્થ, તે જૈનશાસન દપાર્વી શકે, સમર્થ સેવ્ય સ્થવિર પદ પંચમ હું કૃતાર્થ. ૮ અર્થ - પ.સ્થવિર ભક્તિ - જે સંયમમાં સ્થિર, જ્ઞાનવૃદ્ધ, આત્માનુભવી, સિદ્ધાંતના જાણ હોવાથી ગીતાર્થ એવા સ્થવિરો, તે નવ દિક્ષિત થયેલા અથવા શિથિલ થયેલા સાધુઓને આઘારરૂપ છે. તે જૈન શાસનને દીપાવી શકે. એવા સમર્થ સ્થવિરો પ્રત્યે વાત્સલ્યભાવ સહિત તેમની સેવા કરવાથી તીર્થંકર નામ કર્મનો બંઘ થાય છે. તીર્થંકરપદ પ્રાપ્તિના આ ચોથાપદને સેવી હું કૃતાર્થ થાઉં. પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્થવિર એવા પ્રભુશ્રીજીની સેવા ભક્તિ કરીને કૃતાર્થ થઈ ગયા. “સ્થવિર એટલે વૃદ્ધ. તે ત્રણ પ્રકારના છે, જેમની વય સાઠ વર્ષની થઈ હોય તે વય સ્થવિર. દીક્ષા લીઘા પછી વીસ વર્ષ થયા હોય તે પયાર્ય સ્થવિર અને જે સમવાયાંગ સૂત્રના અર્થપર્યત જાણનાર હોય તે શ્રુત સ્થવિર જાણવા.” - ઉપદેશ પ્રા.ભાષાંતર ભાગ-૧ (પૃ.૨૨૦) પડ્યોતર રાજાનું દ્રષ્ટાંત - વારાણસી નગરીમાં પધોતર નામે રાજા ન્યાયયુક્ત સુખપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. એકદા ગુરુ ભગવંતની દેશના સાંભળીને પૂછ્યું હે ભગવંત! હું આ રાજ્યલક્ષ્મી તથા સ્વરૂપવાન સ્ત્રીઓ કયા પુણ્યપ્રભાવ પામ્યો છું? તે કૃપા કરી કહો. ગુરુ કહે હે નૃપતિ! તું પૂર્વભવમાં એક શેઠનો નંદન નામે દાસ હતો. એક દિવસ સુંદર વિકસિત કમળ લઈ તું શેઠના ઘરમાં જતો હતો, તેવામાં કોઈ ચાર કુમારિકાઓએ તે કમળ જોઈને કહ્યું આવું સુંદર કમળ તો ખરેખર જિનેશ્વરની પૂજાને યોગ્ય છે. તે સાંભળી તેઓ પ્રત્યે હર્ષ પામી તું બોલ્યો કે તમે કહો છો તે સત્ય છે. પછી તું સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી અત્યંત ભાવપૂર્વક તે કમળવડે પરમાત્માની પૂજા કરી. તેની અનુમોદના ચારે કુમારિકાઓએ કરી. તેના પ્રભાવે ત્યાંથી દેહ છોડી તું પૌોતર રાજા થયો, અને તે ચારે કુમારિકાઓ તારી પત્નીઓ થઈ છે. તે સાંભળી રાજા જાતિસ્મરણજ્ઞાન પામ્યો. તેથી વૈરાગ્ય આવવાથી રાજા તથા ચારે રાણીઓએ ગુરુ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. રાજા અગ્યાર અંગના પાઠી થયા. એકદા શ્રી ગુરુ પાસે જ્ઞાનવૃદ્ધ, તપસ્વી અને વયોવૃદ્ધની ભક્તિ કરવાથી આત્મા નિર્મળ થઈ ઉચ્ચ ગોત્ર અને તીર્થંકર પદની પ્રાપ્તિ કરે છે. તે સાંભળી રાજર્ષિએ અભિગ્રહ લીધો કે હું જીવું ત્યાં સુધી નિરંતર વૃદ્ધ સાધુઓની સેવા ભક્તિ કરીશ. પછી આહારપાણી વગેરે લાવી તેમની ભક્તિ કરવા લાગ્યા. તેના ફળ સ્વરૂપ તીર્થકર ગોત્રનો નિકાચિત બંઘ કરી સમાધિપૂર્વક દેહ ત્યાગી મહાશુક્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષપદને પામશે. |૮ાા. સન્શાસ્ત્ર-બોઘ અતિ નિર્મળ ઉર રાખે, ચારિત્ર શુદ્ધ પરિણામથી પાળી, દાખે સન્શાસ્ત્ર-અર્થ ઉપકાર થવા જનોને; છઠ્ઠું પદે વિનય વાચક-વર્યનો એ. ૯ અર્થ :- ૬. ઉપાધ્યાય ભક્તિ – સમસ્ત શ્રત રહસ્યના જાણ, આત્મજ્ઞાની એવા ઉપાધ્યાય, જે સન્શાસ્ત્રના બોઘને અતિ નિર્મળપણે પોતાના હૃદયમાં ઘારી રાખે, અને શુદ્ધભાવથી ચારિત્ર પાળી બીજાને પણ સન્શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપી ઉપકાર કરે, એવા વર્ય એટલે શ્રેષ્ઠ વાચક એટલે ઉપાધ્યાય પદનો વિનય કરવો એ તીર્થકરપદપ્રાપ્તિનું છઠ્ઠું સ્થાનક જાણવું. મહેન્દ્રપાલ રાજાનું દ્રષ્ટાંત :- સોપારકપટ્ટણ નામે નગરમાં રાજા મહેન્દ્રપાલ રાજ્ય કરતો હતો. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ તે મિથ્યાત્વી હતો. તેનો પ્રઘાન બુદ્ધિશાળી હતો. પ્રધાનનો ભાઈ શ્રુતશીલ હતો. તે રાજાને ઘણો પ્રિય હતો. એકવાર સ્વરૂપવાન માતંગીને ગાન કરતાં જોઈ રાજા તેના પર મોહ પામ્યો. શ્રુતશીલે રાજાના ભાવ જાણી કહ્યું. પરસ્ત્રીમાં મોહ પામવાથી નીચ ગતિમાં જઈ જીવ મહાન દુઃખ અનુભવે છે. વગેરે ઘણું સમજાવવા છતાં મિથ્યાત્વી એવો રાજા તે સમજ્યો નહીં. ત્યારે મંત્રીએ કુળદેવીનું સ્મરણ કર્યું. કુળદેવીએ રાજાના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કર્યો. ત્યારે રાજા વિચારવા લાગ્યો કે અહો! માત્ર મનથી જ કરેલું પાપ આવું કષ્ટ આપે તો જે ત્રિયોગે પાપ સેવે તેને કેટલા કષ્ટો આવતા હશે. એમ પશ્ચાત્તાપ કરવાથી દેવીએ વ્યાધિનો નાશ કર્યો. એકદા આચાર્ય ભગવંત પધાર્યા. રાજાએ ત્યાં જઈને બે હાથ જોડી પૂછયું મનના પાપની શુદ્ધિ શી રીતે થાય? ગુરુએ કહ્યું – જ્ઞાન ધ્યાન તપરૂપી પાણીથી. વગે૨ે દેશના સાંભળી રાજાએ પુત્રને રાજ્ય સોંપી મંત્રી સાથે દીક્ષા લીધી. એક દિવસ ગુરુ મુખે તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનક સાંભળી રાજર્ષિ મુનિ, ઉપાધ્યાય કે બહુશ્રુત મુનિઓની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવા લાગ્યા. વાત્સલ્યપૂર્વક સેવા કરવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી આરાધના કરી નવમા ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી તીર્થંકર બની મોક્ષે પધારશે. ।।૯।। ૧૩૨ સેવું સદા સ્વપ૨-ઉન્નતિકારી મુનિ, જેણે ગ્રહ્યું શરણ સદ્ગુરુવાણી સુણી, સંસાર-દુઃખ હરવા, તજવા કષાય, રત્નત્રયી ગ્રહી રહે; પદ સપ્ત થાય. ૧૦ અર્થ :- ૭. સાધુ ભક્તિ :– શુદ્ધ આત્મસ્વભાવની નિર્મળ સાધનામાં સદા તત્પર, હમેશાં સ્વપર આત્માઓની ઉન્નતિ કરનાર એવા મુનિપદની હું ભાવપૂર્વક સેવા કરું. જેણે સદ્ગુરુની વાણી સાંભળીને તેમનું શરણ ગ્રહણ કર્યું છે. જે જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંસારના દુઃખોને હરવા તેમજ ક્રોઘાદિ કષાયભાવોને તજવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને ગ્રહણ કરીને નિર્મળ જીવન જીવે એવા સાતમા તીર્થંકરપદ પ્રાપ્તિના કારણરૂપ મુનિપદની સેવના કરું. : વીરભદ્ર શેઠનું દૃષ્ટાંત – વિશાળા નગરીમાં વૃષભદાસ શેઠનો પુત્ર વીરભદ્ર હતો. તે અત્યંત તે પુણ્યશાળી હોવાથી રાજાની પુત્રી, શેઠની પુત્રી અને એક વિદ્યાઘરીની પુત્રીને પરણ્યો હતો. અન્યદા પદ્મિનીખંડ નગરમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ સમવસર્યા. દેશનાના અંતે સાગરદત્ત શેઠે પૂછ્યું કે હે ભગવંત! આ વીરભદ્રે પૂર્વભવમાં શું કૃત્ય કર્યું હશે? ભગવાન કહે પૂર્વભવમાં તે નિર્ધન જિનદાસ નામે શ્રાવક હતો. તેના ઘરે ચૌમાસી તપના પારણે શ્રી અનંતનાથ ભગવાન પથાર્યા હતા. તેમને ભક્તિ સહિત બહુમાનપૂર્વક શુદ્ધ દાન આપ્યું હતું. તેના પ્રભાવથી દેવોએ સાડાબાર કરોડ સોનૈયાની ત્યાં વૃષ્ટિ કરી. ત્યાંથી દેહ છોડી તે દેવલોકે ગયો. દેવલોકમાંથી આવી આ વીરભદ્ર શેઠ પુત્ર થયો છે. કાળાંતરે શ્રી ચંદ્રસાગર ગુરુ પાસે વીરભદ્રે પોતાની ત્રણેય સ્ત્રીઓ સહિત તથા પાંચસો શ્રેષ્ઠીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. તેઓ દુષ્કર તપસ્યા કરનાર એવા તપસ્વી સાધુ મુનિઓની ભાવપૂર્વક સેવા કરવાથી તીર્થંકરપદ પામી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષપદને પામો. ।।૧૦। અધ્યાત્મરૂપ ઝળકે, જડ ચેતનાદિ, હિતાહિતાદિ સમજાય વિવેચનાદિ; જો જ્ઞાનદીપ ઉરમાં પ્રગટે પ્રભાવી, એ સ્થાન અષ્ટમ નમું ઉંર ભાવ લાવી. ૧૧ : અર્થ :- ૮. જ્ઞાનભક્તિ – દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માને સદ્ગુરુના ઉપદેશથી જાળવો. તે ખરું જ્ઞાન છે. એવા જ્ઞાનરૂપ દીપકના પ્રભાવથી જડ ચેતનાદિ તત્ત્વોનું કે છ પદનું અઘ્યાત્મરૂપ ઝળકે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૩૩ અધ્યાત્મમય નવ તત્ત્વોના વિવેચન આદિથી આત્માને હિતરૂપ શું અને અહિતરૂપ શું તેનું ભાન થાય છે. એવો જ્ઞાનરૂપી પ્રભાવક દીવો મારા હૃદયમાં પ્રગટ થાય તે અર્થે આ અષ્ટમ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ સમ્યકજ્ઞાનને હૃદયમાં ભાવ લાવી ભક્તિથી નમસ્કાર કરું છું. જયંતદેવ રાજાનું દ્રષ્ટાંત – કૌશાંબી નગરીમાં જયંતદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. એકદા નગરમાં આચાર્ય ભગવંતની દેશના સાંભળી રાજા ગુરુદેવને કહેવા લાગ્યો કે હે પ્રભુ! હું જ્ઞાની કે અજ્ઞાની? ગુરુ કહે છે નરેન્દ્ર! વિષયકષાય વગેરે દોષો જ્ઞાનીમાં હોય તો પછી જ્ઞાની અને અજ્ઞાનીમાં તફાવત શું? વગેરે સમજણ મેળવી વૈરાગ્ય પામી રાજાએ શ્રીગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરુ આજ્ઞાએ જ્ઞાનની પ્રેમ સહ ભક્તિ કરતાં બાર અંગ અર્થ સહિત ભણ્યા. દેવે અનુકૂળ ઉપસર્ગો કર્યા છતાં ચલાયમાન ન થયા. ઇન્દ્ર વૃદ્ધનું રૂપ લઈ પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? ત્યારે શ્રુતજ્ઞાનથી જાણીને કહ્યું કે હે સુરેશ! તમારું આયુષ્ય બે સાગરોપમમાં કાંઈક ન્યૂન બાકી છે. પછી નિગોદનું સ્વરૂપ પૂછતાં પણ યથાર્થ જવાબ સાંભળી ઇન્દ્ર ગુરુ પાસે જઈને પૂછ્યું કે ભગવંત! આ મુનિ આવા જ્ઞાનોપયોગમય છે તો તે શું ફળ પામશે? ત્યારે ગુરુ કહે : તે જ્ઞાનભક્તિના બળે તીર્થંકર પદને પામશે. તે સાંભળી ઉલ્લાસપૂર્વક મુનિને વંદન કરી ઇન્દ્ર દેવલોકે ગયો. //૧૧ાા સર્વે ગુણાંશફૅપ દર્શનને નમું હું, સમ્યકત્વ નામ નવમા પદને સ્મરુ છું; જો, સંયમાદિ સઘળા ગુણનો પિતા તે, સર્વેય ગ્લાધ્ય પુરુષો ગ્રહી તે, જીંત્યા છે. ૧૨ અર્થ - ૯. દર્શન વિશુદ્ધિ પદ - જે જ્ઞાનવડે આત્માનું સ્વરૂપ જાણ્યું, તે આત્માનો સાક્ષાત્ અનુભવ થવો તે સમ્યગ્દર્શન; અથવા સતદેવ, ગુરુ, ઘર્મમાં કે તેમના દ્વારા ઉપદિષ્ટ જીવાજીવાદિ નવે તત્ત્વોની દ્રઢ શ્રદ્ધા થવી તે વ્યાવહારિક સમ્યક્દર્શન છે. એવા “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” ને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. જે તીર્થકર પદ સંપ્રાપ્તિનું નવમું પદ છે. તેને ખાસ સ્મરણમાં રાખું છું. કારણકે સંયમાદિ સર્વ ગુણોના તે પિતા છે. જેમ પિતા વિના પુત્ર નથી તેમ સમ્યક્દર્શન વિના જ્ઞાન કે ચારિત્ર પણ યથાર્થ નથી. તે વિના સંયમાદિ સર્વ મોક્ષના કારણરૂપ થતા નથી. સર્વે સ્લાધ્ય એટલે પ્રશંસા કરવા લાયક એવા ૬૩ પુરુષો પણ સમ્યક્દર્શનને ગ્રહણ કરીને જ જિત્યા છે અર્થાત તે તે ઉત્તમ પદવીને પામ્યા છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ (વાસુદેવ) ૯ પ્રતિનારાયણ (પ્રતિવાસુદેવ) ૯ બળભદ્ર એ ૬૩ ગ્લાધ્ય પદવીઓ સમ્યક્દર્શન વિના પ્રાપ્ત થતી નથી. એવા સર્વ ગુણોમાં પ્રથમ આવશ્યક સમ્યક્દર્શનની વિશુદ્ધિ કરવારૂપ આ તીર્થંકર પદ પ્રાપ્તિના નવમા પદને હું પ્રણામ કરું છું. હરિવિક્રમરાજાનું દ્રષ્ટાંત -- હસ્તિનાપુર નગરમાં હરિષણરાજાનો ગુણવાન પુત્ર બત્રીસ રાજકન્યાઓનો સ્વામી હતો. તે દેવની પેઠે સુખ ભોગવતો હતો. પણ તીવ્ર કર્મના ઉદયથી તેના શરીરમાં આઠ પ્રકારનો કોઢ ઉત્પન્ન થયો. અનેક ઔષઘો કરવા છતાં પણ તે મટ્યો નહીં. તે શહેરમાં કેવળી ભગવંત પઘાર્યા. રાજા અને કુંવર દર્શનાર્થે ગયા. ત્યાં કેવળી ભગવંતના દર્શન કરતાં જ તે સર્વ રોગ નાશ પામી કાયા સુંદર થઈ ગઈ. તે જોઈ કુમારે ગુરુને પૂછ્યું કે હે ગુરુદેવ! પૂર્વભવે મેં એવું શું મહાપાપ કર્યું હતું કે જેથી આ યૌવનવયમાં મને આવી વેદના ઉત્પન્ન થઈ? ત્યારે શ્રી ગુરુ કહે : તું પૂર્વભવમાં રાજા હતો. શિકાર કરવા જતાં મૂનિ ભગવંતને અફાળી તેં મારી નાખ્યા. તેથી મંત્રી વગેરેએ મળી તને પદભ્રષ્ટ કરી પુત્રને રાજ્ય સોંપ્યું. પછી તું જંગલમાં ફરતા ફરી તરવારથી મુનિની ઘાત કરવા જતાં મુનિએ તારા ઉપર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેજો વેશ્યા મૂકી તેથી તું બળી જઈ સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી બથી નરકોમાં તું બબ્બેવાર જન્મી અનંતદુ:ખ પામ્યો. પછી તિર્યંચ યોનિમાં અનંતવાર ભમ્યો. પછી એક શેઠનો પુત્ર થયો. ત્યાં તાપસી દીક્ષા નિષ્કપટપણે પાળી ત્યાંથી મૃત્યુ પામી તું આ હરિવિક્રમ રાજપુત્ર થયો છું. મુનિઘાતનું પાપ ઘણું ભોગવ્યું અને શેષ રહેલું તે આ ભવમાં ઉદય આવવાથી વેદના ભોગવી પૂરું કર્યું. આ પ્રમાણે ગુરુમુખથી પોતાનો પૂર્વભવ સાંભળી શ્રી ગુરુ પ્રત્યે શ્રદ્ધા આવવાથી તે સમ્યકદર્શનને પામ્યો. શ્રદ્ધાથી ચલાયમાન કરવા યક્ષ અને દેવે અનેક ઉપસર્ગો કર્યા છતાં ચલાયમાન ન થયો. અંતે દીક્ષા લઈ ગુરુમુખથી સમ્યક્દર્શનનો મહિમા સાંભળી ઘર્મમાં નિશ્ચલ દ્રઢતા ઘરીને જિનનામકર્મ ઉપાર્જ વિજય વિમાનમાં બત્રીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી પૂર્વ વિદેહક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામશે. //૧૨ા. જે ઘર્મનું મૅળ કહ્યું, વશ વૈરી થાય, સમ્યકત્વ ગુણ પણ જે ઘરમાં પમાય; તે રત્નતુલ્ય દશમા પદને નમું હું વાણી વડે, વિનય નામ ઉરે ઘરું છું. ૧૩ અર્થ :- ૧૦. વિનય આરાધના – પંચ પરમેષ્ઠિ પ્રત્યે ગુણસ્તુતિ કરી યથાયોગ્ય પરમાદર દાખવવો તે વિનય આરાઘના ગુણ છે. જેને ઘર્મનું મૂળ કહ્યું છે, જેના વડે વૈરી પણ વશ થાય છે. સમ્યક દર્શનના ગુણ પણ વિનયને ઘારણ કરવાથી જ પમાય છે. તે રત્નસમાન આ તીર્થકરપદ પ્રાપ્તિના દશમા વિનયપદનું પાણી વડે ગુણગાન કરી નમસ્કાર કરું છું અને મનમાં પણ વિનયનામના ગુણને તે પ્રાપ્ત કરવા અર્થે ઘારી રાખું છું. ઘનશેઠનું દ્રષ્ટાંત – કૃતિકાવતી નામની નગરીમાં સુદત્ત શેઠને ઘન અને ઘરણ નામના બે પુત્રો હતા. ઘન પોતાના ઉત્તમ ગુણોથી લોકોમાં યશ પામતો હતો. જ્યારે ઘરણ નિર્દય અને ઈર્ષાળુ હોવાથી અપકીર્તિ પામતો અને ઘનના છિદ્રો જોતો હતો. ઘરણનો આવો દુષ્ટ સ્વભાવ જાણી ઘનને સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી ચારિત્ર અંગીકાર કર્યું. એક દિવસ ગુરુમુખથી સાંભળ્યું કે સર્વ ગુણોમાં પ્રધાન એવા વિનય ગુણથી ગુરુજનને સંતોષ પમાડે તે શાશ્વત સુખના ભોગી થાય છે. કેમકે વિનયથી જ્ઞાન અને જ્ઞાનથી શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થાય છે. તે વડે સમ્યકુચારિત્ર, ચારિત્રથી સંવર, સંવરથી તપસ્યા, તપસ્યાથી નિર્જરા, નિર્જરાથી અષ્ટકર્મનો નાશ, કર્મનાશથી કેવળજ્ઞાન અને તેથી અનંત અવ્યાબાધ એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. વિનયગુણનો આવો મહિમા સાંભળી ગુરુ આદિ પંચપરમેષ્ઠિનો ત્રિકરણ શુદ્ધિએ વિનય કરતાં તે તીર્થંકર નામકર્મને પામી કૃતાર્થ થયો. ૧૩ના ચારિત્ર નામ પદ, આત્મ-અનુભવે છે, અગ્યારમું સકલ કર્મકલંક લૂછે; તેનું રહસ્ય સમતા, ખમીખુંદવામાં; સાથે સ્વહિત ઘરી તે, રહી આતમામાં. ૧૪ અર્થ:- ૧૧. ચારિત્રશુદ્ધિપદ – સમ્યકજ્ઞાનદર્શનના બળે આત્માનું સ્વરૂપ જાણ્યું, શ્રછ્યું, હવે તેવો આત્મામાં સ્થિર સ્વભાવ પ્રગટવો, આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે સમ્યક ચારિત્ર પદ છે. એ સમ્યક ચારિત્ર નામનું પદ આત્મઅનુભવ થયે જ પ્રાપ્ત થાય છે. તીર્થંકરપદ પ્રાપ્તિના આ અગ્યારમાં ચારિત્ર શુદ્ધિ પદવડે સર્વ કર્મકલંકનો નાશ થાય છે. આ ચારિત્ર શુદ્ધિ થવાનું રહસ્ય સમતાભાવ છે. અથવા ખમીખુંદવાપણું છે અર્થાત્ જે કર્મ ઉદય આવે તેને ક્ષમા રાખી સહન કરવાં; એ સર્વ કર્મથી મુક્ત થવાનો ઉપાય છે. જેથી સાધુપુરુષો ચારિત્રમાં જ સ્વકલ્યાણ સમજી, સ્વરૂપાચરણરૂપ આત્મભાવનામાં સ્થિત રહે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૩૫ અરૂણદેવરાજાનું દ્રષ્ટાંત - મણિમંદિર નામે નગરમાં અરૂણદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. એકદા ઉદ્યાનમાં રાજાએ શ્રી મણિશેખર રાજર્ષિને જોયા. તેમને જોતાં જ અરૂણદેવ રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. તેથી પોતાના પૂર્વભવમાં પોતે મહાપાપારંભ કરનારો વૈદ્ય હતો. ત્યારે એક તપસ્વી મુનિ તેના ઘરે આવ્યા. તેમને સૂઝતું ઔષઘ આપ્યું. મુનિએ પણ તેના ઉપર દયા લાવી ઘર્મોપદેશ આપ્યો. છતાં અનુક્રમે તે વૈદ્ય આર્તધ્યાનથી મરણ પામી જંગલમાં પાંચસો વાંદરીઓનો સ્વામી થયો. ત્યાં એક મુનિને પગમાં શલ્યવાળા જોઈ વાનરને પૂર્વભવ સાંભરી આવ્યો. પૂર્વભવના અભ્યાસથી ઔષઘ શોધી લાવી મુનિના પગે ચોપડી મુનિને શલ્યરહિત કર્યા. મુનિએ પણ ઉપદેશ આપ્યો. તેથી તે વાનર સમકિત પામી અનશન લઈ સ્વર્ગે ગયો. ત્યાંથી ચવીને આ તું રાજા થયો એમ જણાવવાથી અરૂણદેવે વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. એકદા શ્રી ગુરુમુખે ચારિત્ર ઘર્મનો મહિમા સાંભળ્યો કે “જે કોઈ સામાયિકાદિ ષડાવશ્યક ત્રિકરણ યોગે શુદ્ધ ઉપયોગથી આરાઘે તે રૈલોક્ય વૈદ્ય એવા જિનનામકર્મને ઉપાર્જે છે. કેમકે સામાયિકથી સંયમ નિર્મળ થાય છે. ચોવીસ તીર્થંકરની સ્તવનાથી સમતિ શુદ્ધ થાય છે. વંદનથી ગુરુજનની સેવાભક્તિથી થાય છે, પ્રતિક્રમણથી આત્મગહ્ન થાય છે, કાયોત્સર્ગથી ચારિત્રના અતિચાર દૂર કરાય છે. તે સાંભળી અરૂણદેવે શુદ્ધ રીતે ચારિત્ર પાળી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અનશન કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકરપદ પામી મોક્ષપદને પામશે. ||૧૪ છે બ્રહ્મચર્ય મૅળ અર્થથી આત્મચર્યા, ચારિત્રલાભ દઈ દે શિવ-સૌખ્ય-શયા; તે બારમું પદ ઘરું ગુરુ રાજ-સાખે, તેવા ગુરું કળિયુગે કદી એક લાખે. ૧૫ અર્થ – ૧૨. બ્રહ્મચર્ય પદ – મનવચનકાયાથી, નવાવાડ સહિત બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્ય વ્રત છે. તે પાળનારને વિષયકષાય, પરિગ્રહ આદિ મોક્ષમાર્ગમાં વિઘ્ન કરતા નથી. બ્રહ્મચર્યનો મૂળ અર્થઆત્મામાં ચર્યા એટલે રમણતા કરવી તે છે. એ આત્મરણારૂપ બ્રહ્મચર્ય, સમ્યફચારિત્રનો લાભ અપાવી અંતે મોક્ષ સુખશય્યાને આપે છે. એ બારમા બ્રહ્મચર્યપદને હું શ્રી ગુરુરાજની સાક્ષીએ ઘારણ કરું છું. કેમકે પરમકૃપાળુદેવ જેવા સાચા આત્મજ્ઞાની ગુરુ આ કળિયુગમાં કદાચ લાખમાં પણ એક હોય અથવા ન પણ હોય. તેવા મળ્યા છે માટે બ્રહ્મચર્ય અંગીકાર કરી જીવન સાર્થક કરું. ચંદ્રવર્મા રાજાનું દૃષ્ટાંત – માકંદીપુરી નામે નગરમાં ચંદ્રવર્મા નામે રાજા ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. તે નગરના ઉદ્યાનમાં ઘણા મુનિઓના પરિવાર સહિત ચાર જ્ઞાનના ઘર્તા આચાર્ય ભગવંત પઘાર્યા. ગુરુનો વૈરાગ્યમય ઉપદેશ સાંભળતા તીર્થંકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકમાં કોઈ બારમા બ્રહ્મચર્યપદરૂપ સ્થાનકને મનવચનકાયાથી શુદ્ધ રીતે આરાધે, દેવ ચળાવે તો પણ મેરુ પર્વતની જેમ સ્થિર રહી દ્રઢ શીલવ્રત પાળે તે સત્વર જિનનામ કર્મ ઉપાર્જે છે. કેમકે સઘળા વ્રતોમાં શીલવ્રત સૌથી વઘારે શ્રેષ્ઠ કહ્યું છે. શ્રી ગુરુમુખથી આવું શીલવ્રતનું માહાત્મ સાંભળીને રાજર્ષિ મુનિ ત્રિકરણ શુદ્ધ નવવાયુક્ત શીલવ્રતનું પાલન કરવા લાગ્યા. કોઈપણ સ્ત્રીની સામે સરાગથી દ્રષ્ટિ નાખે નહીં, સ્ત્રી સંબંઘી વર્ણન તેમજ તે સંબંધી અન્ય કથા વાર્તાનો પણ ત્યાગ કરી સ્થિર ચિત્તથી શીલવ્રતનું પાલન કરવા લાગ્યા. દેવે અનેક પ્રકારના અનુકુળ ઉપસર્ગો કર્યા છતાં પોતાના વ્રતમાં દ્રઢ રહ્યા. તેથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જ સ્વર્ગે સિઘાવ્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે તીર્થકર બની મોક્ષસુખને પામશે. II૧પાા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રાવધ-વિવેચન ભાગ-૨ સર્વજ્ઞદેશિત સદા કરવી ક્રિયા સત્, તે તેરમું પદ ઉરે ઘરવાની દ્યાનસ્; છે જ્ઞાનનું ફળ રુચિ કરણી ભણી તે; ક્રિયારુચિ શુક્લપક્ષી ગણ્યા ગુણી એ. ૧૬ અર્થ :- ૧૩, નિરતિચાર ક્રિયાપદ :– નિજ આત્મસ્વરૂપને જે પ્રાપ્ત કરાવે તેવી કરણી તે જ ખરી ક્રિયા છે. તે સર્વ શુભ ક્રિયાઓ આત્મશુદ્ઘિના લક્ષપૂર્વક હોવી જોઈએ. સર્વશ પુરુષો દ્વારા ઉપદેશિત સત્ એટલે આત્માને પ્રાપ્ત કરાવે અથવા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ પ્રગટાવે તેવી ક્રિયા સદા કરવી જોઈએ. આ તેરમું તીર્થંકરપદ પ્રાપ્તિનું સ્થાનક ઘારણ કરવાની મનમાં ઘાનત એટલે સાચી ભાવના હોવી જોઈએ. ‘જ્ઞાનસ્ય ફળ વિરતિ' જ્ઞાનનું ફળ ત્યાગ છે, અર્થાત્ જ્ઞાનનું ફળ ધર્મ આરાઘવાની રુચિ કે વસ્તુના ત્યાગ ભણી આવવું જોઈએ. જેને એવી નિરતિચાર ક્રિયા કરવાની રુચિ પ્રગટ થઈ તેને ગુણવાન અને શુક્લપક્ષી જીવો ગણ્યા છે. હરિવાહન રાજાનું દૃષ્ટાંત – સંકેતપુર નગરમાં હરિવાન રાજા રાજ્ય કરતો હતો. તે સર્વ :- · કાર્યમાં નિપુણ હોવા છતાં ધર્મક્રિયા કરવામાં અતિશય પ્રમાદી હતો. એકદા ગુરુ મહારાજે દેશનામાં જણાવ્યું કે જે ભવ્ય પ્રાણી પ્રમાદરહિત થઈ ધર્મક્રિયામાં ઉદ્યમી થાય તે પ્રાણી અલ્પ સમયમાં લોકોત્તર એવી મોક્ષ લક્ષ્મીને પામે છે. તે સાંભળી વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુમુખથી તીર્થંકર નામકર્મના તેરમા પઠનું માહાત્મ્ય સાંભળી હર્ષપૂર્વક નિર્મળ ચિત્તથી નિરતિચાર ક્રિયાપદને પ્રમાદરહિત, નિકષાયભાવે સેવતાં, નિરંતર મૌન ગ્રહી, ઉજ્જ્વલ લેશ્યાથી શુભ ધ્યાન ધ્યાવતાં શ્રી હરિવાનમુનિએ જિનનામકર્મ ઉપાર્જન કરી પોતાનું જીવન ધન્ય કર્યું. ।૧૬।। અગ્નિી કુંદનસમો સુતપે વિશુદ્ધ, આત્મા ક્ષમા ઘી રહે સહજાત્મતૃપ્ત; તે ચૌદમા તપપદે કરવા પ્રયત્ન શક્તિ બઘી અરીં હું ખરીદું સુરત્ન. ૧૭ અર્થ :– ૧૪. તપપદ - ‘તપ: નિર્જરા ચ' કર્મોની નિર્જરા માટે ભગવંતે બાર પ્રકારના તપ કહ્યાં છે. તે યથાશક્તિ આત્માર્થે આરાથવા, અગ્નિથી જેમ કુંદન એટલે સોનું શુદ્ધ થાય, તેમ ગુરુ આજ્ઞાએ કરેલ આત્માર્થના લક્ષપૂર્વકનું સુતપ આત્માની વિશેષ શુદ્ધિ કરે છે. તપ આરાધતા કર્મના ઉદયમાં ક્ષમા ઘારણ કરીને પોતાના સહજાત્મસ્વરૂપમાં જ તૃપ્તિ માની જે શાંત રહે તે જ ખરા તપના આરાધક છે. એવા તીર્થંકરપદ પ્રાપ્તિના ચૌદમા તપપદને આરાધવા બધી શક્તિ અર્પી, શુદ્ધાત્મરૂપ સમ્યક્ રત્નને ખરીદ કર્યું. કનકકેતુ રાજાનું દૃષ્ટાંત = નક્રકેતુ રાજાના શરીરમાં તીવ્ર દાવર ઉત્પન્ન થયો. અનેક ઉપચારો કર્યા છતાં વ્યાધિ શાંત થયો નહિ. તેથી વિચાર આવ્યો કે સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ તે સુખ ધર્મારાધન વિના પ્રાપ્ત થતું નથી. માટે જો આ દાજ્વર શાંત થાય તો સવારે પ્રવાં અંગીકાર કરીશ. આવા વિચારથી કર્મો ઉપશમી જઈ વ્યાધિ શાંત થઈ ગયો. સવારે મંત્રી વગેરે સર્વને જણાવી ચારિત્ર ગ્રહણ કર્યું, એકદા શ્રી ગુરુએ ઉપદેશમાં જણાવ્યું કે જે તપપદનું ક્ષમાસહિત આરાધન કરે તે ક્લિષ્ટ કર્મોનો પણ નાશ કરે છે, તે સાંભળી કનકકેતુ મુનિએ ઘોર અભિગ્રહ ઘારણ કર્યો કે જ્યાં સુધી આ કાયા ટકે ત્યાં સુધી મારે નિરંતર બાર પ્રકારના તપ કરવા. બાહ્યતપમાં જઘન્ય ત્રણ ઉપવાસથી માંડી છ માસ સુઘી તપશ્ચર્યા કરવી અને પારણામાં આયંબિલ કરવું. એકવાર પરીક્ષા કરવાથી છ મહિના સુધી શુદ્ધ આહાર ન મળવા છતાં પણ વિષાદરહિતપણે ક્ષમાભાવથી સર્વ સહન કર્યું. તેના ફળ સ્વરૂપ તીર્થંકરનામકર્મ ઉપાર્જી જીવન સાર્થક કર્યું. ।।૧૭।। Page #146 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક પામું સદાય ગુરુ ગૌતમતુલ્ય ભક્તિ, કે દાન-પાત્ર જિનતુલ્યી થાય મુક્તિ; સર્વે સુસાધક સુપાત્ર ગણી ચહે જે, ભક્તિભર્યું હ્રદય પંદરમે પદે છે. ૧૮ ૧૩૭ = અર્થ :- ૧૫. દાન પદ :- સભ્યજ્ઞાનદર્શનાદિની આરાધના કરનાર સુપાત્ર સત્પુરુષોને ભક્તિપૂર્વક આહારાદિ આપવા તે દાન છે. શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વતની તળેટીમાં પંદરસો તાપસોને ખીર જમાડીને સહધર્મી પ્રત્યે ભક્તિ દર્શાવી તેવી ભક્તિ હું પણ સદાય પામું એમ ઇચ્છું છું. તેમજ જિનેશ્વર તુલ્ય દાન આપવાને પાત્ર જીવો મને મળી આવે તો મારી અવશ્ય મુક્તિ થાય. મોક્ષમાર્ગને સમ્યક્ પ્રકારે સાધનાર સર્વે સુપાત્ર જીવોને જે ભક્તિભર્યાં હૃદયથી દાન આપવાને ઇચ્છે તે ભવ્યાત્મા આ પંદરમા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકને પામે છે. હરિવાહન રાજાનું દૃષ્ટાંત :– કંચનપુર નગરમાં હરિવાહન નામે રાજા હતો. તેના મુખ્ય વિરંચિ નામના પ્રઘાને શ્રી ઋષભદેવ સ્વામીનું સુંદર મંદિર બંધાવ્યું. ત્યાં રાજા અને મંત્રી દર્શન કરવા જતાં રસ્તામાં શેઠના ઘરે પુત્ર જન્મના ઉત્સવની ધામધૂમ જોઈ. બીજે દિવસે દર્શન કરવા જતાં તે જ પુત્ર મરી ગયાના સમાચાર જાણ્યા. તેથી રાજા ચિંતવવા લાગ્યો કે અહો !પ્રાણીઓના કહેવાતા સાંસારિક સુખો કેટલા ક્ષણિક છે, તે ખરેખર દુઃખના જ હેતુ છે. એકદા આચાર્ય ભગવંતને રાજાએ શેઠ પુત્રને જન્મતાં જ બીજે દિવસે મૃત્યુ પામવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીગુરુએ કહ્યું કે કુદેવ, કુગુરુ અને કુધર્મ વિષે ધર્મબુદ્ધિનું આ ફળ છે. તે સાંભળી વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. પછી શ્રી ગુરુ મુખે તીર્થંકરપદ પ્રાપ્તિના પંદરમા પદમાં સુપાત્રદાનનો મહિમા સાંભળી પોતે પણ એવી પ્રતિજ્ઞા કરી કે સુપાત્ર એવા મુનિ મહાત્માઓને પ્રથમ ભોજન, પાન, ઔષધિવડે ભક્તિ કર્યા પછી જે વર્ષે તે જ મારે વાપરવું. દેવે પરીક્ષા કરી તો પણ વ્રત ભંગ ન કર્યું. તેના પરિણામે જિનનામ કર્મનો નિકાચિત બંધ કરી બારમા અચ્યુત દેવલોકમાં મહાન સમૃદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પદ પામી સિદ્ધિપદને પામશે. ।।