________________
૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અણગમવાપણું થાય છે. તેમાં રાગદ્વેષ કરી જે મુંઝાતા નથી તે સમતાના ઘારક પુરુષ કહેવાય છે. પાા
કામ-ભોગ ઇચ્છે નહીં રે, તન-મમતા ન લગાર;
સમતામાં મેરું સમા રે, જ્ઞાન પૂર્ણ વરનાર. સમતા અર્થ :- જે કામ-ભોગને અંતરથી ઇચ્છતા નથી. શરીરમાં પણ જેને લગાર માત્ર મમતા નથી. જે સમતા રાખવામાં મેરુ પર્વત સમાન અડોલ છે તેવા મહાત્માઓ પૂર્ણ એવા કેવળજ્ઞાનને વરે છે. કા
સ્વયંવરા મુક્તિ ઊભી રે, ભવ-સંકટ ચોફેર,
વર છેદે ભવ-જાળને રે, ઘારી સમ-સમશેર. સમતા અર્થ :- કેવળજ્ઞાનીઓને સ્વયં વરવા માટે મુક્તિરૂપી સ્ત્રી તૈયાર ઊભી છે. જ્યારે સંસારમાં તો ચારે તરફ મોહરૂપી પાશથી બંધાઈને જીવો સંકટ ભોગવે છે. છતાં વીર પુરુષો સમતારૂપી સમશેર એટલે તલવાર ઘારણ કરીને આ સંસારરૂપી જાળને છેદી ભાવસંકટથી બહાર નીકળી જાય છે. શા.
રાગાદિ અતિ તિમિર સમ રે, નિજસ્ટ્રંપ ત્યાં ન જણાય;
સમતા-સૂરજ ઊગતાં રે પરમાત્મા દેખાય. સમતા અર્થ - સંસારમાં રાગદ્વેષાદિ ભાવો અત્યંત અંઘકાર સમાન છે. ત્યાં પોતાના આત્મસ્વરૂપનું ભાન થવું દુર્લભ છે. પણ સમતારૂપી સૂર્યનો ઉદય થાય અર્થાત્ સુખ દુઃખ આવે તેને સમભાવે સહન કરવાનો અભ્યાસ પાડે તો શુદ્ધાત્મારૂપી પરમાત્માના દર્શન થાય. દા.
આલંબી સમતા-સીમા રે, સ્વ-નિશ્ચય લહી ઉર,
જીવ-કર્મ-સંયોગને રે, જ્ઞાની કરશે દૂર. સમતા અર્થ - જ્ઞાની પુરુષો સમતાની પરાકાષ્ટાનું આલંબન લઈ તેમજ હું આત્મા છું એવો દ્રઢ નિશ્ચય હૃદયમાં ઘારણ કરી અનાદિકાળના જીવ અને કર્મના સંયોગને સર્વથા ભિન્ન કરશે. પાલાા
જ્ઞાનનેત્રી, પવિત્ર છે રે, સમતા-જળથી સંત,
અનંત જ્ઞાનાદિ રમા રે, સખી સહજ ભેદંત. સમતા અર્થ :- જ્ઞાન છે નેત્ર જેના એવા જ્ઞાનનેત્રી જ્ઞાની પુરુષો સમતારૂપી જળમાં સ્નાન કરીને પવિત્ર થયેલા છે. તેવા મહાત્માઓને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ રમા એટલે મોક્ષ લક્ષ્મીરૂપ સખીઓની સહજમાં ભેટ થશે. ||૧૦ના
આત્મભાવના ભાવતાં રે સમતાથી ભરપૂર,
સર્વ પદાર્થ નિહાળતાં રે, રાગાદિ રહે દૂર. સમતા અર્થ - જે હમેશાં આત્મભાવનાને ભાવે છે અને સમતાથી ભરપૂર હોવાના કારણે જગતના સર્વ પદાર્થને નિહાળતાં છતાં પણ રાગદ્વેષાદિ ભાવોથી દૂર રહે છે. /૧૧|
મોહ-સિંહથી ભયંકર રે, રાગાદિ-વન દેખ,
સમતા-દવ-જ્વાળા વડે રે, મુનિવર બાળે, પેખ. સમતા. અર્થ - મોહરૂપી સિંહથી ભયંકર એવું રાગદ્વેષાદિરૂપ વનને જોઈ, સમતારૂપી દાવાનળની જ્વાળાઓ વડે તેને બાળીને મુનિવર ભસ્મ કરી દે છે એમ તું જાણ. //૧૨ના