૧૮।। સામાન્ય જિન સઘળા ભગવાન ભાળું, વિશ્વપ્રકાશક બધા સરખા નિહાળું; પ્રત્યક્ષ સૌ વિહરમાન ઉર્ફે વિચારું, આ સોળમા પદ વિષે જિન સર્વ ઘારું. ૧૯ અર્થ :- ૧૬. જિનપદ :- જેના અનંતાનુબંઘી કષાયો તથા મિથ્યાત્વની ગાંઠ છેદાઈ ગઈ છે તે • સામાન્યપણે જિનની કોટીમાં ગણાય છે. સર્વશ સિવાય, આચાર્ય ભગવંત ઉપાધ્યાય ભગવંત કે સાધુ ભગવંત જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે તે સર્વસામાન્યપણે જિનની કોટીમાં આવી જવાથી બધાને ભગવાન તુલ્ય ભાળું, તથા વિશ્વપ્રકાશક એવા બધા કેવલી ભગવંતને ભગવાન સરખા જ નિહાળું. તેમજ વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં પ્રત્યક્ષ સૌ વિહરમાન એટલે વિચરતા ભગવાનને પણ હૃદયમાં લાવી સર્વ જિનોને ભક્તિપૂર્વક પ્રણામ કરું તથા ગુરુ, તપસ્વી, બાળ, વૃદ્ધ, ગ્લાન આદિ મુનિઓની તથા શ્રાવકોની નિર્દોષ આહાર, ઔષધ, વસતિ એટલે સ્થાન આદિ વડે નિષ્કામભાવે ભક્તિપૂર્વક વૈયાવચ્ચ એટલે સેવા કરીને આ સોળમા તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકને ઉજમાળ કરું. જિમૂતકેતુ રાજાનું દૃષ્ટાંત :– પુષ્પપુર નામના નગરમાં રાજા જયકેતુનો પુત્ર જિમૂતકેતુ નામે હતો. તે એકવાર રત્નસ્થળપુરના રાજાની પુત્રીના સ્વયંવરમાં જતાં રસ્તામાં તેને મૂર્છા આવી. અનેક ઉપચારો કરવા છતાં તે મૂર્છા ટળી નહીં. ત્યાં શ્રી અકલંક દેવાચાર્ય પધાર્યા કે તેના પ્રભાવવડે તે મૂર્છા મટી શુદ્ધિ આવી ગઈ. તેથી કુમારે ગુરુ ભગવંતને વંદન કરી પૂછ્યું – ભગવંત! મને પૂર્વના કયા કર્મના Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઉદયવડે આ મૂછ આવી હશે? ગુરુ કહે : પૂર્વ ભવ દીક્ષા લીઘા છતાં તું શ્રીગુરુને ગમે તેમ બોલતો તથા ગચ્છ ઉપર પણ વેષ રાખતો હતો. એકદા ગચ્છનો ત્યાગ કરી તું એકલો આગળ ચાલ્યો ગયો. ત્યાં અરણ્યમાં રૌદ્રધ્યાનથી મૃત્યુ પામી સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી અનેક ભવોમાં ભટકી આ ભવે તું આ રાજકુમાર થયો છું. મુનિ નિંદાનું કર્મ બાંધ્યું હતું. તે ભોગવતાં અવશેષ રહેલું તે આજે ઉદયમાં આવવાથી તને મૂછ આવી. હવે તે કર્મ નાશ પામ્યું છે. તે સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું અને વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પાળતાં એવો અભિગ્રહ કર્યો કે આજથી હું શ્રી ગુરુ, ગ્લાન, તપસ્વી વગેરેનું વૈયાવચ્ચ સ્થિર ચિત્તથી કરીશ. તેમ ભાવભક્તિપૂર્વક સદૈવ કરતાં શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જી જીવન સફળ કર્યું. ૧૯ાા. આશા તજી વિષયસુખની, પાપ છોડી, ત્રિયોગ શુદ્ધ કરી સંયમ-ભાવ જોડી, જે શ્રાવકો, મુનિ સમાધિ-સુખે વસે છે, તે સૌખ્ય હે! હૃદય, સત્તરમેં પદે લે. ૨૦ અર્થ :- ૧૭. સંયમ સમાધિપદ - આત્મસ્વરૂપને વિષે સ્થિતિ તે પરમાર્થસંયમ અને તે મેળવવાના કારણભૂત તે દ્રવ્ય સંયમ. એ દ્રવ્ય અને ભાવસંયમ વડે આત્મામાં સ્થિતિ કરવી તે સંયમસમાધિ પદ છે. તે પદમાં સ્થિતિ કરવા માટે પાંચ ઇન્દ્રિયના વિષયસુખની આશા તજી, પાપના કારણો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહને ત્યાગી, મન, વચન કાયાના ત્રિયોગને શુદ્ધ કરી મનને સંયમભાવમાં જોડી, જે શ્રાવકો અથવા મુનિઓ આત્માના સમાધિસુખમાં નિવાસ કરે છે તે જ ખરા સુખી છે. હે! આત્મા તું પણ હૃદયમાં વિકલ્પોને શમાવી આવા સમાધિસુખને પ્રાપ્ત કર. આ સંયમસમાઘિપદમાં નિવાસ કરનારને શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના સત્તરમા ભેદમાં ગણવામાં આવ્યા છે. પુરંદર રાજાનું દ્રષ્ટાંત – વારાણસી નગરીમાં વિજયસેન રાજાનો પુત્ર પુરંદરકુમાર હતો. યુવાનવયમાં ક્રિડા કરવા જતાં અરણ્યમાં શ્રી ગુરુનો ભેટો થયો. તેમની દેશના સાંભળી ઉપદેશમાં શ્રી ગુરુએ કહ્યું કે “સર્વ સંપદાઓનું કારણ ઘર્મ છે અને તેનું મૂળબીજ પરસ્ત્રીનો ત્યાગ કરવો એ છે' તેથી પુરંદરકુમારે શ્રી ગુરુ પાસે પરસ્ત્રીના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. રાજા થયે પણ વૃઢપણે વ્રતનું પાલન કરવા લાગ્યો. કાળાંતરે પુત્રને રાજ્ય સોંપી પાંચ સો રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યાં પણ દ્રવ્ય અને ભાવથી શુદ્ધ સંયમના પાલનવડે આત્મામાં સ્થિતિ કરી અનેક લબ્ધિઓના ઘારક થયા. સંઘ પર આવેલી આપત્તિનું નિવારણ કર્યું તથા વિશુદ્ધ સંયમ સમાધિના બળે તીર્થકર નામકર્મ ઉપાર્જી મહાશુક્ર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદને પામશે. રાણી બંઘુમતિનો જીવ પણ તેમના ગણઘર થઈ મુક્તિને પામશે. ર૦ના. શાસ્ત્રો શીખે ગુરુગમે તજવા પ્રમાદ, તે જ્ઞાનવૃદ્ધિરૃપ લે ગુરુનો પ્રસાદ; આડંબરો તર્જી સદા સમજી શમાતા, તો “જ્ઞાનનૂતન’ ગણાય, અઢારમું આ. ૨૧ અર્થ - ૧૮. અભિનવ જ્ઞાનપદ – નિત્ય નવીન અપૂર્વજ્ઞાનનો અભ્યાસ કરવો તે અભિનવ જ્ઞાનપદ છે. જે પ્રમાદને તજવા અર્થે નિત્ય નવીન શાસ્ત્રોને ગુરુગમે શીખે, તે જ્ઞાનવૃદ્ધિરૂપ ગુરુના પ્રસાદને પામે છે અર્થાત્ તેમની કૃપાને પાત્ર થાય છે. સમ્યકજ્ઞાનવૃદ્ધિના કારણે આડંબરો એટલે મિથ્યાડોળને મૂકી, તત્ત્વ સમજીને સદા સ્વરૂપમાં સમાય, તો “જ્ઞાનનૂતન' તેને મેળવ્યું એમ ગણાય. આ અઢારમું તીર્થંકરપદ પ્રાપ્તિનું સ્થાનક કહેવાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૩૯ સાગરચંદ્ર રાજાનું દ્રષ્ટાંત – મલયપુર વિશાળ નગરમાં ન્યાયયુક્ત પ્રજાપાલન રાજા અમૃતચંદ્રનો પુત્ર સાગરચંદ્ર નામે હતો. તે બુદ્ધિશાળી અને ઉપકારી હતો. એક દિવસે એક પંડિતે રાજકુમાર પાસે એક ગીતિ એટલે છંદ કહ્યો. તે સાંભળી કુમારે તેને પાંચસો સોનામહોર આપીને તે છંદ કંઠસ્થ કર્યો. તે છંદનો ભાવ એ હતો કે જેમ દુઃખ વગર બોલાવ્યે આવે છે તેમ પુણ્ય હોય તો સુખ પણ વણમાગ્યું પ્રાપ્ત થાય છે. એકવાર ઉદ્યાનમાં ક્રિડા કરતા તે કુમારને પૂર્વભવના વૈરીએ ઉપાડી જઈ સમુદ્રમાં નાખી દીધો. છતાં પૂર્વપુણ્યના ઉદયથી બહાર નીકળી આવ્યો. અને કાળાંતરે રાજા અને વિદ્યાઘર વગેરેની આઠ કન્યાઓનો સ્વામી થયો. વારંવાર સુખ દુઃખ આવે તો પણ તે છંદના સ્મરણથી તેને સદા ઘીરજ રહેતી હતી. એકદા ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી વૈરાગ્ય પામી આઠેય રાણીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. પછી ગુરુ આજ્ઞાએ પ્રતિદિન અભિનવ એટલે નવીન જ્ઞાન મેળવવા અર્થે પ્રથમ પોરિસીએ સ્વાધ્યાય, દ્વિતીય પોરિસીએ અર્થનું ચિંતન, ત્રીજી પોરિસીએ આહારપાણી અને ચોથી પોરિસીએ અપૂર્વ શ્રુતનું અધ્યયન કરવાનો અભિગ્રહ ઘારણ કર્યો. તેનું સ્થિર ચિત્તે પાલન કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જી જીવન ઘન્ય કર્યું. ૨૧ શ્રી તીર્થનાથ-મુખથી સુણ અર્થ સૂત્ર, ગુંથે ગુણી ગણઘરો ઉપકાર અર્થે ભાષ્યાદિથી સરળ તે સમજાય તેવું, સૂરિ કરે, “મૃત” બધું; પદ ઓગણીમું. ૨૨ અર્થ – ૧૯. શ્રુતભક્તિ પદ – સત્કૃતનું શ્રી સદ્ગુરુ મુખે ભક્તિપૂર્વક શ્રવણ કરી તેનું મનન કરવું તે મૃતભક્તિપદ છે. શ્રી તીર્થનાથ એવા તીર્થકર ભગવાનના મુખથી તત્ત્વોનો પરમાર્થ સાંભળી ગુણી એવા ગણઘરો તેને પરોપકાર અર્થે સૂત્રમાં ગૂંથે અથવા તે સૂત્રો ઉપર ભાષ્ય, ટીકા આદિ લખી તે સૂત્રોના અર્થ સરળતાથી સમજાય તેમ આચાર્ય આદિ કરે તે બધી ઋતભક્તિ છે. તે પદમાં સ્થિત રહેનારને શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિના ઓગણીસમા સ્થાનકમાં ગણવામાં આવ્યા છે. રત્નચૂડરાજાનું દ્રષ્ટાંત - તામ્રલિપ્ત નામે સુંદર નગરમાં રત્નશેખર નામે ન્યાયી રાજા રાજ્ય કરતો હતો. એકદા ગુરુ ભગવંતે દેશનામાં જણાવ્યું કે જે પ્રાણી ભાવથી આગમની ભક્તિ કરે છે તે પ્રાણી જડત્વ, અંઘત્વ, બુદ્ધિહીનતા અને દુર્ગતિને કદી પામતો નથી. અને જે આગમની આશાતના કરે તે પ્રાણી દુર્ગતિના ભાજનરૂપ થાય છે. ઇત્યાદિ શ્રુતભક્તિનો મહિમા સાંભળી રાજાએ શ્રુતભક્તિ કરવાનો નિયમ શ્રી ગુરુ પાસે અંગીકાર કર્યો. પછી ગૃહસ્થપણામાં પણ શ્રતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની દ્રવ્ય અને ભાવથી વિધિસહિત ભક્તિ કરી વૈરાગ્ય પામીને ચારિત્રગ્રહણ કર્યું. દીક્ષા લીઘા પછી પણ કૃતઘરોની ઉત્સાહપૂર્વક ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને આત્મકલ્યાણ સાધ્યું. /રરા શ્રી તીર્થનામ વીસમું પદ પૂજ્ય તારું, છે સ્થિર-જંગમરૂપે દયવિઘ ઘારું; યાત્રા-સ્થળો પુનિત સ્થાવરરૂપ જાણું, અત્યંત આત્મહિતકારી બીજું વખાણું. ૨૩ અર્થ :- ૨૦. તીર્થપદ - જેથી તરાય તે તીર્થ. સત્પરુષો અથવા તેમનો બોઘેલ આત્મઘર્મ તેથી તરાય માટે તે તીર્થરૂપ છે. શ્રી તીર્થંકર પદ પ્રાપ્તિનું આ વીસમું તીર્થનામનું પદ જીવોને સંસારરૂપી સમુદ્રથી તારુ એટલે તારનાર હોવાથી પૂજનીય છે. તે દ્રયવિથ એટલે બે પ્રકારે છે. એક સ્થિર તીર્થ અને બીજું જંગમ તીર્થ. જ્યાં જ્યાં સત્પરુષો વિચરેલા છે એવી તેમના ચરણરજથી પાવન થયેલ યાત્રા સ્થળની ભૂમિઓ તે સ્થિર અથવા સ્થાવર તીર્થ છે. અને હાલતા ચાલતા શ્રી તીર્થકરો અથવા આત્મજ્ઞાની પુરુષો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તે જંગમ તીર્થરૂપ છે. આ બીજું જંગમતીર્થ આત્માને અત્યંત હિતકારી હોવાથી વખાણવા લાયક છે. મેરૂપ્રભરાજાનું દ્રષ્ટાંત – સૂર્યપુર નામે નગરમાં અરિદમન રાજાને બે રાણીઓ હતી. મદનસુંદરીનો પુત્ર મેરુપ્રભ અને રત્નસુંદરીનો પુત્ર મહાસેન હતો. મહાસેનને રાજ્ય મળે તે અર્થે અપરમાતાએ મેરુપ્રભને ઝેરવડે મારવા પ્રયત્ન કર્યો પણ તે બચી ગયો. તેથી વૈરાગ્ય પામી મેરુપ્રત્યે દીક્ષા ગ્રહણ કરી. હવે ગુરુ પાસે રહી વિનયપૂર્વક દ્વાદશાંગી ભણી ગીતાર્થ થયો. પછી ગુરુએ યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપી આચાર્ય પદવી આપી. તેમની દેશનાથી એક યક્ષે બોઘબીજ પામી તેમની સમક્ષ ભક્તિથી નૃત્ય કર્યું અને એક દેવી પણ સમકિત પામી. ગુરુ આગળ સુવર્ણની વૃષ્ટિ કરી. તે સાંભળી રાજા વગેરે આવી પ્રતિબોઘ પામી બારવ્રત અંગીકાર કર્યા. એમ વિહાર કરતાં જંગમ તીર્થરૂપ સત્પરુષથી અનેક જીવો સમકિતને પામ્યા તથા જૈનઘર્મની પ્રભાવના કરતા મેરુપ્રભ મુનિએ જિનનામકર્મ ઉપાર્જન કરી સ્વપરહિતનું કાર્ય સાધ્ય કર્યું. ૨૩ પ્રત્યક્ષ ગુરુસમ કોઈ ન ઉપકારી, જે જ્ઞાન-જાગૃતિ દઈ, જીંવ લે ઉગારી; જેના વિના જગતમાં બહુ આથડ્યો હું, તે રાજચંદ્ર ગુરુને શરણે પડ્યો છું. ૨૪ અર્થ - આ જગતમાં પ્રત્યક્ષ સદગુરુ સમાન બીજા કોઈ ઉપકારી નથી. જે આત્માને સમ્યકજ્ઞાનવડે જાગૃત કરી મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રમાં બૂડતા આત્માને ઉગારી લે છે. પ્રત્યક્ષ સગુરુ વિના જગતમાં હું અનંતકાળથી બહુ આથડ્યો છું. પણ હવે મહાપુણ્ય પ્રભાવે ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના શરણમાં હું આવી પડ્યો છું. તેથી આ ભવે કંઈક તરવાનો આરો જણાય છે. ૨૪ તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનકને સાધવા પહેલા જીવને સમ્યક્દર્શનની જરૂર છે. તે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે માયા મોહનો ત્યાગ કરવો જરૂરી છે. જીવને જગતના પદાર્થોમાં મોહ છે. તેથી તે પદાર્થોને મેળવવા જીવ માયા પ્રપંચ રચે છે. માયાની ગતિ વક્ર છે. જ્યારે મોક્ષની ગતિ સરળ છે, સીધી છે. તે મેળવવા જીવે માયામોહનો ત્યાગ કરી સરળતા પ્રાપ્ત કરવી યોગ્ય છે. હવે માયા સંબંધીનું વિવરણ આ પાઠમાં કરવામાં આવે છે. (૬૪) માયા (હરિણી છંદ) પ્રશમરસથી જેનો આત્મા સદા ભરપૂર છે, સ્વપર હિતને સાથે જેની રસાલ સુવાણી એ; અતિ કૃશતનું તોયે વર્ષો સુપુણ્ય તણી પ્રભા, પરમ ગુરુ એ શ્રીમદ્ રાજ-પ્રભુપદ વંદના. ૧ અર્થ - ક્રોઘાદિ કષાયો પ્રકૃષ્ટપણે સમાઈ જવાથી જેનો આત્મા સદા પરમશાંતરસથી ભરપૂર છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ (૬૪) માયા ૧૪૧ પોતાના અને પરના આત્માને કલ્યાણકારી એવી આત્મઅનુભવરૂપ ૨સથી તરબોળ જેની વાણી છે, જેની કાયા અતિ કૃશ થઈ ગયેલ છે તો પણ જેની સુપુણ્યની પ્રભા એટલે જેના ઉત્કૃષ્ટ સત્ કાર્યોની કીર્તિ જગતમાં સર્વત્ર પ્રસરી રહી છે, અથવા જેની કૃપાદૃષ્ટિ સર્વત્ર વરસી રહી છે; એવા પરમગુરુ એટલે ઉત્કૃષ્ટ ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં મારી ભક્તિભાવ સહિત વંદના હો, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. વ 11911 સકળ જગને જેણે જીત્યું અપૂર્વ બળે કરી, ગઠન જબરી માયા જેને જતી નહિ છેતરી ૫૨મ સુખી તે માયા-સુખો જુનાં તરણાં ગો, સતત લડતા સાક્ષીભાવે ઉપાધિ-રણાંગણે. ૨ અર્થ :– રાગદ્વેષના દ્વંદ્વરૂપ આ સકળ વિશ્વ છે. જેમાં સુખ, દુ:ખ, હર્ષ, શોક, માન, અપમાન, શત્રુ મિત્રરૂપ સંદ્ઘ પ્રગટ છે; એવા સકળ જગતને જેણે પોતાના અપૂર્વ સમભાવના આત્મબળે કરી જીતી લીધું. જેને સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આ જગતની જબરી મોહમાયા પણ છેતરી શકતી નથી, એવા પરમસુખી પરમકૃપાળુદેવને આ સંસારના માયાવી એવા નામ માત્રના સુખો જૂના તરણા સમાન ભાસે છે. કેમકે આત્માના એક પ્રદેશનું સુખ તે જગતના સર્વ સુખો કરતાં પણ વિશેષ છે, જે મોહમયી એવી સંસારની ઉપાધિરૂપી રણભૂમિમાં સતત્ સાક્ષીભાવે લડતા રહે છે, અર્થાત્ ઉપરથી વ્યવહાર ચલાવવો અને અંતરંગ પરિણામ શુદ્ધ રાખવા એ બે ઘારી તરવાર ઉપર ચાલવારૂપ કાર્ય કરી મોહમાયાને ગરવા દેતા નથી એવા પરમકૃપાળુ પરમાત્મા છે. ।।૨।। બગ ઠગ સમા માયાવીઓ પ્રપંચ રચે મહા; ક્ષાણિક ઠગવા, મૈત્રી બાંધે હતા સહ મેઘ આ, પછી વહી જતો, તેવા લોકો ઠગે નિજ કીર્તિને, બી ચતુર તે ભોળા, સંગે હણે નિજ હિતને. ૩ અર્થ :— સંસારમાં રહેલા માયાવી જીવો બગ એટલે બગલા જેવા ઠગ છે, જે પોતાનો સ્વાર્થ સાધવા મહાપ્રપંચ રચે. ઇન્દ્રિયોનું ક્ષણિક સુખ મેળવવા લોકોને ઠગવા માટે મિત્રતા કરે. જેમ લતા સહ મેઘ એટલે વેલ સાથે વાદળા મિત્રતા કરીને પછી વહી જાય અને લતા સુકાઈ જાય છે, તેમ લોકો ઠગવૃત્તિ કરીને પોતાની કીર્તિનો નાશ કરે, અર્થાત્ ખરી રીતે બીજાને ઠગનાર પોતે જ ઠગાય છે. તે ચતુરાઈ કરીને ભોળા લોકોને ઠગી પોતાના આત્મતિને જ હણે છે. એક વાણિયાએ એક ભરવાડણને ઠગી તે પૈસાના ઘેબર બનાવરાવ્યા. ત્યારે ઘરે જમાઈ આવી તે બધા જમી ગયો. પણ પોતાની ઘેબર ખાવાની ભુખ ભાંગી નહીં. તેથી તેની જ્ઞાનદશા જાગૃત થઈ કે મેં ખોટું પાપ કર્યું અને એનું ફળ તો જમાઈ લઈ ગયો. ગા ğવિત સમ જે વિશ્વાસ-થ્રી કુસાપણના સમી, કુશળ કપટે, માયા છૂપી ભરાય ઉરે નમી. સુગતિ-ફળ જે ઇચ્છે તે તો ન કે કર્દી પેસવા, કુટિલ લલના જેવી માયા સ્વરૂપ હરી જવા. ૪ - જીવનને જેમ વક્ર ચાલનારી કુસાપણ નાશ કરે, તેમ વિશ્વાસ-ની એટલે વિશ્વાસનો નાશ Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ ૧૪૨ કરનારી એવી આ માયા વક્ર છે. જે કપટ કરવામાં કુશળ છે એવી માયા ઉપરથી નમનરૂપ વર્તન બતાવી હ્રદયમાં છૂપી રીતે ભરાઈને રહે છે. įમેં રામ બગલમેં છુી જેવું વર્તન કરે છે. જે ઉત્તમ ગતિરૂપ ફળને પામવા ઇચ્છે તે તો આ માયાને કદી અંતરમાં પેસવા દે નહીં, પણ સરળ પરિણામવાળા રહે છે. કેમકે ‘સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે.’ પોતાના આત્મસ્વરૂપને હરણ કરવા માટે માયા તે કુટિલ લલના એટલે માયાવી સ્ત્રી સમાન છે. ।।૪।। રજ બહુ ઊંડી માયાની આ દિશા-મૂઢતા ઘરે, ઉદય થી ના તેથી બોર્ઘ સુષ્ટિ ઉરે, અરે ! સ્ફુરી ની હા! ઊર્મિ ઉરે સુબોધ-સુયોગમાં, વિપરીત લીઘા માર્ગો મેં સૌ પ્રયત્ન કર્યા છતાં; પ *= અર્થ માયારૂપી સ્થૂળ બહુ ઊડવાથી જીવ દિશાઢ બનીને મોક્ષમાર્ગની સાચી દિશાને પામનો નથી. માયાને લઈને સત્પુરુષના બોધે પણ તેની સમ્યવૃષ્ટિ એટલે સવળી બુદ્ધિ હૃદયમાં ઉદય પામતી નથી. અરે ! આશ્ચર્ય છે કે સમ્યો પ્રાપ્તિના સુયોગમાં પણ હે પ્રભો! મારા હૃદયમાં સત્ આરાધનાની ભાવના સ્ફુરાયમાન થતી નથી, મોક્ષને માટે અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્વચ્છંદે મેં વિપરીત જ માર્ગો આચર્યા છે. “આ જીવ અત્યંત માયાના આવરણે દિશામુઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થવૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો કૃઢાગ્રહ થયો છે; અને તેથી બોથ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોઘ પ્રવેશ થાય એવો ભાવ સ્ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે ‘અે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યાં છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.'' (વ.પૂ.૪૩૩} ||૫|| સૂઝી ગતિ ના કોઈ મારી, અનાથ હવે ઠર્યાં, સહજ મળિયા યોગો સારા, છતાં પરમાં ફર્યો. પરમ સદુપાયે નિવૃત્તિ કરીશકુમાર્ગની, કપટ તર્જીને અર્પી આત્મા, સુયત્નરુચિ બની. ૬ અર્થ :— ‘હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ચ) મને દેખાતી નથી.' હું અનાથ જ રહ્યો. સહજે પ્રભુ કૃપાએ સારા યોગો મળ્યા છતાં હું બીજા ખોટા માર્ગમાં જ ભટકતો રહ્યો. પણ હવે ઉત્કૃષ્ટ સદુપાય કરીને તે કુમાર્ગની અવશ્ય નિવૃત્તિ કરીશ અને માયા કપટને તજી સત્ય પુરુષાર્થમાં રૂચિવાન બની મારા આત્માને આપના શરણમાં અર્પણ કરીશ. 1111 સરળ જન ના ઝાઝા લોકે, બહુઁ કપટી દીસે; સુરતરુ સમા સંતો સાચા સુદુર્લભ ભેટશે, વિતરુ સમાં કાંટાવાળાં અતિ તરુ નીપજે; ભરતભૂમિને દેખી આવી, દયા અતિ ઊપજે, ૭ અર્થ :— આ લોકમાં સરળ જીવો ઝાઝા નથી પણ ઘણા લોકો કપટી દેખાય છે. કલ્પવૃક્ષ સમાન Page #152 -------------------------------------------------------------------------- ________________ (૬૪) માયા ૧૪૩ સાચા સંતપુરુષોનો ભેટો થવો તે આ કાળમાં અતિદુર્લભ છે; પણ ઝેરી ઝાડ સમાન કાંટાવાળા વૃક્ષો જેવા કુગુરુઓ ઘણા મળી શકે. આવી ભારતભૂમિની સ્થિતિ જોઈને મહાપુરુષોના હૃદયમાં અત્યંત દયાભાવ ઉત્પન્ન થાય છે. શા સુગુરુશરણે ભાવો આવો બઘા જગ-જીવના, પ્રભુ, કર કરુણા એવી કે ટળે વિપરીતતાઃ સકળ જગમાં મૈત્રીભાવે ઑવ ઑવ સર્વ એ, ખટપટ કશી માયા સેવી કરો નહિ કોઈએ. ૮ અર્થ :- સાચા સદગુરુના શરણે આવવાના ભાવો જગતના સર્વ જીવોને થાઓ, એવી હે પ્રભુ! તું કરુણા કર કે જેથી જીવોમાં રહેલી વિપરીતતા એટલે મિથ્યા માન્યતાઓનો નાશ થઈ જાય. સકળ વિશ્વમાં રહેલા સર્વ જીવો મૈત્રીભાવે જીવો, પણ માયા પ્રપંચ સેવીને કશી ખટપટ કોઈપણ જીવ કરો નહીં; અર્થાત પરસ્પર પ્રેમભાવે જીવી એકબીજાની ઈર્ષ્યા કરો નહીં. ૮. અ-મલ ગગને ચંદ્રિકાથી ફુરે રમણીયતા, સરળ હૃદયે ઊંચા ભાવો ખીલે, વઘતા જતા; સ્વહિત સઘળા સાથે ત્યાં ક્યાં છુપાય મલિનતા? સુર-સદન ના ઇચ્છે કોઈ સ્વરાજ્ય ભળાય આ. ૯ અર્થ :- વાદળ વગરના નિર્મળ આકાશમાં ચંદ્રમાની ચંદ્રિકા એટલે ચાંદની ખીલી ઊઠીને જેમ બધું રમણીય જણાય છે; તેમ પવિત્ર એવા સરળ હૃદયમાં ઉત્તમ ભાવો ખીલે છે અને વધતા જાય છે. સરળતાને ઘારણ કરી જ્યાં સઘળા સ્વઆત્મહિત સાથે ત્યાં માયાની મલિનતા ક્યાં છુપાઈને રહે. એવા આરાધક જીવો સુર-સદન એટલે દેવલોકને પણ ઇચ્છે નહીં. કારણ કે સરળ પવિત્ર હૃદયમાં સ્વઆત્માનું રાજ્ય અહીં જ ભળાય છે; અર્થાતુ પવિત્ર હૃદયમાં અહીં જ આત્મામાં પરમશાંતિનું વદન થાય છે. “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (વ.પૃ.૧૮૩) ITલા મુંઢ હૃદયમાં માયાભાવો વસે ઘર ત્યાં કરી, નહિ સમજવા કે તેને તે સ્વહિત ખરું જરી. વિપરીતપણું તેથી જન્મ, હિતાહિત વીસરી, અહિત ઘટના માયાની ના કરી શકતો પરી. ૧૦ અર્થ - મૂઢ જેવા અજ્ઞાની પ્રાણીના હૃદયમાં રાગદ્વેષ અજ્ઞાનરૂપ મોહમાયાના ભાવો ઘર કરીને રહેલા છે. તે પોતાનું ખરું આત્મહિત શામાં છે તેને જરી પણ સમજવા દેતા નથી, એવો બળવાન આ મોહ છે. તે મોહને લઈને પોતાનું હિતાહિતપણું ભૂલી જઈ, તેના મનમાં વિપરીત ભાવો જન્મે છે. અને તે માયામોહના કારણે થતી અનેક અહિત ઘટનાઓને પણ તે પરી એટલે દૂર કરી શકતો નથી. ૧૦ાા. પ્રદ્યુમ્નકુમારનું દ્રષ્ટાંત – પ્રદ્યુમ્નકુમારને વિદ્યાધર રાજાએ જંગલમાંથી લઈ જઈ મોટો કર્યો. તે સોળ વર્ષનો નવયુવાન થયો કે અપરમાતા તેના પર મોહિત થઈ અને ભોગ માટે માગણી કરી. ત્યારે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રદ્યુમ્ન તે સ્વીકારી નહીં તેથી માયા કરીને રાજાના કાન ભંભેર્યા કે આ પ્રદ્યુમ્નકુમારે મને ભોગ માટે આમંત્રણ કર્યું. એમ કલંક આપવાથી પોતાનું કેટલું અહિત થશે એ મોહમાયાને વશ રાણી સમજી શકી નહીં. ૧૦ના પ્રસૂતિગૃહ છે માયા મિથ્યાત્વ-ભૂત તણું અહો! અપયશ તણો વાસો તેમાં, અનર્થ-તરુ કહો; નિસરણ ગણી માયા-શલ્ય જતા નરકે ઘણા, શીલતરુવને વહ્નિ જેવી દહે દિલ આપણાં. ૧૧ અર્થ :- અહો! આ મિથ્યાત્વરૂપ ભૂતને ઉત્પન્ન કરવામાં માયા પ્રસૂતિઘર જેવી છે. માયા કપટ કરનાર અપયશ પામે. તેને અનર્થના ઝાડ સમાન માનો. માયાશલ્ય એટલે કાંટા સમાન આ માયામોહને નરકે જવા માટે નિસરણી સમાન માનો. જેથી ઘણા નરકે જાય છે. શીલરૂપી વૃક્ષોને વનમાં બાળવા માટે માયા વતિ એટલે અગ્નિ જેવી છે. એ માયામોહ આપણા દિલને પણ બાળનાર છે. ||૧૧ાા અફલ સમજો માયાભાવો અસાર, નકલી ગણો; નરપતિ થયો સ્વપ્ન, જાગી ઉદાસ થયો ઘણો. કુટિલ મનથી માયા-સેવી વરે કુગતિ અરે! પ્રગટ છળ તો વ્હેલું મોડું થયે, શરમે મરે. ૧૨ અર્થ - માયા મોહના ભાવોને તમે અસાર જાણો. નકલી ગણો. જેમ સ્વપ્નમાં ભિખારી, રાજા થયો પણ જાગ્યો ત્યારે પાછું ભિખારીપણું જોઈ ઘણો ઉદાસ થયો. તેમ માયામોહ કરી જીવ રાજી થાય પણ પાપબંઘ કરી અંતે પસ્તાવાનું કારણ થાય. અરે! કપટમનથી માયામોહને સેવી જીવો ખોટી ગતિને પામે છે. કોઈનું કરેલું છળકપટ વહેલું મોડું પ્રગટ થાય છે ત્યારે તે શરમનો માર્યો દુઃખી થાય છે. ૧૨ા. ગ્રહીં નહિ શકે માયાવીઓ સુમાર્ગ જિનેન્દ્રનો, સરળ ગતિ ના સંચે કેમે, ગમે પથ વક્રનો; અ-સરળ અસિ સીઘા ખ્યાને ન પેસી શકે પૅરી. ગ્રહણ કરતા ઢોંગી વેષો છતાં મનમાં હૅરી. ૧૩ અર્થ :- માયાવીઓ જિનેન્દ્ર કથિત વીતરાગ માર્ગને ગ્રહણ કરી શકે નહીં. કેમકે મોક્ષમાં જવાનો માર્ગ સરળ એટલે સીઘો છે, તે માયાવીઓને રુચે નહીં પણ તેમને માયા પ્રપંચનો વક્રમાર્ગ જ પ્રિય લાગે. જેમ અસરળ અસિ એટલે વાંકી તરવાર સીધા મ્યાનમાં પૂરી પેસી શકે નહીં, તેમ ઢોંગી એવા માયાવી લોકો સાધુનો વેષ પહેરવા છતાં પણ મનમાં આત્માના ગુણોને સમયે સમયે ઘાતનાર એવી છૂરી રાખે છે અર્થાત્ અંતરમાં સંસાર વાસનારૂપ આત્મઘાતક હિંસક ભાવો તેમના ટળતા નથી. /૧૩ નરપતિ-પતિ દીક્ષા લેતા તજી સુખ-વૈભવો, અધિક હિતકારી તે ઘારી ભિખારી બને જુઓ. અચરજ અતિ, ભ્રષ્ટાચારી બની મુનિ માગતો વિષય-સુખને માયા-પાશે રુચિ કરી ચાટતો - ૧૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ (૬૪) માયા ૧૪૫ અર્થ - નરપતિ-પતિ એટલે રાજાઓનો પતિ એવો ચક્રવર્તી રાજા પોતાના સુખ વૈભવોને તજી દીક્ષાને અધિક હિતકારી જાણી, તેને ગ્રહીને ઘર ઘર ભિક્ષા માંગતા થાય છે. પણ અહો! અતિ આશ્ચર્ય છે કે મુનિ હોવા છતાં ભ્રષ્ટાચારી બની મોહમાયાના જાળમાં ફસાઈને વિષયસુખની રૂચિથી વિષ્ટાની જેમ તેને ચાટે છે. I૧૪ના તઓં પરિણીતા દીક્ષા લીથી દ્વિજે શરમાઈને, મુનિ નિજ વડાબંધુ સાથે રહી વિચરે બધે; વિષય-વશ તે કોઈ કાળે ગયો નિજ ગામમાં, ખબર પૂંછતાં પત્ની સાથ્વી સ્થિતિકરણે વદ્યા : ૧૫ અર્થ - જંબુસ્વામી પૂર્વભવમાં બ્રાહ્મણ હતા. ત્યારે પોતાના મોટાભાઈને આહાર આપી સાથે અપાસરા સુધી વળાવા ગયા. ત્યાં મોટાભાઈએ ગુરુને કહ્યું : આ મારા ભાઈને દીક્ષા આપો. ત્યારે નાનાભાઈએ પણ ભાઈની શરમથી પોતાની પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી. મોટાભાઈ જીવતા રહ્યા ત્યાં સુધી બધે સાથે વિચર્યા. પણ મોટાભાઈના દેહ છૂટ્યા પછી કોઈ કાળે વિષયવશ તે પોતાના ગામમાં ગયા. ત્યાં પૂછતાં ખબર મળી કે પત્ની તો સાધ્વી બનેલ છે. છતાં સાધ્વીને મળી સાથે થયેલ પતિએ પાછા ઘરે જવા જણાવ્યું. ત્યારે નિર્મળ છે મન જેનું એવી સાધ્વીએ સાધુ થયેલા પતિને દૃષ્ટાંતથી ઘર્મમાં સ્થિત કરવા માટે એમ વદ્યા અર્થાત્ આ પ્રમાણે જણાવ્યું. ૧પના “નૃપઘર વિષે કોઈ કુત્તો રહે બહુ સુખમાં, જમણ મથુરાં નિત્યે તાજાં મળે બહલાં ભલાં. પણ ન ગઈ જો ભૂંડી ટેવો રહી છુપ દિલમાં! નૃપસહ કદી માનામાં તે જતો દરબારમાં- ૧૬ અર્થ - રાજાને ઘેર એક કૂતરો બહુ સુખમાં રહેતો હતો. તેને હમેશાં મથુરાં એટલે મીઠા, તાજાં અને અનેક સુંદર ભોજન જમવા મળતા હતા. છતાં તેના મનમાં રહેલી ભૂંડી ટેવો ગઈ નહીં. તે કદા એટલે કોઈ દિવસ રાજાની સાથે માનામાં એટલે પાલખીમાં બેસી રાજ દરબારમાં જતો હતો. ૧૬ાા શિશુમળ તણા ગંદા સ્થાને ગયો, ફૂદી કૂતરો, લપલપ કરી ચાટે વિષ્ટા, અરે! નહિ સુંઘર્યો.” મલિન મનના ભાવો જાણી કથા કહી તે સુણી, અતિ શરમથી નીચા મુખે ખમાવી, ગયા મુનિ. ૧૭ અર્થ - રાજદરબારમાં જતાં રસ્તામાં શિશુમળ એટલે બાળકની વિષ્ટા જોઈ તે કૂતરો પાલખીમાંથી કુદીને તે ગંદા સ્થાને ગયો. ત્યાં લપલપ જીભથી કરીને તે બાળકની વિષ્ટાને ચાટવા લાગ્યો. અરે! આશ્ચર્ય છે કે રાજ દરબારનું ભોજન મળતા છતાં પણ હજીએ સુથર્યો નહીં. તેમ દીક્ષા લીઘા તમને આટલા વર્ષ થઈ ગયા છતાં મનના મલિન ભાવો હજી ગયા નહીં? તેની પત્ની સાથ્વીએ આ કથા કહી. તે સાંભળીને અત્યંત શરમ આવવાથી નીચું મુખ કરી સાધુ પતિએ તેને ખમાવી, ત્યાંથી પાછા ફર્યા. ||૧ળા ગુરુ સમપ તે માયા ત્યાગી ફરી વ્રત આદરે, અતિશય તપે પ્રીતિ ઘારી હવે ભૂંલ ના કરે; Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સુરગતિ વરી થોડા કાળે બની નર મુખ્ય એ મુનિવર થયા જંબુસ્વામી, ગયા શિવપુર તે. ૧૮ અર્થ - ગુરુ પાસે જઈ મોહમાયાને ત્યાગી ફરી વ્રત આદરે છે. અને અતિશય તપમાં પ્રીતિ ઘારી હવે એવી ભૂલ કદી કરતા નથી. ત્યાંથી દેવગતિ પામી પાછા આવી નરોમાં મુખ્ય એવા શેઠને ઘેર અવતર્યા. આ ભવમાં દીક્ષા ગ્રહણ કરી મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે જંબુસ્વામી થયા. ઉત્તમ આરાધનાવડે કેવળજ્ઞાન પામી તેઓ શિવપુર નગરીએ સિધાવ્યા. /૧૮ાા. છૂપી છૂરી ઝીણી માયાચારી નડે સઘળે અતિ, વ્રત-નિયમમાં બારી કોરી નિરંકુશ વર્તતી; કર પર ફરે માળા, માયા હરે મન મોજમાં, ભજન મુખથી મોટે બોલે, જુએ મુખ લોકનાં. ૧૯ અર્થ - છૂપી છૂરી સમાન સૂક્ષ્મ માયાનું આચરણ બધી ક્રિયામાં તેને ઘણું નડે છે. તે વ્રતનિયમમાં પણ બારીને કોતરી કાઢી નિરંકુશપણે વર્તે છે, જેમ કે એક રાજાને વૈદ્ય કહ્યું કે તમે કેરી ખાશો નહીં. નહીં તો તમારો રોગ અસાધ્ય બની જશે. ત્યારે રાજાએ બારી શોધી કાઢી કે કેરીની ચીરીઓ કરી બઘાને આપી પછી કહે આ તો હવે ગોટલો છે, એ ક્યાં કેરી છે એમ માનીને ખાધી તો રાજાનું મૃત્યુ થયું. તેમ માયાવડે હાથ ઉપર માળા ફરતી હોય અને મન સંસારની મોજમાં રમતું હોય અથવા મુખથી મોટેથી ભજન બોલે અને મન મોહમાં આસક્ત બની લોકોના મુખ જોવામાં તલ્લીન હોય, એમ મોહમાયા જીવને છેતરે છે. ૧૯ો. ગુરુ-વચનને કાને સુણે, ગ્રહે નહિ કોઈ તો, સ્મૃતિ-મજૂષમાં રાખી કોઈ કહી બતલાવતો, ગુરુ-ગુણ સ્તવે કીર્તિકાજે, કરે તપ-કષ્ટ કો, વિવિઘ વચને વૈરાગીશી કથા વદતાં ય, જો- ૨૦ અર્થ - કોઈ શ્રી ગુરુના વચનને કાનથી સાંભળે પણ ગ્રહણ કરતા નથી. કોઈ વળી પોતાની સ્મૃતિરૂપી પેટીમાં તે વચનોને સંગ્રહી બીજાને કહી બતાવીને સંતોષ માને. કોઈ ગુરુના ગુણની સ્તવના કરે પણ પોતાની કીર્તિને માટે, કોઈ દેવલોકાદિના સુખ માટે તપાદિના કષ્ટ સહન કરે, કોઈ વિવિધ પ્રકારે વૈરાગી સમાન બની કથા કહે; પણ જો મનમાં બીજું છે તો તે સર્વ વ્યર્થ છે. ૨૦ના મન ન ટકતું સાચા ભાવે, બધું નકલી બને; સ્વપર-હિત ના તેથી કોઈ સરે કપટી મને. સરળ મનથી સાચી વાણી વદે, કરવા ખરું સતત મથતા સંતો; તેના પથે પગલાં ભરું. ૨૧ અર્થ :- ઉપરોક્ત બધી ક્રિયા કરવા છતાં પણ મન જો સાચા ભાવે તેમાં ટકતું નથી તો તે બધું આચરણ નકલી બને છે. મનમાં કપટભાવ હોવાથી તેવા આચરણો વડે કાંઈ સ્વ કે પરનું હિત સિદ્ધ થતું નથી. પણ જે મહાપુરુષો સરળ મનથી સાચી વાત કહે છે, તે પ્રમાણે કરવા જે સતત પુરુષાર્થશીલ છે એવા સંતપુરુષોના પથે એટલે માર્ગે ચાલવાનો હું પણ પુરુષાર્થ કરું. ૨૧ના Page #156 -------------------------------------------------------------------------- ________________ (૬૪) માયા ૧૪૭ કપટમૅળ છે લોભી વૃત્તિ, ચહે પર ભાવને, સફળ કરવા ઘારેલું તે, રમે બહુ દાવ તે; સફળ બનતાં મોટાઈમાં વહી મદ તે ઘરે, અફળ કરતા પ્રત્યે ક્રોધે ભરાઈ લડી મરે. ૨૨ અર્થ :- કપટનું મૂળ લોભ વૃત્તિ છે; જે પરવસ્તુને ઇચ્છે છે. તે ઘારેલી વસ્તુને મેળવવા માટે અનેક પ્રકારના ષડયંત્રો રચે છે. ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિનું દ્રષ્ટાંત – ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ બે મિત્ર હતા. બન્ને સાથે ઘન કમાઈ લાવી ગામ બહાર દાટીને ઘરે આવ્યા. પાપબુદ્ધિએ લોભવશ રાત્રે જઈ બધું કાઢી લીધું. છતાં પાપને છુપાવવા ઘર્મબુદ્ધિને કહે કે તેં બધું કાઢી લીધું છે. રાજા પાસે ફરિયાદ ગઈ. ત્યારે પાપબુદ્ધિ કહે આનો નિર્ણય વનદેવી કરશે. પાપબુદ્ધિએ ઘેર જઈ પિતાને સમજાવી વનમાં ઝાડના કોટરમાં તેમને બેસાડી દેવીરૂપે કહેવડાવ્યું કે આ ઘન તો ઘર્મબુદ્ધિએ લીધું છે; ત્યારે ઘર્મબુદ્ધિએ તે ઝાડને સળગાવી મૂક્યું. ત્યારે અગ્નિમાં દાઝતો પિતા બહાર આવ્યો અને બધી પોલ ખૂલી ગયી. એમ લોભને પોષવા જીવ કપટ કરી ષડયંત્ર રચીને ઘોર પાપ પણ કરે છે. જો કાર્યમાં સફળતા મળી ગઈ તો પોતાને મોટો માની અહંકાર કરે અને કોઈના નિમિત્તે કાર્યમાં અસફળતા મળી તો તે પ્રત્યે ક્રોધે ભરાઈ લડાઈ કરીને મરી પણ જાય. રરા પ્રસરી રહીં આ માયાવેલી ત્રિલોકતરું પરે સુર નર પશુ ઊંચે ખેલે, કુનારકી ભૂસ્તરે. નહિ શીખવતું કોઈ માયા, શીખે ર્જીવ માત્ર જો; પડતર વિષે વાવ્યા વિના ઊગે ખડજાત તો. ૨૩ અર્થ :- ત્રિલોકરૂપી વૃક્ષ ઉપર આ માયારૂપી વેલ સર્વત્ર પ્રસરી રહેલ છે, અર્થાત્ ત્રણે લોકના સર્વ જીવો આ મોહમાયામાં ફસાયેલા છે. આ લોકમાં દેવતાઓ, મનુષ્યો કે પશુઓ પુણ્ય પ્રમાણે ઊર્ધ્વ લોક કે મધ્યલોકમાં રહેલા છે. જ્યારે પાપી એવા નારકી જીવો ભૂસ્તર એટલે ભૂમિમાં નીચે રિબાય છે. તેમને માયા કેમ કરવી એ કોઈ શીખવતું નથી. જેમ પડતર જમીનમાં વાવ્યા વગર જ ખડ ઊગી નીકળે છે, તેમ પૂર્વ સંસ્કારથી માયા આપોઆપ જીવમાં સ્તૂરી આવે છે. મારા ક્ષય કરી દથી માયા જેણે ફરી નહિ જન્મતો; શિવસુખ-પતિ, ત્રિકાળે તે સ્વરૂપ ન ત્યાગતો સ્વપર સહુને દેખે નિત્યે અવિચળ રૂપ એ, ગગન સમ તે નિર્લેપી છે સદા શિવભૂપ તે. ૨૪ અર્થ :- જેણે ચિત્તનું સરળપણું કરી માયાને ક્ષય કરી દીધી તે ફરી આ સંસારમાં જન્મતો નથી. તે મોક્ષસુખનો સ્વામી થયો થકો ત્રિકાળે પણ તે પોતાના શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. તે મોક્ષમાં રહ્યાં છતાં પોતાના આત્માને કે જગતના સર્વ પદાર્થને જોઈ રહ્યાં છે. જેમ સામે રહેલ વસ્તુનું દર્પણમાં પ્રતિબિંબ પડે તેમ પોતાના આત્મામાં સર્વ પદાર્થો ઝળકે છે. અને પોતે સદા અવિચળ એટલે સ્થિર સ્વરૂપે મોક્ષમાં બિરાજમાન રહે છે. ત્યાં સર્વ પદાર્થને જોતાં છતાં પણ શુદ્ધ સિદ્ધ આત્મા હોવાથી આકાશ સમાન સદા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કર્મમળથી નિર્લેપ છે અને સદા મોક્ષરૂપી નગરીના તે રાજા છે અર્થાત્ સ્વરૂપના સ્વામી છે. [૨૪ હવે માયા મોહ મટે તો જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક્દર્શને આવે તો દર્શનમોહ જઈ આગળ વઘીને ચારિત્રમોહ હણવા તે મુનિ બને. તે અવસ્થામાં બાવીસ પ્રકારના પરિષહોનો મુનિએ જય કરવો જોઈએ. તેથી બળવાન કર્મોની નિર્જરા થાય. સર્વથા કમની નિર્જરા થયે જીવનો મોક્ષ થાય છે. હવે બાવીસ પરિષહો સંબંધીનો વિસ્તાર આ પાઠમાં કરવામાં આવે છે : (૬૫) પરિષહ - જય (સોમવતી છંદ) (મોહિનીભાવ વિચાર-અધીન થઈ—જેવો રાગ) શ્રીમદ્ રાજપ્રભુને પ્રણમું, શુદ્ધ સ્વરૂપે જે રમતા રે; પરિષહ સમ જંજાળ વિષે જે ઘરતા મુનિવર સમ સમતા રે. બાવીસ પરિષહ મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડે રે, અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ, સુરપદને તેડે રે. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભાવભક્તિ સહિત પ્રણામ કરું છું કે જે હમેશાં શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે, તથા પરિષહ એટલે આપત્તિ જેવી જગતની વ્યવહાર વ્યાપાર આદિની ઉપાધિમાં પણ જે મુનિવર સમાન સમતાને ઘારણ કરીને રહ્યાં છે. બાવીસ પ્રકારના પરિષહ મુનિને પીડે છે જ્યારે ગૃહસ્થને કેડે તો અગણિત પરિષહ છે અર્થાત ગૃહસ્થને અનેક ઉપાધિઓ છે. તેમાં પણ અવિષમ ભાવ રાખીને જે તેને જીતે તે મોક્ષપદને પામે અથવા દેવપણાને પામે છે. તેના ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસાદિક, અચલક, અરતિના રે, સ્ત્રી, ચર્યાસન, શયનાક્રોશે, વઘ, બંઘન, ભિક્ષા મળે ના રે; રોગ, તૃણ ખૂંચે, મલ, માને, પ્રજ્ઞા-ગર્વ અજ્ઞાન તણા રે દર્શન મલિન ઃ મળી સૌ બાવીસ એ મુનિ-પરિષહની ગણના રે. ૨ અર્થ - હવે બાવીસ પ્રકારના પરિષહોના નામ જણાવે છે. ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસ, મચ્છરાદિ, અચેલક (વસ્ત્રરહિત), અરતિ, સ્ત્રી, ચર્યા, આસન, શયન એટલે શય્યા, આક્રોશ, (કઠોર વચન) વઘ બંઘન, ભિક્ષા એટલે યાચના, આહાર ન મળે તે અલાભ પરિષહ, રોગ, તૃણસ્પર્શ, મલ એટલે મેલ, માને એટલે સત્કાર આપે, પ્રજ્ઞાનો ગર્વ ન કરે, તથા અજ્ઞાન અને દર્શન પરિષહ એમ સર્વ મળીને કુલ બાવીસ મુનિઓના પરિષદની ગણના કરેલ છે. રા. ઊંજણ વિણ પૈડા સમ પેટે કડકડ ભેખ ખૂબ દુઃખી કરે રે, બહુ ઉપવાસો વીત્યે પણ આહાર ન હિંસાયુક્ત કરે રે; Page #158 -------------------------------------------------------------------------- ________________ (૬૫) પરિષત-થ નસો શરીરે તરે ભલે, કૃશ અંગો કાગ-ચરણ જેવાં રે, આત્મવીર્યવંતા મુનિએ ના નિષિદ્ધ અશન કદી લેવાં ૨. ૩ અર્થ :- ૧. ક્ષુધા પરિષહ :– ગાડાના પેંડાની વચમાં ઊંજણ એટલે ઘટ તૈલીય પદાર્થ ન નાખે તો ગાડાને ચાલવામાં મુશ્કેલી પડે, તેમ કડકડીને લાગેલ ભૂખ ખૂબ દુઃખ આપે અથવા બેતાલીસ દોષરહિત આહાર ન મળવાથી બહુ ઉપવાસ થઈ જાય તો પણ અશુદ્ધ હિંસાયુક્ત આહાર મુનિ કરે નહીં. લાંબી ભૂખના કારણે શ૨ી૨ની નસો દોરીની જેમ શરીર ઉપર તરી આવે અથવા કાગડાની જાંઘ સમાન શરીરના અંગો પાતળા પડી જાય; છતાં આત્મવીર્યવાન મુનિએ કદી પણ ભગવાને નિષિદ્ધ કરેલ અશુદ્ધ અશન એટલે ભોજન લેવું નહીં. ।।૩। ૧૪૯ પરાધીન મુનિવરની ભિક્ષા પ્રકૃતિવિરુદ્ધ વળી મળી આવે, તૃષા પીડે, જળ શુદ્ધ મળે ના, સચિત્ત જળ કર્દી ઉર ના લાવે; ગ્રીષ્મ કાળ, જળ ખારું ઊનું, પિત્તપ્રકોપે ગળું બળતું રે! એકાન્તે વનપ્રાન્તે શીતળ જળાશયે મન નહિ ચળતું રે. ૪ અર્થ :- ૨. તૃષા પરિષહ ઃ- ભિક્ષા મેળવવામાં પરાધીન એવા મુનિવરને કદી પોતાની વાતપિત્ત કફની પ્રકૃતિથી વિરુદ્ધ આહાર મળી આવે અને તૃષા પીડે ત્યારે પણ જો શુદ્ધ જળ મળે નહીં તો સચિત્ત એટલે ગરમ કર્યા વગરના પાણીને પીવાની ઇચ્છા મનમાં પણ લાવતા નથી. પ.પુ.પ્રભુશ્રીજીને સાદડી ગામમાં દ્વેષીઓના કારણે ગરમ પાણી પણ પીવાને મળ્યું નહીં. ત્યારે ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસ પરિષહ સહન કર્યા હતા. ગ્રીષ્મકાળ એટલે ઉનાળામાં જળ ઊનું કે ખારું હોય કે પિત્તપ્રકોપને કારણે ગળું બળતું હોય કે સુકાતું હોય તો પણ એકાંત નિર્જન વનદેશમાં શીતળ જળાશય એટલે તળાવ જોઈને પણ આત્મજ્ઞાની મુનિનું મન ચલાયમાન થતું નથી. ।।૪|| શિશિરમાં સૌ જન કંપે, વન-વૃક્ષ બળે જ્યાં હિમ પડે રે, હેલીમાં હીકળ વા વાતાં અંગ કળે અતિ શરદી વડે રે; તેવી વિષમ અવસ્થામાં મુનિ ની-તટ પર જઈ શીત સહે જે, તળાવપાળે, કે ખુલ્લામાં રાતદિન દુઃખ સહી રહે તે. પ અર્થ :– ૩. શીત પરિષદ્ઘ ઃ- શિશિર એટલે ઠંડીની ઋતુમાં સર્વ લોકો ઠંડીથી કંપાયમાન થાય તે સમયે વનના વૃક્ષો પણ હિમ પડવાથી બળી જાય. હેલી એટલે સતત વરસાદમાં, હીકળ એટલે વરસાદથી થતી અતિશય ઠંડી વડે કે વા વાવાથી અત્યંત શરદીના કારણે શરીરનાં અંગો કળવા લાગે, તેવી વિષમ અવસ્થામાં પણ મુનિ નદીના કિનારે જઈ એવી ઠંડીને સહન કરે છે. તળાવની પાળ ઉપર કે ખુલ્લામાં આવી ઠંડીમાં રાત-દિવસ દુઃખ સહન કરીને મુનિ રહે છે. ।।૫।। અગ્નિ, તડકો, હૂંફ ના ઇચ્છે, શિશિરે શીત-વસાણું ના રે, ઉષ્ણપરિષષ્ઠમાં ના પંખો, સ્નાન, વિલેપન લૂછણું ના રે; તપે પહાડો, દાહ દહે તન, પિત્તે દાહજ્વર જાગે રે, અગ્નિ ઝાળ જેવી લૂ લાગે સહે, ીરજ મુનિ ના ત્યાગે રે. ૬ અર્થ :- ૪. ઉષ્ણ પરિષહ :- • મુનિ અત્યંત ઠંડી સહન કરતાં છતાં કદી અગ્નિ, તડકો કે હૂંફ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એટલે ગરમાટાને ઇચ્છતા નથી. કે આવી શિશિર ઋતુમાં શિયાળાના વસાણા કે જે શરીરમાં ગરમી આપી શક્તિ આપે તેને ઇચ્છતા નથી. ઉષ્ણ પરિષહ એટલે ગરમીની પીડા સહન કરતાં પંખો વાપરે નહીં. કે સ્નાન, વિલેપન કે લુછણું એટલે કપડાથી ઘસીને શરીર સાફ કરે નહીં. પહાડો તપે, બહારના તાપની બળતરાથી શરીર સુકાય, પિત્તવડે શરીરમાં દાહજ્વર જાગે કે અગ્નિની ઝાળ જેવી લૂ લાગે, તેને મુનિ સહન કરે પણ ઘીરજને છોડતા નથી. કા. ડાંસ, મચ્છરો, માખી પીડે, માકણ ચાંચડ કે વીંછી રે, કાન-ખજૂરા, સાપ પડે, પણ ક્રોધે નહિ મારે પીંછી રે; યુદ્ધમોખરે ગજ સમ શૂરવીર ક્રોઘાદિક અરિને મારે રે, ધ્યાન-સમય જંતું પીડે પણ જીવ હણે ના, નહિ વારે રે. ૭ અર્થ :- પ. ડાંસ મચ્છર પરિષહ - ડાંસ કે મચ્છરો, મઘમાખીઓ પીડા આપે તો પણ મુનિ સહન કરે. પૂ.શ્રી બ્રહ્મચારીજીને એક વાર આશ્રમમાં મઘમાખીઓ ચોંટી ગઈ હતી છતાં હાથ સુદ્ધા ફેરવ્યો નહીં. માકડ, ચાંચડ કે વીંછી, કાન-ખજૂરા, સાપ વગેરે કરડે તો પણ ક્રોથમાં આવીને પીછી પણ તેને મારે નહીં. પણ યુદ્ધમાં આગળ રહી બાણોની પરવા કર્યા વગર હાથી શત્રુઓને જેમ હણે તેમ પરિષહોની પરવા કર્યા વગર મુનિ ક્રોધાદિક અંતરંગ શત્રુઓને હણે છે. ધ્યાનના સમયે જંતુઓ પીડા આપે તો પણ કોઈ જીવને મારે નહીં કે તેને દૂર પણ કરે નહીં. પરમકૃપાળુદેવે ઉત્તરસંડામાં અને કાવિઠામાં ધ્યાન અવસ્થામાં ડાંસ મચ્છરોના પરિષહ સમભાવે સહન કર્યા હતા. શા વસ્ત્ર-અવસ્ત્ર દશામાં સંયમ હિતકારી મુનિવર માને રે, વસ્ત્રવિકલ્પો સર્વે ત્યાગી રહે મગ્ન મુનિ તો ધ્યાને રે; લોકલાજ કે વિષયવાસના સહી શકે નહિ સંસારી રે, દુર્ઘર નગ્નપરીષહ જીતે તે સાથે શીલવતઘારી રે. ૮ અર્થ - ૬. અચેલ પરિષહ - ચેલ એટલે વસ્ત્ર, કપડા. વસ્ત્ર હો કે ન હો બન્ને દશામાં મુનિવરો સંયમને હિતકારી માને છે. શ્વેતાંબર પ્રમાણે વસ્ત્ર હોય તો આત્મજ્ઞાની મુનિ વસ્ત્ર સંબંધી બધા વિકલ્પોનો ત્યાગ કરીને રહે છે. મુનિ તો બની શકે તેટલો સમય ધ્યાનમાં રહે. શ્રીમદજીએ કહ્યું : “આત્મવિચારે કરી મુનિ તો સદા જાગૃત રહે.” સંસારી જીવો વિષય વાસના વશ કે લોકલાજ વશ આ વસ્ત્રરહિત નગ્ન પરિષહને સહન કરી શકે નહીં. આ દુર્ઘર એટલે મુશ્કેલીથી ઘારણ કરી શકાય એવા નગ્નપરિષહને જે જીતે તે સાધુ ખરા શીલવ્રતના ઘારક છે. ત૮ી. ગામોગામ વિચરતા નિત્યે સહાયવણ પરિગ્રહ ત્યાગી રે, દેશ-કાલ-કારણથી અરતિ સંયમમાં ઉર જો જાગી રે, ત્યાગી જગ-સુખવાસ-વાસના થીરજ ઘરતા જિનરાગી રે, તર્જી બેચેની સ્થિર થતા મુનિ મુક્તિરાગી બડભાગી રે. ૯ અર્થ :- ૭. અરતિ પરિષહ - એક ગામથી બીજે ગામ હમેશાં સહાય વિના પરિગ્રહ ત્યાગીને વિચરતાં મુનિને દેશ, કાલના કારણે સંયમમાં જો અરતિ એટલે અણગમો જન્મે તો આત્મવિચારવડે કરી જગતસુખની વાસનાને ત્યાગી ઘીરજ ઘારણ કરીને જિનના રાગી રહે છે. એમ બેચેનીને ત્યાગી ભાગ્યશાળી Page #160 -------------------------------------------------------------------------- ________________ (૬૫) પરિષહ-જય ૧ ૫ ૧ એવા મુક્તિના રાગી મુનિઓ સ્વભાવમાં સ્થિર થાય છે. સાલા સ્ત્રીસંસર્ગ ગણે કર્દમસમ, મલિન, મોહક, જીંવ-ઘાતી રે, તો સંયમમાં સ્થિર રહે મુનિ, જગમાં પ્રસરે અતિ ખ્યાતિ રે, સિંહની સાથે અશસ્ત્ર લડતા, ફણિઘરશીર્ષ પગે પીલે રે, વજસમી છાતી ઘા સહતી તે-વા-નર સ્ત્રીવશ ખેલે રે. ૧૦ અર્થ :- ૮. સ્ત્રી પરિષહ :- સ્ત્રીની સંગતિને બ્રહ્મચારી કર્દમસમ એટલે કીચડ સમાન મલિન માને છે. તે જીવને મોહ પમાડનાર છે, તે આત્માને રાગ કરાવી આત્મ ગુણોની ઘાત કરનાર છે. એમ માનનાર મુનિ સંયમમાં સ્થિર રહી શકે અને તેની ખ્યાતિ જગતમાં સર્વત્ર પ્રસરે છે. સિંહની સાથે શસ્ત્ર વગર લડતા કે ફણિઘરશીર્ષ એટલે સર્પના માથાને પગથી પીલી શકે એવા કે વજસમાન છાતીવાળા જે શસ્ત્રોના ઘા સહન કરી શકે તેવા મનુષ્યો પણ સ્ત્રીને વશ થઈ પડી ગયા છે. I૧૦ના વિહારમાં પગપાળા ફરતા નીરખી પથદંડ-પ્રમાણે રે, જગારજનોની તર્જી આસક્તિ મુનિ ખેદ ન મનમાં આણે રે; કઠિન જમીન પર કોમળ ચરણે વગર પગરખે મુનિ ચાલે રે, પાલખી, ગાડી, અશ્વ-ગજાદિની સ્મૃતિ ન મનમાં કદી સાલે રે. ૧૧ અર્થ - ૯. ચર્યા પરિષહ - ચર્યા એટલે વિહાર કરવો. વિહારમાં પથદંડ પ્રમાણે એટલે પગદંડી હોય તે પ્રમાણે નીચે જોઈ જોઈને પગપાળા ચાલે. લોકોની જગ્યાને કે ઘર્મશાળામાં જ્યાં રહેતા હોય તેને છોડતાં આસક્તિ રાખી મનમાં ખેદ લાવે નહીં; ચાલવામાં કઠિન એવી જમીન ઉપર મુનિ શાલિભદ્રની જેમ કોમળ પગ હોય તો પણ પગરખા વિના ચાલે છે. તે વખતે પાલખી, ગાડી, ઘોડા, હાથી વગેરેની સવારીને કદી પણ મનમાં લાવતા નથી. ૧૧ના ગિરિ, ગુફા, અટવી, સમશાને શાંત ચિત્તથી, આસન મારે, ત્રાસરૂપ ના બને કોઈને નિયત કાળ સુથી તત્ત્વ વિચારે, સુરનર-પશુ-પ્રકૃતિકૃત વિઘો આવી પડે ને દુઃખ દે ભારે, તો ય તજે ના સ્થાન મુનિ જે, તે ગુરુ વંદનયોગ્ય અમારે. ૧૨ અર્થ - ૧૦. નૈષેધિકી (એક સ્થાને બેસવાનો કે ઊભા રહેવાનો) પરિષહ :- પહાડમાં કે ગુફામાં, અટવી એટલે જંગલમાં કે સ્મશાન આદિ એકાંત સ્થળોમાં મુનિ અચળપણે શાંતચિત્તથી આસન ઘરીને બેસે તેથી કોઈને ત્રાસરૂપ થાય નહીં. અને નિશ્ચિત કાળ સુધી ત્યાં બેસી તત્ત્વ વિચારણા કરે. ત્યાં દેવતા, મનુષ્ય કે પશુની ક્રૂર પ્રકૃતિકૃત કોઈ વિઘ્નો આવી પડે કે ભારે દુઃખ આપી કોઈ ઉપસર્ગો કરે છતાં જે મુનિ તે સ્થાનને છોડે નહીં તે શ્રી ગુરુ અમારે વંદન કરવા યોગ્ય છે. જેમ પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં કે ગુફામાં કે ઘર્મપુરના જંગલોમાં વિચરતા હતા ત્યાં જંગલી જાનવરો પણ આવતા હતા. અને પ.પૂ.પ્રભુશ્રીજી પણ જુનાગઢની ગુફામાં રહ્યા હતા કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પણ કુવાની પાળ ઉપર કે શીમરડા ગામમાં ઘરનાં છજા ઉપર આખી રાત ઊભા રહી ધ્યાન કરતા હતા અને જ્યાં જાય ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ નાની ચટાઈ ઉપર જ બેસતા હતા. આ ત્રણેય પુરુષો નૈઘિકી પરિષહને સહન કરતા હતા. ll૧૨ા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રતિ-અરતિ શય્યા-સ્થાનકમાં થતાં મુનિ પાપી પડ઼ જાશે, અવિકારક શય્યા-સ્થાનકમાં ખમતાં દુખરાત્રિ વહી જાશે; પલંગ-પથારી તર્જી પથ્થર પર રેતી, કાંકરા પર સૂતાં રે કાયર થાય ન કોમળતનુઘર મુનિ માને કૃત પાપ છૂટ્યાં રે. ૧૩ અર્થ :- ૧૧. શય્યા પરિષહ – સૂવાના સ્થાન ઊચા નીચા હોય કે સારાનરસાં હોય તેવા સ્થાનમાં જો મુનિ રતિઅરતિ એટલે રાગદ્વેષ કરશે તો તે પાપી બની જઈ સંયમથી પડી જશે. પણ સ્ત્રી આદિની બાઘાથી રહિત એવા અવિકારક સુવાના સ્થાનકમાં દુ:ખ ખમતાં આ રાત તો વહી જશે એમ વિચારી મનને દ્રઢ કરે. પલંગની પથારીને મૂકી પત્થર, રેતી કે કાંકરા પર સૂતા કોમળ શરીરના ઘારક મુનિ પણ કદી કાયર થતા નથી; પણ એમ માને છે કે આ પ્રમાણે સહન કરવાથી મારા કરેલા પાપો છૂટે છે. આખી અવન્તિ નગરીમાં સુકોમળ એવા અવન્તિ સુકુમાળે પણ દીક્ષા લઈ આવી કોમળ પથારીનો ત્યાગ કરી દીધો હતો. [૧૩ાા. મુનિ દેખી દુર્જન કો બોલે : “આ શઠ, પાખંડી, અભિમાની,” એ કર્કશ વચને ના કોપે, ક્ષમા-ઢાલ ઘરતા રે જ્ઞાની; દુઃખદ કણે કંટકસમ સુણી વાણી, ઉપેક્ષા મુનિવર ઘારે, મનમાં સ્થાન મળે ના તેને આત્મ-માહાભ્ય જ્યાં વિચારે. ૧૪ અર્થ:- ૧૨. આક્રોશ પરિષહ – મુનિને જોઈ કોઈ દુર્જન એમ બોલે કે આ તો શઠ એટલે ઠગ છે અથવા પાખંડી કે અભિમાની છે. એવા કર્કશ વચનો સાંભળીને પણ જ્ઞાની પુરુષો કોપે નહીં પણ ક્ષમારૂપી ઢાલ ઘરીને સામાના વારને સહન કરે છે. કોઈ દુઃખને દેવાવાલી એવી કાને કાંટા સમાન વાણી બોલે તો પણ મુનિવર સાંભળીને મૌન રહે. તેની ઉપેક્ષા કરે પણ તેવા વચનોને મનમાં સ્થાન આપે નહીં. પણ આત્માના ક્ષમા આદિ ગુણોના માહાભ્યને વિચારી સદા શાંત રહે. પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર આવા પરિષહ આવ્યા છતાં સમભાવમાં રહી કમની નિર્જરા કરી છે. ૧૪ સહનશીલતા ઉત્તમ વર્તન” માની, માર સહે મુનિ ભારે, પૂરી કેદમાં ગુપ્ત દંડ દે, બળતામાં નાખીને મારે, પથ્થર, મુગર, ડાંગે મારે કે તરવારે સંહારે રે! તોપણ કોપ કરે ન કદાચિત્ પૂર્વકર્મફળ વિચારે રે. ૧૫ અર્થ :- ૧૩. વઘ પરિષહ :- સહનશીલતા રાખવી એજ ઉત્તમ વર્તન છે. “ક્ષમા એજ મોક્ષનો ભવ્ય દરવાજો છે” એમ માનીને ક્ષમા શ્રમણ એવા મુનિઓ ભારે મારને પણ સહન કરે છે. કેદમાં પૂરીને ગુમરીતે દંડાદિકથી મારે કે બળતામાં નાખીને મારે, કે દ્રઢપ્રહારીની જેમ પથ્થર, મુદુગર કે ડાંગથી મારે કે તલવારથી વધ કરે તો પણ મુનિ કોઈ પ્રત્યે કદાચિત ક્રોઘ કરે નહીં. પણ પોતાના જ પૂર્વકમેના બાંધેલા કર્મોનું આ ફળ છે એમ વિચારી શાંત રહે છે. ૧૫ દીથા વણ કૈ લે ન મહાવ્રત, ‘માગ્યા વણ માય ન દે” ઉક્તિ, ઘર તર્જી છૅવવું એવું દુષ્કર, પરાશીના જીંવ મુનિ લે મુક્તિ; Page #162 -------------------------------------------------------------------------- ________________ (૫) પરિધ -જય સુખદ કદી ગૃહવાસ ન ચિંતે ભિક્ષાથી મુનિ કંટાળીને; ઔષધ, ચાકરી, અનુકૂંળતા પ્રારબ્ધપણે વ્રત પાળી લે. ૧૬ અર્થ :- ૧૪, યાચના પરિષહ – મહાવ્રતને સાધનાર એવા મુનિ આપ્યા વિણ કંઈ લે નહીં, એવો મુનિનો આચાર છે. જ્યારે વ્યવહારમાં કહેવત છે કે માગ્યા વગર મા પણ આપતી નથી. છતાં ઘરબાર સૌ તજી એવું દુષ્કર અને પરાધીન સંયમ જીવન જીવીને મુનિ મુક્તિને મેળવે છે. તેઓ ભિક્ષા માંગવાથી કંટાળીને સુખને દેવાવાલો એવો ગૃહવાસ સારો છે એમ કદી ચિંતવે નહીં. પણ ઔષધ કે પોતાની ચાકરી કે બીજી અનુકૂળતાઓ પ્રારબ્ધ પ્રમાણે મળી રહેશે એમ માનીને મુનિ વ્રત પાળી સુખે આરાધના કરે છે. ।।૧૬। ભિક્ષા ના નિર્દોષ મળે તો અઘિક લાભ તપથી મુનિ માને, ખેદ મહંત નહીં મન ઘારે, ના દીનતા મુખ ઉપર આણે; એક વખત આહાર મુનિ લે, અંતરાય યોગે ન મળે તે, ઋષભ પ્રભુએ બાર માસ સુધી ઘરી ધીરજ અ-લાભ પળે તે. ૧૭ ૧૫૩ અર્થ :– ૧૫. અલાભ પરિષહ :– મુનિઓને શુદ્ધ આહારની ભિક્ષા ન મળે તો તપની વૃદ્ધિ થઈ · એમ માને, પણ મનમાં તે મહાત્માઓ ખેદ કરે નહીં કે મુખ ઉપર દીનતા એટલે ગરીબાઈ લાવે નહીં. દિવસમાં એક જ વખત મુનિઓ આહાર ગ્રહણ કરે એવી ભગવાનની આજ્ઞા છે. તેથી પરમકૃપાળુદેવે પ.પૂ.પ્રભુશ્રીજી આદિ સાતે મુનિઓને દિવસમાં એક જ વખત ભોજન કરવાની આશા કરી હતી. તે એક વખત પણ અંતરાય કર્મનો ઉદય હોય તો શુદ્ધ આહાર પ્રાપ્ત ન પણ થાય. જેમ શ્રી ઋષભદેવ ભગવાનને અંતરાય કર્મના કારણે બાર માસ સુધી ભિક્ષા મળી નહોતી છતાં ઘીરજ ધારણ કરીને સમભાવમાં રહ્યા હતા. ||૧૭ના વ્યાધિ-વેદના આવી પડે તો આત્મપરાયણ મુનિ વેઠી લે, ઔષધ આદિ ઇચ્છે ના તે સાચી સાધુતા સાથી લે; સનત્કુમાર હતા રાજર્ષિ, સોળે રોગ ભયંકર ભારે, દેવ દવા કરવા આવ્યે કહે : “કર્મ-રોગ શું તું નિવારે?” ૧૮ અર્થ :- ૧૬. રોગ પરિષહ :- વ્યાધિવેદના કર્મના ઉદયે આવી પડે ત્યારે આત્મજ્ઞાની મુનિઓ આત્મામાં પ્રજ્ઞાને સ્થિર રાખી વ્યાધિને સમભાવે વેદી લે છે; પણ ઔષધ આદિની ઇચ્છા કરતા નથી. એવા સાચા સાધુ ખરેખર આત્મસાઘનાને સાથે છે. સનત્કુમાર ચક્રવર્તીપણું છોડીને મુનિ બન્યા પછી તે રાજર્ષિને સોળ ભયંકર ભારે રોગનો ઉદય થયો. ત્યારે દેવ તેમની પરીક્ષા કરવા અર્થે વૈદ્યનું રૂપ લઈને દવા કરવા આવ્યો ત્યારે સનત્કુમાર રાજર્ષિ કહે : શું તું મારો આ કર્મરૂપી રોગ નિવારી શકે? ત્યારે તે દેવ પણ ચૂપ થઈ ગયો કેમકે કર્મ રોગથી તો પોતે પણ પીડિત છે. ।।૧૮।। સૂકાં તૃણ ને સંખળા ખૂંચે, ગોખરુ કઠિન, કાંકરી, કાંટા, રજ ઊડી આંખોમાં પડતી, ફાંસ તીસમ જ્યાં પગ ફાટ્યા; વસ્ત્ર, પગરખાં, મદદ ન ઇચ્છે, કામીસમ કંઈ ના ગણકારે, મુક્તિ-સ્ત્રીમાં ચિત્ત નિરંતર રાખે તે મુનિ ભવ તરી, તારે. ૧૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - ૧૭. તૃણસ્પર્શ પરિષહ :- સૂકી ગયેલ ઘાસ અને સંખળા એટલે ઉબી ઉપરના સોય જેવા રેસા ખૂંચે કે કઠિન ગોખરું, કાંકરી કે કાંટા વાગે કે રજ ઊડીને આંખમાં પડે કે જ્યાં પગ ફાટ્યા હોય તેમાં ફાંસ તીર સમાન વાગે તો પણ મુનિ વસ્ત્ર કે પગરખાની મદદ, તે દુઃખને દૂર કરવા ઇચ્છે નહીં. તે તો કામમાં અંધ બનેલ માણસની જેમ બીજું કંઈ ગણકારે નહીં; પણ મુક્તિરૂપી સ્ત્રીમાં ચિત્તને નિરંતર રાખી સ્વયં સંસાર સમુદ્રને તરી જાય છે. અને ઉદયાથીન બીજા જીવોને પણ તારે છે. II૧૯થા “આર્ય ઘર્મ-સંયમ જીવન મુજ’ આત્મપરાયણ મુનિ તો માને, પરસેવામાં ઘૂળ ભળ્યાથી મલિન તન, મન જાય ન સ્નાને; સ્નાન, તેલ, સાબુ સુગંઘી ઑવતા સુર્થી મુનિઓએ ત્યાગ્યાં, મૃગચર્યા સેવે મુનિ મોટા; કર્મ તેમનાથી ડરી ભાગ્યાં. ૨૦ અર્થ :- ૧૮. મલ પરિષહ :- મલ એટલે શરીરનો મેલ. હું આર્ય છું, ઘર્મ સંયમમય મારું જીવન છે, એમ આત્મામાં રમણતા કરનારા મુનિઓ માને છે. તેમનું મન પરસેવામાં ઘૂળ ભળવાથી શરીર મલિન થઈ જાય તો પણ સ્નાન કરવાને ઇચ્છે નહીં, કેમકે સ્નાન, તેલ, સાધુ, સુગંધી પદાથોને જીવતા સુઘી મુનિઓએ ત્યાગ્યાં છે. મોટા મુનિઓ તો મૃગચર્યા એટલે જંગલમાં રહેનારા મૃગની જેમ નિર્વસ્ત્ર અને ભોજનની પરવા કર્યા વગર ધ્યાનમાં મગ્ન રહે છે. તેમનાથી કર્મ પણ ડરીને ભાગી ગયા. મારા શ્રીમંત, નૃપ, વંદન કરનારા, ભક્તિ કરી મોદક દેનારા, ચહે નહીં તત્ત્વજ્ઞ મુનિ તે રાયક સરખા જોનારા; પરવા નહિ પૂજનની જેને, માન ન દે તો ખેદ ન ઘારે, રીઝે-ખીજે માનામાને તે મુનિ તુચ્છ ભમે સંસારે. ૨૧ અર્થ - ૧૯. સત્કાર પરિષહ :- શ્રીમંત કે રાજા આદિ વંદન કરે કે ભક્તિ કરીને મોદક એટલે લાડું વહોરાવે તો પણ તત્ત્વજ્ઞ એવા મુનિ તેને ઇચ્છે નહીં. તે રાજા હો કે રંક સર્વને એક સરખા જોનારા છે. જેને મન પોતાને પૂજાવાની ઇચ્છા નથી, તેમને કોઈ માન ન આપે તો પણ મનમાં ખેદ પામે નહીં. જે મુનિ માનમાં રીઝે અને અપમાનમાં ખીજે તે મુનિ તુચ્છ છે. તે સંસારરૂપી અટવીમાં જ ભમ્યા કરે છે. ૨૧ના વાર્દી-ગજો પ્રતિ કેસર સમ મુનિ આગમ-તત્ત્વ-કળામાં પૂરા, તો ય તજે મદ પ્રજ્ઞાનો, ગણી કેવળી વણ સર્વે અધૂરા; પ્રજ્ઞામંદ-દશાથી પણ મુનિ પૂર્વ કર્મ ગણ નહિ મૂંઝાતા, કર્મ ટાળવાના ઉપાયો પ્રભુદર્શિત યોજી શિવ જાતા. ૨૨ અર્થ - ૨૦. પ્રજ્ઞા પરિષહ - વાદ કરનાર તે વાદી. વાદીરૂપ હાથી પ્રત્યે જે કેસરી સિંહ સમાન અને આગમ તત્વ-કળામાં પરિપૂર્ણ હોવા છતાં પણ પ્રજ્ઞાના મદનો ત્યાગ કરે છે. કેમકે કેવળી ભગવંતના જ્ઞાન વિના સર્વ જીવો અધૂરા છે. જો પ્રજ્ઞા મંદ હોય તો એવી દશામાં મુનિ પોતાના પૂર્વ કર્મનો દોષ ગણીને મુંઝાતા નથી પણ કર્મ ટાળવાના પ્રભુ દ્વારા બતાવેલ ઉપાયોને યોજી મોક્ષને પામે છે. //રરા સત્સંગે સન્દુરુષ-યોગથી અજ્ઞાનહેતું દૂર કરવામાં, ઢીલ થયે મુનિ નહિ મૂંઝાતા હિત સત્યાઘનને સ્મરવામાં, Page #164 -------------------------------------------------------------------------- ________________ (૬૬) વીરત્વ વિના આવરણ ટળ્યે થશે ના અવધિ આદિ સૌ સુજ્ઞાનો, સત્કારણ સેવ્યાથી કાર્યો જરૂર થનારાં મનમાં માનો. ૨૩ અર્થ :- ૨૧. અજ્ઞાન પરિષહ :-- સત્સંગ કે સત્પુરુષના યોગથી અજ્ઞાનના કારણોને દૂર કરવામાં ઢીલ થયે મુનિ મુંઝાતા નથી. પણ આત્માને હિતકારી જે સત્સાધનો હોય તેની સ્મૃતિ કરીને ઉપાસના કરે છે, કેમકે વિના આવરણ ટળ્યે મતિશ્રુત અવધિ આદિ સમ્યક્શાનોની પ્રાપ્તિ થતી નથી પણ સમ્યક્ કારણો સેવવાથી ઉપરોક્ત જ્ઞાનોની પ્રાપ્તિ જરૂર થશે એમ મનમાં માન્ય કરવા યોગ્ય છે. રા ‘તપ આદિથી સિદ્ધિ પ્રગટે' કહે, કરું હું તપ અતિ તોયે, ચમત્કાર આદિ ના દીઠું, ખોટાં આગમ આદિ હોયે,એમ કદી મુનિ ના ચિંતવતા, સુથ વિશેષ બળે તે સાથે, તો દર્શન પરિષહ જીતે તે; ધીરવીર મુનિને મોક્ષે લાધે. ૨૪ ૧૫૫ અર્થ :- ૨૨. દર્શન પરિષહ :– શાસ્ત્રોમાં કહ્યું છે કે તપ આદિ કરવાથી લબ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે અને હું પણ તપ આદિ ઘણા કરું છું છતાં કંઈ ચમત્કાર આદિ દેખાતા નથી. તો શું આગમ આદિ શાસ્ત્રો ખોટા હશે? એમ મુનિ કદી ચિંતવન કરતા નથી. પણ ભગવાનના કહેલા સન્માર્ગની વિશેષ બળપૂર્વક આરાઘના કરે છે. તે મુનિ, દર્શન પરિષષ્ઠને જીતે છે. એવા ધૈર્યવાન મુનિને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે. એમ વીતરાગ માર્ગને અનુસરનારા મુનિવરો ઉપરોક્ત બાવીસ પરિષô રૂપી સેના ઉપર વિજય મેળવી પોતાના આત્મકલ્યાણને સાથે છે. ।।૨૪। જે મહાપુરુષો પોતાના આત્મવીરત્વથી બાવીસ પરિષહોને જીતે છે; તે જ વીરત્વ સર્વ આત્મામાં રહેલું છે. પણ અજ્ઞાની જીવ પોતાના આત્મવીર્યને કર્મ બાંધવામાં વાપરે છે; જ્યારે જ્ઞાનીપુરુષો તે જ વીર્યને કર્મ છોડવામાં વાપરે છે. તે આત્મવીરત્વનું જીવને ભાન થાય, અને જ્ઞાન ધ્યાનથી શક્તિ પ્રમાણે તે વીરત્વને પ્રગટાવી ભવ્ય જીવો પોતાનું કલ્યાણ સાથે; તે અર્થે આ પાઠમાં તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવે છે. (૬૬) વીરત્વ (થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહેશો તો લેખે —એ રાગ) * દેજો સેવા શ્રી ગુરુરાજ જેથી નરભવ લાગે લેખે. કામ વિના મન રહે ન નવરું, આપ પદે અવ રાખું; પ્રપંચની આકુળતા ઓકી, સ્વરૂપ-સુખ હું ચાખું. દેજો :— = અર્થ : હે પરમકૃપાળુ ગુરુદેવ હું આપની આજ્ઞા ઉઠાવું એવી સેવા મને આપજો કે જેથી આ મારો મળેલો દુર્લભ માનવદેહ સફળ થાય. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ III આ મારું મન મરકટ જેવું છે. તે કામ વિના નવરું રહેતું નથી માટે આપના પદ કહેતા ચરણકમળમાં અવ એટલે હવે તેને રાખું. પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ બધો પ્રપંચ છે. તેની આકુળતા એટલે ઇચ્છાઓની પીડાને ઓછી કાઢી હવે આત્મસ્વરૂપના સ્વાધીન સુખને હું ચાખું એવી મારી ઇચ્છા છે. માટે કૃપા કરી મને આપની સેવા આપજો. ૧ાા અનંત ગુણ પંકજ-વિકાસી છતાં હું આમ ઠગાયો, ભવ-અટવીમાં ભટક્યો પૂર્વે કર્મ-અરિથી તણાયો. દેજો અર્થ - મારો આત્મા અનંત ગુણરૂપી વિકસિત કમળવાળો હોવા છતાં હું વિષયોથી ઠગાઈ ગયો. તેના ફળ સ્વરૂપ ભવ-અટવી એટલે સંસારરૂપી જંગલમાં કર્મરૂપી શત્રુઓ દ્વારા ખેચાઈને લાવેલો એવો હું પૂર્વે બહુ દુઃખ પામ્યો. હવે મારું આત્મ વીરત્વ પ્રગટ થાય એવી કૃપા કરો. /રા આત્મભ્રાંતિમાં વણ્યાં દોરડાં રાગ-દ્વેષરૃપ મોટાં, તેનાથી બંઘાઈ કુટાયો, અનાદિ કેદ-દુખ ખોટાં. દેજો અર્થ :- દેહમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષરૂપ મોટા દોરડા જ વણ્યા છે. એ રાગદ્વેષના ભાવોથી કરોળીઆની જેમ હું પોતે જ કર્મોથી બંઘાઈને અનાદિકાળથી નરક નિગોદાદિમાં કે સ્થાવર, વિકલેન્દ્રિયમાં કેદ સમાન પડી રહી અનંત દુઃખને પામ્યો છે. હા આજ રાગ-જ્વર નાશ થયો ને મોહનીંદ ગઈ ઊડી. હણું ધ્યાન-તરવાર-ઘારથી કર્મ-અરિ-સંતતિ કુડી. દેજો, અર્થ :- આજે પુરુષના બોઘથી આ રાગરૂપી જ્વરનો નાશ થવાથી મોહરૂપી નિદ્રા ઊડી જઈ કિંઈક ભાન આવ્યું છે. માટે હવે આત્મવીરત્વને ફોરવી સહજાત્મસ્વરૂપ કે વિચારરૂપ ધ્યાનની તરવાર ઘારથી કૂડી એવી કર્મશત્રુની સંતતિ એટલે પરંપરાને હણું છું. જો આત્મા માત્ર જ દેખું છું હું, તર્જી અજ્ઞાન-અંઘારું; કર્મ-કાષ્ઠનો ઢગ બાળી દઉં, મહા પરાક્રમ મારું. દેજો, અર્થ :- હવે અજ્ઞાનરૂપ અંઘકારને દૂર કરી માત્ર આત્માને જ જોઉં તથા મારા આત્માના મહા પરાક્રમવડે કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડાના ઢગલાને બાળી નાખું. પા. પ્રબળ ધ્યાન વજે ક્ષય કરું હું પાપવૃક્ષનાં મૂળો, તેથી પુનર્ભવ-ફળ-સંભવ નથી, ટળશે ભવદુખ-શૂળો. દેજો અર્થ – પ્રબળ આત્મધ્યાનરૂપ વજથી પાપવૃક્ષના મૂળને જ કાપી નાખ્યું. તેથી કર્મના ફળમાં ફરીથી ભવ ઘારણ કરવાનો સંભવ રહે નહીં. અને તેના ફળસ્વરૂપ સંસારના ત્રિવિઘ તાપરૂપ દુઃખોની શૂળોનો પણ નાશ થશે. IIકા ભવ ભવ ચાલી આવી મૂછ અંઘાપો દે આંખે, આત્મજ્ઞાનથી જોઈ શકાતો મોક્ષમાર્ગ ના દેખે. દેજો, અર્થ :- ભવોભવથી મોહમમત્વની મૂછ ચાલી આવે છે. જે સત્ય સ્વરૂપને જોવા માટે આંખે અંધાપો આપે છે. તે અજ્ઞાનરૂપ અંઘકારના કારણે આત્મજ્ઞાનથી જોઈ શકાતો એવો મોક્ષમાર્ગ પણ જોઈ Page #166 -------------------------------------------------------------------------- ________________ (૬૬) વીરત્વ ૧ ૫૭. શકાતો નથી. IIળા. સમસ્ત લોક અવલોકી શકે તે કેમ ન આત્મા દેખે? અવિદ્યા-મગર-મુખે સપડાયું ચિત્ત સ્વરૂપ ન પેખે. દજો. અર્થ - આત્માની અનંત શક્તિવડે સમસ્ત લોક જોઈ શકાય એવું આત્મામાં વીરત્વ છે. તો તેથી આત્મા કેમ ન જોઈ શકાય? પણ અવિદ્યા એટલે અજ્ઞાનરૂપ મગરમચ્છના મુખમાં સપડાયેલું એવું મન, તે સ્વસ્વરૂપને જાણી શકતું નથી. ટો તાત્કાલિક રમણીય જણાતા વિષયો નીરસ અંતે, જગમાં ઉત્તમ જ્યોતિ આત્મા તેને પણ તે વંચે. દેજો, અર્થ - તાત્કાલિક સુંદર જણાતાં એવા પાંચ ઇન્દ્રિયના વિષયો અંતમાં નીરસ છે. છતાં તે જગતમાં ઉત્તમ એવા સ્વયંજ્યોતિ સ્વરૂપ આત્માને પણ ઠગી જાય છે. III જ્ઞાનનેત્ર હું ને પરમાત્મા; સ્વરૃપ-લાભને અર્થે - ઘરી પરમ જિજ્ઞાસા નિશદિન યત્ન કરું પરમાર્થે. દેજો. અર્થ – હું દિવ્યદ્રષ્ટિવાળો દેવ છું અને નિશ્ચયનયે પરમાત્મા છું. તે મારા મૂળ સ્વરૂપને પામવા અર્થે પરમ જિજ્ઞાસા રાખી રાત-દિવસ તે પરમ સ્વરૂપને પામવા પુરુષાર્થ કરું. /૧૦ા. શક્તિપણે કેવળજ્ઞાનાદિક અનંત ગુણ મારામાં, પરમાત્મામાં વ્યક્ત બઘા તે; ભેદ શક્તિ-વ્યક્તિમાં. દેજો, અર્થ :- શક્તિપણે મારામાં કેવળજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આદિ અનંત ગુણો રહેલા છે. તે જ ગુણો પરમાત્મામાં બઘા વ્યક્તપણે છે. ભેદ માત્ર શક્તિ વ્યક્તિપણાનો છે. I/૧૧ના ભવદવ પીડે ક્યાં સુધી આ? જ્યાં સુથી હું ના નાહ્યો, જ્ઞાનસુથા-સાગરમાં પ્રીતે; મર્મ હવે સમજાયો. દેજો, અર્થ :- આ સંસારરૂપી દાવાનળ મને ક્યાં સુધી પીડા આપી શકે ? તો કે જ્યાં સુધી હું જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં પ્રીતિ ભક્તિપૂર્વક નાહ્યો નથી ત્યાં સુઘી. પણ હવે તે પીડાને દૂર કરવાનો મર્મ મને સમજાઈ ગયો. ./૧૨ા. સુર, નર, નારક કે નહિ તિર્ય, પણ હું તો સિદ્ધાત્મા, કર્મ-કપટ આ જાણી લીધું, બનું પ્રગટ પરમાત્મા. દેજો, અર્થ - હું દેવ, મનુષ્ય, નારકી કે પશુ નથી પણ હું તો સિદ્ધ પરમાત્મા જેવો છું. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” એવો છું. આ બધી જીવની પર્યાય અવસ્થા તે કર્મનું કપટ છે, તે મેં જાણી લીધું. માટે હવે હું પણ મારા પરમાત્મસ્વરૂપને પ્રગટ કરીશ. /૧૩ી. અનંત દર્શન-જ્ઞાન-વીર્ય હું પરમાનંદસ્વરૂપી; કર્મરૂપ વિષ-વૃક્ષ મૂળથી નથી ઊંખડ્યું અદ્યાપિ! દેજો, અર્થ – હું મૂળસ્વરૂપે અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય પરમાનંદ સ્વરૂપી છું. તો પણ અદ્યાપિ એટલે આજ દિવસ પર્યત મારું કર્મરૂપી ઝેરી ઝાડ મૂળમાંથી ઉખડ્યું નથી. ૧૪ll Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિઃસ્પૃહ બાહ્ય પદાર્થોથી થઈ નિજ સામર્થ્ય જગાવું, ચિદાનંદ મંદિરમાં પેસી સ્વરૂપ-સ્થિતિ ન ડગાવું. દેજો, અર્થ - હવે જગતના બાહ્ય ઇન્દ્રિય ગોચર ભૌતિક પદાર્થોથી મનને નિઃસ્પૃહ કહેતા ઇચ્છારહિત કરી, મારા આત્મ સામર્થ્ય એટલે વીરત્વને જાગૃત કરું. વીરત્વને પ્રગટ કર્યા પછી આત્માનંદરૂપ મંદિરમાં પ્રવેશ કરી સ્વરૂપ સ્થિરતાથી ભ્રષ્ટ થઉં નહીં, અર્થાત્ સદૈવ સ્વરૂપમાં જ સ્થિર રહું. ૧૫ના યથાર્થ આત્મસ્વરૃપનો નિર્ણય આજ જ હું કરવાનો, છેદ અવિદ્યા-જાળ અનાદિ કર્મ-જયી બનવાનો. દેજો, અર્થ - મારા આત્મવીરત્વના બળે, મારું ખરું સ્વરૂપ શું છે? તેનો નિર્ણય હું આજે જ કરીશ અને અનાદિ અજ્ઞાનરૂપ મિથ્યા જાળને છેદી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવીશ. ૧૬ાા. રાગાદિ દોષો તર્જી સર્વે ઘીર પ્રતિજ્ઞા ઘારે, અચલ રહે તે ઘર્મધ્યાનમાં ઉત્તમ શુક્લ પ્રકારે. દેજો હવે પોતાના વીરત્વવડે કર્મશત્રુઓ હણવાનો ઉપાય બતાવે છે - અર્થ - જે પોતાના વીરત્વને ફોરવી રાગ દ્વેષાદિ સર્વ દોષોને ત્યાગી પરમકૃપાળુદેવ જેવા મનમાં અચળ પ્રતિજ્ઞાને ઘારણ કરે તેવા પુરુષો ઘર્મધ્યાનમાં સ્થિર રહી શકે છે. તે ઘર્મધ્યાન સાતમા ગુણ સ્થાનક સુધી છે. પછી આઠમા ગુણ સ્થાનકથી ઉત્તમ શુક્લધ્યાનને આદરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. /૧ળા જ્ઞાનીનાં વચનોનો આશય મુખ્યાઘાર ગણાયો, ઠેઠ બારમા ગુણસ્થાનક તક, પછી બને જિનરાયો. દેજો અર્થ - જ્ઞાનીપુરુષોના વચનોનો આશય કેવળજ્ઞાન પ્રાપ્તિમાં મુખ્ય આધાર ગણાયો છે. તે ઠેઠ બારમા ગુણસ્થાનકના અંત સુધી છે. ત્યાં મોહનીયકર્મ આદિ સર્વ ઘાતીયા કર્મનો ક્ષય થવાથી જિનરાજ બને છે અર્થાત્ સંપૂર્ણ રાગદ્વેષને જીતનાર થાય છે. ૧૮ના પ્રવર્તાવતાં આત્મવીર્ય કે સમેટી સ્થિર થતાં યે, જ્ઞાનીની આજ્ઞાના લક્ષે વિચારવું બહુ જોયે. દેજો, અર્થ - કેવળજ્ઞાન પ્રગટ્યા પછી પણ ચૌદમા ગુણસ્થાનને અંતે પોતાનું આત્મવીર્ય પ્રતર્વાવી, મન વચન કાયાના યોગોને સમેટી એટલે રૂંથીને શરીરથી રહિત થઈ પોતાના આત્મસ્વરૂપમાં આ ઈ ઊ ઋ છું બોલીએ એટલો અલ્પ કાળ માત્ર સ્થિર થઈ, પછી આત્મા ઉપર ઊઠી એક સમયમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનક ક્રમ જ્ઞાનીપુરુષની આજ્ઞાના આઘારે બહુ વિચારવાથી ધ્યાનમાં આવવા યોગ્ય છે. ૧૯ાા વીરપણું બે ભેદ ભાખ્યું : કર્મ, અકર્મ સ્વરૂપે, પ્રમાદને પ્રભુ કર્મ કહે છે, અન્ય જ આત્મસ્વરૂપે. દેજો, અર્થ - ભગવંતોએ વીરપણું બે ભેદે કહ્યું છે. એક કર્મ સ્વરૂપે એટલે કર્મ કરવામાં વીરપણું અને બીજાં અકર્મ સ્વરૂપ એટલે કર્મ છોડવામાં વીરપણું. પ્રમાદને શ્રી તીર્થંકર પ્રભુ કર્મ આવવાનું દ્વાર કહે છે. વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ એ પ્રમાદના પંદર ભેદ છે. એ બઘા કર્મ આવવાના દ્વાર છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ (૬૬) વીરત્વ જ્યારે એથી વિપરીત, ઇન્દ્રિય જય કે ઉપશમ ભાવ વગે૨ે કર્મ છોડવાના દ્વાર છે અને આત્મસ્વરૂપને પ્રગટાવનાર છે. “પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)” (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) (૧.પૃ.૩૯૧) ||૨૦ ધર્મ-વિમુખ પ્રમાદી જીવનું વીર્ય અપંડિત જાણો, શસ્ત્ર-શાસ્ત્ર, હિંસાન્યજ્ઞાર્થે, વર્તન હેય પ્રમાણો. દેજો અર્થ :— સંસારમાં રહેલા ઘર્મવિમુખ પ્રમાદી જીવોનું વીર્ય કર્મ કરવામાં પ્રવર્તે છે. માટે તેને અપંડિત એટલે અજ્ઞાની જાણો. તેને શાસ્ત્ર શસ્ત્રરૂપ છે, કે જે ધર્મના નામે યજ્ઞ કરી તેમાં જીવોની હિંસા કરે છે. તેમનું વર્તન હેય એટલે ત્યાગવા યોગ્ય છે. એ વાત પ્રમાણભૂત છે, કેમકે— ‘જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી.’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૨૧।। કામભોગ અર્થે કરી માયા સુખભ્રાન્ત દુખ રળતા, અસંયમી તન-મન-વચને જીવ-વઘ કરી ભવદવ બળતા. દેજો અર્થ – કામભોગને માટે માયા કરીને જીવોને આવા હિંસામય યજ્ઞમાં હોમી જીવ સુખની ભ્રાંતિ કરે છે અને દુઃખની કમાણી કરે છે. અસંયમી એવા અજ્ઞાની જીવો તન મન વચનથી જીવોનો વધ કરી સંસારરૂપી દાવાનળમાં બળ્યા કરે છે; અર્થાત્ ચારગતિમાં અનંત દુઃખને પામે છે. ।।૨૨।। અવિવેકી વીર રાગાદિકથી વૈરેવૈર વધારે, પાપ અનંત કરી પીડાતા, સકર્મ વીર્ય પ્રકારે. દેજો ૧૫૯ અર્થ : અવિવેકી એવા પુરુષોનું વીરત્વ રાગદ્વેષાદિ ભાવોએ કરીને વૈરથી વૈર વધારે છે. તેઓ પાપકર્મ કરવામાં પોતાના વીર્યને ફો૨વવાથી અનંત પાપો કરી ચારે ગતિમાં પીડાય છે. ।।૨૩।। જે અબુદ્ધ મહાભાગ્યશાળી અસમ્યવૃષ્ટિ વીરો, અશુદ્ધ પરાક્રમ સફલ તેમનું, મુકાય આત્મા ગીરો. દેજો અર્થ – જે અબુદ્ધ એટલે અજ્ઞાની પણ બહારથી મહાવ્રત પાળવાથી કહેવાતા મહાભાગ્યશાળી એવા મિથ્યાવૃષ્ટિ વીરનું અશુદ્ઘ પરાક્રમ હોવાથી, તેમની ક્રિયા પણ સફળ એટલે ફળે કરીને સહિત છે; અર્થાત્ તેમને પુણ્યપાપના ફળનું બેસવાપણું છે. ક્રિયા કરીને તેમની ઇચ્છા ઊંડે ઊંડે પણ આ લોક પરલોકના ઇન્દ્રિયસુખ મેળવવાની હોવાથી તેમનો આત્મા ગીરો મુકાઈ ગયો છે; અર્થાત્ ઇન્દ્રિયસુખ મેળવવા અર્થે પોતાનો આત્મા ઇન્દ્રિયોને આધીન થઈ ગયો છે. ।।૨૪।। જે પ્રબુદ્ધ મહાભાગ્યશાળી સમ્યદૃષ્ટિ વીરો, શુદ્ધ પરાક્રમ અફલ તેમનું, અબંધ આત્મા-હીરો. દેજો અર્થ :— જે પ્રબુદ્ધ એટલે પ્રકૃષ્ટ છે સવળી બુદ્ધિ જેની એવા મહાભાગ્યશાળી સમ્યષ્ટિ વીર પુરુષોનું શુદ્ધ પરાક્રમ તે અફળ છે; અર્થાત્ તેમને કર્મરૂપ ફળનું બેસવાપણું નથી. તેમની ક્રિયા કર્મબંધથી રહિત હોવાથી તેમનો આત્મા અમૂલ્ય રત્ન સમાન છે. ।।૨૫।। Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પંડિત વીર્ય અકર્મ કહ્યું, તે કેમ પ્રવર્તે સુણો : નિર્દૂષણનર-કથિત ઘર્મને શરણે ગ્રહતાં ગુણો. દેજો અર્થ - પંડિત એટલે જ્ઞાનીપુરુષ. તેમના વીર્યને અકર્મ કહ્યું છે. કેમકે તે નવીન કર્મબંઘ કરતા નથી. માટે તે મહાપુરુષો કેમ પ્રવર્તે છે તે સાંભળો. તેઓ નિર્દૂષણનર એટલે અઢાર દોષથી રહિત એવા વીતરાગ ભગવંત દ્વારા કહેલ આત્મઘર્મને શરણે રહી ગુણો ગ્રહણ કરવામાં જ પોતાના આત્મવીર્યને પ્રવર્તાવે છે. |૨૬ાા અનિત્ય સમજે દેવાદિક વળી સુખદ ન સગાંસંબંઘી, તર્જી મમતા લે મોક્ષમાર્ગ તે કરે પુરુષાર્થ અબંઘી. દેજો, અર્થ - તે જ્ઞાની પુરુષો દેવ, મનુષ્યાદિ સર્વ પર્યાયને અનિત્ય સમજે છે. તથા સગાંસંબંધીઓ પણ કંઈ સુખને દેવાવાળા નથી; પણ માત્ર ઉપાધિ અને માનસિક ચિંતા કરાવનારા છે, એમ માની તેમના પ્રત્યેની મોહમમતાને ત્યાગી મોક્ષમાર્ગને સાથે છે. અને આત્માને અખંઘકારી એવા સપુરુષાર્થને આદરે છે. મારા પાપકર્મરૂપ કાંટા કાઢે સપુરુષોથી જાણી, આત્મહિતનો ઉપાય સમજી, પાળે ઊલટ આણી. દેજો અર્થ - તેઓ પોતાનું વીર્ય ફોરવી પુરુષોથી કે શાસ્ત્રો દ્વારા સંપૂર્ણ સમ્યક તત્ત્વ જાણીને સર્વ પાપરૂપ કાંટાઓને કાઢે છે. અને સમ્યક્દર્શનજ્ઞાનચારિત્ર ને જ આત્મહિતનો શ્રેષ્ઠ ઉપાય સમજી ઉલ્લાસપૂર્વક તેની આરાધના કરે છે. ૨૮. જાતિ-સ્મૃતિ આદિથી જાણ કે ઘર્મસાર સુણી ઘારે, મુનિપણું સમ્યકત્વ સહિત તો જીંવને તે ઉદ્ધારે. દેજો, અર્થ:- જાતિસ્મરણ આદિ જ્ઞાનવડે કે શ્રી સત્પરુષના વચનો દ્વારા થર્મનો સાર જાણીને આત્મજ્ઞાન સહિત મુનિપણું જો ઘારણ કરે તો તે જીવનો ઉદ્ધાર કરનાર છે. જેમ કૂર્મ સંકોચે અંગો સ્વદેહમાં તે રીતે, પંડિત પાપોને સંહરતા અધ્યાત્મભાવે પ્રીતે. દેજો, અર્થ - જેમ કૂર્મ એટલે કાચબો ભય પામતા પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચી લે છે, તેમ પંડિત એટલે જ્ઞાની પુરુષો આત્મભાવમાં પ્રીતિ હોવાથી પાપના કારણોને સમેટી લે છે. ૩૦ના સર્વ પ્રકારે સુખશીલતાનો ત્યાગ કરે મુમુક્ષુ; સર્વ કામના શાંત કરી તે અનાસક્ત રહે ભિક્ષ. દેજો, અર્થ - પોતાના વીરત્વને ફોરવી મુમુક્ષુ સર્વ પ્રકારે શાતા સુખનો ત્યાગ કરે છે. જેમ શાલિભદ્ર અને અવન્તિ સુકમાળે સર્વ પ્રકારની ઇચ્છાઓને શાંત કરી ભિક્ષુ બની જઈ અનાસક્ત રહ્યાં તેમ સાચા આરાધકો આત્મજ્ઞાન હોય કે આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા હોય તો ચારિત્ર અંગીકાર કરે છે. ૩૧ાા અતિ પુરુષાર્થી મોક્ષમાર્ગનો ઘર્મવીર મહાભાગી, છકાય જીંવને અભયદાન દે અદત્તગ્રહણે ત્યાગી. દેજો, Page #170 -------------------------------------------------------------------------- ________________ (૬૬) વીરત્વ અર્થ :– ઉપરોક્ત ચારિત્રને ગ્રહણ કરનાર અતિ પુરુષાર્થી તે મોક્ષમાર્ગમાં મહાભાગ્યશાળી ધર્મવીર પુરુષ છે. તે છકાય જીવોને અભયદાન આપે છે. તેમજ અદત્તગ્રહણ એટલે કોઈના આપ્યા વિના કંઈ પણ લેતા નથી. ।।૩૨।। કદી કરે વિશ્વાસઘાત નહિ, અસત્યનો પણ ત્યાગી, ધર્મ ન ઓળંગે મન, વચને જિતેન્દ્રિય, વૈરાગી. દેજો અર્થ :— તેઓ કોઈનો કદી વિશ્વાસઘાત કરે નહીં, તેમજ અસત્ય વચન બોલવાના પણ ત્યાગી હોય. તેઓ મન વચનથી ધર્મનું કદી ઉલ્લંઘન કરે નહીં, વળી બ્રહ્મચર્યવ્રત પાળનાર જિતેન્દ્રિય હોય તેમજ સર્વ પરિગ્રહ પ્રત્યેનો રાગ તજી વૈરાગી રહેવામાં પોતાના વીરત્વનો ઉપયોગ કરે છે. ।।૩૩।। સર્વ પ્રકારે રક્ષે આત્મા ધ્યાનયોગ ચિર ધારે, પરમ ઘર્મ તિતિક્ષા માને, સુયોઁ અલ્પાહારે, દેજો = અર્થ :– સર્વ પ્રકારથી તેઓ પોતાના આત્માની રક્ષા કરે છે. આત્માને બંધનમાં આવવા દેતા નથી. મુનિનો ધર્મ, ધ્યાન અને સ્વાઘ્યાય છે. માટે ધ્યાન યોગને ચિરકાળ ધારણ કરવા પ્રયત્ન કરે છે. તિતિક્ષા એટલે સુખદુઃખ આદિ દ્વંદ્વોને ઘીરજથી સહન કરવામાં તેઓ પરમધર્મ માને છે. તેમજ અલ્પઆહાર કરવામાં જે સભ્યપ્રકારે યત્ન કરનારા છે. એવા મુનિને એક જ વાર ભોજન કરવાની ભગવંતની આજ્ઞા છે. ૫૩૪॥ અલ્પ પાન ને વચન અલ્પતા, મોક્ષ થતાં સુર્પી પાળે, કીર્તિ કાજે તપ ના કરતા, અંતર્મુખ મન વાળે, દેજો ૧૬૧ - અર્થ :— પાણી પણ અલ્પ પીએ. દિગંબર મુનિઓ તો એકવાર ભોજન કરે તેની સાથે જ પાણી પીએ, પછી નહીં; વચન એટલે વાણીની પણ અલ્પતા કરે, પ્રયોજન વગર બોલે નહીં; મૌન રહે. મુનિના આવા ઘર્મો તે આયુષ્ય પૂર્ણ થતાં સુધી પાળે, તેઓ માન મોટાઈ માટે તપ કરતા નથી, પણ તપ કરીને મનને સદા અંતર્મુખ રાખવામાં પ્રયત્નશીલ રહે છે. ‘“અંતર્મુખવૃષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે. કેમકે અનંતકાળના અભ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.’” (વ.પૃ.૪૮૬) ।।૩૫।। શરણ અનન્ય ગ્રહી મુમુક્ષુ શુદ્ધ સ્વરૂપને ધ્યાવે, અંતર્-આત્મદશા ઉપજાવી તન્મયતા પ્રગટાવે. દેજો = અર્થ :— તેમ મુમુક્ષુ પણ પોતાનું આત્મવીર્ય ફોરવી સદ્ગુરુનું અનન્ય શરણ ગ્રહણ કરીને તેમની આજ્ઞાએ શુદ્ધ સ્વરૂપ એટલે સજાત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અંતર આત્મદશાને ઉત્પન્ન કરી તેમાં તન્મય થાય છે. ૩૬ના સ્વરૂપ સ્વભાવિક પરમાત્માનું જાણે તે જન સુખી, બહિરાત્મા તે કદી ન જાણે, ક્ષણમાં અંતર્મુખી. દેજો॰ અર્થ :— એમ ઉપરોક્ત આરાધના કરતાં જે સ્વાભાવિક પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જાણે તે જન = સુખી થાય છે. જગતના પ્રપંચોમાં રાચી રહેલ બહિરાત્મા તે કદી આત્મસુખને જાણી શકતો નથી; જ્યારે અંતત્મા એટલે સમ્યદૃષ્ટિ ક્ષણમાં આત્મસુખનો અનુભવ કરી શકે છે. ।।૩૭।। Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરમાણુથી પણ જે સૂક્ષ્મ, ગગન થકી જે ગરવા, જગભૂજ્ય સિદ્ધાત્મા વંદું, સહજ સુખ અનુસરવા. દેજો, અર્થ – પરમાણુથી પણ જે સૂક્ષ્મ અને ગુણોમાં ગગન એટલે આકાશ કરતા પણ જે મોટા છે, એવા જગપૂજ્ય સિદ્ધાત્માને હું સહજ આત્મસુખને પામવા માટે ભાવપૂર્વક પ્રણામ કરું છું. ૩૮. જેના અંતિમ અંશ થકી પણ લોકાલોક પ્રકાશે, તે ત્રિલોક-ગુરુ-જ્ઞાને રમતાં તદ્રુપ આ ર્જીવ થાશે. દેજો અર્થ - એ સિદ્ધ પરમાત્માના અંતિમ અંશ એટલે એક પ્રદેશથી પણ આખો લોક કે અલોક જાણી શકાય છે. એવા ત્રણેય લોકના ગુરુ સમાન પરમાત્મા દ્વારા બોધિત સમ્યકજ્ઞાનમાં રમતા એટલે કેલી કરતાં આપણો આત્મા પણ તદ્રુપ એટલે તે રૂપ થઈ જશે. //૩લા તેના ગુણગ્રામે રંગાતાં અભેદતા જ્યાં જામે, ત્યાં આત્માથી આત્મા જીતે પહોંચે સિદ્ધિ-ઘામે. દેજો, અર્થ :- એવા શુદ્ધ આત્માના ગુણગ્રામ કરતાં, ભક્તિમાં રંગાઈ જતાં જ્યાં પરમાત્મા સાથે અભેદતા જામે એટલે મન તેમાં લય પામે, ત્યાં શુદ્ધાત્માના ધ્યાનવડે પોતાનો આત્મા પ્રાપ્ત થાય; અને અંતે શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવીને સિદ્ધિ-ઘામ એવા મોક્ષપદને પામે છે. ૪૦ના વીર પ્રશંસાપાત્ર ખરો જે છોડાવે બદ્ધોને, છે ભૂમિ આ મુક્તિવીરોની સદાય કટિબદ્ધો જે. દેજો, અર્થ :– જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે જ ખરા વીર છે અને તેજ પ્રશંસાપાત્ર છે કે જે કર્મથી બંઘાયેલા બીજા જીવોને પણ ઉપદેશ આપી છોડાવે છે. આ આર્ય ભૂમિ, મુક્તિપુરીએ જનારા વીરોની ભૂમિ છે કે જે સદા કર્મ કાપવાને કટિબદ્ધ એટલે કમર કસીને તૈયાર થયેલા છે. ||૪૧ાા સર્વત્ર સમજી જે ચાલે, પાપે ના લેપાતો, બુદ્ધિમાન બંઘનથી હૂંટવા, રાષ્ટતુષ્ટ નહિ થાતો. દેજો, અર્થ – એવા શુરવીરો સર્વત્ર તત્વ સમજીને ચાલે છે, અર્થાત્ વ્યવહાર કરે છે ત્યારે પણ હું કોઈ અકાર્ય કરીને પાપથી લેપાઈ ન જાઉં એમ કાળજી રાખે છે. એવા બુદ્ધિમાન પુરુષો કર્મબંધનથી છૂટવા માટે કોઈ ઉપર રાષ્ટતુષ્ટ અર્થાતુ કૅષ કે રાગભાવ કરતા નથી. ૪રા. આત્મવિભાવ જ લૌકિક સંજ્ઞા, રહે ન વિર વશ તેને, વીર પરાક્રમ ત્યાં વાપરતા, લોકવિજય કહે એને. દેજો, અર્થ - આત્માનો વિભાવ ભાવ એ જ લૌકિક સંજ્ઞા છે; અર્થાત્ જગતને સારું દેખાડવાનો જ્યાં ભાવ છે ત્યાં આત્મભાવ નથી પણ વિભાવભાવ છે. ખરા આત્મવીરત્વને ઘારણ કરનાર પુરુષો આવી લૌકિક સંજ્ઞાને વશ થતા નથી, પણ પોતાના પરાક્રમને આત્માનું રૂડું થાય તેમાં વાપરે છે. પોતાના કર્મ ઉપર વિજય મેળવવાથી તેને લોકો પણ ખરા વિજયી કહે છે. અથવા પોતાના કર્મ ઉપર જેણે વિજય મેળવ્યો તેણે આખા લોક ઉપર વિજય મેળવ્યો એમ પણ કહી શકાય. I૪૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ (૬૬) વીરત્વ ૧ ૬૩ વીર અરતિ-રતિને ત્યાગીને સહે શબ્દ, સૌ સ્પર્શી નહિ તૃષ્ણા જીવ્યાની જેને, ખંખેરે સૌ લેશો. દેજો, અર્થ:- આવા વીર પુરુષો કઠોર શબ્દ સાંભળીને અરતિ એટલે અણગમો કરતા નથી કે પોતાની પ્રશંસા સાંભળીને રતિ એટલે રાગ કરતા નથી. તેમજ કોમળ સ્પર્શમાં રાગ કે કઠોર સ્પર્શમાં વેષ કરતા નથી. પણ સમભાવે બધું સહન કરે છે. જેમને જીવવાની પણ તૃષ્ણા નથી. તેઓ સર્વ કર્મ ક્લેશના કારણોને નિર્મળ કરે છે. I૪૪ ત્યાગે વર આશા, સ્વચ્છેદો, પરિભ્રમણના હેતુ, આત્મ-શાંતિ ને મરણ વિચારે, નરદેહ જ ભવસેતુ. દેજો, અર્થ - આવા વીર પુરુષો સર્વ પ્રકારની આશા એટલે ઇચ્છાઓને તથા સ્વચ્છંદ એટલે પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું એ જ પરિભ્રમણનું કારણ છે એમ માનીને ત્યાગે છે. તથા મરણ આવવાનું છે માટે આત્મા શાશ્વત સુખશાંતિને કેમ પામે તેના ઉપાયને વિચાર કરી શોધે છે. વળી આ દુઃખરૂપ સંસાર સમુદ્રને તરવા માટે આ મનુષ્યદેહ જ પુલ સમાન છે એમ નિશ્ચિતપણે તેઓ માને છે. I૪પા. ધ્રુવપદ, શુદ્ધ સ્વરૅપ જે ઇચ્છ, ક્ષણિક ભોગ ના માગે; કામગુણો ઓળંગી તે રહે ભોગ વિષે વૈરાગ્યે. દેજો. અર્થ - આત્માનું શુદ્ધ સ્વરૂપ એ ધ્રુવપદ છે. તેને જે પામવા ઇચ્છે તે વીરો ક્ષણિક ભોગ સુખોને ઇચ્છતા નથી. તેવા જીવો જગતમાં મિથ્યા કહેવાતી કામપ્રશંસાને ઓળંગી પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત રહી વૈરાગ્યમાં ઝીલે છે. ૪૬ વિષય-કષાયે અતિ મૂઢ જે સત્ય શાંતિ શું જાણે? વીર પ્રભુ કહે : “મોહનગરમાં ઠગાય તે શું માણે?” દેજો અર્થ - વિષયકષાયમાં અતિ આસક્ત બનેલા સંસારી મૂઢ જીવો તે આત્મામાંથી પ્રગટતાં સત્ય શાંતિના સુખને ક્યાંથી જાણી શકે. વીર પરમાત્મા કહે છે કે જે જીવો સંસારની મોહ માયામાં ઠગાય, તે જીવો આત્માના પરમાનંદને ક્યાંથી માણી શકે અર્થાત અનુભવી શકે. ૪શા. પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભોગો, જન્મ-મરણની રેંટમાળ તર્જી સાથે વીર સુયોગો. દેજો, અર્થ:- જેમ ચાલણીમાં ભરેલું પાણી રહી શકે નહીં, તેમ અનિત્ય એવા ઇન્દ્રિયોના ભોગો શાશ્વત રહી શકે નહીં. માટે અનાદિકાળના રેંટમાળ સમાન જન્મમરણના દુઃખોને દૂર કરવા, વીર પુરુષો વર્તમાનમાં મળેલા સગુરુ, સત્સંગ વગેરેના ઉત્તમ સુયોગોને પોતાના વીરત્વથી પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરે છે; તે જ આ મળેલ દુર્લભ માનવદેહને સફળ કરી જાણે છે. ૪૮ાા શ્રી સગુરુના યોગે પોતાના આત્માનું ખરું વીરત્વ પ્રગટવાથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને સદ્ગુરુ ભગવંતનું અદ્ભુત માહાત્મ ભાસ્યું. તેથી આ પાઠમાં સદ્ગુરુ ભગવંતની ખરા અંતઃકરણથી ભાવપૂર્વક Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રાવધ-વિવેચન ભાગ-૨ સ્તુતિ એટલે ગુણગાન કરે છે. તેમજ મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતની સદાય અત્યંત આવશ્યકતા છે તેનું મુમુક્ષુને અત્રે ભાન કરાવે છે. (૬૭) સદ્ગુરુ -સ્તુતિ (દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે રત્નપ્રભા સમ જાણો રે—એ રાગ) * શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની-શરણે મુજ હિત સાથું રે, ભવ ભમતાં અતિ કષ્ટ પામ્યો ચરણ શરણ આરાણું રે. શ્રીમદ્ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની ભગવંતના શરણે હું મારા આત્માનું કલ્યાણ સાધ્ય કરું. ચાર ગતિરૂપ સંસારમાં ભટકતાં મહા મુશ્કેલીએ આવા પુરુષનો મને ભેટો થયો. માટે હવે તેમના ચરણકમળનો આશ્રય ગ્રહણ કરી તેમની આજ્ઞા ઉપાસીને મારા આત્માનું અવશ્ય કલ્યાણ કરું. ॥૧॥ વંદન, સેવન, કીર્તન, પૂજન, શ્રવણ, મનન શુભ ભાવે રે, લઘુતા, સમતા, ધ્યાન, એકતા, ભક્તિભાવ ઉર આવે રે. શ્રીમદ્ : અર્થ :– ૫૨મકૃપાળુદેવને ભક્તિભાવે હું વંદન કરું, તેમની આજ્ઞાનું સેવન કરું, તેમના ગુણોનું કીર્તન એટલે ભજન કરું, તેમના અંગોનું પૂજન કરું, તેમના ઉપદેશનું શ્રવણ કરું, તેમના કહેલા તત્ત્વોનું શુભ ભાવે મનન કરું. તેના ફળસ્વરૂપ લઘુતા, સમતા, ગુણ પ્રગટાવી સત્પુરુષના વચનનું વિચારરૂપે ધ્યાન કરું; આત્મજ્ઞાન થયે આત્મધ્યાન પ્રગટાવી ભગવાનના સ્વરૂપ સાથે એકતા કરું. એવો ભક્તિભાવ પ્રભુની વીતરાગમુદ્રા જોતાં હૃદયમાં ઉભરાઈ આવે છે, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ।।૨।। ભવસાગરમાં ડૂંબકાં ખાતાં પુણ્યહીન આ પ્રાણી રે, નિજ દુખને ના લેશ સમજતાં પીવે ખારાં પાણી રે. શ્રીમદ્॰ અર્થ :– જગતના પુણ્યહીન જીવો આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબકા ખાય છે. છતાં જન્મ જરા મરણરૂપ દુઃખોના કારણોને લેશ પણ જાણતા નથી. જાણવાની તેમને ગરજ પણ જણાતી નથી, અને સમુદ્રના ખારા પાણી જેવા ઇન્દ્રિયસુખોને ભોગવી તૃપ્તિ માને છે. ।।૩।। સંસાર-સ્વરૂપ સમજાવે સદ્ગુરુ કરુણા ઉરમાં આણી રે, પોતે પોત સમા તરી, તારે : સદ્ગુરુની એંઘાણી રે. શ્રીમદ્॰ અર્થ :- નિષ્કારણ કરૂણાશીલ એવા શ્રી સદ્ગુરુ ભગવંત હૃદયમાં દયા લાવી સંસારનું ભયંકર દુઃખમય સ્વરૂપ સમજાવે છે. પોતે શ્રી સદ્ગુરુ, પોત એટલે જહાજ સમાન બની સ્વયં તરે છે અને તેમની આશાએ ચાલનાર જીવોને પણ તારે છે. એ જ સદ્ગુરુ ભગવંતની એંધાણી અર્થાત્ નિશાની છે. ।।૪। મઘર્નનશામાં નિજ ઘર ભૂલી ખાળ વિષે આળોટે રે, અંઘો ભાન વિના બકતો બહુ કહે : “સઁતો હું ખાટે રે.” શ્રીમદ્ અર્થ :— સંસારી જીવ મોહરૂપી દારૂના નશામાં પોતાનું આત્મઘર ભૂલી પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ - Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર Page #175 -------------------------------------------------------------------------- ________________ (૬૭) સદ્ગુરુ સ્મૃતિ ૧૬૫ ગટરમાં આળોટે છે. દારૂના નશામાં અંધ બનેલો તે ભાન વિના બકે છે કે હું તો ખાટલા ઉપર સૂતો છું. તેમ મોહથી અંધ બનેલો પ્રાણી એમ માને છે કે હું તો સંસારમાં પરમ સુખી છું; કોઈ દુઃખ નથી. પા સજ્જન સદ્ગુરુ ત્યાં થઈ જાતાં ઊભા તેવી વાટે રે, જગાડતા પોકારી, “ભાઈ, અરે! શ્વાન જો ચાર્ટ રે. શ્રીમદ્ · અર્થ :– સજ્જન એવા સદ્દગુરુ ત્યાં થઈને જતાં, રસ્તામાં ઊભા રહી તેને જગાડવા માટે પોકારીને કહે છે કે અરે! ભાઈ, આ કૂતરા તારું શરીર ચાટે છે તે જો. ૬ આમ આવ જાગ્રત થા રે! આમ આવ તું, પોકારે રે, ચાલ, ઘેર પ્હોંચાડું ભાઈ, ઊઠ, ઉતાવળ મા૨ે રે. શ્રીમદ્ અર્થ :— હૈ જીવ, ‘કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.' આ બાજુ આવ, આત્મા ભણી વળ. ચાલ, તને તારા મૂળ આત્મસ્વરૂપરૂપ ઘરમાં પહોંચાડી દઉં. ભાઈ, હવે ઊઠ, મારે જવાની બહુ ઉતાવળ છે. શા 11911 ક્યાં તુજ સુંદર સેજ અને આ કાદવ-ખરડી કાયા રે, લાજ તજી આળોટે કેવો! ઊઠ ઉત્તમ કુળજાયા રે.” શ્રીમદ્ અર્થ ક્યાં તારી સ્વરૂપાનંદમય પથારી અને ક્યાં તારી વિષયોરૂપ કાદવમાં ખરડાયેલી આ કાયા. તું લાજ તજી વિષયોમાં કેવો આળોટે છે! હવે ઉત્તમકુળના જાયા તું ઊઠ. મૂળ સ્વરૂપે તો તું પરમાત્મસ્વરૂપમય ઉત્તમ જાતિકુળનો છું, તેનું હવે ભાન કર. ।।૮।। એમ મનોહર વચન કુસુમ સમ કરુણાકર ગુરુ વદતા રે, કુશળ પુરુષ એ કૃપાનજરથી વ્યસનોનું વિષ હરતા રે. શ્રીમદ્ જાણે અર્થ :– એવા મનોહર કુસુમ એટલે ફૂલ જેવા વચનો કરુણાળુ સદ્ગુરુ બોલે છે. તે બોલે છે ત્યારે ઝરે છે. એવા કુશળ સત્પુરુષ, કૃપાદૃષ્ટિથી બોધ આપીને સંસારી જીવોના વિષયરૂપ વ્યસનોનું વિષ હરણ કરે છે. ાલ્યા ફૂલ અસંગ ભાવ નિજ સ્પષ્ટ બતાવી આત્મમાહાત્મ્ય બતાવે રે, પરમ શાંત રસથી છલકાતું ઉર શાંતિ વરસાવે રે. શ્રીમદ્ અર્થ :— સદ્ગુરુ ભગવંત પોતાના મન વચન કાયાની નિર્મળ ચેષ્ટા વડે પોતાનો અસંગ-અલિપ્તભાવ સ્પષ્ટ બતાવીને આત્માનું માહાત્મ્ય દર્શાવે છે. તેમનું પરમ શાંત રસથી છલકાતું એવું અંતઃકરણ મુમુક્ષુના મનમાં પરમ શાંતિ પ્રગટાવે છે. ।।૧૦।। એવા સદ્ગુરુ સમીપ વસતાં દિનદિન દશા વિચારું રે, અપૂર્વ ગુણના આદ૨થી હું ગુરુશિક્ષા ઉર ધારું રે. શ્રીમદ્ અર્થ :— એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવનો મને ભેટો થતાં તેમની અદ્ભુત આત્મદશાનો પ્રતિદિન વિચાર કરું, તેમના અપૂર્વ ગુણો પ્રત્યે આદરભાવ લાવી શ્રી ગુરુની શિક્ષાને ભક્તિભાવે સદૈવ હૃદયમાં ઘારણ કરું. ।।૧૧। વિષય-કષાય વિદેશ જતા રહે, સ્વપ્ને પણ નહિં દેખું રે, ઉપશમ રસમાં નિત્યે ન્હાતાં, દેહકેદ નહિ લેખું રે. શ્રીમદ્ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ સત્પુરુષના બોધબળે મારા વિષયકષાય વિદેશ જતાં રહો. વિષયકષાયની મને સ્વપ્ન પણ સ્મૃતિ ન હો. હવે કષાયના ઉપશમનરૂપ રસમાં નિત્ય પ્રત્યે સ્નાન કરતાં, દેહરૂપી કેદને ગણું નહીં; અર્થાત્ દેહની વિશેષ સંભાળ લઉં નહીં, પણ આત્માની સંભાળ લઉં, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ।।૧૨। ૧૬૬ સદ્ગુરુયોગ વિના સાથે પણ વિષય-કષાયે કૂદે રે, નટ સમ નાચે આસક્તિમાં, જરા નહીં ખર્ચી ખૂંદે રે, શ્રીમદ્ અર્થ :– આત્મજ્ઞાની સદ્ગુરુના યોગ વિના તો સાધુપુરુષો પણ વિષયકષાયમાં મહાલે છે, તેમની વૃત્તિઓ પણ આસક્તિને કારશે વિષયોમાં નટ સમાન નાચે છે. તથા વૃત્તિની મલિનતાના કારણે આવેલ દુ:ખને જરા પણ ક્ષમાભાવે સહન કરી શકતા નથી. ।।૧૩।। મહા ભયંકર મમતા સેવે, નિજ સ્વરૂપ ન જાણે રે, કામ-ભોગમાં ચિત્ત પરોવે, પડતા દુર્ગતિ-ખાણે રે. શ્રીમદ્॰ અર્થ :– કુગુરુ આશ્રયે રહેલા એવા સાધુપુરુષો પર વસ્તુઓમાં મહા ભયંકર મમતાભાવ સેવે છે. · જેને પોતાના આત્મસ્વરૂપનું પણ ભાન નથી તેથી કામભોગમાં ચિત્ત પરોવી આયુષ્ય પુરું થયે દુર્ગતિરૂપી ખાણમાં જઈ પડે છે. ૧૪૫ સદ્દગુરુ-યોગે જો સમજી લે શરીર સંયમ કાજે રે, સમતા સાથે તે જન સાધુ, અવસર આવ્યો આજે રે. શ્રીમદ્ અર્થ :– સદ્ગુરુના યોગે જો તે સાધુપુરુષો સમજી લે કે આ શરીર તો માત્ર સંયમ કાજે છે, તો તે સમતાભાવને સાધશે. તે જ ખરા સાધુપુરુષ છે. તેવા સાચા સાધુપુરુષો સદ્ગુરુનો યોગ મળવાથી આત્મજ્ઞાન પ્રાપ્તિનો અપૂર્વ અવસર આવ્યો જાણી તેમની આજ્ઞાને ઉપાસી જીવન ધન્ય બનાવશે. ।।૧૫।। સ્વરૂપ સમજી સદ્ગુરુ દ્વારા શમાય તે જગ જીતે રે, સર્વ શક્તિએ સદ્ગુરુ આજ્ઞા ઉઠાવશે તે પ્રીતે રે. શ્રીમદ્ અર્થ ઃ— • સદ્ગુરુ દ્વારા પોતાના આત્મસ્વરૂપને સમજી જે શમાય તે જગતની વાસનાને જીતી જશે. તે ઉત્તમ શિષ્યો પોતાની સર્વ શક્તિથી શ્રી સદ્ગુરુદેવની આજ્ઞાને પરમ પ્રીતિપૂર્વક ઉઠાવવાનો સતત ઉદ્યમ કરશે. ।।૧૬।। આત્મજ્ઞાની ગુરુ સમદર્શી છે, ઉદયાર્થીન જે વર્તે રે, સત્ક્રુતરૂપ વાણી જે વદતા, જીવે સ્વપર-ઠિત અર્થે રે. શ્રીમદ્૰ અર્થ :– આત્મજ્ઞાની એવા સદ્ગુરુ માન અપમાન, હર્ષ શોક આદિમાં સમદર્શી રહે છે. માત્ર ઉદયાધીન વર્તે છે. સર્વ શ્રુતના નિચોડરૂપ જે વાણી પ્રકાશે છે તથા સ્વપરના હિતાર્થે જ જેનું જીવન છે. “આત્મજ્ઞાન સમદર્શિતા; વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરુ લક્ષણ યોગા''-શ્રીમદ્ રાજચંદ્ર ।।૧૭।। જિતેન્દ્રિય, જિતમોહ, નિરિચ્છક સ્વ-સ્વરૂપમાં રમતા રે, નિરુપાર્થિક સુખમા નિરંતર ભક્તજનોને ગમતા રે. શ્રીમદ્ Page #177 -------------------------------------------------------------------------- ________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૬૭ અર્થ:- જે સદગુરુ ભગવંત જિતેન્દ્રિય છે. જેણે મોહને જીતી લીધો છે. જગત સુખની જેને અલ્પ પણ સ્પૃહા નથી એવા નિસ્પૃહ સદ્ગુરુ ભગવંત સદા પોતાના આત્મસ્વરૂપમાં રમનારા છે. જે વિષયકષાયની અંતરંગ ઉપાધિથી મુક્ત બની સ્વરૂપસુખમાં નિરંતર મગ્ન રહે છે એવા શ્રી સદ્ગુરુ ભગવંત ભક્તજનોને મનમાં ગમે છે. ||૧૮. સત્ય સ્વરૂપ તે મુનિપણું છે, મુનિપણું આતમજ્ઞાને રે, અપ્રમાદિ મુનિ નિર્ભય નિત્ય, પ્રમાદ ગમે અજ્ઞાને રે. શ્રીમદ્ અર્થ :- આત્માનું પ્રગટ સત્યસ્વરૂપ તે મુનિપણું છે. અને મુનિપણું છે તે આત્મજ્ઞાનને લઈને છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” -શ્રીમદ્ રાજચંદ્ર “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે.” -શ્રી આનંદઘનજી “સાતમજ્ઞાન નહીં પીછાળો, ઉનવો સાધુ ફશા શ્રી નાનો.” -શ્રી ચિદાનંદ જે સદૈવ અપ્રમાદી છે તે મુનિ છે. તે સદા નિર્ભય રહે છે. અજ્ઞાનના કારણે સંસારી જીવોને પ્રમાદ પ્રિય હોય છે. ૧૯ાા સંસાર શરીર ને ભોગ ભયંકર મુનિ માને વિજ્ઞાને રે, કેમ નિરાંતે ટકે મુનિ ત્યાં, રહે ચેતતા ધ્યાને રે. શ્રીમદ્દ અર્થ - મુનિ, વિજ્ઞાન એટલે આત્માના વિશેષ જ્ઞાનના બળે જન્મ, જરા, મરણરૂપ સંસારને તથા રોગના ઘરરૂપ શરીરને તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિરૂપ ભોગને ભયંકર માને છે. માટે મુનિનું મન નિરાંતે ત્યાં કેમ ટકી રહે? તે તો આત્મધ્યાન વડે કરી હમેશાં ચેતતા રહે છે. ૨૦ના નાનાં નયને વ્યોમ સમાયે તારા, રવિ, શર્દી સાથે રે, તેમ સમાયે સદ્ગુરુપદમાં દેવ, ઘર્મ, જિનનાથે રે. શ્રીમદ્દ્ર અર્થ :- જેમ નાના એવા નયન એટલે આંખમાં વિશાળ એવું વ્યોમ એટલે આકાશ, તારા, સૂર્ય અને ચંદ્રમા પણ સાથે સમાઈ જાય; તેમ સદ્ગુરુપદમાં જિનનાથ એટલે અરિહંત, સર્વ સર્વજ્ઞ અને ઘર્મ તત્ત્વ બધું સમાય છે. કારણ કે ગુરુ પણ પોતાના શુદ્ધ સહેજાત્મસ્વરૂપને પામેલા છે માટે. “સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણÉ, ઉપાસો તડેં ગર્વ.” ૨૧ના સદ્દગુરુ સુદેવપદ દર્શાવે, શુદ્ધ ઘર્મ સમજાવે રે, સદગુરુ દ્વારા બોધિબીજ લઈ સુશિષ્ય વૃક્ષ જમાવે રે. શ્રીમદ અર્થ :- સદ્ગુરુ ભગવંત સદુદેવ તત્ત્વને સમ્યક રીતે દર્શાવે છે, તેમજ શુદ્ધ આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મને પણ સમજાવે છે. આજ્ઞાંકિત શિષ્ય સદ્ગુરુ દ્વારા બોળિબીજ એટલે સમકિત પામીને કેવળજ્ઞાનરૂપ વૃક્ષને પોષણ આપે છે. ||રરા ઘર્મવસ્તુ અતિ ગુપ્ત રહી છે - ગ્રંથ ગ્રંથિ નહિ ભેદે રે, નિગ્રંથગુરું-અનુગ્રહથી પામે મહાભાગ્ય નિઃખેદે રે. શ્રીમદ્ અર્થ :- ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. માત્ર ગ્રંથ એટલે શાસ્ત્રો તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી આત્મધર્મ પમાડી શકે નહીં. પણ જેની મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ ગઈ છે એવા નિગ્રંથ ગુરુની કૃપાથી કોઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મહા ભાગ્યશાળી આત્મા ખેદ વગર સહેલાઈથી તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી શકે છે. ૨૩ાા સદગુરુના ઉપદેશે જો ઑવ સુપાત્રતા પ્રગટાવે રે, તો શીતળતામય શાંતિથી ભવ-સંતાપ બુઝાવે રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુના ઉપદેશથી જો ઑવ આત્મજ્ઞાનની યોગ્યતા પ્રગટાવશે તો શીતળતામય એવી આત્મશાંતિને પામી ત્રિવિધતાપરૂપ ભવ સંતાપને તે બુઝાવી શકશે. રજા. પારસમણિનો સ્પર્શ થતાં જો કનક-ગુણ લહે લોઢું રે, પણ પારસમણિ બની શકે ના, એ અચરજ તો થોડું રે. શ્રીમદ્ અર્થ - પારસમણિનો સ્પર્શ થતાં લોઢું, કનક એટલે સોનું બની જાય છે. પણ લોઢુ પારસમણિ બની શકે નહીં. એ તો થોડું આશ્ચર્યકારક છે. ગરપાા ગુરુ-ભક્તિ ગૌતમમાં ઉત્તમ, શિષ્યોને ઉદ્ધરતા રે, પોતે કેવળજ્ઞાન-રહિત પણ શિષ્યો કેવળ વરતા રે! શ્રીમદ્ અર્થ :- પણ વિશેષ આશ્ચર્યકારક વાત તો એ છે કે શ્રી ગૌતમ સ્વામીમાં ભગવાન મહાવીર પ્રત્યે એવી ઉત્તમ પ્રકારની ભક્તિ હતી કે પોતે પંદરસો તાપસોને શિષ્ય બનાવી તેમનો ઉદ્ધાર કરતાં, પોતે કેવળજ્ઞાન રહિત હોવા છતાં પણ શિષ્યો કેવળજ્ઞાનને પામી ગયા. ૨૬ાા. પથ્થર સમ શિષ્યો અથડાતા, ગુરુ-કારીગર મળતાં રે, બોઘ-ટાંકણે નિત્ય ઘડાતાં, પ્રતિમા સ્વàપે ભળતાં રે. શ્રીમદ્ અર્થ :- અહીં તહીં અથડાતા એવા પત્થર સમાન શિષ્યોને પણ શ્રી ગુરુ જેવા કારીગર મળતાં, તેમને નિત્ય બોઘરૂપી ટાંકણાથી ઘડીને, પૂજવા યોગ્ય પ્રતિમા સ્વરૂપ બનાવી દે છે. “ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસેં પ્રતિમા કરે, પૂજા લહે અપાર.” –આલોચનાદિ પદસંગ્રહ ||૨૭મી પૂજ્યપદે જ્યાં થઈ સ્થાપના, દેવરૃપે રહે કેવા રે! દેવ-ભાવ પ્રગટાવે સદગુરુ દેવ-દેવરૃપ એવા રે. શ્રીમદ્ અર્થ :- પ્રતિમાસ્વરૂપ બનાવવાથી શિષ્યની પૂજ્યપદે સ્થાપના થતાં તે દેવરૂપે કેવા શોભે છે. શિષ્યને દેવસ્વરૂપ બનાવનાર એવા સદ્ગુરુદેવને પણ દેવસ્વરૂપને પામેલા છે. ૨૮ ઉદાસીનતા સેવી નિરંતર ગુરુભક્તિમાં રહેવું રે, ચરિત્ર પુરુષોનાં સ્મરવાં, ગુદૃગુણે મન દેવું રે. શ્રીમદ્ અર્થ - એવા સદ્ગુરુ ભગવંતની ભક્તિમાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ઘારણ કરીને નિરંતર રહેવા યોગ્ય છે. એવા સત્પરુષોનાં જીવનચરિત્રોનું સ્મરણ કરવું. તથા શ્રી ગુરુના ગુણોમાં મનને પરોવવું. એમાં આત્માનું પરમ હિત રહેલું છે. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પરુષોની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્પરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સન્દુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું Page #179 -------------------------------------------------------------------------- ________________ (૭) સગુરુ-સ્તુતિ ૧ ૬૯ સર્વ સમ્મત કરવું.” (વ.પૃ.૨૫૦) મુરલી મુખાકૃતિ અવલોક ઉરે, તન-મન-વચનર્ની ચેષ્ટા રે, અદ્ભત રહસ્યભરી ગણી ભાવો ગુસંમતિ-મતિ શ્રેષ્ટા રે. શ્રીમદ્ અર્થ :- સપુરુષની વીતરાગમય મુખાકૃતિનું હૃદયમાં અવલોકન કરું. તેમના તન મન વચનની અદભુત રહસ્યભરી ચેષ્ટાઓને વારંવાર નિહાળી શ્રી ગુરુએ સમ્મત કરેલું તે સમ્મત કરવું તથા એમાં જ મારી મતિની શ્રેષ્ઠતા રહેલી છે એમ માનવું. ૩૦ના. મુક્તિ માટે માન્ય રાખજો, જ્ઞાનીએ ઉર રાખ્યું રે, સર્વ સંતના અંતરનો આ મર્મ પામવા દાખ્યું રે. શ્રીમદ્ અર્થ - મુક્તિ મેળવવા માટે ઉપરોક્ત જણાવેલ વચન માન્ય રાખજો. જ્ઞાનીઓએ આ વાત હૃદયમાં રાખેલ, તે સર્વ સંતના અંતરનો મર્મ પામવા માટે અત્રે પ્રગટ કરેલ છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સન્મુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” (વ.પૃ.૨૫૧) /૩૧ાા. વિદ્યમાન ગુરુ જ્ઞાની મળતાં અવિચળ શ્રદ્ધા આવે રે, તો સઘળું આ ઉર ઉતારી ભક્તિભાવ જગાવે રે. શ્રીમદ્ અર્થ :- વિદ્યમાન એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા પ્રત્યક્ષ આત્મજ્ઞાની ગુરુ મળતાં, તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા આવે છે અને ઉપર જણાવેલ બધી વાત હૃદયમાં ઊતરી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ જાગૃત થાય છે. ૩રા. ગિરિગુફાનું ગહન અંઘારું દીવો થતાં દૂર થાશે રે, સદગુથ ઉરે પરિણમતાં અજ્ઞાન અનાદિ જાશે રે. શ્રીમદુo અર્થ - પર્વતમાં રહેલ ગુફાનું ગહન અંધારું હોય પણ દીવો થતાં તત્પણ દૂર થાય છે. તેમ સદગુરુ ભગવંતનો બોઘ હૃદયમાં પરિણામ પામતાં અનાદિકાળનું અજ્ઞાન પણ દૂર થઈ જાય છે. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર //૩૩ના જન્મ મરણ રૂપ ગહન નદીમાં ઘણો તણાતો આવ્યો રે, ગુ. પરમકૃપાળુ શિખા ગ્રહી ખેંચી લે તો ફાવ્યો રે. શ્રીમદુ અર્થ - જન્મમરણરૂપ ગહન નદીમાં હું અનાદિકાળથી ઘણો તણાતો આવ્યો છું. પણ ગુરુ પરમકૃપાળુદેવ હવે કૃપા કરીને તેમાંથી મારી શિખા એટલે ચોટલી પકડીને મને ખેંચી કાઢે તો હું ફાવી જાઉં, અર્થાત્ સંસારરૂપી જળમાં ડૂબતો બચી જાઉં. //૩૪ તટ નિકટ આ નરભવ દુર્લભ, પૂર્વ પુણ્યથી પામ્યો રે, સદગુરુયોગ અચાનક મળતાં ખટપટથી વિરામ્યો રે. શ્રીમદ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- મનુષ્યરૂપી તટની પાસે આવવું દુર્લભ હોવા છતાં હું પૂર્વ પુણ્યના બળે આવ્યો છું. ત્યાં સદ્ગુરુનો અચાનક યોગ મળતાં, તેમનાં અભુત વચનબળે હું સંસારની માયા પ્રપંચરૂપ ખટપટથી વિરામ પામ્યો છું, અર્થાતુ કંઈક પાછો હટ્યો છું. ૩૫ અપૂર્વ બોઘકર લંબાવી ગુરુ ભવજળથી ઉદ્ધારે રે, પરાથીનતા પરી થાય સૌ, ગુરુ-કૃપા દ્રષ્ટિ તારે રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુ પરમકૃપાળુદેવ અપૂર્વ બોઘરૂપી હાથ લંબાવીને સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા એવા મારો ઉદ્ધાર કરે છે. તેથી વિષયોની મારી બધી પરાધીનતા પરી એટલે દૂર થાય છે. એવી શ્રી ગુરુની કૃપાદ્રષ્ટિ જીવોની તારણહાર છે. ૩૬ાા જેમ જેમ સદ્ગુરુ ઓળખાયે, જાય અનંતાનુબંઘી રે, બોઘબળે મિથ્યાત્વ હણાયે, થાય સુદૃષ્ટિ-સંધિ રે. શ્રીમદ્દ અર્થ – જેમ જેમ સદ્ગુરુનું ઓળખાણ થાય તેમ તેમ અનંતાનુબંધી કષાય મોળા પડે છે. સપુરુષના બોઘે અનાદિથી દેહમાં આત્મબુદ્ધિ વગેરે મિથ્યા-માન્યતાઓ નાશ પામે છે અને સમ્યક્દર્શન સાથે સંધિ એટલે જોડાણ થતું જાય છે. “જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.” (વ.પૃ.૪૧૯) I/૩શા નિજ સ્વરૂપ સમજાતાં સમ્યક, વિકથાથી કંટાળે રે, ભોગવિલાસથી વૃત્તિ આળસે, ગુરુ-આજ્ઞા તે પાળે રે. શ્રીમદ્ અર્થ :- પોતાનું આત્મસ્વરૂપ સમ્યપ્રકારે સમજાતા તે દશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજન કથારૂપ વિકથાથી કંટાળે છે. અને ભોગ વિલાસથી તેની વૃત્તિ આળસે છે અર્થાત્ ભોગો પ્રત્યે રુચિ રહેતી નથી તથા ગુરુ આજ્ઞાનું સત્ય રીતે પાલન કરે છે. સપુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મોળા પડવા લાગે છે, અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જાદુગુપ્સા ઉત્પન્ન થાય છે;” (વ.પૃ.૪૧૯) li૩૮ાા. ગુરુ ઓળખાતા ઘટ-વૈરાગ્ય, વૈરાગ્ય વધે સુયોગે રે, સગુરુ-યોગે સજિજ્ઞાસા મુમુક્ષુતા સહ જાગે રે. શ્રીમદ્ અર્થ :- સદગુરુની ઓળખાણ થતાં હૃદયમાં વૈરાગ્યભાવ જન્મે છે. તથા સત્સંગ સત્પરુષના સમાગમથી તે વૈરાગ્ય વધે છે. વળી સદગુરુના યોગે મોહથી મુંઝાઈને મુમુક્ષતા પામી આત્મા પ્રાપ્ત કરવાની સાચી જિજ્ઞાસા જાગે છે. ૩૯ - અનિત્ય આદિ બાર ભાવના સહ સદ્વર્તન સુલભ રે, સદ્ગુરુનો જો યોગ થયો તો આત્મજ્ઞાન નથ દુર્લભ રે. શ્રીમદ્ અર્થ :- અનિત્ય આદિ બાર ભાવના ભાવે તો સદ્વર્તન પાળવું સુલભ થાય છે, જેથી યોગ્યતા આવે છે. પછી સદ્ગુરુનો યોગ થયો તો આત્મજ્ઞાન પામવું દુર્લભ નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૭૧ “સપુરુષ મળે આ સપુરુષ છે એટલું જાણી, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સન્મુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને સન્મુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.” (વ.પૃ.૪૧૯) //૪૦માં સદગુરુ પ્રત્યે પ્રેમ ન જાગે, સબોઘે નહિ રાચે રે, ગુરૃવચનના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ના વાગે રે. શ્રીમદ્ અર્થ:- જો જીવને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ જાગે નહીં, તેમના સમ્યબોઘમાં ભક્તિપૂર્વક રાચે નહીં. કે તેમના વચનના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ વધે નહીં તો આત્મકલ્યાણ પણ થાય નહીં. ૪૧ાા. તો ના આત્મવિચાર ઊગે કર્દી પરમાં રહે આસક્તિ રે, પર-વ્યાપારે પરાધીન બન પરની કરશે ભક્તિ રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુ કે તેમના વચન પ્રત્યે પ્રેમ આવે નહીં તો આત્મવિચાર પણ કદી ઉત્પન્ન થાય નહીં અને પર પદાર્થમાં જ તેની આસક્તિ રહે છે. એવા જીવો પરવસ્તુઓની લેવડદેવડમાં જ રાગપૂર્વક રાચી રહી પરની જ ભક્તિ કર્યા કરશે. ૪રા સદગુયોગે જીવ વિચારે : “સાઘન આજ સુથીનાં રે લક્ષ વિનાના બાણ સમાં સૌ નિષ્ફળ હતાં કુ-ઘીનાં રે. શ્રીમદ્ અર્થ - જો સાચો મુમુક્ષ હોય તો સદગુરુનો યોગ થયા પછી એમ વિચારે કે આજ સુધીના મારા કલ્યાણને અર્થે જે સાધન હતા તે લક્ષ વિનાના બાણ સમા સર્વ નિષ્ફળ હતા. તે કુ-ઘી એટલે મિથ્થાબુદ્ધિથી ઉત્પન્ન થયેલા હતા. “જીવને સત્પરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સસ્તુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારા સર્વ સાઘન સફળ થવાનો હેતુ છે.” (વ.પૃ.૪૧૯) //૪૩ી અપૂર્વ સદ્ગશ્યોગે સઘળાં સાઘન સફળ થવાનાં રે, લાગ ન ચૂકું હવે પ્રમાદે, કાઠું નહિ કોઈ બા’નાં રે. શ્રીમદ્ અર્થ - હવે અપૂર્વ સદ્ગુરુનો યોગ મળવાથી સઘળાં સાઘન સફળ થવાનો જોગ છે. માટે હવે પ્રમાદમાં પડી રહી કોઈ બહાનું કાઢીને આવો અપૂર્વ લાભ ચૂકું નહીં. ૪૪ ઊંડું અંતરમાં વિચારી દ્રઢ પરિણામ ટકાવી રે, જાગ્રત થઈને જાગ્રત રહું હું, સપુરુષાર્થ જગાવી રે. શ્રીમદ્ અર્થ - ઉપરોક્ત વાતને અંતરમાં ઊંડી વિચારી આત્મભાવને દૃઢપણે ટકાવી રાખું તથા સપુરુષાર્થ જગાવી જાગૃત થઈને સદા જાગૃત રહું. ૪પા અપૂર્વ ફળ મળવાના યોગે પાછી પાની ન થારું રે, અંતરાય કરનારાં કારણ શોથી શોથ નિવારું રે.” શ્રીમદ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- અપૂર્વ ફળ તે આત્મદર્શન અથવા સમકિત છે. તે મળવાના યોગે હવે પાછી પાની કરું નહીં. તેમાં અંતરાય કરનારા કારણોને શોધી શોધીને પણ દૂર કરું. //૪૬ાા હું જાણું છું” એ અભિમાને રખડ્યો કાળ અનાદિ રે, કુળઘર્મ ને ચાલુ ક્રિયા લોક-લાજ સહ નાથી રે. શ્રીમદ્ અર્થ :- “હું જાણું છું' એ અભિમાન વડે જીવ અનાદિકાળથી રખડ્યો છે. કુલધર્મ અને કરતા આવ્યા છે તે ક્રિયાને, લોકલજ્જાના કારણો સહિત ઘોડાના લગામની જેમ પકડી રાખે છે, પણ છોડતો નથી. “તેમાં અંતરાય કરનાર “હું જાણું છું', એ મારું અભિમાન, કુળઘર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાઘવાપણું એ આદિ પ્રકાર છે,' તે જ અનંતાનુબંઘી ક્રોઘ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે.” (વ.પૃ.૪૧૯) I/૪શા. સપુરુષોની ભક્તિ આદિક લૌકિક ભાવે કરવાં રે, પંચ વિષયફૅપ કર્મ જ્ઞાનનાં દેખી તે અનુસરવાં રે. શ્રીમદ્ અર્થ – સત્પરુષોની ભક્તિ આદિ લૌકિક ભાવે એટલે આ લોકના સંસાર સુખ મેળવવા અર્થે જીવ કરે અથવા જ્ઞાની પુરુષના પંચ વિષયાકાર કર્મ ઉદયમાં દેખી પોતે પણ એમ વર્તવાનો ભાવ રાખે એ અનંતાનુબંધી કષાય છે. ૪૮ ઇત્યાદિ વિધ્રો વિચારી મુમુક્ષુ-જન, ટાળે રે, અનંતાનુબંઘી ભાવો એ જ્ઞાન-વિચારે ગાળે રે. શ્રીમદ્ અર્થ :- કલ્યાણ માર્ગમાં ઉપર જણાવેલ વિદ્ગોને સ્થિર ચિત્તથી વિચારી મુમુક્ષજન ટાળે છે. એવા અનંતાનુબંધી કષાય ભાવોને તે સમ્યકજ્ઞાન વિચાર કરીને ગાળે છે. લા. ઘન, સંબંઘી, ગામ, ઘરાદિક તજી અનેક પ્રકારે રે, આ અભિમાન, મમત્વ, વાસના ભવ-બીજ કેમ વઘારે રે? શ્રીમદ્દ અર્થ :- પૂર્વ ભવે કે આ ભવે અનેક પ્રકારે ઘન, સગાં સંબંઘી, ગામ, થરાદિક એટલે પૃથ્વી આદિને છોડ્યા છે. પણ તે પ્રત્યેનું અભિમાન, મમત્વ કે વાસનાનો ત્યાગ કર્યો નથી. તે જ સંસારનું બીજ છે. તેને હવે કેમ વઘારે છે? જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ઘારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંથમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુઘી તે જ્ઞાનાવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અઘિકરણક્રિયાનો હેતુ કહ્યો છે; જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી.” (વ.પૃ.૪૧૯) //૫૦ ઉદાસીનતા સદ્ગુરુની કો ભક્તિમાન જીંવ જાણે રે, કોઈ પદાર્થ પ્રતિ રુચિ ના રહીં, સમતા મનમાં આણે રે. શ્રીમદ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ અર્થ – સદ્ગુરુ પરમકૃપાળુદેવની ઉદાસીનતા કેવી છે તે તો કોઈ પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ભક્તિમાન જ ઓળખી શકે. પરમકૃપાળુદેવને જગતના કોઈ પદાર્થ પ્રત્યે રુચિ રહી નથી. તેઓ હમેશાં સમતાભાવમાં રમણતા કરે છે. “એક પુરાણપુરુષ અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે. અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેપારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી;’’ (વ.પૃ.૨૯૦) I।૫૧/ જગત તણી વર્તે વિસ્મૃતિ પ્રભુ-પ્રેમ-ખુમારી જાગી રે, દેપારી છે કે નહિ તે પણ ભૂલી જતા મહાભાગી રે. શ્રીમદ્ ૧૭૩ અર્થ :– ૫૨મકૃપાળુદેવને પ્રભુ પ્રેમની ખુમારી જાગૃત થવાથી જગતની સાવ વિસ્મૃતિ વર્તે છે. પોતે દેહઘારી છે કે નહીં તે પણ ભૂલી જાય છે. એવા તે મહાભાગ્યશાળી છે. પરા સત્સંગી, સન્મુખ જીવોના યોગ વિના ઉદાસી રે, કોઈ વિમુખ જગમાં ના માને વિષયાર્દિી નિરાશી રે. શ્રીમદ્ અર્થ :– પ્રભુ સન્મુખ એવા સત્સંગી જીવોનો યોગ નહીં મળવાથી ઉદાસભાવ રહે છે. જગતમાં કોઈને પણ પોતાથી વિમુખ એટલે શત્રુરૂપે માન્યા નથી. તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો આદિ પ્રત્યે પણ જેને નિરાશભાવ એટલે ઇચ્છારહિતપણું વર્તે છે એવા પરમકૃપાળુદેવ છે. ‘“અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે;’' (૧.૧.૨૯૦૦ ||૫૩|| શૂન્યપણે વર્તે ઇન્દ્રીંગણ, હૃદય શૂન્ય સમ ભાસે રે, ઠેકાણું નહિ ખાનપાનનું, પ્રતિબંધથી પ્રતિબંધથી ત્રાસે રે. શ્રીમદ્ અર્થ :— પરમકૃપાળુદેવની ઇન્દ્રિયો વિકાર વિના શૂન્યપણે પ્રવર્તે છે તથા હૃદય પણ વિકલ્પ રહિત = શૂન્યપણે ભાસ્યમાન થાય છે. ‘હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇન્દ્રિયો શૂન્યપત્રો પ્રવર્તાવારૂપ જ રહે છે;” (વ.પૃ.૨૯૦) આત્માકાર વૃત્તિ થવાથી ખાનપાનનું પણ ઠેકાણું નથી. તથા આત્મસ્થિરતામાં વિઘ્ન કરનાર એવા પ્રતિબંધ તેમને ત્રાસરૂપ જણાય છે. ।।૫૪ પૂર્ણ ઘેલછા એક પ્રકારે, જગ-જનથી છુપાવે રે, મનમાનતી ઉદાસીનતા નથી એમ મન લાવે રે. શ્રીમદ્ અર્થ :— પ્રભુ પ્રત્યેની એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. તેને જગતવાસી જીવોથી છુપાવે છે. કેમકે તે આ વાતને સમજી શકે નહીં. એટલી બધી પ્રભુ તન્મયતા હોવા છતાં પણ મનમાનતી ઉદાસીનતા નથી એમ તેઓ માને છે. “એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ......... આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિશ્ચયપણે જાણીએ છીએ;” (વ.પૃ.૨૯૦) //પપા) આમ કર્યાથી અખંડ ખુમારી પ્રવહે નિશ્ચય એવો રે જાણી ગુપ્તપણે આરાધે; નરભવ- લ્હાવો લેવો રે. શ્રીમદ્ અર્થ - આવી પ્રભુ પ્રત્યે ઘેલછાથી પ્રેમની ખુમારી અખંડપણે રહેશે એવો પરમકૃપાળુદેવને નિશ્ચય છે એમ જાણી તેને ગુપ્તપણે આરાઘે છે. કેમકે મળેલ માનવદેહનો પૂર્ણપણે લાભ ઉઠાવવા તેઓ ઇચ્છે છે. પિકા જનકવિદેહી જ્ઞાનદશા લહી માયા દુસ્તર તરતા રે, સહજ ઉદાસીનતા હતી તોપણ દુરંત પ્રસંગે ડરતા ૨. શ્રીમ અર્થ :- રાજા જનક આત્મજ્ઞાનના બળે વિદેહીદશાને ઘારણ કરી દુસ્તર એવી મોહમાયાને જીતી ભવસાગર તરતા હતા. તેમની સહજ ઉદાસીનદશા હોવા છતાં માયાનો દુરંત એટલે દુઃખે કરી અંત આવી શકે એવા જગતના પ્રસંગોમાં તેઓ પણ ડર રાખી પ્રવર્તતા હતા. “વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” (વ.પૃ. ૩૧૩) //૫૭ી. જલધિમાં તોફાને ડોલે નાવ કુશળ નાવિકની રે, તેમ પરિણતિ ડોલે ત્યાં લે મદદ અષ્ટાવક્રની રે. શ્રીમદ્ અર્થ :- જલધિ એટલે સમુદ્રમાં જેમ તોફાન આવવાથી કુશળ નાવિકની નાવ પણ ડોલાયમાન થઈ જાય, તેમ પરિણતિ એટલે ભાવોમાં ચંચળતા આવી ડોલાયમાન થાય ત્યારે જનક વિદેહી પોતાના શ્રી ગુરુ અષ્ટાવક્રની મદદ લેતા હતા. પટા માયાના પ્રત્યેક પ્રસંગે કેવળ ઉદાસ અવસ્થા રે, સદગુરુની રહેતી હોવાથી શરણ તણી બલવત્તા રે. શ્રીમદ અર્થ - તેમના સદ્ગુરુ અષ્ટાવક્રની માયામોહના પ્રસંગે પણ કેવળ ઉદાસ દશા રહેતી હોવાથી તેમનું શરણ જનકવિદેહીને બળવત્તર હતું. /પલા પથ્થરના સ્તંભે વીટાતી વેલ ન પવને હાલે રે, તેમ શરણ સદગુરુનું લેતાં ચંચળ મન ના ચાલે રે. શ્રીમદ્ અર્થ :- જેમ પત્થરના સ્તંભે વીંટાયેલી વેલ તે પવન વડે હાલી નીચે પડે નહીં તેમ સાચા આત્મજ્ઞાની સદગુરુ ભગવંતનું શરણ લેવાથી સ્વભાવ ચંચળ એવું મન પણ પતિત થાય નહીં પણ સ્થિર રહે છે. કારણકે સ રુના શરણની એવી જ બળવત્તરતા છે. ૬૦ના આ કળિકાળ વિષમ હોવાથી સ્વરૂપ-સ્થિરતા દુર્ઘટ રે, જંજાળ અનંતી, અલ્પ જિંદગી અનંત તૃષ્ણા-ખટપટ રે- શ્રીમદ Page #185 -------------------------------------------------------------------------- ________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૭૫ અર્થ - આ વિષમ કળિકાળમાં મોહના નિમિત્ત પ્રબળ હોવાથી આત્માની સ્વરૂપમાં સ્થિરતા ટકવી દુર્ઘટ છે. “આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો.” (વ.પૃ.૩૧૩) આ કાળમાં જિંદગી અલ્પ જીવો છે અને જંજાળ એટલે કામો અનંત છે તથા જીવની તૃષ્ણા પણ અનંતી હોવાથી અનેક પ્રકારની ખટપટ જીવો કર્યા કરે છે. જિંદગી અલ્ય છે, અને જંજાળ અનંત છે; અસંખ્યાત ઘન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપમૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે!” (વ.પૃ.૩૧૩) //૬૧ાા. સ્વરૂપસ્મૃતિ સંભવતી નથી ત્યાં; અપ્રમત્ત જો જીવે રે, તોડી તૃષ્ણા-જાળ સમજથી તો ર્જીવ પહોંચે શિવે રે. શ્રીમદ અર્થ - જ્યાં તૃષ્ણા અનંત છે ત્યાં આત્મસ્વરૂપની સ્મૃતિ થવી સંભવતી નથી. પણ જીવ અપ્રમત્ત એટલે પ્રમાદ રહિત બની પુરુષાર્થ કરે તો સત્પરુષના બોઘથી તૃષ્ણાની જાળને તોડી ઠેઠ શિવ એટલે મોક્ષ સુધી જીવ પહોંચી શકે છે. Iકરા અનાદિ અવિદ્યા-અભ્યાસે જીંવ સ્વરૂપ ભૂલી રમતો રે, તે જો સગુરુસત્સંગે હજીં બોઘભૂમિ અનુસરતો રે. શ્રીમદ્ અર્થ - અનાદિકાળની અવિદ્યા એટલે અજ્ઞાનના અભ્યાસે આ જીવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને વિભાવમાં કે ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે. પણ જો તે સદગુરુના સમાગમે અથવા તેમના વચનોના સમાગમે હજી પણ સાચી સમજ મેળવવા પ્રયત્ન કરે તો બોઘબીજની ભૂમિકાને એટલે સમ્યગ્દર્શનની યોગ્યતાને તે પામી શકે છે. I૬૩ દીર્ઘકાળના અભ્યાસે તો ઉદાસીનતા આવે રે, સ્વàપ-વિસ્મરણ પણ ટાળી તે આત્મલીનતા લાવે રે. શ્રીમદ્ અર્થ – સત્પષના બોઘનો દીર્ઘકાળ અભ્યાસ કરવાથી જગતના પદાર્થો પ્રત્યે જીવને ઉદાસીનતા અર્થાત્ વિરક્તભાવ આવે છે અને પોતાનું અનાદિકાળનું વિસ્મરણ થયેલ સ્વરૂપ પણ જાણી, શ્રદ્ધીને તે આત્મસ્વરૂપમાં લીનતા અર્થાત્ સ્વરૂપ રમણતાને પામી શકે છે. //૬૪માં શ્રી સદ્ગુરુ ભગવંતના ગુણગાન કરવાથી કે ભક્તિ કરવાથી પંચ પરમેષ્ઠિ ભગવંતનું સ્વરૂપ સમજાય અને તેમના સ્વરૂપનો વિશેષ વિચાર કરવાથી પોતાનો આત્મા પણ મૂળસ્વરૂપે જોતાં પંચ પરમેષ્ઠિ ભગવાન જેવો છે તેનું ભાન થાય. આગળના પાઠનું નામ “પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર’ છે. પાંચ પરમપદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. જગતમાં આ સર્વોત્કૃષ્ટ પાંચ પદવીઓ છે. આ પાંચેય પદ ઇષ્ટ હોવાથી પંચ પરમેષ્ઠી કહેવાય છે. એ પાંચેય પદમાં રહેલ સત્પરુષો સહજાત્મસ્વરૂપને પામેલા છે, Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માટે પાંચેય પરમગુરુ પણ કહેવાય છે. એ પાંચેયને શુદ્ધ આત્માનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. આપણા સર્વનું મૂળ સ્વરૂપ એ જ હોવાથી એ પંચ પરમપદને ભક્તિપૂર્વક નમસ્કાર કરવા તથા તેમના શુદ્ધ સ્વરૂપનું નિરંતર સ્મરણરૂપે ચિંતવન કરવાનો શ્રી ભગવંતનો ઉપદેશ છે. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અહંતુ ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન; દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાઘતા એવા સાથુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.” (વ. પૃ.૫૮૦) હવે આગળના પાઠમાં ‘પાંચ પરમપદ વિષે વિશેષ વિચાર કરવામાં આવે છે : (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર (શ્રી નમિ જિનવર-સેવ ઘનાઘન ઊનમ્યો રે-ઘના૦) શ્રીમદ્ સદગુરુ રાજને પ્રણમી હું વીનવું રે, પ્રણમી હું વનવું રે, સહજ સ્વરૂપે સ્થિતિ પરમ પદ લખવું રે, પરમ પદ લખવું રે; સહજાત્મસ્વરૂપ છે પાંચ પરમ પદ ભેદથી રે, પરમ વીર વચન અનુસાર કહ્યું હું ઉમેદથી રે કહ્યું. ૧ અર્થ :- શ્રીમદ્ સદ્ગુરુ રાજપ્રભુને પ્રણામ કરીને હું વિનયપૂર્વક વિનવું છું કે જે આત્માઓ પોતાના સહજ આત્મ સ્વરૂપમાં સ્થિત હોય તેને હું પરમપદમાં ગણું છું. તે પાંચેય પરમેષ્ઠિ સહજાત્મસ્વરૂપ છે. પણ તેમાં કયા કયા પ્રકારે ભેદ છે તે ભગવાન મહાવીરના વચનાનુસાર અત્રે હું ઉમેદથી એટલે ઉલ્લાસપૂર્વક અત્રે જણાવું છું. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું આ કથન છે. ||૧|| દોષ રહિત તે દેવઃ રાગાદિક દોષ છે રે, રાગા જ્ઞાનાવરણાદિ કર્મ સહિત સદોષ છે રે; સહિત ક્ષાયિક દર્શન-જ્ઞાન-વીર્ય-સુખ પૂર્ણ જે રે, વીર્ય અનંત ચતુષ્ટયયુક્ત અરિહંત દેવ છે રે. અરિ૦ ૨ અર્થ - હવે પ્રથમ ભગવંત અરિહંતનું સ્વરૂપ વર્ણવે છે. જે અઢાર દૂષણથી રહિત દેવ છે. તે રાગાદિક અઢાર દોષ આ પ્રમાણે છે. ભૂખ, તરસ, રાગ, દ્વેષ, જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, શોક, ભય, આશ્ચર્ય, નિદ્રા, ખેદ, પરસેવો, ગર્વ, મોહ, અરતિ અને અરુચિ. એ બધા દોષોમાં મુખ્ય રાગદ્વેષ છે. સંસારી જીવો જ્ઞાનાવરણીયાદિ કર્મોથી યુક્ત છે તે બધા દોષ સહિત છે. પણ જેને ક્ષાયિકરૂપે અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને સુખ ગુણ પૂર્ણપણે પ્રગટ થયા છે એવા અનંત ચતુષ્ટયયુક્ત શ્રી અરિહંત ભગવાન તે જગતમાં સાચા દેવ છે. રા. દિવ્ય ઔદારિક દેહ ઘાતકર્મ મુક્ત તે રે, ઘાતી, દે દેશનારૂપ ઘર્મ ત્રિલોકમાં પૂજ્ય છે રે; ત્રિલોક Page #187 -------------------------------------------------------------------------- ________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર દેવ-દેવ મહાદેવ જ સુખદ શંકર ગણો રે, સુખદ॰ સર્વન્ત્યાપી જે જ્ઞાન તેથી વિષ્ણુ ભણો રે. તેથી ૩ અર્થ :— તે અરિહંત ભગવાનનો દેહ પરમ ઔદારિક છે. તેઓ જ્ઞાનાવરણીયાદિ ચારેય ઘાતીકર્મથી મુક્ત થયેલા છે. જે જગતવાસી જીવોને દેશનારૂપે આત્મધર્મનું સ્વરૂપ સમજાવે છે. તેથી ત્રણેય લોકમાં પૂજનીય છે. જે દેવોના પણ દેવ હોવાથી ખરેખર મહાદેવ છે, અને સુખને દેવાવાળા હોવાથી શંકર જાણો. શમ એટલે સુખ અને તેને કરવાવાળા અર્થાત્ સુખને કરવાવાળા હોવાથી શંકર છે. તથા જ્ઞાન અપેક્ષાએ સર્વ ચરાચરમાં વ્યાપેલ હોવાથી વિષ્ણુ પન્ન કહેવા યોગ્ય છે. ।।૩।। બ્રહ્મસ્વરૂપે બ્રહ્મા, હરે દુઃખ તે હરિ રે, કરે કર્મ-અરિ જીત્યું. જિન, બહુ નામી ગુર્ણ કરી રે, બહુ વચન-અગોચર તત્ત્વ શ્રુત કહે સ્થૂલને રે, શ્રુત અંગુલિથી જુઓ ચંદ્ર ન પહોંચે મૂળને રે. ન ૪ ૧૭૭ અર્થ :– બ્રહ્મસ્વરૂપમાં રમનાર હોવાથી બ્રહ્મા અને દુઃખને હરનાર હોવાથી હાર છે. રાગદ્વેષ અજ્ઞાન આદિ કર્મોને જીતવાથી જિન, તેમજ ગુણો વડે જોઈએ તો તે અનેક નામના ઘારી છે. ભગવાનનું શુદ્ધ આત્મારૂપ તત્ત્વ, તે વચનથી અગોચર છે. તથા શાસ્ત્રો છે તે વસ્તુના સ્થૂલ સ્વરૂપને પ્રકાશનારા છે. જેમ અંગૂલિથી નિર્દેશ કરી ચંદ્ર બતાવી શકાય પણ મૂળ ચંદ્રમા સુધી પહોંચી શકાય નહીં, તેમ શાસ્ત્રો માત્ર અંગૂલિ નિર્દેશ સમાન છે; જ્યારે આત્માનો અનુભવ તો સાક્ષાત્ પ્રત્યક્ષ છે. તે અનુભવ, અરિહંત ભગવંતને સદા સર્વદા સંપૂર્ણપણે પ્રગટ છે. ૫૪૫ પ્રથમ પરમગુરુ આમ, નેતા શિવમાર્ગના હૈ, નેતા તીર્થસ્થાપક સાક્ષાત્, પિતા પરમાર્થના રે; પિતા વીતરાગ ભગવંત અનંત યા ઘણી રે, અનંત અત્યંત કર્યાં. ઉપકાર કરું વંદના પણી રે. કરું પ અર્થ :– પંચ પરમગુરુઓમાં શ્રી અરિહંત પ્રથમ છે. અને આમ એટલે મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરવા લાયક છે, તે મોક્ષમાર્ગના નેતા છે. સાક્ષાત્ સ્વયં ધર્મતીર્થના સ્થાપક છે. મૂળ પરમાર્થને પ્રથમ જન્મ આપનાર હોવાથી પરમાર્થના પિતા સમાન છે. વીતરાગ હોવાથી સાચા ભગવંત છે. જેની પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવાથી અનંત દયાના ઘણી છે. તે શ્રી અરિહંત ભગવંતે મોક્ષમાર્ગ બતાવી અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. માટે એવા પ્રભુની હું ઘણીવાર ભાવભક્તિ સહિત વંદના કરું. પા જે શ્રી તીર્થંકરદેવે સ્વરૂપસ્થ થઈ લઘો રે, સ્વરૂપ વક્તવ્યપણે જે રીતે કહાય તેવો કહ્યો રે, કાય આત્મા અત્યંત યથાસ્થિત, તે દર્શક દેવને રે, તે તર્જી સૌ અન્ય અપેક્ષા નમું, ચઠી સેવને રે. નમું ૬ અર્થ :— જે શ્રી તીર્થંકરદેવે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ વક્તવ્યપણે એટલે વાણી દ્વારા જે પ્રકારે -- આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત એટલે સંપૂર્ણપણે જેમ છે તેમ જણાવ્યો છે, એવા સર્વ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પદાર્થોના દર્શક શ્રી તીર્થંકરદેવને બીજી સર્વ પ્રકારની ઇચ્છાઓનો ત્યાગ કરી નમસ્કાર કરું છું તથા તેમની સેવાને હમેશાં ચાહું છું. “જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) //ફા. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કર્યા થકી રે, વિચાર વિચારોના સરવાળે સન્દુરુષના પ્રતિ રે, સપુરુષ૦ જેના વચનથી ભક્તિ હવે ઉત્પન્ન થઈ રે, હવે તે તીર્થપતિ-વચનામૃત નમું શિર પર લઈ રે. નમું. ૭ અર્થ – પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારોના સરવાળે સપુરુષ પ્રત્યે જેના વચનથી હવે ભક્તિ ઉત્પન્ન થઈ, તે તીર્થપતિના વચનામૃતને શિર પર ચઢાવી આદરપૂર્વક વિનયભાવે નમસ્કાર કરું છું. “પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં પુરુષને વિષે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) //ળી. જીંવના ઘણાય પ્રકારે વિચાર કર્યા કર્યા રે, વિચાર, આત્મારૂપ પુરુષ વિણ જીવ જાણ્યો જાય ના રે, ર્જીવ એવી જ નિશ્ચળ શ્રદ્ધા પ્રગટ જેથી થઈ રે, પ્રગટ તે જિન માર્ગ-બોઘને નિત્ય નમું ગ્રહી રે. નિત્ય ૮ અર્થ - જીવ દ્રવ્યને ઓળખવા ઘણા પ્રકારે વિચાર કર્યો છતાં, તે જીવ આત્મામાં રમણતા કરનાર પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચળ એટલે દ્રઢ શ્રદ્ધા જે વડે ઉત્પન્ન થઈ, તે શ્રી તીર્થકરે બોધેલ વીતરાગ માર્ગને ગ્રહણ કરીને સદા નમસ્કાર કરું છું. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોઘને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) IIટા જીંવનો જ થવા વિચાર વિવિઘ પ્રકારથી રે, વિવિઘ૦ તે જીવની થવા પ્રાપ્તિ યોગ અનેકથી રે, યોગ, કર્યો બળવાન પરિશ્રમ તોય ન પામિયો રે, તોય૦ તે જીવ જેથી સહજ જ જાણે આપિયો રે. જાણે ૯ અર્થ – વિવિધ પ્રકારથી આત્માનો વિચાર થવા માટે, તે આત્મદ્રવ્યની પ્રાપ્તિ થવા માટે, યોગાદિક અનેક સાધનોનો પૂર્વે બળવાન પરિશ્રમ કર્યા છતાં તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ; તે આત્મા જે વડે સહજ પ્રાપ્ત થાય છે એવા શ્રી તીર્થંકરદેવના વચનામૃત છે. તેને હું નમસ્કાર કરું છું. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાઘનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) III તે જ કહેવાને કાજ વચન-રચના મહા રે, વચન, તે તીર્થકર-ઉદ્દેશ-વચન કેવાં અહા! રે, વચન Page #189 -------------------------------------------------------------------------- ________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર ૧૭૯ સહજ નમે મુજ મસ્તક અતિ આભારમાં રે, અતિ ભવ્ય જીવોના આઘાર અપાર સંસારમાં રે. અપાર. ૧૦ અર્થ :- આત્મસ્વરૂપ ઓળખવા માટે જ જેના વચનામૃતની આગમરૂપે મહાન રચના છે તે શ્રી તીર્થંકરદેવના ઉદ્દેશ વચન અહો! કેવા ઉપકારક છે. તે અત્યંત ઉપકારના આભારમાં મારું મસ્તક સહજ તેમના ઉદ્દેશ વચનને નમસ્કાર કરવા નમી પડે છે. કેમ કે તે વચનામૃતો આ અપાર દુઃખમય સંસારમાં ભવ્ય જીવોને પરમ આધારરૂપ છે. ૧૦ના વિદેહી દેવ તો સિદ્ધ પરમ શુદ્ધતા ઘરે રે, પરમ સહજ, અનંત ગુણવંત ભક્ત અષ્ટ ગુણ સ્મરે રે - ભક્ત ક્ષાયિક સમ્યકત્વ-જ્ઞાન-દર્શન, સુખ-પૂર્ણતા રે, દર્શન પૂર્ણ વીર્ય, અવ્યાબાઇ, અગુરુલઘુ, સૂક્ષ્મતા રે, અગુરુ૦ ૧૧ અર્થ - હવે શ્રી સિદ્ધ ભગવંતના સ્વરૂપનું વર્ણન કરે છે. દેહ રહિત પરમાત્મા તે સિદ્ધ ભગવાન છે. તે આત્માની પરમ શુદ્ધતાને ઘારણ કરેલ છે. સહજ સ્વભાવથી તે અનંતગુણોથી યુક્ત છે, છતાં ભક્તો તેમના મુખ્ય આઠ ગુણોનું સ્મરણ કરે છે. તે આ પ્રમાણે છે – જેમને ૧. આયુષ્યકર્મનો ક્ષય થવાથી સાયિક એટલે અક્ષયસ્થિતિગુણ પ્રગટ થયેલ છે. ૨. જ્ઞાનાવરણીય કર્મ જવાથી અનંતજ્ઞાન. ૩. દર્શનાવરણીય કર્મ જવાથી અનંત દર્શન. ૪. મોહનીયકર્મ જવાથી અનંતસુખ તથા ૫. અંતરાયકર્મ જવાથી અનંત વીર્યગુણ પ્રગટેલ છે. વળી ૬. વેદનીયકર્મ જવાથી અવ્યાબાઘ ગુણ. ૭. ગોત્રકર્મ જવાથી અગુરુલઘુગુણ તથા નામકર્મના ક્ષયથી સૂક્ષ્મતા ગુણ પ્રગટ થયેલ છે. ||૧૧ાા. (સર્વ) કર્મ-કલંકરહિત અતીંદ્રિય સુખનિધિ રે, અતીં. નિર્વિકારી વીતરાગ ત્રિકાળ અનંત-થી રે, ત્રિકાળ૦ શુદ્ધ પરમગુરુ, બ્રહ્મ, અ-સંસારી નમું રે, અસંસા. વિશ્વશિરોમણિ સ્વામી સ્મરી મુજ મન દમું રે; સ્મરી. ૧૨ અર્થ - સર્વ કર્મ કલંકથી સિદ્ધ ભગવાન રહિત છે. અતીંદ્રિય એવા આત્મસુખના નિશાન છે. નિર્વિકારી વીતરાગ પરમાત્મા છે. ત્રણે કાળનું એક સાથે જાણપણું હોવાથી અનંતજ્ઞાની છે. જે શુદ્ધ પરમગુરુ પરમાત્મા છે, પૂર્ણ બ્રહ્મસ્વરૂપ છે. જેને હવે કદી સંસાર નહીં હોવાથી અસંસારી એવા સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું. જે ગુણોએ કરી સકળ વિશ્વમાં શિરોમણિ એવા પવિત્ર સ્વામીને સ્મરી મારા મનની વૃત્તિઓનું દમન કરું છું. ૧૨ા. પુરુષાકારે પ્રદેશો છે સિદ્ધાત્મા તણા રે, છે અનાહારી અશરીરી ધ્યેય એ આપણા રે; ધ્યેય નભસમ નિર્લેપ નાથ, પ્રભુ અપુનર્ભવી રે, પ્રભુ કૃતકૃત્ય નિરાકુળ, નિત્ય ચહું પદ એ સ્તવી રે. ચહું ૧૩ અર્થ :- મોક્ષમાં રહેલ સિદ્ધ આત્માના પ્રદેશો લગભગ એક તૃતીયાંશ ન્યૂન પુરુષાકારે છે. તે અનાહારી તથા અશરીરી છે. આપણો પણ ધ્યેય અશરીરી એવી સિદ્ધ દશાને પામવાનો છે. સિદ્ધ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરમાત્મા નભ એટલે આકાશ સમ નિર્લેપ છે. એ આત્મ પ્રભુતાને પામેલા પ્રભુ અપુનર્ભવી એટલે ફરી કોઈ કાળે જન્મ લેનાર નથી. કરવાનું કાર્ય જેને સર્વ કરી લીધું માટે કૃતકૃત્ય છે, સદૈવ નિરાકુળ છે. આપની ભક્તિભાવે સ્તુતિ કરી નિત્ય આપના જેવા નિરાકુળ સિદ્ધપદને હું પણ ચાહું છું. I/૧૩યા. જેવા થવું હોય તેવી કરો નિત્ય ભાવના રે, કરો. સર્વ પ્રદેશે શુદ્ધિ સિદ્ધોની પાવના રે; સિદ્ધો ત્રિકાળ તે જ સ્વરૂપે સ્થિતિ અચળ લહી રે, સ્થિતિ, સ્વયંજ્યોતિ,નિરંજનરૂપ, અજર-અમરતા કહી રે. અજર૦ ૧૪ અર્થ:- જે દશા પ્રાપ્ત કરવી હોય તેવી હમેશાં ભાવના કરો. સહજ આત્મસ્વરૂપને પામવું હોય તો નિરંતર તેવી આત્મભાવના ભાવો. આત્માના સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધિ એ જ સિદ્ધ ભગવંતોની પવિત્રતા છે. “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણે કાળ તે જ શુદ્ધ સ્વરૂપે જેણે અચળ સ્થિરતા પ્રાપ્ત કરી છે એવા સ્વયંજ્યોતિસ્વરૂપ, નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા તે અજર અમર પદને પામેલા છે. ૧૪. જેવું સિદ્ધોનું સ્વરૂપ તેવું સૌ જીવનું રે, તેવું માત્ર ઔપાથિક ભેદ દૃષ્ટાન્ત સ્ફટિકનું રે; દ્રષ્ટાંત જાય કર્યજનિત વિભાવ સ્વરૂપ ઉપાસતાં રે, સ્વરૂપ૦ શુદ્ધ સ્વરૂપે સ્થિતિ થતી સિદ્ધ પૂજતાં રે. થતી. ૧૫ અર્થ – જેવું સર્વ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ છે, તેવું જ મૂળ સ્વરૂપે સર્વ જીવોનું સ્વરૂપ છે. તેમના અને બીજા સર્વ જીવો વચ્ચે માત્ર કર્મ ઉપાધિનો ભેદ છે. તેનું દ્રષ્ટાંત સ્ફટિક રત્ન છે. સ્ફટિક રત્ન શુદ્ધ નિર્મળ હોવા છતાં જેવા રંગનો સંગ મળે તે રૂપે દેખાય છે. તેમ આત્મા શુદ્ધ હોવા છતાં કર્મ ઉપાધિથી મલિન જણાય છે. તે કર્મ જનિત આત્માનું વિભાવ સ્વરૂપ શુદ્ધ આત્માની ઉપાસના કરતા નાશ પામે છે. અને સિદ્ધ સ્વરૂપને ભાવથી પૂજતાં પોતાની પણ શુદ્ધ સ્વરૂપે શાશ્વત સ્થિતિ થાય છે. ૧૫ અસંગ અનામ સ્વરૂપ અનુભવી ઓળખે રે, અનુ. સ્વાનુભવી ગુરુમુખથી બોઘે જીંવ લખે રે; બોથે મુમુક્ષુતા રૂપ નેત્ર સ્વદોષો દેખશે રે, સ્વ સગુરુનું ય સ્વરૂપ યથાર્થ તે લેખશે રે. યથાર્થ. ૧૬ અર્થ - સિદ્ધ ભગવંતના અસંગ, નામ વગરના શુદ્ધ સ્વરૂપને આત્મઅનુભવી જ્ઞાની પુરુષો જ ઓળખી શકે. તે શુદ્ધ સ્વરૂપના સ્વાનુભવી એવા શ્રી ગુરુના મુખ દ્વારા થયેલ બોઘથી આપણા આત્માને પણ તે શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ આવે છે. તે સ્વરૂપ જેને પામવું હશે તે મુમુક્ષતારૂપ નેત્રો વડે પોતાના સ્વદોષને દેખશે. તે ભવ્યાત્મા મુમુક્ષતાના કારણે સગુરુનું પણ તે જ યથાર્થ સ્વરૂપ છે, તેને જાણી શકશે. ૧૬ાા. સદ્ગુરુ ત્રિવિઘ સ્વરૂપ સૂરિ, પાઠક, મુનિ રે, સૂરિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદવી, ત્રણ નામની રે; પદવી Page #191 -------------------------------------------------------------------------- ________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર સાધુપણે તો સમાન હેતુ એક સર્વનો રે, હેતુ વીતરાગી, પરિગ્રહત્યાગી વળી ત્યાગ ગર્વનો રે, વળી ૧૭ હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતના સર્વ સામાન્ય ગુણોનું વર્ણન કરે છે. પછી ત્રણેયની જુદી જુદી યોગ્યતા વિષે જણાવશે. અર્થ – આ આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતના ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના સ્વરૂપ છે. તે સૂરિ એટલે આચાર્ય, પાઠક એટલે ઉપાધ્યાય અને મુનિ એટલે સાઘુ સ્વરૂપે ત્રણ નામની પદવીના ઘારક છે. પણ સાઘકપણે તો ત્રણેય સમાન છે. ત્રણેયનો હેતુ માત્ર પોતાના આત્માને કર્મમળથી સંપૂર્ણ શુદ્ધ કરી કેવળજ્ઞાન પ્રગટાવવાનો છે. ત્રણેય વીતરાગી, પરિગ્રહત્યાગી અને વળી ગર્વ એટલે અહંકારના પણ ત્યાગી છે. ।।૧૭ના પર વિષે અહંમમકાર તજી, અંતરંગમાં રે, - ત અનુભવે શુદ્ધ સ્વરૂપ રહી આત્મધ્યાનમાં રે; રહી પર વ્યાદિ જ્ઞાનમાં ભાસે તે જાણતા હૈ, ભાસે ઇષ્ટ અનિષ્ટ તે માની રાગાદિ ન આણતા રે. રાગાદિ ૧૮ ૧૮૧ અર્થ :હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે એવા અહંભાવ અને મમત્વભાવનો ત્યાગ કરી, આત્મધ્યાન વડે પોતાના અંતરંગમાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. તથા પુદ્દગલાદિ દ્રવ્યો જે પોતાના જ્ઞાનમાં ભાસે તેને માત્ર જાણે છે, દેખે છે પણ તેમાં ગમવા, અણગમવાપણું કરીને રાગદ્વેષાદિ ભાવોને મનમાં આવવા દેતા નથી. ।।૧૮।। હો તન સ્વસ્થ અસ્વસ્થ બાહ્ય નિમિત્ત ઘણાં રે, બાહ્ય તોપણ મુનિએ ન સુખદુખ કારણ તે ગણ્યાં રે, કારણ બાહ્યક્રિયામાં ન ફેર બને તેટલી કરે રે, બનેશુભક્રિયાની ન ખેંચ સહજ દશા ઘરે રે. સહજ ૧૯ અર્થ :– બાવીસ પરિષહ આદિ બહારના અનેક નિમિત્તોના કારણે શરીર સ્વસ્થ કે અસ્વસ્થ હો = તો પણ મુનિઓ તેને પોતાના સુખદુઃખના કારણ માનતા નથી. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની બાહ્ય ક્રિયામાં ફરક નથી; તે સહજ રીતે જેટલી બને તેટલી કરે છે. તેમને શુભક્રિયા કરવાની ખેંચ હોતી નથી, કારણ કે તેઓ સહજ આત્મદશાના ધારક હોવાથી ઉદયાધીન વર્તન કરે છે; કોઈ ક્રિયા કરવાનો કર્તૃત્વભાવ તેમને હોતો નથી. ।।૧૯।। ઉપયોગ બહુ ન ભમાવે ઉદાસીનતા ઘરે રે, ઉદાસીન૦ વૃત્તિ નિશ્ચલ રાખવા નિશ્ચય આદરે રે; નિશ્ચયસ્ફુરે કષાય જો મંદ રહે શુભ ભાવમાં રે, રહે ત્યારે ઘરે શુભ રાગ સત્સાધન બાહ્યમાં રે. સત્સાઘન ૨૦ અર્થ :— તે મુનિ મહાત્માઓ પોતાના જ્ઞાનદર્શન ઉપયોગને બહુ ભમવા દેતા નથી; પણ ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ધારણ કરીને રહે છે. કેમકે ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ જ ધર્મ છે. તેઓ પોતાની આત્મવૃત્તિને નિશ્ચલ એટલે સ્થિર રાખવા દૃઢ નિશ્ચયથી પ્રવર્તે છે. જો કર્મયોગે કષાયોની મંદ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ફુરણા થાય તો શુભ ભાવમાં વૃત્તિને વાળે છે. તે સમયે શુભ રાગરૂપ સત્સાઘન જેવાં કે સન્શાસ્ત્રોનો સ્વાધ્યાય કે ઉપદેશ કરવો કે શાસ્ત્ર લખવા અથવા ભક્તિ આદિ શુભ કાર્યમાં પોતાની વૃત્તિને જોડે છે, જેથી વૃત્તિ અશુભમાં જાય નહીં. પ.પૂ. પ્રભુશ્રીજી કહે અશુભ ભાવ એ હજાર રૂપિયાના દંડ બરાબર છે. જ્યારે શુભ ભાવ એ એક રૂપિયાના દંડ સમાન છે. રા. શુદ્ધતાના ઘરે લક્ષ, ચહે રાગ ત્યાગવા રે, ચહે તીવ્ર કષાય ન થાય હિંસાદિ સાઘવા રે; હિંસાદિ. અસ્તિત્વ તેનું ન હોય ત્યારે મુનિ-પદ ઘરે રે, ત્યારે અશુભ ઉપયોગ ન તેથી મુનિ કદીએ કરે રે. મુનિ. ૨૧ અર્થ :- આત્મજ્ઞાની મહાત્માઓને સદૈવ શુદ્ધભાવમાં જવાનો લક્ષ રહે છે. તેઓ શુભ રાગને પણ ત્યાગવા ઇચ્છે છે. અશુભ રાગમાં તેમની પ્રવૃત્તિ નહીં હોવાથી હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિ તીવ્ર કષાયભાવો તેમને થતા નથી. જ્યારે તીવ્ર કષાયભાવોનું અસ્તિત્વ ન હોય ત્યારે જ મુનિપદને ઘારણ કરે છે. તીવ્ર કષાયનો અભાવ હોવાથી મુનિઓ કદી પણ અશુભ ઉપયોગમાં જતા નથી પણ સ્વાધ્યાય ધ્યાનમાં સદા મગ્ન રહે છે. ર૧ાા. તનુસંસ્કાર ઇત્યાદિ વિક્રિયા રહિત તે રે, વિક્રિયા વનખંડાદિમાં વાસ પરીષહો સૌ જીંતે રે; પરી. મેંળગુણ અખંડિત પાળે, તપે તનુ અતિ દહે રે, તપે ધ્યાનમુદ્રા કદી ઘારી પ્રતિમાવત્ સ્થિર રહે રે. પ્રતિમા. ૨૨ અર્થ - તનુસંસ્કાર એટલે શરીર શણગાર ઇત્યાદિ વિક્રિયાથી મુનિઓ રહિત હોય છે. વનખંડેર કે ગુફાઓમાં વાસ કરી સર્વ પ્રકારના પરિષહોને જીતવા કટિબદ્ધ રહે છે. તેઓ સાધુના ૨૮ મૂળગુણોને અખંડપણે પાળે છે. તે આ પ્રકારે છે. ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૫ ઇન્દ્રિય જય, ૬ આવશ્યક (પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદન, કાયોત્સર્ગ), અસ્નાન, અદંતધોવન, જમીન ઉપર શયન, નગ્ન રહેવું. એકવાર ભોજન, ઊભા ઊભા હાથમાં ભોજન કરવું; વાળનો લોચ કરવો. વળી તપવડે શરીરને અત્યંત કષ્ટ આપે છે. તે તપ બાર પ્રકારે છે. છ બાહ્ય—અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા તથા છ અંતરંગ તપ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન છે. તેઓ કદી ધ્યાનમુદ્રાને ધારણ કરી પ્રતિમાવત્ સ્થિર પણ રહે છે. રજા તન મુનિઘર્મ-સહાયી ગણી ભિક્ષાર્થે ફરે રે, ગણી. આહાર, વિહાર, નિહાર નિયમિત તે કરે રે નિય છે રત્નત્રય દ્વિવિઘ ઉપાદેય સર્વને રે, ઉપાદેય. ચાર આરાઘના તુલ્ય જીતે ક્રોઘાદિને રે, જીતે૨૩ અર્થ :- મહાત્માઓ તનું એટલે શરીરને મુનિઘર્મમાં સહાયક ગણી તેને ટકાવવા ભિક્ષાર્થે ફરે છે. આહાર, વિહાર કે નિહાર તેઓ નિયમિત કરે છે. રત્નત્રયરૂપ ઘર્મ વિવિઘ એટલે બે પ્રકારે છે. એક વ્યવહાર રત્નત્રય અને બીજો નિશ્ચય રત્નત્રય ઘર્મ. તે સર્વ મુમુક્ષુઓને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે. તે મુનિ મહાત્માઓ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ ચાર પ્રકારે વ્યવહાર રત્નત્રયની આરાઘના, નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે કરે છે. તથા તેના સમાન ચાર ક્રોધ, માન, માયા, લોભ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર ૧૮૩ કષાયોને પણ જીતે છે. ર૩. ભેદનો ભેદ ટળ્યાથી દ્વન્દાતીત મુનિદશા રે, ધન્ના યથાશક્તિ ઘર્મમૂર્તિ થવા પ્રયત્ન વસ્યા રે; થવા સૌને વેષાદિક એક ઉરે તીર્થનાથ છે રે, ઉરે. ઘરે જિનાગમ-અભ્યાસ, વાણી સ્યાદવાદ છે રે, વાણી. ૨૪ અર્થ - પરમાત્મા અને પોતાના આત્મસ્વરૂપમાં જે અજ્ઞાનને લઈને ભેદ હતો, તે ભેદ આત્મજ્ઞાન થતાં ટળી જવાથી સુખદુઃખ, હર્ષશોક, માન અપમાન આદિના વંધોથી રહિત મુનિ મહાત્માઓની આત્મદશા હોય છે. તેઓ હમેશાં યથાશક્તિ પુરુષાર્થ કરી પોતાનું કેવળજ્ઞાનમય સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી ઘર્મમૂર્તિ બનવા પ્રયત્નશીલ રહે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ ત્રણેયના વેષ કે આચાર એક છે. ત્રણેયના હૃદયમાં ભગવાન તીર્થનાથ બિરાજમાન છે. ત્રણેય જિનાગમના અભ્યાસમાં લીન રહે છે. તેમજ તેમની વાણી પણ સ્યાદ્વાદથી યુક્ત હોય છે. ૨૪. આત્મદ્રષ્ટિથી દેખતા રંક કે રાયને રે, રંક મુખ્યપણે નિર્વિકલ્પ સ્વરૂપે મગ્ન તે રે; સ્વરૂપે તો ય કદી ઘર્મ-લોભી જીવોને નીરખી રે, આવોને દયા થતાં રાગ-ઉદયે, જગાડે બોઘથી રે, જગાડે. ૨૫ અર્થ:- તે ત્રણેય મહાત્માઓ, રાજા હો કે રંક હો બઘાને આત્મદ્રષ્ટિથી જુએ છે. તેઓ મુખ્યપણે નિર્વિકલ્પ રહી આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. તો પણ કોઈ દિવસ જેને ઘર્મ જાણવાનો લોભ છે, ઘર્મના ઇચ્છુક છે, તેમને જોઈને શુભ રાગના ઉદયથી તેમના પ્રત્યે દયા આવવાથી, તે જીવોને બોઘ આપી મોહનીદ્રામાંથી જગાડે છે. પા. સમ્યક જ્ઞાનાદિ અધિક લખી સૂરિપદ દીધું રે, લખી. તે સંઘપતિ આચાર્ય મનાય તેનું કીધું રે; મનાય તે દે દીક્ષાનું દાન, દથી દીક્ષા છેદતા રે, દીથી. આચાર પાળી પળાવે, પ્રાયશ્ચિત્ત આપતા રે પ્રાય. ૨૬ હવે શ્રી આચાર્ય ભગવંતના પદ વિષે જણાવે છે : અર્થ :- જેનામાં સમ્યકજ્ઞાન તથા શાસન ચલાવવાની વિશેષ યોગ્યતા જોઈને શ્રી ગુરુએ સૂરિપદ અર્થાત્ આચાર્યપદ આપ્યું તે સકળ સંઘના ઉપરી સંઘપતિ આચાર્ય કહેવાય છે. તેમનું કહેલું સકળ સંઘ માન્ય રાખે છે. તે યોગ્ય જીવોને દીક્ષાનું દાન આપે અથવા કોઈ અપરાઘ થયો હોય તો શિક્ષારૂપે તેના દીક્ષા પર્યાયને અમુક વર્ષ માટે છેદી શકે છે. પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને શુદ્ધ રીતે પાળી બીજા મુનિઓને પણ પળાવે છે. કોઈ દોષ થયા હોય તો સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પ્રાયશ્ચિત્ત આપે છે. તે જ્ઞાની ભગવંત ગીતાર્થ હોઈ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રના જાણનાર હોય છે. રા. ઘર્મ-આદેશ-ઉપદેશ કહ્યું કામ સૂરિનું રે, કહ્યું ન સંઘ-પોષણ ઉપકાર કાર્ય ઘર્મ-થોરીનું રે; કાર્ય Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જ્યાં સુઘી લૌકિક કામ સૂરિ કરે મોહથી રે, સૂરિ ત્યાં સુધી નથી આચાર્ય અંતવ્રત-ત્યાગથી રે. અંત. ૨૭ અર્થ – ઘર્મસંબંઘી આજ્ઞા આપવી કે શ્રી સકળ સંઘને ઘર્મનો ઉપદેશ આપવો એ કામ શ્રી આચાર્ય ભગવંતનું છે. પણ સંઘના લોકોની લોભ, માનાદિ વૃત્તિઓને પોષવી કે શ્રાવકોના ઉપકાર અર્થે ઘાગાદોરા મંત્રીને આપવા, એ ઘર્મના ઘોરી એવા આચાર્ય ભગવંતનું કર્તવ્ય નથી. જ્યાં સુધી સંઘના મોહથી લૌકિક આવા કાર્યો આચાર્ય કરે ત્યાં સુધી તે આચાર્ય પદવીને યોગ્ય નથી. કેમકે વૃત્તિઓને અંતરમુખ કરવાનો કે કરાવવાનો જ જેણે ત્યાગ કરી દીઘો; તેથી તે આચાર્ય પદને ઘારણ કરવાને યોગ્ય રહેતા નથી. રા. સૂરિ તીર્થપતિને સ્થાન, ઘરે વીતરાગતા રે, ઘરે રવિ આથમતાં આઘાર દીપ પ્રકાશતા રે; દીપ૦ ઘર્મવૃત્તિના શાસક ઉન્નતિ અર્પતા રે, ઉન્નતિ વ્રત, તપ,શલ સંયમ-સાર, આચાર્યની અહંતા રે. આચા. ૨૮ અર્થ - આચાર્ય ભગવંત તો શ્રી તીર્થપતિ અર્થાત્ ભગવાન તીર્થંકરના સ્થાને છે. જ્યારે શ્રી તીર્થકર ભગવંતની હાજરી ન હોય ત્યારે તે જ મોક્ષમાર્ગના દર્શક છે. તેઓ વીતરાગતાને ઘારણ કરીને રહેલા છે. જેમ સૂર્ય અસ્ત થતાં દીપકનો પ્રકાશ ભવ્યજીવોને આઘારરૂપ છે તેમ તેઓ છે. ઘર્મવૃત્તિમય જૈન શાસનને ચલાવનાર હોવાથી વર્તમાનમાં તે ઘર્મશાસક છે, તથા ઘર્મવૃત્તિવાળા જીવોને બોઘ આપી તેમની ઉન્નતિને વધારનાર છે. તેમજ સ્વયં વ્રત, તપ, શીલ, સંયમને સારરૂપ માની શુદ્ધ રીતે પાળનાર હોવાથી સાચા આચાર્ય ભગવંત છે; માટે ભવ્યોને તે સદેવ અહેત એટલે પૂજનીય છે. [૨૮] આચાર્ય સમ ઉપદેશ કરે ઉપાધ્યાય જે રે, કરે. પણ ન દે કદ આદેશ કરે સ્વાધ્યાય તે રે; કરે, કરી કૃતનો અભ્યાસ ભણાવે સુશિષ્યને રે, ભણાવે સ્યાદ્વાવાદી નિપુણ જણાવે રહસ્યને રે. જણાવે. ૨૯ હવે શ્રી ઉપાધ્યાય ભગવંતનું સ્વરૂપ જણાવે છે : અર્થ :- જે ઉપાધ્યાય છે તે આચાર્ય ભગવંતની સમાન ઉપદેશ કરે છે. પણ કોઈને કદી આદેશ એટલે આજ્ઞા આપતા નથી. તેઓ સ્વાધ્યાયરૂપે બોલે છે. પોતે શાસ્ત્રોનો અભ્યાસ કરી વિનયવાન શિષ્યોને ભણાવે છે. જે સ્યાદ્વાદથી વાદ કરવામાં પ્રવીણ છે. જેથી ભગવાનના બોઘેલા રહસ્યને તે ખોલી શકે છે કે આ વાક્યમાં ભગવાને આ અપેક્ષાથી વાત જણાવેલ છે. રા પ્રશ્નો તણું સમાઘાન મનોહર આપતા રે, મનો. શબ્દબ્રહ્મ સર્વજ્ઞ સૂત્ર-અર્થ સ્થાપતા રે; સૂત્ર ગુરુગમથી જાણી અર્થ મઘુર વ્યાખ્યા કરે રે, મથુ૨૦ સર્વ સાઘારણ ઘર્મો મુનિના તે ઘરે રે. મુનિના ૩૦ અર્થ - કોઈ પ્રશ્ન કરે તો તેનું સમાધાન સુંદર રીતે આપે છે. શબ્દબ્રહ્મ એટલે જે શબ્દો વડે Page #195 -------------------------------------------------------------------------- ________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર ૧૮૫ આત્મા પ્રાપ્ત થાય તે શબ્દ બ્રહ્મ છે. એવા શબ્દબ્રહ્મ વડે જે સર્વશે કહેલા સૂત્રોના અર્થને પ્રકાશે છે. પોતાના ગુરુ દ્વારા આપેલ સમજણથી સૂત્રનો અર્થ જાણી, જે મીઠી વાણી વડે બીજાના હૃદયમાં ઊતરે તેવું વ્યાખ્યાન કરે છે. તથા મુનિના સર્વ સાધારણ ઘમનું એટલે આચારનું જે પૂર્ણ રીતે પાલન કરે છે, એવા તે ઉપાધ્યાય ભગવાન છે. ૩૦ગા. * આત્મસિદ્ધિને અર્થે સુદૃષ્ટિ, ભક્તિ ઘરી રે, સુષ્ટિ સાથે સાધુ સુંઘર્મ-ચારિત્ર અંગીકરી રે; ચારિત્ર, સાધુ કહે નહિ કાંઈ, ઇશારે ન દાખવે રે, ઇશારે કર, ચરણાદિથી કાંઈ, મને નહિ ચિંતવે રે. મને ૩૧ અર્થ - હવે મુનિપદના આચાર વિષેનું વર્ણન કરે છે : સંપૂર્ણ આત્મસિદ્ધિને માટે સમ્યકુદ્રષ્ટિ એવા સાધુ ભગવંત, સમ્યકુચારિત્રને ધારણ કરી, ભક્તિ સહિત આત્મઘર્મની આરાધના કરે છે. તેઓ કોઈને વચન વડે કાંઈ કહે નહીં કે કાયા વડે હાથપગના ઇશારા કરી કાંઈ બતાવે નહીં કે મનથી કોઈના વિષે કંઈ ચિંતવન કરે નહીં પણ મૌન રહે છે. ૩૧ાા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એકાગ્ર મને ઘરે રે, એકાગ્રહ બાહ્ય-અત્યંતર વૃત્તિ તણો ઉપશમ કરે રે; તણો. તરંગરહિત વારિધિ સમાન પ્રશાંત તે રે; સમાન નહિ ઉપદેશ-આદેશ વિષે અલ્પ પણ વદે રે. વિષે. ૩૨ અર્થ :- આત્મજ્ઞાની મુનિઓ એકાગ્ર ચિત્તથી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી બાહ્ય પદાર્થોમાં જતી વૃત્તિ અને કામ ક્રોધાદિ અંતરંગ વૃત્તિઓને ઉપશમાવે છે. તેઓ તરંગ રહિત વારિધિ એટલે સમુદ્ર સમાન પ્રકૃષ્ટપણે શાંત રહે છે. તથા કોઈને ઉપદેશ આપવા કે આદેશ આપવા વિષે અલ્પ પણ કાંઈ બોલતા નથી. //૩રા. સ્વર્ગ-મોક્ષમાર્ગ અર્થે વિવાદ ન આદરે રે, વિવાદ તો વિકથાની શી વાત? જે ભવ-હેતું ઘરે રે; જે. વૈરાગ્યની પરાકાષ્ઠા સાથુપદમાં વસે રે, સાઘુ નિર્દોષ, યથાજાત વેષ, દિલે દયા ઉલ્લસે રે. દિલે૩૩ અર્થ :- મહાત્માઓ સ્વર્ગ કે મોક્ષમાર્ગને અર્થે પણ કોઈ વિવાદ એટલે ખેંચતાણ કરતા નથી. તો તેમનામાં સંસાર વધારવાના કારણભૂત એવી વિકથાની તો વાત જ ક્યાંથી હોય? સાધુપદમાં તો વૈરાગ્યની પરાકાષ્ઠા રહેલી છે. તે નિર્દોષ છે. જેમનો યથાજાત એટલે જન્મ્યા તેવો વેષ છે અર્થાત નગ્નતાને ઘારણ કરેલ છે. તથા જેમના દિલમાં દયાઘર્મ આદરવાના અતિ ઉલ્લાસિત પરિણામ રહેલા છે. કેમકે દયા એ જ ઘર્મ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી. [૩૩ના બાહ્ય-અત્યંતર ગ્રંથિ રહિત નિગ્રંથ તે રે, રહિત તપ-કિરણોની શ્રેણિથી દહે કર્મ વૃન્દને રે; દહે. ઉપસર્ગ-પરિષહ જીતતા રતિ અતિ સંયમે રે, રતિ, લેતા તો ભિક્ષા શુદ્ધ નિયમોથી મન દમે રે. નિયમો. ૩૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ તો બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહની ગ્રંથિથી રહિત નિગ્રંથ મુનિ છે. તેઓ બાર પ્રકારના તારૂપી કિરણોની શ્રેણિને આદરી કર્મોના સમૂહને બાળનારા છે. તેઓ ઉપસર્ગ અને બાવીસ પરિષહને જીતી સંયમમાં અતિ રાગ રાખનારા છે. જે બેતાલીસ દોષ રહિત નિયમોના પાલનસહિત શુદ્ધ ભિક્ષા લે છે. જો શુદ્ધ ભોજન ન મળે તો મનનું દમન કરી તપની વૃદ્ધિ થઈ એમ માનનારા છે. ૩૪. સાધુ સમાન આચાર્ય, ઉપાધ્યાય આચરે રે, ઉપાડ આત્માનુભવ, શુદ્ધ ભાવ મુમુક્ષુતા સૌ ઘરે રે; મુમુક્ષુ ભેદો જણાય જે અલ્પ તે બાહ્ય-પ્રઘાનતા રે, તે અંતરની મૅળ શુદ્ધિ, તેમાં તો સમાનતા રે. તેમાં ૩૫ અર્થ :- સાધુ ભગવંત સમાન આચાર્ય, ઉપાધ્યાય ભગવંત પણ આત્માનુભવ કે શુદ્ધ ભાવ કે મુમુક્ષતાને તો સર્વ ઘારણ કરીને જ રહેલા છે. પણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતો વચ્ચે કંઈપણ જે અલ્પ ભેદો જણાય છે, તે માત્ર બાહ્ય પ્રઘાનતાના છે. જ્યારે અંતરની મૂળ આત્મશુદ્ધિમાં તો ત્રણેયની સમાનતા છે. [૩પા. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પરિણામ ભેદથી રે, પરિ ભેદાનભેદ અનેક અપેક્ષા વિશેષથી રે; અપેક્ષા કોઈ આચાર્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કદી ઘરે રે, વિશુદ્ધિ જઘન્ય, મધ્યમ વિશુદ્ધિ ફરી વળી આદરે રે. ફરી ૩૬ અર્થ :- છતાં તેઓની અંતરંગ શુદ્ધિમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામના ભેદ જરૂર છે. એમ અપેક્ષાથી જોતાં તેના અનેક વિશેષ પ્રકારે ભેદ પ્રતિભેદ થઈ શકે છે. જેમ કે કોઈ આચાર્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિને કદી ઘારણ કરેલા હોય અને વળી કદી જઘન્ય, મધ્યમ વિશુદ્ધિને પણ ફરી પામેલા હોય. તેમ કોઈ સાધુ ભગવંત પણ આચાર્ય ઉપાધ્યાય ભગવંત કરતાં વિશેષ વિશુદ્ધિને પામેલા પણ હોઈ શકે છે. If૩૬ાા સંજ્વલન કષાય જ હેતુ ન ઉપદેશાદિ ગણો રે, નવ બાહ્ય નિમિત્ત ન મુખ્ય, કર્મોદય મેંળ ભણો રે; કર્મો બાહ્ય કારણ કહે કોઈ કર્મ-ઉદય તણું રે, કર્મ, મોહથી ઍરિપદ જે ચહે તેને જ તેમ ગયું રે. તેને ૩૭ અર્થ - મનની વિશુદ્ધિમાં જે ઓછાવત્તાપણું થાય તેનું કારણ સંજ્વલન કષાય ભાવો છે; નહીં કે ઉપદેશ અથવા આદેશ. બાહ્ય નિમિત્તની તેમાં મુખ્યતા નથી પણ સંજ્વલન કષાય આદિ કમોંદય તેમાં મૂળ કારણ છે એમ જાણો. કોઈ કહે–આચાર્યને ઉપદેશ અથવા આદેશ આપવો પડે એવા બાહ્ય કારણથી તેમની દશા મધ્યમ કે જઘન્ય થઈ જાય; પણ તેમ થવામાં ખરેખર કારણ કષાયાદિભાવારૂપ કર્મનો ઉદય છે. છતાં મોહથી જે આચાર્યપદને ઇચ્છે તેની દશા ઉપદેશ અથવા આદેશથી મધ્યમ કે જઘન્ય થઈ શકવા યોગ્ય છે. (૩ના Page #197 -------------------------------------------------------------------------- ________________ (૬૯) અવિરતિ ૧૮૭ ઇચ્છા વિના ઉપદેશ કેવી રીતે બને રે? કેવી સંસારી ઇચ્છા ન હોય - યશાદિ મળે મને રે; યશાદિ ભવહેતુ નિદાન થાય કહી તેને વાસના રે, કહી ઘર્મ-કાર્યો મનોવૃત્તિ તે ઇચ્છા-ભાસના રે. તે ૩૮ અર્થ :- કોઈ કહે કે ઇચ્છા વિના ઉપદેશ આપવો કેવી રીતે બની શકે ? ત્યારે જવાબમાં મહાપુરુષો કહે છે : સાચા જ્ઞાનીપુરુષને ઉપદેશ આપતા સંસારી ઇચ્છા હોય નહીં કે મને યશ મળો કે મારી પૂજા થાઓ. જો મનાવા પૂજાવાની ઇચ્છા થઈ તો તે ભવહેતુ એટલે સંસારવૃદ્ધિનું નિદાન એટલે કારણ થયું. તેને જ્ઞાની પુરુષો અસત્ વાસના કહે છે. જ્યારે સ્વહિત સાઘતાં પરહિતાર્થે ઉપદેશાદિ ઘર્મકાર્ય કરવામાં મનની વૃત્તિ થાય તે ઇચ્છાનું ભાસન માત્ર છે. પણ કંઈ ઉપદેશ આપી મોટા થઈ મનાવા પૂજાવાની કોઈ પ્રકારે તેમને વાસનારૂપ ઇચ્છા નથી. ૩૮ “પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર કરતાં મારો આત્મા પણ મૂળ સ્વરૂપે તેમના જેવો જ સહજાત્મસ્વરૂપમય છે. માટે તે સ્વરૂપને પ્રગટાવવા હવે “અવિરતિ' એટલે અસંયમનો ત્યાગ કરું. તે અસંયમપણાના ત્યાગ માટે શું શું કરવું જોઈએ. તેની આ પાઠમાં સમજ આપવામાં આવે છે : (૬૯) અવિરતિ (રાગ : હરિની માયા મહાબળવંતી, કોણે જીતી ન જાય જોને, જોગીને તો જોતી હીંડે, ભોગીને તો ખાય જોને.) વંદું શ્રી ગુરુ રાજપ્રભુને, અહો! અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાન-દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને? ભાન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને, બીજા રામ સમા તે માનું સારે સૌનાં કાજ જોને. ૧ ઈ. અર્થ:- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતના અહો! અલૌકિક જ્ઞાનને જોઈ હું ભક્તિભાવે તેમને પ્રણામ કરું છું. એમની તીવ્ર આત્મદશામાં અવિરતિ એટલે અસંયમરૂપ રાગદ્વેષના ભાવોને ક્યાંથી સ્થાન હોય? સંસારની આત્મભાન ભૂલાવે એવી વ્યાપાર વ્યવહારની ઉપાધિમાં પણ જેનો આત્મઉપયોગ સદા જાગૃત રહે છે એવા શ્રી ગુરુ રાજપ્રભુને હું પર પદાર્થથી વિરક્ત એવા બીજા શ્રી રામ સમાન માનું છું કે જે સૌ આત્માર્થી ભવ્ય જીવોના કલ્યાણના કાર્યો સિદ્ધ કરનાર છે. ૧ાા. દર્શનમોહે ઑવ ના જાણે શુદ્ધ-સ્વરૃપનો સ્વાદ જોને, દર્શનમોહ જતાં જીંવ પામે સ્વરૂપ-સુખ આસ્વાદ જોને; દર્શનમોહની સાથે જાયે ઘાતક પ્રથમ કષાય જોને, અનંતાનુબંઘી જતાં સૌ કર્મો નિર્બળ થાય જોને. ૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- હવે અવિરતિનું મૂળ કારણ મિથ્યાત્વ છે તે જણાવે છે. દર્શનમોહ એટલે મિથ્યાત્વના યોગે આ અજ્ઞાની જીવ શુદ્ધ આત્મસ્વરૂપના સ્વાદને જાણતો નથી. દર્શનમોહનો ક્ષય કે ઉપશમ થતાં આ જીવ સ્વઆત્મસુખના સ્વાદને પામે છે. દર્શનમોહ એ મોહનીયકર્મનો ભેદ છે. તેની મિથ્યાત્વમોહનીય. મિશ્રમોહનીય અને સમ્યમોહનીય એમ ત્રણ પ્રકૃતિઓ છે. એ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાની સાથે આત્મગુણના મુખ્ય ઘાતક એવા પ્રથમ અનંતાનુબંધી ક્રોઘ માન માયા લોભરૂપ કષાય ભાવો પણ જતાં રહે છે. તે અનંતાનુબંધી કષાય ભાવો જતાં બીજા બઘા કર્મોની તાકાત નિર્બળ થઈ જાય છે. રા તેમ થવા વૈરાગ્ય વઘારો ઉપશમ કરો કષાય જોને, સદગુરુબોઘે વિચાર જાગે તો સ્વરૂપ ઓળખાય જોને. અવિરતિ સમ્યગ્દષ્ટિ સારો, વા સાધુ વિરતિવંત, જોને? બાહ્ય વેશને લોકો માને, ગણતા પૂજ્ય, મહંત જોને - ૩ અર્થ - આત્મ અનભવનો સ્વાદ ચાખવા માટે વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવોની વૃદ્ધિ કરો તથા ક્રોધાદિ કષાય ભાવોનું ઉપશમન કરો તો જીવમાં યોગ્યતા આવતાં સદગુરુના બોઘે ઉત્તમ વિચારદશા જાગૃત થઈ પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થશે. આ જગતમાં અવિરતિ એટલે જેને ત્યાગવ્રત નથી પણ સમ્યગ્દર્શન છે તે સારો કે જેને માત્ર બાહ્ય વિરતિ એટલે સાધુપણું છે પણ સમ્યગ્દર્શન નથી તે સારો? જગતમાં તો લોકો બાહ્ય વેષધારી સાધુ પુરુષને પૂજ્ય અને મહાત્મા ગણે છે. “કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ?” (વ.પૃ.૧૫૯) વા વિચારવાન વિચારી જુએ–શાથી ભવદુઃખ જાય જોને? વિરતિઘારીને પુણ્યકમાણી, નહીં નિર્જરા થાય જોને; સમ્યગ્દષ્ટિ અવિરતિ તોયે કર્મોથી મુકાય જોને, જ્ઞાન અને વૈરાગ્ય વડે તે કર્મ કાપતો જાય જોને.૪ અર્થ - વિચારવાન પુરુષો વિચારી જુએ કે આ સંસારનું દુઃખ શાથી નાશ પામે? તે આત્મજ્ઞાન રહિત એવા બાહ્યત્યાગી સાધુ પુરુષથી કે સમ્યવ્રુષ્ટિ જ્ઞાની પુરુષથી? તેના ઉત્તરમાં જણાવે છે કે વિરતિઘારી એટલે સમ્યગ્દર્શન વગર બાહ્યત્યાગીને ક્રિયાના ફળમાં માત્ર પૂણ્યની કમાણી છે પણ સાચી કર્મની નિર્જરા નથી. જ્યારે ઉદયાથી વર્તતાં સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ અવિરતિ એટલે વ્રતધારી ન હોવા છતાં પણ કર્મોથી મુકાય છે. કારણ કે તેમનામાં આત્મજ્ઞાન અને અનાસક્તભાવરૂપ વૈરાગ્ય હોવાથી તે પ્રતિ ક્ષણે વિવેકરૂપી છીણીવડે કર્મોને કાપતા જાય છે. મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુથી અવિરતિપણું નિર્મળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી, મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.”(વ.પૃ.૭૪૮) //૪ સર્વ વિરતિ મુનિજન ઘારે, દેશવિરત ગૃહીં ઘાર જોને, યથાશક્તિ પ્રતિમારૂપ કે વ્રતધારણ વિચાર જોને; Page #199 -------------------------------------------------------------------------- ________________ (૬૯) અવિરતિ ૧૮૯ વૃત્તિ રોકવા વ્રત આદરવાં, નહિ જનરંજન કાજ જોને, પાપવૃત્તિને પ્રથમ રોકવી ભવ તરવા ઘર દાઝ જોને. ૫ અર્થ :- સર્વ વિરતિ એટલે સંપૂર્ણ સંયમ તો આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ જ યથાર્થ ઘારણ કરી શકે અને દેશવિરતી એટલે અંશે સંયમ તે ગૃહી કહેતા આત્મજ્ઞાન સહિત એવા શ્રાવકો ઘારણ કરી શકે. તેઓ પ્રથમ યથાશક્તિ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ કે વ્રત ઘારણ કરવાનો વિચાર કરી તેનો અભ્યાસ કરે છે. કેમકે વૃત્તિઓને રોકવા માટે વ્રત છે, તે લોકોને રંજન કરવા માટે નથી. આવા વ્રતોને ઘારણ કરતાં પહેલા સંસાર સમુદ્રને તરવાની અંતરમાં દાઝ રાખી પાપવૃત્તિઓને પ્રથમ રોકવી યોગ્ય છે. પાા પાંચ પ્રકારે પાપ પ્રકાશે અવિરતિની ઘૂન જોને, હિંસા, મૃષાવાદ ને ચોરી પરિગ્રહ સહ મૈથુન જોને; બાર પ્રકારે કોઈ પ્રકાશ અવિરતિરૃપ આચાર જોને, પાંચ ઇન્દ્રિય ને મન નહિ રોકે આત્મઘાત વિચાર જોને. ૬ અર્થ - અનાદિકાળથી અસંયમની ધૂનના કારણે જીવની આ પાંચ પ્રકારના પાપોમાં પ્રવૃતિ છે. તે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ છે. કોઈ વળી અસંયમના આચાર સમા અસંયમના બાર પ્રકાર બતાવે છે. તેમાં છ ઇન્દ્રિય અસંયમ અને છ પ્રાણી અસંયમ છે. પ્રથમના ઇન્દ્રિય અસંયમમાં પાંચ ઇન્દ્રિયો અને મનનો અસંયમ છે. તે ઇન્દ્રિયો અને મનની વિભાવરૂપ વૃતિઓને ન રોકે તો તેને આત્મઘાતક વિચારવાળો જાણો. તે વૃતિઓને રોકવી તે છ પ્રકારે ઇન્દ્રિય સંયમ કહેવાય છે. કા પૃથ્વી-જળ-તેજ-વાયુ-કાય ને વનસ્પતિરૂપ જીવ જોને, એ એકેન્દ્રિય પાંચ પ્રકારે, વળી હણે ત્રસ જીવ જોને; બે-ઇન્દ્રિય ત્રણ-ઇન્દ્રિયથારી વળી ચઉ-પંચેન્દ્રિય જોને, એ ચારે ત્રસ એક પ્રકારે; સ્થાવર એકેન્દ્રિય જોને. ૭. અર્થ - હવે અસંયમના બાર પ્રકારમાં બીજા પ્રકાર તે છ કાય જીવોની રક્ષા ન કરવી તે છે. તેમાં પૃથ્વી, પાણી, તેજ એટલે અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયને ઘારણ કરવાવાળા ત્રસકાય જીવનો તે છઠ્ઠો પ્રકાર છે. એમાં પૃથ્વી પાણી આદિ સ્થાવર જીવો કહેવાય છે અને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો હાલતા ચાલતા હોવાથી ત્રસકાય ગણાય છે. તેમની હિંસા ન કરવી તે છ પ્રકારે પ્રાણી સંયમ કહેવાય છે. શા પરઑવ પ્રત્યે દયા ઘરે તે બાહ્યવ્રત ઘરનાર જોને; અંતરવૃતી તો કષાય ટાળે, આત્મકપા તે સાર જોને; અવિરતિનું કારણ જોતાં જડે કષાયો બાર જોને : પ્રથમ કષાય, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ઘાર જોને. ૮ હવે બાહ્યવ્રત અને અંતરદ્રતનું સ્વરૂપ જણાવે છે : અર્થ :- જે બીજા જીવોની દયા પાળવામાં માત્ર ઘર્મ માને તે બાહ્યવ્રતને ઘારણ કરનાર જાણવા. જ્યારે અંતરંગવ્રતને ઘારણ કરનારા તો પ્રથમ કષાયભાવોને ટાળે છે. તે આત્મકૃપા એટલે પોતાનો આત્મા જે કષાયભાવોને લઈને આ સંસારમાં રઝળે છે તે કષાયભાવોને હણવા જે પોતાના આત્મા ઉપર Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કૃપા કરે તે આત્મકૃપા અર્થાત્ સ્વદયાનો પ્રથમ વિચાર કરે તેને સારભૂત વિચારવાળા જાણવા. અવિરતિ એટલે જીવનમાં અસંયમનું કારણ શું? તે વિચારતાં માત્ર આ પ્રથમ અનંતાનુબંધી કષાય, પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયભાવો જ જણાશે. IIટા ઘોરી મૂળ મિથ્યાત્વ ગયું છે, કષાય-પ્રેરક તેહ જોને, ભજવા યોગ્ય ભુલાવી દે તે, મૃગજળ પાતું એહ જોને; જેમ ગોપ માખણ સંતાડે, સૌને દેતી છાશ જોને, છાશ દૂઘ સમ, જગજન માને, માખણ કોઈક પાસ જોને. ૯ અર્થ - તે બધા કષાયભાવોનું ઘોરી મૂળ મિથ્યાત્વ છે, જે કષાયભાવોને પ્રેરણા આપે છે. તે મિથ્યાત્વ નિરંતર ભજવા યોગ્ય એવા પોતાના “સહજાત્મસ્વરૂપને ભુલાવી દે છે અને મૃગજળની જેમ જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરાવી સંસારરૂપી વિષનું પાન કરાવે છે. જેમ ગોપી એટલે ગોવાલણ માખણને સંતાડી સૌને છાસ આપે તેમ લોકો પણ સંસારસુખરૂપ છાસને દૂઘ સમાન માની રાજી થાય છે. પણ માખણ તો કોઈકની પાસે હોય છે; અર્થાત્ સાચું સુખ તો કોઈ વિરલા જાણે છે. લાં મિથ્યાત્વ-મતિ મથી માખણ કાઢે સન્દુરુષ બળવાન જોને, સમ્યગ્દર્શન માખણ મીઠું ભોગવતા ભગવાન જોને. સમ્યગ્દર્શન-જ્ઞાનની સાથે સ્વરૃપ-ચરણ ચારિત્ર જોને, આત્માનુભવ રૂપ રહે છે, અવિનાભાવી મિત્ર જોને. ૧૦ અર્થ - અનાદિની મિથ્યાત્વવાળી કુમતિને મથી કોઈક સપુરુષ જેવા બળવાન પુરુષો આત્મજ્ઞાનરૂપી માખણ કાઢે છે. તે આત્મઅનુભવરૂપ સમ્યક્દર્શન એ જ મીઠું માખણ છે. તેના સ્વાદને સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓ અનુભવ સ્વરૂપે ભોગવે છે. તેમને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન સાથે સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટેલ છે. તેથી હમેશાં આત્મઅનુભવ રૂપે રહે છે. કેમકે સમ્યગ્દર્શન જ્ઞાન સાથે સમ્યગ્વારિત્રનો અવિનાભાવી મિત્ર જેવો સંબંધ છે, અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન હોય ત્યાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર અવશ્ય હોય છે. (૧૦ગા. ટગમગ પગ ના પ્રથમ ટકે જો બળ વઘતાં દે દોટ જોને, પ્રથમ તેમ સમ્યવ્રુષ્ટિને રહે સ્થિરતા-ખોટ જોને; સમ્યગ્દર્શન-જ્ઞાન પછી જો ટાળે નહીં પ્રમાદ જોને, વંધ્ય-તરું-ઉપમા તે પામે નહિ શાંતિનો બહુ સ્વાદ જોને. ૧૧ અર્થ - બાળક જેમ પ્રથમ પગ મૂકતા શીખે ત્યારે પડી જાય છે. પણ પછી બળ વઘતાં દોટ મૂકે છે. તેમાં પ્રથમ આત્મજ્ઞાન થયા પછી પણ ચારિત્રમોહને લઈને આત્મસ્થિરતા કરવામાં જ્ઞાનીને મુશ્કેલી પડે છે. તેથી સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાન થયા પછી પણ જો તે પ્રમાદને ટાળે નહીં તો તે વંધ્યત એટલે ફળ ન આપે એવા વૃક્ષની ઉપમાને પામે છે, અર્થાત્ પ્રમાદ તજી સમ્યક્રચારિત્રની આરાધના કરે નહીં તો તે આત્માનુભવરૂપ શાંતિનો બહુ સ્વાદ પ્રાપ્ત કરી શકતો નથી. //૧૧| ચોથા ગુણસ્થાનક સુથી છે અવિરતિનું રાજ્ય જોને, ચારિત્ર-રવિ-કિરણ ચોથામાં થાય ઉષામાં કાજ જોને, Page #201 -------------------------------------------------------------------------- ________________ (૬૯) અવિરતિ ૧ ૯૧. સૂર્યોદય ના સ્પષ્ટ જણાતો, તેમ સ્વરૃપ-ચારિત્ર જોને, અનંતાનુબંઘી જાતાં છે; પણ નહિ વ્રત-સુંમિત્ર જોને. ૧૨ અર્થ - ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ નામના ગુણસ્થાનક સુઘી આ અવિરતિના બંઘ સ્થાનકનું રાજ્ય છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાન થવાથી સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ્યું. તે જાણે ઉષા એટલે સવારે પ્રભાતમાં સૂર્યનું કિરણ ફૂટ્યું હોય તેના સમાન છે. તે સમયે સૂર્યોદય સ્પષ્ટ જણાતો નથી. તેમ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર અનંતાનુબંધી કષાય જતાં પ્રગટ્યું છે, પણ હજુ વ્રતરૂપી સન્મિત્રનો યોગ થયો નથી અર્થાતુ હજુ જીવનમાં અંશે પણ વ્રત આવ્યા નથી. ૧૨ા ગણના પંચમ ગુણસ્થાનેથી વિરતિની શરૂઆત જોને, પૂર્ણ અયોગી ગુણસ્થાને તે; મુક્તિ ત્યાં સાક્ષાત્ જોને. કર્મક્લેશ શૈલેશીયોગે ટળતાં પૂર્ણ વિરામ જોને, યોગથી ચંચળતા ત્યાં સુધી અવિરતિનું નામ જોને. ૧૩ અર્થ - તે વ્રતોની શરૂઆત હવે આ પંચમ દેશવિરતિ નામના ગુણસ્થાનકથી છે. અને તે વિરતિની પૂર્ણતા તો અયોગી એવા ચૌદમા ગુણસ્થાનમાં છે, જ્યાં સાક્ષાત્ આત્માની મુક્ત અવસ્થા છે. તે ચૌદમાં ગુણસ્થાને શૈલેશીકરણ એટલે મેરુ પર્વત જેવી અડોળ આત્મસ્થિતિનો યોગ થવાથી સર્વ કર્મરૂપી ફ્લેશ ટળી જઈ સંસારનો પૂર્ણ વિરામ થાય છે; અર્થાતુ સંપૂર્ણ શાશ્વત આત્મવિશ્રાંતિરૂપ મોક્ષદશા પ્રગટે છે. તેરમા ગુણ સ્થાનક સુધી મનવચન કાયાના યોગોની ચંચળતા હોવાથી ત્યાં પણ અવિરતિનો અંશ છે, એમ ગણાય છે. ૧૩ના કષાય કારણ અવિરતિનું ટળે દશમ ગુણ-સ્થાન જોને, યથાખ્યાત ચારિત્ર ગણ્યું ત્યાં, ક્યાં અવિરતિ-નિદાન જોને? સામાન્યપણે તો વાત ખરી એ, પણ આ સૂક્ષ્મ વિચાર જોને, પૂર્ણ દર્શન-જ્ઞાન-ચારિત્રે મોક્ષ ઘટે નિર્ધાર જોને. ૧૪ અર્થ :- અવિરતિનું કારણ તો કષાયભાવો છે અને તે તો દશમાં ગુણસ્થાને નાશ થઈ જાય છે. તેથી ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર ગણ્યું છે. તો પછી આગળના ગુણસ્થાનકમાં અવિરતિ એટલે અસંયમનું નિદાન એટલે કારણ ક્યાં રહ્યું? સામાન્યપણે તો આ વાત ખરી છે. પણ સૂક્ષ્મ વિચારથી જોતાં સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા થયે જ મોક્ષની પ્રાપ્તિ ઘટે છે એ વાત પણ નિશ્ચિત છે. [૧૪ ત્રણે તેરમે પૂર્ણ ગણો તો મોક્ષ ન થાય વિચિત્ર જોને, ક્ષીણમોહ ગુણ-સ્થાને છે તો યથાખ્યાત ચારિત્ર જોને; તે ચારિત્ર યોગ-સંયોગે ગણાય હજું અપવિત્ર જોને, શૈલેશી-કરણે યોગોની સ્થિરતા પૂર્ણ પવિત્ર જોને. ૧૫ અર્થ - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેયની, તેરમા ગુણસ્થાનકે પૂર્ણતા ગણીએ તો પણ જીવનો મોક્ષ કેમ થતો નથી? એ પણ વિચિત્ર વાત છે. કેમકે બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે પણ યથાખ્યાત ચારિત્ર તો છે. પણ તે યથાખ્યાત ચારિત્ર જ્યાં સુધી મન વચન કાયાના યોગ સહિત છે ત્યાં સુઘી અપવિત્ર ગણાય છે. પણ જ્યારે ચૌદમાં ગુણસ્થાને શૈલેશીકરણમાં મન વચન કાયાના યોગોની Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અડોલ સ્થિરતા થાય ત્યારે તે યથાવાત ચારિત્ર પૂર્ણ પવિત્રતાને પામે છે. II૧૫ાા રત્નત્રયી ત્યાં પૂર્ણ થઈ કે મોક્ષ તણી નહિ વાર જોને, પૂર્વપ્રયોગાદિક હેતુંથી સિદ્ધાલય-સંચાર જોને; ચોથા ગુણસ્થાનકથી માંડી ચૌદમે ગુણસ્થાન જોને, સ્વરૂપસ્થિરતા વઘતી જાતી, પૂર્ણ થતાં ભગવાન જોને. ૧૬ અર્થ :- જ્યાં રત્નત્રયની પૂર્ણ પવિત્રતા થઈ કે ત્યાં મોક્ષ પ્રાપ્ત થવામાં કંઈ વાર નથી. પૂર્વે ઉપર ઊઠવાનો પ્રયોગ આદિ કરવાથી તેમજ આત્માનો સ્વભાવ પણ ઉર્ધ્વગમનરૂપ હોવાથી કર્મથી રહિત થયેલ આત્મા ઉપર ઊઠી સિદ્ધાલય સુધી સંચાર કરે છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાન થતાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ થયું, ત્યાંથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુઘી સ્વરૂપસ્થિરતા ક્રમશઃ વઘતી ગઈ અને અંતે તે સ્વરૂપસ્થિરતા પૂર્ણતાને પામવાથી તે આત્મા ભગવાન બની જઈ સિદ્ધાલયમાં પહોંચી અનંત સમાધિસુખમાં સર્વકાળને માટે બિરાજમાન થાય છે. અવિરતિભાવને ટાળી પોતાના સહજ આત્મસ્વરૂપને પામવું એ જ ખરું અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન. અધ્યાત્મ વગરનું બીજું ગમે તેટલું જ્ઞાન હોય પણ તે મોક્ષમાર્ગમાં કામ આવતું નથી. માટે એ વિષેના ખુલાસા અત્રે આ પાઠમાં આપવામાં આવે છે : (૭૦) અધ્યાત્મા || (રાગ : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ અછો ત્રિભુવનપતિ.) રાજચંદ્ર ભગવાન અધ્યાત્મયુગપતિ, તવ ચરણે સ્થિર ચિત્ત રહો, મુજ વિનતિ; પ્રણમું ઘર ઉલ્લાસ હૃદયમાં, આપને, આપની ભક્તિ અમાપ હરે ભવ-તાપને. ૧ અર્થ:- જે અનુષ્ઠાનોથી અર્થાત્ ક્રિયાઓથી પોતાનો આત્મા શુદ્ધ થાય તે બધું આચરણ અધ્યાત્મ ગણાય છે. આ કલિયુગમાં આત્મશુદ્ધિ અર્થે, આત્મા સંબંધી બોઘનો ઘોઘ વહેવડાવનાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન પ્રઘાનપણે હોવાથી તે આ યુગમાં અધ્યાત્મજ્ઞાનના યુગપતિ સમાન છે. એવા તવ એટલે આપના ચરણકમળમાં મારું મન સદા સ્થિર રહો અર્થાતુ આપના આજ્ઞારૂપ બગીચાને છોડી કદી બહાર ન જાઓ; એ જ આપ પ્રભુ પ્રત્યે મારી વિનંતી છે. આપની અભુત અધ્યાત્મશક્તિ જોઈ મારા હૃદયમાં પ્રેમ ભક્તિનો ઉમળકો આવવાથી આપના ચરણમાં પ્રણામ કરું છું. આપના પ્રત્યે અમાપ એટલે જેટલી ભક્તિ કરું તેટલી ઓછી છે, કારણ કે મારા સંસારના જન્મ જરા મરણ કે આધિવ્યાધિ ઉપાધિરૂપ તાપને સર્વ કાળ માટે અધ્યાત્મજ્ઞાનવડે દૂર કરનાર આપ જ છો. ||૧|| આગમ=વસ્તુ સ્વભાવ, અધ્યાત્મ=સ્વરૂપ છે, જીવ સંબંઘી બેય સદા સંસારીને. આગમ કર્મસ્વરૂપ, અપર શુદ્ધ ચેતના; દ્રવ્ય, ભાવરૂપ કર્મ દ્રવ્ય જડ-વર્ગણા. ૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અધ્યાત્મ ૧૯૩ અર્થ :- આગમનું જ્ઞાન વસ્તુના સ્વભાવને બનાવનાર છે, જ્યારે અધ્યાત્મ એ પોતાનું આત્મસ્વરૂપ છે. સંસારી જીવે આગમ દ્વારા છએ દ્રવ્યનું સ્વરૂપ જાણી તેમાંથી અધ્યાત્મમય એવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જાણવા માટે, આગમ અને અધ્યાત્મ બેયનો સાથે સંબંઘ જરૂરી છે. આગમ છે તે કર્મના સ્વરૂપને બતાવી તેથી કેમ નિવર્તવું તે બતાવે છે જ્યારે અપર એટલે બીજું અધ્યાત્મ શુદ્ધ ચેતનામય પોતાનું સ્વરૂપ છે. તે સ્વરૂપને પામવા કર્મોને નિવારવા. તે કર્મસ્વરૂપના આગમમાં બે ભેદ કહ્યાં છે. એક દ્રવ્યકર્મ અને બીજું ભાવકર્મ. તેમાં દ્રવ્યકર્મ તે જડ છે અને પુદગલની વર્ગણારૂપ છે. સારા ભાવકર્મ=વિભાવ, તે કર્મ-નિમિત્તથી, આગમરૂપ એ બેય ગણાય સુશાસ્ત્રથી; ગણો દ્રવ્ય ને ભાવ ભેદ અધ્યાત્મના, દ્રવ્યરૂપે જીવત્વ, જ્ઞાનાદિ ભાવ આ. ૩ અર્થ - કર્મસ્વરૂપનો બીજો ભેદ ભાવકર્મ છે. તે રાગદ્વેષરૂપ વિભાવભાવ છે. તે વિભાવભાવ દ્રવ્યકર્મના નિમિત્તથી ઉદભવે છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બેય આગમરૂપ એટલે કર્મના સ્વરૂપ ગણાય છે. તે શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે. હવે અધ્યાત્મના પણ બે ભેદ જાણો. એક દ્રવ્ય અધ્યાત્મ અને બીજું ભાવ અધ્યાત્મ. દ્રવ્ય અધ્યાત્મ તે જીવનું જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ છે અને ભાવ અધ્યાત્મ તે સમ્યકજ્ઞાનદર્શનચારિત્ર આદિ આત્માના ગુણો છે. સા. જડયુગમાં અધ્યાત્મ વિલુપ્ત સમાન છે, પરમાર્થે જ અજાણ જીવ ઘરે માન તે; જ્ઞાની ઘણાય ગણાય, સ્વરૂપ ન ઓળખે, નહિ અલૌકિક ભાવ, ગુણ દોષને લખે. ૪ અર્થ - જડ એવી પૌદ્ગલિક વસ્તુઓનું જેમાં વિશેષ માહાભ્ય છે એવા આ જડયુગમાં અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન વિશેષપણે લુપ્ત થઈ ગયા જેવું છે. આ યુગમાં જીવો પરમાર્થ એટલે આત્માનું સાચું હિત શામાં છે એવા મૂળ તત્વથી અજાણ છે. છતાં જીવો અધ્યાત્મનું માન ઘરાવે છે કે અમે આત્મતત્વને જાણીએ છીએ. આ કલિયુગમાં ઘણા જીવો જ્ઞાની ગણાય છે પણ પોતાના આત્મસ્વરૂપને ઓળખતા નથી. તેમનામાં ત્યાગ વૈરાગ્ય સંયુક્ત આત્મકલ્યાણ કરવાનો અલૌકિક ભાવ નથી અને અનેક દોષયુક્ત બાહ્યત્યાગ વ્રતાદિ સેવી તેને ગુણરૂપ માને છે. “આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મીઓ જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઇંડાના દ્રષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.” (વ.પૃ.૭૦૪) દેવળના ઇંડાનું દ્રષ્ટાંત – શેઠે પુત્રને કહેલું કે જ્યારે તારે ઘનની જરૂર પડે ત્યારે દેવળના ઇંડા નીચે છે ત્યાંથી લઈ લેજે. શેઠ મરી ગયા. પુત્રને ઘનની જરૂર પડી ત્યારે મંદિરના શિખર ઉપર રહેલા ઇંડાને તોડવા લાગ્યો. પણ ઘન મળ્યું નહીં; પછી પોતાના પિતાના મિત્રને મળ્યો ત્યારે તેમણે કહ્યું–જ્યાં મંદિરના ઇંડાની છાયા પડે ત્યાં ખોદજે તો અંદરથી ચરૂ નીકળશે. તેણે તેમ કર્યું તો ઘન નીકળ્યું. તેમ આજના જીવો ભગવાનના કહેલા મૂળ પરમાર્થને સમજતા નથી. કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી.” (વ.પૃ.૭૦૫) //૪ પાંચ મહાવ્રતઘારી કહેલી કરે ક્રિયા, આગમનો અભ્યાસ, અનાદિ રુચિ પ્રિયા; અશુભ તજી કરે શુંભ ક્રિયા નિશદિન એ, શુભ ભાવોને શુદ્ધ અજાણે લેખવે. ૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- પંચ મહાવ્રત ધારણ કરીને ગુરુ બતાવે તે ક્રિયાઓ કરે છે. તથા આગમનો અભ્યાસ કરે છે. અનાદિ કાળની અશુભ ક્રિયા પ્રત્યેની પ્રિય રુચિને તજી રાતદિવસ શુભ ક્રિયા કરે છે. તે શુભ ભાવોને જ અજાણપણામાં શુદ્ધ ભાવ માને છે, પણ ખરા અધ્યાત્મને જાણતા નથી. આપણા ગૃહસ્થોને સ્ત્રી-પુત્ર સંસાર-વૃદ્ધિ દે, પંડિતોને ગ્રંથ અધ્યાત્મ વણ, વદે. માત્ર અધ્યાત્મ શાસ્ત્ર મુમુક્ષુ આદરે, કરી બહુ વાર વિચાર, કહેલું તે કરે. ૬ અર્થ - ગૃહસ્થોને જેમ સ્ત્રી, પુત્ર, સંસાર વૃદ્ધિનું કારણ છે તેમ પંડિતોને અધ્યાત્મ વગરના શાસ્ત્રો સંસારવૃદ્ધિનું કારણ છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. આત્મતત્ત્વને નિરૂપણ કરનારા અધ્યાત્મ શાસ્ત્રોને જે મુમુક્ષુ હોય તેજ આદરે છે. તે મુમુક્ષુ છ પદ, આત્મસિદ્ધિ જેવા અધ્યાત્મશાસ્ત્રો ઉપર અનેકવાર વિચાર કરીને તેમાં કહ્યા પ્રમાણે માનવાનો કે કરવાનો પ્રયત્ન કરે છે. કા. જે તરવાનો કામી તેને પણ શીખવે, જ્ઞાન-પ્રદાન મહાન, સ્વહિત તે લેખવે; મિથ્યાત્વરહિત ભાવ, ક્રિયા આત્માર્થની- જ્ઞાની કહે અધ્યાત્મ; કુંચી સૌ યોગની. ૭ અર્થ - બીજો પણ કોઈ તરવાનો કામી હોય તેને પણ આત્મા સંબંધી જ્ઞાનની શિખામણ આપે છે. કેમકે જ્ઞાનદાન એ પ્રકૃષ્ટ દાન છે, મહાન છે. માટે તેમ કરવામાં તે પોતાનું હિત માને છે. મિથ્યા માન્યતાના ભાવોથી રહિત અને સાચા દેવ, ગુરુ ઘર્મના શ્રદ્ધાન સહિત, જે આત્માર્થે ભક્તિ સત્સંગાદિની ક્રિયા કરે તેને જ્ઞાની પુરુષો અધ્યાત્મ કહે છે. તે ક્રિયા મોક્ષની સાથે જીવને જોડે એવા સર્વ યોગ સાઘનોને પ્રાપ્ત કરવાની કુંચી સમાન છે. આવા દાન્ત, શાન્ત, વળી ગુસ, મોક્ષાર્થી સમકિતી, અધ્યાત્મ-ગુણ કાજ કરે નિર્દભ કૃતિ; દંભ જ્ઞાનાદ્રિ-વજ, દુઃખોને નોતરે, મહાવ્રતોનો ચોર, મુમુક્ષુને છેતરે. ૮ અર્થ - સમ્યક શ્રદ્ધાવાળો મોક્ષાર્થી સમકિતી તો દાન્ત એટલે ઇન્દ્રિયોનું દમન કરી, શાન્ત એટલે કષાયોનું શમન કરીને; ગુપ્ત પણે આત્મગુણોને પ્રગટાવવા અર્થે નિર્દભ એટલે ડોળ કે ઢોંગ વગર ગુરુ આજ્ઞાએ શુદ્ધ ક્રિયાને કરે છે. કેમકે દંભ એટલે માયાવડે કરેલ ઘર્મમાં ઢોંગ, તે જ્ઞાનાદ્રિ વજ અર્થાત્ જ્ઞાનરૂપી પર્વતને તોડવા માટે વજ સમાન છે. તે દુઃખોને નોતરું આપનાર છે. અધ્યાત્મજ્ઞાનના અભાવે જે મહાવ્રતોને લઈ પાળે નહીં અને બાહ્ય વેષવડે લોકોને ઢોંગ બતાવે તે મહાવ્રતોનો ચોર છે. તે મોક્ષમાર્ગના ઇચ્છુક એવા મુમુક્ષુઓને પણ બાહ્ય ડોળવડે છેતરી જાય છે. કેટલાં જેમ જહાજે છિદ્ર ડુબાડે અથવચે, અધ્યાત્મ-રત-ચિત્ત જરી દંભ ના રચે; વિકાર-નદીનો નાથ ક્રોઘાદિથી ઊછળે, વડવાનલરૂપ કામ, ગુખ દુઃખે છળે. ૯ અર્થ - જેમ જહાજમાં પડેલું છિદ્ર માર્ગમાં અધવચ્ચે સમુદ્રમાં ડુબાડી દે તેમ દંભી એવા કુગુરુ મોક્ષમાર્ગે ગમન કરનાર મુમુક્ષને ભવસમુદ્રમાં ડુબાડી દે છે. પણ અધ્યાત્મમાં જેનું ચિત્ત લીન છે તે ભવ્યાત્મા જરા પણ દંભને રચતા નથી. જ્યારે દંભીના મનમાં તો વિકારરૂપી નદીનો નાથ એટલે સમુદ્ર છે, તેમાં ક્રોધાદિ કષાયભાવરૂપ મોજાંઓ સદા ઊછળ્યા કરે છે તથા તેના અંતરમાં વડવાનલરૂપ કામવાસના ગુપ્તપણે રહીને તેને છેતરી સદા દુઃખ આપ્યા કરે છે. ગાલા Page #205 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અધ્યાત્મ ૧૯૫ ભવસાગર સમ માન અપાર અનંત એ, સગુરુ-બોઘ-જહાજ, ચઢી પાર પામજે; નરભવ અનુપમ લ્હાવ, ન મોહ-મદે-ચેંકો, અંજલિ-જલ સમ આયુ, હવે મમતા મેંકો. ૧૦ અર્થ :- દંભને તું ભવસાગર સમાન માન કે જે અનંત અને અપાર છે. માટે સદગુરુના બોઘરૂપી જહાજ પર ચઢી વિષયકષાયરૂપે વર્તતા દંભરૂપ સમુદ્રથી પાર ઊતરી જજે. કેમકે આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તે કલ્યાણ કરવા માટે અનુપમ લ્હાવો મળ્યા સમાન છે. તેને મોહના મદવડે ગાંડો થઈ ચુકીશ નહીં. આયુષ્ય પણ અંજલિમાં લીઘેલ જળ સમાન ક્ષણ ક્ષણ વહી રહ્યું છે, માટે હવે અવશ્ય શરીર કુટુંબાદિ પર વસ્તુઓમાં રહેલ મમતાને મૂકી દેજે. ૧૦ના પ્રિયા-વાણ, વાજિંત્ર, શયન, તન-મઈને, સુખ અમૃત સમાન ગણેલું મુજ મને; સગુરુ-યોગે દ્રષ્ટિ ફરી ત્યાં ફરી ગયું, એક અધ્યાત્મ-ભાવ વિષે રાચતું થયું. ૧૧ અર્થ - સ્ત્રી સાથે વાર્તાલાપ કરવો, વાજિંત્ર સાંભળવા, સુખે શયન કરવું તથા શરીરના મર્દનમાં મારા આત્માએ અજ્ઞાનવશ અમૃત સમાન સુખ માનેલું હતું. પણ સદ્ગુરુના યોગે મિથ્યાવૃષ્ટિ ફરીને સમ્મદ્રષ્ટિ થતાં તે બધું ફરી ગયું અને એક અધ્યાત્મ-ભાવ એટલે આત્મભાવમાં કે જ્યાં સાચું, સ્વાધીન, શાશ્વત, અખંઘકારી એવું આત્માનું સુખ રહ્યું છે, તેમાં જ મન રાચતું થઈ ગયું. ૧૧ના ક્ષણિક પરાથી સુખ, વિષય-ઇચ્છાભર્યું, ભવે ભીતિનું સ્થાન, વિષમતા વિષ નર્યું; સ્વાથન, શાશ્વત સુખ, અભય નિરાકુળતા, આધ્યાત્મિક સુખમાંહિ; રહી ના ન્યૂનતા. ૧૨ હવે ઇન્દ્રિયોનું સુખ કેવું છે તે જણાવે છે : અર્થ - તે ક્ષણિક એટલે અલ્પ સમય માત્ર ટકનાર છે, તે ઇન્દ્રિય સુખ શરીરાદિ પર વસ્તુને આધીન હોવાથી પરાધીન છે, નવા નવા ઇન્દ્રિયોના વિષયો મેળવવાની ઇચ્છાથી ભરપૂર છે, વિષયો ભોગવતાં રાગદ્વેષના પરિણામ થાય છે માટે તે સંસારમાં ડૂબાડનાર હોવાથી ભયનું સ્થાન છે. તે સુખની ઘારા એક સરખી ન રહેવાથી વિષમ છે, અને ભવોભવ મારનાર હોવાથી નર્યું વિષ જ છે એટલે કેવળ ઝેરમય જ છે. જ્યારે આત્માનું સુખ તે પોતાને જ આધીન હોવાથી સ્વાધીન, મોક્ષમાં સ્થિતિ કરાવનાર હોવાથી શાશ્વત અને જન્મમરણના ભયથી રહિત હોવાથી અભય તથા વીતરાગતા પ્રાપ્ત કરાવનાર હોવાથી નિરાકુળ છે. એવા આધ્યાત્મિક એટલે આત્મા સંબંધીના સુખમાં કોઈ પ્રકારની ન્યૂનતા એટલે કમી નહીં હોવાથી તે જ સદા ઉપાદેય છે. ૧૨ા. ભવ-સ્વરૂપ-વિચાર સુવૈરાગ્ય બોઘશે, ભવ-ઇચ્છા-ઉચ્છદ, સ્વરૂપ-સુખ શોઘશે; વૈરાગ્યથી અધ્યાત્મ પ્રગટ પોષાય છે, જેમ માતાથી જન્મી શિશુ ઉછેરાય છે. ૧૩ અર્થ :- હવે ઇન્દ્રિયોથી વિરક્તભાવ લાવવા સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવા જણાવે છે. સંસાર સ્વરૂપનો વિચાર કરવાથી તે અશરણ, અનિત્ય અને અસાર જણાઈ જીવને સાચા વૈરાગ્યનો બોઘ થશે. સંસારનું સાચું સ્વરૂપ સમજવામાં આવવાથી સંસારસુખની ઇચ્છાનો ઉચ્છેદ થશે અને તે આત્મસુખની ખરી શોઘ કરશે. વૈરાગ્યભાવથી આત્મા સંબંધી અધ્યાત્મજ્ઞાન જન્મ પામી – તેને પોષણ આપવાનો ભાવ થશે. જેમ માતાથી શિશુનો જન્મ થઈ તેના દ્વારા જ તેનું પાલનપોષણ કરાય છે તેમ. ||૧૩ના Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાગ, દ્વેષ, અજ્ઞાન–હેતુ ભવના ગણ્યા, “ભવ-હેતુ પ્રતિ ખેદ, વિષયે ન વર્તના ને સંસાર અસાર ગયે ઉદાસીનતા- સગુરુ-બોઘને યોગ્ય ગણાય એવી દશા. ૧૪ અર્થ - રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જ સંસારના મુખ્ય કારણ ગણાય છે. જેને સંસારના આ કારણો પ્રત્યે ખેદ એટલે વૈરાગ્ય વર્તે છે તે જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાચતા નથી. તથા સંસારને અસાર ગણવાથી તે પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. તેવા જીવોની દશા સદ્ગુરુના બોઘને ગ્રહણ કરવાને યોગ્ય ગણાય છે. ૧૪. બોથ-બ્જે અધ્યાત્મનો અંકુર ઊગશે, ત્યાં વૈરાગ્ય યથાર્થ, અધ્યાત્મ પોષશે; ગુણસ્થાન ચતુર્થ', કહ્યું “વિરતિ વિના, વળી અધ્યાત્મ હોય', પૂંછે “સમજાય ના.” ૧૫ અર્થ :- સદગુરુનો બોઘ પરિણામ પામ્યાથી અધ્યાત્મનો એટલે આત્મા સંબંધી જ્ઞાનનો અંકુર ફુટશે. તેવો સાચો વૈરાગ્ય આત્માને પોષણ આપશે તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું કે તે જીવ ચોથા અવિરત સમ્યકદ્રષ્ટિ નામના ગુણસ્થાનકને પામશે. ત્યાં વિરતિ એટલે વ્રત સંયમ વિના પણ તેને આત્મજ્ઞાન હોય છે. કોઈ પૂછે કે કેવી રીતે? તો બાહરથી કર્મ ઉદયને આધીન તેમને ત્યાગ ન હોવાથી સામાન્ય માણસને તે સમજાય નહીં. પણ અંતરથી તે અવિરત સમ્યકુદ્રષ્ટિ વિષય કષાયના ત્યાગી હોય છે. ||૧પ ગૃહવાસે જિનનાથ, વૈરાગ્યમાં ઝૂલે, અધ્યાત્મનો એ પ્રતાપ, સંસારી જન ભેંલે; ભવ-ઇચ્છા-ઉચ્છેદ થયે વિષયે રતિ-પૂર્વિક પુણ્ય-પ્રતાપ, ઉરે રહી વિરતિ. ૧૬ અર્થ - જિનેશ્વર ભગવાન પણ ભોગાવલી કર્મ બાકી હોવાથી અમુક કાળ સુઘી ઘરમાં નિવાસ કરે છે; છતાં વૈરાગ્યમાં જ ઝીલે છે. એ બઘો પ્રતાપ આત્મજ્ઞાનનો છે. એવા સપુરુષોને સંસારી જીવો ઓળખી શકે નહીં; તેથી ભૂલે છે. જિનનાથની સંસાર સંબંધી ઇચ્છાનો ઉચ્છેદ થયા છતાં રાજ્યરિદ્ધિ વગેરે વિષયોમાં પ્રવર્તન હોય એમ દેખાય છે, પણ તે માત્ર તેમના પૂર્વોપાર્જિત પુણ્યના પ્રતાપથી છે; તેમના હૃદયમાં તો સદા વિરક્તભાવ જાગૃત હોય છે. ૧૬ના મૃગજળ જેવા ભોગ ગણી ગભરાય ના, ત્યાં જળ-ક્રીડા-ભાવ સુજ્ઞને થાય ના; ઘર્મ-શક્તિ બળવાન હણાય ન ભોગથી, વાથી દીપ ઓલાય, બળે દવ જોરથી. ૧૭ અર્થ :- મહાપુરુષો ઇન્દ્રિયોના ભોગોને ઝાંઝવાના પાણી સમાન અતૃતિકર જાણી તેની ઇચ્છા કરી દુઃખી થતા નથી. તે ભોગોમાં જળક્રીડા કરવા સમાન ભાવ સુજ્ઞ એવા મહાપુરુષોને થતા નથી. તેમની પ્રગટેલ બળવાન આત્મશક્તિને ભોગો હણી શકે નહીં. જેમ હવાથી દીપક ઓલવાઈ જાય પણ બળતો દાવાનળ તો વઘારે ભભૂકી ઊઠે તેમ મહાપુરુષોનો અનાસક્તભાવ આવા મોહના પ્રબળ નિમિત્તોમાં વઘારે બળવાન થાય છે. તેના વિષયોમાં આસક્ત, માખી સમ લીંટમાં લખદાતો જીવ જેમ, ભીની માટી ભીંતમાં; સૂકો માટીનો પિંડ ન ભીંતે ચોંટતો, જીવ અનાસક્ત તેમ ન વિષયે રીઝતો. ૧૮ અર્થ:- જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત જીવો છે તે માખી જેમ લીંટ એટલે કફના મળમાં લબદાય, તેમ તે જીવો સંસારમાં લબદાઈને દુઃખી થાય છે. અથવા ભીની માટી જેમ ભીંતમાં ચોંટી જાય તેમ તેઓ મોહભાવવડે સંસારમાં ચોંટી રહે છે. પણ જેમ માટીનો સૂકો પિંડ ભીંતે ચોંટતો નથી તેમ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અધ્યાત્મ અનાસક્ત એવા મહાપુરુષો તે વિષયોમાં રાજી થઈ સંસારમાં લબદાતા નથી. ।।૧૮।। ભોગ ન ભોગવે તોય કોઈ તો ભોગવે, ભોગવતો પ્રત્યક્ષ અોગી તોય એ; પર-આશ્રય ચર જેમ કરે પરદેશમાં, તોય ન તેનો થાય, ફરે પરવેષમાં. ૧૯ ૧૯૭ અર્થ :– સંસારમાં કોઈ જીવો ભોગ ભોગવતા નથી છતાં તંદુલ મત્સ્યની જેમ ભાવથી ભોગવે છે. વળી કોઈ સમ્યક્દૃષ્ટિ જીવ ઉદયાધીન પ્રત્યક્ષ ભોગ ભોગવતો દેખાય છતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્યશક્તિના બળે અંતરથી તે અલિપ્ત છે. જેમ પરદેશમાં કોઈ ચર એટલે ગુપ્ત બાતમી મેળવનાર પુરુષ પરનો આશ્રય ગ્રહણ કરી બીજા વેષમાં ત્યાં રહે છતાં તે અંતરથી તેનો થતો નથી; તેમ મહાપુરુષો અંતરથી સદા અનાસક્ત રહી ક્યાંય લેપાતા નથી. ।।૧૯। જીવ શમાવે કષાય વિષય-વિયોગથી, સદા એ વૈરાગ્ય ઃ એ જ રાજ-પતિ; જ્ઞાની નિવૃત્તિરૂપ, અયંત્રિત ઇન્દ્રિયે, ઉદીરણાથી રહિત, તૃપ્ત; અપવાદ એ. ૨૦ અર્થ :— જીવ જો પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ અઘ્યાત્મજ્ઞાન પામી કષાયોને શમાવે તો સદા વૈરાગ્યભાવમાં રહે અને એજ મોક્ષનો રાજમાર્ગ છે. જ્ઞાનીપુરુષ ઉદયાધીન બાહ્ય પ્રવૃત્તિમાં દેખાવા છતાં અંતરથી નિવૃત્તિરૂપ છે. તેઓ ઇન્દ્રિયોને આધીન નથી, પણ ઉદીરણાથી રહિત માત્ર ઉદયાથીન પ્રવર્તન કરે છે. તેઓ આત્મસુખ વડે તૃપ્ત હોવાથી ઇન્દ્રિયસુખની ઇચ્છા કરતા નથી માટે જગતમાં અપવાદરૂપ પુરુષોત્તમ છે. ।।૨૦।। વન-ઠાથીની જેમ, પરાણે પ્રેરતાં, ન ઇન્દ્રિયો વશ થાય, કરે બળ રોતાં; નીચું લજ્જાથી જોઈ કરે દુર્ધ્યાન જે, નરકે તે લઈ જાય દંભી સ્વ-આત્મને. ૨૧ અર્થ :– વન-હાથીને પરાણે વશ કરવા જતા તે સામો થાય તેમ પરાણે કોઈ ઇન્દ્રિયોનો સંયમ - કરવા જાય તો તે ઇન્દ્રિયો વશ થતી નથી પણ ઊલટી પરાણે રોકતાં તે વધારે બળ કરીને સામી થાય છે. જેમ કોઈ દંભી સાધુ કે બાહ્યવ્રતધારી લજ્જાથી નીચું મુખ રાખી જુએ પણ અંતરમાં દુર્ધ્યાન છે તો તે પોતાના આત્માને નરકમાં લઈ જાય છે. તેમ મનમાં ઇન્દ્રિયો પ્રત્યે આસક્તિ છે તે જીવ કર્મ જ બાંધે છે. ।।૨૧।। સદા સ્વ-પર-ભેદજ્ઞ વૈરાગી જીવ તો, સદ્ભાવે ઉપયોગ ઘરીને વંચતોઇન્દ્રિયગણ, રોકાય વિના શ્રમ તે કહે; વર્તતાં નહિ વિકલ્પ વૈરાગ્યના બળે. ૨૨ == અર્થ :— જ્યારે સ્વપર ભેદને જાણનાર એવા વૈરાગી જીવ તો સદા સમ્યભાવોવડે આત્મા તરફ ઉપયોગ રાખી, ઇન્દ્રિયોના સમૂહને જ ઠગી લે છે અર્થાત્ જીતી લે છે. તે અટક્યા વિના નિરંતર પુરુષાર્થ કરી કળપૂર્વક વૈરાગ્યના બળે વર્તતાં, વિષયોના વિકલ્પ તેમને ઊઠતા નથી. ।।૨૨।। કર્મ-ચાવીવંત યંત્ર સમા અનાસક્ત આ, લોકાનુગ્રહ હેતુ જ્ઞાની પ્રવર્તતા, ઇન્દ્રિયના વિકાર, વિકલ્પો પણ જતા, અદ્ભુત એ વૈરાગ્ય, જ્ઞાની જન ધારતા. ૨૩ અર્થ :– જ્ઞાનીપુરુષો તો, યંત્રને ચાવી આપવાથી જેમ તે ચાલે, તેમ અનાસક્તભાવે માત્ર કર્મના = ઉદય પ્રમાણે પ્રવર્તે છે. તથા લોકોના કલ્યાણ અર્થે પ્રવર્તે છે. માત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.’” (વ.પૃ.૩૩૦) જ્ઞાનીપુરુષોને ઇન્દ્રિયોના વિકાર તથા વિકલ્પો Page #208 -------------------------------------------------------------------------- ________________ 198 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પણ ચાલ્યા જવાથી તેઓ અભુત વૈરાગ્યને ઘારણ કરી જીવે છે. 23aaaa મમતા ને અધ્યાત્મ ન સાથે ઘર કરે; જિજ્ઞાસા, વિવેક વડે મમતા મરે. મમતાનો ના ત્યાગ, ન સમતા આદરી, ન તત્ત્વનો જિજ્ઞાસુ, વૃક્ષા દીક્ષા ઘરી. 24 અર્થ - મમત્વભાવ અને આત્માસંબંધીનું જ્ઞાન સાથે ઘર કરીને રહી શકે નહીં. આત્મતત્ત્વ જાણવાની જિજ્ઞાસા તથા હિત અહિતનો વિવેક જ્યાં આવ્યો ત્યાં મમતાનો નાશ થવા લાગે છે. જો મમત્વભાવનો ત્યાગ ન કર્યો અને સમતાભાવને જીવનમાં આપ્યો નહીં તો આત્મતત્ત્વ મેળવવાનો તે સાચો જિજ્ઞાસુ નથી; તેની લીઘેલી દીક્ષા પણ વૃથા છે. 24 વિવિઘતા ઘરે કર્મ, દીસે વ્યવહારથી, શુદ્ધનયે સમતા જ શુભાશુભ-ત્યાગથી; સ્વગુણે જો એકત્વ-કૂટસ્થ વિચારથી મન બને આત્મારામ, પ્રખર સમતા કથી. 25 અર્થ :- કર્મ તો અનેક પ્રકારના વિવિઘ પ્રપંચોને રચે છે. તે તો દીક્ષા પણ અપાવી દે. તે બથો વ્યવહાર ઘર્મ છે. શુદ્ધ નિશ્ચયનયે જોતાં આત્માનો મૂળ ઘર્મ સમતાભાવ છે. તેને સદા ટકાવી રાખવા માટે વ્યવહાર ઘર્મરૂપે દીક્ષા આદિ વ્રતોની યોજના છે. ખરો સમતાભાવ તો શુભ અશુભ ભાવોના ત્યાગથી પ્રગટે છે. જો આત્મા સમતાગુણને પોતાનું ઘર જાણી, તેમાંજ એકમાત્ર દ્રઢ વિચારે કરી વળગી રહે તો તેનું મન આત્મામાં રમણતા કરતું થાય; કેમકે સમતાભાવનું બળ પ્રખર છે. પંરપરા કને રહેલા જીવ જાતિ-વિરોઘનાં તજતા સર્વે વૈર; ટકે કૃત્રિમ ક્યાં? કરું હું શું વખાણ આત્માર્થી સામ્યનાં? સ્વર્ગ-મોક્ષ તો દૂર, સામ્ય-સુખ ઉરમાં. 26 અર્થ - સમતાભાવમાં સદા રહેલા મહાત્માઓ પાસે, પરસ્પર જાતિ વિરોઘવાળા જીવો પણ પોતાના વૈરભાવને ભૂલી જાય છે. એવો જે મહાત્માઓનો પ્રભાવ છે ત્યાં કોઈ પ્રકારની કૃત્રિમતા ક્યાંથી ટકી શકે? એવા સામ્ય એટલે સમતાસુખમાં રમતા આત્માર્થી મહાત્માઓના હું શું વખાણ કરી શકું? સ્વર્ગ અને મોક્ષ તો દૂર છે પણ સમતાભાવમાં રમવાવાળા મહાત્માઓ તો અહીં જ હૃદયમાં સમતાના પ્રશમસુખને અનુભવે છે. [26aaaa સમતા-રસમાં સ્નાન કર્યું સ્મર-વિષ ટળે, ટળે ક્રોઘનો તાપ, ઉદ્ધતતા પણ ગળે; યમ, નિયમ, તપ, દાન કરો કે ના કરો, સમતા એક જ નાવ ઘરી ભવજળ તરો. 27 અર્થ :- સમતારૂપી રસમાં સ્નાન કરવાથી સ્મર એટલે કામદેવને ચઢેલું વિષ ઊતરી જાય છે, ક્રોધાગ્નિનો તાપ ટળે છે તથા મનની ઉદ્ધતાઈનો નાશ થાય છે. તમે યમ, નિયમ, તપ, દાન કરો કે ના કરો; પણ આ એક જ સમતારૂપી નાવમાં બેસીને સંસારરૂપી સમુદ્રને તરી જાઓ. રા. સમતા-આશ્રય માત્ર ઘરી ભરતાદિ જે વિના ક્રિયા કે કષ્ટ, તર્યા ભવ-વારિ તે. ગિરિ-ગુફા-અંઘકાર અનાદિનો જતો, સમતા-દીપ-પ્રકાશ બઘાં કર્મ છેદતો. 28 અર્થ :- ભરતેશ્વર આદિ રાજાઓ પણ પ્રભુ આજ્ઞાએ માત્ર સમતાભાવનો આશ્રય ગ્રહણ કરી, ક્રિયા કે કષ્ટ કર્યા વિના ભવ સમુદ્રને તરી ગયા. જેમ પ્રકાશ આવતા પહાડની ગુફામાં રહેલ અનાદિનો અંઘકાર નાશ પામે છે, તેમ સમતારૂપી દીપકનો પ્રકાશ બઘા કર્મરૂપી અંધકારને છેદવા સમર્થ છે. 28